Main Menu

Wednesday, January 3rd, 2018

 

અમરેલી જિલ્‍લામાં સવારે 7 પહેલા તથા સાંજે 8 કલાક બાદ ટયુશન ચલાવવા પર પ્રતિબંધ

વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ઘ્‍યાને લઈને હુકમ કરાયો
અમરેલી જિલ્‍લામાં સવારે 7 પહેલા તથા સાંજે 8 કલાક બાદ ટયુશન ચલાવવા પર પ્રતિબંધ
1 માર્ચ સુધી નવા નિયમની અમલવારી રહેશે
અમરેલી, તા. ર
શૈક્ષણિક અભ્‍યાસના ક્ષેત્રમાં હાલના હરિફાઈના યુગમાં વાલી પોતાનું સંતાન હંમેશા આગળ રહે તેમજ સારૂં શિક્ષણ મેળવે તે માટે શકય તમામ પ્રયાસો કરતા રહે છે. આ પ્રકારનાં ટયુશન કલાસીસ વહેલી સવારથી શરૂ થઈ મોડી રાત સુધી ચાલતા હોય છે. જે કલાસીસમાં જતાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ વહેલી સવારથી મોડી સાંજ સુધી કલાસીસમાં જતા હોય છે. જેની એકલતાનો લાભ લઈ ગંભીર પ્રકારના ગુન્‍હાઓ બનવાની શકયતા નકારી શકાય તેમ નથી.
આ ગંભીર પ્રકારના બનાવો ન બને તે માટે તેમજ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની સલામતી જળવાય રહે અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે સમગ્ર અમરેલી જિલ્‍લામાં ટયુશન કલાસીસ વ્‍યકિતગત ટયુશન કલાસીસ પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ જે.એમ. ભટ્ટે, અમરેલી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ અમરેલી જિલ્‍લામાં ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરવા માટે વહેલી સવારે-સાંજના ટયુશન કલાસમાં જતાં આવતા હોય છે. જેની એકલતાનોલાભ લઈ ગંભીર પ્રકારના ગુન્‍હાઓ બનવાની શકયતા નકારી શકાય તેમ નથી. આ ગંભીર પ્રકારના બનાવો ન બને તે માટે સવારે 7 પહેલા તથા સાંજે 8 કલાક બાદ શૈક્ષણિક ટયુશન-વ્‍યકિતગત ટયુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.
આ હુકમ તા. 1 જાન્‍યુઆરીથી તા. 1 માર્ચ-ર018 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

ચલાલા માર્કેટયાર્ડમાં વૃદ્ધ ઉપર ર શખ્‍સોનો હુમલો

અમરેલી, તા.ર
ચલાલા ગામે માર્કેટયાર્ડ પાછળના તળાવ કાંઠે રહેતા અમરાભાઈ વાઘજીભાઈ માથાસુળીયા નામના 6પ વર્ષીય વૃઘ્‍ધ ગત તા.31ના રોજ બપોરે ચલાલા માર્કેટયાર્ડમાં હતા તે દરમિયાન બે દિવસ પહેલા તે જ ગામે રહેતા અજય ધીરૂભાઈ સોલંકી સાથે બકરા અંગે વિવાદ થયેલ તે વાતનું મનદુઃખ રાખી કાબા ઉર્ફે ગોરધન ગોવિંદભાઈ તથા અજય સોલંકીએ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે આ વૃઘ્‍ધને આડેધડ માર મારી દાંત તોડી નાખી ઈજા કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાઈ છે.

કુંકાવાવમાં વૈષ્‍ણવ સંપ્રદાયનાં મહા મહોત્‍સવનો થશે પ્રારંભ

આવતીકાલથી સતત એક અઠવાડીયા સુધી ભકિતનાં ઘોડાપુર
કુંકાવાવમાં વૈષ્‍ણવ સંપ્રદાયનાં મહા મહોત્‍સવનો થશે પ્રારંભ
શ્રીમદ્‌ ભાગવત્‌ એવમ પાટોત્‍સવનું આસ્‍થાભેર કરાયું આયોજન
કુંકાવાવ, તા. ર
કુંકાવાવમાં આવતીકાલથી વૈષ્‍ણવો માટે મહા મહોત્‍સવનોપ્રારંભ થશે. જેમાં તા. 4થી 10 સુધી વિવિધ કાર્યક્રમો જેમાં અમરેલી રોડ પર વૃજધામ ખાતે શ્રીમદ ભાગવત કથા તથા નૂતન નંદાલય નવી હવેલી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેમજ દરરોજ અનેક ધાર્મિક કાર્યક્રમો દિવસ-રાત ચાલશે. જેમાં રોજ હજારો વૈષ્‍ણવો ભાગ લેશે. ગુજરાતભરમાંથી આચાર્યોની પાવન પધરામણી આ મહોત્‍સવ દરમિયાન થશે અને તેની દિવ્‍યવાણીને લાભ શ્રોતાઓને મળશે. એમ દરરોજ મહાપ્રસાદ અને રાત્રી ડાયરો, ધુન, કિર્તન જેવા કાર્યક્રમો યોજાશે. તેમજ કથા દરમિયાન વિવિધ વંદનીય સંતોના સામૈયા, સન્‍માન તેમજ ધાર્મિક પ્રવચનો યોજાશે. જયારે સમસ્‍ત ગામનાં વૈષ્‍ણવો ભારે ઉત્‍સાહ ઉમંગ સાથે આ મહોત્‍સવનાં વધામણા કરવા માટે થનગની રહૃાા છે અને તમામ સગા-વ્‍હાલાઓને આ દિવ્‍ય મહોત્‍સવની કંકોત્રી મોકલવામાં          આવી છે.
જયારે આયોજકો અને નવ નિર્માણ હવેલીમાં જેમનું મહત્‍વનું યોગદાન અને મહેનત છે તેવા ગીરીરાજ ચેરીટેબલનાં ટ્રસ્‍ટીઓએ તમામ બહાર વસતા વતનપ્રેમી દાતા, આગેવાનો, અધિકારી તેમજ સમસ્‍ત વૈષ્‍ણવોને આમંત્રણ પત્રિકા લખીને આ કુંકાવાવમાં કયારેય ના યોજાયો હોય તેવો મહોત્‍સવ યોજવાના યસના અધિકારી બન્‍યા છે. અને કરોડોનાં ખર્ચે દાતાઓનાં સહયોગથી નવી શ્રીનાથજીની હવેલી બનાવવા માટે આ ટ્રસ્‍ટના યુવાનોની કામગીરીથી કુંકાવાવહવે વજભૂમિ બનશે. ત્‍યારે આ વૈષ્‍ણવો માટે કાયમી યાદગાર રહે તેવો મહોત્‍સવ ઉજવાઈ રહૃાો છે. અને સમસ્‍ત ગામને સણગારવામાં આવ્‍યું છે. અને વિશાળ કથા મંડપ વૃજધામ અને નવી હવેલીને શણગારવામાં આવી છે. ત્‍યારે મહેમાનો માટે રહેવા-જમવા, ઉતારા સહિતની વ્‍યવસ્‍થા આ ટ્રસ્‍ટી મંડપ અને વૈષ્‍ણવો ઘ્‍વારા કરવામાં આવી છે. આમ 7 દિવસ ચાલનારા મહા મહોત્‍સવમાં રોજ વંદનીય સંતો, આગેવાનોને આવકારવા માટે સમસ્‍ત ગામ ભારે ઉત્‍સાહ અને ઉમંગથી વધાવશે. આમ આ દિવ્‍ય મહોત્‍સવને લાભ લેવા ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ ઘ્‍વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે. જેનો લાભ લેવો.

ટીંબીમાં સોમવાર રાત્રીનાં મકાનમાં આગ લાગવાથી એક મહિલા અને ર બાળકોનાં મોત નિપજયા

અમરેલી, તા. ર
જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે ગત મોડી રાત્રીએ રહેણાંક મકાનમાં આગ લાગવાથી એક મહિલા અને ર બાળકોનાં દાઝી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટીનો માહોલ ઉભો થયો છે.
વિગત એવા પ્રકારની છે કે ટીંબી ગામનાં માણસા માર્ગ પર આવેલ બે માળનાં મકાનમાં ઉપરનાં માળે રેખાબેન પ્રવિણભાઈ (ઉ.વ. ર6) નામની પરિણીતાતેમની પુત્રી હેમાંશી (ઉ.વ.3) અને પુત્ર રોનક (ઉ.વ.8) સાથે સુતી હોય તે સમયે અકસ્‍માતે આગ લાગતાં ત્રણેય માતા, પુત્ર અને પુત્રીનું દાઝી જવાથી મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેરાટીનો માહોલ ઉભો થયો છે.
આ બનાવ અંગે સીપીઆઈએ તપાસ શરૂ કરી છે.

વાવેરા ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે 1 ઈસમને પોલીસે ઝડપી લીધો

અમરેલી, તા. ર,
રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રહેતા અલ્‍પેશ રેવાશંકરભાઈ નામનો ઈસમ ગઈકાલે વિદેશી દારૂની બોટલ નંગ-10 કિંમત રૂા. 3 હજારની લઈને નીકળતા પોલીસે તેને ઝડપી લીધો હતો.

અમરેલી જિલ્‍લામાં 76 શખ્‍સો નશો કરેલી હાલતમાં ઝડપાયા

મુજકો યારો માફ કરના મેં નશે મેં હું
અમરેલી જિલ્‍લામાં 76 શખ્‍સો નશો કરેલી હાલતમાં ઝડપાયા
પોલીસે નશાખોરોનો નશો ઉતારી નાખ્‍યો
અમરેલી, તા.ર
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે તથા આગલા દિવસની રાત દરમિયાન અમરેલી જિલ્‍લામાં ઠેર ઠેર પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું અને આ ચેકીંગ દરમિયાન અમરેલી જિલ્‍લા ઉપરાંત સૌરાષ્‍ટ્ર ભરના નશો કરવાના શોખીન 76 જેટલા ઈસમોને અલગઅલગ સ્‍થળોએથી ઝડપી લીધા હતા અને નશો ઉતારી નાખ્‍યો હતો.
જયારે ખાંભા પોલીસ સ્‍ટેશનમાં જ માત્ર 33 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી લઈ લોક-અપમાં મૂકી દેતાં લોકઅપ ચોકઅપ થઈ જવા પામ્‍યું હતું. આગામી દિવસોમાં પણ હજુ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવશે.

લુંટો ભાઈ લુંટો : વડીયામાં પુલ બનાવવામાં દે ધનાધન

ચોમાસામાં પુલનું અસ્‍તિત્‍વ રહેશે કે કેમ તેવો વેધક પ્રશ્‍ન પણ ઉપસ્‍થિત થયો
લુંટો ભાઈ લુંટો : વડીયામાં પુલ બનાવવામાં દે ધનાધન
પુલ બન્‍યાને 6 મહિના પસાર થયા ત્‍યાં તો બિસ્‍માર બની જતાં રોષની આંધી
અમરેલી, તા. ર
એક તરફ ભાજપનાં આગેવાનો ભ્રષ્‍ટાચાર મુકત શાસન આપવાની ગુલબાંગો ફેંકે છે અને બીજી તરફ રાજયમાં ભ્રષ્‍ટાચાર સોળે કળાએ ખીલી ઉઠયો છે. અને સૌથી વધુ આશ્ચર્યની બાબત એ છે કે, ભ્રષ્‍ટાચારની કોઈ તપાસ જ શરૂ કરવામાં આવતી નથી.
દરમિયાનમાં વડીયામાં છ માસ આસપાસ બનેલા પુલ ઉપર આરસીસી રોડમાં ગાબડા પડવા લાગ્‍યા છે. નજરે દેખાઈ રહૃાું છે. લોકોમાં ભારે ચકચાર મચી છે કે આ આરસીસી રોડ થયો છે તેનું નબળુ કામ સામે દેખાઈ રહૃાું છે. માત્ર છ માસમાં જ આરસીસી રોડ બન્‍યો હોય તેવું લાગતું નથી. વડીયા સુરવો નદીની રેતીથી કરેલા લોટ-પાણી ને લાકડા નદીના પટની રેતી પુલ ઉપર પથરાયેલી સામે દેખાઈ રહી છે. માત્ર છ માસમાં જ રેતી ઉપર વાહનો ચાલતા હોઈ તેવું વાહનચાલકો અનુભવી રહૃાા છે. છ માસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી ગયું છે. જો આ રોડનું કવચ નબળુ હોય તો અંદર તો લોટ-પાણી ને લાકડા જ હશે તેવા લોકોમાં સવાલો અને શકતો નખાઈ રહી છે.
આ રોડનું સમાર કામ કરવામાં નહી આવેતો આ નવા બનેલા પુલમાં થયેલો ભ્રષ્‍ટાચાર પબ્‍લીકની સામે આવશે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. આ એક કરોડ ઉપરનાં ખર્ચે થયેલા પુલ અને પુલ ઉપરના આરસીસી રોડના કામમાં ગાબડાથી શરૂઆત થઈ ગઈ છે હવે વડિયાની પ્રજા ચોમાસાના વરસાદની રાહ જોઈ રહી છે કે હજુ ચોમાસા પહેલા આ હાલત છે તો ચોમાસા પછી કેવી દુર્દશા થશે. આ પુલની મજબૂતી કેવી હશે. જો આ સીસી રોડની માફક હશે તો લોકોમાં નતનવા સવાલો ઉદભવી રહૃાા છે. જો આ કામની પુરી તપાસ કરીને આ આરસીસી રોડની મરામત કરવામાં ન આવે અને એક વરસાદ વરસે તો પુલનાં કામનો આરસીસી રોડની જેમ ભ્રષ્‍ટાચાર લોકોની સામે આવે તેવી સ્‍થાનિક લોકો ચર્ચાઓ કરી રહૃાા છે. અને ચોમાસાની ઋતુમાં સુરવો નદીની રેતી પાછી નદીમાં ભળે તે નજરે નિહાળવા માટે આતુરતાથી ગામલોકો રાહ જોઈ રહૃાા છે.

દામનગરમાં બગીચાનાં વિકાસનાં નામે ઉઘાડી લુંટ

રૂપિયા 44 લાખ જેવી રકમનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ
દામનગરમાં બગીચાનાં વિકાસનાં નામે ઉઘાડી લુંટ
નવનિર્વાચિત ધારાસભ્‍ય વીરજી ઠુંમરે સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસની કરી માંગ
દામનગર, તા. ર
દામનગર પાલિકાનાં શાસકોએ શહેરી વિકાસ વિભાગની આર્થિક સહાયથી શહેરનાં બગીચાનો વિકાસ કરવાને બદલે સ્‍વવિકાસ કર્યાની ઘટના બહાર આવતાં નવનિર્નિચાત ધારાસભ્‍ય વીરજી ઠુંમર પણ ચોંકી ઉઠયા છે.
દામનગર પાલિકાને બગીચાનાં વિકાસ માટે શહેરી વિકાસ વિભાગે રૂપિયા 71 લાખ જેવી અધધ રકમ ફાળવી હતી. બાદમાં પાલિકાનાં શાસકોએ રૂપિયા 3થી 4 લાખનો ખર્ચ કરીને રૂપિયા 44 લાખ જેવી રકમ કોન્‍ટ્રાકટરને ચુકવીદઈને લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કર્યાનો આક્ષેપ નિવૃત્ત બેન્‍ક કર્મચારી દેવચંદભાઈ અલગીયાએ કરીને ઉચ્‍ચ અધિકારીઓને તપાસ માટે રજુઆત કરી હતી.
પરંતુ એક પણ ઉચ્‍ચ અધિકારીએ આ કૌભાંડની અકળ કારણોસર કોઈ તપાસ ન કરતાં શહેરીજનોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.
દરમિયાનમાં નવનિર્વાચીત ધારાસભ્‍ય વીરજી ઠુંમર સમક્ષ રજુઆત થતાં તેઓ બગીચાનાં સ્‍થળે દોડી ગયા હતા અને પ્રાથમિક દ્રષ્‍ટિએ કૌભાંડ થયું હોવાનું જણાતાં ઉચ્‍ચ અધિકારીઓને સમગ્ર પ્રકરણની તટસ્‍થ તપાસ કરવા જણાવેલ હતું.
આમ જનતા જનાર્દનનાં રૂપિયા 40 લાખ જેવી રકમ ભ્રષ્‍ટાચારનાં કારણે બરબાદ થઈ ગઈ હોય ઉચ્‍ચ અધિકારીઓ તપાસ કરીને કસુરવાનો સામે કડક પગલા લે છે કે સમગ્ર પ્રકરણ ભીનું સંકેલાઈ જાય છે તેનાં પર સૌની નજર મંડાયેલી છે.

અમરેલી જિલ્‍લામાં 4.0પ7 લાખ કિવન્‍ટલ મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી

અમરેલી, તા.ર
અમરેલી જિલ્‍લામાં અત્‍યાર સુધીમાં 18 ખરીદ કેન્‍દ્રોમાં ર0,083 ખેડૂતોની 4.0પ7 લાખ કિવન્‍ટલ મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને રૂ.1ર6 કરોડનું ચૂકવણું કરવામાં આવ્‍યું હોવાનું જિલ્‍લા કલેકટર એસ.એલ.અમરાણીએ ખેતીવાડી વિભાગના ખરીદ કેન્‍દ્રોની માહિતી અનુસાર જણાવ્‍યું હતુ.
કેટલાક કેન્‍દ્રોમાં ખરીદી માટે સ્‍થાનિક મંડળીઓ તેમજ ખાનગી ગોડાઉન પણ ભાડે રાખવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. અત્‍યાર સુધીમાં 30 જેટલા ગોડાઉન (ભાવનગર, બોટાદ જિલ્‍લા સહિત) તેમજ ર.30 લાખ કિવન્‍ટલ         મગફળીના સંગ્રહ માટેના ગોડાઉન નક્કી કરવામાં આવ્‍યાં છે. જેમાં ખરીદ થયેલી મગફળીને સુરક્ષિત રીતે સંગ્રહ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વધુને વધુ મગફળીની ખરીદી કરી ખેડૂતોને રાહત આપી શકાય.
ગુજકોમાસોલ, ગુજકોટ અને ગુજપ્રો દ્વારા આ ગોડાઉન તાત્‍કાલિકભાડે રાખી મગફળી ઉત્‍પાદક ખેડૂતોની મગફળી સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. આ અંગેની યોજાયેલ બેઠકમાં જિલ્‍લા ખેતીવાડી અધિકારી, જિલ્‍લા રજીસ્‍ટ્રાર તેમજ ગુજકોમાસોલ, ગુજકોટ, ગુજપ્રો અને વેરહાઉસીંગના પ્રતિનિધીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, તેમ કલેકટર, અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

અમરેલીનાં ટ્રાફિકથી ધમધમતા વિસ્‍તારમાં એક રાતમાં 4-4 દુકાનોમાં ચોરી : ફફડાટ

કડકડતી ઠંડીનો લાભ ઉઠાવતા તસ્‍કરો
અમરેલી, તા.ર
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર-3 દિવસથી સતત ભારે ઠંડી પડી રહી છે. જેને લઈ વેપારીઓ ગઈકાલે સમી સાંજના પોતાના ધંધા રોજગાર સંકેલી ઘર તરફ પ્રયાણ કરી ગયા હતા. અને મોડી રાત્રીના સમયે પણ ઠંડીના કારણે શહેરની બજારોમાં સન્‍નાટો છવાયો હોય, તસ્‍કરોએ એક જ કોમ્‍પલેક્ષમાં આવેલ 4-4 દુકાનોના શટર ઉંચકાવી અને આરામથી રોકડ તથા મુદામાલ મળી રૂા. 74,9પ0ની મતા ચોરી કરી લઈ ગયા હતા. જેના પગલે અમરેલી શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
અમરેલીના સીટી બસ સ્‍ટેન્‍ડ તરીકે ઓળખાતા આ ભીડભંજન ચોકમાં ર4 કલાક સતત વાહન અવર-જવર રહે છે. તેવા વિસ્‍તારમાં આવેલ ટાઉન હોલ શોપીંગ સેન્‍ટરમાં દુકાનધરાવતા અને સિઝનેબલ વસ્‍તુઓનો વેપાર કરતા આસીફભાઈ સતારભાઈ ઘોઘારીની ગુજરાત સિઝન સ્‍ટોરમાં ગઈકાલે રાત્રીના સમય દરમિયાન કોઈ અજાણ્‍યા ઈસમે દુકાનનું શટર ઉંચકાવી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં પડેલા રોકડ રકમ રૂપિયા 70 હજાર તથા બાજુમાં આવેલ પ્રશાંત પાવર એન્‍ડ ઈલેકટ્રીક નામની દુકાનમાંથી રોકડા રૂા. ર હજાર, સહયોગ મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ફોન-ર કિંમત રૂા. ર9પ0 તથા જલારામ મોબાઈલ ફોનની દુકાનની બહાર રહેલ સીસીટીવી કેમેરો પણ તસ્‍કરો ચોરી જતા કુલ રૂા.749પ0ની મતાની ચોરીની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાતા પોલીસે ડોગ સ્‍કવોર્ડ તથા ફીંગરપ્રિન્‍ટ નિષ્‍ણાંતની મદદ લઈ ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યા છે.

અમરેલીનાં પટેલ સંકુલમાં કલબ એકટીવીટીનો કાર્યક્રમ યોજાયો

અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે હોસ્‍ટેલ વિભાગની વિદ્યાર્થીનીઓની જુદી જુદી કલબ એકટીવીટીનો એક કાર્યક્રમ તા. ર3/1ર/ર017ના રોજ આર્ય સમાજ હોલમાં પ્રદર્શન અને ઓપન થિયેટરમાં કલબો ર્ેારા તૈયાર કરેલ અન્‍ય કાર્યક્રમ યોજવામાં આવેલ. કાર્યક્રમનાં અઘ્‍યક્ષ સ્‍થાને સંસ્‍થાનાં પ્રમુખ વસંતભાઈ ગજેરા રહેલ. મુખ્‍ય મહેમાન બોમ્‍બેનાં પૂર્વ ધારાસભ્‍ય હેમેન્‍દ્રભાઈ મહેતારહેલ. સાથે સમાજ અગ્રણીઓ નિયામક મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી, બ્રિજેશ પલસાણા, હોસ્‍ટેલ વિભાગનો હેકટર સ્‍ટાફ, શૈક્ષણિક સ્‍ટાફ તેમજ નિવાસી પ000 વિદ્યાર્થીનીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયેલ જુદી જુદી કલબો ર્ેારા યોજાયેલ કૃતિઓ વિદ્યાર્થીનીઓ ર્ેારા રજૂ કરવામાં આવેલ. સંસ્‍થાના પ્રમુખે જણાવેલ કે સ્‍ટુડન્‍ટમાં શકિત છે પરંતુ તેને પ્રજવલીત કરવાની જવાબદારી કેળવણી આપનારને વાલીની અને સમાજની છે. યુવાનોમાં અપાર શકિત છે તે બહાર લાવી તેનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમ કે દિવામાં દિવેલને પ્રજજવલિત કરવાનીજવાબદારી આપણી છે. સમાજના આગેવાનોએ તમામ કૃતિઓનું નિરીક્ષણ કરેલ તેમજ રજૂ કરવામાં આવેલ કૃતિઓ રાતના 1ર.00 વાગ્‍યા સુધી નિહાળેલ. તેમ સંસ્‍થા વતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.

ખાંભાનાં ઉમરીયા, પીપળવા શાળામાં સાયન્‍ટીફીક કાર્યક્રમો યોજાયા

અમરેલી જિલ્‍લા લોકવિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા
ખાંભાનાં ઉમરીયા, પીપળવા શાળામાં સાયન્‍ટીફીક કાર્યક્રમો યોજાયા
અમરેલી, તા.ર
ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ડીપાર્ટમેન્‍ટ ઓફ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી, ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત, ગાંધીનગર ઘ્‍વારા પુરસ્‍કૃત ડીસ્‍ટ્રીકટ કોમ્‍યુનિટી સાયન્‍સ સેન્‍ટર, શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય અને બાલભવન, અમરેલી ઘ્‍વારા ખાંભા તાલુકામાં ઉમરીયા, પીપળવા પ્રાથમિક શાળાઓમાં  સાયન્‍ટીફીકકાર્યક્રમ  ઉજવવામાં આવ્‍યો.
ડાયરેકટર નિલેશ કે. પાઠક ઘ્‍વારા વિવિધ શાળાઓના વિદ્યાથી- વિદ્યાર્થીનીઓમાં વિજ્ઞાન પ્રત્‍યેની જીજ્ઞાષાઓને વધુ વેગવંતતા પ્રદાન કરવા અર્થેના સરકારના ઉદ્રેશને સાકાર કરતા કાર્યક્રમો ઘ્‍વારા શાળાઓના વિદ્યાર્થીઓને વિજ્ઞાન-ગણિત તરફનો અભિગમ કેળવવામાં આવેલ તેમજ સંસ્‍થામાં સક્રિય અનેકવિધ પ્રવૃતિઓની વિસ્‍તૃત માહિતી પ્રદાન કરી જિલ્‍લા લોક વિજ્ઞાન કેન્‍દ્ર, અમરેલીની મુલાકાત લેવા અનુરોધ કરાયો હતો.
કાર્યક્રમો વિષય જ્ઞાતા તરીકે જીજ્ઞેશભાઈ રૈયાણી, ચેતનભાઈ પાઠક તથા પંકજભાઈ લશ્‍કરી ઘ્‍વારા વિવિધ પ્રયોગો ઘ્‍વારા અભ્‍યાસલક્ષી જ્ઞાન પ્રદાન કરવામાં આવેલ.   આ સમગ્ર કાર્યક્રમમાં સી.આર.સી નીલેશભાઈ વનરા સાહેબનો અનેરો સહયોગ પ્રદાન થયેલ છે.
શ્રી ઉમરીયા પ્રા.શાળાના આચાર્ય રજનસીંહ પરમાર, હંસાબેન પરમાર, ઉર્વશીબેન નાકરાણી, અરવીંદભાઈ પલાસ, રશ્‍મીબેન ગજેરા, હિનાબેન ધડુક, લતાબેન પટેલ  ઘ્‍વારા અનેરો સહયોગ પ્રદાન થયેલ.
શ્રી પીપળવા પ્રા. શાળાના આચાર્યા ધર્મીષ્ઠાબેન ગોંડલીયા, નિલેશભાઈ રાવલ, સુરેશભાઈ ચાવડા, કુલદિપ સિંહ રાઠોડ, દિનેશભાઈ મહીડા, સુમિતાબેન માંડવિયા, નરેશભાઈ પીપલીયા, મુકેશભાઈ ભેટારીયા ઘ્‍વારા કાર્યક્રમને સફળતા પ્રદાન કરવા અર્થે સહયોગ પ્રદાન થયેલ.  સંસ્‍થાના મુખ્‍ય ટ્રસ્‍ટી જવાહરભાઈમહેતા, ચેરમેન હેમેન્‍દ્રભાઈ મહેતા, મનુભાઈ મહેતા, પી.કે. લહેરી, નિલેષભાઈ પારેખ, મોટાભાઈ સંવટ, નારણભાઈ ડોબરીયા, સાજીદખાન પઠાણ વિગેરે, ડેપ્‍યુ. ડાયરેકટર દિેનેશભાઈ ત્રિવેદી ઘ્‍વારા શાળા પરિવાર તથા બાલ વિદ્યાર્થીઓને અભિંનદન પાઠવેલ.

અવસાન નોંધ

બગસરા : જુની હળીયાદ નિવાસી હાલ ભાડેરનાં ઔદિચ્‍ય બ્રાહ્મણ શારદાબેન (ઉ.વ.7ર) તે અનંતરાય ચત્રભુજભાઈ ભટ્ટના પત્‍ની તેમજ એ.સી. ભટ્ટ (બિલખા), કે.સી. ભટ્ટ (સરદારગઢ)ના નાના ભાઈના પત્‍ની તથા હસુભાઈ, ગીરીશભાઈ તથા ભરત અદાના કાકી તેમજ વિપુલભાઈના માતુશ્રીનું તા.ર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.6ને શનિવારના રોજ સાંજના 3 થી પ હળીયાદ મુકામે રાખેલ છે.
અમરેલી : ધર્મેન્‍દ્રભાઈ બાબુભાઈ મહેતા (ઉ.વ. પ1) (માજી સૈનિક), તે હીતેશભાઈ, કમલેશભાઈના ભાઈ, જય, પ્રિયાંસીનાં પિતાજીનું તા.31 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 4/1 ગુરૂવારનાં રોજ સાંજે 4 થી 6 સુધી તેમના નિવાસ સ્‍થાન ગાયત્રી શકિતપીઠ પાછળ, અમરેલી ખાતે રાખેલ છે.
અમરેલી : સ્‍વ. શિવશંકર મણીશંકર જોષીના પુત્ર અને અશોકભાઈ શિવશંકર જોષી (કલાર્ક-ચલાલા હાઈસ્‍કૂલ)ના નાનાભાઈ હરેશકુમાર શિવશંકર જોષી (નાયબ મામલતદાર, ખાંભા) તે કિશનના પિતાશ્રીનું તા. 1/1 ના સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 4/1 ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 જીવન મુકતેશ્‍વર મહાદેવ મંદિર, રેલ્‍વે સ્‍ટેશન સામે,અમરેલી ખાતે રાખેલ છે.
ચલાલા : ચલાલા નિવાસી લોહાણા સ્‍વ.બાલુભાઈ માધવજી રાજાના પત્‍ની મંગળાબેન ઉ.વ. 86, તે સતિષભાઈ રાજેશભાઈ, અને ઉમેશભાઈના માતુશ્રીનું તા. 13/1રના દિલ્‍હી મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 1/1 ને સોમવારે મુળીમાની જગ્‍યા ચલાલા સાંજે 3/30 થી પ સુધી રાખેલ છે.
ખાંભા : ખાંભા નિવાસી પરજીયા સોની પૂનબાઈબહેન કાનજીભાઈ ધકાણ, ઉ.વ. 98,તે સ્‍વ. વિનુભાઈ તથા પતુભાઈ તથા ગોરધનભાઈ તથા ખાંભાના પૂર્વ સરપંચ અમુભાઈ ધકાણ તથા મનુભાઈ તથા સ્‍વ. હસુભાઈ તથા ભાસ્‍કરભાઈ ધકાણના માતુશ્રી તા.1/1 ને સોમવારનાં રોજ ગૌ લોક પામ્‍યા છે. તેઓની સાદડી તા. 4/1/18 ને ગુરૂવારના રોજ અમુભાઈ ધકાણના શિવાજી ચોક ખાતેના નિવાસે 3 થી 6 વાગ્‍યે રાખેલ છે.
કુંકાવાવ : વાવડી રોડ નિવાસી, જયેશભાઈ બાવાલાલભાઈ ઠુંમરના ધર્મપત્‍ની મનીષાબેન ઉ.વ. 39, તે હેતના માતૃશ્રીનું તા. 30/1ર ના દુઃખદ અવસાન થયેલ છે.
ચલાલા : વનીતાબેન નાનાલાલ રાઠોડ (દરજી) ઉ.વ. 73, તે અશોકભાઈ અને કમલેશભાઈના માતા અને તે સ્‍વ.બબાભાઈ, અને ભાયલાલભાઈ અને સ્‍વ. સુરેશભાઈના ભાભી તેમજ બીપીનભાઈ ગોરધનભાઈ ગોહીલનાં સાસુનું અવસાન તા. 1/1/ ના થયેલ છે. તેમનું બેસણું તા. 4/1 ગુરૂવારના મહાદેવપરા 3 થી 6 ચલાલા રાખેલ છે.
ચલાલા :પાર્વતીબેન રામભાઈ કાકડીયા, ઉ.વ. 104 તે જયંતીભાઈ, વિનુભાઈ બાબુભાઈ અને પરશોતમભાઈના માતુશ્રીનું અવસાન તા.31/1ર ના ચલાલા થયેલ છે. સદગતનું બેસણું તા. 4/1 ગુરુવારે સવારનાં 8/30 થી પ વાગ્‍યા સુધી સદગતના નિવાસ સ્‍થાન મહાદેવપરા લાઈબ્રેરી પાસે ચલાલા રાખેલ છે.

ટીંબીની સ્‍વામી નિર્દોષાનંદ હોસ્‍પીટલમાં દર્દીનારાયણની અનેરી સેવા

ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે આવેલ સ્‍વામી નિર્દોષાનંદ હોસ્‍પિટલ ર્ેારા માનવ સેવા જ માધવ સેવાને સાર્થક કરતું આરોગ્‍યધામ તા.31/1ર ના રોજ એક હજાર દર્દીનારાયણો તપાસ સારવાર સાત્‍વિક પ્રસાદ સાથે સેવા સુશ્રુષા કરતા તબીબોની વંદનીય માનવ સેવા દરેક પ્રકારના દર્દીઓની તપાસ સારવાર વિના મૂલ્‍યે કોઈ પણ પ્રકારનું કેશકાઉન્‍ટર નથી ભાવનગર અમદાવાદ રાજકોટ સહિતના શહેરના નામાધ તબીબોની ફ્રી સેવા મેળવતી સ્‍વામી નિર્દોષાનંદ હોસ્‍પિટલમાં 1000 દર્દી 1ર00 ઉપરાંત સહાયક ભોજન પ્રસાદ તપાસ સારવારથી ઉભરાતી ઓપીડી માનવીય અભિગમનું ઉમદા ઉદાહરણ કેશ કાઉન્‍ટર વગરની એક માત્ર અતિ અદ્યતન સુવિધાથી સજજ આરોગ્‍યધામ ભાવનગર જિલ્‍લાના ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે દરેક રોગના નિષ્‍ણાંત તબીબો અને ટ્રસ્‍ટી મંડળની અદભૂત વ્‍યવસ્‍થા ર્ેારા હજારો દર્દીનારાયણો માટે સેવારત છે. સ્‍વામી નિર્દોષાનંદ હોસ્‍પિટલ ગરીબગુરબા માટે આશીર્વાદ રૂપ આરોગ્‍યધામ દિનપ્રતિદિન દર્દીનારાયણોનો અવરીત પ્રવાહ ટીંબી ખાતે આવી સારવાર મેળવી સંતોષ અનુભવે છે.

03-01-2018

thumbnail of AMRELI EXPRESS 3


02-01-2018

thumbnail of AMRELI EXPRESS