Main Menu

January, 2018

 

ધારી-લાખાપાદરમાં ઝેરી દવા પી જનાર તરૂણનું મૃત્‍યુ થયુ

અમરેલી, તા. 30
ધારીનાં લાખાપાદર ગામે 3 દિવસ પહેલા અગમ્‍ય કારણોસર એક તરૂણે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયેલ છે.
વિગત એવા પ્રકારની છે કે લાખાપાદરનાં મગનભાઈ મધુભાઈની વાડીમાં રહેતાં મુકેશ ગોરધનભાઈ નાયક ઉ.વ.17) નામનાં તરૂણે તા.ર7 નાં રોજઅગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતાં પ્રાથમિક સારવાર અર્થે અમરેલી અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં તેનું સારવાર દરમિયાન મોત થયેલ છે.

ભુવા ગામે અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતાં યુવકનું સારવારમાં મોત

અમરેલી, તા. 31
સાવરકુંડલા તાલુકાનાં ભુવા ગામે રહેતાં નારણભાઈ બાલુભાઈ પાઘડાળ નામનાં રપ વર્ષિય યુવકે ગત તા.ર8નાં રોજ કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમીયાન મોત થયાનું જયંતિભાઈ પાઘડાળે સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર કર્યુ છે.

લાઠીની મુસ્‍લીમ મહિલાનું સ્‍ટવ ફાટવાથી કમકમાટીભર્યુ મૃત્‍યુ

3 પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી
અમરેલી, તા. 31
લાઠીની એક મુસ્‍લીમ પરિણીતા રસોઈ બનાવતી હોય ત્‍યારે સ્‍ટવ ફાટતાંતેણીનું ગંભીર રીતે દાઝી જવાથી સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
વિગત એવા પ્રકારની છે કે લાઠીનાં મહાવીનગરમાં રહેતી ફરજાના યુનુસભાઈ સૈયદ (ઉ.વ.30) 3 દિવસ પહેલા રસોઈ કરતી હોય તે     વેળા સ્‍ટવ ફાટતાં ગંભીર રીતે દાઝી જતાં રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ જયાં તેણીનું મોત થતાં અને 3 પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવતાં શોકનો માહોલ ઉભો થયો છે.

ઢસા-જેતલસર વચ્‍ચેની મીટરગેજ ટ્રેન બંધ

આગામી વર્ષે બ્રોડગેજ લાઈન શરૂ કરવાની હોવાથી
ઢસા-જેતલસર વચ્‍ચેની મીટરગેજ ટ્રેન બંધ
જિલ્‍લાનાં તમામ રેલ્‍વે પ્‍લેટફોર્મને નવા બનાવવા માટે રૂપિયા1ર કરોડ મંજુર કરાયા
અમરેલી, તા. 30
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા ઘ્‍વારા અમરેલી સંસદીય વિસ્‍તારના લોકોના વિવિધ પ્રશ્‍નો અંગે સતત ઉચ્‍ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવેલ છે. જેના પરીણામે અમરેલી અને તેને સંલગ્ન મીટરગેજ લાઈનોને બ્રોડગેજમાં પરિવર્તન કરવાના કામો મંજુર થઈ આવેલ છે. ત્‍યારે ઢસા-ખીજડીયા- વડીયા-લુણીધાર-જેતલસર લાઈનના ગેજ કન્‍વર્જનના કામ માટે ઢસાથી લુણીધાર અને લુણીધારથી જેતલસર એમ બે વિભાગમાં ટેન્‍ડરીંગ થયેલ હતુ.
પરંતુ ટેન્‍ડરીંગ થયા બાદ એજન્‍સીઓ ઘ્‍વારા કામગીરી શરૂ કરવામાં  વિલંબ થતા આ પ્રશ્‍ને સાંસદ ઘ્‍વારા  ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરવામાં આવેલ હતી. જે  રજૂઆતના પરીણામે આવતીકાલ તા. 1 ફેબ્રુઆરી, થી ઢસા-જેતલસર લાઈનના ગેજ કન્‍વર્જનની કામગીરી ચાલુ થનાર છે અને તેથી આવતીકાલથી જુનાગઢ અને વેરાવળથી આવતી બધી ટ્રેનો અમરેલી સુધી જ ચાલશે.
તે બાબતે ડી.આર.એમ. ભાવનગર તરફથી સાંસદને જાણ કરવામાં આવેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

તોરીમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ કરતાં પરેશ ધાનાણી

અમરેલી, તા.30
તોરી ગામે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર 1 કરોડ 8 લાખનાં ખર્ચે નિર્માણ થયું. જેમાં આરોગ્‍ય વિષે પરેશભાઈ ધાનાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ તેમજ જેનીબેન ઠુંમરે આરોગ્‍યની સગવડતા માટે છેવાડાના ગામમાં નિર્માણ થયેલ. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની ચર્ચા કરી અને ધર્મેન્‍દ્ર પાનસુરીયાએ પોતાના ગામમાં જીલ્‍લા પંચાયત સંચાલિત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર બન્‍યું. તેમાં ઉપસ્‍થિત સૌનું અભિવાદન કર્યુ. આ પ્રસંગે મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જયેશભાઈ પટેલ તાલુકા બ્‍લોક હેલ્‍થ અધિકારી લીંબાણી, ડો. પીઠવા, ડો. કોમલબેન વસાવડા તથા સી.સી. કોટડીયા એમ.પી.એચ.એસ. હાજર રહૃાા તેમજ તાલુકાનાં આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ વસાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા તથા જીલ્‍લા પંચાયત સદસ્‍ય અરવિંદભાઈ દોંગા તથા બગસરા તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાખોલીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નાગજીભાઈ વેકરીયા, બીપીનભાઈ વેકરીયા, દેવજીભાઈ વેકરીયા, હરેશભાઈ વોરા, ભલાભાઈ રાઠોડ, અંકુશભાઈ ખુંટ, મનુભાઈ સાવલીયા, વિનુભાઈ કોટડીયા, પરેશભાઈ કોટડીયા, મનસુખભાઈ ગેવરીયા, તાલુકા પંચાયત ન્‍યાય સમિતિ ચેરમેન જીવરાજભાઈ ધાધલ,નીતીનભાઈ ગોંડલીયા, મનુભાઈ વાળા, ચંદ્રેશભાઈ બસીયા, રાજુભાઈ ટાઢાણી, સમાજ સેવક હાજર રહૃાા. આ કાર્યક્રમને સફળ બનાવવા તોરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનો સ્‍ટાફ લેબ. ટેક નિલમબેન ઠુંમર, ફાર્માશીષ્‍ટ, અંકુશભાઈ કાનાણી, ભદ્રેશભાઈ વ્‍યાસ, રાહુલ પટેલ, રાકેશભાઈ દેસાઈ, ભાવેશભાઈ ભુવા, સંજયભાઈ લહેરી, નીતાબેન ગોસાઈ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો.

અમરેલીનો રખડતા શ્‍વાન અને ગાયનો પ્રશ્‍ન અઘ્‍ધરતાલ

પાલિકાને થોડા દિવસોથી માત્ર સ્‍વચ્‍છતાની ધુન ચડી છે જે પણ સફળ નથી રહી
અમરેલીનો રખડતા શ્‍વાન અને ગાયનો પ્રશ્‍ન અઘ્‍ધરતાલ
એકપણ આગેવાન કે અધિકારીને શહેરીજનોની સમસ્‍યા દુર કરવાની પડી નથી
અમરેલી, તા. 30
અમરેલી શહેરમાં રખડતા શ્‍વાન અને ગાયની સમસ્‍યા દુર કરવામાં ભાજપ-કોંગ્રેસનાં પદાધિકારીઓ અને પાલિકાનાં અધિકારીઓ સદંતર નિષ્‍ફળ નિવડયા છે.
અમરેલી શહેરની એક પણ ગલી કે મહોલ્‍લો એવો નહી હોય જયાં રખડતા શ્‍વાન કે ગાયનો પ્રશ્‍ન ન હોય. શહેરીજનો છાશવારે શ્‍વાનનો શિકાર બની રહૃાા છે. તો ગાયને લઈને અકસ્‍માત થઈ રહૃાા છે. અમુલ્‍ય કહેવા તેવી માનવ જીંદગીની શાસકોને કોઈ ચિંતા જોવા મળતી નથી.
જયાં જિલ્‍લાનાં ઉચ્‍ચ અધિકારીઓનાં સરકાર રહેણાંક મકાન આવેલ છે તેવા સુખનિવાસ કોલોની માર્ગ પર એક શ્‍વાને છેલ્‍લા 3 વર્ષમાં અંદાજિત 300 વ્‍યકિતને બચકા ભરીને ઈન્‍જેકશન લેવા મજબુર કરી દીધા છે. અને આ માર્ગ પરથી બાળકો, મહિલાઓ અને વૃઘ્‍ધોને પસાર થવું મુશ્‍કેલ બન્‍યું છે.
તદઉપરાંત કોલેજ ચોકથી વરસડા રેલ્‍વે ફાટક સુધી ઝુંપડપટ્ટીમાંરહેતાં શ્‍વાન દરરોજ શહેરીજનોની પાછળ દોડી રહૃાા હોવાથી ભયનો માહોલ ઉભો થઈ રહૃાો છે. તેવી જ રીતે ઠેબી નદીનાં કાંઠે આવેલ સ્‍મશાન નજીક સહિત શહેરની તમામ ગલીઓમાં શ્‍વાનની સંખ્‍યા અને ત્રાસ સતત વધી રહૃાા છે.
તદઉપરાંત શહેરનાં રાજમાર્ગોથી લઈને અંતરિયાળ ગલી સુધી ગાયને લઈને પણ ટ્રાફીક અને અકસ્‍માતની સમસ્‍યા વધી રહી છે. છતાં પણ પાલિકાનાં શાસકો કોઈ પ્રકારની કામગીરી જ કરતાં નથી.
ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને તગડો પગાર વસુલતા અધિકારીઓને શહેરીજનોને શાંતિ મળે તે પ્રકારની કામગીરી કરવાનો કોઈ ઉત્‍સાહ જોવા મળતો નથી. ધારાસભ્‍ય પરેશ ધાનાણી અને સાંસદ કાછડીયાએ આ પ્રશ્‍ને દરમિયાનગીરી કરવી જોઈએ તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે.

લાખો રૂપિયાનો ખર્ચ કરીને સફેદ પટ્ટાની કોઈ જરૂર નથી

અમરેલીનાં માર્ગો પર સફેદ પટ્ટાની નહી સ્‍વચ્‍છતાની જરૂર
લાખો રૂપિયાનો ખર્ચ કરીને સફેદ પટ્ટાની કોઈ જરૂર નથી
અમરેલી, તા. 30
અમરેલી પાલિકાનાં શાસકોને શહેરને રળીયામણું બનાવવાની હમણા થોડા દિવસોથી ધુન ચડી છે. પરંતુ શહેરનાં માર્ગો પર સફેદ પટ્ટા લગાવવાથી શહેર રળીયામણું નહી બને તેવું પાલિકાનાં શાસકો સમજતા નથી.
શહેરમાં પાલિકાએ લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગ પર સફેદ પટ્ટા રાતોરાત લગાવી દીધા છે. પરંતુ માર્ગો પર ધુળની ડમરીઓ ઉડે છે. માર્ગ પરરેંકડીઓ, કેબિનો અને વાહનોનો ખડકલો થાય છે તેની ચિંતા કરવામાં આવતી નથી.
શહેરનાં રાજમાર્ગો, મુખ્‍ય બજારો, ધાર્મિક સ્‍થાનો, ફુટપાથ સહિત ઠેકઠેકાણે ઓટલા, છાપરા, રેંકડીઓ, કેબિનો અને વાહનોનો ખડકલો થતો હોવાથી માર્ગો પર વાહન તો દુર ચાલીને નીકળવું પણ મુશ્‍કેલ બન્‍યું છે.
શહેરીજનોને પડતી મુશ્‍કેલી દુર કરવાને બદલે બિનજરૂરી ખર્ચ કરીને દેખાડો કરવાનું બંધ થવું જોઈએ અને શહેરનાં માર્ગો પરનું તમામ દબાણ અને ધુળ દુર કર્યા બાદ જ સફેદ પટ્ટ લગાવવાની જરૂર હોવાનું શહેરીજનો માની રહૃાા છે.

31-01-2018


પીઓએસ મશીનમાં ખેડૂતોએ અંગુઠાનું નિશાન લગાવવું ફરજિયાત કરાયું

ડી.બી.ટી. યોજનાનું ગતકડું ભારે પડી શકે તેમ છે
ખેડૂતોને ખાતર મેળવવામાં મુશ્‍કેલી પડશે
પીઓએસ મશીનમાં ખેડૂતોએ અંગુઠાનું નિશાન લગાવવું ફરજિયાત કરાયું
અમરેલી, તા. 30
કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા સબસીડાઈઝ રાસાયણિક ખાતર માટે નવી ડી.બી.પી. યોજનાનું અમલીકરણ કર્યુ છે. પહેલા રાસાયણિક ખાતરો માટે મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘથી ખેડૂતોને ખાતર સહેલાઈથી મળી જતું પણ કેન્‍દ્ર સરકારેડાઈરેકટ બેનીફીટ ટ્રાન્‍સફરની ડી.બી.ટી. યોજના ખેડૂતો માટે આગામી દિવસોમાં રાસાયણિક ખાતર મેળવવું મુશ્‍કેલ સાબિત થાય તેવા સમીકરણો સાકાર થઈ રહૃાા છે.
કેન્‍દ્રની ભારત સરકાર ઘ્‍વારા સબસીડાઈઝ રાસાયણિક ખાતરો મેળવવા માટે નવો પરિપત્ર બહાર પાડીને ડાઈરેકટ બેનીફીટ ટ્રાન્‍સફરની ડી.બી.ટી. યોજનાની અમલવારી ફરજીયાત કરી છે. આ ડી.બી.ટી. યોજનામાં તમામ સબસીડી યુકત ખાતરોનું વેચાણ પી.ઓ.એસ. મશીનમાં ખેડૂતોના અંગુઠાનું નિશાન અને આધારકાર્ડ જોડયા બાદ લીંક     મળે તો જ સબસીડાઈઝ ખાતર વેચાણ કરવાનું હોવાથી પી.અી.એસ. મશીનમાં નેટ મળતું નથી અને ખેડૂતોના અંગુઠાઓ આવતા ન હોવાની પ્રથમ માર્ગદર્શક કેમ્‍પમાં જ ગ્રામ્‍ય કક્ષાના ખેડૂતોની મંડળીના મંત્રીઓએ ફરિયાદો કરી હતી.
સરકારનો અભિગમ સારો હોવાનો મત પણ સેવા ચાકરી            મંડળીના મંત્રીઓ કહી રહૃાા છે પણ પી.ઓ.એસ. મશીનમાં ઓનલાઈન પઘ્‍ધતિને કારણે નેટ કનેકટ થતું નથી. જાને મંડળીઓના મંત્રીઓ ચોર હોય તે માટે આ પી.ઓ.એસ. મશીન ઉપયોગમાં લેવાનું હોવાની પણ હૈયાવરાળ મંડળીઓના મંત્રીઓ કરી રહૃાા છે. જયારે ખેડૂતોને સબસીડાઈઝ રાસાયણિક ખાતર સેવા સહકારી   મંડળીઓ ઘ્‍વારા વિતરણ કરવામાં અવગડતા થવાની દહેશત વ્‍યકત થઈ રહી છે. સીટી લેવલે નેટકનેકટીવીટી મળતી ન હોય ત્‍યારે ગામડે ગામમાં તો નેટનું કનેકશન મળવું મુશ્‍કેલ વધુ બનશે અને ખેડૂતો ખાતર વગરના રહે તેવું જોવા મળી રહૃાું છે.
સરકાર ઓનલાઈન સીસ્‍ટમ કાર્યરત કરવા માંગે છે પણ સરકારે પહેલા ગામડાઓમાં નેટ કનેકટીવીટી યોગ્‍ય કરે પછી જ અમલવારી કરવી જોઈએ. છતાં રપ જાન્‍યુઆરીથી 30 જાન્‍યુઆરી સુધીમાં અલગ-અલગ કંપનીઓને પીઓએસ મશીનના ડેમો કરાવીને ફરજીયાત ડી.બી.ટી. યોજનાનું અમલીકરણ કરવાની ફરજ પડી રહી છે.
સરકારને હેતુને સાર્થક કરવા કંપનીના અધિકારી, સબસીડાઈઝ રાસાયણિક ખાતરો વેંચતી મંડળીઓના મંત્રીઓને સમજાવી રહૃાા છે અને પી.ઓ.એસ. મશીનો પકડાવી રહી છે. પણ નેટ કનેકશન ગામડાઓમાં આવતું ન હોવાથી લાંબા ગાળે આ ડી.બી.ટી. યોજનાથી ખેડૂતોને ફાયદા કરતા ખાતર વગર વધુ નુકશાની જવાની સંભાવના પ્રબળ બની છે. ત્‍યારે સરકારની આ ડી.બી.ટી. યોજના કેટલી સફળ સાબિત થાય તે જોવું રહૃાું.
કેન્‍દ્ર સરકારની ડી.બી.ટી. યોજના ખેડૂતો માટે વધુ કપરી સાબિત થવાની છે. ગ્રામ્‍ય કક્ષાએ નેટની કનેકટીવીટી મળતી ન હોય અને ખેડૂતોને પી.ઓ.એસ. મશીનમાં ખેડૂતનું અંગુઠાનું નિશાન મળે તો જ રાસાયણિક ખાતર આપવાનો સરકારનો પરિપત્ર ખેડૂતો માટે મુશ્‍કેલી સર્જશે. નેટની કનેકટીવીટીનો અભાવ ગ્રામ્‍યમાંવધુ જોવા મળતો હોય છે. ગામડાઓમાં મોબાઈલના ટાવરો પકડતા નથી અને સરકાર આવા ગતકડા કરીને ખેડૂતોને હેરાન કરવાનો ઈરાદો ધરાવતી હોય જેનો વિધાનસભા ગૃહમાં સરકારે જવાબ આપવો પડે તેવી ચીમકી ધારાસભ્‍યએ આપી હતી.

અમરેલીની એન્‍જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલ ‘ઓટોમેટીક ફલોર કલીનર’ મશીન

અમરેલી, તા.30
ડો.જીવરાજ મહેતા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા એન્‍જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ કંઈક નવું બનાવવા સતત પ્રયત્‍નો કરે છે. ઓછા ખર્ચે સુવિદ્યાયુકત વસ્‍તુઓ બનાવવા માટે મીની પ્રોજેકટના ભાગરૂપે તાજેતરમાં ભભઓટોમેટીક ફલોર કલીનર મશીનભભ વેસ્‍ટમાંથી બેસ્‍ટ, ટાંચા સાધનોથી સરળ રીતે સફાઈ થઈ શકે તેવું નવું સર્જન પ્રોજેકટરૂપે બનાવ્‍યું છે. સૌને રોજબરોજની જરૂરીયાતમાં ઉપયોગી નીવડે, ઓછી કિંમતે કાર્ય થઈ શકે તેવું લોકો ઉપયોગી ઉપકરણ બનાવી પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂં પાડયું છે. જેમાં પ્રો.ગજેરા તથા પ્રો.સૂચક અને વિદ્યાર્થીઓ ભાખર મૌલિક, મકાણી મિલનભાઈ ઉપરોકત પ્રોજેકટ તૈયાર કર્યો હતો. પ્રોજેકટ તૈયાર કરનાર ટીમને પ્રમુખ વસંતભાઈ ગજેરા અને સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલે અભિનંદન આપી બિરદાવ્‍યા હતા.

અમરેલી વિદ્યાસભા સ્‍કૂલ ર્ેારા નિર્વાણ દિન નિમિત્તે ગાંધીજીની શ્રઘ્‍ધાંજલિ

અમરેલી, તા.30
ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શાળા તથા શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા શાળા સંયુકત ઉપક્રમે આજરોજ તા. 30/01/ર018 ને મંગળવારના રોજ ભગાંધી નિર્વાણ દિનભ નિમિત્તે ગાંધીજીને શ્રઘ્‍ધાંજલિ કાર્યક્રમ કરેલ. જેમાં સંસ્‍થાનાં વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ ર્ેારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પુષ્‍પહાર તેમજ દીપ પ્રાગટય કરી મહાત્‍મા ગાંધીને 70મી સંવત્‍સરી નિમિત્તે શ્રઘ્‍ધાંજલી આપેલ. ત્‍યારબાદ અમરેલી શહેરનાં ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પહાર અને સુતરની આટી પહેરાવી ગાંધીજીને શ્રઘ્‍ધાંજલી આપેલ. તેમજ સંસ્‍થાના વ્‍યવસ્‍થાપકે વિદ્યાર્થીઓને પ્રસંગ અનુરૂપ વકતવ્‍ય આપેલ. જેમાં ગાંધીજીનાં વિચાર એમનો આદર્શ એમની દેશ પ્રત્‍યેની દેશ દાજ અને ભારતને આઝાદ બનાવવાના ફાળા અંગે વિદ્યાર્થીઓને પરિચિત કરાવેલ તેમજ ગાંધીજીને આદર્શ સમજી પોતાનું જીવન પણ એક આદર્શ મય જીવે તેવું માર્ગદર્શન આપેલ. આ દિન નિમિત્તે શાળાની અંદર વિવિધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ચિત્ર સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા અને વિદ્યાર્થીઓ ર્ેારા ગાંધીજીની વેશભૂષા પહેરી ગાંધીમય વાતાવરણનું નિર્માણ કરવામાં આવેલ.

લીલીયા મોટામાં પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરો : હીરાબેન ધામત

ર વર્ષથી પ્રોજેકટ શરૂ કરવામાં ઠાગાઠૈયા
લીલીયા મોટામાં પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરો : હીરાબેન ધામત
રાજયનાં સિંચાઇ મંત્રીને પત્ર પાઠવ્‍યો
અમરેલી, તા. ર9
લીલીયા મોટાનાં સરપંચ હીરાબેન ધામતે રાજયનાં પાણી-પુરવઠા મંત્રીને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, લીલીયા ગામે રૂર્બન યોજના તળે પીવાના પાણીની પાઇપલાઇનનો આંતરિક વિતરણ વ્‍યવસ્‍થા માટેનો પ્રોજેકટ સરકારમાંથી બે વર્ષથી મંજુર થયેલ છે. આ પ્રોજેકટની ગ્રાન્‍ટ પણ ફાળવવામાં આવેલ છે.
આ પ્રોજેકટની ટેકનીકલ સર્વેની અને પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ બનાવી ઝડપી અમલવારી માટે જરૂરી કાર્યવાહી કરવી.આ વિસ્‍તાર ફલોરાઇડ ગ્રસ્‍ત હોય હાલમાં પીવાના પાણી વિતરણ માટેની કોઇ વ્‍યવસ્‍થા ન હોય લોકહિત લોકઆરોગ્‍ય માટે કામગીરી ઝડપી બનાવવી. આ બાબતે સતત એક વર્ષથી જેતે સંબંધીત વિભાગના અધિકારીઓ અને જવાબદાર પદાધિકારીઓને અવાર નવાર રજુઆતો કરેલ છે. પ્રોજેકટનાઅમલીકરણ બાબતે જેતે વિભાગના અધિકારીઓને પદાધિકારીઓએ સૂચનો અને હુકમો કરેલ છે પરંતુ વાસ્‍તવિકતા એ છે કે આ બાબતે સંબંધિત વિભાગ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે. તેમ અંતમાં જણાવેલ છે.

રાજુલા-જાફરાબાદ-ચલાલા અને લાઠી પાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ

રાજુલા-જાફરાબાદ-ચલાલા અને લાઠી પાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ
પ્રથમ દિવસે એકપણ ફોર્મ રજૂ ન થયું
3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
અમરેલી, તા.ર9
અમરેલી જિલ્‍લાની જાફરાબાદ, રાજુલા, લાઠી અને ચલાલા નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થવા પામી હતી. જો કે, આજે પ્રથમ દિવસે એકપણ ઉમેદવારીપત્રો ભરવામાં નહીં આવતા આજે પ્રથમ દિવસ ચૂંટણી માટેનો ખાલી ગયો હતો.
આજથી શરૂ થયેલ ઉમેદવારીપત્રો આગામી તા.3/ર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણીઆગામી તા.પ/રના રોજ થશે. અને ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 6/રના રોજ સુધી પરત ખેંચી શકાશે.
અમરેલી જિલ્‍લાની 4 પાલિકામાં 104 બેઠકો માટે થઈ 10પ મતદાન મથકો ઉપર આગામી તા.17/રને શનિવારના રોજ સવારે 8 થી સાંજના પ વાગ્‍યા સુધી મત ગણતરી આગામી તા.19/રના રોજ કરવામાં આવશે.

વડીયાના લુણીધાર ગામે તેલના ઘાણામાં આગ લાગતા રૂા. 7.પ લાખનું નુકશાન

અમરેલી તા.ર9
વડીયા તાલુકાના લુણીધાર ગામે રહેતા જયસુખભાઇ અરવિંદભાઇ સરધારાની પિતૃકૃપા નામના ઘાણામાં ગઈકાલે શોર્ટશર્કીટ થવાના કારણે આગ લાગતા ઘાણામાં રહેલ તેલના ભરેલા ડબા નંગ રપ થી 30 કીમત રૂા.પ1000, માંડવીનો ખોળ આશરે રપ0 મણ કિમત રૂા. 1,પ0,000, માંડવી આશરે રપ કોથળા કિમત રૂા.3પ000 તથા મીલનીમશીનરી કીમત રૂા.4 થી પ લાખ મળી આશરે કુલ સાડા સાતેક લાખનું રૂપિયાનું નુકશાન થયાનું પોલીસમાં જાહેર કરેલ છે.

રાજકોટના 3 યુવાનો ધારીના દુધાળા(ગીર) ગામ નજીકથી નશો કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલી તા. ર9
ધારી પોલીસ ગઈકાલે સાંજના સમયે દિવ તરફથી આવતાં વાહનનું  ચેંકીગ  દુધાળા (ગીર) ગામ નજીક કરી રહી હતી ત્‍યારે રાજકોટ ગામે આવેલ યુનિર્વસીટી રોડ ઉપર રહેતા અભિષેક જયેશભાઈ કાથરાણી, અજમેરા એપાર્ટમેન્‍ટમાં રહેતા આનંદ કિશોરભાઈ અજમેરા તથા નિર્મળા રોડ, એચ.ડી.એફ.સી.બેન્‍કની બાજુમાં રહેતા દર્શન હરેભાઈ ચુડાસમા નામના ત્રણેય યુવાનો નશો કરેલી હાલતમાં પોતાના હવાળા            વાળી ફોર્ડ કાર નંબર જી.જે.3-ઈ. એલ.-પ641માં નિકળતાં પોલીેસે આ ત્રણેય યુવાનોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધારી નશો ઉતારી નાંખ્‍યો હતો.

સુરત એરપોર્ટથી શરૂ થયેલ માથાકુટ અમરેલી એરપોર્ટ સુધી શરૂ રહી

અમરેલી જિલ્‍લાનાં ર ઉદ્યોગપતિઓ વિવેકભાન ભૂલ્‍યા?
સુરત એરપોર્ટથી શરૂ થયેલ માથાકુટ અમરેલી એરપોર્ટ સુધી શરૂ રહી
અન્‍ય એક ઉદ્યોગપતિએ મહામુસીબતે મામલો શાંત કર્યો
અમરેલી, તા.ર9
અમરેલી જિલ્‍લાના વતની અને સુરત સ્‍વબળે ર પાંદડે થયેલ ર ઉદ્યોગપતિ ભામાશાઓ વચ્‍ચે સરાજાહેર બોલાચાલી થયાની ચર્ચાએ સમગ્ર જિલ્‍લામાં જોર પકડેલ છે.
ચર્ચાતી વિગતો મુજબ આજથી થોડા દિવસો પહેલા અમરેલીના વતની અને સુરત સ્‍થિત ઉદ્યોગપતિ, લાઠી પંથકના સુરત સ્‍થિત ઉદ્યોગપતિ બંને સુરતથી અમરેલી આવવા માટે રવાના થયા હતા.
અને બંને વચ્‍ચે સુરત એરપોર્ટથી જ કોઈ જમીન બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને ચાલુ હવાઈ મુસાફરીમાં પણ બંને વચ્‍ચે સતત રકઝક શરૂ રહીને છેક અમરેલી એરપોર્ટ સુધી બંને વચ્‍ચે મામલો ગરમાયો હતો.
દરમિયાનમાં લાઠીના એક ભામાશા ઉદ્યોગપતિએ બંને વચ્‍ચે થતી ઉગ્ર બોલાચાલી અટકાવવા માટે પ્રયાશ કર્યો હતો. અને આ બાબત અંગે આગામી દિવસોમાં સમાધાન બેઠક થવાની શકયતાઓ પણ જોવા મળી છે. આમ, સભ્‍ય સમાજમાં ભામાશા તરીકે ઓળખાતા ઉદ્યોગપતિઓ વિવેક ભાન ભૂલી ગયાની ચર્ચાએ સમગ્રજિલ્‍લામાં જોર પકડયું છે.

બાબરા-ચિત્તલ માર્ગ પર બાઈક ધડાકાભેર સામ-સામે અથડાતા યુવકનું મૃત્‍યુ

અમરેલી, તા. ર9
બાબરા તથા આજુબાજુનો માર્ગ ગોજારો થઈ ગયો હોય, છાસવારે બાબરા તથા આજુબાજુના માર્ગ ઉપર સતત અકસ્‍માતોની હારમારળા સર્જાતી હોય,ત્‍યારેગઈકાલે મોડી સાંજના સમયે બાબરા તાલુકાના ઈંગોરાળા ગામના પાટીયાથી લુણકી ગામ વચ્‍ચેના માર્ગમાં બે મોટર સાયકલ સામસામે અથડાઈ પડતા 1 યુવાનનું મોત થયું હતું. જયારે અન્‍ય બેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયા હતા.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજકોટ ગામે આવેલ જુની શાક માર્કેટ પાસે, સંતકબીર રોડ, ભગીરથ સોસાયટીમાં રહેતા અને દરજીકામ કરતાં ગોપાલભાઈ વજુભાઈ ભાલુ તથા તે જ વિસ્‍તારમાં રહેતા તેમના કૌટુંબિકભાઈ વિપુલભાઈ જાદવભાઈ ભાલુ ગઈકાલે સાંજના સમયે અમરેલી નજીક આવેલ ચિતલ ગામે રહેતા ઝવેરભાઈ દુદાભાઈ પાથરને ત્‍યાં ગોપાલભાઈના પિત્રાઈભાઈ ધર્મેશના લગ્નની કંકોત્રી આપી મોટર સાયકલ ઉપર પરત રાજકોટ જવા નિકળ્‍યા હતા.
ત્‍યારે રાત્રીના આઠેભક વાગ્‍યના સમયે તેઓ બાબરા તાલુકાના ઈંગોરાળા ગામના પાટીયાથી લુણકી ગામ વચ્‍ચેથી પસાર થતાં હતા ત્‍યારે સામેથી આવી રહેલ મોટર સાયકલ ચાલક ઈંગોરાળા ગામના જગદિશભાઈ જીણાભાઈ કુડેચાએ પોતાના હવાલા વાળું મોટર સાયકલ અથડાવી દેતા આ બન્‍ને મોટર સાયકલ ઉપર સવાર ત્રણેય ઈસનો નિચે પડી જતા ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે વિપુલભાઈ જાદવભાઈ ભાલુ (ઉ.વ.30)ને મૃત જાહેર કર્યાહતા. જયારે આ અકસ્‍માતમાં ઘવાયેલા રાજકોટના ગોપાલભાઈ વજુભાઈ ભાલુની ફરીયાદ ઉપરથી ઈંગોરાળા ગામના જગદિશભાઈ જીણાભાઈ કુડેચા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલાનાં ઓળીયા ગામ નજીક ર ટ્રક ધડાકાભેર અથડાતા રનાં મોત

જેસીબીની મદદથી ટ્રકને અલગ કરવામાં આવ્‍યા
સાવરકુંડલાનાં ઓળીયા ગામ નજીક ર ટ્રક ધડાકાભેર અથડાતા રનાં મોત
બીજાનું સારવાર દરમીયાન મોત
સાવરકુંડલા, તા.ર9
સાવરકુંડલાથી 1ર કિ.મી. દૂર હાઈવે પર ઓળીયા નજીક બે ટ્રક સામ સામે ધડાકાભેર અથડાતા 1નું ઘટના સ્‍થળે મોત નિપજેલ છે. જયારે ર ગંભીર રીતે ઘાયલ થયા છે. જેને 108 અને જસરાજ સેનાની એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સાવરકુંડલા દવાખાને ખસેડાયેલ છે. ઘટનાની પ્રાપ્‍ત વિગતો મુજબ કોવાયા- સાવરકુંડલા તરફથી સિમેન્‍ટ ભરીને આવી રહેલા ટ્રકનું આગળનું ટાયર ફાટતા તે સામેથી આવી રહેલા માટી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સિમેન્‍ટ ભરેલા ટ્રક ડ્રાઈવરનું મોત થયાનું માલૂમ પડેલ છે. જયારે જયેશ જગદીશભાઈ (ઉ.વ.3પ) માણાવદર અને મગનભાઈ મનજીભાઈ પરમાર ગામ જાંબાળને ઈજાઓ થયેલ છે. ઘટનાથી હાઈવે પર એકકિલોમીટર વાહનોના થપ્‍પા લાગી ગયા હતા. જયારે ઘાયલોને વીરદાદા જસરાજ સેનાની એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સાવરકુંડલા લવાયા હતા. આ બન્‍ને ટ્રકને બે જેસીબી દ્વારા છુટા પાડી મૃતક ડ્રાઈવર ભવાનભાઈ વિઠ્ઠલભાઈ પરમારને બહાર કાઢવામાં આવ્‍યા હતા. ઘટના સ્‍થળે સાવરકુંડલા પોલીસે પહોંચી કાર્યવાહી હાથ ધરેલ હતી.

રાજુલાના બાબરીયાધાર ગામે ઓટલા ઉપરથી પડી જતાં બિમાર યુવાનનું મોત

અમરેલી તા.ર9
રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે રહેતા અશોકભાઇ મધુભાઇ પરમાર નામના3પ વર્ષિય યુવકને છેલ્‍લા બે ત્રણ દિવસથી તાવ આવતો હોય જેના કારણે નબળાઇ આવી જતા પોતે પોતાના ઘરે ઓટલા ઉપરથી બેઠા હતા ત્‍યારે ઓટલા ઉપરથી નીચે ઉતરવા જતા ચકકર આવી જતા પડી ગયા હતા જેથી માથામાં મુંઢ ઇજા થતા બેભાન હાલતમાં સારવાર માટે ભાવનગર સટી હોસ્‍પીટલ ખાતે દરમ્‍યાનમાં ખસેડાયા હતા જયાં તેઓ મરણ જતાં રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલી જિલ્‍લા પંચાયતનું અતિ આધુનિક મકાન બનાવાશે

અધિકારીઓની સુચક ગેરહાજરી વચ્‍ચે પદાધિકારીઓએ કર્યુ ભૂમિપૂજન
અમરેલી જિલ્‍લા પંચાયતનું અતિ આધુનિક મકાન બનાવાશે
જુના મકાનને જમીનદોસ્‍ત કરાયું : રૂપિયા 19 કરોડનાં ખર્ચે નવું મકાન બનાવાશે
અમરેલી, તા. ર9
અમરેલી જિલ્‍લા પંચાયતનાં નવા મકાનનું આજે અધિકારીઓની સુચક ગેરહાજરી અને પદાધિકારીઓ ઘ્‍વારા ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબેન ઠુંમર, ઉપપ્રમુખ કેસુરભાઈ ભેડા, ધારાસભ્‍ય વિરજી ઠુંમર, જે.વી. કાકડીયા, કોકીલાબેન કાકડીયા, ટીકુભાઈ વરૂ, ઠાકરશીભાઈ મેતલીયા સહિતનાં કોંગી આગેવાનો ઘ્‍વારા ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું.
જિલ્‍લા પંચાયતનું જુનુ મકાન જમીન દોસ્‍ત કરવામાં આવ્‍યું છે અને આગામી દોઢ વર્ષમાં રૂપિયા 19 કરોડનાં અંદાજિત ખર્ચે ભભસીભભ આકારનું અતિ આધુનિક મકાન તૈયાર કરવામાં આવશે.
નવા મકાનમાં જિલ્‍લા પંચાયતની બાંધકામ, આરોગ્‍ય, શિક્ષણ, ખેતીવાડી સહિતની તમામ કચેરીઓ એક છત્ર નીચે કાર્યરત થશે. જેથી ગ્રામ્‍ય જનતાને પણ રાહત થશે.

કુંકાવાવનાં સરપંચ દલીચંદભાઈ ભુવાનાં નિધનથી શોક

ગામનાં વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ રહેનારા
કુંકાવાવનાં સરપંચ દલીચંદભાઈ ભુવાનાં નિધનથી શોક
નિષ્ઠાવાન આગેવાનની આકસ્‍મીક વિદાય : સૌ ગામજનો સ્‍તબ્‍ધ
સદ્ગતનાં અંતિમ દર્શન માટે મોટી સંખ્‍યામાં આગેવાનો અને ગામજનો દોડી આવ્‍યા
કુંકાવાવ, તા. ર9
કુંકાવાવના નિડર અને ઉત્‍સાહી અને સૌના સ્‍વજન જેવા કર્મવીર સરપંચ દલીચંદ ભુવાનું રવિવારે વહેલી સવારે હૃદયરોગનો જોરદાર હુમલો આવતા વધુ સારવાર માટે અમરેલી લઈ જવાતા રસ્‍તામાં જ નિધન થયું હતું. આ સમાચાર કુંકાવાવમાં વાયુવેગે પ્રસરી જતાં સમસ્‍ત ગામના તમામ નાના-મોટા વેપારી, ફેરીયા, લારી-ગલ્‍લાવાળાએ પોતાનાં ધધા-રોજગાર બંધ રાખીને સ્‍વયંભુ બંધ પાળીને તેમના અંતિમ દર્શન માટે પટેલ વાડી ખાતે તેમના પાર્થિવદેહને રાખવામાં આવ્‍યો હતો. જેમાં ગામના તમામ સમાજના લોકો, આગેવાનો, મિત્રો મોટી સંખ્‍યામાં શ્રઘ્‍ધાસુમન કરીને દિવ્‍ય આત્‍માની શાંતિ માટે પ્રાર્થનાકરવામાં આવી હતી.
આ પ્રસંગે ખાસ લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય અને દલીચંદભાઈના ખાસ સ્‍નેહી એવા વિરજીભાઈ ઠુંમર, શરદભાઈ ધાનાણી, ડી.કે. રૈયાણી, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ વસાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, અરવિંદભાઈ દોંગા સહિતના આગેવાનોએ શ્રઘ્‍ધાસુમન અર્પણ કરીને દિવંગતની અંતિમયાત્રામાં પણ જોડાયા હતા. જયારે કુંકાવાવના વિકાસમાં જેમનું સૌથી મોટું યોગદાન એવા નિખાલસ સ્‍વભાવ અને નીડરતાનાં ગુણ ધરાવતા એવા દલીચંદભાઈ ભુવાના અચાનક નિધનથી કુંકાવાવને કયારેય ના પુરાઈ તેવી ખોટ પડી છે. ત્‍યારે જીવન જીવી જાણી ગયા અને સૌના હૃદયમાં સ્‍વજન જેવો પ્રેમ ધરાવતા એવા સાવજ તરીકે ઓળખાતા દલીચંદભાઈ ભુવાને ભારે હૈયે સૌ કોઈ નગરજનોએ શ્રઘ્‍ધાસુમન અર્પણ કરીને અંતિમયાત્રામાં જોડાયા હતા. જયારે કુંકાવાવમાં કયારેય કોઈને ન મળ્‍યું હોય તેવું માન-સન્‍માન તેમને સૌએ તેમની તેવી અંતિમયાત્રા અને શ્રઘ્‍ધાંજલિનો કાર્યક્રમ સુરત, અમદાવાદ વસતા શુભેચ્‍છકો ઘ્‍વારા ખાસ આયોજન કરીને મૃતકના જીવનને સોભે તે રીતે અંતિમ વિદાય આપી હતી. જયારે અચાનક લોકપ્રિય સરપંચના દુઃખદ અવશાનના સમાચારથી સૌ કોઈ શોકમાં ગરકાવ થયા અને દિવ્‍ય આત્‍માના મોક્ષ માટે પ્રાર્થના કરતા નજરે પડતા હતા. અંતિમયાત્રામાં ઠેર-ઠેર પુષ્‍પાંજલિઆપીને પાર્થિવ દેહના દર્શન મહિલાઓએ પણ કર્યા હતા.

ફફડાટ : બગસરાના લુંધીયા ગામે સિંહોએ 7 ગાયોનું મારણ કર્યુ

વ્‍હેલી સવારે ગૌ-શાળામાં બ્રેકફાસ્‍ટ કર્યો
ફફડાટ : બગસરાના લુંધીયા ગામે સિંહોએ 7 ગાયોનું મારણ કર્યુ
બગસરા, તા.ર9
બગસરા બાજુનાં લુંધીયા ગામે આજે વહેલી સવારે ગૌ – શાળાની ગાયો પર સિંહો ત્રાટકતા સાત ગાયોનું મારણ કરેલ આ બનાવની જાણ થતા જંગલ ખાતાનાં અધિકારીઓ દોડી આવેલ.
વિગત અનુસાર લુંધીયા ગામે નદીનાં સામે કાંઠે આવેલ ગૌ-શાળામાં આજે નિરણની ગાડી આવવાની હોય વહેલી સવારે ગાયોને છુટી મુકી દેવામાં આવેલ આ દરમ્‍યાન સિંહોનું ટોળુ ઘણ ઉપર ત્રાટકેલ અને સાત ગાયોનું મારણ કરતા અરેરાટી સાથે ગ્રામ્‍યજનો ફફડી રહયા છે.
બનાવની જાણ થતા જંગલખાતાનાં અધિકારીઓ દોડી આવેલ અને પંજાના નિશાનો પરથી ચાર કરતા વધુ સિંહો હોવાનું અનુમાન કરેલ.
ગામમાં જ સિંહો આવી ચડતા લોકો ડરના માર્યા ખેતરમાં જવાનું ટાળી રહયા છે. સત્‍વરે સિંહોને ખસેડવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે.

ઠેબી જળાશયની બાજુની જગ્‍યાનો સદ્‌ઉપયોગ કરો

નવા બનાવેલ માર્ગની બાજુની જગ્‍યા ઉમદા લોકેશનવાળી છે
ઠેબી જળાશયની બાજુની જગ્‍યાનો સદ્‌ઉપયોગ કરો
બોટીંગ, લાઈટીંગ અને બેસવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે તો શહેરનું પ્રવેશદ્વાર આકર્ષક
લાગે
અમરેલી, તા. ર9
અમરેલી શહેરની   ભાગોળે એટલે ઠેબી જળાશય નજીક બંધ કરાયેલ માર્ગ અને નવા બનાવવામાં આવેલ માર્ગની વચ્‍ચેની જગ્‍યાનો ઉપયોગ ફરવાલાયક સ્‍થળ તરીકે કરી શકાય તેમ છે. જેથી રાજકોટ તરફથી આવતાં શહેરનું પ્રવેશદ્વાર સુંદર લાગી શકે તેમ છે.
ઠેબી જળાશય બનવાથી અમરેલીથી ચિતલ તરફ જતાં અર્ધા કિ.મી.નાં માર્ગને બંધ કરીને તે માર્ગને થોડે દુર ગોળાકાર બનાવવામાં આવેલ છે અને ખોડીયાર મંદિર નજીક બંને માર્ગનું પુનઃ મિલન થઈ જાય છે.
જુના અને નવા માર્ગની વચ્‍ચેની જગ્‍યામાં પાણી ભરીને બોટીંગની તેમજ નવા માર્ગની બગલમાં લાઈટીંગ અને બેસવાની વ્‍યવસ્‍થાની સાથે વૃક્ષારોપણ કરવામાં આવે તો શહેરીજનોને રિવરફ્રન્‍ટ જેવું સ્‍થળ સ્‍થાનિક કક્ષાએ મળી શકે         તેમ છે.
સિંચાઈ, પાલિકા, માર્ગ-મકાન, વન વિસ્‍તરણ સહિતનાં વિભાગો સંયુકત પણેએક ટીમની રચના કરે અને કલેકટર, ધારાસભ્‍ય અને સાંસદનાં માર્ગદર્શન તળે શહેરીજનોને એક ફરવાલાયક સ્‍થળ આપે તેવી માંગ ઉભી થઈ રહી છે.

અમરેલીમાં કોંગી આગેવાનો કોર્ટ મુદ્‌તમાં હાજર રહૃાા

અમરેલી, તા. ર9
અમરેલીના કોંગી આગેવાનો આજે મોંઘવારીનાં પુતળા દહનનાં કેસમાં કોર્ટમાં હાજર રહયા હતા.
અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍ય વિરજી ઠુંમર, પાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા સહિતનાં 9 કોંગી આગેવાનો વિરૂઘ્‍ધ જે-તે સમયે કેસ નોંધાયો હતો.
જે કેસ અંગે આજે તમામ કોંગીજનો કોર્ટમુદ્‌તમાં હાજર રહયા હતા અને એડવોકેટ નિશીત પટેલે દલીલો કરી હતી.

મહિલાઓના સર્વાગી વિકાસની દિશામાં બી.એ.પી.એસ. દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા કોન્‍ફરન્‍સ

મહિલા સશકિતકરણ અને યુવાપેઢીના સર્વાગી વિકાસની દિશામાં સમગ્ર વિશ્‍વના ચિંતકો વિચારી રહયા છે. કુંટુંબ, રાજય કે રાષ્‍ટ્રની આધારશીલા સ્‍ત્રી છે. ભગવાન સ્‍વામિનારાયણે સ્‍ત્રી શિક્ષણની દિશામાં એ જમાનામાં પહેલ કરી હતી. ગુજરાતમાં સૌથી પ્રથમ શિક્ષિકાઓ સ્‍વામિનારાયણ સંપ્રદાયના હતા. તે જમાનાની કુરીતિઓ જેમ કે દીકરીને દૂધ પીતી કરવાનો તથા સતી પ્રથાનાકુરિવાજને દુર કરવામાં ભગવાન સ્‍વામિનારાયણનો ફાળો અનન્‍ય હતો. સ્‍ત્રીઓની અલગ સભા કરીને તેમણે બેનોની આંતરશકિતને જાગૃત કરી. ભગવાન સ્‍વામિનારાયણથી માંડીને આજ સુધી બેનોની પ્રગતિ અવિરત ચાલુ જ છે. ગુરૂહરિ પ્રમુખસ્‍વામી મહારાજની પ્રેરણાથી દેશ વિદેશમાં આ મહિલા પ્રવૃતિ સુપેરે પ્રસરી રહી છે. હાલ 3ર63 જેટલા બાલિકા શિશુ મંડળો, યુવા પ્રવૃતિના 8રર મંડળો, તથા મહિલા પાંખના 3પપ4 મંડળો કાર્યરત છે. આ પ્રવૃતિમાં વિશ્‍વમાં ચાલતા પ્રત્‍યેક મંડળને એક સમાન કાર્યક્રમ ચાલે છે. આ તમામ પ્રવૃતિ દ્વારા શૈક્ષણિક, સામાજિક, અઘ્‍યાત્‍મિક, નૈતિક, સાંસ્‍કૃતિક વિકાસનો વિચાર કરવામાં આવે છે. આ તમામ પ્રવૃતિનો આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે વિચાર કરવા તા.ર3/1 થી ર4/1 ના રોજ ગોંડલ ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા કોન્‍ફરન્‍સનું આયોજન થયું જેમાં, ભારત ઉપરાંત ઈગ્‍લેન્‍ડ, અમેરિકા, આફ્રિકા, વગેરે દેશોના કુલ 3પ જેટલા સમર્પિત કાર્યકરોએ ભાગ લીધો. આ કોન્‍ફરન્‍સનો પ્રારંભ તા.ર3/1ના રોજ સવારે 8:30 કલાકે થયો હતો. પ્રથમ સેંશનમાં વ્‍યકિતગત વિકાસ દ્વારા સમાજ નિમાર્ણમાં કાર્યરત રહેવું ભારતીય હિંદુ સંસ્‍કૃતિની જાળવણી, હિંદુ ધર્મની અસ્‍મિતા, પારિવારિક એકતા, નિયમ ધર્મ યુકત શુઘ્‍ધ જીવન જીવવું, શાસ્‍ત્ર મંદિર અને સંતમાં શ્રદ્ધા રાખવી વગેરે મુદ્‌ાઓમહિલાઓની પક્ષે વિચારાયા હતા. જયારે યુવતિ વિભાગ માટે યુવતિઓની શૈક્ષણિક, સામાજિક, વ્‍યાવહારિક અને આઘ્‍યાત્‍મિક વિકાસની સાથે સાથે સમયની માંગ અને ઉપયોગીતા મુજબ નવા કૌશલ્‍યો વિકસાવવા, વર્તમાન સમયના પડકારો ઝીલવા અને યુવતીઓને તૈયાર કરવી આડી મુદાઓ પર ગોષ્ઠી થઈ. બાલિકામાં સત્‍સંગ, સંસ્‍કૃતિ, સંસ્‍કાર શિક્ષણ, સ્‍વવિકાસ તથા સ્‍વાસ્‍થ્‍યલક્ષી મુલ્‍યોના સિંચનનો ઝીણવટભર્યો વિચાર કરવામાં આવ્‍યો. દ્ધિતીય સત્રમાં સાંપ્રત સમયમાં બાલિકાઓ અને કિશોરીઓ તથા યુવતીઓ સંબંધી વિવિધ પડકારો અને પ્રયત્‍નોના વિચાર કરાયો. તૃતીય સેંશનમાં સ્‍ત્રી – પુરૂષ મર્યાદા સંબંધી ચર્ચા થઈ હતી. આ કોન્‍ફરન્‍સમાં ભારતના પ્રતિનિધિઓ મુંબઈ, દિલ્‍હી, અમદાવાદ, ગાંધીનગર, વગેરે        સ્‍થળેથી આવેલા સૌરાષ્‍ટ્રના પ્રતિનિધિઓ તરીકે રમાબેન માથુકિયા (ગોંડલ) તથા ઈલાબેન પટેલે હાજરી આપી. અક્ષર દેરી સાર્ધ શતાબ્‍દી મહોત્‍સવ અંગેની ચર્ચા કરતા રમાબેને જણાવ્‍યું કે મહિલા શકિતનો પરિચય અમને આ સાથે શતાબ્‍દી મહોત્‍સવમાં થયો. ગોંડલની આજુબાજુના 70 કી.મી.ની ત્રિજયામાં 1પ0 ગામોનો સંપર્ક ગોંડલના બહેનોએ કર્યો. જયારે સૌરાષ્‍ટ્રના 11 જિલ્‍લાના 80 તાલુકાના 9001પ7 ઘરે સંપર્ક કરવા 1ર100 બહેનો ગયા મંદિરના 1પ લાખ બેલા બહેનોએ ફેરવ્‍યા અને સતત બે વર્ષથીબહેનો સેવારત છે. મહિલાદિનમાં માત્ર સૌરાષ્‍ટ્રના જ પાંત્રીસ હજાર બહેનો હાજર રહયા આ દરેક બાબત કલ્‍પનાતીત છે. આ મહિલા કોન્‍ફરન્‍સમાં સત્‍સંગ વિકાસની સાથે સાથે મહિલાઓ તથા યુવાપેઢી અને બાલિકાઓના સર્વાગી વિકાસની ખેવના રખાઈ, આ કોન્‍ફરન્‍સમાં પ્રગટ ગુરૂહરી મહંતસ્‍વામી મહારાજની કૃપાથી સૌ કોઈએ વિશેષ પ્રેરણા મેળવી.

અવસાન નોંધ

અવસાન નોંધ
બાબરા : (અમરાપરા) માળી મરણ : અમરાપરા નિવાસી સ્‍વ. રસિલાબેન વાલજીભાઇ સોરઠીયા (ઉ.વ.88) તે ભીખુભાઈ, શાંતિભાઈના માતુશ્રી થતા મનુભાઇ, ડાયાભાઇના ભાભીનું તા. ર9/1 ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.1/ર/18 ને ગુરૂવારનાં રોજ નિજ નિવાસસ્‍થાને અમરાપરા ખાતે સાંજનાં 4 થી 6 રાખેલ છે.
અમરેલી : ઔદિચ્‍ય સહસ્‍ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના હસમુખરાય જયંતિલાલ જાની (ઉ.વ.73) તે સ્‍વ. પુષ્‍કરભાઈ અને લલીતભાઈ જાની, નટુભાઈ જાની, ગીરીશભાઈ જાની તથા રાજુભાઈ જાનીના વડીલ બંધુ તેમજ રેખાબેન અતુલકુમાર વ્‍યાસ (દીપુબેન) તથા મેહુલ, વિમલભાઈના પિતાજીનું તા.ર9/1ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું/ઉઠમણું તા.1/રને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન માણેકપરા, સ્‍વામીનારાયણ મંદિર સામે, અમરેલી ખાતે રાખેલ છે.
બગસરા : જુના વાઘણીયાનિવાસી આહિર વાલબાઈમાં લાખાભાઈ ડાંગર (ઉ.વ.10ર) તે જસાભાઈ, દેવાતભાઈ, જેઠુરભાઈના માતા તેમજ નિકુલભાઈ, વિક્રમભાઈ, દિનેશભાઈ, કેવલ, ખોડુ તથા હરેશના દાદીમાનું તા.ર9ના રોજ અવસાન થયેલ છે.
રાજુલા : મ.અહેમદઅલી સાબુવાલાના બૈરો બતુલબેન લુકમાનજીભાઈ માંકડા (ઉ.વ.6પ) તે કુતુબભાઈ તથા મલેકાબેન (રાજુલા), શાહેદાબેન (વાંકાનેર), તાહેરાબેન (અમદાવાદ)ના માતાજી તથા મરયમબેન તથા કુલસુમબેન (રાજુલા)ના બહેનનું તા.ર9/1ને સોમવારના રોજ ખુદા તઆલાની રહેમતમાં પહોંચેલ છે. તેમના જીયારતના સીપારા તા.31/1ને બુધવારના રોજ 11:30 કલાકે રાજુલા વ્‍હોરા મસ્‍જિદ ખાતે મરદ-બૈરોના સાથે રાખેલ છે.

30-01-2018


અમરેલીનાં ચાંદની ચોકમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો

અમરેલી, તા. ર7
અમરેલીનાં ચાંદનીચોક વિસ્‍તાર નજીક આજે બપોરનાં સમયે ઈલીયાસ મજીદભાઈ નામનો ઈસમ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતો હોવાની બાતમી સીટી પોલીસને મળતાં પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા.1 હજારની મતા સાથે તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાબરા-ચમારડી માર્ગ પર અલ્‍ટો કારમાંથી વિદેશીદારૂ ઝડપાયો

ક્રાઈમ બ્રાન્‍ચની સફળ કામગીરી
અમરેલી, તા. ર7
અમરેલી એલસીબી પોલીસ ઈન્‍સ્‍પેકટર એ.પી. પટેલની રાહબરી નીચે એલસીબી ટીમને બાતમીરાહે હકીકત મળેલ કે, એક મારૂપિ અલ્‍ટો કાર જેના રજી.નં. જી.જે.-09-એમ 7ર60 છે તે બાબરા-ચમારડી રોડ ઉપરથી પસાર થનાર છે અને આ કારમાં ઈંગ્‍લીશ દારૂ ભરેલ છે. તેવી ચોકકસ બાતમી મળતા ચમારડી જાંપા પાસે સર્કલ ઉપર વોચ ગોઠવતા બાતમીવાળી મારૂતિ અલ્‍ટો કાર રજી.નં. જી.જે.-09-એમ 7ર60ની આવતા તેને રોકતા વાહનચાલકે ગાડી ઉભી રાખેલ નહિ અને પોલીસને જોઈ આગળ કાર ઉભી રાખી નાશવા લાગેલ અને આ કાર ચાલક પીપળલગ ગામનો ઉદય વાળા હોય પોલીસે તેને ઓળખી જઈ સાદ પાડી ઉભા રહેવાનું કહેવા છતાં તે નાસી ગયેલ અને અલ્‍ટો કારમાં તપાસ કરતા કારની પાછળની સીટ ઉપર અને નીચેના ભાગે તથા ડેકીમાં પરપ્રાંતના ઈંગ્‍લીશ દારૂની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલ નંગ 7ર કિંમત રૂા. ર9400ની મળી આવતા અલ્‍ટોકારની કિંમત રૂા. 98 હજાર તથા ઈંગ્‍લીશ દારૂની કિંમત રૂા. ર9400 મળી કુલ કિંમત રૂા. 1,ર7,400નો પ્રોહિ મુદામલ કબ્‍જે કરી નાસી જનાર અલ્‍ટો કારના ચાલક ઉદય વાળા રહે. પીપળલગવાળા સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી તેને હસ્‍તગત કરવા ચક્રો ગતિમાન કરેલ છે.

જુની હળીયાદ ગામે તરૂણીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. ર7
બગસરા તાલુકાનાં જુની હળીયાદ ગામે રહેતા રવિનાબેન અરજણભાઈ દાફડા નામની 17 વર્ષિય તરૂણીએ આજે કોઈ કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લેતાં સારવાર માટે અમરેલીનાં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ જયાં તેણીનું સારવાર દરમીયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.