Main Menu

Wednesday, January 17th, 2018

 

જાફરાબાદના વાપળીયાપરામાં ઈલેકટ્રીક શોક લાગતા 13 વર્ષીય કિશોરનું મોત

વીજપોલ પાસે રમતા રમતા ઈલેકટ્રીક વાયરને અડી જતા બન્‍યો બનાવ
અમરેલી, તા.16
રાજુલા ગામે રહેતા અને ડ્રાયવીંગનો વ્‍યવસાય કરતાં કુતુબુદીન એહમદઅલી સાબુવાલાની પત્‍નિ ખદીજાબેન (ઉ.વ.ર1) ગત તા. 14ના રોજ બપોરે પોતાના ઘરે ગેસના ચુલા ઉપર ચા બનાવતા હતા ત્‍યારે ચુલો સળગતાની સાથે જ અચાનક જ ચુલામાં આગનો ભડકો થતાં તેણીએપહેરેલ કપડાને ઝાળ લાગી જતા તેણી આખા શરીરે દાઝી જતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં   ખદીજાબેન (ઉ.વ.ર1)નું સારવાર દરમિયાન મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થયું છે.

એસ.ટી. બસ અને ભાર રીક્ષા વચ્‍ચે અકસ્‍માતમાં 10 વર્ષની બાળકીનું મોત

અમરેલી, તા. 16
જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામે રહેતા કાળુભાઈ બોદરભાઈ કવાડ તેમના પરિવાર સમયે પોતાની ભાર રીક્ષા નંબર  જી.જે.14 કયુ પ40રમાં બેસી મકરસંક્રાતિના દિવસે સાંજના સમયે માણસા ગામે જતા હતા ત્‍યારે જાફરાબાદ તાલુકાના જાફરાબાદ તાલુકના વઢેરા-કડીયાળી ગામ વચ્‍ચે પહોંચતા સામેથી આવી રહેલ સરકારી એસ.ટી. બસ નંબર જીજે-18-વાય 993રના ચાલકે પોતાના હવાલાવાળી એસ.ટી. બસને બેફીકરાઈથી ચલાવી અને ભાર રીક્ષા સાથે અથડાવી લેતા આ રીક્ષામાં બેઠેલા તમામને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જયારે 10 વર્ષની બાળકી કાજલબેન કાળુભાઈ કવાડને ગંભીર ઈજાઓથતાં તેણીનું મૃત્‍યુ નિપજયું હતું. આ બનાવ બાદ સરકારી એસ.ટી. બસનો ચાલક બસ મુકી નાશી જતા આ બનાવ અંગે મોટા માણસા ગામના ધીરૂભાઈ નારણભાઈ કવાડાએ સરકારી એસ.ટી. બસના ચાલક સામે જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

શાખપુર-કલ્‍યાણપુર માર્ગ બનાવવામાં દે ધનાધન

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લુંટ
શાખપુર-કલ્‍યાણપુર માર્ગ બનાવવામાં દે ધનાધન
પંચાયત અને સ્‍ટેટનાં માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્‍ટાચાર બન્‍યો છે શિષ્‍ટાચાર
અમરેલી, તા. 16
અમરેલી જિલ્‍લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં ભ્રષ્‍ટાચાર રોજિંદી ઘટના બની છે. તેમાં પંચાયત અને સ્‍ટેટ માર્ગ-મકાન વિભાગમાં ભ્રષ્‍ટાચાર હવે હદ વટાવી રહી છે. અને આ બંને વિભાગ ઘ્‍વારા કરોડો રૂપિયા ઘરભેગા કરવામાં આવી રહૃાા છે.
દરમિયાનમાં લાઠીનાં કોગી અગ્રણી જસુભાઈ ખુમાણે ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરને પત્ર પાઠવીને શાખપુરથી કલ્‍યાણપુર માર્ગનું કામ અતિ ધીમી ગતિએ તેમજ નિયમ વિરૂઘ્‍ધ ચાલી રહૃાું હોય મોટી રકમનો ભ્રષ્‍ટાચાર થઈ રહૃાો હોય સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરેલ છે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, રાજયનાં મુખ્‍યમંત્રીએસમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ માટે વિજીલન્‍સ વિભાગને સક્રીય  કરવાની જરૂર હોવાનું સૌ કોઈ માની રહૃાું છે.

સાવરકુંડલા નજીક આવેલ જીનીંગ ફેકટરીમાંથી વીજ ટ્રાન્‍સફોર્મરની ચોરી

જિલ્‍લામાં પોલીસને પડકારતા તસ્‍કરો
અમરેલી, તા. 16
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવેલ ભુરા પટેલ નાકા પાસેઆવેલ આર.ડી. કોટલીંગ (પ્રા.) લી. નામની જીનીંગ ફેકટરીમાં ગઈકાલ રાત્રીથી આજે બપોર સુધીના સમયગાળા દરમીયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરો જીનીંગ ફેકટરીનાં કમ્‍પાઉન્‍ડ બહાર પોતાની માલીકીની જગ્‍યામાં લગાવેલ 400 કે.વી. ટીસીકિંમત રૂા.ર.6પ લાખની કિંમતનું ચોરી કરી લઈ ગયાની ફરિયાદફેકટરીનાં સંચાલક ભુપતભાઈ રામજીભાઈ વેકરીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોટા મુંજીયાસર નજીક ક્રાઈમ બ્રાન્‍ચે વિદેશી દારૂ ઝડપી લીધો

અમરેલી, તા. 16
ગઈકાલે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સપેકટર એ.પી. પટેલની રાહબરી નીચે તેમની ટીમને  બાતમીરાહે  હકિકત મળેલ કે એકકાર નંબર જી.જે.11 એસ 4806 માં જુનાગઢ, માણેકવાડા તરફથી બગસરા તરફ આવતી આ કારમા ઇંગ્‍લીશ દારૂ ભરેલ છે તેવી બાતમી મળતા બગસરાથી આગળ મોટા મુંજીયાસર ગામ પાસે વોચ ગોઠવતા માણેકવાડા તરફથી કારઆવતા તેને રોકતા કાર ચાલકે કાર ઉભી રાખેલ નહિ અને પોલીસને જોઇ આગળ અંધારામાં પોતાના હવાલાની કાર ઉભી રાખી રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી ગયેલ. અને આ કારમાં તપાસ કરતા કારની પાછળની સીટ ઉપર અને નીચેના ભાગે તથા ડેકીમાં પરપ્રાંતના ઇંગ્‍લીશ દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલ નંગ 778 કિંમત રૂા. ર,1પ,પરપ ની મળી આવતા આ કારની કિંમત રૂા. ર,પ0,000  મળી કુલ કિંમત રૂા. 4,6પ,પરપ નો  મુદામાલ કબ્‍જે કરી અજાણ્‍યા કાર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અમરેલીમાં સરાજાહેર વેપારીની દુકાનમાં ઘુસીને તોડફોડ કરવામાં આવી

4 અજાણ્‍યા શખ્‍સો વિરૂઘ્‍ધ પોલીસમાં અરજી કરાઈ
અમરેલી, તા. 16
અમરેલીની કન્‍યાશાળા પાસે આવેલ જયંત વોચ કંપની નામની ઘડીયાળ રીપેરીંગનો વ્‍યવસાય કરતાં  દિપકભાઈ જયંતિભાઈ પરમારની દુકાનમાં સાંજના સમયે 4 જેટલાં અજાણ્‍યા ઈસમોએ આવી દુકાનમાં તોડફોડ કરી અને દુકાનમાં આવેલ ઘડીયાળો લૂંટી કરીને જતાં રહેલ છે. જતાં જતાં આ અજાણ્‍યા ઈસમોએ દુકાન માલીકને જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યા અંગેની લેખિત અરજી જિલ્‍લા પોલીસ વડા અને સીટી પોલીસ સ્‍ટેશનમાં આપતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્‍લાનો સર્વાંગી વિકાસ હવે શકય બનશે : પરેશ ધાનાણી

વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ”અમરેલી એકસપ્રેસ”ની મુલાકાત લીધી
અમરેલી જિલ્‍લાનો સર્વાંગી વિકાસ હવે શકય બનશે
ભાજપ સરકાર જયાં પણ ગેરરીતિ કરશે તેનો પ્રબળ વિરોધ પણ કરાશે
અમરેલી, તા. 16
અમરેલીનાં ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ”અમરેલી એકસપ્રેસ” કાર્યાલયની મુલાકાત લઈને એડીટર મનોજ રૂપારેલ સાથે આગામી રૂપરેખા રજુ કરી હતી.
તેઓએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાનાં વિકાસ માટે રાજય સરકાર પર દબાણ કરાશે અને અમરેલી પંથકનાં વર્ષો જુના પેન્‍ડીંગ વિકાસકાર્યો સત્‍વરે શરૂ કરવામાં આવશે.
શહેરની ભાગોળે આવેલ ઠેબી જળાશય નજીક અતિ આધુનિક સર્કલ બનાવાશે તેમજ પાળા નજીકથી માર્ગ પસાર કરીને ગાયત્રી મંદિર થઈને સોમનાથ મંદિર સુધી કાર્યરત કરાશે. જેથી રાજકોટ તરફથી ધારી, સાવરકુંડલા, કુંકાવાવ, બગસરા તરફ જતાં વાહનોને શહેરમાંથી પસાર થવું ન પડે.
વધુમાં જણાવ્‍યું હતું કે, રૂપમ ટોકીઝથી આગળ વડી અને ઠેબી નદી પર મોટો બ્રીજ બનાવવામાં આવશે જેથી કુંકાવાવ-વડીયા તરફ સરળતાથી આવન-જાવન કરી શકાય.
તદઉપરાંત ગુજરાતમાં ભાજપ સરકાર જનહિતમાં કાર્ય કરતી હશે ત્‍યાં મદદ કરવામાં આવશે અને જો ભ્રષ્‍ટાચાર કે માત્ર મળતીયાઓને ફાયદો કરાવશે તો તેનો પ્રબળ વિરોધકરાશે. તેમજ શિક્ષણ, આરોગ્‍ય, ખેતી, રોજગારી સહિતનાં પ્રશ્‍ને પણ વિધાનસભામાં આક્રમક રજુઆત કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્‍યું હતું.

અમરેલીનાં અતિ આધુનિક માર્કેટયાર્ડની કર્ણાટકની વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધી

બેચલર ઓફ આર્કિટેચર વિષયને લઈને
અમરેલીનાં અતિ આધુનિક માર્કેટયાર્ડની કર્ણાટકની વિદ્યાર્થીનીઓએ મુલાકાત લીધી
માર્કેટયાર્ડની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે
અમરેલી, તા.16
કર્ણાટક રાજયના ગુલબર્ગા પૂ.ડોડપ્‍પા અપ્‍પા કોલેઝ ઓફ એન્‍જીનીયરીંગની વિદ્યાર્થીની કુ.પ્રજવલ્‍લા પી. એ ડીપાર્ટમેન્‍ટ ઓફ આર્કિટેકચર વિભાગમાં બી.આર્ક સેમેસ્‍ટર-7માં અભ્‍યાસ કરે છે. અમરેલીમાં પી.પી.સોજીત્રાનામાર્ગદર્શન હેઠળ બનેલ અદ્યતન માર્કેટયાર્ડ જેનું હાલમાં દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્‌ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. તે સાંભળી અને તેનું બાંધકામ, સ્‍ટ્રકચર ડિઝાઈન, અને માર્કેટયાર્ડની ફેસેલીટીથી પ્રભાવિત થઈને કુ. પ્રજવલ્‍લાએ અમરેલી નવા અદ્યતન માર્કેટયાર્ડ પર ભભબેચલર ઓફ આર્કિટેકચરભભ કરવા તેના માતા-પિતા અને બહેન સાથે માર્કેટયાર્ડ અમરેલીની મુલાકાત લીધેલ હતી. ચેરમેન પી.પી. સોજીત્રા અને સેક્રેટરી પરેશ પંડયાએ માર્કેટયાર્ડ અમરેલીની હરરાજી પ્રક્રિયા, નવા માર્કેટયાર્ડમાં ખેડૂતો, વેપારીઓ, મજુર, તોલાટોને આપવામાં આવનાર સુવિદ્યા વિગેરેની વિસ્‍તૃત માહિતી આપી હતી.
કુ.પ્રજવલ્‍લા અને તેના માતા-પિતા, બહેન સંસ્‍થાના નવા બનતા માર્કેટયાર્ડની રૂબરૂ મુલાકાત અને સુવિદ્યાઓથી ખુબજ પ્રભાવિત થયા હતા. આમ અમરેલીનું નવું અદ્યતન માર્કેટયાર્ડ ચેરમેન પી.પી.સોજીત્રાની મહેનત અને કામગીરીની કાર્યશૈલીને કારણે માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ દેશભરમાં વિખ્‍યાત થઈ રહયું છે.

અમરેલી-ફતેપુર માર્ગ પર બનેલ પુલનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

અમરેલી, તા. 16
અમરેલી તાલુકાના 11 ગામડાને જોડતા ફતેંપુર ગામ નજીક રૂા. 7.68 લાખના ખર્ચે બનાવવામાં આવેલ સંત શ્રી ભોજલરામ બ્રિજનું લોકાર્પણ ગઈકાલે કમુરતા પૂરા થતાંની સાથે જ અમરેલીના ધારાસભ્‍ય અને રાજયના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે અમરેલીના ધારાસભ્‍ય અને રાજયના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમરેલી નજીક ફતેપુરનો આ બેઠો પુલ 100 વર્ષ પૂર્વે મહારાજા ગાયકવાડ સરકારમાં બનાવવામાં આવેલ હતો. ત્‍યાર બાદ આ પુલ બનાવવા માટે એક ધારાસભ્‍ય તરીકે 7-7 વખત વિધાનસભામાં પ્રશ્‍ન ઉઠાવવો પડયો હતો. વિકાસના બણંગા ફુકતી ભાજપ સરકારે ત્‍યારે મંજુર કર્યો હતો.
અમરેલીથી માત્ર 4 કીલોમીટર દૂર આવેલ ફતેપુરમાં સંત શીરોમણી પૂ. જલારામ બાપાના ગુરૂ એવા સંત શ્રી ભોજલરાબાપાનું અતિ ભવ્‍ય મંદિર આવેલ છે જયાં હજારો ભકતો દર્શનાર્થે પધારે છે. જયારે ચોમાસાના સમય દરમિયાન બેઠા પુલ ઉપર પાણી ફરી વળે છે જેનાથી લોકો આ પુલ ઉપરથી પસાર થઈ નહી શકતા પુલના આ છેડે રહેલા લોકોઆ બાજુ અને સામે છેડે રહેલા લોકો સામાકાંઠે રહે છે તેવી યાતના ભોગવતા ફતેપુર, ચાંપાથળ, ખડખંભાળીયા સહિત 11 ખારાપાટના ગામના અઢારેય વરણના લોકો યાતના ભોગવાતા હતા તેમની યાતનાનો આજે અંત આવ્‍યો છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા બાબરા-લાઠીના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે, ગરીબ ગામડા અને ખેડુતોના પ્રશ્‍ને અમરેલી જિલ્‍લાના પાંચેય કોંગી ધારાસભ્‍યો સતત જાગૃતતા બતાવવા માટે કટૃીબઘ્‍ધ થયા છે. ભાજપ સરકારના કોઈ અધિકારીઓ ભ્રષ્‍ટાચાર કરતાં હોય કે કોઈ કાયદેસરના કામ માટે પૈસા માંગશે તો તેમની સામે પગલા ભરવા માટે પણ કોંગ્રેસ અચકાશે નહી. હાલમાં ભલે ભાજપની સરકાર બહુમતી સાથે સરકાર બનાવી છે પરંતુ માત્ર 99 સીટ ભાજપને મળતા આ ભાજપ સરકાર સાંકડે નાળે આવી છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાના વિકાસના કામો માટે કોઈ વિકાર બતાવશે તો તેમની સામે જનતાના સહયોગથી સરકાર સામે આંદોલન કરવા માટે પાછી પાની નહી કરે.
કાર્યક્રમની શરૂઆતમાં ફતેપુર ગામે આવી પહોંચેલા અમરેલીના ધારાસભ્‍ય અને રાજયના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, બાબરા-લાઠીના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર સહિતના લોકનું ફતેપુર ગામની નાના બાળાએ કળશ સાથે સ્‍વાગત કર્યુ હતું
આ લોકાર્પણ પ્રસંગે સંત શ્રી ભોજલરાધામના ગાદીપતિ શ્રીભકિતરામબાપા, બગસરા આપાગીગાની જગ્‍યાના મહંત શ્રી જેરામબાપુ, અમરેલી જિલ્‍લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરૂ, જિલ્‍લા પંચાયતના સભ્‍ય દિનેશ ભંડેરી, શંભુભાઈ ધાનાણી, જયેશભાઈ નાકરાણી, કોંગી આગેવાન મોહનભાઈ નાકરાણી, ચતુરભાઈ ખુંટ, ભરતભાઈ હપાણી, જે.પી. સોજીત્રા સહિતના લોકો ઉપસ્‍થિત રહયા હતા.

ડાંગાવદર પ્રાથમિક શાળામાં મકરસંક્રાંતિ પર્વની અનોખી ઉજવણી

તમામ પ્રકારની વ્‍યાધિઓ થી મુક્‍તિત અપાવનાર સંપૂર્ણ શાસ્ત્રોક્‍તત વ્‍યાયામ એટલે સૂર્ય નમસ્‍કાર. આજના ડીઝીટલ યુગમાં બાળકોનું જીવન શ્રમલેસ વધારે અને વિશ્રામ પ્રધાન બનતું જાય છે, ત્‍યારે રાષ્ટ્રનું ભાવી યુવાધન સમર્થ, તેજસ્‍વી અને શક્‍તિતશાળી બને તે માટે ડાંગાવદર પ્રા. શાળાના આચાર્ય પ્રકાશભાઈ શર્મા દ્વારા પોતાની શાળાના બાળકો દૈનિક જીવનમાં કાયમ, નિયમિત સૂર્ય નમસ્‍કાર કરતા થાય તે માટે પ્રયત્‍નો હાથ ધરેલા, જેમાં સફળતા મળતા, મકર સંક્રાંતિ પર્વ નિમિતે ઓપન સૂર્ય નમસ્‍કાર સ્‍પર્ધા યોજવામાં આવેલી. તા. 13-01-ર018 ને શનિવારના રોજ શાળાના મેદાનમાં ગામલોકો, વાલીઓ, અગ્રણી નાગરિકોની હાજરીમાં આ સ્‍પર્ધા યોજાઈ ગઈ, જેમાં 9 વર્ષથી માંડીને પ8 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભાગ લીધો. અત્રે એ ખાસ નોંધવા લાયક છે કે કુલ 6પ સ્‍પર્ધકો પૈકી 4ર કન્‍યાઓએ ભાગ લઇ સ્ત્રી સશક્‍તિતકરણનું ઉતમ ઉદાહરણ પૂરું પાડેલ હતું. 6પ સ્‍પર્ધકોએ 637ર જેટલાસૂર્ય નમસ્‍કાર સમુહમાં કરેલા, જે દરેક માટે સરાસરી 98 સૂર્ય નમસ્‍કાર થયા, એ ખુબજ સારી સફળતા મળી કહેવાય. વિદ્યાર્થીઓના વાલીઓ તથા શિક્ષકોએ જણાવ્‍યું હતું કે કાયમ નિયમિત સૂર્યનમસ્‍કાર કરનાર બાળકોમાં શારીરિક અને માનસિક બંને રીતે ખુબ જ સારું હકારાત્‍મક પરિવર્તન જોવા મળેલ છે. આજની સ્‍પર્ધામાં ભાગ લેનાર બાળકોને આચાર્યના માત-પિતા વૈદરાજ શર્માજી અને સરસ્‍વતીબેન તરફથી સ્‍પર્ધાકોએ કરેલા સૂર્ય નમસ્‍કારની સંખ્‍યા મુજબ તમામને રોકડ પુરસ્‍કાર આશરે રૂ. 3પ00/- અને શાસ્ત્રોક્‍તત વ્‍યાયામ સૂર્ય નમસ્‍કાર  નામની પુસ્‍તિકા ભેટ આપવામાં આવેલ. કાર્યક્રમના અંતે ધારીના એક વ્‍યાપારી સદગૃહસ્‍થ તરફથી ગુપ્તદાન સ્‍વરૂપે શાળાના 300 બાળકો અને બાલમંદિરમાં દેશીગોળમાં બનાવેલ લાડુડી અને 1પ0 બાળકોને શ્રીમદ ભાગવત ગીતાની પુસ્‍તિકા પ્રસાદી સ્‍વરૂપે વહેચવામાં આવેલ હતા. આ પ્રસંગે રોહિતભાઈ સરધારા, હાર્દિકભાઈ બલદાનીયા, કાનજીભાઈ ચાવડા, ચંદ્રકાંત બામટા,  મહેન્‍દ્રભાઈ કોરાટ, સરપંચ  મુક્‍તતાબેન વિસામણભાઈ બલદાનીયા, અઘ્‍યક્ષ પાંચીબેન દેસુરભાઈ બલદાનીયાએ હાજર રહી સર્વને ધન્‍યવાદ આપેલ.

ખેડૂતોના વર્ષો જુના પ્રશ્‍નનું એક જ દિવસમાં નિરાકરણ લાવતા સાંસદ કાછડીયા

લીલીયા તાલુકાના ખારાથી બોડીયા ગામ વચ્‍ચે
ખેડૂતોના વર્ષો જુના પ્રશ્‍નનું એક જ દિવસમાં નિરાકરણ લાવતા સાંસદ કાછડીયા
સમગ્ર પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી ફરી વળી
અમરેલી, તા.16
અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના ખારાથી બોડીયા ગામ વચ્‍ચેનો રોડ ખેતરાઉ અને નોન પ્‍લાન હોવાથી આ રસ્‍તે ખેતરો ધરાવતા ખેડૂતોને ચોમાસા દરમ્‍યાન પાણી ઘુસવાથી પાકો નિષ્‍ફળ જતા હોવાની અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા સમક્ષ રજૂઆત આવતા સાંસદ દ્વારા તુરંત જ અધિકારીઓને સાથે રાખી આ ખેતરાઉ – નોન પ્‍લાન રસ્‍તાની ઉંડાઈ ઉતારવાની અને પહોળાઈ વધારવાની તથા રસ્‍તાને સમતળ કરવાની કામગીરી ચાલુ કરાવી ખેડૂતોના પ્રશ્‍નનું એક જ દિવસમાં નીરાકરણ લાવતા ખેડૂતોમાં હર્ષની લાગણી વ્‍યાપેલ હતી.
આ તકે, સાંસદ સાથે લીલીયા તાલુકા ભાજપમહામંત્રી વિજયભાઈ ગજેરા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ   હસમુખભાઈ હપાણી, પી.પી.પાંચાણી, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ  ભીખાભાઈ ધોરાજીયા, મંજુલાબેન વીરડીયા, સરપંચ જગદીશભાઈ ગંભીર, બી.એમ. ચોવટીયા સહીત બોડીયા અને ખારા ગામના લોકો અને ખેડૂતો ઉપસ્‍થિત રહયા હતા.

તરવડા ગુરૂકુળમાં મકરસંક્રાંતિ મહોત્‍સવની ઉજવણી

સ્‍વામીનારાયણ ગુરૂકુળ રાજકોટની તરવડા શાખા એટલે એક તીર્થ સ્‍થાન. રાજકોટ ગુરૂકુલના સંસ્‍થાપક પ.પૂ. શાસ્‍ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્‍વામીની જન્‍મ ભૂમિ. જયાં રપ00 બાળકો સંસ્‍કાર સાથે શિક્ષણ મેળવે છે. ત્‍યાં નવ્‍ય-ભવ્‍ય મંદિરમાં બિરાજીત પ્રાણપ્‍યારા ઘનશ્‍યામ મહારાજના પાટોત્‍સવ પ્રસંગે 108 કલાક ધૂન અને ગ્રંથરાજ ભકતચિંતામણીની એક એક ચોપાઈએ ચાર દિવસ સુધી અનુષ્ઠાન સાથે યજ્ઞમાં આહુતિઓ આપી હતી. દાન અને પૂજનના પવિત્ર પર્વે ઘનશ્‍યામ મહારાજનો અભિષેક પવિત્ર જળ, દૂધ, દહીં, ફ્રુટના રસ, ઔષધો, કેસર, ચંદન, પુષ્‍પ, પાંખડી આદિક સામગ્રીઓથી કરવામાં આવેલ. સુંદર વસ્‍ત્ર આભૂષણ, અલંકારો, ફૂલહારથી શ્રૃંગાર કરી ઘનશ્‍યામ મહારાજ સન્‍મુખ વિવિધ મીઠાઈ, ફરસાણ, ફ્રુટસ, સૂકામેવા વગેરે વાનગીઓ ધરાવી પૂજય મહંત સ્‍વામી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીએ અન્‍નકુટની આરતી ઉતારી હતી.પવિત્ર ભૂદેવો, રસોયા મહારાજ, ગામડે ગામડે સ્‍વામીનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા કોઠારી પૂજારીઓનું અને ગાયોનું પૂજન કરવામાં આવેલ. રકતદાન કેમ્‍પમાં 10પ બોટલ રકતદાન થયેલ. ધોરણ-10માં એ-વન ગ્રેડ, એ-ટુ ગ્રેડ મેળવનાર ધોરણ-11/1ર સાયન્‍સના તેજસ્‍વી અને ગરીબ વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજારથી બે હજાર સુધીની સ્‍કોલરશીપ ચૂકવેલ. જેમાં 60 વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ત્રણ લાખની રકમ પ.ભ. વિશ્રામભાઈ પટેલ (સીસલ્‍સ) વતી પ.ભ. જગદીશભાઈ સોલંકીના હસ્‍તે વિતરણ કરેલ. પૂજય મહંત સ્‍વામી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીએ મંગળ આશિર્વાદ આપતા જણાવેલ કે, પ્રેભથી ભેળુ થવાય છે. વહેમથી જુદું થવાય છે. કદાચ સંપતિ સૌને મળે છે પણ સંસ્‍કાર મળવા કઠણ છે. આ તો સારા સંગથી જ મળે છે. પુરાણી હરિનયનદાસજી સ્‍વામી, પુરાણી કૃષ્‍ણપ્રિયદાસજી સ્‍વામી, પુરાણી દેવપ્રસાદદાસજી સ્‍વામી વગેરે સંતોએ કથાવાર્તાથી હરિભકતોને રાજી કર્યા હતા. આગામી ર019માં વચનામૃત દ્વિશતાબ્‍દી નિમિતે સમૂહમાં પ00 હરિભકતોએ વચનામૃતનું વાંચન કરેલું. વિશેષ બે વર્ષ દરમિયાન વાંચન, મનન, કંઠસ્‍થ કરવાના નિયમ લીધા હતા. વર્ષોથી કાયમી મકરસંફ્રાંતિના પવિત્ર દિવસે તરવડા ગુરૂકુળમાં ઉજવાતા આ મહોત્‍સવના યજમાન પદે પ.ભ. વાસુદેવભાઈ પટેલ, ધીરૂભાઈ બાબરીયા, જસમતભાઈ સુતરીયા, રતીલાલભાઈઠેસીયા, રજનીભાઈ ગજેરા, પ્રેમજીભાઈ બાબરીયા વગેરેએ સેવાનો લાભ લીધેલ. આ વિસ્‍તારના દશ હજાર હરિભકતો ઉપસ્‍થિત રહયા હતા.

અવસાન નોંધ

મોટી કુંકાવાવ : પરજીયા પટ્ટણી સોની કસ્‍તુરબેન કેશવલાલ લુહાર (ઉ.વ.8પ) તે અરવિંદભાઈ તથા વિનોદભાઈના માતુશ્રીનો તા.16/1ના રોજ અક્ષરવાસ થયેલ છે. તેમની સાદડી તા.18/1 ને ગુરૂવારના રોજ સાંજે 3 થી 6 બ્રહ્મસમાજ વાડી ખાતે રાખેલ છે.
અમરેલી : ગં.સ્‍વ. અંજવાળીબેન અમૃતલાલ ત્રિવેદી (ઉ.વ. 100) (બંધારડાવાળા) હાલ અમરેલી, જે જીતુભાઈ, અશ્‍વિનભાઈ (આઈટીઆઈ-અમરેલી) મહાસુખભાઈ તથા સ્‍વ. રસીકભાઈના માતૃશ્રી તથા ગોપાલભાઈ એ. ત્રિવેદીના દાદીમાનું તા. 16/1 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. જેમની સાદડી તા. 18/1 ને ગુરૂવારનાં રોજ સાંજના 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્‍થાન વૃંદાવન પાર્ક-1, પ્‍લોટ નં. 71, લાઠી રોડ, પટેલ મંડપવાળી શેરી ખાતે રાખેલ છે.
અમરેલી : ઔદિચ્‍ય સહસ્‍ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ લાભશંકર પોપટલાલ વ્‍યાસ (ઉ.વ. 81) તે કૌશિકભાઈના પિતા તથા રાજેશકુમાર એન. જાની, વિજયકુમાર જી. જાની તરૂણકુમાર એમ. શુકલના સસરાનું તા. 1પ/1 નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 18/1 ના રોજ બપોરે 3 થી 6 તેમના નિવાસસ્‍થાન, ચક્કરગઢ રોડ, આનંદનગર પ, વ્‍યાસ નિવાસ, અમરેલીખાતે રાખેલ છે.
મોટી કુંકાવાવ : મોટી કુંકાવાવ નિવાસી (હાલ મુંબઈ) મોચી ભનુભાઈ મોહનભાઈ ચુડાસમાં (ઉ.વ.7પ) તે સ્‍વ. નાથાભાઈ (કુંકાવાવ) તથા બાલુભાઈ ચુડાસમાનાં ભત્રીજાનું તા.14/1 ને રવિવારના રોજ મુંબઈ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18/1 ને ગુરૂવારના રોજ મોટી કુંકાવાવ મુકામે અમરેલી રોડ, ઘનશ્‍યામનગર, પાણીના ટાંકા સામે, બાલુભાઈ ચુડાસમાના નિવાસ સ્‍થાને 3 થી 6 રાખેલ છે.

અમરેલી લાયન્‍સ કલબ (રોયલ) દ્વારા શેરડીનું વિતરણ

ઉત્‍સવ-તહેવારમાં જેઓ સુખી-સંપન્ન છે તેઓના ઘરમાં તો ઉજવણી અવશ્‍ય થાય છે. ભારતીય તહેવારોનો આનંદ જ એ છે કે આપણાં ઉત્‍સવો એકબીજાને હૂંફ આપતાં શીખવે છે. મોહ, માયા, ક્રોધ, લોભ, વેર-ઝેરને ત્‍યજીને મીઠાસથી જીવનને ખીલવવાનું છે. લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ) પણ આ જ પથ પર ચાલીને મકરસંક્રાતિના દિવસે ગરીબો વિસ્‍તારના બાળકોની ખુશીનું કારણ બન્‍યું છે. લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ)ના સદસ્‍યોએ સાથે મળીને ચીકી, ધાણીની લાડુડી અને શેરડીનું વિતરણ કર્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ લા વસંત મોવલીયા, લા રમેશ કાબરીયા, લા મુકેશ કોરાટ, લા દિનેશ કાબરીયા, લા સંજય રામાણી, લા અરુણ ડેર, લા હરેશ વેકરીયા, લાભીખુભાઇ કાબરીયા, લા રીતેશ સોની, લા જીતુભાઇ સુહાગીયા અને લા અશોક મકાણી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે પ્રમુખ વસંત મોવલિયાએ કહ્યું હતું કે, મકરસંક્રાંતિનો તહેવાર એટલે સેને સાથે રાખીને વિચારક્રાંતિ કરવાનો ઉત્‍સવ. જન જનમાં સંપ અને એકતાનો ભાવ વધે અને સે સુખને પ્રાપ્ત કરે. અમીર અને ગરીબ એ માનવીઓએ બનાવેલી વ્‍યાખ્‍યાઓ છે બાકી લાગણીના ભાવથી જોવામાં આવે તો ગરીબોમાં પણ નારાયણના સ્‍વરૂપના દર્શન થાય. આ કાર્યક્રમ યોજવાનું એક માત્રકારણ એ છે કે આપણા પરિવારો જો મીઠાઈ અને આનંદથી ઉત્‍સવને ઉજવતાં હોય તો આ બાળકોને પણ એ જ આનંદથી ઉત્‍સવ ઉજવે એ અમારો શુભ હેતું છે. મોહન નગર, લાઠી રોડ સ્‍થિ ખોડિયાર સેલ્‍સ ખાતે આ કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમ વિતરણના દાતા લા જીતુભાઇ સુહાગીયા અને લા બિપીન લિંબાણી હતા. ઉલ્લેખનીય છે કે લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા સરબત વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. બીએપીએસ સ્‍વામીનારાયણ સંસ્‍થા દ્રારા આયોજીત (મશાલ) નગર યાત્રામા રાજકમલ ચોક ખાતે સરબત  વિતરણ કરવામા આવ્‍યું હતું. આ કાર્યક્રમના દાતા લા દિનેશભાઇ કાબરીયા હતા. આ કાર્યક્રમમા લા વસંત મોવલીયા, લા રમેશ કાબરીયા, લા મુકેશ કોરાટ, લા દિનેશ કાબરીયા, લા સંજય રામાણી, લા અરુણ ડેર, લા ભીખુભાઇ કાબરીયા, લારીતેશ સોની, લા કેશલ ભીમાણી, લા અશોક મકાણી હાજર રહ્યાં હતાં.

17-01-2018