Main Menu

Thursday, January 18th, 2018

 

રાજકોટનાં એડવોકેટ સાથે છેતરપીંડી કરવાનું હર્બલ કંપનીને ભારે પડયું

લેભાગુ કંપનીઓથી સાવચેત રહેવું જરૂરી
રાજકોટનાં એડવોકેટ સાથે છેતરપીંડી કરવાનું હર્બલ કંપનીને ભારે પડયું
ગ્રાહક સુરક્ષા ફોરમનાં સમન્‍સથી કંપની ઝૂકી ગઈ
અમરેલી, તા.17
ટી.વી.માં અને છાપાઓમાં જાહેરાતો આપી અનેક કંપનીઓ પોતાની પ્રોડકટસ કે જેના દર નીચા રાખી બીજા છૂપા ચાર્જીસ દ્વારા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી રકમ વસુલતા હોય છે. પરંતુ જાગૃત ગ્રાહકો સાથે આવું ચીટીંગ કયારેક ભારે પડી જતું હોય છે.
આવો જ એક બનાવ રાજકોટના રૈયા રોડ ઉપર રહેતા અને વકીલાતનો ધંધો કરતા કિરણભાઈ રૂપારેલીયા સાથે થયેલ. રૂપારેલીયાએ જલંધર સ્‍થિત ડો. દશનસ હર્બલ ફોમ્‍યુલેસન્‍સ નામની કંપની પાસેથી ડાયાબીટીસ અને બી.પી. આયુર્વેદિક દવાઓ મંગાવેલ અને કુરીયર મારફત રૂા. ર7રપ-00ની કિંમત ચૂકવી દવાઓ છોડાવેલ. છોડાવેલ દવાનું પાર્સલ ખોલતા તેમાંથી દવાની કિંમત જોતા 496 તથા જી.એસ.ટી.ના રૂા. 60 મળી દવાની કિંમત રૂા. પપ6-00 જ થયેલ. અને કંપનીએ ભમેડિકલ સર્વિસીસભ ચાર્જના રૂા. ર169 બીલમાં જણાવતાએડવોકેટે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરી. સામાવાળી કંપનીને ગ્રાહક ફોરમનું સમન્‍સ બજતા કંપનીએ એડવોકેટનો મોબાઈલ દ્વારા કોન્‍ટેકટ કરી રૂા. ર169 સામે થયેલ ખર્ચની રકમ સહિત રૂા. 3,000 પૂરા પરત ચૂકવી આપેલ છે. આ રીતે અનેક કંપનીઓ વિવિધ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી મોટી રકમની છેતરપીંડી કરી રકમ હજમ કરી જતા હોય ત્‍યારે તેના સામે ગ્રાહકોને જાગૃત બની લડત આપવી જોઈએ તેવું અખબારી યાદીમાં જણાવાયું છે. આ કામમાં ફરિયાદી એડવોકેટ વતી કૌશિકભાઈ નિમાવત, નિરવ રૂપારેલીયા, પરેશ કુકાવાવ રોકાયેલ હતા.

અમરેલીનો ઇસમ નાશતો ફરતો હોય કોર્ટ દ્વારા તેમને ફરારી જાહેર કરાયો

ભેંસાણ પોલીસ સ્‍ટેશનની ફરિયાદમાં
અમરેલીનો ઇસમ નાશતો ફરતો હોય કોર્ટ દ્વારા તેમને ફરારી જાહેર કરાયો
અમરેલી, તા. 17
અમરેલીનાં કુંકાવાવ રોડ ઉપર રહેતા ભરત વેલજીભાઇ વાઘેલા નામના ઇસમ સામે ભેંસાણ પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજીસ્‍ટર ર01રમાં દાખલ કરવામાં આવ્‍યો હતો અને ત્‍યારે તે જામીન ઉપર મુકત થયા પછી કોર્ટમાં હાજર થતો ન હોય, અવાર-નવાર કોર્ટ દ્વારા તેમની સામે બીનજામીન લાયક વોરંટ કાઢવા છતા તે મળી આવતો ન હોય જેથી ભેંસાણ ખાતે આવેલ જયુ. મેજીસ્‍ટ્રેટ (ફ.ક) દ્વારા ક્રિ.પ્રો. કોડની કલમ 8ર અન્‍વયે આરોપી ફરારી જાહેર કરવા માટે જાહેરનામુ પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ છે.

અમરેલી શહેરનાં અનેક વિસ્‍તારોમાં પીવાનું પાણી નહી મળે

ચાવંડ અને બોટાદ ખાતે પાણી-પુરવઠા વિભાગે રીપેરીંગ શરૂ કરતાં
અમરેલી શહેરનાં અનેક વિસ્‍તારોમાં પીવાનું પાણી નહી મળે
શહેરનાં રેલ્‍વેલાઈનની બહારનાં તેમજ અંદરનાં અમુક વિસ્‍તારોમાં પાંચ દિવસ પાણી નહી મળે
અમરેલી, તા. 17
અમરેલી શહેરનાં અનેક વિસ્‍તારોમાં આગામી પાંચ દિવસ સુધી પાલિકા ઘ્‍વારા પીવાનું પાણી વિતરણ કરવામાં નહી આવે તેવું સત્તાવાર સુત્રો ઘ્‍વારા જાણવા મળેલ છે.
પાણી-પુરવઠા વિભાગ ઘ્‍વારા ચાવંડ અને બોટાદ સમ્‍પ ખાતે રીપેરીંગ અને નવી લાઈનની કામગીરી શરૂ હોવાથી શહેરની રેલ્‍વેલાઈનની બહાર એટલે કે હનુમાનપરા, વરસડા રોડ, ચકકરગઢ રોડ, લીલીયા રોડ સહિતનાં વિસ્‍તારો તેમજ બ્રાહ્મણ સોસાયટી, હાઉસીંગ બોર્ડ, દેના બેન્‍ક સહિતના વિસ્‍તારોમાં પણ પાંચ દિવસ પાણી નહી આપવામાં આવે.
તારવાડી અને જેશીંગપરા સમ્‍પ નીચે આવતાંવિસ્‍તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવેલ છે.
હવે પ્રશ્‍ન એ ઉપસ્‍થિત થાય છે કે, જે વિસ્‍તારોમાં પાંચ દિવસ પાણી વિતરણ કરવામાં નહી આવે તે વિસ્‍તારનાં રહેવાસીઓ માટે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવાની જવાબદારી કોની.
અમરેલીની માયકાંગલી નેતાગીરીનાં કારણે શહેરનાં અર્ધા લાખ શહેરીજનોને પાણીની મુશ્‍કેલી ઉભી થશે. ત્‍યારે શાસકોએ ટેન્‍કર ઘ્‍વારા પીવાનું પાણી પુરૂ પાડવું જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.

જાફરાબાદમાં રખડતા શ્‍વાનની સમસ્‍યા દૂર કરવા ધારાસભ્‍ય સક્રિય

અનેકને શિકાર બનાવ્‍યા હોય ફફડાટ
જાફરાબાદમાં રખડતા શ્‍વાનની સમસ્‍યા દૂર કરવા ધારાસભ્‍ય સક્રિય
જાફરાબાદ, તા.17
જાફરાબાદ શહેરમાં છેલ્‍લા દોઢેક માસથી શ્‍વાનનો એટેક સતત ચાલુ રહેલ. જેની જાણ તંત્રને કે લોકોને ઘ્‍યાને આવેલ નહીં પરંતુ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ બાલકૃષ્‍ણસોલંકીની રજૂઆત થતા જ ઉત્‍સાહી અને યુવાન ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરે તરત જ પોતાના માણસો દ્વારા નગરપાલિકા જાફરાબાદના ચીફ ઓફિસરને એટેકને રોકવા અને તાત્‍કાલિક ધોરણે શ્‍વાનને અટકાવવા પગલા લેવા સૂચન કર્યું અને જાફરાબાદ સરકારી દવાખાનાની મુલાકાત લેતા ચોંકાવનારો આંકડો મળેલ. જેમાં જાફરાબાદ શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં સરકારી દવાખાનાના આંકડા મુજબ ઓકટોબર, નવેમ્‍બર, ડિસેમ્‍બર, જાન્‍યુઆરી કુલ 869 કેસ નોંધાયેલ છે. તરત જ ધારાસભ્‍યએ દવાખાનાની સારવાર દર્દીઓને મળી રહે તેમજ પૂરતા પ્રમાણમાં દવાનો સ્‍ટોક ન હોવાથી તરત જ આરોગ્‍ય ચેરમેન ધર્મેશ પાનસુરીયાને રજૂઆત કરી તત્‍કાલીન હડકાયુ કૂતરૂ કરડે તેના માટે (એબી રેબીસ ઈમ્‍યુનો કયુબ્‍યુલીન) નામની દવા પહોંચાડવાની રજૂઆત કરી તેમજ જાફરાબાદ નગર પાલિકાને તરત જ આ ડોગ્‍સને શહેરમાં કઈ રીતે કંટ્રોલ કરવા તેની ચર્ચા કરી હતી.

વડિયાનાં અરજણસુખ ગામનાં યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી

અગાઉ સુરત રહેતાં અને હાલમાં
વડિયાનાં અરજણસુખ ગામનાં યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી
બાકીદારો ર્ેારા પૈસાની ઉઘરાણી કરાતા પગલું ભર્યુ
અમરેલી, તા. 17
વડીયા તાલુકાનાં અરજણસુખ ગામે રહેતાં મનોજભાઈ રામજીભાઈ વસૌયા નામનાં 3પ વર્ષિય યુવક અગાઉ સુરત રહેતાં હોય, ત્‍યારે કાપડનાં વેપારી અરવિંદભાઈ તથા દર્શનભાઈ પાસે ધંધા માટે ઉછીનાં પૈસા લીધેલ હતા. જે પૈકી અમુક પૈસા બાકી રહેતાં તેની અવારનવાર ઉઘરાણીઓ તેઓ કરતાં હોય, જેથી કંટાળી જઈપોતાની મેળે ગત તા. 10/1 ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ હતા.

વાતાવરણમાં થયેલા અચાનક ફેરફારનાં કારણે હૃદયરોગનાં હુમલામાં થયો વધારો

ગ્‍લોબલ વોર્મિગના કારણે
વાતાવરણમાં થયેલા અચાનક ફેરફારનાં કારણે હૃદયરોગનાં હુમલામાં થયો વધારો
અમરેલી, તા. 17
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 1 અઠવાડીયાથી વાતાવરણમાં અચાનક ફેરફાર થવા પામ્‍યો છે જેના કારણે માનવ શરીર અચાનક થયેલા વાતાવરણને અનુકુળ ન થવાનાં કારણે હૃદયરોગ સહિતનાં દર્દીમાં વધારો થાય છે. ત્‍યારે ગઈકાલે બે-બે વ્‍યકિત હૃદયરોગનાં હુમલાનાં કારણે મૃત્‍યુ થયા હતા.
રાજુલા ગામે આગરિયા જકાતનાકા પાસે રહેતાં અશોકભાઈ ઉર્ફે બાલમસિંહ વાલજીભાઈ ખેંગાર નામનાં 48 વર્ષિય આધેડ ગઈકાલે પાલીતાણાથી સીતારામ ટ્રાવેર્લ્‍સમાં બેસી પોતાના ઘરે આવતા હતા ત્‍યારે માંડણ ગામ નજીક બસમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્‍યુ થયું હતું.
જયારે સાવરકુંડલા ગામે ઘાસનાં ગોડાઉન પાસે રહેતાં રવજીભાઈ ભવાનભાઈ નામનાં પપ વર્ષિય આધેડને પણ ગઈકાલે બપોરે હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું પણ મૃત્‍યુ થયું હતું.

વાહ ઠુંમર વાહ : વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછો ખર્ચ ઠુંમરનો અને સૌથી વધુ ખર્ચ ઉંઘાડે કર્યો

માત્ર રૂપિયા 10.પ7 લાખનો ખર્ચ કરી ઠુંમર બન્‍યા ધારાસભ્‍ય
વાહ ઠુંમર વાહ : વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછો ખર્ચ ઠુંમરનો અને સૌથી વધુ ખર્ચ ઉંઘાડે કર્યો
અમરેલી, તા. 17
તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય હતી આ ચૂંટણીનાં પરિણામો પણ જાહેર થઈ ચૂકયા છે. ત્‍યારે ભાજપ કોંગ્રેસનાં ચૂંટણી લડતા ઉમેદવારોએ પોતાના મતદારોને રીઝવવા માટે કેટલા કેટલા રૂપિયા ખર્ચી નાંખ્‍યા તે અંગે ચૂંટણી પંચને આપેલા હીસાબો ઉપરથી જોઈએ તો અમરેલી જિલ્‍લાની પાંચ બેઠકો પૈકી 9પ, અમરેલી વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડે ચૂંટણી ખર્ચની રકમ રૂા. ર6,68,113નો ખર્ચ કર્યો છે. જયારે સૌથી ઓછો ખર્ચ 96, લાઠી-બાબરા બેઠકનાં કોંગી ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્‍મરે રૂા. 10,પ7,43ર નો ખર્ચ કર્યાનું ચૂંટણી પંચ પાસે હીસાબ જાહેર કર્યો છે.
અમરેલી જિલ્‍લાની 94, ધારી બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત કુલ 11 ઉમેદવારો ચૂંટણી લડયા હતા. આ બેઠકમાં ભાજપનાં ઉમેદવાર દિલીપભાઈસંઘાણી ર્ેારા વિધાનસભાની ચૂંટણી દરમીયાન કુલ રૂા. ર0,63,404 નો ખર્ચ કર્યો હતો જયારે કોંગ્રેસનાં ઉમેદવાર જે.વી. કાકડીયા ર્ેારા રૂા.ર0,91,413 નો ખર્ચ કરવામાં આવેલ છે.
જયારે 9પ, અમરેલી વિધાનસભા બેઠકમાં ભાજપનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ ર્ેારા રૂા. ર6,68,113નો ખર્ચ કરવામાં આવ્‍યો છે. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં રૂા.17,74,પપ1નો ખર્ચ જાહેર કર્યો છે.
અમરેલી જિલ્‍લાની 96 બાબરા-લાઠી બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર ગોપાલભાઈ ચમારડીએ વિધાનસભાની ચૂંટણીમાં રૂા. 11,66,936નો કુલ ખર્ચ કર્યો હતો જયારે તેમના હરીફ ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્‍મર ર્ેારા ચૂંટણી દરમીયાન રૂા.10,પ7,43ર ખર્ચ કર્યો હતો.
97, સાવરકુંડલા વિધાનસભા બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ભાજપનાં ઉમેદવાર કમલેશભાઈ કાનાણી ર્ેારા રૂા. 18,83,ર03-પ0 નો ખર્ચ કરવામાં આવ્‍યો હતો જયારે કોંગ્રેસમાંથી વિજેતા થયેલા ઉમેદવાર પ્રતાપભાઈ દુધાત ર્ેારા રૂા. 16,16,991 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો.
સૌથી વધુ રસાકસીવાળી બેઠક 98, રાજુલા-જાફરાબાદ બેઠક ઉપર ચૂંટણી લડેલા ભાજપનાં હીરાભાઈ સોલંકી ર્ેારા ચૂંટણી દરમીયાન રૂા. 17,7ર,0પ8 તથા કોંગ્રેસનાં ઉમેદવાર અમરીશભાઈ ડેર ર્ેારા રૂા. 17,6ર,0ર1 નો ખર્ચ કરવામાંઆવ્‍યો હતો.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી જિલ્‍લાની તમામ પાંચેય બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય વાવટો ફરકાવ્‍યો હતો.

નાની કુંકાવાવમાં વિવિધ પ્રકારાનાં રોગોએ માથુ ઊંચકતા દવા છંટકાવ કરવો જરૂરી

લાયન્‍સ રોયલ કલબનાં પ્રમુખે કરી રજુઆત
નાની કુંકાવાવમાં વિવિધ પ્રકારાનાં રોગોએ માથુ ઊંચકતા દવા છંટકાવ કરવો જરૂરી
ગામમાં મેડિકલ સર્વે કરાવવાની પણ માંગ કરી
અમરેલી, તા. 17
નાની કુંકાવાવ ગામે રોગચાળાએ માથુ ઊંચકયું હોય લાયન્‍સ કલબ (રોયલ)નાં પ્રમુખ વસંતભાઈ મોવલીયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, નાની કુંકાવાવ ગામમાં છેલ્‍લા ઘણા દિવસથી જુદા જુદા પ્રકારનો     રોગચાળો ફેલાયો છે. જેના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહૃાા છે. ફેલાયેલી માંદગીના લીધે ઘણા નગરજનો હાથ-પગના દુઃખાવાનો સામનો કરી રહૃાા છે તો ઘણા ચામડીના રોગની સમસ્‍યાનો સામનો કરી રહૃાા છે. આ રોગચાળો વધુ ફેલાય અને પ્રજાજનોને માંદગીનો સામનો કરવો પડે તે પહેલાં ગામમાં મેડિકલ સર્વે કરાવવો આવશ્‍યક છે. માંદગીને વકરતી અટકાવવા તાત્‍કાલિક ધોરણે ગામમાં જરૂરી દવાઓનો છંટકાવ થાય તે અનિવાર્ય છે. ગામમાં સ્‍વસ્‍થ સ્‍વાસ્‍થ્‍ય જળવાઈ રહે અને કોઈ મોટી જાનહાની ન થાય તે માટે યોગ્‍ય પગલા લેવા અંતમાં માંગ કરેલ છે.

ભુરખીયા મંદિરે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

સુપ્રસિઘ્‍ધ ભૂરખીયા હનુમાન મંદિરે જિલ્‍લા પંચાયતનાં પશુપાલન વિભાગ ર્ેારા તાલુકા કક્ષાની પશુપાલનની શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ તકે ધારાસભ્‍ય ઠુંમર ઉપરાંત મંદિર ટ્રસ્‍ટનાં જીવનભાઈ હકાણી, તેમજમોટી સંખ્‍યામા પશુપાલકો ઉપસ્‍થિત રહૃાા હતા.

બાબરા શહેરમાં આગામી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે

પાણી-પુરવઠા બોર્ડ દ્વારા સમારકામ શરૂ હોવાથી
બાબરા શહેરમાં આગામી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે
પાલિકાનાં શાસકોએ શહેરીજનોને જાણ કરી
બાબરા, તા. 17
બાબરા શહેરમાં આગામી ત્રણ દિવસ સુધી મહી નદીનું પાણી બંધ રહેવાનું હોવાથી નગરપાલિકા ઘ્‍વારા શહેરમાં રીક્ષા ફેરવી લોકોને જાણ કરી હતી. જો કે નગરપાલિકાઘ્‍વારા પીવાના પાણીની કોઈ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવેલ નથી.
મહી પરિએજ યોજનાનું પાઈપલાઈનનું મરામત કામગીરી કરવાની હોવાથી આગામી ત્રણ દિવસ સુધી અહીનાં વધાવીયા સમ્‍પમાં મહી નદીનું પાણી નહિ આવે જેના કારણે બાબરા શહેર અને તાલુકાને આગામી ત્રણ દિવસ સુધી પીવાનું પાણી નહિ મળે. ત્‍યારે આગામી ત્રણ દિવસ સુધી લોકોને ભર શિયાળામાં પાણીની તંગી સર્જાશે.

બાબરામાં માર્ગનું કામ નબળુ થતાં શહેરીજનોમાં રોષ

ભ્રષ્‍ટાચાર નામની બલાથી છુટકારો મળતો જ નથી
બાબરામાં માર્ગનું કામ નબળુ થતાં શહેરીજનોમાં રોષ
સ્‍થાનિક રહેવાસીઓએ રોષભેર માર્ગનું કામ નિયમાનુસાર શરૂ કરવા માંગ કરી
બાબરા, તા. 17
બાબરામાં નિલકંઠ મહાદેવ મંદિર નજીક વોર્ડ-1માં રૂા. 1પ લાખનાં ખર્ચે સીસી રોડ નગરપાલિકા ઘ્‍વારા બનાવવામાં આવી રહૃાો છે. પણ આ રોડ શરૂઆતથી જ વિવાદમાં રહૃાો છે. આ અગાઉ પણ અહીં સ્‍થાનિક ભાજપ-કોંગ્રેસનાં સભ્‍યોએ નબળુ કામ થતું હોવાની નગરપાલિકા પ્રમુખને રજુઆત કરેલ હતી તેમ છતાં પણ કોન્‍ટ્રાકટર ઘ્‍વારા મનમાની કરી રોડનું કામ શરૂ રાખવામાં આવી રહૃાું છે.
બાબરા નગરપાલિકા વોર્ડ-1નાં સભ્‍યો જગદીશભાઈ વાવડીયા અને ધર્મેશભાઈ વાવડીયા અને સ્‍થાનિક રહિશોએ જણાવ્‍યું હતું કે, અહીં રોડનું કામ લોટ-પાણી ને લાકડા જેવું છે. અહીં રોડમાં ધુળની રેતી તેમજ કપચી અને રોડ પર પાણી પણ પાવામમાં આવતું નથી. નગરપાલિકામાં અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ ઘ્‍યાન આપતું નથી. ત્‍યારે આજે બપોરે વોર્ડ-1નાં સ્‍થાનિક રહિશોએ સભ્‍યોને સાથે રાખી નબળુ થતું રોડનું કામ અટકાવ્‍યું હતું. સ્‍થાનિક રહિશોએ રોડનું નબળુ કામ બંધ કરોના સુત્રોચ્‍ચાર સાથે રોડના કામના સ્‍થળે આવી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્‍યો હતો. આ વિસ્‍તારનારહિશોએ જણાવ્‍યું હતું કે, જયાં સુધી રોડનું કામ નિયમ મુજબ નહિ થાય ત્‍યાં સુધી કામ શરૂ હીં કરવા દેવાય અને જો નગરપાલિકા ઘ્‍વારા રોડનું કામ શરૂ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્‍થાનિક રહિશો ઘ્‍વારા ઉચ્‍ચારવામાં આવી હતી.

અમરેલી જિલ્‍લા બેન્‍કદ્વારા થોરડી ખાતે આકસ્‍મીક મૃત્‍યુની સહાય કરાઈ

સીઈઓ બી.એસ.કોઠીયાના વરદ્‌ હસ્‍તે
અમરેલી જિલ્‍લા બેન્‍કદ્વારા થોરડી ખાતે આકસ્‍મીક મૃત્‍યુની સહાય કરાઈ
અમરેલી, તા.17
અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ની આંબરડી શાખા મારફત ધિરાણ મેળવતા પરશોતમભાઈ ગોવિંદભાઈ પરમાર, રહે.થોરડીનું અકસ્‍માતે અવસાન થયેલ. જેની વિમા કલેઈમની રકમ રૂા.ર,00,000 મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ થોરડી મુકામે રાખવામાં આવેલ હતો. વિમા કલેઈમના રકમનાં ચેકનું વિતરણ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ.કોઠીયાના વરદ્‌ હસ્‍તે તેમના વારસદાર ભાવેશભાઈ પરશોતમભાઈ પરમારને કરવામાં આવેલ.  આ કાર્યક્રમના પ્રારંભમાં આંબરડી શાખાનાં બ્રાંન્‍ચ એકાઉન્‍ટન્‍ટ ડી.આર.સંઘાણીએ બેંકની વિવિધ ડિપોઝીટ યોજનાની માહિતી આપેલ. તેમજ શાખાના બ્રાંન્‍ચ મેનેજર બી.એલ.નસીતે ધિરાણની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ. હેડ ઓફિસ, અમરેલીનાં ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગના સીનીયર ઓફિસર એસ.આર.તળાવીયાએ પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતી વિમા યોજના અને અટલ પેન્‍શન યોજના તેમજ બેંક મારફત પાનકાર્ડ મેળવવા અંગે વિગતવાર જાણકારી આપેલ હતી. બેંકના એડીશ્‍નલ જનરલ મેનેજર એ.બી.ગોંડલીયાએ કેશલેસ ટ્રાન્‍જેકશન તેમજ બેંકે અપનાવેલ વિવિધ ટેકનોલોજીના માઘ્‍યમથી બેંક દ્વારા અપાતી વિવિધ સેવાની માહિતી આપેલ.બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ.કોઠીયાએ સહકારી મંડળીનું ગ્રામિણ અને કૃષિ વિકાસમાં યોગદાન તેમજ બેંક મારફત કરવામાં આવતી વિવિધ ખેડૂતલક્ષી યોજનાની માહિતી આપેલ તેમજ નાફસ્‍કોબ તેમજ બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની રાહબરી હેઠળ તેમના સમયમાં શાખાઓ અને ધંધાના કદમાં થયેલ વધારાની માહિતી આપેલ. તેમજ વિદ્યાર્થીને એજયુકેશન લોન અને રૂા.1 થી મહિલાઓ અને વિદ્યાર્થીઓને બચત ખાતાઓ ખોલવાની સુવિદ્યા સાથે બેંકની વિવિધ સેવાઓની માહિતી આપેલ. આ કાર્યક્રમમાં થોરડીના ગામનાં સરપંચ પ્રફુલભાઈ વેકરીયા, ગામના આગેવાનો ધીરૂભાઈ દુધાત, રમેશભાઈ શેલડીયા, ઉકાભાઈ વેકરીયા, લાભુભાઈ શેલડીયા, જે.કે. કાનાણી, બકુલભાઈ કાનાણી, મનીષભાઈ શેલડીયા, ગોવિંદભાઈ પરમાર તેમજ બેંકના કર્મચારી એચ.આર. લાડુમોર, આર.પી. ખખ્‍ખર અને ગ્રામજનોએ હાજરી આપેલ હતી. તેમ બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયાની યાદી જણાવે છે.

અવસાન નોંધ

મૂળ તાલાળા ગીર નિવાસી હાલ અમરેલી રતિલાલ રાઘવભાઈ વ્‍યાસ અન્‍નપૂર્ણા લોજવાળા જે કૃષ્‍ણકાંત આર. વ્‍યાસના પિતાજી, હંસાબેન આર. વ્‍યાસના પતિ તેમજ કાશ્‍મિરાબેન કે. વ્‍યાસના સસરાનું અમરેલી મુકામે 16/01/ર018 ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 18/01/ર018 ગુરૂવારે સાંજે 4 થી 6 ભભદેવદર્શનભભ બ્‍લોક નં. 1ર7/બી ગુરૂકૃપાનગર-1 ચિત્તલ રોડ અમરેલી મુકામે રાખેલ છે.
બગસરા : જિલ્‍લા ભાજપના આગેવાન તથા અમરવેલીના શ.સ.મં.લી.નાં ચેરમેન રેખાબેન માવદીયાના માતુશ્રી જમનાબેન હરિલાલ ચુડાસમા (ઉ.વ.94) શ્રી ગોપાલ ચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. 18/1/ર018 ને ગુરૂવારે સાંજના 4 થી 6 રાખેલ છે.
અમરેલી : સ્‍વ. રતિલાલ રાઘવજીભાઈ વ્‍યાસ (અન્‍નપૂર્ણા લોજ-તલાલા ગીર) હાલ અમરેલી તે કૃષ્‍ણકાંતના પિતાશ્રી અને કાશ્‍મીરાબેનના સસરાનું તા.16/1/18 મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું : 18/1/ર018 ને ગુરૂવાર સાંજના 4:00 થી 6:00 ગુરૂકૃપા નગર-1 બ્‍લોક નં.બી / 1ર7 (દેવદર્શન) ચીતલ રોડ, અમરેલી તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.
મોટી કુંકાવાવ : ધરાળા (રાવણા) સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ માધવજીભાઈ વશરામભાઈ મહેતા (ઉ.વ. 86) તે રમેશભાઈ,હર્ષદભાઈ, રાજુભાઈ, ભરતભાઈ ત્‍થા નિલેષભાઈનાં પિતા ત્‍થા કેતનભાઈ મહેતા (ચલાલા)ના મોટાબાપુજીનું તા. 17/1 ના અવસાન થયેલ છે. સદ્યગતનું બેસણું તા. 19/1 ને શુક્રવારના સાંજના 4 થી 6 તેમના નિવાસસ્‍થાન              ધરાળા મુકામે રાખેલ છે.
ખાંભા : ઔ.સ.ચિ. બ્રહ્મસમાજના રમણીકલાલ રેવાશંકરભાઇ ભટ્ટ (ઉ.વ8પ) (નિવૃત ફોરેસ્‍ટર) તે સ્‍વ. મનુભાઈ રેવાશંકરભાઇ ભટ્ટના ભાઇ તથા જનકભાઇ, સ્‍વ. ઘનશ્‍યામભાઇ, હસુભાઇ, રાજુભાઇ, અરૂણાબેન અશ્‍વિનકુમાર જોષી (અમરેલી), હીનાબેન હરેશકુમાર ઠાકર (અમદાવાદ)ના પિતાજી તેમજ ધવલ, કિશન, સાવનના દાદા અને ચંદુભાઈ કે. ત્રિવેદી, સ્‍વ. તનસુખભાઇ  કે. ત્રિવેદી, જયંતિભાઈ કે. ત્રિવેદી ધારીવાળાના બનેવીનું તા. 17/1/18 બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું : તા. 19/1/18 શુક્રવારે તેમના નિવાસ સ્‍થાન ભભરાંદલ કૃપાભભ જિનવાડીપરા, અક્ષર પુરૂષોત્તમ મંદિર પાસે, ખાંભા ખાતે રાખેલ છે.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને આઘ્‍યાત્‍મિક ખેતીનું માર્ગદર્શન અપાયું

અમરેલી જિલ્‍લાના ખેડૂતો ખેતીમાં થતો ખર્ચ બચાવી ”ઝીરો બજેટ આઘ્‍યાત્‍મિક ખેતી” તરફ વળે તેવા શુભ હેતુથી પ્રા. જે.એમ.તળાવીયા અને ગોવિંદભાઈ ટીંબડીયાએ જિલ્‍લામાં પ્રવાસ ખેડી ખેડૂતોને ગાય આધારીત ખેતીનું માર્ગદર્શનઆપ્‍યું. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ બિનજરુરી ઉપયોગ કરી ખેડૂતો બેફામ ખર્ચાઓ કરે છે. અને સ્‍વાસ્‍થ્‍યને નુકસાનકારક ખેત જણસોનું ઉત્‍પાદન કરે છે. તેના બદલે દવા-ખાતર તરીકે ગૌમૂત્ર અને છાણનો તેમજ વનસ્‍પતિના પાંદડાનો ઉપયોગ કરી ખેતીમાં થતો ખર્ચ બચાવી પોતાની આવક વધારવા સાથે શુઘ્‍ધ-સાત્‍વિક ખેત જણસોનું ઉત્‍પાદન કરી બજારમાં વેચે તો લોકોનું સ્‍વાસ્‍થ સુધરે. બંને શિક્ષણવિદોએ બાબરા તાલુકાના વલારડી, દરેડ, લુણકી અને ભિલા-ભિલડી, ધારી તાલુકાના ધારી,ફાચરીયા, ગોવિંદપુર, દલખાણિયા, કોટડા અને હુડલી, લાઠી તાલુકાનાં લાઠી, ચાવંડ, શેખપીપરીયા, દૂધાળા અને કૃષ્‍ણગઢ, ખાંભા તાલુકાના ધારંગણી, મોટા સમસિઢયાળા અને અનિડા તથા સાવરકુંડલા શહેરનો પ્રવાસ કરી અંદાજે પ00 ખેડૂતોને અતિઉપયોગી માર્ગદર્શન આપ્‍યુ હતું. તેમજ આ અંગે તા. 16/1/ર018 થી તા. ર1/1/ર018 દરમ્‍યાન ડીસા ખાતે યોજાનાર સુભાષ પાલેકરજીની શિબિરમાં ભાગ લેવા આહવાન કર્યુ હતું.

18-01-2018