Main Menu

Friday, December 8th, 2017

 

ભાજપનાં ભામાશા ઉમેદવાર ગોપાલભાઈનો વિજય નિશ્ચિત : કલાપી નગરી લાઠીમાં કેસરીયો માહોલ છવાયો

લાઠી-બાબરા વિધાનસભા વિસ્‍તારના ભાજપના ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાના સમર્થનમાં ભવ્‍ય રોડ-શો યોજાયો હતો. જેમાં 300થી વધારે બાઈક સવારો ઉપસ્‍થિત રહયા હતા અને રોડ-શો દરમિયાન દરેક સમાજનાં આગેવાનો દ્વારા ગોપાલભાઈ વસ્‍તરપરાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અને આ બેઠક પર હવે ભાજપનો વિજય નિશ્‍ચિત બની ગયાનું સાબિત થયું છે.

અમરેલીના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા શાબ્‍દિક પ્રહારો કર્યા

અમરેલીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે સીનીયરસીટીઝન પાર્કમાં યોજાયેલ જાહેર સભામાં તેમના હરિફ ઉમેદવાર ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી પર આકરા શાબ્‍દિક પ્રહારો કર્યા હતા. તેઓએ નલિયાકાંડ, હાઉદ ઈબ્રાહીમ, કૃષિ ઉત્‍પાદનો પર કરવેરો, પોષણક્ષમ ભાવો, નીલગાય અને ભૂંડનો ત્રાસ, નર્મદાનાનીર, ભ્રષ્‍ટાચાર, મોંધવારી, કાયદો – વ્‍યવસ્‍થા, કાળુધન, 370ની કલમ, ત્રાસવાદ, બેરોજગારી, મફત પ્‍લોટ, સરકારી આવાસ સહિતના પ્રશ્‍નો રજુ કરીને તેનો જાહેરમાં જવાબ આપવા હાંકલ કરી હતી. આ જનસભામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.

બગસરા ચેમ્‍બર ઓફ કોમર્સ તથા વેપારી મંડળ અને તમામ જ્ઞાતિજનોનું દિલીપ સંઘાણીને ખુલ્‍લુ સમર્થન

બગસરામાં 94 ધારી- બગસરા મત વિસ્‍તારમાં ભાજપના દિગ્‍ગજ નેતા દિલીપભાઈ સંઘાણીના સમર્થનમાં બગસરા શહેરની તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો તથા બગસરાની તમામ સામાજિક સંસ્‍થાઓ, વેપારીઓનું સંમેલન દિલીપભાઈ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ. આ સંમેલનમાં દિલીપભાઈ સંઘાણીએ બગસરાના હસમુખ મુની મહારાજશ્રીના સપનાઓને પુરા કરવા અને બગસરાને વિકાસનીનવી ઉંચાઈએ લઈ જવા ખાત્રી આપેલ અને શહેરની સમસ્‍યાઓ મારા ઘ્‍યાને છે અને ઉકેલવા કટિબઘ્‍ધ રહીશ તેમ જણાવેલ. ભાજપ અગ્રણી રશ્‍વિનભાઈ ડોડીઆએ કોંગ્રેસનું સમગ્ર દેશમાં વિસર્જન થઈ રહયું છે ત્‍યારે યુ.પી.ના અમેઠીમાં હારી જનાર કોંગ્રેસ ગુજરાતમાં શું નવસર્જન કરશે તેમ જણાવી બગસરામાં ભાજપની જંગી બહુમતી માટે બુથ સુધીના કાર્યકર્તાઓને હાંકલ કરેલ. આ તકે ચેમ્‍બરના પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગા, વેપારી મહામંડળના પ્રમુખ વલ્‍લભભાઈ રાણપરીયા, કાપડ એસોસિએશન, કીરાણા એસોસિએશન, પેસેન્‍જર એસોસિએશન તથા રાજુભાઈ ગીડા, કનુભાઈ પટોળીયા, એ.વી. રીબડીયા સહિતના વકતાઓએ દિલીપભાઈને સમર્થન આપવા જણાવેલ. આ તકે બગસરાના ર000 ઉપરાંત વેપારીઓ ઉપસ્‍થિત રહી દિલીપભાઈને ખુલ્‍લુ સમર્થન આપેલ અને બગસરામાંથી જંગી લીડ આપવાનો કોલ આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિતેષ ડોડીઆએ કરેલ. જયારે આભારવિધિ બાબુભાઈ મારડીયાએ કરેલ.

ધારીનાં ભાજપી ઉમેદવાર દિલીપ સંઘાણીને પાટીદાર સમાજનું જબરદસ્‍ત સમર્થન

અમરેલી, તા.7
ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજને ઘણુ આપ્‍યુ છે તેથી તેના ઉમેદવારને સમર્થન આપી વિજયી બનાવવો તે અમારી ફરજ બની રહે છે તેમ ધારી પાટીદાર સમાજે સંઘાણીના સમર્થન સાથે જણાવ્‍યુ હતું.
દિલીપભાઈ સંઘાણી પટેલ સમાજના હિતને હૈયામા રાખીને ચાલનાર વ્‍યકિત છે. સમાજની ઘણી સંસ્‍થાઓ તેમના વડપણમા ચાલે છે. આર્થીક મુશ્‍કેલી ધરાવતા સમાજની દિકરીઓનેશિક્ષણ અધુરૂ છોડવુ ન પડે તેની કાળજી સતત રાખતા સંઘાણી પાટીદાર સમાજ માટે ગૌરવરૂપ છે. સમાજ માટે અને સામાજીક કાર્યો માટે સતત જાગૃત દિલીપ સંઘાણીને પાટીદાર સમાજ દિલથી સમર્થન કરી રહેલ હોઈ, સંઘાણીનો વિજય પાકો બનતો જાય છે. ધારી ખાતે પાટીદાર સમાજ આગેવાનો રમણીકભાઈ સોજીત્રા, બાબુભાઈ કોરાટ, લાલજીભાઈ વેકરીયા, કાંતિભાઈ વેકરીયા, સુરેશભાઈ અંટાળા, મહેન્‍દ્રભાઈ બોઘરા, અલ્‍પેશભાઈ કોરાટ, વિપુલભાઈ સોજીત્રા, બાલાભાઈ વાડદોરીયા, ઘનશ્‍યામભાઈ રુડાણી, ખોડાભાઈ ભુવા, અતુલભાઈ કાનાણી,વિઠૃલભાઈ પાધડાળ,નરેશભાઈ ભુવા, મૃગેશભાઈ કોટડીયા, અરવિંદભાઈ કોલડીયા, મનસુખભાઈ ભુવા,અશ્‍વિનભાઈ કુંજડીયા, સંદીપભાઈ હરખાણી, ભરતભાઈ અંટાળા, વિપુલભાઈ બુહા,જીતુભાઈ પાધડાળ, વીનુભાઈ ગજેરા, ભુપતભાઈ ચોડવડીયા, કાળુભાઈ સોજીત્રા, કાંતિભાઈ સાવલીયા, વીપુલભાઈ કોટડીયા,રાકેશ ડાવરા, મથુરભાઈ સોજીત્રા, બ્રિજેશભાઈ ભેસાણીયા, કાંતીભાઈ રુડાણી, જે.પી.રુડાણી, ભરતભાઈ કાછડીયા, રસીકભાઈ દેવાણી, હીંમતભાઈ કોટડીયા,પીયુશભાઈ ઠુંમર, પ્રવીણભાઈ કોટડીયા, કીશોરભાઈ કુંભાણી, લાલજીભાઈ નાકરાણી, ધીરુભાઈ ધોરાજીયા, રમેશભાઈ નસીત, પ્રવીણભાઈ નસીત, જયેશભાઈ પેથાણી, વીનુભાઈ પટોળીયા, ગીરધરભાઈ સભાયા,ડી.કે.પટોળીયા, રમેશભાઈ આસોદરીયા, જગદીશભાઈબાબરીયા, ઘનશ્‍યામભાઈ હીરપરા, વીપુલભાઈ કોઠીયા, સુરેશભાઈ વેકરીયા, ભોળાભાઈ રંગપરીયા, જયસુખભાઈ રંગપરીયા, રવજીભાઈ હીરપરા, મગનભાઈ શીંગાળા, મહેશભાઈ દેસાય, બાબુભાઈ નાથાણી, બાવાભાઈ મેંદપરા, બાલુભાઈ બાવશીયા, બટુકભાઈ ગજેરા, અશોકભાઈ સભાયા, જીતુભાઈ સાવલીયા તથા કુબડા થી ઓધવજીભાઈ કોટડીયા, બ્રીજેશભાઈ કોટડીયા, રમેશભાઈ કોટડીયા, ભાઈલાલભાઈ બોરડ તેમજ ફાચરીયાના દેવશીભાઈ રુપપરા, હસમુખભાઈ ડોબરીયા, જયસુખભાઈ ડાવરા, મનસુખભાઈ તળાવીયા, અમૃતપુરના મનુભાઈ રુપપરા હરીપરાના મગનભાઈ ડાયાભાઈ રુડાણી, સી.પી.રુડાણી સરસીયાથી સાર્દુળભાઈ શેલડીયા, નબાપરાના કનુભાઈ નસીત વેકરીયાપરાના અલ્‍પેશભાઈ વેકરીયા પીપરીયાના મહેશભાઈ ટીંબડીયા, ધુસાભાઈ સાવલીયા, રમેશભાઈ પટોળીયા, ભાડેરના કાંતીભાઈ સાવલીયા (સરપંચ) શૈલેશભાઈ કોરાટ, ઉકાભાઈ સાવલીયા, ગીગાસણના ભરતભાઈ અંટાળા, ભરતભાઈ કોટડીયા, ગોવીંદપુરના ખોડાભાઈ નસીત, હરીભાઈ સાબલપરા, હીંમતભાઈ સતાસીયા, કનુભાઈ સતાસીયા  સહિત પાટીદાર સમાજ આગેવાનોએ સંઘાણીને સમર્થન જાહેર કરેલ છે તેમ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.

ધારીમાં એડવોકેટ ર્ેારા દિલીપ સંઘાણીને ખુલ્‍લુ સમર્થન

અમરેલી જિલ્‍લા લીગલ સેલ ર્ેારા ધારી વિધાનસભા મત વિસ્‍તારમાં દિલીપભાઈ સંઘાણીના સમર્થનમાં તા. પ/પ/ર017 ના ધારી મત વિસ્‍તારમાં મતદારો સાથે મુલાકાત કરી દિલીપભાઈ સંઘાણીને ભવ્‍ય બહુમતીથી વિજયી બનાવવા અને ભાજપને મત આપવા જણાવ્‍યું ને જિલ્‍લાના તમામ જિલ્‍લા લીગલ સેલ ભાજપના વકીલો આ રેલી અને પ્રચારમાં જોડાયેલ ત્‍યાર બાદ ખેતલિયાદાદાના મંદીરના હોલમાં એક તમામ મિટિંગનું આયોજન કરેલ જેમાં બાર કાઉન્‍સિલના મેમ્‍બર બકુલભાઈ, મનોજભાઈગોસાઈ, એલ.એન. દેવમુરારી, પિયુષ શુકલ, મગનભાઈ સોલંકી, જી. સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી, મધુભાઈ જોશી, પ્રફુલ્‍લાબેન નિમાવત, ઈન્‍દુકુમાર ભટ્ટ, હરિયાનીભાઈ, એડવોકેટો તથા પ્રેમજીભાઈ માધડ ર્ેારા દિલીપભાઈને વિજયી બનાવવા અને વકીલ તરીકે આ ચૂંટણીમાં અગત્‍યની ભૂમિકા અદા કરી ભાજપને તમામ જિલ્‍લાની બેઠક પર વિજયીબનાવવા સંકલ્‍પ કરેલ. આ મિટિંગને લીગલ સેલ વતી કન્‍વીર ધીરુભાઈ કોતળિયા, સહ કન્‍વીનર અજય પંડયાએ સંબોધિત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બકુલભાઈ પંડયા, ધીરુભાઈ કોટડીયા, મનોજભાઈ ગોસાઈ, પિયુષ શુકલ અને અજય પંડયાએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં તેજસ ધોને, ચંદ્રેશ મહેતા, રિપલ હેલયા, દાદુભાઈ ખાચર, શુકલભાઈ પંડયા વિગેરે ઉપસ્‍થિત રહૃાા હતા.

પરિણીતાએ પિયર જવાના મનદુઃખથી ઝેરી દવા પી લીધી

બાબરાનાં ઘુઘરાળા ગામની
પરિણીતાએ પિયર જવાના મનદુઃખથી ઝેરી દવા પી લીધી
અમરેલી, તા.7
પંચમહાલ જિલ્‍લાના વાલારોલીના વતની અને હાલ બાબરાના ઘુઘરાળા ગામે રહેતી લીલાબેન જેશીંગભાઈ બારીયા નામના પ0 વર્ષીય પરિણીતાને પોતાના વતનમાં જવું હોય, તેણીના પતિએ કપાસ વીણી અને પછી જવાનું કહેતા તેણીને લાગી આવતા ગઈકાલે સાંજે ઘુઘરાળા ગામની સીમમાં જઈ ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્‍યુ થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલામાં હોસ્‍ટેલથી ઘરે જવા નીકળેલ ર વિદ્યાર્થીઓ ગાયબ

સરંભડાનાં વતની હોવાનું બહાર આવ્‍યું
સાવરકુંડલામાં હોસ્‍ટેલથી ઘરે જવા નીકળેલ ર વિદ્યાર્થીઓ ગાયબ
અમરેલી, તા.7
સાવરકુંડલા ગામે આવેલ હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરતા અમરેલી તાલુકાના સરંભડા ગામના સંજયભાઈ નાનજીભાઈ દાફડાના 13 વર્ષીય પુત્ર તથા હસમુખભાઈ દાફડાનો 13 વર્ષીય પુત્ર સાવરકુંડલાથી ગત તા.ર/1રના રોજ બપોરે હોસ્‍ટેલમાંથી ઘરે જવા નીકળ્‍યા હતા પરંતુઆજદિન સુધીમાં આ બન્‍ને વિદ્યાર્થીઓ પોતાના ઘરે નહીં પહોંચતા આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં જાણ કરવામાં આવેલ છે. આ બન્‍ને વિદ્યાર્થીઓ તરૂણ વયના હોય, સંભવિત તેમનું અપહરણ થયાની આશંકાઓ સાથે પોલીસે બનાવ અંગે જીણવટભરી તપાસ હાથ ધરી છે.

દામનગરમાં આધેડને 3 ઈસમોએ ઘરમાં ઘુસી લાકડી મારી કરી ઈજાઓ

અમરેલી, તા. 7,
લાઠીનાં દામનગર ગામે આવેલ સીતારામનગર વિસ્‍તારમાં રહેતાં પ્રવિણભાઈ પરશોતમભાઈ બારડની પુત્રીસ્‍કૂલ જતી હોય, ત્‍યારે રસ્‍તામાં તે જ ગામે રહેતાં બાલો કાંતીભાઈ હેરાન કરતો હોય, જેથી આ પ્રવિણભાઈ તેમને ઠપકો આપવા જતાં સામાવાળા બાલો કાંતિભાઈ, કાંતીભાઈ, તથા રવિ કાંતીભાઈએ ઉશ્‍કેરાઈ જઈ તેમને         ગાળો આપી લાકડી વડે માર માર્યાની ફરિયાદ દામનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો વિજય નિશ્ચિત

ગરીબોનાં મસીહા હોવાથી જનતા જનાર્દન પ્રેમ વરસાવશે
ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો વિજય નિશ્ચિત
સ્‍થાનિક ઉમેદવાર હોવાથી સમગ્ર પંથકમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે
અમરેલી, તા. 7
લાઠી-બાબરા-દામનગર પંથકના ભાજપનાં ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો વિજય નિશ્ચિત બની ગયો છે. ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની હોય તેવું લાગી રહયું છે.
બાબરા પંથકને વર્ષો બાદ સ્‍થાનિક કક્ષાના ધારાસભ્‍ય મળી રહયા છેઅને તે પણ ભામાશાના સ્‍વરૂપમાં તદ્‌ઉપરાંત, લાઠી પંથકના ભાણેજ અને દામનગર પંથકના જમાઇ હોવાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે.
ભાજપના ઉમેદવારમાં જનતાજનાર્દનને ભામાશાના દર્શન થઇ રહયા છે. ગરીબ પરીવારોના દુઃખદર્દમાં હંમેશા મદદરૂપ થતા હોવાથી બદલામાં જનતા જનાર્દન જબ્‍બરૂ મતદાન કરીને ભામાશાને હવે ધારાસભ્‍ય બનાવવા અધીરી બની છે.
ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરા ઉપર લક્ષ્મીદેવીની કૃપા હોવાથી તેઓ જનતાજનાર્દનનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી જ ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને લાઠી-બાબરા-દામનગર પંથકના મતદારોને શિક્ષણ આરોગ્‍ય, માર્ગો, વીજળી, પાણીની સુવિધા મળી રહે તેમજ ખેડૂતો, મહિલાઓ, બેરોજગાર યુવાનોના પ્રશ્‍નોનું નિરાકરણ થાય ભભજનસેવા એજ પ્રભુ સેવાભભ કહેવત સાર્થક કરવા માટે જ દોડધામ કરી રહયા છે.
ઉપરોકત સઘળી હકીકતોથી સમગ્ર પંથકના મતદારો પણ માહિતગાર હોવાથી ગોપાલભાઇ વસ્‍તરપરાનો વિજય નિશ્ચિત બનવા જઇ રહયો છે. બીજી તરફ હરિફ ઉમેદવારને બાબરા-લાઠી- દામનગર પંથક સાથે કોઇ લેવા-દેવા નથી. તેઓ માત્ર ચૂંટણી લડવા માટે જ આવ્‍યા હોય મતદારો આયાતીને બદલે સ્‍થાનિક ઉમેદવારની પસંદગી કરે તે પણ સ્‍વાભાવિક છે.

સાવરકુંડલામાં ફરિયાદ કરવા બાબતે કારનાં કાચ તોડી નાખ્‍યા

અમરેલી, તા.7
સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ ઉપર રહેતા રજનીકાંતભાઈ રસીકલાલ ભરખડા નામના પ4 વર્ષિય આધેડ ગઈકાલે બપોરે લોટ દળવાની ઘંટીએ હતા ત્‍યારે તે જ ગામે રહેતા મંગા જોધાભાઈ નામના ઈસમે ત્‍યાં આવી આ રજનીકાંતભાઈને કહેલ કે મારા વિરૂઘ્‍ધ ફરિયાદ કેમ કરેલ છે તેમ કહી ગાળો આપી તેમને ધક્કો મારી પછાડી દઈ તેમના ઘર બહાર પડેલ ફોરવ્‍હીલનાં કાચ તોડી નાંખી અને ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ટીવીનો કાચ તોડી નાંખી નુકશાન કર્યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાય છે.

અમરેલીનાં બટારવાડીમાં રહેતી મહિલાને 4 શખ્‍સોએ ગાળો આપી

દીકરો આપવા બાબતે બોલાચાલી કરી
અમરેલીનાં બટારવાડીમાં રહેતી મહિલાને 4 શખ્‍સોએ ગાળો આપી
અમરેલી, તા. 7
અમરેલીનાં બટારવાડી વિસ્‍તારમાં રહેતાં હીનાબેન અફજલભાઈ પરમાર નામની રપ વર્ષિય પરિણીતાનાં પિતાના ઘરે આટકોટ ગામે રહેતા અફજલ કાદરભાઈ પરમાર, તથા તોફીક કાદરભાઈ પરમાર વિગેરે ગઈકાલે સાંજે તેણીના પિતાના ઘરે આવી પોતાનો દિકરો આપવા બાબતે બોલાચાલી કરી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાડીનાં કાચ તોડી         નાંખ્‍યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે.

અમરેલીનાં રાજમાર્ગો પર ભાજપી ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડના સમર્થનમાં વિશાળ બાઈક રેલી યોજાઈ

9પ, અમરેલી વિધાનસભા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડના સમર્થનમાં અમરેલી શહેરમાં ઐતિહાસિક બાઈક રેલી યોજાઈ. અમરેલીભરમાં કેસરીયો માહોલ છવાયો. સ્‍કુટર રેલીમાં અમરેલી વિધાનસભા ભાજપના નીડર અને લોકપ્રિય ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડ, પ્રદેશ ભાજપ અગ્રણી અને પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારના માર્ગદર્શનમાં વિજય વિશ્‍વાસ રેલીના કન્‍વીનર વિપુલ ભટ્ટીના નેતૃત્‍વમાં પ000થી વધુ યુવા કાર્યકરો દ્ધારા બાઈક રેલી કરવામાં આવી. આ રેલીથી કોંગ્રેસને આવ્‍યો રેલો. આ રેલીથી હરીફોના હોંશ ઉડી ગયા. આવા અધધધ…. સમર્થનથી કોંગ્રેસ કેમ્‍પમાં સોંપો પડી ગયો. આ રેલી અમરેલી શહેરના તમામ વોર્ડ-રોડ વિસ્‍તારોમાં ફરી સર્જયો ઐતિહાસિક માહોલ.અમરેલી શહેર ઉપરાંત અમરેલી તાલુકો, કુંકાવાવ-વડીયા સહીત વિધાનસભા વિસ્‍તારના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ઉમટયા હજારો શુભેચ્‍છક કાર્યકરો.આ સ્‍કુટર રેલીમાં જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ દીનેશભાઈ પોપટ, પ્રાગજીભાઈ હીરપરા, ભાજપ અગ્રણી દીપક વઘાસીયા, જયેશ ટાંક, રીતેશઉપાઘ્‍યાય, મુકુંદ મહેતા, જુગલબાપુ કુબાવત, એ.પી. બોરડ, ગીરીશ ભટ્ટ, ડો. પીયુશ ગોસાઈ, ડો. રાજુ પટેલ, ડો. ચંદ્રેશ ખુંટ, ડો. નીલેશ ભીંગરાડીયા, મયુર મણવર, તુલસી મકવાણા, અશ્‍વિનગીરી ગોસાઈ, વશરામભાઈ વઘાસીયા, આર.સી. ધાનાણી, હીરાભાઈ પડાયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદિશભાઈ ધરજીયા, કીલુભાઈ શુકલ, કાળુભાઈ પાનસુરીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા, મહામંત્રી મનીષ ધરજીયા, રસિક પાથર, રીતેશ સોની, ભરત વેકરીયા, સમીર જાની, કમલેશ કોરાટ, વિનુભાઈ ભાડ, રજની રાવળ, અમીત મકવાણા, બીપીનભાઈ ગાંધી, મુકેશ તેરૈયા, ભીખુભાઈ અગ્રાવત, ભગત તળાવીયા, કીરીટ વામજા, દલપત ચાવડા, પ્રકાશ ભડકણ, ચેતન રાવળ, મુનાફ કાજી, કરશન રાતડીયા, કમલેશ મકવાણા, પ્રવિણ રાણપરીયા, અજય અગ્રાવત, બકુલ પંડયા, જગદિશ વઘાસીયા, રાજુભાઈ વિઠ્ઠલાણી, રવિરાજ શેખવા, અજીજ ગોરી, અરવિંદ રાઠોડ, સંજય પંડયા, ધર્મેશ જાદવ, મહેન્‍દ્ર ચાવડા, રમેશ મકવાણા, અશ્‍વિન કાનાણી, જીતેશ મારૂ, રોહીત રાઠોડ, અશ્‍વિન વાઢેર, રાજન રામાણી, નવલ મકવાણા, મુકેશ કાછડીયા, પંકજ માતરીયા, ચિરાગ ત્રિવેદી, કિશોર આજગીયા, પ્રકાશ આચાર્ય, નિલેશ ધાધલ, કિરણ ભાખરે, વિપુલ ચરણદાસ, સુનિલ ઝીંઝુવાડીયા, રાજેશ બડમલીયા, તેજસ વાઘેલા, મહેન્‍દ્ર સોલંકી, આશિષ ગણાત્રા, વિજયકાછડીયા, રામ ગોસાઈ, વિશાલ જોષી, જયસુખ પાનેલીયા, જયસુખ ડાભી, કમલેશ વાળા, રવિ રીબડીયા, તરૂણ જીકાદ્રા, રાજુ જીકાદ્રા, દીલીપ માલવી, દિપક ગણાત્રા, નેવીલ ધાનાણી, આદિત્‍ય દેસાઈ, મંથન કાછડીયા, અર્જુન સોજીત્રા, ધર્મેન્‍દ્ર લલાડીયા, અમીત કોલડીયા, હીતેષ જોષી, શહેબાજ રાણા, સુમિત શર્મા, ભરત માંડલીયા, જતીન શેઠ, આકાશ સુખવાણી, ભરત મકવાણા, યોગેશ ગણાત્રા, તુષાર ધાધલ, ભાર્ગવ મહેતા, વિજય ધંધુકીયા, ધર્મેશ ધોળકીયા, યોગેશ કારીયા, ઓસ્‍માણ મહીડા, ટોમભાઈ અગ્રાવત, તુષાર વાણી, નીતીન સરવૈયા, કાળુ પરમાર, હિરેન વાળા, રાજુ વ્‍યાસ, ભાવેશ જોષી, કિશોર ત્રિવેદી, અલ્‍પેશ વાઘેલા, બીપીન ભરખડા, સોહીલ વાઘેલા, પીન્‍ટુ વાઘેલા, હરેશ ચાંદ્રાણી, સતીષ પરમાર, હાર્દિક ચૌહાણ, અલ્‍પેશ હરીયાણી, અશોક વાળા, પીયુષ વૈષ્‍ણવ, સાગર વ્‍યાસ, ગૌતમ ચુડાસમા, રાજેશ વાઘેલા, દિવ્‍યેશ જાની, રાજુ પટેલ વિગેરે. મગનભાઈ હરખાણી, લાભભાઈ અકબરી, ઘનશ્‍યામ ત્રાપસીયા, વિઠ્ઠલભાઈ ગજેરા, લાલભાઈ દેસાઈ, ગોપાલ અંટાળા, મનુભાઈ દેસાઈ, વિપુલભાઈ રાંક, દિવ્‍યાંગભાઈ દોશી, રાજુ ધાનાણી, ભગાભાઈ ભરવાડ, રામજીભાઈ સરખેદી, શૈલેષ ગેવરીયા, બીપીન ગોંડલીયા, વી.ડી. પટેલ, બાલમુકુંદ સોહલીયા, હીંમત મીયાત્રા, ઘનશ્‍યામ સોરઠીયા, ઘનશ્‍યામભાઈ પાનેલીયા, રામજી જાદવ,વિપુલ સરપદડીયા, જયસુખ ઢોલરીયા વિગેરે ઉપસ્‍થિત રહેલ.આ ભવ્‍ય બાઈક રેલીને સફળ બનાવવા ઈન્‍ચાર્જ વિપુલ ભટ્ટી સાથે સહઈન્‍ચાર્જ ગોપાલ ભટ્ટ, હરપાલ ધાધલ, ચેતન ચૌહાણ, રાજુ દેસાઈ, જય પટેલ, ભરત ચાવડા, મુકેશ મંડોરા, અલ્‍પેશ અગ્રાવત, દિલીપ રંગપરા વિગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

લાઠીનાં કોંગી ઉમેદવાર વિરજી ઠુંમરનો સફળ રોડ-શો યોજાયો

લાઠી-બાબરા વિધાનસભા બેઠકનાં કોંગી ઉમેદવાર વિરજી ઠુંમર ર્ેારા બાબરા અને લાઠી શહેરમાં રોડ-શો અને ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્‍યો હતો જેને વ્‍યાપક પ્રમાણમાં સમર્થન મળેલ હતું.


લાઠી-બાબરાનાં ભાજપનાં ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને વિજેતા બનાવવા પરશોતમ રૂપાલાની હાંકલ

લાઠી-બાબરા-દામનગર વિધાનસભા વિસ્‍તારનાં ભાજપનાં ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો વિજય નિશ્ચિત બન્‍યો હોય હવે વધુમાં વધુ સરસાઈથી વિજેતા બનાવવા માટેની દોડધામ ચાલી રહી છે. જે અંતર્ગત આજે કેન્‍દ્રીયમંત્રી અને પ્રખર વકતા પરશોતમ રૂપાલાએ બાબરાનાં નાગરિક બેન્‍ક ચોકમાં વિશાળ જનમેદની સમક્ષ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કરીને કોંગી ઉમેદવારની ડીપોઝીટ ડૂલ કરવાની હાંકલ કરીને ગોપાલભાઈ વસ્‍તરપરાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા હાંકલ કરી હતી

રાજુલા જાફરાબાદનો ધારાસભ્‍ય બનીશ તોપગાર ભથ્‍થા લોક કલ્‍યાણમાં વાપરીશ : અંબરીશ ડેર

સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનના હવે ગણતરીનાં કલાકો બાકી રહૃાા છે ત્‍યારે રાજુલા-98 વિધાનસભામાં રાજુલા માર્કેટીંગ યાર્ડની સામેના મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર એવા અંબરીશભાઈ ડેર ર્ેારા આજે સભાનું આયોજન રાખવામાં આવેલ હતું. આ સભામાં સૌ પ્રથમ શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા ર્ેારા લોકોને કોંગ્રેસને મત આપવાની વાત કરી ત્‍યારબાદ પાટીદાર નેતા એવા સાવલીયાભાઈ ર્ેારા પોતાની આગવી લાક્ષણિકતામાં વકતવ્‍ય આપ્‍યું. ત્‍યારબાદ ગત વિધાનસભાના ઉમેદવાર અને હાલમાં અંબરીશભાઈ ડેરના ખભેખભા મિલાવીને જીત તરફ આગળ વધારતા એવા બાબુભાઈ રામ ર્ેારા જણાવેલ કે આ ચૂંટણી સારા અને ખરાબ માણસો વચ્‍ચેની સીઘ્‍ધી લડાઈની ચૂંટણી છે, જેમાં સારા લોકોનો વિજય નિશ્ચિત છે. પરંતુ લોકોએ જાગૃતિ દાખવીને આગામી 9 ડિસેમ્‍બરે પોતાના સગાવ્‍હાલા સહીત મતદાન અવશ્‍ય કરવુ અને કરાવવું અને ભાજપવાળાને પંજાના નિશાન પર જબ્‍બર મતદાન કરીને હરાવવું. ત્‍યારબાદ આ સીટના ઉમેદવાર એવા અંબરીશભાઈ ડેર ર્ેારા સભાની શરૂઆતમાં ભાજપના વડાપ્રધાન ર્ેારા નોટબંધી સમયે લોકોને પોતાના ખાતામાં પૈસા જમા કરાવવા, પરંતુ પરત ના આપવાનું કહીને મોદીજીએ વડાપ્રધાનના પદની ગરીમાને ન છાજે તેવું વર્તનકરેલ છે અને કોઈ દિવસ કોઈ મા-બાપ પોતાના સંતાનને આવું કરવાનું ન શિખવાડે તેવું મોદીએ લોકોને શિખવાડેલ છે જે ખરેખર નિંદનીય છે. તેઓ ર્ેારા આજરોજ ચૂંટણીનાં અંતીમ પડાવમાં લોકોને ર દિવસ સુધી સતત જાગૃત રહીને મતદાન કરવા અનુરોધ કરેલ હતો અને તેઓએ એવું પણ જણાવેલ હતું કે, જો હું ધારાસભ્‍ય થઈશ તો ધારાસભ્‍યને મળતા તમામ પ્રકારના પગારભથ્‍થા લોક કલ્‍યાણમાં વાપરીશ. જેમાં જરૂરીયાતમંદગરીબ બાળકોના સારા શિક્ષણ પાછળ તથા જરૂરીયાતમંદ દર્દીઓની દવામાં આ સમગ્ર ફંડનો ઉપયોગ કરીશ અને તેના માટે એક કમીટી બનાવીને તે સુચવે તે રીતે આવા પૈસાનો ઉપયોગ હું કરાવીશ. તેમણે એવું પણ જણાવેલ હતું કે હું બાર મુદ્યાઓ લઈને લોકોની વચ્‍ચે આવ્‍યો છું. તેમા સારી હોસ્‍પિટલની સુવિધા રમતનું મેદાન, સારી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સમગ્ર એરીયામાં રહે તેવી વ્‍યવસ્‍થા કરાવવાની કટીબઘ્‍ધતા વ્‍યકત કરવામાં આવેલ હતી અને તેઓએ એવું જણાવેલ કે, કોઈ પણ ગરીબ ભુખ્‍યો ના સુવે તેવી વ્‍યવસ્‍થા કરાવવા હું બંધાવ છું. તેમજ સર્વે સમાજ શાંતિથી જીવન જીવે તેવો માહોલ રાજુલામાં ઉભો કરાવવા માટે જે કાંઈ કરવું પડે તે તમામ પ્રકારની કાર્યવાહી કરવાનો હુંકાર વ્‍યકત કરેલ હતો. તેમજ સાચું સુરાજય અને રામરાજયની પ્રતિતી કરાવવા કટીબઘ્‍ધહોવાનું જણાવેલ હતું. આ સભામાં આશરે પ થી 6 હજારની જનમેદની ગામે ગામથી ઉમટી પડેલ હતી. આ સભામાં દરેક જ્ઞાતિના આગેવાનો મંચ પર ઉપસ્‍થિત રહેતા દરેક જ્ઞાતિનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્‍ત કરીને અંબરીશભાઈ ડેર વિજય તરફ આગેકુચ કરી રહૃાાનું જણાઈ આવે છે. જેમાં આહિર સમાજના અગ્રણી એવા બાબુભાઈ જાલંધરા અને બાબુભાઈ રામ, દિપકભાઈ પરમાર, છત્રજીતભાઈ ધાખડા, કનુભાઈ ધાખડા, દિપકભાઈ જાલંધરા, હિતેષભાઈ જોષી, રાજુભાઈ માઢક, બિપીનભાઈ લહેરી તથા દરેક સમાજના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્‍યામાં મંચ પર ઉપસ્‍થિત રહીને અંબરીશભાઈ ડેરને જીતાડવા પૂરેપુરૂ સમર્થન પુરૂ પાડવામાં આવેલ છે. જેથી હવે અંબરીશભાઈ ડેરની જીત નિશ્ચિત છે.

જાફરાબાદનાં બંદરચોકમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરનાં સમર્થનમાં જાહેરસભા યોજાઈ

જાફરાબાદનાં બંદર ચોકમાં આજે સવારનાકોંગ્રેસની વિજયસભા પંજાબના મંત્રી- ધારાસભ્‍ય અને અખીલ ભારતીય કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખઅમરીન્‍દર રામ બરારના અઘ્‍યક્ષ સ્‍થાને મળી હતી, બરારે પોતાની તેજાબી ભાષામાં ભાજપની સરકારો ઉપર પ્રહાર કરતા કહૃાું હતુંકે તમે ર0, ર0 વર્ષથી ભાજપને મત આપો છો, પણ આ વિસ્‍તારને આજીવિકા પૂરી પાડતા માછીમારોનો કે માચ્‍છીમારી વ્‍યવસાયનો વિકાસ થયો નથી, તેમણે કહૃાું કે પરિવર્તન થયા પછી જ વિકાસવેગ પકડે છે, યુ.પી. બિહાર, હરિયાણા, પંજાબ જેવા રાજયો તેના સાક્ષી છે. તેમણે ભારપૂર્વક કહૃાું હતું કે ગપગોળા ફેલાવી તમારો વિશ્‍વાસ લાગણી જીતીને ચૂંટાતા આ લોકો ગુજરાતમાં આંસુ પાડે છે અને દિલ્‍હી જઈને ગુજરાતની પ્રજાને બેવકુફ બનાવ્‍યાનો આનંદ લે છે. દેશ-વિદેશમાં સાહિત્‍યકાર તરીકેની લોકપ્રિયતા ધરાવતા લોકસાહિત્‍યકાર માયાભાઈ આહિરે જણાવ્‍યું હતું કે તમારે નિર્ભય જીવવું હોય, વિકાસના માર્ગે જવુ હોય તો તમે કોંગ્રેસના અંબરીા ડેરને ચૂંટી કાઢો હું તમને ખાત્રી આપું છું કે તમે કોંગ્રેસને આપેલો મત એળે નહિ જાય. તેમણે વધુમાં કહૃાું હતું કે અમે એક પણ મત ખોટો નાખવાના નથી અને કોઈપણ ચમરબંધીને અમે ખોટો મત નાખવા પણ દેવાના નથી. માયાભાઈ આહિરે ઉપસ્‍થિત જનમેદનીને કોંગ્રેસને વિજયી બનાવવા હાર્દિક અપીલ કરી હતી. રાજુલાકોંગ્રેસના અગ્રણી અને આહિર સમાજના સરતાજ સમા બાબુભાઈ રામે પણ પોતાના પ્રવચનમાં અંબરીષ ડેરનેવિજયી બનાવવાની અપીલ કરતા કહૃાું હતું કે હવે કોઈનાથી ડરવાની જરૂર નથી તમે સહકાર આપો શાંતિ સલામતી અમે આપીશું તેમણે વધુમાં કહૃાું હતું કે કેટલાક હિતશત્રુઓ ર્ેારા એવો અપ્રચાર કરવામાં આવે છે કે જો અંબરીષ ડેર ચૂંટાશે તો તમારા ભાઈઓ, યુવાનો આ વિસ્‍તારના ઉદ્યોગ ગૃહોમાં નોકરી કે કામ પર જઈ શકશે નહિ. હું તમને ખાત્રી આપુ છું કે આવા અપ્રચારને ફેંકી દો. અમારો સમાજ દરેક સમાજને આવકારે છે આ વિસ્‍તારનાં ઉદ્યોગ ગૃહોમાં રોજીરોટી માટે આવતા અન્‍યસમાજના લોકોને અમે આવકારીએ છીએ તેમનું ઘ્‍યાન રાખીએ છીએ. અમે રાજુલા, જાફરાબાદ,ખાંભા પંથકના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરીએ છીએ પ્રચારકાર્ય કરીએ છીએ જે રીતે કોંગ્રેસના ઉમેદવાર અંબરીષભાઈ ડેરને અઢારેય વરણ હોશે હોશે ઉમેળકાભર આવકારે છે સત્‍કારે છે તે જોતા એવું કહી શકું તેમ છું કે કોંગ્રેસ જીતે છે, જીતે છે અને જીતે છે. કોંગ્રેસના ઉમેદવાર તમામ સમાજમાં અડધીરાત્રના હોકારા સાથેનું માનભેર સ્‍થાન ધરાવતા અંબરીષ ડેર પોતાનું વકતવ્‍ય આપવા ઉભા થયા ત્‍યારે ઉપસ્‍થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્‍યા હતા. અંબરીષ ડેરે કહૃાું હતું કેછેલ્‍લા વીસ વર્ષની અહીની સ્‍થિતી કેવી છે કે અહીના ઉદ્યોગ ગૃહોમાં માલસામાન પુરો પાડતા પોતાના પૈસે ધંધો કરતા પોતાના વાહનોથી માલ પહોંચતો કરતા લોકોને પણ હપ્‍તાઓ આપવા પડે છે આ તો કયાનો ન્‍યાય ? અંબરીષ ડેરે ઉપસ્‍થિત જનમેદનીને આવી તકલીફોમાંથી છૂટકારો મેળવવા કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. જાફરાબાદ કોંગ્રેસના અગ્રણી પ્રવિણભાઈ બારૈયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહૃાું હતું કે આપણે વિકાસ જોયો નથી થયો હશે તો માત્ર ગણ્‍યા ગાંઠયાઓનો. આપણને યુવા અને સેવાભાવી, પરોપકારી ઉમેદવાર મળ્‍યા છે ત્‍યારે આપણા સૌ કોઈની ફરજ બને છે કે આપણે આવા હિંમતવાન ઉમેદવારને ચુંટાવીએ, સભાનું સફળ સંચાલન દિપકભાઈ ત્રિવેદીએ કર્યુ હતું. આભારવિધી કોંગ્રેસી અગ્રણી અને કોળી સમાજના તરવરીયા આગેવાન ચંદુભાઈ બારૈયા (પટેલે) કરી હતી આજે યોજાયેલી આ સભામાં કોંગ્રેસી આગેવાનો રાજુલા-જાફરાબાદથી સર્વ બાબુભાઈ જાળોંધરા, ભરતભાઈ સાવલીયા, રામભાઈ ભરવાડ, અબ્‍દુલ સેલોત, યુસુફખાન દરબાન, હિતેષ જોષી, ગીરધર ઉનાગર, કનુભાઈ ધાખડા, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબાર,સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા. સભાપૂર્ણ થયે જાફરાબાદના બુર્જગો એવુ કહેતા હતા કે ન ભૂતો ન ભવિષ્‍યતી આવી સભા જાફરાબાદમાંસવારના ભાગે યોજાય અને તેમા આવડી મોટી સંખ્‍યામાંથી શહેરીજનો, ગ્રામીણજનો ઉપસ્‍થિત રહે તે કંવચિત પ્રથમવાર બન્‍યું છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : રાજગોર (કાઠી) બ્રાહ્મણ વિનુભાઈ (ધનજીભાઈ) વશરામભાઈ તેરૈયા (જીરાવાળા) (ઉ.વ.8ર)નું તા.7/1રને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે જીતુભાઈ, લલીતભાઈ, મનસુખભાઈના પિતાજી થાય તેમજ વલ્‍લભભાઈ તથા દયાશંકરભાઈના કાકા થાય.
સાવરકુંડલા : જગદીશભાઈ મુળજીભાઈ મસરાણી (ઉ.વ.પ7)નું તા.3/1રના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11/1રને સોમવારના રોજ સવારે 9 થી 1ર કલાકે નૂતન નગર (નાની પાટી) વંડા, તા. સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : બાબુભાઈ કરશનભાઈ સોડીંગલા (ઉ.વ.70)નું તા.4/1રના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8/1રને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન સર્વોદયનગર, નેસડીરોડ, દેવળા ગેઈટ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
બગસરા : બગસરા નિવાસી પોપટભાઈ વલ્‍લભભાઈ માનસેતા (ઉ.વ. 90) તે હસમુખભાઈ તથા રમેશભાઈનાં પિતાનું તા. 7 ના અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 8 શુક્રવાર સાંજનાં 4 થી 6 લોહાણા મહાજન વાડી બગસરા ખાતે રાખેલ છે.
બગસરા : બગસરા નિવાસી લખધીરસિંહ ભાયસાબભા જાડેજા (દેના બેંક) તે કુલદિપસિંહનાં મોટાભાઈ તથા દિવ્‍યરાજભાઈનાં મોટા બાપુજીનું તા. 6 ના અવસાન થયેલ છે. બેસણું તા. 9 શનિવાર સાંજનાં 4 થી 6 નિવાસ સ્‍થાન આસોપાલવ સોસાયટી બગસરા ખાતે રાખેલ છે.

08-12-2017

thumbnail of AMRELI EXPRESS