Main Menu

Tuesday, January 9th, 2018

 

ખાંભાની પરિણીતા ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન ફરી

અમરેલી, તા. 8
ખાંભાનાં ભગવતીપરામાં રહેતા દયાબેન ભાણાભાઈ જોગદિયા નામની 30 વર્ષિય મહિલા ગત તા.1ના રોજ સવારે ખાંભાથી પોતાના સાસરેલુણસાપુર ગામે બાળકોનાં દાખલા લેવા માટે ગયા બાદ હજુ સુધી પરત નહી ફરતાં તે અંગે ખાંભા પોલીસમાં જાહેર કરાયું છે.

બાબરાનાં વલારડી ગામે અકસ્‍માતે કુવામાં પડી જતાં વૃદ્ધનું મૃત્‍યુ

અમરેલી, તા. 8
બાબરા તાલુકાનાં વલારડી ગામે રહેતાં અને ખેતિ કામ કરતાં ખીમજીભાઈ બેચરભાઈ કાપડીયા નામનાં 6ર વર્ષિય વૃઘ્‍ધ ખેડૂત ગત તા. પ નાં રાત્રિનાં સમયે પોતાની વાડીમાં પાણી વાળતાં હોય, ત્‍યારે કોઈપણ સમયે પગ લપસી જતા કુવામાં પડી જવાનાં કારણે તેમનું મૃત્‍યુ થયાનું બાબરા પોલીસમાં અરવિંદભાઈ કાપડીયાએ જાહેર કર્યુ હતું.

અરેરાટી : સાવરકુંડલાનાં વૃદ્ધ પર દેવું વધી જતાં ઝેરી દવા પી લીધી

અમરેલી, તા. 8
સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ ઉપર શ્રીજીનગર વિસ્‍તારમાં રહેતા ધીરૂભા તખુભા પરમાર નામના 6પ વર્ષિય વૃઘ્‍ધ ઉપર આર્થિક દેવુ વધી જતાં પોતે સતત ચિંતામાં રહેતા હોય જેથી માનસિક ચિંતાનાં કારણે પોતાની મેળે ઘઉંમાં નાંખવાના ઝેરી ટીકડા પી લેતાં પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું સારવાર દરમીયાન મૃત્‍યુ થયાનું સાવરકુંડલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

નાગેશ્રીની સીમમાં જુગાર રમતાં 6 શખ્‍સોની અટકાયત કરાઈ

અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો
નાગેશ્રીની સીમમાં જુગાર રમતાં 6 શખ્‍સોની અટકાયત કરાઈ
રૂપિયા 1.ર7 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો
અમરેલી, તા. 8
અમરેલી એલસીબી પોલીસ એ.પી. પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે નાગેશ્રી ગામે કરાળ વાડી તરીકે ઓળખાતા વિસ્‍તારમાં જાહેરમાં કેટલાક ઈસમો ટોર્ચ (બેટરી)ની લાઈટના અજવાળામાં જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં નાગેશ્રી ગામે કરાળ વાડી વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમતા વનરાજ સુરીંગમભાઈ બોરીચા, પાસા ભીખાભાઈ બારૈયા, કરશન લખમણ મકવાણા, અનક ચાપરાજભાઈ વરૂ, બિચ્‍છુ રામકુભાઈ ખુમાણ, ડાયા કાળુભાઈ બારૈયા રોકડા રૂા. ર7360 તથા ગંજીપત્તાના પાના નંગ-પર અને મોટર સાયકલ નંગ-4 કિંમત રૂા. એક લાખ તથા ટોર્ચ નંગ-ર કિંમત રૂા. ર00 સહિત જુગારના સાહિત્‍ય સાથે કુલ 1,ર7પ60ના મુદામાલ સાથે પકડાઈ ગયેલ હોય તે તમામ સામે જુગાર તળે ધોરણસર કાર્યવાહી કરી નાગેશ્રી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલછે.

અમરેલી જિલ્‍લામાં પોલીસે જુગાર રમતાં 46 શખ્‍સોની કરી અટકાયત

અમરેલી તા. 8
અમરેલી જિલ્‍લામાંછેલ્‍લા બે દિવસ દરમીયાન અમરેલીના પોલીસ અધિક્ષક જગદિશ પટેલ દવારા આપવામાં આવેલ કડક સુચનાઓના પગલે જિલ્‍લામાં ઠેર ઠેર પોલીસે દરોડાઓ કરી એક જુગારધામ સહીત 7 જેટલી જગ્‍યાઓ ઉપર છાપા મારી જુગાર રમતા 46 ઈસમોને રોકડ રકમ રૂા.ર,19,890/- તથા રૂા. ર,0ર,ર00ના મુદામાલ સહીત કુલ રૂા. 4,રર,090ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગાર રમવાની ટેવ ધરાવતા ઈસમોમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે.
આ બનાવમાં લાઠી ગામે રહેતા ઘન્‍શયામ શિવરાજ તેરવાડીયા, મહેશ મનજી બારૈયા,અક્ષય દીલીપ બારૈયા, સંજય ટીકુ બારૈયા ભાવેશ ભુપત બારૈયા, જગા લાલજી બારૈયા વિગેરે ગઈકાલે લાઠી ગામે જાહેરમા ગંજીપતાના પાના તેમજ પૈસાથી તીનપતીનો હારજીતનો જુગાર રમતા પોલીસે દરોડો કરી રોકડ રૂપીયા ર980/- સાથે 6 ઈસમોને ઝડપી લઈ કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી.
જાફરાબાદ તાલુકાના ટીબી ગામે રહેતા પુના ભોજા બાંભણીયા, અરવિંદ શામજી ચાવડા, વનરાજ પતુ ગોહીલ, સાહીદ સલીમ બમાણી, દીપક ભાણા પરમાર, રહીમ ઉર્ફે અબ્‍દુલો અલીભાઇ સરતાન, ધર્મેન્‍દ્ર સુરેશ વાળા, ટીબી ગામે જાહેરમા પૈસા પાનાથી હારજીતનો તીનપતિનો જુગાર રમતા રોકડા રૂા.ર7360/- તથા મોટર સાયકલ નંગ 4 (ચાર) કિમત રૂ.1,00,000/- મળી તથા ટોર્ચ બેટરી નંગ ર કિમત રૂા.ર00/-મળી કુલ રૂ.1,ર7,પ60/- ના મુદામાલ સાથે 7 ઈસમોને ઝડપી લઈ કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઠીના કેરાળા થી ટોડા જવાના કાચા રસ્‍તની બાજુમાં આવેલ બાવળની કાંટમાં કેરાળા ગામે રહેતા પ્રવીણ ઉકા ખુમાણ, ભરત હીરા રાઠોડ, અતુલ ભનુ પંચાળા, તથા લાઠી ગામે રહેતા સતારસા નનુસા શાહમદાર તથા અન્‍ય પ ઈસમો જાહેરમા ગંજીપતાના પાના તથા પૈસાથી તીનપતીનો હારજીતનો જુગાર રમતા હોય આઅંગે પોલીસને બાતમી મળતા દરોડો કરી રોકડ રૂપીયા 1810/-તથા મોબાઇલ નંગ -4 કીં.ંમત રૂા. ર000/મળી કુલ રૂ/- 3810/-ના મુદામાલ સાથે ચાર ઈસમોને ઝડપી લઈ  તથા નાસી ગયેલા પ ઈસોમને ઝડપી લેવા કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી.
બાબરા તાલુકાના ઊંટવડ ગામે  રહેતા નાનજીભાઇ ઉર્ફ કાળુભાઇ રામજીભાઇ બારૈયા, કર્ણુકી ગામે રહેતા ગોબરભાઇ કલાભાઇ મકવાણા, નવાણીયા ગામે રહેતા વિનુભાઇ ભીખુભાઇ માંજુસા, તથા મીયા ખીજડીયા ગામે રહેતા પરબતભાઇ કાળુભાઇ સુરેલા જાહેરમાં ગંજીપતાના પાના વડે હારજીતનો તીનપતિ નામનો જુગાર રમી રમાડી રોકડા રૂ. ર,7ર0/- ના મુદ્દામાલ સાથે ર ઝડપાઈ ગયા હતા જયારે રેઇડ દરમ્‍યાન જઇ નાસી ગયેલા પ ઈસોમને ઝડપી લેવા કાયદેરસની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલા ગામે રહેતા રેનીશરાજુ મીઠાણી, વજીર ગોલુ ખોજા, જલા સાબભાઇડોડીયા,  મહમદ બાબુ માઢીયા, નસરૂદીન કમરૂદીન ફતવાણી, ફીરોજ અલાઉદીન માઢીયા, નસીબ હમીર ગઢીયા તથા તળાજા ગામે રહેતા સીરાજ જીવરાજ કોટડીયા, વિગેરે રેનીશરાજુ મીઠાણીના પોતાના ભાડાનાં કબ્‍જાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડી પોતાના ફાયદા માટે નાળ ઉઘરાવી ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી નો જુગાર રમતા દરોડા દરમીયાન મકાન માલીક સાથે રોકડ રકમ રૂા. 81પ40/- તથા ગંજી પતાના પાના નંગ પર સાથે ઈસોમને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલા તાલુકાના બાબરીયા ધાર ગામે અમુલી ગામે રહેતા ધીરૂ ટપુ ગીયડ, વિજપડી ગામે રહેતા જાહીદ યુનુસ શેખ, તથા ફિરોજ દાદ શેખ તેમજ જાબાળ ગામે રહેતા યોગેશ પ્રવિણ ખુમાણ, બાઢડાગામે રહેતા શીવરાજ ઉફ શીવો રાવતભાઇ ખુમાણ, કરલા ગામે રહેતા દીલુભાઇ જીલુભાઇ માંગાણી, ભુપત બાધા કાછડ, વાવેરાના શીવરામ પ્રભુદાસ દુધરેજીયા, તથા ઇટીંયાના ભગુ ભીખા સૈયડા વિગેરે જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે હારજીતનો તીન પતીનો  જુગાર રમી કુલ રોકડા રૂ.8પ,670/- તથા મોટર સાયકલ નંગ-4 કી.રૂ.1,00,000/- મળી કુલ રૂપીયા રૂ.1,8પ,670/-ના જુગાર લગત મુદામાલ
જયારે બાબરા તાલુકાના ધરાઇ ગામની સીમ ગમા પીપળીયા જવાના કાચા રસ્‍તે જાહેર રસ્‍તા ઉપર મોટાદેવળીયા ગામના ઇન્‍દ્રરાજ ઉર્ફે મુન્નો નટુ બસીયા, અશરફ ઉર્ફે સલીમ ગની વણજારા, કરન યોગેશ ગૌસ્‍વામી, સીકંદર બાબુ પઠાણ, જગદીશ પુના સાનેપરા, ફુલજર ગામના વનરાજ કંધુભાઇ વાળા, લખમણ છગન રાદડીયા, જગદીશ પ્રેમજી બાલધા તથા ધરાઈના મુકેશ ઇશ્વરલાલ જોશી, વિગેરે જાહેરમાં પૈસા-પાના થી હાર-જીતનો જુગાર રમતાં હોય પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂ.17760/- તમામને સાથે ઈસોમને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીથી લાઠી સુધી સમસ્‍ત કાઠી ક્ષત્રિય સમાજની રેલી યોજાઈ

સમસ્‍ત કાઠી ક્ષત્રિય સમાજ – અમરેલી ર્ેારા તા. 7/1/ર018 ના રોજ અમરેલીનાં નાગનાથ મંદિરથી લાઠીમાં રણવીર ચાંપરાજ વાળાની ખાંભી સુધી ‘‘અશ્‍વયાત્રા”નું આયોજન કરવામાં આવેલ. આ અશ્‍વયાત્રામાં પ1 અશ્‍વો તથા ર00 થી પણ વધારે મોટર સાયકલો ઉપરાંત મોટરોનો કાફલો સાથે જોડાયેલો હતો. ઉપરાંત ડોકેટ (શિગ્રામ) જોડાયેલ. જેતપુર દરબાર રણવીર ચાંપરાજબાપુ વાળાએ દિલ્‍હી બાદશાહ સામેની લડાઈ દરમિયાન જેતપુરનાં મહાદેવ માથુ ચડાવી લડાઈ માટે કૂચ કરી હતી. રણવીર ચાપરાજ વાળા વગર માથે ધડ સાથે લડતા રહૃાા અને દુશ્‍મનોનાં દાત ખાટા કરતાં રહૃાાં. ઈતિહાસની અભૂતપૂર્વ ઘટનાઓમાં વીર ચાંપરાજ વાળાની આ શૌર્યતાને યાદ કરવામાં આવે છે. જેતપુરથી શરૂ થયેલ ચાંપરાજ વાળાની આ શૌર્યતાના દર્શન અમરેલીના લાઠી સુધી જોવા    મળે છે. વગર માથાનું ચાપરાજ વાળાનું ધડ લડતા લડતા લાઠી સુધી પહોંચ્‍યું અને ત્‍યાં તેમણે ખમૈયા કર્યા અને અમરેલીના લાઠીમાં ચાંપરાજ વાળાની ખાંભી આવેલી છે. જે તેમની શુરવીરતાનું પ્રતિક માનવામાં આવે છે. ચાંપરાજ વાળાની શુરવીરતાના પ્રતિક સમાન એમની ખાંભીના દર્શન માટે અમરેલીથી લાઠી સુધી અશ્‍વયાત્રાનું આયોજન કરવામાં આવેલ. અશ્‍વયાત્રાની શરૂઆતઅમરેલીથી કરવામાં આવેલ અને ત્‍યારબાદ આ યાત્રા વરસડા પહોચતા તેનું સામૈયું કરવામાં આવેલ અને વરસડા, અડતાળા, કેરાળા, ટોડાના અશ્‍વો પણ ત્‍યાથી જોડાયેલ. આ અશ્‍વયાત્રા લાઠી પહોંચતા લાઠીના આહીર સમાજ ર્ેારા યાત્રાનું સામૈયું કરવામાં આવેલ

શાસકપક્ષ અવળે માર્ગે ચડે તો વિપક્ષો અને મીડિયાજગતે ચીંટીયો ભરવો જરૂરી છે : પૂ. ભાઈજી

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા બનવા બદલ
અમરેલીનાં ધારાસભ્‍યને આશિર્વાદ પાઠવતાં પૂ. ભાઈજી
શાસકપક્ષ અવળે માર્ગે ચડે તો વિપક્ષો અને મીડિયાજગતે ચીંટીયો ભરવો જરૂરી છે
અમરેલી, તા. 8
અમરેલી ખાતે પૂ. ભાઈજીનાં વ્‍યાસાસાને ચાલતી શ્રીકૃષ્‍ણ કથામૃતમનો લાભ લેવા માટે અમરેલીનાં ધારાસભ્‍ય અનેવિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી દોડી ગયા હતા.
આ તકે પૂ. ભાઈજીએ યુવા નેતાને આશિર્વાદ પાઠવતાં વ્‍યાસપીઠ પરથી જણાવ્‍યું હતું કે, વિધાનસભામાં માઈકની તોડફોડ કર્યા વગર શાસક પક્ષ કોઈ ભુલ કરે તો ચોકકસ વિરોધ કરજો.
પૂ. ભાઈજીએ વધુમાં જણાવ્‍યું હતું કે, લોકશાહી શાસનમાં વિધાનસભા ભવન મંદિર સમાન છે અને તેની મર્યાદાનું પાલન શાસક અને વિપક્ષોએ કરવું જોઈએ. અને શાસક પક્ષ વિકાસ કરવામાં અવળે માર્ગે ચડે તો વિપક્ષો અને મીડિયાજગતે પણ શાસકોને ચીંટીયો ભરવો જોઈએ.
શાસકોએ ચૂંટણીમાં આપેલ વચનોને હંમેશા યાદ રાખવા જોઈએ અને જનતાની અપેક્ષા પુર્ણ કરવી જોઈએ. અને મતદારોએ પણ વિકાસરૂપી ગાડીમાં પેટ્રોલ એટલે કે ટેક્ષ જમા કરાવવો જોઈએ તેમ જણાવ્‍યું હતું.
આ તકે પરેશ ધાનાણીએ પણ રામની મર્યાદા અને કૃષ્‍ણની          કળા વચ્‍ચે અમારૂ જીવન પાંગરતું રહે તેવી પ્રાર્થના કરી હતી.

ખોડલધામનાં ટ્રસ્‍ટી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોનું સન્‍માન

કુંકાવાવમાં ચાલતી શ્રીમદ્‌ ભાગવત્‌ સપ્‍તાહમાં ખોડલધામનાં ટ્રસ્‍ટી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોનું સન્‍માન
કુંકાવાવમાં ચાલતી ભાગવત સપ્‍તાહ પાટોત્‍સવમાં રવિવારે ખોડલધામના મુખ્‍ય ટ્રસ્‍ટી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે ટ્રસ્‍ટી મંડળ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને સાથે સાથે નરેશભાઈ પટેલે પટેલ વાડી તથા નવનિર્માણ હવેલીનાં વખાણ કરીને આયોજકોને ધન્‍યવાદ આપ્‍યા હતા. આમ, આ મહા મહોત્‍સવમાં રોજ વતનના રત્‍નો અને બહાર વસતા અધિકારીઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ રોજ પધારીને કથા પાન કરીને કુંકાવાવના ગૌરવસમા ઉત્‍સવમાં સહભાગી બનીને પ્રસંગની શોભા વધારી રહયા છે. ત્‍યારે આયોજકો દ્વારા પણ આવા સૌ કોઈ સેવામાં સહભાગીઓનું ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન પણ કરવામાં કોઈ કચાશ રાખતા નથી અને ભવ્‍ય માન સન્‍માન સાથે મહેમાનોને આવકારી સન્‍માનીત કરી રહયા છે. ત્‍યારે કુંકાવાવમાં રોજના આસપાસના ગામોમાંથી હજારો શ્રોતાઓ દિવ્‍યવાણી કથાનું રસપાન કરવા પધારી રહયા છે. ત્‍યારે વ્રજધામ ખરેખર વ્રજધામ હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. ત્‍યારે સ્‍વયં સેવકોની આખી ટીમ સેવામાંખડે પગે સેવા આપી રહી છે. ત્‍યારે આ પ્રસંગે ખોડલધામ સમિતિની ટીમ દ્વારા પણ નરેશભાઈ પટેલનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આમ રોજ રાત્રીના ધાર્મિક કાર્યક્રમોમાં પણ રોજ લોકો મોટી સંખ્‍યામાં ભાગ લઈ રહયા છે. ત્‍યારે રોજના મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજાઈ રહયા છે. અને ત્‍યારે તા.9/1ના રોજ સમસ્‍ત ગામ ધુમાડાબંધના મહાપ્રસાદ આયોજન કરવામાં આવી રહયું છે. એમ વૈષ્‍ણવ સંપ્રદાયના ગૌરવ સમા પાટોત્‍સવમાં ગામના તમામ લોકો, વેપારીઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્‍યામાં કથાનું રસપાન કરીને ધન્‍યતા અનુભવી રહયા છે. ત્‍યારે ગીરીરાજ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ દ્વારા તમામ વિભાગમાં સુંદર આયોજનબઘ્‍ધ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ત્‍યારે આ મહા મહોત્‍સવમાં રોજ અનેકવિધ મહાનુભાવો પધારીને મહેમાન બની રહયા છે. એમ કુંકાવાવના ઈતિહાસમાં સૌથી મોટો મહા મહોત્‍સવ ઉજવાઈ રહયો છે.

અમરેલી જિલ્‍લા બેન્‍કના એમ.ડી. ચંદુભાઈનાં ખબર અંતર પૂછતા માયાભાઈ

અમરેલી, તા. 8
અમરેલીની હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલ જિલ્‍લા બેંકના એમ.ડી. ચંદુભાઈ સંઘાણીની ખબર અંતર પુછવા આજે તેમના પરમમિત્ર એવા સાહિત્‍યકાર માયાભાઈ આહિરે સંઘાણીની મૂલાકાત લઈ વ્‍હેલીતકે સાજાનરવા થવા તેવી શુભેચ્‍છા પાઠવી હતી.
આ તકે હોસ્‍પિટલ ખાતે માયાભાઈ આહિરએ ડો.રામાનુજન, ડો. ધાખડા સહિત હોસ્‍પિટલ સ્‍ટાફની પણ મૂલાકાત કરી હતી અને સેવાને બિરદાવી હતી. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, છેલ્‍લા બે દિવસથી નાદુરસ્‍ત તબીયતને કારણે સારવાર લઈ રહેલ ચંદુભાઈની ખબરઅંતર પુછવા મહિલા વિકાસગૃહની બાળાઓ પહોચી હતી. ચંદુભાઈ સંઘાણીએ પણ હોસ્‍પિટલ ઉપર આવતા સ્‍નેહીજનો, મિત્રો, શુભેચ્‍છકો અને ફોન ર્ેારા ખબર પુછતા તમામ લોકો પ્રતિ આભાર વ્‍યકત કરેલ છે તેમ યાદીમાં જણાવાયેલ છે.

વંડા પોલીસ સ્‍ટેશન દ્વારા શસ્‍ત્ર પ્રદર્શન યોજાયું

વંડા પોલીસ સ્‍ટેશન દ્વારા સ્‍ટુડનટ પોલીસ કેડેર માટે વંડા પોલીસ દ્વારા થ્રી નોટ થ્રી તેમજ આધુનિક હથિયાર પોલીસને આપવામાં આવેલ છે. જે તમામ હથિયારનું પ્રદર્શન પી.પી.એસ.હાઈસ્‍કૂલ ખાતે પો.સ.ઈ., સી.એમ.કણસાગરા તેમજ સ્‍ટાફના રંજનબેન લાઘવાતથા રમેશભાઈ સીસારા તેમજ સ્‍કૂલના પ્રિન્‍સીપાલ ખુમાણ તેમજ સીપીઓ દિપકભાઈ એમ. ઝડફિયા તથા સોનલબેન ડી. રાઠોડ, પ્રાથમિક શાળાના એસપીસી દ્વારા પ્રથમ પોલીસ સ્‍ટાફનું સ્‍વાગ દિપકભાઈએ કરેલ. આભાર વિધિ આચાર્ય બી.આર.ખુમાણે કરેલ આ હથિયાર પ્રદર્શનમાં માત્ર એસપીસી માટે હતું પરંતુ હાઈસ્‍કૂલની અંદર પ00 થી 700 વિદ્યાર્થી હોય જે હથિયાર નિહાળવા માંગતા હોય જેથી તમામ પી.પી.એસ.હાઈસ્‍કૂલના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને શસ્‍ત્ર પ્રદર્શન કરાવેલ જેથી હાઈસ્‍કૂલ તેમજ પ્રાથમિક શાળાના પ્રિન્‍સીપાલ વી.એમ.જાનીએ સારો સહકાર આપેલ.

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ રાજકીય ક્ષેત્રે જબ્‍બરી પ્રગતિ કરી

પાટીદાર સમાજનાં અગ્રણીઓ ર્ેારા આવકાર
અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ રાજકીય ક્ષેત્રે જબ્‍બરી પ્રગતિ કરી
અમરેલી, તા. 8
પાટીદારોની રાજધાની ગણાતા અમરેલી જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં તમામ જ્ઞાતિના સહકારથી આગવો મિજાજ બતાવ્‍યો છે. ત્‍યારે રાજકારણમાં પરિવર્તનના પ્રારંભ માટે પંકાયેલ અમરેલી જિલ્‍લાને ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી બાદ પ7 વર્ષ સી.એમ. કક્ષાનું એવું વિરોધ પક્ષના નેતાનું પદ પ્રાપ્‍ત કરીને ત્રણ-ત્રણ વખત જાયન્‍ટ કિલર સાબિત થયેલા યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ નાની ઉમરમાં માત્ર પાટીદારો જ નહીં પરંતુ સમગ્ર જિલ્‍લાને ગૌરવ અપાવ્‍યું છે ત્‍યારે પાટીદાર અનામત આંદોલન સમિતિનાંઆગેવાનો દિનેશ બાંભરોલીયા,હરેશ બાવીશી, ભુપત સાવલિયા, જગદીશ તળાવિયા, શિવલાલ હપાણી વિ.એ આવકારીને ધારાસભ્‍ય પરેશ ધાનાણીની આ સિઘ્‍ધીને જિલ્‍લા માટે સૌથી મોટી ઐતિહાસિકસિઘ્‍ધ છે, આ તકે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રદેશ પ્રવકતા હરેશ બાવીશીએ જણાવ્‍યું હતું કે પરેશ ધાનાણીએ નાની ઉમરમાં મુખ્‍યમંત્રી કક્ષાનું પદ પ્રાપ્‍ત કર્યુ છે તે માત્ર પાટીદારો જ નહીં પરંતુ સમગ્ર જિલ્‍લા માટે આવકારવા લાયક સિઘ્‍ધી છે ત્‍યારે અમોને ચોક્કસ વિશ્‍વાસ છે કે ગુજરાતની સળગતી સમસ્‍યાઓને વાચા આપવામાં આવનારા દિવસોમાં પરેશ ધાનાણી ચોક્કસ સફળ થશે. તો જિલ્‍લા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્‍વીનર દિનેશ બાંભરોલીયાએ જણાવ્‍યું હતું કે સી.એમ.નહીં તો ઈકોલ ટૂ સી.એમ.નું પદ પ્રાપ્‍ત કરીને પરેશ ધાનાણીએ સમગ્ર જિલ્‍લાના પાટીદારોનું ગૌરવ વધાર્યુ છે. જેનો અમને આનંદ છે આ તકે પાટીદાર યુવા આગેવાનો ભરત ચકરાણી, પરેશ પોકળ, નિમેષ બાંભરોલીયા, ચેતન વેકરીયા, અશ્‍વિનભાઈ પેથાણી વિગેરેએ આ સિઘ્‍ધીને આવકારી વધાવી હતી.

KATHAMRUTAM


09-01-2018