Main Menu

Sunday, December 10th, 2017

 

મતદારોનો આભાર માનતા ભાજપી આગેવાન રીતેશ સોની, ભરત વેકરીયા

રીતેશ સોની, ભરત વેકરીયા સહિતનાં
અમરેલી જિલ્‍લાનાં મતદારોનો આભાર માનતા ભાજપી આગેવાનો
અમરેલી, તા.9
આજરોજ અમરેલી જિલ્‍લાની પાંચેય બેઠકો ઉપર યોજાયેલા મતદાનમાં જિલ્‍લા ભરનાં મતદાર ભાઈઓ, બહેનોએ ઉત્‍સાહ ભેર લોકશાહીમાં પોતાનો પવિત્ર મત આપીને લોકશાહી પ્રત્‍યે બજાવેલ ફરજ બદલ જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની તથા મંત્રી ભરત વેકરીયા એ અમરેલી શહેર ભરનાં મતદારોનો આભાર માન્‍યો છે.
મતદાર ભાઈ – બહેનો સાથે શહેરના ભાજપનાં કાર્યકરો, શુભેચ્‍છકો, વિવિધ સમાજ, જ્ઞાતિનાં અગ્રણીઓ તેમજ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતા ચુંટણી વ્‍યવસ્‍થા તંત્ર સાથે જોડાયેલાકર્મચારીઓ, સ્‍ટાફનો પણ જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની તથા મંત્રી ભરત વેકરીયાએ આભાર વ્‍યકત કર્યો છે.  તેમજ આગામી દીવસોમાં ચુંટણી પરીણામની તારિખે જિલ્‍લા ભરમાં કેસરીયો છવાશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કર્યો છે.

લોકશાહીનાં પર્વમાં ઉત્‍સાહભેર જોડાયા

સાવરકુંડલાનાં જુના સાવરમાં વરરાજા બનેલા યુવકે મતદાનની ફરજ અદા કરી
સાવરકુંડલા,  તા. 9
ગુજરાતની વિધાનસભાનીચૂંટણીમાં પવિત્ર મતદાનની ફરજ દરેકે અદા કરવી જોઈએ ત્‍યારે અમરેલી જિલ્‍લના જુનાસાવર ગામના યુવકે વરઘોડા પર ફૂલેકું નીકળ્‍યું ત્‍યારે મતદાન મથક આવતા પહેલા મતદાન બાદ ફુલેકુનો સંકલ્‍પ સાકાર કરીને મતદાન કર્યુ હતું. અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે ઘોડા પર નીકળેલ ફુલેકુની જાન ધારી તાલુકામાં જઈ રહી છે. સમી સાંજે નિકળેલ ઘોડા પર ફુલેકુ જુનાસાવર ગામમાં ફરી રહયું હતું ત્‍યારે નજીક મતદાન મથક આવતા વરરાજા હાર્દિક કાનાણીએ પહેલા મતદાનની ફરજ અદા કરી હતી. બાદમાં ઢોલીઓના સંગાથે કાનાણી પરિવાર ફુલેકામાં નીકળ્‍યા હતા.

ખાંભા નજીક આવેલ ભાણીયાનાં મતદારોએ મતદાનનો કર્યો બહિષ્‍કાર : એક મત ન પડયો

અમરેલી, તા. 9
ખાંભા નજીક આવેલ ભાણીયા ગામે આજે મતદારોએ મતદાનનો બહિષ્‍કાર કરીને શાસકો સામે નારાજગી વ્‍યકત કરી હતી. ભાણીયાનાં ગામજનોએ થોડા દિવસ પહેલા પડતર માંગ પૂર્ણ કરવા નહી તો મતદાન નહી કરવાની ચીમકી આપેલ હતી તેથી મતદાનનો બહિષ્‍કાર કરેલ.

ગત વિધાનસભાની ચૂંટણી કરતાં છ ટકા ઓછું મતદાન થતાં જિલ્‍લાનાંરાજકીય વિશ્‍લેષકો ઉંધા માથે

ગત વિધાનસભાની ચૂંટણી કરતાં છ ટકા ઓછું મતદાન થતાં
અમરેલી જિલ્‍લાનાંરાજકીય વિશ્‍લેષકો ઉંધા માથે
જિલ્‍લામાં કોંગ્રેસની એક જ બેઠક હતી તેમાં વધારો થશે તેવું અનુમાન
અમરેલી,  તા. 9
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે ગત વિધાનસભાની ચૂંટણી કરતાં અંદાજ 6 ટકા મતદાન ઓછું થતાં રાજકીય વિશ્‍લેષકો મનોમંથન કરી રહયા છે. કે ઓછા મતદાનથી કોને ફાયદો અને કોને નુકશાન થશે.
વર્ષ – ર01રની ચૂંટણીમાં 67.ર1 ટકા મતદન થયું હતું. જયારે, આજે અંદાજિત 61.ર8 ટકા એટલે કે 6 ટકા ઓછા મતદાનને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
અમરેલી જિલ્‍લામાં હાલ ભાજપ પાસે ત્રણ જીપીપી અને કોંગ્રેસ પાસે અકે – એક બેઠક છે. એટલે કે ભાજપ પોતાની ત્રણ બેઠક જાળવી રાખે છે. કે તેમાં ધટાડો થાય છે. તેના પર સૌની નજર મંડાયેલી છે.
જો કે, પાટીદારનાં ગઢ સમાન ગણાતી અમરેલી, ધારી, સા.કુંડલા અને લાઠી બેઠક પર ભાજપનો વિજય તો પાટીદાર ફેકટરની કોઈ અસર નથી તે સાબિત થશે.
જો કે, રાજકીય સમીક્ષકો માની રહયા છે કે ભાજપને પોતાની ત્રણ બેઠક પરત મેળવવીએ મુશ્‍કેલી ભર્યુ હોય એકદંરે કોંગ્રેસની હાલ એક બેઠક હોય તેમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.
જિલ્‍લાની પાંચ બેઠકોની મતગણતરી માટે એક અઠવાડીયા સુધી રાહ જોવી પડશે. ત્‍યા સુધી રાજકીય કાર્યકરો બુથની અનેમતદાનની યાદી લઈને કાગળ પર મત ગણતરી કરીને માનસિક આનંદ મેળવ્‍યા કરશે.

અમરેલી જિલ્‍લામાં સરેરાશ 61.ર8 ટકા મતદાન ; જિલ્‍લામાં સૌથી વધુ રાજુલા અને સૌથી ઓછું મતદાન સાવરકુંડલામાં નોંધાયું

ધારીમાં પ9.ર1, અમરેલીમાં 6ર.પ1, લાઠીમાં 61.11, સાવરકુંડલામાં પ6.47, રાજુલામાં 66.પ0
અમરેલી જિલ્‍લામાં સરેરાશ 61.ર8 ટકા મતદાન
જિલ્‍લામાં સૌથી વધુ રાજુલા અને સૌથી ઓછું મતદાન સાવરકુંડલામાં નોંધાયું
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે આજે ઉત્‍સાહભેર મતદાન યોજાયું હતું. જિલ્‍લાનું સરેરાશ મતદાન 61.ર8 ટકા જેટલું રહયું. જે ગત ચૂંટણી કરતાં પાંચ ટકા ઓછું થયું છે.
ગુજરાત વિધાનસભાનાં પ્રથમ ચરણનું આજે મતદાન યોજાતા આજે સવારે 8 થી સાંજના પ વાગ્‍યા સુધીમાં 6ર ટકા જેટલું મતદાન થયાનું જાણવા મળેલ છે. અમરેલી જિલ્‍લાના કુલ નોંધાયેલા 11,74,394 મતદારો પૈકી 7,19,64ર મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પસંદગીના ઉમેદવારો માટે મતદાન કર્યું હતું.
અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર આજે સવારથી મતદારો મતદાન કરવા માટે થઈ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. અને સવારથી સાંજ સુધીમાં નોંધાયલા કુલ મતદારો પૈકી પુરૂષ મતદારો 3,93,034 અને મહિલા મતદારો 3,ર6,601 તથા અન્‍ય 7 મળી કુલ 7,19,64ર મતદારોએ મતદાન કર્યું હતું.
94 ધારી વિધાનસભા બેઠક ઉપર નોંધાયેલા મતદારોની સંખ્‍યા ર,11,84પ છે તે પૈકી 1,રપ,439 મતદારોએ મતદાન કરતા ધારીવિધાનસભામાં પ9.ર1 ટકા મતદાન થવા પામેલ છે. જે સને-ર01રમાં આ બેઠક ઉપર 66.46 ટકા મતદાન થવા પામ્‍યું હતું.
9પ, અમરેલી વિધાનસભા બેઠક ઉપરકુલ નોંધાયેલા મતદારો ર,68,018 પૈકી 1,67,પર8 જેટલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા અમરેલી બેઠક ઉપર 6ર.પ1 ટકા જેટલું મતદાન થયાનું જાણવા મળેલ છે. સને-ર01રમાં આ જ બેઠક ઉપર 67.37 ટકા જેટલું મતદાન થવા પામ્‍યું હતું.
જયારે બાબરા-લાઠી વિધાનસભા બેઠક ઉપર કુલ નોંધાયેલા ર,09,433 મતદારો પૈકી 1,ર7,989 મતદારોએ મતદાન કરતાં આ બેઠક ઉપર 61.11 ટકા જેટલું મતદાન થવા પામેલ છે. સને-ર01રમાં આ લાઠી-બાબરા બેઠક ઉપર 70.16 ટકા જેટલું મતદાન થવા પામેલ હતું.
સાવરકુંડલા-લીલીયા બેઠકમાં કુલ ર,38,31પ મતદારો નોંધાયેલા છે. તે પૈકી 1,34,પ66 મતાધિકારનો ઉપયોગ કરતાં પ6.47  ટકા મતદાન થવા પામેલ છે. સને-ર01રમાં આ બેઠક ઉપર 61.63 ટકા જેટલું મતદાન થયું હતું.
જયારે રાજુલા વિધાનસભા બેઠક ઉપર ર,46,783 નોંધાયેલા મતદારો પૈકી 1,64,1ર0 મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેથી આ બેઠક ઉપર 66.પ0 ટકા જેટલું મતદાન થવા પામેલ છે. સને-ર01રમાં આ બેઠક ઉપર 70.78 ટકા જેટલું મતદાન થવા પામ્‍યું હતું.
સને-ર01રમાં કુલ 70.6પ ટકા પુરૂષ મતદારોતથા 63.43 ટકા મહિલા મતદાન સાથે 67.ર1 ટકા મતદાન થવા પામેલ. જેની સામે સને-ર017ની વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીમાં 64.પ4 ટકા પુરૂષ મતદારો અને પ7.76 ટકા મહિલા મતદારો મળી સરેરાશ અમરેલી જિલ્‍લામાં 61.ર8 ટકા જેવું મતદાન થયાનું જાણવા મળેલ છે.

લોકશાહીનાં મહાપર્વમાં વૃદ્ધો પણ જોડાયા

વડીયામાં 97 વર્ષિય મહિલા મતદાતાની બુથ પર તબિયત લથડી
108ની મદદથી સારવારમાં ખસેડાયા
અમરેલી, તા. 9
લોકશાહીનાં સૌથી મોટા પર્વમાં મતદાન કરવા માટે થઈ મતદારો સ્‍વયંભુ મતદાન કરવા માટે આગળ આવ્‍યા હતા. આજના દિવસે અનેક લોકોનાં લગ્ન પણ યોજાવાના હતા ત્‍યારે લોકો જાનમાં જતાં પહેલા અથવા તો લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ સજોડે મતદાન કર્યાનાં અનેક બનાવોજોવા મળ્‍યા હતા. ત્‍યારે એક વૃઘ્‍ધ મહિલા મતદાન કરવા માટે ગયા હતા ત્‍યારે અચાનક કોઈ કારણોસર આ વૃઘ્‍ધ મહિલાને ચક્કર આવી જતાં તેઓને તાત્‍કાલીક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ વડિયા ગામે રહેતાં એક 97 વર્ષિય વૃઘ્‍ધ પદમાબેન આજે સવારે વડિયા ગામે આવેલ તેમના મતદાન બુથમાં મતદાન કરવા માટે ગયા હતા ત્‍યારે અચાનક જ કોઈ કારણોસર આ વૃઘ્‍ધ મહિલાને ચક્કર આવી જતાં તેઓને તાત્‍કાલફીક એમ્‍બ્‍યુલન્‍સ 108ની મદદથી સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ વૃઘ્‍ધ મહિલાએ 97 વર્ષની વયે લોકશાહીનાં સૌથી મોટા પર્વમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
આ ઉપરાંત અમરેલી શહેરમાં આવેલ ડો. જીવરાજ મહેતા પોલીટેકનીક ખાતે આવેલ મતદાન મથક ઉપર આજે સવારે એક યુવાન પોતાના લગ્નની જાન રવાના થાય તે પહેલાં મતદાન કર્યુ હતું. તો તે જ    સ્‍થળે આવેલ એક અન્‍ય બુથમાં જે કન્‍યાનાં આજે લગ્ન થવાના હતા તે કન્‍યા તેમના પરિવાર સાથે મતદાન કરવા આવી પહોંચી હતી અને મતદાન કર્યા બાદ જ ચોરીના ચાર ફેરા ફર્યા હતા.
આમ અમરેલી જિલ્‍લામાં આજે લોકોએ ઉત્‍સાહભેર લોકશાહીના આ પર્વમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

અમરેલી જિલ્‍લામાં પ7 જેટલા વીવીપેટ બદલવામાં આવ્‍યા

1ર કંટ્રોલ યુનિટ અને 7 જેટલા બેલેટની સાથે
અમરેલી જિલ્‍લામાં પ7 જેટલા વીવીપેટ બદલવામાં આવ્‍યા
અમરેલી, તા. 9
અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભાની બેઠક માટે આજે યોજાયેલ મતદાન દરમિયાન ઈવીએમ મશીન સહિતના સાધનોમાં ખામી સર્જાતા ચૂંટણી વિભાગ ઘ્‍વારા યુઘ્‍ધનાં ધોરણે ઈવીએમ તથાઅન્‍ય સાધનો બદલાવી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સાંજ સુધીમાં અમરેલી જિલ્‍લામાં મતદાન સમય દરમિયાન 7 જેટલા બેલેટ યુનિટ, 1ર જેટલા કન્‍ટ્રોલ યુનિટ તથા પ7 વીવીપેટ મશીનો રીપ્‍લેસ કરવામાં આવ્‍યાનું અમરેલીનાં ચૂંટણીમાં ફરજ બજાવતાં અધિકારીએ જણાવ્‍યું હતું.
ચૂંટણીમાં અગાઉ ઈવીએમ મશીનો ઘ્‍વારા જ મતદાન કરવામાં આવતું હતું પરંતુ તેમાં મોટાભાગે ગરબડ થતી હોવાના આક્ષેપ થયા બાદ ભારત દેશમાં સૌપ્રથમ વખત ઈવીએમ સાથે વીવીપેટ ઘ્‍વારા મતદાન કરવામાં આવ્‍યું હતું. આ વીવીપેટ ઘ્‍વારા જે મતદાર પોતાનો મત જે પક્ષનાં ઉમેદવારને આપે તે પક્ષનો અથવા તો અપક્ષ હોય તો તેમનું નિશાન વીવીપેટમાં 7 સેકન્‍ડ સુધી પ્રદર્શિત થાય છે. જેથી મતદાર પોતે જોઈ શકે છે કે તેમણે જેમને મત આપ્‍યો છે તેને જ મત મળ્‍યો છે કેમ ? તે માટે થઈ આજથી નવી વ્‍યવસ્‍થા શરૂ થવામાં આવી છે.
આજે સવારે 7 વાગે મતદાન મથકો ઉપર ઈવીએમ તથા વીવીપેટનું મોકડ્રીલ કરી પ્રથમ 1 કલાક દરમિયાન પ0 જેટલા મત આપવામાં આવ્‍યા હતા. આ પ્રક્રિયામાં મતદાન મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓ રાજકીય પાર્ટીનાં પ્રતિનિધિઓ ઘ્‍વારા મોકડ્રીલ દરમિયાન વીવીપેટ કન્‍ટ્રોલ યુનિટ તથા બેલેટ યુનિટ બરાબર છે કે નહી તેની સંપૂર્ણપણે ચકાસણી થયા બાદ તુરંત આ તમામમતનો મશીનમાંથી રદ કરી અને આ વીવીપેટ સહિતનાં યુનિટને શીલ કરવામાં આવ્‍યા બાદ બરાબર સવારે 8 વાગ્‍યાના સમયથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી.
આજે સવારે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા બાદ કોઈ કારણોસર અમરેલી જિલ્‍લાનાં 141પ બુથ પૈકી કેટલાંક બુથમાં આ મશીનોમાં યાંત્રિક ખરાબી આવતાં આ તમામ બગડેલા સાધનો બદલવામાં આવ્‍યા હતા.
આ અંગે ચૂંટણી ફરજમાં રોકાયેલા જવાબદાર અધિકારીએ જણાવ્‍યું હતું. આજે મતદાન દરમિયાન અમરેલી જિલ્‍લામાં 7 જેટલા બેલેટ યુનિટ, 1ર જેટલા કંટ્રોલ યુનિટ તથા પ7 જેટલા વીવીપેટમાં ખરાબી થતાં આ તમામ જગ્‍યાએ નિયમાનુસાર યંત્રો બદલાવી અને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

અમરેલી જિલ્‍લામાં મહિલાઓ સંચાલિત મતદાન મથક ઉભા કરાયા

અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા બેઠકની માટે આજે સવારથી મતદાન શરૂ થયેલ છે. ત્‍યારે દરેક ક્ષેત્રમાં પુરૂષ સાથે બાબરી કરતી મહીલાઓ પણ આજે સવારથી જ મતદાન કરવામાં આગળ આવેલ છે. ત્‍યારે સૌ પ્રથમ વખત અમરેલી જિલ્‍લામાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક – એક મતદાન બુથ માત્ર મહીલાઓ સંચાલિત મતદાન મથક ઉભા કરવામાં આવ્‍યા છે. આ બુથ ઉપર તમામા કર્મચારીઓ મહીલાઓ રાખવામાં આવેલ છે આ મહીલા બુથ ઉપર સુરક્ષાની જવાબદારી પણ મહીલા પોલીસકર્મચારીઓ કરી રહયા છે. આ મહીલા મતદાન બુથ ઉભું કરી આ નવતર પ્રયોગ કરવામાં આવ્‍યો છે જેને વિવિધ મહીલા મંડળો દવારા વ્‍યાપકપણે આવકારવામાં આવલ છે. અને સ્ત્રી સશક્‍તિતકરણનો ઉદેશ અહીંયા પાર પડવામાં આવ્‍યો છે.જેનું મહિલાઓ ગૌરવ અનુભવી રહી છે. અમરેલીમાં પ્રથમ વખત મહિલા સશક્‍તિતકરણના હેતુને સિદ્ધ કરવા સખી મંડળ દ્વારા અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલ કે. કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય (મોટી નૂતન હાઈસ્‍કૂલ) ખાતે આ મહીલા મતદાન મથક બનાવવામાં આવેલ છે. અમરેલી ઉપરાંત ધારી, સાવરકુંડલા, રાજુલા લાઠી ખાતે આવા મહીલા મતદાન મથકો બનાવવામાં આવ્‍યા છે. સામાન્‍ય રીતે મહીલા બુથમાં માત્ર મહીલા મતદાર જ મત આપી શકે તેવું નથી. આ બુથમાં આવતા તમામ પુરૂષો અને સ્‍ત્રીઓ પણ પોતાના બુથમાં મતદાન કરી શકે છે. સામાન્‍ય રીતે મહીલાઓ સંચાલિત બુથ હોવાના કારણે કોઈપણ પ્રકારની ગડબડ કે ગેરરીતી થઈ શકે નહી. કે કોઈ બિનજરૂરી વાંધા વચકા કાઢી અને મતદાન અટકાવવાની પ્રક્રિયા થઈ શકે નહી. આ ઉપરાંત લોકશાહીના સૌથી મોટા પર્વમાં મહીલાઓ પણ પરૂષ જેટલો ઉત્‍સાહ બતાવે અને લોકોમાં પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં જોડાય તે પણ જરૂરી છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં પાંચ જેટલા મહીલાઓ સંચાલિત કરવામાં મતદાન  મથકોરાખવામાં આવતા તેમાં વહીવટીતંત્રને સારી સફળતા પણ મળી છે.

દામનગરમાં ખાનગી વાહનો પર ભાજપને મત ન આપવાના સ્‍ટીકર લાગ્‍યા

લાઠી બાબરા દામનગર મત વિસ્‍તારમાં સુરત, અમદાવાદ સહિત શહેરમાંથી મતદાન માટે વતન આવતા મતદારો ખાનગી કે સરકારી વાહનોમાં આવતા વાહનો પર સ્‍ટીકરો જોવા મળ્‍યા. જોજો મતદાન પૂર્વે કોને મત આપવો ભાજપ સરકારે કરેલ અત્‍યાચાર યાદ છે ? આવા પ્રશ્‍નો કરતા બેનરો અને સ્‍ટીકરો સાથે ફોર વ્‍હીલ ગાડીઓ તાલુકાના દરેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જોવા મળી રહી છે. ભાજપને મત નહીંની અપીલ અને ચૌદ પાટીદાર યુવાનોની ત્‍યા અને સોસાયટીઓમાં વાહનોને તોડફોડ રાહદારીઓ પર લાઠી ચાર્જ સહિતની તસ્‍વીરો સાથેના સ્‍ટીકરો બેનરો વાળા સુરત પાસીંગ વાહનો ઠેર ઠેર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જોવા મળી રહયા છે. ભાજપને મત નહીં આપવાની અપીલ કરતા વાહનો દામનગર, લાઠી, બાબરા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દેખતા ઉમેદવારોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું.

વડીયામાં ભાજપનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડે મતદાન કર્યુ

વડિયાના ભાજપ ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડે તેમની ફેમીલી સાથે વડિયા મતદાન બુથ પર મતદાન કરાયું તેમજ ભાજપ જ જીત છે. તેવી હૈયે ધારણા વ્‍યકત કરેલ હતી. આ તકે વહેલી સવારથી મતદારોની મોટી લાઈન જોવા મળેલ તેમજ વડિયાના 100 વરસના નર્મદાબેને મતદાન કરેલ.


અવસાન નોંધ

અવસાન નોંધ
અમરેલી : ચંદુભાઈ લાભુભાઈ લીંબાણી (ઉ.વ.પ6) તે વિનુભાઈના નાનાભાઈનું તા.6ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.11ને સોમવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન ચકકરગઢ રોડ, ન્‍યુ જયહિન્‍દ ટોકિઝ પાસે, અમરેલી ખાતે રાખેલ છે.
દામનગર : મર્હુમ અબ્‍બાસભાઈ એહમદભાઈ મેતરના ઔરત ઉમેદાબેન અબ્‍બાસભાઈ મહેતર (ઉ.વ.6પ)નું તા.9/1રના રોજ અવસાન થયેલ છે. તેમની જીયારત સેલમ તા.11/1રના રોજ રાખેલ છે. મરદો માટે જુમ્‍મા મસ્‍જિદ અને ઔરતો માટે હરિધામ સોસાયટી, ઠાંસા રોડ, દામનગર ખાતે રાખેલ છે.
ચલાલા : ગોપાભાઈ પોપટભાઈ સોલંકી, ઉ.વ. 7પ, તે મગનભાઈ સોલંકીના ભાઈ તેમજ રમેશભાઈ, ધીરૂભાઈ, અશોકભાઈ, દલસુખભાઈ, અને નીતીનભાઈના પિતાશ્રીનું ચલાલા તા. 9/1ર ને શનિવારનાં અવસાન થયેલ છે.

10-12-2017

thumbnail of AMRELI EXPRESS