Main Menu

Saturday, January 13th, 2018

 

લ્‍યો બોલો : અમરેલીમાં એરપોર્ટ કક્ષાનો એસ.ટી. ડેપો બનાવવાનું માત્ર ખાતમુર્હુત જ કરવામાં આવ્‍યું

જિલ્‍લામાં સત્તાધારી પક્ષનો સફાયો થયો હોય બસ સ્‍ટેન્‍ડને લઈને અવઢવ?
અમરેલી, તા. 1ર
અમરેલી એસ.ટી. ડેપોનું ખાતમુર્હુત થયું તેમને પણ ખાસ્‍સો સમય થઈ જવા છતા પણ હજુ સુધી અમરેલીમાં બનનારા એસ.ટી.ડેપોમાં એક ઈંટ પણ મુકાઈ નથી ત્‍યારે નવા એસ.ટી.ડેપોના કામની શરૂઆત હવે લોકસભાની ચૂંટણી સમયે થશે તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અમરેલી ખાતે નવો એસ.ટી.ડેપો બનાવવા માટે કેન્‍દ્રના રાજય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાઅને રાજયના જે તે સમયે વાહન વ્‍યવહાર મંત્રી વલ્‍લભ કાકડીયા ર્ેારા અમરેલીના નવા એસ.ટી.ડેપોનું ખાતમુર્હુત કર્યુ હતું અને અમરેલી શહેરને એરપોર્ટ જેવી અદ્યતન સુવિધા મળી રહેશે તેવી ગુલબાંગો ફેકી હતી. પરંતુ આ અમરેલી નવા એસ.ટી. ડેપોના ખાતમુર્હુતને છ માસથી પણ વધુ સમય વીતી જવા છતા પણ નવા એસ.ટી. ડેપો બનાવવાનું હજુ શુભમુર્હુત નથી આવ્‍યું.
અમરેલી ખાતે હાલ કાર્યરત એસ.ટી. ડેપો છે તેને જમીનદોફસ્‍ત કરી તે જ સ્‍થળે નવો ડેપો બનાવવાનો હોય, પરંતુ જુના ડેપોને કામ ચલાઉ સ્‍થળાંતર કરવાની કામગીરીની પણ શરૂઆત કરવામા આવી નથી. ત્‍યારે નવા ડેપોના કામગીરીની શરૂઆતની વાત પણ કરવી અશકય બની છે.
તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.નો અમરેલી જીલ્‍લામાંથી સફાયો થયોછે. અમરેલી જિલ્‍લાની પાંચેય બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જેને લઈ રાજય સરકાર અને ભા.જ.પ.ના આગેવાનો શોકમાં છે. ત્‍યારે અમરેલી એસ.ટી.ડેપોની કામગીરી હવે ખોરંભે પડે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.
હવે અમરેલી જીલ્‍લાની વિકાસની જવાબદારી નવા ચુંટાયેલ પાંચેય કોંગી ધારાસભ્‍યની બને છે. તેમા પણ અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી વિપક્ષના નેતા બન્‍યા છે તેથી વિશેષ જવાબદારી તેમના શીરે રહે છે. ત્‍યારે હવે અમરેલી ખાતે એરપોર્ટજેવો એસ.ટી. ડેપો બને તે માટે થઈ અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી કેટલું પાણી બતાવે છે તે ઉપર સૌ કોઈની મીટ રહેલી છે.

અમરેલીનાં આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ

વહીવટીતંત્ર દ્વારા આંત્તરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ ઉજવાયો
અમરેલીનાં આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ
આંત્તરરાષ્‍ટ્રીય અને આંત્તર રાજયનાં પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી
અમરેલી, તા.1ર
અમરેલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાયો હતો. સાસંદ નારણભાઇ કાછડીયા, કલેકટર સંજય અમરાણી તેમજ ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકયો હતો.
સાસંદ નારણભાઇ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, ઉત્તરાયણ એ બાળકોથી માંડી વૃઘ્‍ધા સુધીના તમામ માટેનું પર્વ છે. પતંગ ઉડાડવાની કળા-સંસ્‍કૃત્તિનું આદાન-પ્રદાન એટલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ. પતંગ પાસેથી એ શીખ મળે છે કે કુશળતા અને સાહસથી આકાશમાં ઉડવા મળે તેટલું વિશાળ ફલક મળે છે.
ગુજરાત પ્રવાસન નિગમ અને અમરેલી જિલ્લા  વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી કલેકટર સંજય અમરાણીએ શાબ્‍દિક સ્‍વાાગત કર્યુ હતુ.
કલેકટર અમરાણીએ જણાવ્‍યું કે, પતંગ મહોત્‍સવના માઘ્‍યમથી કૌશલ્‍યનો યોગ્‍ય ઉપયોગ થાય અને રોજગારીનું સર્જન થાય તેવો રાજય સરકારનો ઉદ્‌ેશ્‍ય છે. ઉત્તરાયણ એ આનંદનું પર્વ છે. પતંગ મહોત્‍સવની ઉજવણીથી ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક-નકશા પર સ્‍થાન મળ્‍યું છે. તેમણેગુજરાત, અમરેલી, ગીર, એશિયાટિક સિંહ, દરિયાઇ વિસ્‍તાર સહિતની ખાસિયતોને આવરી લઇ પતંગબાજોને વિસ્‍તારનો પરિચય આપ્‍યો હતો.
પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કરી રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ઉજવાતા પતંગ મહોત્‍સવની સફળતા ઇચ્‍છી હતી.
વિદેશથી અને અન્‍ય રાજયોમાંથી આવેલા પતંગબાજોને કુમકુમ તિલક, પુષ્‍પગુચ્‍છથી પારંપારિક રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતુ. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પતંગબાજોને મોમેન્‍ટો આપવામાં આવ્‍યા હતા.
અમરેલી સ્‍થિત કમાણી ફોરવર્ડ હાઇસ્‍કુલ મેદાન ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં કમ્‍બોડિયા, કોરિયા, ઇસ્‍ટોનિયા, લેબેનોન, મલેશિયા, નેધરલેન્‍ડ, તુર્કી, સિંગાપોર, સ્‍વીટર્ઝલેન્‍ડ, ઇઝરાયેલ, બ્રાઝિલ સહિત દેશના તેમજ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ તેમજ પશ્ચિમ બંગાળ સહિતના રાજયોના અંદાજે પ0 જેટલા પતંગબાજો અવનવા અને રંગબેરંગી પતંગો અમરેલીના આકાશમાં ઉડાડી મનોરંજન કર્યુ હતુ.
કેતન મહેતા તેમજ તેમના ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીનિઓએ દાંડિયા રાસ અને ગરબા સહિતના પારંપારિક સાંસ્‍કૃત્તિક રજૂ કરતા લોકનૃત્‍ય કર્યા હતા.
આ પ્રસંગે પતંગબાજોને પ્રોત્‍સાાહિત કરવા તેમજ આ કાર્યક્રમને નિહાળવા નગરપાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, અધિક જિલ્લામેજીસ્‍ટ્રેટ ભટ્ટ, નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માંકડ, નાયબ જિલ્લા પોલીસ અધિકારી દેસાઇ, અમરેલી-વડીયા-કુંકાવાવ પ્રાંત અધિકારી સતાણી, પ્રવાસન નિગમના અતુલ ભટ્ટ, જિલ્લા રમતગમત અધિકારી વસાવા, મામલતદાર એમ.સી. જાદવ, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર વસાવા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, કૌશિકભાઇ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર સહિત પદાધિકારી-અધિકારી-કર્મચારીઓ, અમરેલીના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ.

ધારીનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં યુવકનાં મૃત્‍યુથી હોબાળો

પરિવારજનોએ તબીબની બેદરકારીથી મૃત્‍યુ થયાનો કર્યો આક્ષેપ
ધારીનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં યુવકનાં મૃત્‍યુથી હોબાળો
પૂર્વ ધારાસભ્‍ય ભુવા, કોકીલાબેન કાકડીયા સહિતનાં આગેવાનો પણ દોડી ગયા
ધારી, તા. 1ર
ધારીનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં રર વર્ષનાં યુવકનું હાર્ટએટેકથી થયેલ મોત બાદ પરિવારજનોએ હોબાળો કરતાં વાતાવરણ તંગ બન્‍યું હતું અને રાજકીય અગ્રણીઓની મઘ્‍યસ્‍થી બાદ માંડ માંડ મામલો થાળે પડયો હતો.
ધારીનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ડોકટરોનો અભાવ છે. ગીરનાં જંગલનાં ગામડાઓ સહિતનાં લોકોમ માટે આશિર્વાદરૂપ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં મુકાયેલ ડોકટરે માનવતા નેવે મુકી હોય તેવા ડોકટરનાં વર્તનથી એક કલાક સુધી પ્રાથમિકઆરોગ્‍ય કેન્‍દ્રમાં આજે ભારે હંગામો થયેલ હતો. આજે ધારીનાં શીવનગરમાં રહેતા કૌશીક કાંતિ લીંબાસીયા (ઉ.વ. ર1)ને હાર્ટએટેક આવતા તાત્‍કાલીક ધારીનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પર ખસેડવામાં આવેલ હતો. ત્‍યારે ફરજ પરનાં ડોકટર વિજય ગળસરે આવેલ દર્દીને જોવાને બદલે દર્દીનાં પરિવારજનો સાથે અભદ્ર વર્તન કરતાં પરિવારજનોએ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પર હોબાળો મચાવ્‍યો હતો. આથી ધારીના ધારાસભ્‍ય જે.વી. કાકડીયાના ધર્મ પત્‍ની કોકીલાબેન કાકડીયા તેમજ પૂર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પર પહોંચી ગયેલા હતા. રર વર્ષનો યુવાન હાર્ટએટેકથી મૃત્‍યુ પામેલ હોવા છતાં ડોકટરે માનવતા વિહોણું કૃત્‍ય કરતાં લોકોનાં ટોળા હોસ્‍પિટલે વળ્‍યા હતા અને તુરંત પોલીસ પણ પ્રાથમિક આરોગ્‍ય કન્‍દ્ર ખાતે દોડી આવી હતી. ડોકટરનાં અમાનવીય વ્‍યવહારથી મૃતકના પરિવારજનોને રાજકીય મહાનુભાવોએ સમજાવીને પી.એમ. કરાવ્‍યું હતું અને ડોકટર સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપતા માંડ મામલો શાંત થયો હતો. આ અંગે મોડી રાત સુધી પોલીસ ફરિયાદની કાર્યવાહી થઈ ન હોવાનું જાણવા મળી રહૃાું છે.

ગાંડા બાવળનાં દૂષણને લઈને વ્‍યાપક પરેશાની

જંગલની વ્‍યાખ્‍યામાંથી ગાંડા બાવળને દૂર કરવો જરૂરી
ગાંડા બાવળનાં દૂષણને લઈને વ્‍યાપક પરેશાની
આજથી 140 વર્ષ પહેલાં અંગ્રેજો ઓસ્‍ટ્રેલીયાથી ગાંડા બાવળને લઈ આવ્‍યાનું અનુમાન
લીલીયા, તા. 1ર
ગાંડો બાવળ ગુજરાત અને ભારતની લાઈલેન્‍ડ સમસ્‍યા છે. ભાગ્‍યેજ કોઈ સરકારે એ સમસ્‍યા ઉપર ઘ્‍યાન આપ્‍યું છે. એટલે આજે ગાંડો બાવળ ખરેખર ગાંડો સાબિત થઈ રહૃાો છે. તેને કારણે ભારતની મુળ વનસ્‍પતી સમૃઘ્‍ધિ નાશ પામી રહી છે. જમીન પર ઉગતું ઘાસ બંધ થઈ રહૃાું છે. ખાસ તો ગાંડો બાવળની શીંગો ખાઈને ગુજરાતમાં છેલ્‍લા દાયકામાં લાખથી વધુ ગાય મૃત્‍યુ પામી છે તેવું જણક્રાંતિ ટ્રસ્‍ટના મનસુખભાઈ સુવાગિયાએ માહીતી આપી હતી.
અંગ્રેજીમાંબ્રોસોપિસ ઝુલીફલોરા તરીકે ઓળખાતી આ વનસ્‍પતી તેની સતત ઉગી નિકળવાની પ્રકૃતિને કારણે ગાંડો બાવળ તરીકે ઓળખાતી થઈ છે. બાવળ આમતો ઉપયોગી અને પ્રકૃતિ રક્ષક વનસ્‍પતી છે. પરંતુ એ દેશી બાવળ આ ગાંડો બાવળનો ખેતી, પર્યાવરણ અને પશુને ભારે નુકશાન કરી રહૃાો છે. 1877માં આ વનસ્‍પતીને બ્રિટિશરો સંભવત ઓસ્‍ટ્રેલિયાથી ભારતમાં લઈ આવ્‍યા હતા. એ વખતે ભારતમાં ચુલાનું જ ચલણ હતું. બળતણની જરૂરિયાત પુરી થાય એટલા માટે વૃક્ષ અહીં લવાયું હતું એ મુળ તો મેકિસકો દક્ષિણ અમેરીકા ખંડ અને કેરેબિયન ટાપુનો વતની છે. પરંતુ હવે દુનિયાભરમાં ફેલાઈ      ચૂકયો છે.
કચ્‍છનાં રણને આગળ વધતુ અટકાવવા માટે 19પ0ના દાયકામાં તેનો પ્રવેશ ગુજરાતમાં થયો હતો. એ વખતે સત્તાધિશોએ સામે ચાલીને ગાંડો બાવળ ઉગાડયો હતો. પરંતુ પછી ખબર પડી કે આ વૃક્ષ ભારે નુકશાનકારક છે. ગાંડો બાવળ પાણી વગર ઉગીનિકળે છે. એ ઉગે ત્‍યાં બીજા અસલ વૃક્ષો ઉગી શકતા નથી. ખુબ ઝડપથી બાવળ ફેલાઈ જાય છે. તેની ઝાડી અત્‍યંત મજબુત રીતે ગુંચાઈ જતી હોવાથી ગાંડા બાવળના ઝુંડ વચ્‍ચે જવું અત્‍યંત મુશ્‍કેલ છે. એક બાવળમાં હજારો શીંગ અને હજારો શીંગમાં લાખો બિયાં હોય છે. હવે બિયા સતત વૃક્ષને ફેલાતું રાખે છે. કેમ કે જયા પડે ત્‍યાં ઉગી નિકળે છે.ગાંડાબાવળની શીંગ ગાય પચાવી શકતી નથી એટલું જ નહી સતત શીંગ ખાધા કર્યા પછી મૃત્‍યુ પામે છે. એટલે ઘણા માલધારીઓએ તો ગાયને બદલે ભેંસ રાખવાની શરૂઆત કરી દીધી છે. કેમ કે ભેંસને હજુ સુધી આ બાવળની અસર થતી નથી. બકરા પણ તેના બિંયા ખાઈ શકતા નથી. બીજી તરફ ઘાસ કે વનસ્‍પતી ઉગવાને બદલે ગુજરાત ગૌચર જમીનમાં ગાંડો બાવળ ઉગી નિકળ્‍યો છે. માટે પશુ માટે ખોરાકની તંગી સર્જાય ચૂકી છે.
સરકારે વહેલી તકે ગાંડો બાવળને જંગલની વ્‍યાખ્‍યામાંથી દૂર કરી નાશ કરવાની છૂટ આપવી જોઈએ. કેમ કે જેમ મોટું થતું જાય તેમ તેમ સતત નવો બાવળ ઉગતો જાય છે. એક સમયે જયા હર્યાભર્યા જળાશયો અને જંગલો હતા. ત્‍યા આજે ગાંડો બાવળ ઉગી નિકળ્‍યો છે. આ વૃક્ષને જંગલ વડાની જરૂર નથી. અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં ખાલી પડેલી જમીનોમાં ગાંડો બાવળ બહુ સરળતાથી જોઈ શકાય છે. આખા જગતમાં ગાંડા બાવળને સૌથી ધિક્કાર પાત્ર વૃક્ષની નવી ઓળખ મળી ચૂકી છે.
રાજય વૃક્ષ લીમડો, પણ સામ્રાજય ગાંડા બાવળનું : ગુજરાતમાં લીમડાને રાજય વૃક્ષ (સ્‍ટેટ ટ્રી) ગણવામાં આવે છે. પર્યાવરણ જાળવણી માટે લીમડો, રાષ્‍ટ્રીય વૃક્ષ વડલો જેવા વૃક્ષોની જ સંખ્‍યા વધુ હોવી જોઈએ. તેના બદલે ગુજરાતમાં સૌથી વધુ ઉગેલું વૃક્ષ ગાંડો બાવળ છે. સનેર004માં ગણતરી થઈ ત્‍યારે રાજયમાં લીમડાના અંદાજે 3.1પ કરોડ વૃક્ષ હતા, તેની સામે ગાંડા બાવળની સંખ્‍યા વધી ગઈ હતી. એટલે આજની તારીખે ગુજરાતમાં સૌથી વધુ હાજરી ધરાવતું વૃક્ષ હોય તો એ ગાંડો બાવળ છે. આજે જંગલ ન હોય એવા વિસ્‍તારમાં પણ ગાંડો બાવળ મોટી સંખ્‍યામાં ઉગી નિકળ્‍યો છે.
લાઠીના દુધાળા ખાતે શ્રી હરિકૃષ્‍ણ સરોવર પ્રણેતા સવજીભાઈ ધોળકીયાએ અંદાજીત 300 વિઘા ઉપરાંત જમીન માંથી ગાંડો બાવળ દૂર કરી દેશીકુળના વૃક્ષો જેમા 60 હજાર લીમડા, 1 હજાર વડલા, નાળીયેરી, બોટમ, બોગનવેલ, ઉમરા, નિલગીરી સહીતના એક લાખ જેટલા વૃક્ષોનું સરોવર ખાતે વાવેતર કરેલ છે. શ્રી હરિકૃષ્‍ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ ર્ેારા આજ સુધીમાં ર0 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કરી સમાજને નવો રાહ બતાવ્‍યો છે.

અમરેલી પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓ ર્ેારા સ્‍વચ્‍છતા અભિયાન

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આવેલ સ્‍કૂલ કોલેજની વિદ્યાર્થીનીઓ જેમણે એન.એસ.એસ.માં ભાગ લીધેલ હોય અને જોડાયેલ હોય તેવી વિદ્યાર્થીનીઓ સ્‍કૂલ કોલેજ સમય બાદ અન્‍ય પ્રવૃત્તિઓ કરતી હોય છે, જેવી કે જાહેર સ્‍થળોની સફાઈ, જાહેર સ્‍થળમાં આવેલ વૃક્ષોની જાળવણી માટે થડ પર ગેરૂ-ચુનો લગાવવો. ઝાડનાખામણા કરી પાણી પાવું જાળવણી કરવી. જાહેર દિવાલો પર સુવાકયો લખવા. અન્‍ય સ્‍થળે કેમ્‍પ યોજાય ત્‍યાં ગ્રામ્‍યકક્ષાની બૈરાઓને અંધશ્રઘ્‍ધા દૂર કરવા પર વાતો કરવી. કુટુંબ જીવન સ્‍વચ્‍છતા ઉપર ભાર મુકવો. બાલશિક્ષણ વિશે સમજ આપવી વગેરે પ્રવૃત્તિઓ કરે છે તેના ભાગ રૂપે સંકુલની વિદ્યાર્થીનીઓ વૃક્ષોનું જતન બાબતે કાળજી લેતી દૃષ્‍ટિમાન થઈ રહી છે તેમ સંસ્‍થા વતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.

અમરેલીમાં ભુગર્ભ ગટર બનાવવામાં દે ધનાધનથી રોષ

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનો ખુલ્‍લેઆમ દુરૂપયોગ
અમરેલીમાં ભુગર્ભ ગટર બનાવવામાં દે ધનાધનથી રોષ
ધારાસભ્‍યનાં લઘુબંધુ શરદ ધાનાણીએ જ તટસ્‍થ તપાસની કરી માંગ
અમરેલી, તા. 1ર
અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરીમાં દે ધનાધન થતો હોવાનો આક્ષેપ ધારાસભ્‍યનાં લઘુબંધુ શરદ ધાનાણીએ કર્યો છે. અનેઆ પ્રકરણની તટસ્‍થ તપાસ મુખ્‍યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ હેઠળ થાય તેવી માંગ કરી છે.
અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં નિવાસ સ્‍થાન ગજેરાપરા ખાતે ભુગર્ભ ગટરની કામગીરી શરૂ હોય તેમાં નિયમ પ્રમાણે ચેમ્‍બર બનાવાતી નથી કે નિયમાનુસાર રીતે ઈંટનો ઉપયોગ થતો ન હોય સ્‍થાનિકોમાં પણ નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

સાવરકુંડલામાં નુરાની ગ્રૃપ દ્વારા સૌપ્રથમ સમુહશાદી યોજાઈ

નાની વયના યુવાનો સમાજસેવા કરતા વ્‍યસનો, મોબાઈલ કે પછી ઈતરપ્રવૃતિ પાછળ ઘેલા હોવાનું સાંભળ્‍યું હતું  પણ નવયુવાનોને પ્રેરણા આપે તેવું સદકાર્ય સાવરકુંડલાનાનુરાની ગૃ્રપના 11 – સમુહ લગ્નોત્‍સવ કરીને રર – જીંદગીઓને એક કરવાનું ભગીરથ કાર્ય નવયુવાનોએ કરીને નવતર ચિલ્‍લો ચિતર્યો છે. સાવરકુંડલાના નુરાની ગૃ્રપે સાવરકુંડલાના ઓપનએર થિયેટર ખાતે આજે પ્રથમ વખત સમુહ લગ્નોત્‍સવનું સુંદર આયોજન ર0 થી રર વર્ષના નવયુવાનોએ સૂફીસંત અલ્‍હાજ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની અઘ્‍યક્ષતામાં યોજેલ હતું. જેમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય પ્રતાપ દુધાત સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, હિતેષ સરૈયા, પાલિકા ઉપપ્રમુખ નાસીર ચૌહાણ સહિતના અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થિતિમાં વિશાલ મેદની સમક્ષ યોજાયેલ હતા. મુસ્‍લિમ સમાજના તમામ આગેવાનો સાથે સામાજીક કાર્યકર્તાઓને પ્રોત્‍સાહન મળે તેવી રીતેના સુંદર આયોજનનું સંચાલન જુમ્‍મા મસ્‍જીદના પેશઈમામ હાફિઝ સાદીક સાહેબે કર્યુ હતું. ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે સૂફીસંતની પ્રસંશા કરીને કોમી એકતાના હિમાયતી સાથે દરેક સમાજને સાથે લઈને શિક્ષણનું અદ્‌ભૂત કાર્ય કરવા બદલ ધારાસભ્‍ય દુધાતએ સરાહના કરી હતી. તો અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ મુસ્‍લિમ સમાજના દિલ જીતી લઈ તેવું વકતવ્‍ય આપીને ચાલુ ભાષણે સૂફીસંત  અલ્‍હાઝ સરકાર દાદાબાપુ સ્‍ટેઝ પરથી ઉભા થઈને ફુલહાર શાલ ઓઢાડીને સાંસદને સન્‍માનિત કર્યાહતા. છેલ્‍લા 3પ વર્ષથી તબાકુના વ્‍યસની સાંસદ કાછડીયાએ આજે મુસ્‍લિમ સમાજના સમૂહ લગ્નોત્‍સવના જાહેર મંચ પરથી જણાવ્‍યું હતું કે હું છેલ્‍લા 3પ વર્ષથી તંબાકુનો બંધાણી હતો પણ સૂફીસંત દાદાબાપુએ જયારથી વ્‍યસન મુકિત અભિયાનનો આરંભ કર્યો ત્‍યારથી મે તંબાકુનું સેવન નથી કર્યૂ અને સૂફીસંતના આશીર્વાદ અને પ્રેરણાને કારણે હું આજે વ્‍યસન મુકિત બન્‍યો છું. ત્‍યારે સૂફીસંત પણ સાંસદના ચાકુ ભાષણે સન્‍માનિત કરીને ગદગદીત બની ગયા હતા. અત્‍યારના યુગમાં શિક્ષણનું ખુબજ મહત્‍વ છે. અને મુસ્‍લિમ સમાજના બાળકો શિક્ષણમાં આગળ વધે તે માટે સૂફીસંતે પ્રાથમિકથી લઈને કોલેજ સાથે અન્‍ય ફેકલ્‍ટી બનાવેલ તે સમાજ માટે ગૌરવની વાત સાંસદે જણાવી હતી સરકાર વલ્‍લભભાઈ પટેલ ફકત પાટીદાર સમાજના નહી પણ સમગ્ર રાષ્‍ટ્રના હતા તે સૂફીસંત દાદાબાપુ મુસ્‍લિમ સમાજના નહિ પણ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ સમાનની વ્‍યસન મુકિતની પ્રવૃતિઓ કરે છે. સાથે સમાજના લોકોને પણ અપીલ કરી હતી કે અડધો રોટલો ખાજો પણ દીકરા – દીકરીને શિક્ષણથી વંચીત ન રાખવાની અપીલ કરી હતી. સાંસદ કાછડીયાની કામગીરી અંગે સરકાર દાદાબાપુએ પ્રસંશા કરીને જણાવ્‍યું હતું કે શૈક્ષણિક સંકુલ માટે સાંસદ નારણભાઈ કાછડીયાની મહત્‍વની ભૂમિકા રહી છે. સાથે સમાજના નવયુવાનોએ પ્રથમકરેલ સમૂહ લગ્નોત્‍સવના નવયુવાનો મુસ્‍તાક આલીયાણી, શબ્‍બીર પઠાણ (તકદીર પાન), મુહમંદઅલી મેમણ, અક્રમ ચૌહાણ, આદિલ ચૌહાણ, ટકાભાઈ ચૌહાણ, અનવર ચાંદ, મુસ્‍તાક ચૌહાણ, ગુલમુહમંદ ચૌહાણ, ઈકબાલ શેખ, એજાજ શેખ, અક્રમ પરમાર, શાહરૂખ પઠાણ, બસીર જાદવ, આસિફ આલીયાણી, સીરાજ શેખ સહિતના નુરાની ગૃ્રપના મેમ્‍બરોને બિરદાવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સુન્‍ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી સહિતના વિવિધ જમાતના પ્રમુખો આગેવાનોના સન્‍માન કરીને નુરાની ગૃ્રપે પ્રથમ સમૂહ લગ્નોત્‍સવ કરીને રંગ રાખ્‍યો હતો.

અમરેલી જિલ્‍લામાં શાળા બંધનાં એલાનનો ફીયાસ્‍કો

આયોજન વગર અને વાલીઓને વિશ્‍વાસમાં લીધા વગર અપાયેલ બંધનો થયો ફિયાસ્‍કો
અમરેલી, તા. 1ર
અમરેલી જિલ્‍લાની શાળાઓમાં શિક્ષણ ફી નાં વિરોધમાં અપાયેલ બંધનાં એલાનનો ફિયાસ્‍કો થયો હતો અને વાલી મંડળનાં એલાનની કોઈ અસર જોવા મળી ન હતી.
સમગ્ર ગુજરાતની સાથે આજે અમરેલી જિલ્‍લાનાં વાલીમંડળ ઘ્‍વારા શાળા બંધનું એલાન આપવામાં આવ્‍યું હતું. જેને નિષ્‍ફળતા મળી હતી અને તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ રહી હતી.
રાજયમાં ફી નિયમનની કડક અમલવારી માટે રાજયનાં વાલી મંડળ ઘ્‍વારા શાળા બંધનું એલાન આપ્‍યું હતું. જો કે તેની બાબરાની એકપણ ખાનગીશાળામાં અસર જોવા મળી ન હતી.
બાબરા શહેરની તમામ શાળાઓ સવારથી રાબેતા મુજબ શરૂ રહી જો કે રાજય સરકારના ફી નિયમનને લઈ ખાનગી શાળાઓ સતર્ક બની છે. શાળાના મુખ્‍ય દરવાજા પાસે શિક્ષણ ફીનું બોર્ડ પણ મુકવામાં આવ્‍યું છે.
બાબરા શહેરની તમામ ખાનગી શાળાઓમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી. આમ   શાળા બંધનું કોઈ એલાન ન હોય એ રીતે શહેરની તમામ ખાનગી શાળાઓ ધમધમતી જોવા મળી હતી.

13-01-2018


12-01-2018