Main Menu

Saturday, December 9th, 2017

 

અમરેલી ખાતે કોંગીના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ કર્યુ મતદાન

અમરેલી ખાતે કોંગીના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ કર્યુ મતદાન


વડીયા ખાતે ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડે કર્યુ મતદાન

વડીયા ખાતે ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડે કર્યુ મતદાન


વાવડી રોડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્‍મરે પોતાના પુત્રી અને જિલ્‍લા પંચાયતના અઘ્‍યક્ષા જેનીબેન ઠુમ્‍મર સાથે કર્યુ મતદાન

વાવડી રોડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્‍મરે પોતાના પુત્રી અને જિલ્‍લા પંચાયતના અઘ્‍યક્ષા જેનીબેન ઠુમ્‍મર સાથે કર્યુ મતદાન


અમરેલીમાં એક 98 વર્ષના વુઘ્‍ધાએ કયૃુ મતદાન

અમરેલીમાં એક 98 વર્ષના વુઘ્‍ધાએ કયૃુ મતદાન


અમરેલી જિલ્‍લાનાં કદાવર નેતાઓનું રાજકીય ભાવિ નકકી થશે

વિધાનસભાની પાંચ બેઠકો માટે પચાશ ઉમેદવારો વચ્‍ચે જંગ
અમરેલી જિલ્‍લાનાં કદાવર નેતાઓનું રાજકીય ભાવિ નકકી થશે
અમરેલી, તા. 8
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે આવતીકાલ શનિવારે મતદાન થવાનું છે. જિલ્‍લાનાં લાખો મતદારોની આંગળી પર કદાવર નેતાઓનું રાજકીય ભાવિ નકકી થવાનું છે.
સમગ્ર સૌરાષ્‍ટ્રની જેના પર નજર છે તેવી અમરેલી બેઠક પર ભાજપનાં અજેય ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ અને કોંગ્રેસનાં મુખ્‍યમંત્રી પદનાં સંભવિત દાવેદાર ગણાતા પરેશ ધાનાણી વચ્‍ચે કાંટી કે ટકકર જામશે.
ધારી-બગસરા બેઠક પર ભાજપનાં સૌથી પીઢ આગેવાન દિલીપ સંઘાણી સામે કોંગ્રેસનાં જે.વી. કાકડીયા વચ્‍ચે ખરાખરીનો જંગ જામલ છે.
જયારે લાઠી-બાબરા બેઠક પર કોંગ્રેસનાં કદાવર નેતા વિરજી ઠુંમર સામે ભાજપે ભામાશા ગણાતા ગોપાલ વસ્‍તરપરાને મેદાનમાં ઉતારેલ છે.
સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસ અને ભાજપે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પ્રતાપ દુધાત કોંગ્રેસ તરફથી અને ભાજપ તરફથી કમલેશ કાનાણી વચ્‍ચે જંગ જામેલ છે. તો રાજુલા બેઠક પર કોંગ્રેસપક્ષે યુવા અને પ્રતિભાશાળી ઉમેદવાર અંબરીશ ડેરને મેદાનમાં ઉતારવામાં આવ્‍યા છે તેની સામે ભાજપે હીરાભાઈ સોલંકીને મેદાનમાં ઉતારેલ છે.

09-12-2017

thumbnail of AMRELI EXPRESS