Main Menu

Saturday, January 6th, 2018

 

બગસરામાં આગામી રવિવારે વિના મૂલ્‍યે વિવિધ કેમ્‍પો યોજાશે

શિવબાબા માનવસેવા ગૃપ દ્વારા
બગસરામાં આગામી રવિવારે વિના મૂલ્‍યે વિવિધ કેમ્‍પો યોજાશે
બગસરા, તા.પ
બગસરા શહેરમાં અમરેલીની જાણીતી આંખની હોસ્‍પિટલ તથા જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલીના સહયોગથી શિવબાબા માનવ સેવા ગૃપ તથા બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી તા.7/1/18 ને રવિવારના રોજ સવારે 8 થી 1 વાગ્‍યા સુધી ફ્રી ઓફ નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્‍પનું આયોજન કરેલ છે.
ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, અમરેલીના સહયોગથી રકતદાન કેમ્‍પનું આયોજન પણ કરવામાં આવેલ છે. તો વધારે ને વધારે રકતદાતાઓએરકતદાન કરવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવે છે. આજ દિવસે દંતયજ્ઞનું પણ વિના મૂલ્‍યે આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાલંધર બંધ યોગ દ્વારા ઈન્‍જેકશન આપ્‍યા વગર રાજકોટના જાણીતા દંતવૈધ મોનીકાબેન ભટ્ટ દાંત અને દાઢના રોગોથી પીડાતા ભાઈ-બહેનોને વિનામૂલ્‍યે સારવાર આપશે.
આ કેમ્‍પની સાથે જ એકયુપ્રેશર કેમ્‍પનું પણ આયોજન કરેલ છે. જેમાં રાજકોટના જાણીતા નિષ્‍ણાંત ડો. જાગૃતિબેન ચૌહાણ વિવિધ દુઃખાવા માટે એકયુપ્રેશર સારવાર આપશે. તેમજ જરૂરી માર્ગદર્શન આપશે. શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના સહકારથી વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પનું પણ આયોજન કરેલ છે. જેમાં અમરેલીના જાણીતા અને નિષ્‍ણાંત ડો. જી.જે. ગજેરા (એમ.ડી.) તથા આર.સી. બઢીયા (એમ.એસ.) પોતાની સેવા આપશે. આ કેમ્‍પમાં હાડકા, સાંધાના રોગો, ડાયાબીટીસ, દમ, ઝાડા, ઉલ્‍ટી, પેટના રોગો, હરસ, મસા વગેરે તમામ રોગોનું નિદાન કરી જરૂરી સારવાર આપવામાં આવશે. ડોકટરોની સુચના મુજબ જરૂરી દવાઓ પણ વિના મૂલ્‍યે આપવામાં આવશે. તો સૌને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
આ વિવિધ કેમ્‍પનું સ્‍થળ પોલીસ સ્‍ટેશન, બગસરા પાસે આવેલ લાલચંદ કાકાનું બાલમંદિર રાખેલ છે. તો વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોએ આ વિવિધ કેમ્‍પનો લાભ લેવા આયોજકોતરફથી અનુરોધ કરવામાં આવે છે. આ કેમ્‍પોની વિશેષ વિગતો જાણવા માટે કેમ્‍પ સંયોજક પંકજભાઈ ગાંગડીયાનો મો. 93ર7પ ર6699 ઉપર સંપર્ક કરવો.

અમરેલીની ગાંધી ગર્લ્‍સ હાઈસ્‍કુલમાં આગામી મંગળવારે રમતોત્‍સવ યોજાશે

વિદ્યાર્થીનીમાં રહેલ સર્જનાત્‍મક શકિત બહાર લાવવા
અમરેલીની ગાંધી ગર્લ્‍સ હાઈસ્‍કુલમાં આગામી મંગળવારે રમતોત્‍સવ યોજાશે
અમરેલી, તા. પ
અમરેલીની ટીપી અને એમટી ગાંધી ગર્લ્‍સ હાઈસ્‍કુલમાં આગામી 9 જાન્‍યુઆરીને મંગળવારનાં રોજ રમતોત્‍સવ, સર્જનાત્‍મક પ્રદર્શન અને આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
સવારે 9 કલાકે યોજાનારા કાર્યક્રમમાં વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકશે. અઘ્‍યક્ષ સ્‍થાને નિયામક અરૂણાબેન માલાણી અને આચાર્ય રવિભાઈ પરમાર પ્રારંભ કરાવશે. રમતોત્‍સવની સ્‍પર્ધાની નોંધણી ગીતાબેન સોજીત્રા કરશે.
રમતોત્‍સવમાં લીંબુ ચમચી, ત્રીપગી દોડ, સ્‍લો સાયકલીંગ, સંગીત ખુરશી, રાજા રાણી, 1 મિનિટ સિકકા શોધ, રૂ મિનિટ ફુગ્‍ગા ફુલાવ જેવી રમતો રમાશે. સ્‍પર્ધામાં વિજેતા થનાર બહેનોને શિલ્‍ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

સાવરકુંડલામાં જાહેરમાં જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.પ
સાવરકુંડલા ગામે આવેલ મફતપરા વિસ્‍તારમાં આજે સાંજના સમયે સાવરકુંડલા ગામે રહેતા યુસુફ બદરૂદીનભાઈ હીરાણી, મનસુખ લાધાભાઈ પીપળીયા, રવિ બાબુભાઈ ડોડીયા તથા મુનાફ ઓસમાણભાઈ ચૌહાણ વિગેરે જાહેરમાં પાના પૈસા વડે જુગાર રમતા હોય, સાવરકુંડલા ટાઉન પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂપિયા 1ર,300 તથા મોબાઈલ ફોન નંગ-6 કિંમત રૂપિયા 3પ00 મળી કુલ રૂા. 1પ,800ના મુદામાલ સાથે તમામને ઝડપી લીધાહતા.

અમરેલી સહકારી બેન્‍કનાં વેલ્‍યુઅરનાં આગોતરા જામીન નામંજૂર કરાયા

છેતરપીંડી કરવાના બનાવમાં
અમરેલી સહકારી બેન્‍કનાં વેલ્‍યુઅરનાં આગોતરા જામીન નામંજૂર કરાયા
અમરેલી, તા.પ
લાઠી તાલુકાનાં મતીરાળા ગામે આવેલ જિલ્‍લા સહકારી બેન્‍કમાંથી ગત તા.7/7 થી તા. ર6/10ના સમયગાળા દરમિયાન પાંચ જેટલા ઈસમોએ ખોટા સોનાના દાગીના ઉપર રૂા.10,69,000નું ધિરાણ મેળવેલ હતું. આ બનાવ અંગે જિલ્‍લા સહકારી બેન્‍કે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ બનાવમાં બેન્‍કના વેલ્‍યુઅર અમરેલી ખાતે રહેતા નલીનકુમાર અમૃતકુમાર કાત્રોડીયા સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધાતા તેમની આ બનાવમાં પોલીસ ધરપકડ કરે તેવી પૂરેપૂરી શકયતાઓ લાગતા પોલીસ ધરપકડથી બચવા માટે નલીનકુમાર કાત્રોડીયાએ અત્રેની સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
આ અંગે એડી. સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં અધિક સત્ર ન્‍યાયધિશ એન.પી. ચૌધરીએ આ અતિ ગંભીર પ્રકારનો ગુનો છે. આ બનાવથી બેન્‍કની આર્થિક વ્‍યવસ્‍થા ઉપર અસર પડી શકે તેવો બનાવ હોય, જેથી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

કુંકાવાવનાં અમરાપુર ગામે મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં

માથાનાં દુઃખાવાથી કંટાળી જઈ
કુંકાવાવનાં અમરાપુર ગામે મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં
અમરેલી, તા.પ
કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે રહેતા સુમિત્રાબેન ભીમસીંગભાઈ ભાંભોર નામની ર6 વર્ષીય મહિલાને છેલ્‍લા કેટલાક સમયથી માથાનો દુઃખાવો રહેતો હોય જેથી તેણીએ ગઈકાલે રાત્રીના સમયે માથાના દુઃખાવાથી કંટાળી જઈ પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેણીને પ્રથમ કુંકાવાવ અને વધુ સારવાર         માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવેલ છે.

રાજુલા નજીક આવેલપીપાવાવધામમાં જુગાર રમતાં 4 શખ્‍સો પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા. પ
રાજુલા તાલુકાનાં પીપાવાવધામ ગામે રહેતા ચોથાભાઈ ભગવાનભાઈ સાંખટ, ઘુઘા નારણભાઈ ગુજરીયા, રાજુ જોધાભાઈ સાંખટ તથા ગોબર ભાણાભાઈ સોલંકી નામના ઈસમો પીપાવાવધામ ગામે જાહેરમાં જુગાર રમતાં હોય, પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.3010 સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજુલામાં સામાન્‍ય બાબતે ઝગડો કરી પથ્‍થર વડે ઈજા કરી

અમરેલી, તા.પ
રાજુલા ગામે રહેતા જયદીપભાઈ જયેશભાઈ                          જોળીયાનું તે જ ગામે રહેતા મયુર બીજલભાઈ મહિડાએ ગઈકાલે સવારે મોટર સાયકલ ઉભુ રખાવી તું કેમ આમ મોટર સાયકલ ચલાવે છે તેમ કહી ગાળો આપી રોડ ઉપરથી પથ્‍થર ઉપાડી પથ્‍થરનો છુટો ઘા મારી જયદીપભાઈને નાક ઉપર ઈજા કરતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ અંગે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ચલાલા ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં એસપીસીનાંવિદ્યાર્થીઓને તાલીમ અપાઈ

ચલાલા, તા.પ
ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ.
આ તાલીમ વર્ગ ચલાલા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. આહિરના માર્ગદર્શન હેઠળ સંગીતાબેન દ્વારા સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ધોરણ-9ના વિદ્યાર્થીઓને એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ) અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી.
શાળા દ્વારા એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના વિદ્યાર્થીઓને નિયમિત તાલીમ આપવામાં આવે છે. જેમાં પી.એસ.આઈ. આહિર, ભગીરથભાઈ ધાધલ વગેરે દ્વારા સમયાંતરે માર્ગદર્શન આપવામાં     આવે છે.

મોટા આંકડીયા ખાતે પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત ચેકનું વિતરણ

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍ક દ્વારા
મોટા આંકડીયા ખાતે પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત ચેકનું વિતરણ
અમરેલી, તા.પ
અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી.ની મોટા આંકડીયા શાખામાં બચતખાતુ ધરાવતા મોટા આંકડીયા ગામના ધારાબેન જગદીશભાઈ બાવીશી રૂા.330/- પ્રીમિયમ ભરી પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનામાં જોડાયેલ. જેઓનું તા.17/8/17નાં રોજ અવસાન થતાં તેમના વીમાના કલેઈમની રકમ રૂા. ર,00,000 મંજુર થતા ચેક વિતરણ મોટા આંકડીયા મુકામે બેન્‍કના ડિરેકટર જયંતિભાઈ વઘાસીયા તેમજ બેન્‍કના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયાના વરદ હસ્‍તે તેમના વારસદાર જગદીશભાઈ હરીભાઈ બાવીશીને કરવામાં આવેલ.
આ કાર્યક્રમના પ્રારંભમાં મોટા આંકડીયા શાખાના બ્રાન્‍ચ એકાઉન્‍ટન્‍ટ એ.એમ. વાળુકડાએ બેન્‍કની વિવિધ ડિપોઝીટ યોજનાની માહિતી આપેલ. તેમજ શાખાના બ્રાન્‍ચ મેનેજર એચ.આર. દવેએ ધિરાણની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ. હેડ ઓફિસ, અમરેલીના ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગના સિનિયર ઓફિસર એસ.આર. તળાવીયાએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના અને અટલ પેન્‍શન યોજના તેમજ બેન્‍ક મારફત પાન કાર્ડ મેળવવા અંગે વિગતવાર જાણકારી આપેલ હતી. બેન્‍કના એડીશ્‍નલ જનરલ મેનેજર એ.બી. ગોંડલીયાએ કેશલેસ ટ્રાન્‍ઝેકશન તેમજ બેન્‍કે અપનાવેલ વિવિધ ટેકનોલોજીના માઘ્‍યમથી બેન્‍ક દ્વારા અપાતી વિવિધ સેવાની માહિતી આપેલ. બેન્‍કના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયાએ સહકારી મંડળીનું ગ્રામીણ અને કૃષિ વિકાસમાં યોગદાન તેમજ બેન્‍ક મારફત કરવામાં આવતી વિવિધખેડૂતલક્ષી યોજનાની માહિતી આપેલ. નાફસ્‍કોબ તેમજ બેન્‍કના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની રાહબરી હેઠળ તેમના સમયમાં શાખાઓ અને ધંધાના કદમાં થયેલ વધારાની માહિતી આપેલ. તેમજ વિદ્યાર્થીને એજયુકેશન લોન અને રૂા. 1 થી મહિલાઓ અને વિદ્યાર્થીઓને બચત ખાતાઓ ખોલવાની સુવિધા સાથે બેન્‍કની વિવિધ સેવાઓની માહિતી આપેલ. સહકારી આગેવાન તેમજ બેન્‍કના ડાયરેકટર જયંતિભાઈ વઘાસીયાએ જણાવેલ કે સહકારી સંસ્‍થાઓએ ગામડાઓના વિકાસ તેમજ ગ્રામીણ અર્થતંત્રને ગતિશીલ રાખેલ છે. તેમજ છેવાડાના માનવીનો વિકાસ તેમજ ગરીબની ભલાઈમાટે સહકારી સંસ્‍થાઓ નિઃસ્‍વાર્થ કામગીરી કરી રહેલ છે. જેમાં બેન્‍કનો મહત્‍વનો ફાળો રહેલ છે.
આ કાર્યક્રમમાં મોટા આંકડીયાના ગામના સરપંચ રમેશભાઈ બાવીશી, ઉપસરપંચ ઘનશ્‍યામભાઈ ઠુંમર, મંડળીના પ્રમુખ રસીકભાઈ વઘાસીયા, મંત્રી ઘનશ્‍યામભાઈ હપાણી, ગામના આગેવાન સી.પી. બાવીશી, માલવણ સેવા સહકારી મંડળીના મંત્રી રમેશભાઈ સાવલીયા, બેન્‍કના કર્મચારી આર.આર. વઘાસીયા, ડી.એન. ખણેચા, મૃગેશભાઈ બાવીશી, વિરલભાઈ ખણેચા, ઈલાબેન વઘાસીયા, દિનેશભાઈ કરકર અને ગામજનોએ હાજરી આપેલ હતી. તેમ બેન્‍કના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયાની યાદી જણાવે છે.

અમરેલીમાં દલિત સમાજે રોષભેર આવેદનપત્ર પાઠવ્‍યું

મહારાષ્‍ટ્રનાં ભીમા કોરેગાંવમાં બનેલ અમાનવિય ઘટનાનાં વિરોધમાં
અમરેલીમાં દલિત સમાજે રોષભેર આવેદનપત્ર પાઠવ્‍યું
મહારાષ્‍ટ્રમાં બનેલ ઘટનાની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરવામાં આવી
અમરેલી, તા. પ
તાજેતરમાં ભીમા કોરેગાંવમાં શૌર્ય દિવસની બીજી શતાબ્‍દી મહાપર્વ દરમિયાન કેટલાક લોકોએ અનુ.જાતિ, જનજાતિ સમાજનાં લોકો ઉપર અમાનવીય હુમલો કરેલ. જેના વિરોધમાં આજે અમરેલી જિલ્‍લા દલિત સમાજ ઘ્‍વારા અમરેલી શહેર બંધનું એલાન આપી જિલ્‍લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન બપોરનાં સમયે દલિત સમાજનાં આગેવાનો ઘ્‍વારા શહેરમાં એક રેલીનું આયોજન કર્યુ હતું. આ રેલી દરમિયાન વેપારીઓને બંધના એલાનમાં સહકાર આપી બંધ પાળવા માટે અપીલ કરવામાં આવતાં અમરેલી શહેરની તમામ મુખ્‍ય બજારોએ બંધ પાળી સહકાર આપ્‍યો હતો.
અમરેલી શહેરમાં બંધના એલાનનાં પગલે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે પોલીસે સવારથી જ શહેરમાં કડક પેટ્રોલીંગ ગોઠવી દીધું હતું.
અમરેલી શહેરની મુખ્‍ય બજારો જેવી કે, ટાવર ચોક, દાણા બજાર, સ્‍ટેશન રોડ, ડો. જીવરાજ મહેતા ચોક, હરી રોડ, માર્કેટયાર્ડ રોડ વિગેરે બજારોએ બપોરથી સાંજ સુધી બંધ પાળ્‍યો હતો.
જયારે ચિતલ રોડ, બાયપાસ રોડ, માણેકપરાતથા બારોબારની તમામ બજારોમાં આજનાં બંધની અસર નહીવત જોવા મળતી હતી. અમરેલી ખાતે આજે બંધનું એલાન શાંતિપૂર્ણ રહેતા વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો હતો.

કેશુડાની કળીએ ફાગણીયો લહેરાયો

કુદરતનો કરીશ્‍મા અલગ જ હોય છે. ગીર જંગલ વિસ્‍તારમાં સુકાયેલા ખાખરાના વૃક્ષ ઉપર સામાન્‍ય રીતે ફાગણ માસમાં કેશુડાના ફુલ આવે છે અને આખુ વૃક્ષ કેશુડાના કેશરી ફુલથી ખીલી ઉઠતા તેનો નજારો કાંઈક અલગ જ દેખાય છે. ઉપરની તસ્‍વીર જામવાળા ગીર વિસ્‍તારની છે. જયાં સુકાયેલા ખાખરાના વૃક્ષ ઉપર કુદરતે સંજીવની છાંટી દેતા આખુ વૃક્ષ કેશરી કેશુડાથી ખીલી ઉઠયુ છે. જયારે એક પીપળા ઉપર પણ કેશુડો ખીલી ઉઠયો હોય તેમ લાગે છે. પરંતુ પીપળા પાસે ઉગી નીકળેલા ખાખરાનાં વૃક્ષે પીપળાની ભાઈબંધી કરી લેતા તે પીપળાના થડ સાથે વીંટળાઈને પીપળાના વૃક્ષને આંબવા મથે છે ત્‍યારે તેના ઉપર આવેલા કેશરી ફુલથી પીપળો પણ અનોખી અદાથી ખીલી ઉઠયો હોય તેવુ લાગે છે.

વડિયા-કુંકાવાવ તાલુકાના મઘ્‍યાહન ભોજન કેન્‍દ્રના સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો

વડિયા – કુંકાવાવ મઘ્‍યાહન ભોજન સમિતિના પ્રમુખ હંસાબેન હરિયાણી તેમજ ઉપપ્રમુખ રસિલાબેન સાંગાણી મંત્રી મગન ભાઈ મારૂનાં અઘ્‍યક્ષ સ્‍થાને એક બેઠક બોલાવેલ જેમાં સરકાર તરફથી મઘ્‍યાહન ભોજનના નવા મેનું મુજબ દરરોજ બાળકોને નાસ્‍તો આપવાનું થાય છે. જેમાં સુખડી, ચના, મુઠીયા, ચાટ જેવી વસ્‍તુ દૈનિક ધોરણે આપવાનું નકકી થયેલ છે. જે દરેક વસ્‍તુ બનાવવા માટે સરકાર તરફથી પૂરતું તેલ ફાળવવામાં આવતું નથી જે અગાઉ જુના મેનું મુજબ તેલ ફાળવણી કરતા હતા. તેજ જથ્‍થો નવા મેનુમાં પણ ફાળવવામાં આવે છે. નવા મેનું મુજબ ભોજન અને ત્‍યારબાદ નાસ્‍તો આપવાનું નકકી થયેલ છે. આ માટે નાસ્‍તો અને ભોજનની રસોઈ અલગ-અલગ સમયે અલગથી બનાવવાની થાય છે. જેમાં મઘ્‍યાહન ભોજન કેન્‍દ્ર ઉપર ફરજ બજાવતા રસોયા તેમજ મદદનીશના     ફરજગાળાનો સમય બે ગણો એટલે કે છ કલાક જેટલો થઈ જાય છે. નવા મેનુ પ્રમાણે નાસ્‍તાની આઈટમો બનાવવા માટે મસાલાઓની જરૂરિયાત પડે છે. આ તમામ વસ્‍તુની ખરીદી કટિજન્‍સીમાંથી રહે છે.જેથી નાસ્‍તો આપવા માટે સુખડીની જેમ અલગથી કટિજન્‍સી રકમની ફાળવણી કરવી જોઈ નવા મેનું મુજબ બે વાર થેપલા બનાવવાના થાય છે. આ થેપલા બનાવવા માટે તેલની જરૂરીયાત પડે છે. સરકારશ્રી તરફથી તેલનું પ્રમાણ બાળક દીઠ 10 ગ્રામ નકકી થયેલ છે. પરંતુ થેપલા બનાવવા માટે બાળ દીઠ પ0 ગ્રામ તેલની જરૂર પડે છે. નવા મેનું મુજબ અઠવાડિયામાં ઘંઉના લોટની વાનગીનો ઉપયોગ ચાર વખત કરવાનો થાય છે. પરંતુ બાળકોને ચોખાની વાનગી બહુ પ્રિય હોઈ છે. ઘંઉની વાનગી કરતા ચોખાની વાનગી અઠવાડિયામાં ત્રણવાર બને અને ચોખાની ફાળવણી વધારવા માટે ધગધગતું આવેદનપત્ર વડિયા મામલતદાર કચેરીએ આપવામાં આવ્‍યું હતું.

બાબરામાં પતંગ બજારમાં મંદીનો માહોલ ઉભો થતાં વેપારીઓ પરેશાન

બાબરામાં પતંગ બજારને લાગ્‍યું મંદીનું ગ્રહણ ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી હોય તેમ છતા ગ્રાહકી નહિવંત રહેતા વેપારીઓમાં નિરાશા વ્‍યાપી છે. મકરસંક્રાતિનો પર્વ એટલે પતંગ ઉડાડવાનો દિવસ આજના દિવસે વહેલી સવારથી મકાનના ધાબા ઉપર અબાલ વૃઘ્‍ધ સૌ કોઈ ચડી જયને પતંગ ઉડાડવાની મજા માણે છે. ત્‍યારે બાબરામાં અવનવી ડિઝાઈન વાળી પતંગોની દુકાનો લાગી છે. પણ જીએસટીના કારણે પતંગો અને દોરીઓ મોંધી હોવાથી ગ્રાહકી ખુબજ ઓછી જોવા મળી રહી છે. હાલ બાબરામાં ઉત્તરાયણના પર્વને લઈ ઠેર-ઠેર પતંગોની બજારો લાગી છે. પણ ગ્રાહકી નહિવંત રહેતા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી છે. હાલ બજારમાં નરેન્‍દ્ર મોદી, રાહુલગાંધી, કાર્ટૂન તેમજ અન્‍ય પતંગોએ આકર્ષકનું કેન્‍દ્ર ઉભું કર્યુ છે. ત્‍યારે આગામી દિવસોમાં વધુ ગ્રાહકી નીકળે તેવી આશા વેપારીઓ રાખીને બેઠા છે.

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત તમામ કોલેજોના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્‍ટ યોજાઈ ગયો

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત તમામ ગ્રાન્‍ટ ઈન એઈડ કોલેજોના પ્રથમ વર્ષના અંદાજે 1800 વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જેલેસેમિયા ટેસ્‍ટ યોજાઈ ગયો. કુલ અંદાજે 1800 વિદ્યાર્થીઓમાંથી રેકોર્ડબ્રેક 131પ વિદ્યાર્થીઓએ બ્‍લડ સેમ્‍પલ આપ્‍યા હતા. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આ વર્ષે સિલ્‍વર જયુબીલી વર્ષ ઉજવી રહી છે. ત્‍યારે આ ટેસ્‍ટ મફત અને ફરજીયાત કરવામાં આવ્‍યો છે. બાકી રહેતા વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર આયોજન કરવામાં આવશે. વિદ્યાર્થી આ ટેસ્‍ટ ન કરાવે તો તેમનું આગામી એકઝામ ફોર્મ યુનિવર્સિટી રોકી શકે છે. આ કેમ્‍પની મુલાકાતે અમરેલીના ખ્‍યાતનામ ફીજીશ્‍યન ડો. જી.જે. ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને ચતુરભાઈ ખૂંટ આવ્‍યા હતા. સેમ્‍પલ કલેકશનનું સુંદર કામ રેડક્રોસ સોસાયટી અમદાવાદ ઘ્‍વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું આયોજન અમલીકરણ અને સંકલન પ્રા. જે. એમ. તળાવીયાએ કર્યુ હતું. અમરેલી જિલ્‍લા વિદ્યાસભાના તમામ આચાર્યો અને ટીચીંગ, નોન ટીચીંગ, રોજમદાર કર્મચારીઓનોઉમદા સહયોગ પ્રાપ્‍ત થયો હતો. તેમ જતીનભાઈ પરીખની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

અમરેલીનાં બાલભવનની મુલાકાત લેતા ગુજરાત હાઈકોર્ટ જજ

ગુજરાત હાઈકોર્ટના હોનરેબલ જજ કોગ્‍જે બાલભવનની મુલાકાતે આવતા સંસ્‍થા તરફથી મોટાભાઈ સંવટ તથા ડે. ડાયરેકટર દિનેશભાઈ ત્રિવેદી, અરૂણભાઈ પાનસુરીયા ઘ્‍વારા તેઓનું પરંપરાગત રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કોગ્‍જેએ ગિરધભાઈસંગ્રહાલય, ગાંધી ગેલેરી, સ્‍વાતંત્ર સેનાની ગેલેરી, સંગીત વર્ગ, જિલ્‍લા સાઈન્‍સ સેન્‍ટર, રમેશ પારેખ ગેલેરી, તારામંડળની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા. તેમજ સંસ્‍થામાં ચાલતી વિવિધ પ્રવૃતિ વિષે માહિતી મેળવીને સંસ્‍થાના મુખ્‍ય ટ્રસ્‍ટી જવાહરભાઈ મહેતા તથા સંસ્‍થાના ચેરમેન હેમેન્‍દ્રભાઈ મહેતાને અભિનંદન પાઠવેલ હતા.


ખાંભાનાં તાતણીયા, લાસા, ગીદરડી શાળામાં ‘‘ફન વીથ સાયન્‍સ” કાર્યક્રમ યોજાયા

અમરેલી, તા.પ
ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ડીપાર્ટમેન્‍ટ ઓફ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત, ગાંધીનગર ઘ્‍વારા પુરસ્‍કૃત ડીસ્‍ટ્રીકટ કોમ્‍યુનિટી સાયન્‍સ સેન્‍ટર, શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય અને બાલભવન, અમરેલી ઘ્‍વારા ખાંભા તાલુકામાં તાતણીયા, લાસા, ગીદરડી પ્રાથમિક શાળાઓમાં  સાયન્‍ટીફીક કાર્યક્રમ  ઉજવવામાં આવ્‍યો.
ડાયરેકટર નિલેશ કે. પાઠક ઘ્‍વારા વિવિધ શાળાઓના વિદ્યાથી-વિદ્યાર્થીનીઓમાં વિજ્ઞાન પ્રત્‍યેની જીજ્ઞાષાઓને વધુ વેગવંતતા પ્રદાન કરવા અર્થેના સરકારના ઉદ્રેશને સાકાર કરતા કાર્યક્રમો ઘ્‍વારા શાળાઓના વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફનો અભિગમ કેળવવામાં આવેલ તેમજ સંસ્‍થામાં સક્રિય અનેકવિધ પ્રવૃતિઓની વિસ્‍તૃત માહિતી પ્રદાન કરી જિલ્‍લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર,અમરેલીની મુલાકાત લેવા અનુરોધ કરાયો હતો.
કાર્યક્રમોવિષય જ્ઞાતા તરીકે જીજ્ઞેશભાઈ રૈયાણી, ચેતનભાઈ પાઠક  તથા પંકજભાઈ લશ્‍કરી ઘ્‍વારા વિવિધ પ્રયોગો ઘ્‍વારા અભ્‍યાસલક્ષી જ્ઞાન પ્રદાન કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમ સી.આર.સી નીલેશભાઈ વનરાના અનેરા સહયોગથી સાર્થક થયેલ.
શ્રી તાતણીયા પ્રા. શાળાના આચાર્ય બી.આર. જીકાદરા, એચ.વી. ટાપણીયા, એ.વી. પાનસુરીયા, એમ.ઓ. દિવરાણીયા, આર.બી આનંદ, પી.ડી. ચૌહાણ, એચ.એલ. મોરી ઘ્‍વારા અનેરો સહયોગ પ્રદાન થયેલ.
શ્રી લાસા પ્રા. શાળાના આચાર્ય હરેશભાઈ તાપણીયા, હેતલબેન મોરી, મોસમીબેન, અમીતાબેન પાનસુરીયા, પ્રવિણભાઈ ચૌહાણ, રજનીબેન આનંદ ઘ્‍વારા કાર્યક્રમને સફળતા પ્રદાન કરવા અર્થે સહયોગ પ્રદાન થયેલ.
શ્રી ગીદરડી પ્રા. શાળાના આચાર્ય વિનોદભાઈ ગાજીપરા, ભાભલુભાઈ ખસીયા, રામભાઈ નારણકા, વલકુભાઈ ભુકણ, જયેશભાઈ દુધરેજીયા, જયદિપભાઈ કાવઠીયા, અરૂણભાઈ દાફડા ઘ્‍વારા અનેરો સહયોગ પ્રદાન થયેલ.
સંસ્‍થાના મુખ્‍ય ટ્રસ્‍ટી જવાહરભાઈ મહેતા, ચેરમેન હેમેન્‍દ્રભાઈ મહેતા, મનુભાઈ મહેતા, પી.કે. લહેરી, નિલેષભાઈ પારેખ, મોટાભાઈ સંવટ, નારણભાઈ ડોબરીયા, સાજીદખાન પઠાણ વિગેરે, ડેપ્‍યુ. ડાયરેકટર દિેનેશભાઈ ત્રિવેદી ઘ્‍વારા શાળા પરિવાર તથા બાલ વિદ્યાર્થીઓને અભિંનદન પાઠવેલ.

06-01-2018