Main Menu

Thursday, January 4th, 2018

 

આદસંગ ચોકડી પાસેથી વિદેશી દારૂ સાથે એક શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા. 3
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે રહેતા અને ખેતી કામ કરતા શિવરાજ ઉર્ફે શિવો કથુભાઈ સોડીયા નામના ર0 વર્ષીય યુવક ગઇ કાલે સાંજે આદસંગ ચોકડી પાસેથી પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે. 14 એ.સી. પ198 કિં.રૂા. 1પ હજાર ઉપર વિદેશીદારૂની બોટલ નંગ-1 કિં.રૂા. 4પ0ની લઇને નિકળતા પોલીસે તેમને રૂા. 1પ,4પ0ના મુદ્‌ામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી એસ.ટી. વિભાગનાં નિષ્ઠાવાન કર્મચારીનું સન્‍માન કરાયું

સીનીયર સીટીઝન સંસ્‍થા ર્ેારા
અમરેલી એસ.ટી. વિભાગનાં નિષ્ઠાવાન કર્મચારીનું સન્‍માન કરાયું
નિલેશભાઈ સોલંકીની કામગીરી પ્રશંસાપાત્ર બની
અમરેલી, તા. 3
સામાન્‍ય રીતે લોકોને એસ.ટી. તંત્રનો ખરાબ અનુભવ થતો હોય છે. તેવામાં આ જ વિભાગમાં ફરજ બજાવતાં નિલેશભાઈ સોલંકીનું સારા કામની નોંધ લઈ અમરેલીનાં સિનિયર સીટીઝન ર્ેારા સન્‍માનિત કરી નિલેશભાઈ કે. સોલંકીનાં કાર્યને બિરદાવવામાં આવ્‍યું હતું.
અમરેલી એસ.ટી.ડેપોમાં ટ્રાફિક કન્‍ટ્રોલર તરીકે કામ કરતાં પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવવા ઉપરાંત એસ.ટી. ડેપોમાં કેટલાંક અસામાજિક તત્‍વો, ખીસ્‍સા કાતરૂંઓને ઝડપી લઈ અને તેમની સામેકાર્યવાહી પણ કરે છે. જેનાથી પ્રવાસીઓને સંતોષ એ સલામતી આપવાનો પણ પ્રયાસ કરી માનવતાં બનાવે છે. ઉપરાંત અનેક પ્રવાસીઓને મુશ્‍કેલીના સમયે મદદરૂપ થાય છે.
સારી કામગીરી કરવા સબબ એસ.ટી. તંત્ર ર્ેારા પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા છે ત્‍યારે અમરેલીની સીનીયર સિટીઝન સોસાયટી ર્ેારા પણ કામગીરીને બિરદાવી તેમનું સન્‍માન કરી અન્‍ય કર્મચારીઓને પણ સારી કામગીરીથી પ્રેરણા આપવા બદલ પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

અમરેલી-જાફરાબાદ રૂટની એસ.ટી. બસનાં કંડકટરે વૃદ્ધ મુસાફરને ધક્કો મારતા ફરિયાદ

અમરેલી, તા.3
જાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામે રહેતા અને ખેતીકામ કરતાં બેચરભાઈ કાળાભાઈ મહિડા નામના 61 વર્ષીય વૃઘ્‍ધ ગઈકાલે સાંજે 4 વાગ્‍યાનાં સમયે અમરેલીથી જાફરાબાદજતી એસ.ટી. બસમાં ચડવા જતા હતા. ત્‍યારે અજાણ્‍યા બસ કંડકટરે તેમને બસમાં ચડવા નહીં દઈ અને નીચે પછાડી દઈ જ્ઞાતિ અંગે હડધુત કર્યાની ફરિયાદ સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

અમરેલીમાં આગામી શનિવારે ‘‘ભાભુ રિટાયર થાય છે”નાટયશો

દિગ્‍દર્શક મૃણાલીની ભટ્ટ પ્રસ્‍તુત
અમરેલીમાં આગામી શનિવારે ‘‘ભાભુ રિટાયર થાય છે”નાટયશો
અમરેલી, તા. 3
ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીની સાંસ્‍કૃતિક વારસાની જાળવણીયોજના અંતર્ગત દિગ્‍દર્શક મૃણાલિની ભટ્ટ આકારઈવેન્‍ટસ રાજકોટ પ્રસ્‍તુત ભભાભુ રિટાયર થાય છેભ નાટક તા. 06/01/ર018 ને શનિવારે રાત્રે 9-30 કલાકે શ્રી દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલ, અમરેલી ખાતે એક પ્રયોગ રજૂ થનાર છે.
જેમાં રાજકોટના ખ્‍યાતનામ કલાકારો, અનિલ પરમાર, અનિષ કચ્‍છી, હાર્દિક મહેતા, મેહુલ વૈશ્‍નવ, રમીઝ સાલાણી, ગૌતમ જોષી, ચેતસ ઓઝા, જય કોટક, દિવ્‍યેશ સાગઠીયા, ભરત પરમાર, ગીતાંશ સ્‍વાદિયા, કલ્‍પેશ બોઘરા, દિનેશ બાલાસરા, હેતાંગી વૈશ્‍નવ, ખુશ્‍બુ કાસુંદ્રા, શ્રીયા જોષી, મૃણાલિની ભટ્ટ તેમજ પ્રોડકશન મેનેજર – કિરણ જોશી તથા દિનેશ બાલાસરા, કોસ્‍ચ્‍યુમ : ફાલ્‍ગુની મહેતા, મેકઅપ : દિલીપ પાડલીયા, સંગીત : લાઈટ સંચાલન : રમીઝ સાલાણી, ઘ્‍વની મુદ્રણ રૂદ્રાક્ષ સ્‍ટુડિયો, સેટીંગ્‍ઝ : ચરાગ સચદે, નેપથ્‍યે – સલીમ વારૈયા, જેના લેખક – વિનોદ સરવૈયા(મુંબઈ), અને સંગીત : પંકજ ભટ્ટે કરેલ છે. તેમજ આ આખા પ્રોજેકટનું સંપૂર્ણ માર્ગદર્શન – નયન ભટ્ટનું છે.
જેમાં ઉપસ્‍થિત રહેનાર મહેમાનો – પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુંમર, જે.વી. કાકડીયા, પ્રતાપ દુધાત, અમરીષ ડેર તેમજ ભીખુભાઈ વોરા ઉપસ્‍થિત રહેશે. આ નાટકના અન્‍ય એક પ્રયોગ તા.08/01/ર018ને સોમવારના રોજ જામનગર ખાતે અને તા.10/01/ર018 ને બુધવારના રોજ રાજકોટ ખાતે આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્‍દ્રનગર,જુનાગઢ તેમજ ભાવનગરમાં રજૂ થનાર છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ભીખુભાઈ વોરા જહેમત ઉઠાવી રહૃાા છે.

ખાંભામાં વર્ષો જૂના વૃક્ષનું નિકંદન કઢાતા રોષનો માહોલ

નદિ, પર્વત અને વૃક્ષો પર જોખમ
ખાંભા, તા.3
ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટે વૃક્ષ છેદન કરનાર સામે કડક પગલા ભરવા માંગ કરી છે.
મામલતદારને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અંદાજે 70 વર્ષ પહેલા ખાંભાની મેઈન બજારમાં કરવામાં આવેલ વૃક્ષારોપણના લીમડા ઘટાટોપ રીતે ઉછરેલા છે. જે લીમડા સ્‍ટેટ બેન્‍ક સામે બે વર્ષમાં બે લીમડા અકળ કારણોસર સૂકાઈ જવાના બનાવો તેમજ આજે સ્‍ટેટ બેન્‍ક પાસે લીમડો સળગાવી દેવાનો બનાવ બનેલ છે.
વધુમાં જણાવેલ છે કે, સ્‍ટેટ બેન્‍ક પાસે સળગાવી દેવાયેલ લીમડો બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી સ્‍ટેટ બેન્‍કના સીસીટીવી ફુટેજ કઢાવી લીમડો સળગાવનારાની કોઈ શખ્‍સ વૃક્ષનું નિકંદન કાઢતા પહેલા સો વાર વિચાર કરે.
એક તરફ સરકાર દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવે છે અને બીજી તરફ લોકો દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહયું હોય કડકમાં કડક કાર્યવાહી કરવા પર્યાવરણના વ્‍યાપક હિતમાં અંતમાં માંગ કરી છે.

જીકીયાળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. 3,
સાવરકુંડલા ગામે રહેતાં અજય ધીરજલાલ, વીરેન્‍દ્ર જસવંતરાય, ઈરફાન રજાકભાઈ તથા પ્રકાશ ઉર્ફે પલ્‍લો શશીકાંત નામનાં 4 ઈસમો આજે ખાંભા તાલુકાનાં જીકીયાળી ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાંહોય, આ અંગે ખાંભા પોલીસનાં હેડ કોન્‍સ્‍ટેબલ બી.પી. વાંજાને બાતમી મળતાં દરોડો કરી ચારેય ઈસમોને રોકડ રકમ રૂા.1રપપ0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાભડા ગામે ભૂગર્ભ ગટરનાં પાઈપ કુંડી, ઢાંકણા તોડી રૂા. ર લાખનું નુકશાન

લાઠી તાલુકાનાં
રાભડા ગામે ભૂગર્ભ ગટરનાં પાઈપ કુંડી, ઢાંકણા તોડી રૂા. ર લાખનું નુકશાન
સરપંચ ર્ેારા બે શખ્‍સો સામે ફરિયાદ નોંધાવાઈ
અમરેલી, તા. 3
લાઠી તાલુકાનાં રાભડા ગામે ખાસ ગ્રાન્‍ટ ર્ેારા કરવામાં આવેલ ભુગર્ભ ગટર, પાઈપ તથા ઢાંકણા ઉપર દામનગર ગામે રહેતાં લાલજીભાઈ નાથાભાઈ જાદવે રાભડા ગામે રહેતાં જેરામભાઈ રાઘવભાઈ પરમારનાં કહેવાથી રેતી ભરેલું ટ્રેકટર ચલાવી રૂા.ર લાખનું નૂકશાન કરતાં આ નૂકશાની કરવા સબબ રાભડા ગામનાં સરપંચ ગીતાબેન કાળુભાઈ પરમારે દામનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ  ધરી છે.

આસોદર ગામે યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવારમાં

લાઠી નજીક આવેલ
આસોદર ગામે યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં સારવારમાં
પરપ્રાંતીય યુવકને વતનમાં જવાની ના પાડતાં પગલું ભર્યુંઅમરેલી, તા.3
મુળ મઘ્‍યપ્રદેશના વતની અને હાલ લાઠી તાલુકાના આસોદર ગામે રહી ખેતીકામકરતા રાગુભાઈ રમણભાઈ બાંભણીયા નામના ર0 વર્ષીય પરપ્રાંતીય યુવકને પોતાના વતનમાં જવું હોય, આજે સવારે તેમની માતાએ વતનમાં પછી જવાનું કહેતા તેમને લાગી આવતાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં અત્રેના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

ઐતિહાસીક સમૂહ લગ્નોત્‍સવનું મંત્રીઓને આમંત્રણ પાઠવતાં ગોપાલભાઈ

ચમારડીમાં આગામી માર્ચમાં યોજાનારા
ઐતિહાસીક સમૂહ લગ્નોત્‍સવનું મંત્રીઓને આમંત્રણ પાઠવતાં ગોપાલભાઈ
બાબરાના ચમારડી ગામે આગામી માર્ચ મહિનામાં ઐતિહાસીક સમુહ લગ્નોત્‍સવનું આયોજન જી.પી. વસ્‍તરપરા ચેરીટેબલ ટ્રસ્‍ટ ર્ેારા કરવામાં આવેલ છે. જેમાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ, પ્રધાન મંડળનાં આર.સી. ફળદૂ, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડીયા, પરબત પટેલ, ગણપત વસાવા વિગેરેને ટ્રસ્‍ટનાં પ્રમુખ ગોપાલભાઈ વસ્‍તરપરાએ રૂબરૂ મળીને આમંત્રણ પત્ર પાઠવેલ છે.

નાના ઝીંઝુડા ગામે 4 હજાર વૃક્ષોનું નિકંદન

વનવિભાગની નિષ્‍ક્રીયતાનો ભોગ બની રહૃાા છે વૃક્ષો
નાના ઝીંઝુડા ગામે 4 હજાર વૃક્ષોનું નિકંદન
પાંચ વર્ષથી લઈને પચ્‍ચીશ વર્ષ સુધીનાં વૃક્ષોને કાપી નાખવામાં આવ્‍યા
સાવરકુંડલા, તા. 3
સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામ નજીક વિઠ્ઠલપુરના રસ્‍તે બિલેશ્‍વર વિસ્‍તારમાં આશરે એક કિલોમીટર જેટલા વિસ્‍તારમાં એક માસથી ગેરકાયદેસર વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્‍યું છે. પાંચ વર્ષથી પચ્‍ચીસ વર્ષ સુધીની ઉંમરનાં આશરે 4 હજાર વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્‍યું છે. જેમાં લીમડો, બાવળ, હરમો, ખીજડો, આવળ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ કટીંગ કટ્ટર મશીનો ઘ્‍વારા કરાયું છે અને રાત્રીના સમયે જ કરાયું હોવાનું તારણ કાઢવામાં આવ્‍યું છે. અને હજારો ટ્રક લાકડુ બારોબાર મોકલી દેવાયું છે. ત્‍યારે આ ઘટનાની તટસ્‍થ તપાસ કરવા માટે અને કસુરવારોને જેલની સજા કરવાની માંગ પર્યાવરણ પ્રેમી હરેશભાઈ ખુમાણ ઘ્‍વારા કરવામાં આવી છે.
સાવરકુંડલા-અમરેલી અને ગાંધીનગર સુધી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં કસુરવારને જેલની સજા કરવા જણાવ્‍યું છે.
ત્‍યારે આ ઘટનાથી ચોંકી ગયેલા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે અને તમામ સંસ્‍થાઓ જે વૃક્ષો અને પક્ષીઓ માટે કામ કરે છે તેઓએ ગંભીરતા લેવામાં નહી આવે તોઆમરણાંત ઉપવાસની પણ તૈયારી દર્શાવી છે. વૃક્ષ છેદનના કાયદામાં હવે પરિવર્તન-ફેરફાર કરવાની જરૂર છે.
ઉભા રસ્‍તે કપાયેલ વૃક્ષોની તસ્‍વીરો જોઈ જિલ્‍લાના પર્યાવરણવિદ્‌ અને ગ્રીન એબેસેડર જીતેન્‍દ્ર તલાવીયાએ આ રાષ્‍ટ્રીય અપરાધ ગણાવ્‍યો છે અને કહયું છે કે, એક તરફ ગુજરાત અને કેન્‍દ્ર સરકાર વૃક્ષોના જતન કરવા મહામહેનત કરે છે. ત્‍યારે આ હજારો વૃક્ષોનું નિકંદન કરનાર સામે કડક કાર્યવાહી કરી જેલ ભેગા કરવાનો દાખલો બેસાડો.
નાના ઝીંઝુડા નજીક વિઠ્ઠલપુર જવાના રસ્‍તે ગેરકાયદેસર વૃક્ષો કપાયા તેની અમોએ કામગીરી કરી પંચનામું કરી નકશા સહિતનો રીપોર્ટ મામલતદાર અને વન અધિકારીને સોંપ્‍યો છે. તેમ પ્રતાપભાઈ એન. ચાંદુ, આર.એફ.ઓ. સાવરકુંડલાએ જણાવેલ છે.
આ હજારો વૃક્ષો કપાયા છે. તેમાં કોની જવાબદારી છે ? જે કસુરવાર હોય તેને જેલ ભેગા કરાય.. જે વૃક્ષો કપાયા છે. તેની આવેલ રકમ જમા કરાવવામાં આવે, કપાયેલ વૃક્ષોના થડની ગણતરી કરવામાં આવે અન્‍યથા આમરણાંત ઉપવાસ કરવા જણાવ્‍યું છે.
હરેશભાઈ ખુમાણ પર્યાવરણ પ્રેમીએ વૃક્ષ છેદનની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે. અને જો આ બાબતે ગંભીરતા દાખવવામાં નહી આવે તો પર્યાવરણપ્રેમીઓ ઉગ્ર આંદોલન કરશે તેવા એંધાણ વર્તાઈ રહૃાાં છે. સમગ્રઘટનામાં નાના ઝીંઝુડા ગ્રામ પંચાયતના સતાધીશો શંકાના દાયરામાં હોઈ તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહયા હોઈ અને પર્યાવરણનું જતન કરવામાં નિષ્‍ફળ ગયા હોય તેવું લોકો જણાવી રહૃાાં છે.

અમરેલીમાં શનિવારથી ‘‘શ્રી કૃષ્‍ણ કથામૃત્તમ્‌” નો પ્રારંભ

પરમ શ્રદ્વેય પૂ. રમેશભાઈ ઓઝાનાં વ્‍યાસાસને યોજાશે કથા
અમરેલીમાં શનિવારથી ‘‘શ્રી કૃષ્‍ણ કથામૃત્તમ્‌” નો પ્રારંભ
કથા દરમિયાન લોક સાહિત્‍ય, શ્રી નાથજીની ઝાંખી, ગરબા ઉત્‍સવ પણ યોજાશે
અમરેલી, તા. 3
અમરેલીનાં આંગણે આગામી શનિવારથી સમસ્‍ત કડવા પાટીદાર સમાજ અને ફિણાવા પરિવાર ઘ્‍વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરાયું છે.
ભારતીય સંસ્‍કૃતિ જયોતિર્ધર, ભાગવત ભાસ્‍કર પરમ શ્રઘ્‍ધેય પૂ. રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી)નાં વ્‍યાસાસને શ્રી કૃષ્‍ણ કથામૃતમનું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
જગદગુરૂ આચાર્ય વલ્‍લભાચાર્ય પ્રાગટયપીઠનાં ગાદીપતિ પ,ૂ.પા.ગો. 108 દ્વારકેશલાલજી મહારાજ તથા પૂ.પા.ગો. 108 પુરૂષોતમલાલજી મહારાજ મંગલદીપ પ્રાગટય કરશે.
કથા પ્રારંભ શનિવારે થશે. પોથીયાત્રા સવારે 7:30 કલાકે, શ્રી કૃષ્‍ણ પ્રાગટયોત્‍સવ બુધવારે, ગિરિરાજ પૂજન ગુરૂવારે, રૂક્ષ્મણી વિવાહ શુક્રવારે યોજાશે.
કથા દરમિયાન રાત્રીનાં માયાભાઈ આહીર, નિધિ ધોળકીયા, પ્રફુલ દવે., દમયંતી બરડાઈ વિગેરે સાહિત્‍યકારો કલા પ્રસ્‍તુતી કરશે.
ધાર્મિકોત્‍સવમાંઉપસ્‍થિત રહેવા સમસ્‍ત કડવા પાટીદાર સમાજ અને ફિણાવા પરિવાર અનુરોધ કરાયો છે. અને ધાર્મિકોત્‍સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમરેલીની સંવેદન ગ્રુપ સંસ્‍થા દ્વારા 37મું ચક્ષુદાનલેવાયુ

ચક્ષુદાન અંગે જાગૃતિ ઉભી કરનાર
અમરેલીની સંવેદન ગ્રુપ સંસ્‍થા દ્વારા 37મું ચક્ષુદાનલેવાયુ
દેવળીયાના દિવ્‍યાંગ વ્‍યકિતએ કર્યુ ચક્ષુદાન
અમરેલી, તા. 3
અમરેલી તાલુકાના દેવળીયા (ચકકરગઢ) નિવાસી ગોવિંદભાઇ નાગજીભાઇ ગોંડલીયાની પુત્રી ગીતાબેન કે જેઓ જન્‍મથી જ દિવ્‍યાંગ હતા. તેમનું ફેફસાની બીમારીના કારણે તા. 3/1/ર018 બુધવારના રોજ અવસાન થતા આજરોજ તેમની અંતિમ ઇચ્‍છા મુજબ તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરેલ. તેઓએ ડો. કીરીટભાઇ જેબલીયા તથા અમરેલી બ્‍લડ બેંકના મધુભાઇ આજગીયાના માઘ્‍યમથી સંવેદન ગ્રુપના પ્રમુખ વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી ગીતાબેન (ઉ.વ.37)ની તંદુરસ્‍ત આંખોનું દાન સ્‍વીકારેલ. તેમના ભાઇ દિનેશભાઇ ગોવિંદભાઇ ગોંડલીયાની સમયસરની જાગૃતિએ બે અંધજનોના જીવનમાં રોશની લાવવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડયું હતું.
આ નેત્રદાન સ્‍વીકારવા માટે સંવેદન ગ્રુપના વિપુલ ભટ્ટી, મેહુલ વાજા, અશોક ભરખડા સાથે ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી- સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલ વ્‍યાસ, હરેશ જોષી એ સેવા આપી હતી. તેમ મંત્રી મેહુલ વાઝાની યાદીમાં જણાવેલ છે.

અમરેલીનાં ર ખેલાડીઓ મણીપુરની હોકી સ્‍પર્ધામાં પસંદગી પામ્‍યા

અમરેલી, તા.3
ફોરવર્ડ હાઈસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે રાજા સ્‍કૂલ ઓફ આર્ટ અમરેલી અને હોકી અમરેલી દ્વારા ચાલતા હોકી કેમ્‍પમાંથી ડુહીશ મિતેશ અને શેખ મુબારકરાજયકક્ષાએ ડીસા રમવા જતા તેમાંથી સિનિયર નેશનલ હોકી ઈન્‍ડિયા દ્વારા મણીપુરના ઈમ્‍ફાલ મુકામે યોજાયેલ સ્‍પર્ધામાં ભાગ લેવા જતા શુભેચ્‍છા પાઠવતા હોકી અમરેલીના સેક્રેટરી આઈ.પી. બારડ, ટ્રેઝરર બળદેવસિંહ ગોહીલ, કોચ મહાવીરસિંહ રાઠોડ, હોકી પ્‍લેયર જીગ્નેશ સોલંકી, બ્રિજરાજસિંહ તથા જુનિયર ખેલાડીઓએ શુભેચ્‍છાઓ પાઠવેલ છે.

અમરેલી જિલ્‍લામાં રવિપાકનાં વાવેતરમાં વધારો

જિલ્‍લાનાં ખેડૂતોએ ચાલું વર્ષે શાકભાજીનું વાવેતર વધારે કર્યુ
અમરેલી જિલ્‍લામાં રવિપાકનાં વાવેતરમાં વધારો
રપ હજાર હેકટર જમીનમાં રવિપાકનું વાવેતર થવાનો અંદાજ
અમરેલી, તા. 3
અમરેલી જીલ્‍લામાં ગત વર્ષ કરતા ઓણસાલ રવિપાકનું વાવેતર બે હજાર હેકટર ઓછું થયું છે. પણ શિયાળામાં ખેડૂતો રવિપાકમાં ઘંઉ, ચણા, જીરૂ, ડુંગળી સહિતનું વાવેતર કરીને ઓણસાલ ખેડૂતો મોસમના મિજાજ મુજબની ખેતી કરી રહૃાા છે.
ખેડૂતો જગતના તાત ગણાય અને વર્ષ વાઈઝ ખેડૂતો વાવેતર કરતા હોય છે. શિયાળાની મોસમમાં ખેડૂતો રવિપાકનું વાવેતર કરતા હોય છે. અમરેલી જીલ્‍લામાં ગત વર્ષ કરતા રવિપાકમાં બે હજાર હેકટર ઓછું વાવેતર ખેડૂતોએ કર્યુ છે. જેમાં ઘંઉ, ડુંગળી, જીરૂ, ચણા સાથે શાકભાજીનું વાવેતર વધુ થયું હોવાનું જાણવા મળી રહૃાું છે.
સાવરકુંડલાના ખેડૂતે ર0 વિઘાની ખેતીમાં ઘંઉ, શાકભાજી,   ડુંગળીનું વાવેતર કર્યુ છે તો નેસડીના ખેડૂતે 10 વીઘામાં ઘંઉ, ચણા અને ડુંગળીનું વાવેતર કર્યુ છે. મોસમ સારી હોવાથી પાક પણ સારો થવાની આશાઓખેડૂતો સેવી રહૃાા છે.
1પ વીઘાની ખેતી કરતા રમેશભાઈએ ચણાનું વાવેતર કર્યુ છે. ચણામાં પોપટા પણ આવી ગયા છે સાથે જેવી રીતે સરકાર કપાસ અને      મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી તેમ ચણા પણ ટેકાના ભાવે ખરીદ કરે તેવી માંગણી ખેડૂતો કરી રહૃાા છે. ત્‍યારે ઓણસાલ અમરેલી જીલ્‍લામાં ર3 હજાર હેકટરમાં કયાં કયાં પાકનું વાવેતર થયું છે તે જોઈએ.
ઘંઉ 6 હજાર હેકટર, ગુવાર 310 હેકટર, મકાઈ 40 હેકટર, ચણા 6રર3 હેકટર, જીરૂ 11પ1 હેકટર, ધાણા 7ર8 હેકટર, લસણ 799 હેકટર, ડુંગળી 1889 હેકટર, શાકભાજી 1ર93 હેકટર સહિતનાં શિયાળાના રવિપાકોનું વાવેતર કરવામાં આવ્‍યું છે.
ગત વર્ષ કરતા ઓણસાલ ડીસેમ્‍બર સુધીનું રવિપાકનું વાવેતર ર3 હજાર હેકટરનું થયું છે. ગત વર્ષે રપ હજાર હેકટર થયું હતું. પણ જાન્‍યુઆરી સુધીના એન્‍ડમાં રપ હજાર હેકટરનું વાવેતર થાય તેવો ખેતીવાડી અધિકારી આશાવાદ રાખી રહૃાા છે. ત્‍યારે ખેડૂતોને રવિપાકમાં ઓણસાલ સારી ખેતી થવાની શકયતા જોવા મળી રહી છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : કડવીબેન લવજીભાઈ વ્‍યાસ, ઉ.વ. 90 નું તા. 1/1 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 4/1 ગુરૂવારે સાંજે 3 થી 6 તેમના નિવાસસ્‍થાન શોરાવાડી શેરી નં.4 સાવરકુંડલા રાખેલ છે.
સાવરકુંડલા : લાભુબેન લવજીભાઈ પોરીયા, ઉ.વ. 78, તા. ર/1 ના રોજ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા. 4/1 ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન ભભનંદનવનભભ સ્‍વામીનારાયણ ગુરૂકુળ સામે, સાવરકુંડલા રાખેલ છે.
સાવરકુંડલા : વાંઝા કસુંબાબેનમનજીભાઈ ગોહેલ, ઉ.વ. 97 તા.ર/1 મંગળવારે ગોપાલચરણ પામેલ છે. સદગતનું બેસણુંતા. 4/1 ગુરૂવારે સાંજે 4 થી 6 વાંઝા જ્ઞાતિની વાડી ઉપરનો વિભાગ પોસ્‍ટઓફીસ રોડ, સાવરકુંડલા રાખેલ છે.
સાવરકુંડલા : શાંતિલાલ નાથાલાલ સોનપાલ, ઉ.વ. 7પનું દુઃખદ અવસાન તા. ર/1 ના રોજ થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 4/1 ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્‍થાને રિઘ્‍ધીસિઘ્‍ધીનાથ મહાદેવ મંદીર, સાવરકુંડલા રાખેલ છે.

બાબરામાં તાલુકા પ્રાથમિક શાળા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

બાબરામાં કમળશી હાઈસ્‍કૂલનાં મેદાનમાં આગામી એક પખવાડીયા સુધી પ્રાથમિક શિક્ષકોની તાલુકાકક્ષાની ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન તાલુકા શિક્ષણ વિભાગ અને શિક્ષક સંઘ ઘ્‍વારા કરવામાં આવ્‍યું છે. આ ટુર્નામેન્‍ટનો પ્રારંભ બાબરા તાલુકાપ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રશાંતભાઈ મહેતા ઘ્‍વારા કરવામાં આવયો હતો. બાબરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુકત ઉપક્રમે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં તાલુકાની દરેક પ્રાથમિક શાળાઓ ઘ્‍વારા ભાગ લેવામાં આવ્‍યો છે. અહીં સરકારી કમળશી હાઈસ્‍કૂલનાં મેદનમાં દરરોજ સવારે 7થી 9 વાગ્‍યા સુધી આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં દરરોજ બે શાળાઓ વચ્‍ચે મેચ રમાય છે. જેમાં આજે બીઆરસી અને કરીયાણા પ્રાથમિક શાળા વચ્‍ચે મેચ રમાઈ હતી જેમાં કરીયાણા પ્રાથમિક શાળાની ટીમ વિજેતા બની હતી. આ ક્રિકેટ ટુર્નામેન્‍ટની ફાઈનલ મેચ 18 તારીખે રમાશે. જેમાં વિજેતા ટીમ અને રનર્સઅપને ભવ્‍ય ટ્રોફી એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્‍ટને સફળ બનાવવામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રશાંતભાઈ મહેતા, સંઘના પ્રમુખ જે.ડી. આહીર, મહામંત્રી સંજયભાઈ વસાણી, બીઆરસી નીતિનભાઈ ચાવડા, જયેશભાઈ જીંજરીયા સહિતના સ્‍ટાફ ઘ્‍વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

04-01-2018