Main Menu

Friday, January 5th, 2018

 

જાતિવાદ અને ધર્મવાદને ઉખેડી ફેંકો : પરેશ ધાનાણી

હું અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી વિચારધારાનો કાર્યકર છું
જાતિવાદ અને ધર્મવાદને ઉખેડી ફેંકો : પરેશ ધાનાણી
અમરેલી, તા.4
અમરેલીના યુવા ધારાસભ્‍ય અને જેઓ આગામી કલાકોમાં વિધાનસભા વિરોધપક્ષના નેતાનું ભારેખમ પદ સંભાળવા જઈ રહયા છે તેવા પરેશ ધાનાણીએ આજે ટવીટ કરીને જાતિવાદ અને ધર્મવાદનાં સહારે રાજકીય રોટલા શેકતા આગેવાનો પર નામ લીધા વગર જબ્‍બરો કટાક્ષ કર્યો છે.
તેઓએ ટવીટમાં જણાવેલ છે કે, કોઈએ પણ જાતિ અને ધર્મનાં નામે રાજકીય રોટલા શેકવા માટે વર્ણ અને વર્ગને વિભાજીત કરનારી શકિતઓને સમર્થન આપવું જોઈએ નહીં.
વધુમાં જણાવેલ છે કે, અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી વિચારધારાનો ગુજરાતી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ અનુભવું છું. તેમ અંતમાં જણાવેલ છે.
આમ, પરેશ ધાનાણીએ ભાજપ ઉપરાંત, કોંગ્રેસમાં પણ જાતિવાદના નામે રાજકારણ કરવાનો પ્રયાશ કરનારને જડબાતોડ જવાબ આપીને તેમની આગામી શૈલીનો પરિચય સૌને કરાવ્‍યો છે.

પીપાવાવ પોર્ટ ખાતે શીપ રીપેરીંગનો માલસામાન પરત નહી આપી રૂા. પ કરોડની છેતરપીંડી

રાજુલા નજીક આવેલ
પીપાવાવ પોર્ટ ખાતે શીપ રીપેરીંગનો માલસામાન પરત નહી આપી રૂા. પ કરોડની છેતરપીંડી
સ્‍થાનિક પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી
અમરેલી, તા. 4
પીપાવાવ પોર્ટ ખાતે આવેલ રીલાયન્‍સ કંપનીએ મુંબઈનાં રાજુ મનોહર નાયકની પીપાવાવ પોર્ટ ખાતે આવેલ નેવલ એન્‍જીનીયરીંગ પ્રા.લી.માં સાવિત્રી નામની શીપને રીફીટીંગનો કોન્‍ટ્રાકટ આપેલ. પરંતુ આ નેવલ એન્‍જીનીયરીંગ કાું. સમયસર કામ પૂર્ણ નહી કરતાં આખરે રીલાયન્‍સ કંપનીએ નેવલ એન્‍જીનીયરીંગ કાું.નો કોન્‍ટ્રાકટર રદ કરી અને સાવિત્રી શીપનો રીફીટીંગ કરવા આપેલા રૂા.પ કરોડનો સામાન પરત માંગતા નેવલ એન્‍જીનીયરીંગ કાું. તેસામાન પરત નહીકરી પીપાવાવ પોર્ટ ખાતેરહેલ રીલાયન્‍સ ડીફેન્‍સ કંપની સાથે રૂા. પ કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

પાડરશીંગા ગામ પાસે આઈશર ઝાડ સાથે અથડાતા 1 નું મોત

દામનગર નજીક આવેલ
પાડરશીંગા ગામ પાસે આઈશર ઝાડ સાથે અથડાતા 1 નું મોત
જેસરથી ઢસા જતાં રસ્‍તામાં રોઝ વચ્‍ચે આવતા બન્‍યો બનાવ
અમરેલી, તા.4
જેસર ગામે રહેતાં હાજીભાઈ જસમતભાઈ શા પોતાના હવાલાવાળા આઈશર ટ્રક નંબર જી.જે.3-એ.ટી.રપ1ર લઈ ગત તા.ર ના રોજ બપોરે જેસરથી ઢસા ગામે જતાં હતા ત્‍યારે આ ટ્રકમાં ફીરોજભાઈ તથા શૌકતભાઈ સાથે હતા. ત્‍યારે દામનગર નજીક આવેલ પાડરશીંગા ગામ પાસે માર્ગમાં અચાનક જ રોઝ (જનાવર) વચ્‍ચે પડતાં ટ્રક ચાલક હાજીભાઈએ ટ્રકના સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક ઝાડ સાથે અથડાઈ પડતાં આ ટ્રકમાં બેઠેલા ફીરોજભાઈ તથા શૌકતભાઈને ઈજાઓ થતાં પ્રથમ દામનગર દવાખાને અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ જયાં શૌકતભાઈનું સારવાર દરમીયાન મોત થયાની ફરીયાદ મૌસીનભાઈ મનસુરભાઈ શા એ દામનગર પોલીસમાં નોંધાવી છે.

જાફરાબાદના ટીંબી ગામે સામૂહિક આપઘાતનાં બનાવમાં મૃતક માતા સામે હત્‍યાની ફરિયાદ

પતિ સાથે સુરત જવા બાબતે થયેલા મનદુઃખનાં કારણે પગલું ભર્યુ
અમરેલી, તા. 4
જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે ગત તા.1નાં રોજ સાંજના સમયે પતિ-પત્‍નિ વચ્‍ચે સુરત જવા બાબતે થયેલી બોલાચાલીનાં પગલે પત્‍નિએ ઉશ્‍કેરાઈ જઈ પોતાના બન્‍ને સંતાનો સાથે અગ્નિસ્‍નાન કરી લેતાં આ ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ બનાવમાં નાગેશ્રી પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. એ.વી.પટેલે મૃતક મહિલા સામે પોતાના સંતાનનાં મોત નિપજાવવા બદલ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે રહેતાં અને હાલમાં સુરત હીરા ઘસવાનું કામ કરતા પ્રવિણભાઈ ભાણાભાઈ મકવાણા થોડા દિવસથી વતનમાં આવેલા હોય, જેથી તેમની સાથે તેમની પત્‍નિ અને બાળકોને સુરત લઈ જવા બાબતે પતિ-પત્‍નિ વચ્‍ચે મનદુઃખ થયેલ આ મન દુઃખનાં કારણે રેખાબેન પ્રવિણભાઈ મકવાણાએ ગત તા.1નાં રોજ સાંજના સમયે પોતાના ઘરે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી દઈ અને 3 વર્ષની પુત્રી હેમાંશી તથા 8 માસનાં પુત્ર રોનક સાથે અગ્નિસ્‍નાન કરી લીધેલ હતું. બાદમાં આ આગમાં સખત રીતે દાજી ગયેલા મા, પુત્રી તથા પુત્રનું સારવાર દરમીયાન મોત નિપજતાં આ અંગે પોલીસે તપાસ હાથ ધરી મૃતક માતા સામે પોતાના સંતાનનાં મોત નીપજાવવા સબબ ગુન્‍હો દાખલ કરેલ છે.

સાવરકુંડલાના ધાર ગામે ઘાસ સળગાવી ગળાટુંપો આપી હત્‍યા કરવાનાં પ્રયાસથી ચકચાર

3 પુત્રી તથા પિતા સામે ફરિયાદ નોંધાતા અટક કરી લેવાયા
અમરેલી, તા. 4
સાવરકુંડલા તાલુકાનાં ધાર ગામે રહેતાં અને ખેતિકામ કરતાં અશોકભાઈ પરશોતમભાઈ રામાણીએ વાડીમાં ઘાસ રાખેલ હોય, આ ઘાસ તે જગામે રહેતાં બાબુભાઈશામજીભાઈ રામાણીએ વાડીમાં જળ સળગાવી દેતાં આ અંગે અશોકભાઈ તેમને ઠપકો આપવા જતાં આ બાબુભાઈ તથા તેમની પુત્રીઓ દયાબેન, હેતલબેન તથા અનિતાએ એક સંપ કરી અશોકભાઈનો ગળાટુપો આપી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતાં આ બનાવ અંગે અશોકભાઈએ બાબુ શામજીભાઈ તથા તેમની ત્રણ પુત્રીઓ સામે હત્‍યાની કોશીષ ગુન્‍હો નોંધાવતા પોલીસે આ ચારેય આરોપીને અટક કરી લીધા હતા.

જામકા ગામે સામાન્‍ય બાબતે ઝગડો થતાં સામસામે મારામારીની ફરિયાદ

અમરેલી, તા. 4
ખાંભા તાલુકાનાં જામકા ગામે રહેતાં દયાબેનને અગાઉ તે જ ગામે રહેતાં દેવાભાઈ અરજણભાઈ વેગડ સાથે રસ્‍તામાં ખડ ઢોળવા અંગે મનદુઃખ થયેલ. જેથી મોહનભાઈ આતુભાઈ મકવાણા તે બાબતે સામાવાળા દેવાભાઈ પાસે જતાં બન્‍ને વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થતાં મારામારી થવા પામતા બન્‍નેને ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા છે. આ બનાવમાં પોલીસે બન્‍ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલાનાં નવાગામ (જાંબુડા)નાં બાળકને નવજીવન મળ્‍યું

વીજપડી તાબેના નવાગામ જાંબુડાની હાઈસ્‍કૂલ વીજપડી પ્રા.આ. કેન્‍દ્રના આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો. ઋત્‍વેક પટેલ તથા ડો. મનીષા પટેલ શાળા આરોગ્‍ય (આર.બી.એસ.કે.) કાર્યક્રમ અંતર્ગત નવા ગામ જાંબુડાની હાઈસ્‍કૂલના ધોરણ-10માં અભ્‍યાસ કરતા બાળક જસુભાઈ કમાભાઈ ઢગલને શ્‍વાસ ચઢવો, ચકકર આવવા તથા ઘરેથી સ્‍કૂલે જતા રસ્‍તામાં પડી જવાના બનાવ રહેતા તુરંત આર.બી.એસ.કે.ની ટીમે તેમને સંદર્ભ કાર્ડ આપી અમરેલી સિવિલ હોસ્‍પિટલ અને ત્‍યારબાદ અમદાવાદ યુ.એન. મહેતા હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થેમોકલતા સર્જન દ્વારા વિના મૂલ્‍યે હૃદય અને શ્‍વાસ નળીની મફત સર્જરી કરી બાળકને મોતના મુખમાંથી બચાવી લેવામાં સફળતા પ્રાપ્‍ત કરેલ. હાલ જસુ કમાભાઈ ઢગલ એકદમ તંદુરસ્‍ત છે અને અત્‍યારે પહેલા જેવી કોઈ તકલીફ રહી નથી. આ કામગીરીને લીધે કમાભાઈ તથા વિસ્‍તારના અન્‍ય લોકોએ આવી સુંદર કામગીરી બદલ વીજપડી પ્રા.આ. કેન્‍દ્રના આર.બી.એસ.કે. ડો. ઋત્‍વેક પટેલ તથા ડો. મનીષા પટેલ અને જિલ્‍લા પંચાયત આરોગ્‍ય શાખા, અમરેલીની શાળા આરોગ્‍યની ટીમ રાવળભાઈ તથા બગડાભાઈ અને મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી, અમરેલી તથા તાલુકા હેલ્‍થ ઓફિસર મીનાની તથા આર.બી.એસ.કે. પ્રોગ્રામ ઓફિસર ડો. જયેશ પટેલ, ડો. સુતરીયાનો આભાર વ્‍યકત      કરેલ છે.

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા ખાતું બંધ કરવાનો ચાર્જ લઈ ન શકે

રાજકોટ ગ્રાહક તકરાર નિવારણની નોટીસથી ફફડાટ
સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા ખાતું બંધ કરવાનો ચાર્જ લઈ ન શકે
ખાતાધારકને રકમ પરત કરવા બેન્‍ક મજબુર
રાજકોટ, તા. 4
તાજેતરમાં જ રાષ્‍ટ્રીયકૃત બેંકો પૈકીની એસ.બી.આઈ. ર્ેારા તા.01/07/ર017 થી પોતાના ખાતા ધારકોને પોતાનું બેકનું ખાતું બંધ કરવું હોય તો રૂા.પ00 નો ચાર્જ ઉપરાંત 18 ટકા પ્રમાણેજી.એસ.ટી. વસુલવા નિર્ણય કરેલ.
આ અંગેની વધુ વિગતો જોઈએ તો રાજકોટનાં રૈયા રોડ ઉપર રહેતા અને વકીલાતનો ધંધો કરતા કિરણભાઈ રૂપારેલીયાનું એસ.બી.આઈ. યુનિ. બ્રાંચમાં બચત ખાતુ ધરાવતા હતા અને તા. 1પ/09/17 ના રોજ તેઓએ પોતાનું સદરહું બચત ખાતુ બંધ કરવા માંગણી કરતા એસ.બી.આઈ.એ તેઓના પાસેથી ખાતુ બંધ કરવાના ચાર્જના રૂા.પ00 તથા જી.એસ.ટી.ના રૂા.90 મળી કુલ રૂા.પ90 વસુલ બચત ખાતુ બંધ કરેલ.
આવા નિર્ણયથી નારાજ થઈ એડવોકેટ કિરણભાઈ રૂપારેલીયા સદરહુ બેકના નિર્ણય સામે રૂા.પ90 પરત મેળવવા બેંક મેનેજરને અરજી આપેલ. અનેતેની જાણ એસ.બી.આઈ.ની કોર્પોરેટ ઓફીસ મુંબઈ, વિભાગીય કચેરી અમદાવાદ તથા લોકપાલથી રીઝર્વ બેંકને પણ કરેલ તેમ છતા એસ.બી.આઈ. ર્ેારા વસુલાયેલ ચાર્જની રકમ પરત ચુકવેલ નહી. આથી રૂપારેલીયાએ એસ.બી.આઈ.ના આવા ગેરબંધારણીય નિર્ણય સામે રાજકોટના મહે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં તા.રર/1ર/ર017 નાં રોજ ફરીયાદ દાખલ કરેલ.
ઉપરોકત દાખલ થયેલ ફરિયાદ અન્‍વયે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રાજકોટ ર્ેારા તા. ર7/1ર/17ના રોજ એસ.બી.આઈ. યુનિ. રોડ બ્રાંચને નોટીસ રવાના કરી તા. રર/01/ર018 ના રોજ કન્‍ઝયુમર ફોરમ રાજકોટ સમક્ષ ઉપસ્‍થિત રહેવા જાણ કરેલ ને સમન મળ્‍યા બાદએસ.બી.આઈ. ર્ેારા એડવોકેટ કિરણભાઈ રૂપારેલીયાના કાલાવડ રોડ બ્રાંચના તેઓના બચત ખાતામાં રૂા.પ90 તા. 30/1ર/17 ના રોજ પૂનઃ જમા આપેલ હોવાનું અને તે રકમ પરત મેળવવા રૂપારેલીયાએ સમય તથા નાણાનો વ્‍યય ભોગવેલ છે. તે પણ મેળવવા હજુ પોતાની કાનૂની લડત ચાલુ રાખવાનું એડવોકેટ કિરણભાઈ રૂપારેલીયાએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે. તેમજ આ રીતે એસ.બી.આઈ. ર્ેારા બિનઅધિકૃત રીતે પોતાના ગ્રાહકો પાસેથી ખાતુ બંધ કરવાના ચાર્જની રકમ રૂા.પ00 તથા 18 ટકા જી.એસ.ટી. નામે જે રકમ વસુલી છે તેવા તમામ ગ્રાહકોની આ રકમ પરત થાય તે માટે કૃતનિશ્ચયી હોવાનું જણાવેલ હતું.

રાજુલામાં સરાજાહેર જુગાર રમતાં 6 શખ્‍સોની અટકાયત

અમરેલી, તા. 4
અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે રાજુલા ટાઉનમાં બીડી કામદાર બાપા સીતારામના ઓટા પાસે જાહેરમાં કેટલાક ઈસમો સ્‍ટ્રીટ લાઈટના અજવાળામાં જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં રાજુલા ટાઉનમાં બીડી કામદાર બાપા સીતારામના ઓટા પાસે જાહેરમાં જુગાર રમતાં (1) રજાકભાઈ કાળુભાઈ જાખરા, ઉ.વ. ર8 (ર) ફિરોજભાઈ દાદુભાઈ દલ, ઉ.વ. 37 (3) કાસમભાઈ નુરૂભાઈ જાખરા, ઉ.વ. ર8 (4) અહેમદશા જગડુશામોગલ, ઉ.વ. રપ (પ) અકબરભાઈ સલીમભાઈ કુરેશી, ઉ.વ. ર3 (6) અયુબભાઈ કાળુભાઈ જાખરા, ઉ.વ. ર4, રહે. તમામ રાજુલા વાળાઓ રોકડા રૂા.ર0,પ60 તથા ગંજીપત્તાના પાના નંગ-પર અને જુગારના સાહિત્‍ય સહિતલ કુલ રૂા.ર0,પ60 ના મુદ્યામાલ સાથે પકડાઈ ગયેલ હોય તે તમામ સામે જુગાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી રાજુલા પો.સ્‍ટે. હવાલે કરેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલભાઈ સમા, સંજયભાઈ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, સાર્દુલભાઈ ભુવા, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઈ વરૂ, જાવેદભાઈ ચૌહાણ, કિશનભાઈ હડગરા, ઉમેદભાઈ મહેતા, સુરેશભાઈ ખુમાણ, ભાવેશભાઈ બોરીસાગર, મધુભાઈ પોપટ, જગદીશભાઈ ઝણકાત, વિજયભાઈ વાઢેર, તુષારભાઈ પાંચાણી, મયુરભાઈ માંગરોળીયા, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિ.એ કરેલ છે.

દેવળકીમાં લાખો રૂપિયાનાં ખર્ચે બનેલ માર્ગ બિસ્‍માર બન્‍યો

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લુંટનો આક્ષેપ
દેવળકીમાં લાખો રૂપિયાનાં ખર્ચે બનેલ માર્ગ બિસ્‍માર બન્‍યો
ગામજનોએ માર્ગ બનતો હતો ત્‍યારે પણ ફરિયાદ કરી કોઈએ સાંભળી નહી
વડીયા, તા. 4
વડીયાનાં દેવળકી ગામે તાજેતરમાં બનેલા આરસીસી રોડમાં ગાબડા પડવા લાગ્‍યા ને માત્ર ર0થી રપ દિવસના સમયગાળામાં ભ્રષ્‍ટાચારથી ખદબદી રહેલ આ કામનું બાળમરણ નિપજેલ છે. નજરે      નિહાળી શકાતું આ કામ જોઈને લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. તાજેતરમાં બનેલા આ આરસીસી રોડનું આટલુંનબળું કામ સામે દેખાઈ રહૃાું છે. વીસથી પચ્‍ચીસ દિવસ પહેલા બનેલા આ રોડની હાલત આવી છે તો બીજા મહિના બાદ આ આરસીસી રોડનું નામોનિશાન મટી જશે તેવું સ્‍થાનિક લોકોનું કહેવું છે. સ્‍થાનિકોનું કહેવું છે કે 300 થેલી સિમેન્‍ટની જગ્‍યાએ 100 થેલી સિમેન્‍ટથી બનાવેલ છે. આ સીસી રોડનાં કામમાં ર લાખ પ4 હજારનાં કામમાં પગની પાની ઘસીએ તો ગાબડા ઉખડી રહૃાા છે. લોટ-પાણી ને લાકડા જેવા કામમાં લોકોનું કહેવું છે કે આ કામ શરૂ હતું ત્‍યારે અમોએ કામ બંધ કરવાનું કહૃાું તો ઉચ્‍ચ અધિકારીની મીઠી નજર તળે ભ્રષ્‍ટાચારની આડમાં કોઈનું સાંભળ્‍યું નહિ ને ધમકીઓ આપીને રાતોરાત લોટ-પાણીને લાકડા જેવું કામ કરીને પૂર્ણ કરી દીધું છે. આ કામની પુરી તપાસ થાય તો સમસ્‍ત ભ્રષ્‍ટાચાર સામે આવી શકે તેમ છે. પરંતુ આખ આડા કાન કરવાની ટેવથી ટેવાયેલા ઉચ્‍ચ સતાધીશો માત્ર કાગળ ઉપર કામગીરી કરશે કે કેમ. ભ્રષ્‍ટાચારીઓ વિરૂઘ્‍ધ પગલાં લેશે કે કેમ તેવા સવાલો            દેવળકીનાં સ્‍થાનિકોમાં ઉદભવી           રહૃાા છે.
ઉલ્‍લેખનીય છે કે અમરેલી વિધાનસભા 9પ ક્ષેત્રના કોંગ્રેસનાં યુવા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીને સમગ્ર અમરેલી-વડિયા-કુંકાવાવના ગામડા પંથકના લોકોએ ખોબલે ખોબલે મત આપી પોતાના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં મોકલેલછે ત્‍યારે આ આરસીસી રોડમાં થયેલા ભ્રષ્‍ટાચારને ખુલ્‍લો પાડવા માટે તેઓએ આગળ આવીને તટસ્‍થ તપાસ કરાવવી જોઈએ તેવી લોકોની માંગ અને લેખિતમાં ફરિયાદ કરેલ છે. હવે જોવાનું એ છે કે પબ્‍લીકે ચૂંટેલા યુવા નેતાએ પબ્‍લીકને આપેલા કોલ પુરા કરશે કે કેમ ?

શ્‍વાનોની અદ્‌ભૂત એકતાનાં દર્શન

દામનગર સોશ્‍યલ મીડિયા પર એક પોસ્‍ટ અદભૂત સંદેશ અર્પે છે. શિયાળામાં પરસ્‍પર એકેયતા ભાતૃભાવ રહેલ શ્‍વાનની સુંદર સંદેશ આપતી તસ્‍વીર સોશ્‍યલ મીડિયાનો રચનાત્‍મક ઉપયોગ ઘણું બધું કહી જાય છે. અને પૃષ્‍ટિ મેળવ્‍યા વગર અફવાને આધાર માની સોશ્‍યલ મીડિયા પર ફેલાતી ખોટી પોસ્‍ટની સત્‍યતા તપાસ્‍યા વગર ઘણું અનર્થ પણ કરાવી શકે છે. શ્‍વાનોની એકતાની અદભૂત હુંફ દર્શનીય છે.

રાજુલાનાં હિંડોરણા ખાતે ધણખુંટ ઉપર લુખ્‍ખાઓએ કુહાડી વડે કર્યો હુમલો

જીવદયા પ્રેમીઓમાં રોષનું વાતાવરણ
રાજુલાનાં હિંડોરણા ખાતે ધણખુંટ ઉપર લુખ્‍ખાઓએ કુહાડી વડે કર્યો હુમલો
એકવીસમી સદી બની એક વસમી સદી
અમરેલી, તા. 4
રાજુલાના હિંડોરણા ગામે કોઈક નરાધમોએ હિન્‍દુઓમાં જેને પૂજનીય માનવામાં આવે છે અને જેશિવજીનું વાહન છે તેવા ધણખુંટ ઉપર લુખ્‍ખાઓએ હુમલો કરતા સમગ્ર ગૌપ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી વ્‍યાપી ગયેલ છે. એક તરફ રાજય સરકાર ગૌરક્ષાના કાયદાઓ ઘડી રહી છે ત્‍યારે નરાધમો ર્ેારા મુંગા જીવ ઉપર હુમલો કરવામાં આવતા લોકોમાં આવા તત્‍વો સામે ફિટકાર ઉભી થયેલ છે. આ અંગે બાઉભાઈ કથડભાઈ પટાટ તથા શીવાભાઈ લાખણોત્રા, પટાટ લાલભાઈ, પટાટ લક્ષ્મણભાઈ, આતાભાઈ પટાટ તથા અશોકભાઈ સાંખટ અને મુકેશભાઈ જોગદીયા, બાબુભાઈ વાઘ ર્ેારા 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ લેવામાં આવતા રાજુલા પી.આઈ. જાડેજા ર્ેારા રૂબરૂ મુલાકાત લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું બાઉભાઈ કથડભાઈ પટાટની યાદીમાં જણાવવામાં આવેલછે. અને તેઓએ એવું પણ જણાવેલ છે કે આવા તત્‍વો સામે તાત્‍કાલીક કાર્યવાહી કરવા ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ ર્ેારા માંગણી ઉઠેલ છે.

સાયોના કંપનીની વાર્ષિક બેઠક દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં મળી

વિદેશી બજાર પણ ભારતીય ઉત્‍પાદનોને અગ્રતા આપે છે આવી કંપનીઓમા જેમનુ નામ છે તે ગુજરાતની સાયોના ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપની કે જે 4પથી વધારે વિવિધ બ્રાન્‍ડેડ ટ્રક, ટે્રકટર, અર્થ મુવર્સ, જનરેટર તેમજ ર00થી વધારે  વોટર પંપ, ઓઈલ પંપ સહિતની વિવિધ વિશ્‍વાસપાત્ર પ્રોડકટનુ નિર્માણ કાર્ય કરે છે. આ કંપનીની એન્‍યુલ જનરલ મીટીંગ કંપનીના બોર્ડ ઓફ  ડીરેકટરો તથા કર્મચારીઓની ઉપસ્‍થિતીમા મળેલ જેમા પૂર્વ કેબીનેટમંત્રી ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગીતાબેન સંઘાણી, અગ્રણી બિલ્‍ડર બાબુભાઈ વોરા, કેતનભાઈ શાહ, જયેશભાઈ ત્રિવેદી, રાજેશભાઈ રૂપારેલીયા, શૈલેષભાઈ પરમાર ખાસ ઉપસ્‍થિત રહયા હતા. કંપનીની જનરલ મીટીંગમા  વિવિધ બ્રાન્‍ડેડ ઉત્‍પાદનોમા વધારો કરવા અને નિકાસ ક્ષેત્રે વધુ દેશોને આવરી લેવા ઉપર ભાર મૂકવામા આવેલ હતો. કંપનીની કાર્યભારની પણ સમીક્ષા કરવામા આવી હતી. કંપનીની વિશેષતા એ રહી કે, સાહસીક યુવાનો દ્રારા નિર્મિત કંપની અને તેના ઉત્‍પાદનોએ દેશ-વિદેશની બજારોમા માનભર્યુ સ્‍થાન મેળવી રહેલ છે. સાયોના ઈન્‍ડ્રસ્‍ટીજ કંપનીની એન્‍યુઅલ જનરલ મીટીંગમા ડીરેકટરો નિરવભાઈ  પટેલ, મનિષભાઈ સંઘાણી, ભાવેશભાઈ રામાણી, વરૂણભાઈ પટેલ ઉપસ્‍થિત રહયા હતા અને કંપનીના ભવિષ્‍યના આયોજનો વિશે ચર્ચા-વિચારણા કરવામા આવી હતી તેમ કંપની અહેવાલમા જણાવાયેલ છે.

ચમારડીનાં રાધે ફાર્મમાં ભાજપનાં કાર્યકર્તાઓની બેઠક મળી

ગુજરાત રાજયની ર017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કારમાં પરાજય બાદ હારેલા ઉમેદવારો પગ વાળીને નાસીપાસ થઈ ગયા છે પણ અમરેલી જિલ્‍લાની લાઠી બેઠકનાં ભાજપનાં ભામાશા ગણાતા ઉમેદવાર ગોપાલભાઈ ચમારડી હાર થયા બાદ ભાજપના લાઠી, બાબરા અને દામનગરનાં કાર્યકર્તાઓની જાહેર મીટીંગ બોલાવીને કાર્યકર્તાઓનાં જોશ, ઉત્‍સાહ, ઉમંગ અકબંધ રાખવાની નવી પ્રણાલીનો આરંભ કરીને ભામાશા ગોપાલભાઈ ચમારડીએ નવતર ચીલો ચિતર્યો છે. સામાન્‍ય રીતે ભાજપના હારેલા ઉમેદવારો મો છુપાવીને અમરેલી જિલ્‍લામાં રહેતા જોવા મળી રહૃાા છે પણ સમાજસેવકની છાપ ધરાવતા ગોપાલભાઈ ચમારડીએ હારનો પણ સહર્ષ સ્‍વીકાર કરીને કાર્યકર્તાઓની ભાવનાઓ અને ખેવનાઓ અંગે જાગૃત રહીને બોલાવેલી ચમારડી ફાર્મ હાઉસની મીટીંગમાં બે હજાર કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહીને હંમેશા બાબરા,લાઠી, દામનગરની જનતાની સેવા માટે કાયમી માટે કાર્યાલય ખોલીને ખેડૂતો, મજૂરો અને ગરીબો માટે નિવૃત કક્ષાના અધિકારીઓ મૂકીને લોકસેવાના કાર્ય હંમેશા શરૂ રાખવાના કોલથી ભાજપના કાર્યકર્તાઓમાં હરખની હેલી જોવા મળી હતી.

અમરેલીનાં આંગણે શનિવારથી શનિવાર સુધી પ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને શ્રીકૃષ્‍ણ કથામૃતમ્‌

માયાભાઈ આહિર, નિધીબેન ધોળકીયા, પ્રફુલભાઈ દવે, દમયંતીબેન બરડાઈનાં સાંસ્‍કૃતિક કાર્યક્રમોની રમઝટ

અમરેલી, તા. 4
આવી ઉજાસની હેલી ઝળહળ ઝળહળ અમરેલી વર્ષો બાદ અમરેલીના આંગણે પ.પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્‍યાસાસને શ્રી કૃષ્‍ણકથામૃત ભવ્‍ય આયોજન સમસ્‍ત કડવા પાટીદાર સમાજ ઘ્‍વારા આયોજન કરવામાં આવ્‍યું છે. ત્‍યારે તા. 6/1/ર018ને શનિવાર સવારના 7-30 કલાકે દેવાધિદેવ મહાદેવ નાગનાથ મહાદેવના સાનિઘ્‍યથી પોથીયાત્રા નિકળશે. જે રાજકમલ ચોક, સ્‍ટેશન રોડ, રેલ્‍વે સ્‍ટેશન કોલેજ ચોકથી લાઠી રોડ પસાર થઈ સભામંડપમાં પહોંચશે.
આ પોથીયાત્રામાં આજુબાજુના ગામમાંથી ગાડાઓ અને ટ્રેકટરો સાથે વિશાળ સંખ્‍યામાં તમામ સમાજના લોકો જોડાશે. આ પોથીયાત્રામાં અંદાજે 1પ000 જેટલા લોકો જોડાશે. સાથે 1000 જેટલા યુવાનો સાફા પહેરી સ્‍કુટર રેલી ઘ્‍વારા પોથીયાત્રાનું સ્‍વાગત કરશે.
આ સભામંડણમાં એકીસાથે રપ000 વ્‍યકિતઓ બેસી શકે તેવો વિશાળ સમીયાણો અમરેલીના પટેલ મંડપ સવિસવાળા ધવલભાઈ વજુભાઈ પટેલ ઘ્‍વારા તૈયાર કરવામાં આવેલ છે. તમામ શ્રોતાઓ માટે ખુરશી પર બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ છે. આ સાથે કથા પુર્ણ થયે પ્રસાદના આયોજન માટે વિશાળ અન્‍નપુર્ણા ગૃહ પણ બનાવવામાં આવેલ છે. શ્રોતાઓ નિરાતે બેસીને કથાનું રસપાન કરી શકે તે માટે વિશાળ એલઈડી સ્‍ક્રીન પણ ગોઠવવામાં આવેલ છે. આ સાથે રાત્રીના અલગ અલગ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ વિશાળ પાકીંગ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.
આ કથામાં તા. 10 શ્રી કૃષ્‍ણ પ્રાગટયોત્‍સવ, તા. 11 શ્રી ગિરિરાજ પૂજન, તા. 1ર શ્રી રૂક્ષ્મણી વિવાહ તથા તા. 13 કથા વિરામ તથા રાત્રીના તા. 7નાં રોજ માયાભાઈ આહિરનો લોકડાયરો, તા. 8 સવારે 9 કલાકે અમરેલીના યુવા રત્‍ન કવિ પ્રણવભાઈ પંડયા કાવ્‍યશૈલીમાં રસપાન કરાવશે. તા. 8 રાત્રીના પોરબંદરના ટ્રેડીશ્‍નલ ડ્રેસ સાથે રાસની રમઝટ બોલાવવામાં આવશે. તા. 9 સવારે 9 કલાકે જય વસાવડાનું પ્રવચન, રાત્રે નિધીબેન ધોળકીયા ઘ્‍વારા શ્રીનાથજીની ઝાંખી, તા. 10 સવારે 9 કલાકે કાઝલ ઓઝા વૈદ્યનું પ્રવચન, રાત્રીના બહેનો ઘ્‍વારા ભાતીગળ રાસોત્‍સવ, તા. 11 રાત્રે પ્રફુલભાઈ દવે, દમયંતીબેન બરડાઈ તથા ઈશાની પ્રફુલભાઈ દવે તેમજ તેમનાકલાવૃંદ ઘ્‍વારા ડાયરાની રમઝટ અને તા. 1ર સવારે દિનેશભાઈ પટેલ (આઈએએસ)નું સમાજની સામાજીક સમસ્‍યા વિષે પ્રવચન તેમજ સામાજીક આગેવાનો, પાટીદાર સમાજના મોભીઓનું પ્રવચન તથા સ્‍વાગત. આ ભવ્‍યકથામાં અંદાજે 1100 ઉપરાંત સ્‍વયં સેવકો રોટેશનમાં તેઓની સેવા આપશે.
આ સમસ્‍ત કથામૃતમનું આયોજન સમસ્‍ત કડવા પાટીદાર સમાજ વતી જયવંતભાઈ ડાયાભાઈ ફીણાવા, વિજયભાઈ ડાયાભાઈ ફીણાવા તથા સમસ્‍ત ફીણાવા પરિવાર ઘ્‍વારા આયોજન કરવામાં આવ્‍યું છે. તો તમામ ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા સમસ્‍ત કડા પાટીદાર સમાજ વતી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

05-01-2018