Main Menu

Wednesday, January 10th, 2018

 

જીકીયાળીમાં દોઢ મહિલા પહેલા દાઝી ગયેલ પરિણીતાનું મૃત્‍યુ થયું

ખાંભા નજીક આવેલ
જીકીયાળીમાં દોઢ મહિલા પહેલા દાઝી ગયેલ પરિણીતાનું મૃત્‍યુ થયું
અમરેલી, તા. 9
અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે રહેતા રેખાબેન મગનભાઈ રાખોલીયા નામના પ0 વર્ષીય મહિલા ગત તા.16/11/17ના રોજ સવારે ખાંભા તાલુકાના    જીકીયાળી ગામે પોતાના પિયરમાં ગેસ ઉપર ચા બનાવતા હતા તે વખતે ચા-ખાંડનું ડબલું લેવા જતાં કપડાને ગેસના ચુલાની ઝાળ લાગી જતાં આખા શરીરને દાજી જતાં તેમને સારવાર   માટે દવાખાને ખસેડાયા બાદ તેમનું મૃત્‍યુ થયાનું અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ દ્વારા ખાંભા પોલીસમાં જાહેર કરાયું છે.

અરેરાટી : આધેડે જીદી સ્‍વભાવને લઈને ઝેરી દવા પી અંતિમવાટ પકડી

સાવરકુંડલાનાં બગોયા ગામની ઘટના
અમરેલી, તા. 9
સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે રહેતા ગોરધનભાઈ ધરમશીભાઈ કોઠીયા નામના 4પ વર્ષીય આધેડ જીદી સ્‍વભાવના હોય, તેમને કોઈ કામ પસંદ ન હોય, જેના કારણે તેમણે ગઈકાલે બપોરે પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું મૃત્‍યુ થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલાનાં જૂના બસ સ્‍ટેન્‍ડ નજીક મીનીબસ અને છોટાહાથીની ટક્કર

આડેધડ દોડતા વાહનોથી પરેશાની
સાવરકુંડલાનાં જૂના બસ સ્‍ટેન્‍ડ નજીક મીનીબસ અને છોટાહાથીની ટક્કર
સાવરકુંડલા, તા. 9
સાવરકુંડલા શહેરના જૂના-નવા બસ સ્‍ટેન્‍ડ નજીકથી ગેરકાયદેસર રીતે પાર્ક થતા અને મુસાફરોની હેરફેર કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી થતી ન હોય તેનો ભોગ નિર્દોષશહેરીજનો બની રહયા છે.
દરમિયાનમાં આજે જૂના બસ સ્‍ટેન્‍ડ નજીક મીનીબસ અને છોટા હાથી વચ્‍ચે અકસ્‍માત થતાં અફડા-તફડી મચી ગઈ હતી. સદનશીબે જાનહાની ટળી હતી.

થોરડી ગામ નજીક અજાણ્‍યા વાહને હડફેટે લેતા નીલગાયનું મોત

રાજુલા-સાવરકુંડલા હાઈવે પર આવેલ
થોરડી ગામ નજીક અજાણ્‍યા વાહને હડફેટે લેતા નીલગાયનું મોત
વનવિભાગે નિયમાનુસાર કાર્યવાહી શરૂ કરી
રાજુલા, તા. 9
રાજુલા-સાવરકુંડલા સ્‍ટેટ હાઈવે ઉપરના થોરડી ગામ નજીક અજાણ્‍યા વાહને નીલગાયને હડફેટે લેતા નીલગાયનું ઘટના સ્‍થળે મોત નિપજયું હતું.
ગત રાત્રીના સાવરકુંડલા- રાજુલા સ્‍ટેટ હાઈવે ઉપર આવેલા થોરડી ગામથી બે કિ.મી. દૂર અજાણ્‍યા વાહને નીલગાયને હડફેટે લેતા નીલગાયનું ઘટના સ્‍થળે જ મોત નીપજતા નીલગાયનું શબ સવાર સુધી રોડ ઉપર પડયું રહેતા માંસભક્ષી પશુઓ અને રખડતા કૂતરાઓએ નીલગાયના શબને અનેક જગ્‍યાએથી ફાડી નાખેલ. ઘટના સ્‍થળેથી અશોક સાંખટ પસાર થતા તેઓએ લાયન નેચર ફાઉન્‍ડેશનને જાણ કરતા સંસ્‍થા દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગે શબનો કબ્‍જો લઈ આગળની કાર્યવાહી કરેલ છે.

અમરેલી જિલ્‍લામાં માર્ગો બનાવવામાં વ્‍યાપક ગોલમાલ

વાહન અકસ્‍માત વધવા પાછળ એક કારણ બિસ્‍માર માર્ગો
અમરેલી જિલ્‍લામાં માર્ગો બનાવવામાં વ્‍યાપક ગોલમાલ
રાજકીય આગેવાનો એકલ-દોકલ માર્ગ બને તો તેનો જશ મેળવવા રઘવાયા બને છે
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લાનાં રાજકીય આગેવાનો જનતાનાં ખભા પરનો માર્ગ પસંદ કરીને છેક દિલ્‍હી દરબાર સુધી દબદબો બનાવે છે અને જિલ્‍લાની જનતાને સારા માર્ગ બનાવી આપવામાં સદંતર નિષ્‍ફળ સાબિત થયા છે.
અમરેલી જિલ્‍લામાં બિસ્‍માર માર્ગો અને પુલોની સંખ્‍યા સેંકડોની સંખ્‍યામાં છે. અને જે માર્ગ કે પુલનું કાર્ય ચાલે છે તેમાં પણ મોટાભાગે દે ધનાધન કરવામાં આવી રહી છે.
અમરેલીની ભાગોળે ઠેબી જળાશયનાં પાળા ફરતે બનાવવામાં આવેલ માર્ગ અતિ સાંકડો અને ભયજનક હોવા છતાં પણ કોઈ નેતા કે અધિકારીને ચિંતા નથી.
અમરેલીનાં વરસડા બાયપાસથી નાના માચીયાળા સુધીનો બાયપાસ રપ વર્ષથી અધુરો છોડી દેવામાં આવેલ છે. દરેક ચૂંટણી વેળા બાયપાસ બનાવી આપવાનું માત્ર વચન જ આપવામાં આવે છે.
તદઉપરાંત સાવરકુંડલા શહેરનો બાયપાસ પણ ઝડપથી બનાવવામાં આવતો નથી. જિલ્‍લાનાં રાજય ધોરી માર્ગોની હાલત દિન પ્રતિદિન બિસ્‍માર બની રહી છે. તો ભીલા-ભીલડીથી ઈંગોરાળા થઈને ચમારડી-ચરખા સુધીનો માર્ગ પણ અતિ બિસ્‍માર બની ગયો છે.
અમરેલી શહેરનાં ચિતલમાર્ગની હાલત પણ કથળી રહી છે. છતાં પણ માર્ગ-મકાન વિભાગને ચિંતા થતી નથી. જિલ્‍લામાં વાહન અકસ્‍માતનું પ્રમાણ વધી રહૃાું છે તેની પાછળ બિસ્‍માર માર્ગો પણ એક કારણ છે.
અમરેલી જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍યો અને સાંસદે જિલ્‍લાનાં નાના-મોટા તમામ માર્ગો અને પુલોનું સર્વે કરાવીને બિસ્‍માર માર્ગો અને પુલોની ઝડપથી મરામત કરાવવી જોઈએ તેવી માંગ જિલ્‍લાનાં વાહનચાલકોમાંથી ઉભી થવા           પામી છે.

અમરેલીનાં પટેલ સંકુલમાં પોષી પુનમની ઉજવણી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે હોસ્‍ટેલ નિવાસી વિદ્યાર્થીનીઓએ પોષી પૂનમની ઉજવણી કરેલ. ભારતિય સંસ્‍કૃતિ પ્રમાણે ખુલ્‍લા મેદાનમાં જમણ સાથે ઉજવણી કરાવવામાં આવેલ. સંસ્‍થાની હોસ્‍ટેલ વિભાગની 3પ00 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણી તથા હોસ્‍ટેલ વિભાગના રેકડરોએ વ્‍યવસ્‍થા કામગીરી સંભાળેલ. સંસ્‍થામાં તમામ તહેવારો ઉજવવાની પ્રથા છે. તેમ સંસ્‍થા વતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવેલ છે.

લાઠી પોલીસે 6 મહિનાથી નાશતા ફરતા શખ્‍સને ઝડપીલીધો

અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તથા ડી.વાય.એસ.પી., બી.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ લાઠી પો.સ્‍ટે.માં પી.એસ.આઈ., બી.વી.બોરીસાગર તથા સ્‍ટાફના એ.એસ.આઈ. એન.જી.બગડા તથા એ.એસ.આઈ. અરવિંદભાઈ કટારા તથા પો.કોન્‍સ મનીષભાઈ એન.જાની તથા પો.કોન્‍સ હસમુખભાઈ એન.ખુમાણ, તથા પો.કોન્‍સ સાગરભાઈ ડી.ભટ્ટ તથા પો.કોન્‍સ કિશનભાઈ વી. રાઠોડનાઓની ટીમે લાઠી પો.સ્‍ટે. ય -3ર/ર017 ય.હ કલમ 363 પોકસો એકટ 8 મુજબ તથા ય -33/ર017 ય.હ કલમ – 3ર3, 4પર, 143, 147, 148, 149,114 જીપી એકટ 13પ તથા યય-17/ર017 આઈપીસી કલમ 3ર3, પ04, પ06(ર), તથા યય ર6/ર017 ય.હ કલમ – 498, 3ર3, પ06(ર), 114 મુજબના ગુન્‍હાના કામે છેલ્‍લા છ-સાત માસથી નાસતો ફરતો આરોપી શૈલેષભાઈ મનજીભાઈ પરમાર જાતે અનુજાતી (ઉ.વ.ર4) ધંધો મજુરી, રહે- ભીંગરાડ, તા.લાઠી, જિ.અમરેલી     વાળાને ફિલ્‍મી ઢબે બાતમીરાહે આરોપીની વોચમાં રહિ આરોપી પોલીસને જોઈ નાસવા જતા દોડી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી સદરહું આરોપીને હાલ લાઠી પોલીસ સ્‍ટેશનમાં ઉપરોકત ગુન્‍હાના કામે તપાસ તજવિજ હાથ ધરેલ છે.

વડીયામાં દીકરીઓએ પિતાની નનામી ને કાંધ આપવાનું કાર્યકર્યું

આજનાં યુગમાં દીકરો-દીકરી એક સમાન
વડીયામાં દીકરીઓએ પિતાની નનામી ને કાંધ આપવાનું કાર્યકર્યું
દીકરીઓએ દીકરાની ખોટ પુર્ણ કરી
વડીયા, તા.9
દીકરા સમાન દીકરીઓ આપણા દેશમાં દીકરાનો જન્‍મ થાય ત્‍યારે પેંડા અને દીકરીનો જન્‍મ થાય તયારે જલેબી વહેંચવામાં આવે છે. એટલે કે પહેલેથી જ દીકરીઓને દીકરાની તુલનામાં સસ્‍તી માનવામાં આવે છે. પરંતુ વડીયામાં એક પિતાની અને તેના ભાઈની બે દિકરીઓએ દીકરાનો ધર્મ નિભાવી દીકરીઓના મહત્‍વને ઉજાગર કરી બતાવ્‍યું હતું.
વડિયાના રહેવાસી રજનીકાંત કે.ભટ્ટ (ભટ્ટજી) ના મોટાભાઈ માલતીબેનના જેઠ ભરતભાઈનું અવસાન થતા તેમની દીકરી પિતાના મૃતદેહની આગળ હૈયાફાટ રૂદન કરી બને ભાઈઓની ત્રણેય દીકરીના નામ છે. રિદ્ધિ બી. ભટ્ટ, દેવાંગી આર.ભટ્ટ, હિરલ આર. ભટ્ટ આ બન્‍ને ભાઈઓનીત્રણેય દીકરીઓના માથે આજે આભફાટી પડયું છે. તેમના પિતા ભરતભાઈ કે.ભટ્ટ આ બન્‍ને ભાઈઓને ત્‍યા નથી કોઈ ભાઈ કે નથી માતા-પિતાને કોઈ ભગવાને પુત્ર આપ્‍યો બસ ઘરના તમામ કામકાજથી મળીને સામાજિક રીતે રિવાજ અને પિતાની દેખભાળ કરવા સુધીની જવાબદારી આ દીકરીએ જ ઉપાડી હતી તેમના પિતાની લાડકવાઈ આ દિકરી માટે આજે સૌથી પડકાર આવી પહોચ્‍યો હતો. અને તે છે. તેના જીવનનો સૌથી મહત્‍વનો એવા તેમના પિતાના અવસાન માં તેમના પિતાની અંતિમ યાત્રાને કાંધ દેવાનો હિન્‍દુ ધર્મના રીવાજ મુજબ પિતાની નનામી અંતિમયાત્રાને કાંધ તેમનો પુત્ર આપતો હોનય છે. પરંતુ બન્‍ને ભાઈને ત્‍યા કોઈ જ પુ્ર ન હોવાના લીધે આ બન્‍ને ભાઈની ત્રણેય દીકરીઓએ પિતાની નનામીને કાંધો આપીને પુત્ર બનીને આગળ આવી છે. 70 વર્ષની ઉંમરના ભરતભાઈને બપોરના સમયે હાર્ટએટેકથી અવસાન થતા પરિવારમાં આભફાટી પડયું હતું. અને એક દિકરીના પિતા એવા ભરતભાઈ કે. ભટ્ટ એમની અંતિમ ઈચ્‍છા મુજબ ચક્ષુદાન કરી આ દિકરીઓએ આજે તેમના પિતાની નનામીને એક પુત્ર બનીને અસૃભિની આંખે સ્‍મશાન સુધી કાંધ આપીને અગ્નિદાહ આપ્‍યો હતો વડિયામાં નવો ચીલો પાડયો હતો.

ભાગવત્‌ કથા શ્રવણમાં મળતી એક ક્ષણ પણ દુર્લભ હોય છે

વિશ્‍વ વિખ્‍યાતભાગવત્‌કાર પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈજી) કહે છે
ભાગવત્‌ કથા શ્રવણમાં મળતી એક ક્ષણ પણ દુર્લભ હોય છે
કથા શ્રવણથી દેહ નિર્મળ થાય છે અને ભાગ્‍ય હોય તો ભાગવત્‌ સાંભળવા મળે : રૂપાલા
અમરેલી, તા. 9
પૂજય રમેશભાઇ ઓઝાના વ્‍યાાસાસને, અમરેલી ખાતે કૃષ્‍ણ કથામૃત્તમનું શ્રવણ કરવા કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રી પરષોત્તમભાઇ રૂપાલા ઉપસ્‍થિત રહ્યા હતા.
કૃષ્‍ણ કથામૃત્તમમાં કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્‍યું કે, નિર્મળ થાય દેહ ભાગ્‍ય હોય તો ભાગવત સાંભળવા મળે. જયારે વિચારીએ- સમજીએ રોજ કૃષ્‍ણનું વ્‍યકિતત્‍વ નવું જ, નવી જ દિશા-નવી જ દ્રષ્ટિ. વિચારો સાંભળી શકીએ-માણી શકીએ તેવો લ્‍હાવો કૃષ્‍ણ કથામૃત્તમમાં મળ્‍યો છે.
કેન્‍દ્રીય રાજય કૃષિમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ વધુમાં કહ્યું કે, કથા પ્રારંભ એ અમરેલી માટે મંગળટાણું, ભાગ્‍યોદયની નિશાની છે. કથામૃત્તમમાં શબ્‍દો વ્‍યક્‍તત કરવાની અને પૂ. ભાઇશ્રીને તેમજ વડીલોને નમસ્‍કાર કરી, આર્શિવાદ મેળવવાની તક સાંપડી તે માટે તેમણે કૃત્તજ્ઞતાની અભિવ્‍યકત કરી હતી.
પ્રવચન સાંભળ્‍યા બાદ પૂજય રમેશભાઇ ઓઝાએ જણાવ્‍યું કે, બગીચામાં પુષ્‍પો ખીલે તેમ શબ્‍દોરૂપી પુષ્‍પોની સુગંધ કથામૃત્તમમાં અનુભૂતિ થઇ. પૂ.ભાઇશ્રીએ, અમૃત્તનું આચમન જેટલું ફળદાયી હોય છે તેમ ભાગવત કથા શ્રવણમાં મળતી એક ક્ષણ પણ દુર્લભ હોય છે. રાજાપરિક્ષિતે ભાગવતને ઔષધિ જણાવી, ભગરોગને દૂર કરવાવાળી ઔષધી જે કાનેથી પીવાની છે તે કડવી નહિ પણ મીઠી છે. ભાગવત શ્રવણ બંધનકર્તા નહિ પણ મુક્‍તત કરતો નશો બને છે. ગોપીએ ભાગવતને અમૃત્ત અને શુકદેવજીએ આસવ જણાવ્‍યું છે.
વાત્‍સલ્‍યવભાવ-કૃષ્‍ણ- યશોદા-ગોપી. હવેલીમાં સ્‍વંરૂપની અને મંદિરમાં મૂર્તિની પૂજા કરવામાં આવે છે. સેવા સ્‍નેહપ્રધાન અને પૂજા વિધી પ્રધાન છે. શબરી પુષ્ટિભક્‍તત છે, સેવ્‍યને અનુકૂળ બનીને થાય તે સેવા છે, તેમ પૂ. ભાઇશ્રીએ કહ્યું હતુ.
કૃષ્‍ણ કથામૃત્તમમાં ઉપસ્‍થિત રહેલા જય વસાવડાએ, કવિઓની ભૂમિ અમરેલીને વંદન કરતા જણાવ્‍યું કે, કૃષ્‍ણ કથામૃત્તમનું આયોજન થતાં ગોકુળ-વૃંદાવન-મથુરાની ભૂમિ અમરેલીમાં સર્જાય છે. કથાના આયોજન બદલ અભિનંદન પાઠવતા વસાવડાએ ઉમેર્યુ કે, વર્ગ છોડી સ્‍વર્ગ પકડવું અને પરાક્રમ એ સંસ્‍કાર પાટીદારોમાં છે, અને આ કથાનું રસપાન કરાવનાર ગ્‍લોબલ વિઝનરી-દુનિયાને ડોલાવનાર એ પૂ. ભાઇશ્રી છે.
જય વસાવડાએ કહ્યું કે, કૃષ્‍ણ મોરપીંછના દેવતા છે. બાહ્યને બદલે આંતરિક પરિવર્તન, શ્નદયનો રંગ બદલવો જરૂરી. કૃષ્‍ણ એટલે કર્મ-કર્મઠ. જુસ્‍સા સાથે કર્મ કરવું અને એટલું જ વિનમ્ર રહેવું. અનુયાયીઓ પાસેથી યુક્‍તિતપૂર્વક કર્મ કરાવવાનું સચોટ દ્રષ્ટાંત ભગવાનશ્રી કૃષ્‍ણએ આપ્‍યું છે.
ડો. જગદીશત્રિવેદીએ જણાવ્‍યું હતુ કે, ગ્રામ્‍ય સંસ્‍કૃત્તિ અહીં ધબકે છે. કૃષ્‍ણ કથામૃત્તમમાં તેની અનુભૂતિ થાય છે. શ્નદયના ઉંડાણથી-શ્નદયેશ્વરની કથા એટલે પૂ. ભાઇશ્રીના સ્‍વરમાં રજૂ થતું આ કૃષ્‍ણ કથામૃત્તમ. ત્રિવેદીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્‍કૃત્તિ, આતિથ્‍ય ભાવ, ગ્રામ્‍યજીવન સહિતના મુદ્‌ાઓને આવરી લઇ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.
કૃષ્‍ણ કથામૃત્તમ કાર્યક્રમમાં સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ, આયોજક ફિણાવા પરિવાર સહિત કૃષ્‍ણ કથામૃત્તમનું શ્રવણ કરવા મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

અવસાન નોંધ

વડીયા : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્‍વ. પ્રતાપરાય દલપતરામ  પાઠકના સુપુત્રી હર્ષાબેન ઉ.વ. પપ જે બિપીનભાઈ તથા ગિતેશભાઈના બહેનશ્રીનું અવસાન તા. 9/1 નાં રોજ થયેલ છે. સદગતનું બેસણું તા. 11/1/18 ના રોજ ગુરૂવારે સમય 3 થી પ દરમ્‍યાન તેમના નિવાસ સ્‍થાને વડીયા મુકામે રાખેલ છે.
ચલાલા : ચલાલા નિવાસી લાભુબેન શંભુભાઈ પાટડીયા, ઉ.વ. 70 તે ચંદ્રેશભાઈ પાટડીયા (સુરત) હરેશભાઈ પાટડીયા (ચલાલા) મહેન્‍દ્રભાઈ પાટડીયા (બાવળા), ભુપતભાઈ (બોટાદ)ના માતૃશ્રીનું અવસાન તા. 9/1 મંગળવારના રોજ ચલાલા થયેલ છે.
બગસરા : બગસરા નિવાસી (હાલ જેતપુર) બ્રહ્મક્ષત્રિય સ્‍વ. નાનજીભાઈ લાલજીભાઈ જોગીનાં પુત્ર કિશોરભાઈ (ઉ.વ. 68) તે વૃજલાલ છાંટબારતથા મહેન્‍દ્ર છાટબારનાં તથા બિપીનચંદ્રનાં બનેવીનું તા. 6 નાં રોજ અવસાન થયેલ છે. સાદડી તા. 11 ગુરૂવાર સાંજનાં 4 થી 6 ખત્રી સમાજ વાડી ખત્રીવાડ બગસરા ખાતે રાખેલ છે.
વડીયા : ગુજરાતી શ્રીગોળ માળવીયા બ્રાહ્મણ વડીયા નિવાસી સ્‍વ. કાંતિશંકર વિઠલજીભાઈ ભટ્ટ (કાળી પાઈટવાળા)ના જયેષ્ઠ પુત્ર ભરતભાઈ (ઉ.વ. 70) તે રજનીકભાઈ તથા ત્રિલોતમાબેન કનકરાય પંડયાના મોટાભાઈ તથા માલતીબેન પી. મહેતાનાં જેઠ તેમજ રિઘ્‍ધિબેનના પિતાશ્રી નીરજકુમાર (તળાજા)ના સસરાનું તા. 9/1/18નાં રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા બેસણું તા. 11/1/18 ને ગુરૂવારે ધુધલીનાથ મહાદેવના મંદિરે કૃષ્‍ણપરા વડીયા મુકામે 3 થી પ નાં સમયે રાખેલ છે.
કુંકાવાવ મોટી : (પરજીયા પટ્ટણી સોની) ભીખાલાલ લખુભાઈ ધોરડા (બગસરાવાળા) (ઉ.વ.6પ) તે ધર્મેશભાઈના પિતાશ્રી તે ગમાપીપળવા તથા કાકુભાઈ ગીગાભાઈના જમાઈ તા.8/1 ના રોજ ગૌલોક પામ્‍યા છે. તેમની સાદડી તા.11/1 ને ગુરૂવારના સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાને ઘનશ્‍યામનગર, મોટી કુંકાવાવ મુકામે રાખેલ છે.

10-01-2018