Main Menu

Tuesday, January 23rd, 2018

 

લાખાપાદર ગામનાં આધેડે ચિંતાથી કંટાળી કર્યો આપઘાત

અમરેલી, તા. રર
ધારી તાલુકાનાં ચલાલા પોલીસ તાબાનાં લાખાપાદર ગામે રહેતાં બાબુભાઈ ભીમભાઈ વાળા નામનાં 4પ વર્ષિય આધેડને સતત માનસિક ટેન્‍શન રહેતું હોય, અને ટેન્‍શનનાં કારણે કંટાળી જઈ પોતાની વાડીએ જઈ ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે અત્રેના દવાખાને ખસેડાતા સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સનાળીયા ગામે અકસ્‍માતે દાજી ગયેલ પત્‍નિને બચાવવા પતિ પણ દાઝયા

પત્‍નિનું અમરેલી ખાતે સારવાર દરમિયાન મૃત્‍યુ
અમરેલી, તા. રર,
લીલીયા તાલુકાનાં સનાળીયા ગામે રહેતાં દયાબેન જયસુખભાઈ કલાડીયા નામનાં 36 વર્ષિય ગૃહીણી ગઈકાલે  બપોરે 4 વાગ્‍યાના સમયે પોતાના ઘરે અશોક પ્રાઈમસ ઉપર ચા બનાવી રહૃાા હતા ત્‍યારે ઉભા થવા જતાં અકસ્‍માતે તેણીની સાડી પ્રાઈમસને અડી જતાં તેણી પણ સખત રીતે દાજી જતાં રાડારાડ કરતાં તેણીના પતિ જયસુખભાઈ મનજીભાઈ બચાવવા જતાં તેઓ પણ દાજી જતાં બન્‍નેને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ જયાં દયાબેનનું સારવાર દરમીયાન મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલછે.

જાફરાબાદ કોર્ટે દારૂ પીનારા 4 શખ્‍સોને સજાનો હુકમ કર્યો

જાફરાબાદ, તા.રર
ગુજરાત રાજયમાં તા.19/1ર/16નાં દારૂ અંગે એમેડમેન્‍ટ જે ઐતિહાસિક પ્રતિબંધ મુકવા કાયદો કડક બનાવવામાં આવેલ છે. જેને અનુસંધાને જાફરાબાદમાં જયુ. મેજી. ફ.ક.નાઓએ ગુજરાત રાજય પ્રોહિબિશન એકટની કલમ 66(1)બીના કામે દિનેશભાઈ શિવાભાઈ ચૌહાણ, નરેશભાઈ મગનભાઈ શિયાળ, શાંતિભાઈ માવજીભાઈ બાંભણીયા અને હરેશભાઈ હિરાભાઈ બાંભણીયા વાળાઓને તમામ આરોપીઓને અલગ-અલગ દારૂ પીવાના કેસમાં 6 માસની સજા અને રૂા. 1000નો દંડ કરેલ છે. અને દંડ ન ભરે તો 1 માસની વધુ સાદી કેદની સજા કરેલ છે. જેને લીધે જાફરાબાદ પંથકમાં દારૂ પીનારાઓ અને બુટલેગરો થર-થર ધ્રુજવા લાગ્‍યા છે.

છૂટાછેડા કરવા માટે થઈ કાનાતળાવ ગામથી પરિણીતાને અપહરણ કરી સુરત લઈ જતાં ફરિયાદ

મોં ઉપર ડુચો મારી કારમાં પગ રાખવાની જગ્‍યામાં બેસાડી રાખી
અમરેલી, તા. રર
સાવરકુંડલા તાલુકાનાં કાનાતળાવ ગામે રહેતી અને સુરત ખાતે પરણાવેલ પરિણીતાને તેણીનાં પતિએ છૂટાછેડા લેવા માટે કાનાતળાવથી કારમાં અપહરણ કરી લઈ જઈ સુરત રૂમમાં પુરી રાખી યાતના આપતાં આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં કાનાતળાવ ગામની કીંજલબેન બાધાભાઈ નામની ર4 વર્ષિય પરિણીતાનાં પતિએ તેણીથી છૂટાછેડા લેવા હોય જેથી ગત તા. 1પનાં રોજ સાંજના સમયે તેણીનાં તેના ઘર પાસેથી ખાનગી કારમાં મંજુબેન રે. સાવરકુંડલા તથા નવાગામ હાલ સુરત રહેતાં વિપુલ શામળાભાઈ, શામળાબેન તથા સંજય ભુપત કાતરીયાવિગેરેએ અપહરણ કરી સુરત લઈ જઈ તથા કાનાતળાવથી સુરત સુધીકારમાં તેણીનાં મોં ઉપર ડૂચો મારી, હાથ કપડાથી બાંધી દઈ કારમાં પગ રાખવાની જગ્‍યા ઉપર બેસાડી રાખી અને સુરત એક રૂમમાં પુરી રાખતાં આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સલડી ગામની સીમમાં ત્રણ બાળકોને ઝેરી અસર

અમરેલી, તા. રર
લીલીયા તાલુકાનાં સલડી ગામની સીમમાં રહેતાં અને કપાસ વિણવાની મજુરી કામ કરતાં મગનભાઈ તથા તેમના પત્‍નિ ગઈકાલે સાંજે કપાસ વિણવાની કામગીરી કરી રહૃાા હતા ત્‍યારે ત્‍યાં એક ઝાડ નિચે રમતા તેમના પુત્ર તથા પુત્રી કુલ-3 કોઈ ઝેરી બી ખાઈ જતાં આ ત્રણેય બાળકોને ઝેરી અસર થતાં સારવાર માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવેલ છે.

ગાંધીનાં ગુજરાતમાં વિદેશીદારૂનાં કારખાનાનો ધમધમાટ

અહો આશ્ચર્યમ્‌ : જીરામાંથી વિદેશીદારૂની ફેકટરી ઝડપાઈ
પોલીસે રૂપિયા 4.14 લાખનો મુદ્‌ામાલ કબ્‍જેકરતાં સમગ્ર જિલ્‍લામાં ચકચાર
અમરેલી, તા. રર
મહાત્‍મા ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી કાયદો અમલી છે. ભાજપ સરકાર બુટલેગરોને સીધા દોર કરવાની ગુલબાંગો ફેંકી રહી છે અને બીજી તરફ વિદેશીદારૂનું વેચાણ-સેવન તો ઠીક પરંતુ વિદેશીદારૂની બનાવટ શરૂ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
વિગત એવા પ્રકારની છે કે, ગઈકાલે અમરેલી એલસીબી પોલીસ ઈન્‍સ્‍પેકટર એ.પી. પટેલને બાતમીરાહે હકીકત મળેલ કે, ધારી તાલુકાના જીરા ગામની આથમણી સીમમાં આવેલ વાડીએ હરિયાણા બનાવટનો ડુપ્‍લીકેટ ઈંગ્‍લીશ દારૂ બનાવી વેચે છે તેવી ચોકકસ બાતમી મળતાં અમરેલી એલસીબી સ્‍ટાફ સાથે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં જીરા ગામની રાણાળો તરીકે ઓળખાતી આથમણી સીમમાં બાતમી વાળી જગ્‍યાએ અનિરૂઘ્‍ધભાઈ અમકુભાઈ વાળાની વાડીએથી ડુપ્‍લીકેટ ઈંગ્‍લીશ દારૂની ફેકટરી મળી આવેલ હતી. જેમાં હરિયાણા બનાવટની રોયલ સ્‍ટેગ કલાસીક વ્‍હીસ્‍કી લખેલ ડુપ્‍લીકેટ દારૂ ભરેલ બોટલ નંગ-1380 કિંમત રૂા. 4,14,000 તથા દારૂની બોટલો ભરવા માટેના ખાલી ખોખા, રોયલ સ્‍ટેગ કલાસીક વ્‍હીસ્‍કીના સ્‍ટીકર, બોટલ ઉપર મારવાના પ્‍લાસ્‍ટીકના ઢાંકણા, ઢાંકણા ઉપર મારવાના સીલના સ્‍ટીકર, મીનરલ વોટરની બોટલો, વ્‍હીસ્‍કી ભરવા માટેની ખાલી બોટલો તથા અન્‍ય સાધન સામગ્રી મળી કુલ રૂા. 4,1પ,ર00નો પ્રોહીમુદામાલ મળી આવતાં તમામ મુદામાલ કબ્‍જે કરેલ છે. અને વાડી માલિક અનિરૂઘ્‍ધભાઈ અમકુભાઈ વાળા રહે. જીરાવાળો વાડીએ હાજર મળી આવેલ ન હોય તેના વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. તથા તેને હસ્‍તગત કરવા ચક્રો ગતિમાન કરેલ છે. આરોપી પકડાયા પછી અહીં કેટલા સમયથી ડુપ્‍લીકેટ દારૂ બનાવવામાં આવતો હતો અને કોને કોને સપ્‍લાય કરવામાં આવતો હતો તેની વિગતો ઉપરથી પરદો ઉંચકાશે.
આ કામગીરી એલસીબી સ્‍ટાફના અબ્‍દલુભાઈ સમા, પ્રફુલ્‍લભાઈ જાની, સંજયભાઈ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ ગોહિલ, જયદિપભાઈ ગોહિલ, જાવેદભાઈ ચૌહાણ, ઉમેદભાઈ મહેતા, સુરેશભાઈ ખુમાણ, રાણાભાઈ વરૂ, ભાવેશભાઈ બોરીસાગર, કિશનભાઈ હાડગરડા, મધુભાઈ પોપટ, જગદીશભાઈ ઝણકાત, તુષારભાઈ પાંચાણી, વિજયભાઈ વાઢેર, મયુરભાઈ માંગરોળીયા, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિગેરેએ કરેલ છે.

લીલીયાના કુતાણા ગામે થયેલ  બેવડી હત્‍યાનો બનાવનો ભેદ ઉકેલાયો 

યુવકની લાશને પટારામાં નાંખી દીધી હતી : ચકચાર
અમરેલી તા ર3
             સરકાર બેટી બચાવો, બેટી પઢાવો, પાછળ કરોડો રૂપીયા ખરચી અને દિકરીઓને પ્રોત્‍સાહન પૂરું પાડે છે તેવા સમયે જ અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના કુતાણા ગામે ગઈકાલે એક 18વર્ષની યુવતિ પોતાના ભાવિ પતી એકાંતમાં મળે તે વાતને લઈ યુવતીના પરિવાર દ્વારા જ તેમની પુત્રી તથા ભાવિ જમાઈની છરીનાં આડેધડ ઘા મારી બંનેની કરપીણ હત્‍યા કરી નાંખી પુત્રીની લાશ ઘરે લઈ જઈ અને ભાવી જમાઈની લાશને પટારામાં નાંખી દીધી હતી. પોલીસે આ ઘટનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખી હત્‍યારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
          આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સાવર કુંડલા તાલુકાનાં ગાધડકા ગામે રહેતાં રાજુ ઉકાભાઈ કલાણિયા  નામનો 18 વર્ષિય યુવક ગઈ કાલે સાવરકુંડલાના પીઠવડી ગામેથી લીલિયા તાલુકાના કુતાણા ગામે જાનમાં ગયેલ અને તેમની ત્‍યાં તેમની સગાઈ કુતાણા ગામે રહેતી રંજન  મુળુભાઈ  સાથળીયા નામની યુવતિ સાથે થયેલ હોય અને તેણી બાજુનાં મકાનમાં પોતાના ભાવી પતિને મળવા ગયેલી.
આ વાત  કુતાણા ગામે રહેતાં તેણીના પિતા મુળુભાઈ ભગવાનભાઈસાથલીયા,  તથા ભાઈ લાલજી મુળુભાઈ સાથલીયા તથા અજાણ્‍યા ઈસમોએ તે વાતનું મનદુઃખ રાખી ધારદાર હથીયારોથી આડેઘડ ધા મારી કરપીણ હત્‍યા કરી નાંખી હતી.
બાદમાં આરોપીઓ પોતાની પુત્રીનો મૃતદેહ પોતાના ઘરે લઈ ગયા હતાં  જયારે યુવાનના મૃતદેહને આ ઘરનાં એક પટારામાં મુકી દઈ  નાશી ગયા હતા. અને બનાવના સ્‍થળે લોહીના ધાબાં ઉપર ધૂળ નાંખી દીધી હતી. બાદમાં બન્‍ન્‍ેના મુવદેહને લીલીયા દવાખાને લઈ જવાયા હતા.
           આ હત્‍યા કોણે કરી, શા માટે કરી તેની કોઈ જ વિગતો ગઈકાલે મોડી સાંજ સુધી મળી શકી ન હોય, પોલીસ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
               ત્‍યારે ગઈકાલે મોડી રાત્રિના સમયે પોલીસ તપાસનાં અંતે મૃતક યુવાનનાં પિતા ઉકાભાઈ છગનભાઈ કલાણિયાની ફરિયાદ લઈ આરોપીઓ મુળુભાઈ ભગવાનભાઈ સાથલીયા, લાલજી મૂળૂભાઈ સાથલીયા તથા અજાણ્‍યા ઇસમો સામે હત્‍યા, અને પુરાવાનો નાશ કરવા સબબની ફરિયાદ નોંધી હત્‍યાનો ભેદ ઉકેલી નાખ્‍યો હતો. અને આરોપીને ઝડપી લેવા પોલીસે ઠેરઠેર દરોડા ાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્‍લામાં ‘‘પદ્માવત” ફિલ્‍મનો વિરોધ

ખાંભામાં રાજપુત સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલી-ખાંભા માર્ગ પર ચકકાજામ કરાતાં બંને બાજુ વાહનોની કતાર લાગી
ફિલ્‍મનાં નિર્માતા સંજયલીલા ભણશાલી વિરૂઘ્‍ધ નારાઓ લાગ્‍યા
ખાંભા, તા. રર
પદમાવત ફિલ્‍મનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહેલ છે ત્‍યારે અમરેલી જીલ્‍લાના ખાંભા શહેરમાં પણ પદમાવત ફિલ્‍મને રીલીઝ કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવેલ હતો. રાજપૂત સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પણ પાઠવેલ હતું અને સંજયલીલા ભણસાલી ઘ્‍વારા ઈતિહાસ સાથે છેડછાડ કરીને રાજપૂત સમાજની લાગણીઓ દુભાવવાનું હિનકૃત્‍ય કરેલ છે. અને આ ફિલ્‍મ પર આજીવન પ્રતિબંધ મુકવાની માંગણી કરેલ છે. સાથોસાથ મોટી સંખ્‍યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને અમરેલી-ખાંભા હાઈવે પર ચકકાજામ કરીને વિરોધ દર્શાવેલ હતો.જેના કારણે 1 કિ.મી. લાંબી વાહનોની કતારો લાગી જવાના દ્રશ્‍યો નિહાળેલ હતા. પદમાવત ફિલ્‍મના નિર્માતા સંજયલીલા ભણશાલીના હાઈ હાઈના નારા લાગ્‍યા હતા અને વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળેલ રહેલ હતો. ફિલ્‍મ પદમાવતના બેન (પ્રતિબંધ)ના નારા સાથે ખાંભા-અમરેલી હાઈવે પર ચકકાજામ થઈ જવા પામેલ હતું. એકાદ કલાક સુધી ચાલેલ આ વિરોધ પ્રદર્શન અને હાઈવે ચકકાજામ થતાં પોલીસ દોડી આવેલ હતી. આ સમય દરમિયાન હાઈવે ઉપર ટાયર સળગાવવાની ઘટના પણ બનેલ હતી. પોલીસે પરિસ્‍થિતિને કાબુમાં લઈને ખડેપગે રહેલ હતી.

અમરેલીમાં લાયન્‍સ કલબ (રોયલ) દ્વારા ખેલ મહાકુંભ ખેલાશે

આજે આખો દિવસ રમશે અમરેલી
અમરેલીમાં લાયન્‍સ કલબ (રોયલ) દ્વારા ખેલ મહાકુંભ ખેલાશે
જિલ્‍લાકક્ષાનાં ખેલકુંભમાં 1100 રમતવીરો ભાગ લેશે
અમરેલી, તા.રર
અમરેલી ખાતે સમગ્ર જિલ્‍લાના રમતવીરોને પ્રોત્‍સાહન પુરૂ પાડવાના શુભ હેતુથી આવતીકાલ મંગળવારના રોજ અત્રેના ચિતલ રોડ ઉપર આવેલ પેવેલીયનના પટાંગણમાં જિલ્‍લા કક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભમાં 1100 જેટલા વિવિધ રમતવીરો ભાગ લઈ અને પોતાનું કૌશલ્‍ય બતાવશે.
આ પ્રસંગે લાયન્‍સ કલબ (રોયલ)ના વડા વસંતભાઈ મોવલીયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્‍યું હતું કે આજના રમતવીરોને પ્રોત્‍સાહન પુરૂ પાડવા તથા અને રમતવીરોમાં રહેલું કૌશલ્‍ય બહાર આવે તે માટે થઈ આવતીકાલે આ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલછે. સાથોસાથ જિલ્‍લાભરની શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા ખોખો, હોકી, સ્‍વીમીંગ, વોલીબોલ, ગોળાફેંક જેવી આપણી પરંપરા મુજબની રમતો રમાશે તેમ જણાવ્‍યું હતું.
આવતીકાલે જોગાનું જોગ લાયન્‍સ કલબ (રોયલ)ના વડા વસંતભાઈ મોવલીયાની મેરેજ એનીવર્સરી હોય, રોયલ્‍સ દ્વારા કાર્યક્રમમાં બેવડો આનંદ પ્રસરી   રહયો છે.
આ કાર્યક્રમમાં લાયન્‍સ કલબ (રોયલ)ના તમામ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

કુંકાવાવની ભુગર્ભ ગટરની સમસ્‍યા દુર કરો : સરપંચ

જિલ્‍લા વિકાસ અધિકારીની કચેરી સામે ઉપવાસ શરૂ
કુંકાવાવની ભુગર્ભ ગટરની સમસ્‍યા દુર કરો : સરપંચ
આગામી દિવસોમાં આમરણાંત અને ગામ બંધનું એલાન આપવામાં આવશે : વાતાનુકુલીન કચેરીમાંથી ઉચ્‍ચ અધિકારીઓ બહાર નીકળે તો સમસ્‍યાનો ખ્‍યાલ આવે
કુંકાવાવ, તા. રર
કુંકાવાવની 1પ હજારની વસ્‍તી માટે હવે ભુગર્ભ ગટર સુવિધાના બદલે સૌથી મોટી સમસ્‍યા બની છે. ત્‍યારે આ બાબતે જીલ્‍લા વિકાસ અધિકારી સહિત ઉચ્‍ચ અધિકારી, રાજકીયહોદેદારોને લેખિતમાં અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈ પરીણામ નહી આવતા સરપંચ દલસુખભાઈ ભુવા સહિતના ગ્રાજનો ઘ્‍વારા અમરેલી જીલ્‍લા વિકાસ અધિકારીની કચેરી સામે પ્રતિક ઉપવાસ ચાલું કરેલ છે. જેમાં પહેલા દિવસે મગનભાઈ દવાણી, મગનભાઈ સાકરીયા, મોહનભાઈ ડાભી, રમેશભાઈ જાદવ, સાગરભાઈ તથા દામજીભાઈ સહિતના ગ્રામજનોએ કચેરી સામે પ્રતિક ઉપવાસ ચાલું કરેલ છે. ત્‍યારે આ બાબતે રૂબરૂ મુલાકાત લેતા સરપંચે જણાવ્‍યું હતું કે, આ સરકારી તંત્ર કાગળની ભાષા સમજતું નથી. જેથી તેને જગાડવા માટે ઉપવાસ આંદોલન ચાલું કરેલ છે. જયરે આ બાબતે તાત્‍કાલીક યોગ્‍ય કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે આમરણાંત ઉપવાસ, ગામ બંધ સહિતનાં જલદ કાર્યક્રમો આપવાની તૈયારી સાથે ભુગર્ભ ગટરનાં પ્રશ્‍ને લડી લેવાના મુડમાં આંદોલન આજ તા. રર/1/18થી ચાલું કરેલ છે. જયારે તંત્ર ઘ્‍વારા આ બાબતની કોઈ નોંધ લેવામાં આવી નથી તેનું સૌ કોઈને આશ્ચર્ય છે. જયારે અગાઉ લેખિતમાં ઉપવાસ આંદોલનની જાણ કરવા છતાં કોઈ વિભાગ ઘ્‍વારા નોંધ લેવામાં આવી નથી. જેથી લોકશાહીમાં પ્રજાનો અવાજ રૂંધાઈ રહૃાાનું જણાવ્‍યું હતું અને આગામી દિવસોમાં વધુ લોકો આ આંદોલનમાં જોડાશે અને ભુગર્ભ ગટરની સમસ્‍યા બાબત તંત્રને જગાડવા અને સમસ્‍યા દુર કરવા માટે અનેકકાર્યક્રમોનું આયોજન કરવાનું સરપંચ દલુભાઈ ભુવાએ અંતમાં જણાવ્‍યું હતું.

અમરેલીનાં સાંસદનો ખાંભામાં લોક દરબાર યોજાયો

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા મામલતદાર કચેરીના ટાઉન હોલમાં આયોજિત લોક દરબારમાં મહી પરી યોજનાના પાણી અને પાઈપ લાઈન, ભૂગર્ભ ગટરદ્વારા નદીમાં ફેલાતી ગંદકી ભગવતીપરામાં વીજ પોલ, માર્કેટીંગ યાર્ડમાં સરકારના નિયત ભાવે ભગફળી ખરીદવા મા.મ. સ્‍ટેટ પંચાયત વિભાગમાં રસ્‍તાના કામો, રીપેરીંગ કરવા, પ્રધાન મંત્રી આવાસ યોજનાના કામો, ભૂગર્ભ ગટરના રેલાતા પાણી, ગંદકી, ખાંભા-થોરડી રોડ ઉપર 400 મીટર સાંકડો રસ્‍તો પહોળો કરવા સહિતના પ્રશ્‍નો ખાંભાના સરપંચ અમરીશભાઈ જોષી, ભાવુભાઈ, સુરેશ મકવાણા, દિલીપ લાખાણી સહિત ભાજપના અગ્રણીઓ કાળુભાઈ, વિપુલભાઈ, આનંદભાઈ, અરવિંદભાઈ ચાવડા, ભાવુભાઈ ભમ્‍મર, કમળાબેન બોદર, કાંતિભાઈ તંતી, લાલભાઈ બધાએ પ્રશ્‍નો રજૂ કરેલ.  સાંસદ દ્વારા આયોજિત આ લોક દરબારમાં નારણભાઈ કાછડીયા, મામલતદાર રાય કુંડલીયા, પી.એસ.આઈ. ખરેડીયા, ના.મા. સોરઠીયા સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ.

અવસાન નોંધ

દેવળીયા (ચકકરગઢ) : તા. અમરેલી નિવાસી કનુભાઈ રામજીભાઈ કંડોળીયા (ઉ.વ.7ર) જે મનસુખભાઈ તથા પુનીતભાઈના પિતાજીનું તા.ર1/1નેરવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.1/ર/18 ના રોજ દેવળીયા મુકામે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.
ધારી : કાળુભાઈ ચાંપરાજભાઈ વરૂ (ઉ.વ. પ7) (સર્કલ ઈન્‍સ્‍પેકટર, તા.પં. ખાંભા) તે મનુભાઈનાં મોટાભાઈ તેમજ હરેશભાઈ, કવિતભાઈ, વિરેનભાઈ ખાચર (જીરા)નાં બનેવી તથા શ્‍લોકભાઈનાં પિતાનું તા. ર0 જાન્‍યુ. ર017નાં રોજ અવસાન થયેલ છે. સદ્યગતનું બેસણું  રપ જાન્‍યુ.નાં રોજ બપોરનાં ર થી સાંજના 6 સુધી તેમના નિવાસસ્‍થાન ધારી ખાતે રાખેલ છે.
ગોપાલગ્રામ : સવિતાબેન (ઉ.વ. 80) તા. ર1 જાન્‍યુઆરીનાં રોજ સ્‍વર્ગવાસી થયેલ છે. તેઓ રાજુભાઈ વાલજીભાઈ ગજેરા અને જીતુભાઈ ગજેરાનાં માતૃશ્રી થાય છે.
લીલીયા મોટા : લીલીયા નિવાસી રાજગોર બ્રાહ્મણ મંજુલાબેન પરશોતમભાઈ જોષી (ઉ.વ.90) તા.19/1 ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેઓ ભીખુભાઈ જોષી, અશોકભાઈ જોષી, (ગ્રામ પંચાયત લીલીયા) ના માતુશ્રી તથા રાકેશભાઈ જોષી, શાસ્‍ત્રી, નિકુંજભાઈ જોષીના દાદીમાં થાય છે.સદ્ગતનું બેસણું તા.રર/1,ને સોમવારના રોજ બપોરના 3 થી 6 કલાક સુધી ગઢ શેરી, વિરાણીના ડેલામાં નિવાસ સ્‍થાને રાખેલ છે. સદ્ગતની દશા તા.ર9/1, ઉત્તરક્રિયા તા.ર9/1ના રોજ રાખેલ છે.
દામનગર : ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ (પીઠવડી) અનંતરાય કાશીરામવ્‍યાસ (ઉ.વ.7ર) તે સ્‍વ. બટુકરાય, અરવિંદભાઈ, નીમુબેન ધનસુખભાઈ પંડયા (મુંબઈ)ના ભાઈ, સ્‍વ. હિંમતભાઈ નંદલાલભાઈ ભટ્ટ, સ્‍વ. ધીરૂભાઈ, સ્‍વ. શંકરભાઈ, સ્‍વ. રતિભાઈ, નટુભાઈ (પ્રતાપગઢવાળા)ના ભાણેજ, યોગેશ બટુકરાય વ્‍યાસ, મીનાબેન હરેશભાઈ ત્રિવેદી (દામનગર), આશાબેન રાજેશભાઈ વ્‍યાસ (દામનગર), વૈશાલીબેન હિંમતભાઈ ત્રિવેદી (કુંભણ)ના કાકાનું તા.ર0/1ને શનિવારના રોજ પીપરડી (તા. શિહોર) મુકામે અવસાન થયેલ છે.

અમરેલીનાં ધારાસભ્‍ય બની ગયા વિરોધપક્ષનાં નેતા

વસંતપંચમીનાં પવિત્ર દિવસે શુભેચ્‍છકોની ઉપસ્‍થિતિમાં
અમરેલીનાં ધારાસભ્‍ય બની ગયા વિરોધપક્ષનાં નેતા
અમરેલી, તા. રર
વસંત પંચમીના શુભ દિવસે ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ચાર્જ સંભાળી લીધો છે. અને પોતાની તોફાની બેટીંગ શરૂ કરવાના એંધાણ ધારાસભ્‍યોની બેઠકમાં આપી દીધા છે. યુ.કે., કેનેડા અને ઓસ્‍ટે્રલીયા જેવા સત્તાધારી દેશોમાં ચાલતી શેડો મિનિસ્‍ટ્રીના કોન્‍સેપ્‍ટને અપનાવવામાં આવ્‍યો છે. વિપક્ષમાં ધારાસભ્‍યોને ખાતાની સોંપણી કરવામાં આવનાર છે. જેમાં ધારાસભ્‍યો સરકાર દ્વારા થયેલ નિર્ણયો અને અમલવારીને લઈને સરકાર સામે મોરચો ખોલશે આ માટે આજે સવારે ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્‍યોની બેઠક બોલાવવામાં આવી છે. આ નિર્ણયના પગલે ભાજપને કેટલીક રણનીતિઓમાં ફેરફાર કરવો પડશે તે વાત નિશ્‍વિત છે.
ગુજરાત વિધાનસભામાં 80 બેઠકો સાથે વિપક્ષમાં મજબુત સ્‍થાન મેળવનાર કોંગ્રેસ આવતાદિવસોમાં વધારે મજબુત અને તોફાની બનશે. વિધાનસભાના સત્ર દરમિયાન સરકારને ઘેરવાનો સઘન પ્રયાસ કરવામાં આવશે અને સત્ર આસાનીથી પુર્ણ થાય તેવા કોઈપણ પ્રકારના આસાર દેવાતા નથી. પરેશ ધાનાણી સરકારને તમામ મોરચે ઘેરવાનો પ્રયાસ કરશે. આ માટે કોંગ્રેસના ધારાસભ્‍યોને ખાતાની ફાળવણી કરશે. આ ખાતાની ફાળવણીના આધારે ધારાસભ્‍યો પ્રજાના પ્રશ્‍નોને લઈને સર્તકતાથી આગળ વધશે અને સરકાર સમક્ષ વિવિધ મુદે્‌ ઘેરીને જવાબો માંગશે અને સરકારને ઘેરશે.
આ શેડો મિનિસ્‍ટ્રીને લઈને કોંગ્રેસમાં ઘણા વખતથી મનોમંથન ચાલતું હતું. આખરે હાઈકમાન્‍ડ દ્વારા મંજુરી મળતા આગળ વધવામાં આવ્‍યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
સેડો મિનિસ્‍ટ્રીનો પ્રયોગ હાલ યુ.કે.કેનેડા અને ઓસ્‍ટ્રેલીયા જેવા દેશોમાં છે. ભારતમાં ગુજરાતમાં પ્રથમ વખત આવો પ્રયોગ કરીને વર્તમાન સરકારને ઘેરાવનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ પ્રયોગની સફળતાને આધારે આવતા દિવસોમાં અન્‍ય રાજયોમાં અમલી બનાવવામાં આવનાર છે. મળતી વિગતો મુજબ આજ બપોર સુધીમાં ધારાસભ્‍યોને જવાબદારી વહેંચણી કરી દેવામાં આવશે જે આવતા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સંબંધીત મંત્રીને ખાતાની સાથે વિશેષ તૈયારીઓ શરૂ કરી દેશે.

23-01-2018