Main Menu

Thursday, January 11th, 2018

 

રાજુલાના ખાખબાઈ ગામે ઝેરી મધમાખીનાં ડંશથી 4 ઘાયલ

ઝેરી મઘમાખીની સમસ્‍યા દુર થતી નથી
રાજુલાના ખાખબાઈ ગામે ઝેરી મધમાખીનાં ડંશથી 4 ઘાયલ
તમામને 108 મારફત સારવારમાં ખસેડાયા
અમરેલી, તા. 11
રાજુલાના ખાખબાઈ ગામે આજરોજ સવારના સમયે વાડી વિસ્‍તારમાં ખેતરમાં કામ કરતા આહિર શખ્‍સોને ઝેરી મધમાખીએ ડંશ મારતા પાર્વતીબેન ધીરૂભાઈ લાડુમોર (ઉ.વ.40), શ્રઘ્‍ધાબેન ભોળાભાઈ લાડુમોર (ઉ.વ.60), બળવંતભાઈ ભોળાભાઈ લાડુમોર (ઉ.વ.ર0) ને રાજુલા 108માં સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. જેને ફરજ પરના ડોકટરો દ્વારા સારવાર આપેલ હતી. અને બાદમાં બપોરે ડીસ્‍ચાર્જ કરવામાં આવેલ છે. આમ, રાજુલા વિસ્‍તારમાં ઝેરી મધમાખીઓ દ્વારા અવાર – નવાર લોકો પર હુમલાઓ કરીને ડંશ મારવામાં આવે છે. જેને વનતંત્ર અને તાલુકા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠેલ છે.

પોલીસનાં દરોડા દરમિયાન 3 જુગારી ઝડપાયા અને 3 નાશી છૂટયા

સાવરકુંડલાનાં સેંજળ ગામની ઘટના
અમરેલી, તા. 11
સાવરકુંડલા તાલુકાનાં કેરાળા ગામે રહેતાં કનુભાઈ મુળુભાઈ જેબલીયા સહિત 6 ઈસમો ગઈકાલે સાંજના સમયે સેંજળ ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, વંડા પોલીસને બાતમી મળતાં પોલીસે દરોડો કરી 3 ઈસમોનેરોકડ રકમ રૂપિયા 3490ની મતા સાથે ઝડપી લીધા હતા જયારે 3 આરોપી નાશી છૂટયા હોય તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

આવતીકાલે જિલ્‍લાની તમામ શાળા બંધનું એલાન

અમરેલી જિલ્‍લામાં શાળાની તગડી ફી સામે રોષ
વાલી મંડળનાં સંયોજક સંદીપ માંગરોળીયાએ બાળકોને શાળાએ ન મોકલવા જણાવ્‍યું
અમરેલી, તા. 11
મનમાની ફી ઉઘરાવીને શિક્ષણ સંસ્‍થાઓએ ભભનિશાળની દુકાનોભભ ખોલી છે. શિક્ષણનું સ્‍તર સુધારવાને બદલે વિદ્યાર્થીઓના ભાવીના નામે વાલીઓ પાસેથી મસમોટી ફીનું ઉઘરાણું કરતી કેટલીક સંસ્‍થાઓની શાન ઠેકાણે લાવવા અને આવી સંસ્‍થા-સંચાલકોની દાનતને ખુલ્‍લી પાડવા આગામી 1ર જાન્‍યુઆરીનાં દિવસે શાળા બંધના એલાનમાં વાલીઓએ સહકાર આપી તે દિવસે બાળકોને શાળાએ ન મોકલવા જાહેર અપીલ કરી છે.
રાજય સરકારના ફી નિર્ધારણ વિદ્યેયકને ઠુકરાવીને વાલીઓ પાસેથી પૈસા ખંખેરતી કેટલીક શાળાઓ વાલીઓની પરિસ્‍થિતિ કે આર્થિક સંકડામણ જોતી નથી અને ફીનું ઉઘરાણું કરતી રહે છે. આવી શાળાઓ સામે શિક્ષણ કાર્ય બંધ રાખવા અને સમસ્‍યાના નિરાકરણ માટે વાલીઓએ સ્‍વયંમ જાગૃત્ત થવું જરૂરી હોય પોતાના બાળકોને તા. 1ર જાન્‍યુઆરીના દિવસે શાળાએ ન મોકલવા વાલી મહામંડળનાં પ્રમુખ સંદિપ માંગરોળીયાની અખબારી યાદીમાંજણાવ્‍યું છે.

હદ થઈ : અમરેલીમાં ચાલતી કૃષ્‍ણ કથામાં તસ્‍કરોની રંજાડ

હે ભગવાન : તસ્‍કરોને સદ્‌બુદ્ધિ આપો
હદ થઈ : અમરેલીમાં ચાલતી કૃષ્‍ણ કથામાં તસ્‍કરોની રંજાડ
સોનાનાં ચેઈનની ચીલઝડપ કરી
અમરેલી, તા. 11
અમરેલીમાં કડવા પાટીદાર સમાજ આયોજિત શ્રીકૃષ્‍ણ કથા પૂ.રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને ચાલી રહી છે. અને હજારો ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ રહયા છે. ત્‍યારે કથા સ્‍થળે ચોરી કરનારા તત્‍વો પણ પોતાનો કસબ અજમાવી રહયા છે. કથા દરમ્‍યાન સોનાના ચેનની ચીલ ઝડપના બે બનાવો સામે આવ્‍યા છે. આજે કથા દરમ્‍યાન સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર બે મહિલાઓને આયોજકોએ ઝડપી લીધી હતી. આવા ધાર્મિક કાર્યક્રમના સ્‍થળે પણ ચોરી કરનારા તત્‍વો સક્રિય થતાં લોકોની લાગણીને ઠેસ પહોંચી છે.
દરમ્‍યાન કથા શ્રવણનો લાભ લેવા કથાસ્‍થળે આવતા ભાવિક ભાઈ-બહેનોએ આવા ખીસ્‍સાકાતરૂ ચોર ઈસમોથી સાવધ રહેવા આયોજકો દ્વારા અપીલ કરાઈ છે. અને પોતાની કિંમતી વસ્‍તુનું ઘ્‍યાન રાખવા પણ જણાવાયું છે. કિંમતી દાગીના સાથે કથામાં ન આવવા પણ અનુરોધ કરાયો છે.

લોઠપુરમાં જુગાર રમતાં 3 ઈસમો ઝડપાયા

લોઠપુરમાં જુગાર રમતાં 3 ઈસમો ઝડપાયા
અમરેલી, તા. 11
જાફરાબાદ તાલુકાનાં લોઠપુર ગામે રહેતાં ભરત સોંડાભાઈ સોલંકી, મનુ રાણાભાઈ સોલંકી, ખીમજી રામભાઈ બાંભણીયા વિગેરે ગઈકાલે રાત્રે લોઠપુર ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસને બાતમી મળતાં પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.1ર80ની મતા સાથે તમામને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલાનાં પ્રૌઢને દરેક મૌસમમાં બરફ વગરચાલતું નથી

સમગ્ર શહેરમાં આઈસમેન તરીકે ઓળખાઈ છે
સાવરકુંડલાનાં પ્રૌઢને દરેક મૌસમમાં બરફ વગરચાલતું નથી
દરરોજ બરફની 1પ ડીશ ખાઈ જતાં હોય તબીબો પણ આશ્ચર્યચકિત
સાવરકુંડલા, તા. 10
સાવરકુંડલાનાં કાનજીબાપુની જગ્‍યા વિસ્‍તારમાં રહેતા કાંતિભાઈ મીસ્‍ત્રી ફર્નિચર બનાવવાનો વ્‍યવસાય કરે છે. કાંતિભાઈ મિસ્‍ત્રીને એક વિચિત્ર આદત છે અને એ છે બરફ ખાવાની ટેવ. દરેકનેકાંઈને કાંઈ વ્‍યસન હોઈ છે. ત્‍યારે કાંતિભાઈને બરફ ખાવાની ટેવ છે. તેઓને સવારમાં ઉઠીને એક બે ડીસ બરફ જોઈએ ત્‍યારબાદ જ તેને સ્‍ફૂર્તિ આવે છે. દર બે ત્રણ કલાકે બે-ત્રણ ડીસ બરફ જોઈએ જ. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો ધોમધખતો તાપ હોય કાંતિભાઈને રોજની પંદરડીસ બરફ જોઈએ. કાંતિભાઈ જયારે બહાર ફર્નિચર બનાવવાના કામે જાય છે ત્‍યારે તેઓ ગ્રાહકને પહેલુ એ પૂછે છે કે આપના ઘેર ફ્રીઝ છે. તો જવાબ હા મળે તો જ તેઓ કામ રાખે છે. તેઓને દર બે કલાકે બેથી ત્રણ ડીસ બરફ આપવો પડશે એ નક્કી થાય પછીજ કામ રાખે છે. અને બહારગામ જાય છે ત્‍યારે સ્‍પે. થર્મોસમાં બરફ સાથે લેતા જાય છે. કાંતિભાઈ મીસ્‍ત્રીને આ વિચિત્ર વ્‍યસન છેલ્‍લા ત્રીશ વર્ષથી છે. અને તેઓને પૂછતા તેમની ઈચ્‍છા એક વખત કાશ્‍મીર જઈને બરફ ખાવાની છે.
આ કુટેવ બાબતે અમરેલીના વિખ્‍યાત ડો. ભરત કાનાબારે એવું જણાવ્‍યું કે વિશ્‍વમાં આવી ટેવ વાળા બહુજ ઓછા લોકો હોય છે. કાંતિભાઈનાશરીરમાં લોહીમાં કોઈ તત્‍વોની ઉણપ હોવાના કારણે તેમને વારંવાર બરફ ખાવાનું મન થતુ હોય છે. આ એક પ્રકારનો રોગ કહેવાય. કોઈ સારા નિષ્‍ણાંત તબિબને બતાવવું જરૂરી છે. કારણ કે તેઓના ભવિષ્‍ય માટે આ આદત કયારેક જોખમી પણ સાબિત થઈ શકે છે.

જિલ્‍લાકક્ષાની વકતૃત્‍વ સ્‍પર્ધામાં જીનલ રૂપારેલે મેદાન માર્યુ

ખેલ મંત્રાલય અને નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા આયોજિત
જિલ્‍લાકક્ષાની વકતૃત્‍વ સ્‍પર્ધામાં જીનલ રૂપારેલે મેદાન માર્યુ
આવતીકાલે રાજયકક્ષાએ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું
અમરેલી, તા. 11  (ફોટા ઈમેલમાં છે.)
ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલી દ્વારા આયોજિત અને સ્‍વામી વિવેકાનંદ યુવા મંડળ સંચાલિત તા.10/1/18ના રોજ જિલ્‍લા કક્ષા વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી ખાતે કરવામાં આવ્‍યું.
આ સ્‍પર્ધામાં દરેક તાલુકામાંથી કુલ પ0 જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ યુવાઓને ભભરાષ્‍ટ્રીયતા અને રાષ્‍ટ્રીય નિર્માણભભ વિષય આપવામાં આવ્‍યો હતો અને જેમાં હિન્‍દી ભાષામાં બોલવા કહેવામાં આવ્‍યું હતું. જયારે આ સ્‍પર્ધાના મહેમાન તરીકે પ્રાચાર્ય દક્ષાબેન પાઠક અને લેખાબેન શાહ હતા. તેમજ નિર્ણાયકમાં દિનેશભાઈ ત્રિવેદી અને અલ્‍કાબેન હતા. જયારે આ સ્‍પર્ધામાં જિલ્‍લામાં પ્રથમ નંબરે કુમારી જીનલબેન મીલાપકુમાર રૂપારેલ એ મેદાન માર્યું હતું. જયારે ભારત સરકાર નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા આવનારી 1ર જાન્‍યુઆરીના રોજ અમરેલી જિલ્‍લાનું નેતૃત્‍વ કરવા માટે સ્‍ટેટ લેવલે ગાંધીનગર ખાતે કુમારી જીનલબેન મીલાપકુમાર રૂપારેલને મોકલવામાં આવશે. જયારે આ સ્‍પર્ધાના પ્રથમ, દ્વિતીય અનેતૃતીય નંબર આવનારને પ્રોત્‍સાહિત નંબરો આપવામાં આવ્‍યા હતા. જયારે બધા જ સ્‍પર્ધકોને ભારત સરકારના સર્ટિફીકેટ આપવામાં આવ્‍યા હતા. જયારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍વામી વિવેકાનંદ યુવક મંડળના તમામ સભ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.જિલ્‍લાકક્ષાની વકતૃત્‍વ સ્‍પર્ધામાં જીનલ રૂપારેલે મેદાન માર્યુ

લ્‍યો બોલો : સાવરકુંડલાનાં આંબરડી ગામે પીજીવીસીએલે બંધ ટ્રાન્‍સફોર્મર લગાવી દીધુ

ઉચ્‍ચ અધિકારીઓએ તટસ્‍થ તપાસ કરવી જરૂરી
લ્‍યો બોલો : સાવરકુંડલાનાં આંબરડી ગામે પીજીવીસીએલે બંધ ટ્રાન્‍સફોર્મર લગાવી દીધુ
અમરેલી, તા. 11 (ફોટા ઈમેલમાં છે.)
સાવરકુંડલાનાં આંબરડી ગામનાં ખેડૂત પ્રાગજીભાઈ અણધણની વાડીએ ખેતવીજ કનેકશન ધરાવે છે. થોડા દિવસો અગાઉ વાડીનું ટ્રાન્‍સફોર્મર બળી જતા સંબંધિત વીજ અધિકારીને નવુ ટ્રાન્‍સફોર્મર મેળવવા માટે અરજી કરેલ. અરજીના આધારે સાવરકુંડલા પીજીવીસીએલ વિભાગ હેઠળ આવતા વિજપડી સબ ડિવીઝન ર્ેારા ટ્રાન્‍સફોર્મર ફીટ કરવામાં આવેલ. ટ્રાન્‍સફોર્મર ફીટ થઈ જતા ઉભો પાક પાણી વાંકે હવે નહી બળે તેવી ખુશી સાથેઢ ખેડૂતે વાડીની મોટર ચાલુ કરતા પાવર નહી બતાવતા હેલ્‍પરને બોલાવી ચકાસણી કરાવતા ટ્રાન્‍સફોર્મર અગાવથી જ બંધ હાલતે હોવાનું જણાવેલ. આ બાબતે  દિપકભાઈ માલાણીને રજૂઆત કરતા દિપકભાઈ માલાણીએ આક્રોશ સાથે ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરેલ.
રજૂઆતમાં જણાવેલ કે હાલમાં ખેડૂતોની રવિપાકની સીઝન ચાલી રહી હોય વાવેતર કરેલ પાકને દરરોજ પાણીની જરૂર હોય છે. તેવામાં બંધ ટ્રાન્‍સફોર્મરના કારણે ખેડૂતોના ઉભા પાકોને મસમોટુ નૂકશાન વેઠવુ પડી રહૃાું છે. પ્રધાનમંત્રી મોદી એકબાજુદેશને ડિઝીટલ યુગમાં લઈ જવાનું વિચારી રહૃાા છે તેવામાં અમરેલી પીજીવીસીએલ વિભાગ પાસે ટ્રાન્‍સફોર્મર બંધ છે કે ચાલુ તે ચકાસવાનું સાધન નથી.
ટ્રાન્‍સફોર્મર જે તે જગ્‍યાએ ફીટ કરવા મોકલાતા પૂર્વ તંત્રએ કોઈપણ ઉપકરણ ચાલુ કે બંધ તે ચકાસવુ જરૂરી હોય છે. પરંતુ અહીં પીજીવીસીએલની ઘોર બેદરકારીનો નમુનો સાવરકુંડલાના આંબરડી ગામે બનતા ટ્રાન્‍સફોર્મર બંધ હોવાથી ખેડૂતોમાં આક્રોશ વર્તાઈ રહૃાો છે.     બળી ગયેલ ટ્રાન્‍સફોર્મરના કારણે પાણી વિના ખેડૂતનો ઉભો પાક બળી રહૃાો છે. છતા તંત્રનું આંખ નહી ઉઘડતા દિપકભાઈ માલાણીએ જવાબદાર અધિકારી, કર્મચારી સામે યોગ્‍ય પગલા લઈ વહેલી તકે નવું ટ્રાન્‍સફોર્મર ફીટ કરવાનું અંતમાં જણાવેલ.

સાવરકુંડલાનાં માનવ મંદિરમાં રહેતી અસ્‍થિર મગજની યુવતિનું મૃત્‍યુ થયું

અમરેલી, તા. 11 (ફોટા ઈમેલમાં છે.)
માનવ મંદિરમાં દાખલ નિંગાળાની દિકરી આજે સ્‍વર્ગવાસી થઈ જેના પરિવારમાં પિતાજીની ગેરહાજરી છે માતા સુરદાસ છે અને અતિદુબળી હાલત તેમજ પાગલ અવસ્‍થા કે જેને કોઈ સાચવે તેમ ન હોય. કડિયાળીના સેવાભાવી સરપંચ મહેશભાઈ ધાખડાની ભલામણથી માનવ મંદિરે દાખલ કરાઈ. આ સમયે તેનું વજન 30 કિલો હતું હાલ તેનું વજન પ4 કિલો છે.
આ કૈલાસનું આજે અવસાન થતાં તેના પરિવારજનો પૂ. ભકિતબાપુને જાણ કરવામાં આવતા મહેશભાઈ ધાખડા માનવ મંદિરે આવી પહોંચ્‍યા. તેમની અંતિમક્રિયાની તૈયારી આરંભી અને સાવરકુંડલાની સેવાભાવી સંસ્‍થા વિરદાદા જશરાજ સેનાના હિતેષ સરૈયા ઘ્‍વારા રથ મોકલવામાં આવ્‍યો અને સેવકો સાથે આવેલા રથમાં આ રથમાં તેને સાવરકુંડલા ખાતે આવેલ સ્‍મશાનમાં શાસ્‍ત્રોકત વિધિથી અંતિમક્રીયા કરવામાં આવી.
છેલ્‍લા પાંચ વર્ષથી શરૂ કરાયેલ માનવ મંદિરના પરિવારમાં હાલમાં 37 નિરાધાર મનોરોગી મહિલાઓ પૂ. ભકિતબાપુની નિશ્રામાં પૂર્વવત જીવન પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્‍યારે આ દીકરીના દુઃખદ અવસાનથી અંતેવાસી બહેનોમાં ઘેરો શોક વ્‍યાપી ગયો છે. માનવ મંદિરના ઈતિહાસમાં આજ સુધીમાં 3પ જેટલી વ્‍યકિતઓ સાજી થઈ સમાજમાં પુનઃસ્‍થાપિત થઈ છે ત્‍યારે આ અવસાનની પ્રથમ ઘટના હોય સમગ્ર માનવ મંદિર પરિવારમાં દુઃખની લાગણી ફેલાઈ છે.
આ માનવ મંદિરની દીકરીનો સ્‍વર્ગવાસ થવાથી અંતેવાસી બહેનોએ રામધુન બોલાવી શ્રઘ્‍ધાંજલિ આપી હતી.જયારે વિરદાદા જશરાજ સેનાના યુવાનોએ અંતિમક્રીય સુધી સાથે રહી મદદ કરી હતી.

મોટા સરાકડીયા ગામની સીમમાં આવેલ ખુલ્‍લા કૂવામાં ખાબકતા સિંહનું મોત

આઝાદીનાં7 દાયકા બાદ કૂવાને સુરક્ષિત કરી શકાયા નથી
મોટા સરાકડીયા ગામની સીમમાં આવેલ ખુલ્‍લા કૂવામાં ખાબકતા સિંહનું મોત
ર દિવસમાં ર સિંહોનાં અકસ્‍માતે મૃત્‍યુ થતાં અરેરાટી
અમરેલી, તા. 11 (ફોટા ઈમેલમાં છે.)
ગઈકાલે મોડી સાંજના સાવરકુંડલાના અમૃતવેલ ગામ નજીક પેસેન્‍જર ટ્રેન હડફેટે સિંહબાળનું મોત નિપજયાની શાહી હજુ સુકાણી નથી ત્‍યાં ગત રાતના ખાંભાના મોટા સરાકડીયા ગામની સીમમાં એક ખુલ્‍લા કૂવામાં સિંહ ખાબકતા મોત નિપજતા સિંહપ્રેમીઓમાં એક જ રાતમાં             બેના મોતથી ભારે શોકની લાગણી છવાયેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ગામ નજીક ફાટક નંબર-પ4 પાસે ગઈકાલે મોડી સાંજના મહુવા-ધોળા પેસેન્‍જર ટ્રેન હડફેટે સિંહબાળનું મોત નિપજયા બાદ સિંહના વધુ એક મોતની ઘટના સામે આવેલ છે. જેમાં ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં રબારીકા રાઉન્‍ડમાં આવેલ મોટા સરાકડીયા ગામની સીમમાં આવેલ કાંતિભાઈ સાવલીયાના ખુલ્‍લા કૂવામાં ગત રાતના એક નવ વર્ષનો સિંહ ખાબકતા મોત નિપજતાં ખાંભા આર.એફ.ઓ. પી.આર. પટેલ સહિતના વનકર્મીઓ ઘટના સ્‍થળે દોડી જઈ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડવામાં આવેલ હતો. એક જ રાતમાં સિંહ અને સિંહબાળના મોતથી પ્રકૃતિપ્રેમીઓમાં ભારેદુઃખની લાગણી છવાયેલ છે.

અમરેલીમાં શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌માં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી

સમગ્ર વિસ્‍તાર કૃષ્‍ણમય બની ગયો : જબ્‍બરો ઉત્‍સાહ
અમરેલીમાં શ્રી કૃષ્‍ણ કથામૃતમ્‌માં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી
ફીણાવા પરિવારનાં સુંદર મજાનાં આયોજનનો હજારો શ્રઘ્‍ધાળુઓ લાભ લઈ રહૃાા છે
અમરેલી, તા. 11 (ફોટા ઈમેલમાં છે.)
કૃષ્‍ણામૃતમ કથામાં કૃષ્‍ણનું આગમન કથા મંડળ બન્‍યું ગોકુળ ગામ. અમરેલીમાં ચાલતી ફિણાવા પરિવાર આયોજીત કથામાં  આજે પણ કવિ કાજલબેન ઓઝા અને રાજકીય આગેવાનોમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર તેમજ જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબેન ઠુંમર પણ ઉપસ્‍થિત રહૃાા હતા. તેમજ તાપડીયા આશ્રમના મહંત ઘનશ્‍યામબાપુએ હાજરી આપી હતી. આજે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કથા મંડપમાં કરવામાં આવી. નંદબાબા જશોદામાં તેમજ ગોપ ગોપીઓ ઘ્‍વારા કૃષ્‍ણ જન્‍મને હર્ષ, નાચતા-ગાતા વધાવવામાં આવ્‍યો. પૂ. ભાઈજીએ પણ બાળકૃષ્‍ણને ખોળામાં લઈને રમાડયા હતા. ખૂબ જ સુંદર રીતે કૃષ્‍ણ જન્‍મને ઉજવવામાં આવ્‍યો.

11-01-2018