Main Menu

Thursday, December 7th, 2017

 

ભાણેજને વિજેતા બનાવવા ભામાશા સવજીભાઈ ધોળકીયાની હાંકલ

લાઠી-બાબરા- દામનગર બેઠકનાં ભાજપનાં ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને લાઠી પંથકનાં ભામાશા ગણાતા સવજીભાઈ ધોળકીયા, રાજેશભાઈ સુરાણી, મહેશભાઈ ઘેવરીયા, વી.ડી. રીઝીયા, રાકેશભાઈ ધોળકીયા, ભરતભાઈ ગજેરા, મનુભાઈ આદ્રેજા, ઉમેશભાઈ ટોંડા, વલ્‍લભભાઈ શાયર, કનુભાઈ બલર, ડો. વલ્‍લભ કથીરીયા, હિતેષભાઈ કરડ, ગોરધનભાઈ આસોદરીયા, હિંમતભાઈ સોરઠીયા, મણીભાઈ સલોડીયા, મનુભાઈ ગઢુલા, માણેકભાઈ લાઠીયા, ઘનશ્‍યામભાઈ નારોલા, વશરામભાઈ ભાતીયા, રાજુભાઈ કાનાણી, વાલજીભાઈ ધોળકીયા, ગોવિંદભાઈ ધોળકિયા, તુલશીભાઈ ધોળકીયા, નાથાભાઈ મગતરપરા, ચીમનભાઈ હપાણી ખોડલધામ ટ્રસ્‍ટી, ભરતભાઈ હપાણી, વલ્‍લભભાઈ ખોડલધામ, હંસરાજભાઈ ગજેરા, ખોડલધામ ટ્રસ્‍ટી, ભગવાનભાઈ ધોળકીયા, ધીરૂભાઈ નારોલા, ભીમજીભાઈ નારોલા, રાજભાઈ પટેલ – લંડન, નવનીતભાઈ કંડલા, રવજીભાઈ ખોખરીયા – ગુંદાળા,પ્રફુલભાઈ ખોખરીયા- ગુંદાળા, સહીતના ઉદ્યોગપતિઓ ગોપાલભાઈ વસ્‍તરપરાને ખૂબ જંગી બહુમતિથી વિજય બનવા તરફ આગળ વધી રહૃાા હોય ત્‍યારે લાઠી બેઠક પર કોંગ્રેસ માટે આફત બની આવી હોય તેવું જોવા મળી રહૃાું છે.

અમરેલીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જંગી બહુમતીથી વિજેતા બનાવવા ઠાકોરસમાજનો અનુરોધ

અમરેલીના કોંગ્રેસના યુવા ઉમેદવાર પરેશ ધાનાણીને સમર્થન આપી જંગી લીડથી વિજય બનાવવા, દરેક સમાજ થનગની રહૃાો છે ત્‍યારે અમરેલીમાં ઠાકોર સમાજના આગેવાનોએ વિશાળ સંખ્‍યામાં સ્‍નેહમીલન યોજી કોંગ્રેસના યુવા ઉમેદવાર પરેશ ધાનાણીને સમર્થન આપી વિજય બનાવવા થનગની રહૃાા છે.


ધારી બેઠકમાં ભાજપને સમર્થન કરવા આગેવાનો વચ્‍ચે સ્‍પર્ધા

અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે પ0 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હોય તેમાં સૌથી વધુ સક્ષમ ઉમેદવાર ધારી બેઠકનાં ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણી છે. તઓને દરેક સમાજનાં આગેવાનો હોંશભેર સમર્થનઆપી રહૃાા છે.
ભાજપનાં આ કદાવર નેતાએ સમગ્ર વિધાનસભા વિસ્‍તારનો પ્રવાસ પુર્ણ કરેલ છે. ખાંભા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તાર, ધારી, ચલાલા અને બગસરા શહેર તેમજ દરેક ગામડાઓ સુધી પ્રચાર કાર્ય કર્યુ. મતદારો સમક્ષ વિકાસલક્ષી રૂપરેખા રજુ કરતાં સમગ્ર પંથકનાં મતદારોમાં પણ તેમનાં પ્રત્‍યે ભારે લાગણી ઉભી થઈ રહી છે.
ભાજપનાં શકિતશાળી ઉમેદવારને સર્વ સમાજ અને સર્વધર્મનું પ્રચંડ જનસમર્થન મળી રહૃાું છે. તેઓની સાથે પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા સહિતનાં આગેવાનોએ મોટા સમઢીયાળા, રૂગનાથપુર, જીકીયાળી, વાંકીયા, કોટડા, અનિડા, ઈંગોરાળા, ભાડ, નાની વિસાવદર, નાની ધારી, તાતણીયા, ઉમરીયા, નાનુડી સહિતનાં આગેવાનોએ મુલાકાત લીધી.
તદઉપરાંત બગસરાનાં નવા ઝાંઝરીયા, જુના ઝાંઝરીયા, કાગદડી, સમઢીયાળા, હામાપુર, હાલરીયા, હુલરીયા, ખીજડીયા, શિલાણા, જામકા, સનાળીયા, ચારણ પીપળી, ખારી, જુના વાઘણીયા, આદપુર, મોટા મુંજીયાસર, જુની      હળીયાદ, ઘંટીયાણ, નવી     હળીયાદ, રફાળા, નાના મુંજીયાસર, ડેરી પીપળીયા, નવા પીપળીયા, બાલાપુર, પીઠડીયા, નવા વાઘણીયા, હડાળા, માવજીંજવા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે આવકાર મળી રહૃાો છે.
તદઉપરાંત ધારી, ચલાલા, દીતલા, ઈંગોરાળા, ડુંગરી, કમીકેરાળા, હુડલી, ઝરપરા, ઝર, પગદડી, આંબરડી, દેવળા, જીરા, ત્રંબકપુર, સરસીયા, ગોવિંદપુર સહિતનાં ગામડાઓમાં પણ ભવ્‍ય આવકાર મળ્‍યો હતો.
એકંદરે સમગ્ર પંથકમાં ભાજપ તરફી વાવાઝોડું ફુંકાયું છે. ખાંભાનાં વિપુલભાઈ શેલડીયા, દુલાભાઈ તરસરીયા, દિલીપભાઈ લાખાણી, મોહનભાઈ વરીયા, ભીખુભાઈ ભમ્‍મર, મેરાભાઈ આહીર, ભગુભાઈ બુધેલા, સુરીંગભાઈ મોઢ, કાળુભાઈ         ફીંડોળીયા, અનિલભાઈ તંતી, પ્રવિણભાઈ નસીત સહિતનાં ખાંભાનાં આગેવાનો જોડાયા હતા.
બગસરાનાં ધીરૂભાઈ ભાયાણી, વિપુલભાઈ કયાડા, પ્રવિણભાઈ રફાડીયા, નશ્‍યામભાઈ સાદરાણી, કનુભાઈ કોલડીયા, કાંતિભાઈ સતાસીયા, રમેશ સતાસીયા, ખીમદાસ સોલંકી, મિતેષભાઈ ડોડીઆ, સંજય ધાણક, એ.વી. રીબડીયા, રાજુભાઈ ગીડા, રશ્‍વિનભાઈ ડોડીઆ, કનુભાઈ    પટોળીયા, મુકેશભાઈ ગોંડલીયા, નિતેષભાઈ ડોડીઆ સહિતનાં આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.
ધારી પંથકમાં ભાજપ જિલ્‍લા પ્રમુખ હિરેન હિરપરા, જીતુભાઈ જોષી,  હિતેષભાઈ જોષી, નરેશભાઈ ભુવા, મધુબેન જોષી, અશ્‍વિનભાઈ કુંજડીયા, ભુપતભાઈ વાળા, રમણીકભાઈ સોજીત્રા, હરેશભાઈ મકવાણા, શાંતિલાલ પરમાર, અતુલ કાનાણી, ભરત શેઠ, ખોડાભાઈ ભુવા, કમળાબેન ભુવા, પ્રવિણભાઈ નશીત, પ્રકાશભાઈ કારીયા, જીગ્નેશગીરી ગોસાઈ, ઉપેન્‍દ્રભાઈવાળા, ભરતભાઈ ડાભી, વિપુલભાઈ બુહા, રાહુલભાઈ જોષી, મુકેશભાઈ રૂપારેલીયા, મુળજીભાઈ પરમાર, પ્રવિણભાઈ દાફડા, શંભુભાઈ મકવાણાસહિતનાં આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.

મહાત્‍મા ગાંધીનું કોંગ્રેસ વિસર્જનનું સપનું રાહુલ ગાંધી પુર્ણ કરશે

સાવરકુંડલા અને અમરેલીમાં યોગી આદિત્‍યનાથની સટાસટી
મહાત્‍મા ગાંધીનું કોંગ્રેસ વિસર્જનનું સપનું રાહુલ ગાંધી પુર્ણ કરશે
સમગ્ર વિશ્‍વમાં આજે ભારત દેશનાં વિકાસની જ ચર્ચા થાય છે
અમરેલી, તા. 6
સાવરકુંડલા અને અમરેલીમાં આજે ઉતરપ્રદેશનાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે કોંગ્રેસપક્ષ પર આકારા પ્રહારો કરીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસપક્ષને કારમો પરાજય આપીને ભાજપને વિજેતા બનાવવા હાંકલ કરી હતી.
આજે સૌ પ્રથમ યોગી આદિત્‍યનાથનું સાવરકુંડલામાં વિશાળ બાઈક રેલી દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અને વ્‍યાયામ મંદિરે જંગી જાહેર સભા યોજાઈ હતી.
બાદમાં સાંજે અમરેલીનાં સિનિયર સીટીઝન પાર્કમાં પણ જંગી જાહેર સભાને સંબોધન કરતા યોગીએ જણાવ્‍યું હતું કે મહાત્‍મા ગાંધીનું કોંગ્રેસપક્ષના વિસર્જનનું સપનું રાહુલ ગાંધી પૂર્ણ કરવા જઈ રહયા છે.
આક્રમક શૈલીમાં જણાવ્‍યું હતું કે ભાજપનાં શાસનમાં ખેડૂતનો દિકરો પણ રાષ્‍ટ્રપતિ બની શકે છે. રાહુલ ગાંધી મંદિર-મંદિર ભટકી રહયા છે. ઉતરપ્રદેશ કોંગ્રેસ મુકત બની ચુકયું હોય ગુજરાતને પણ કોંગ્રેસ મુકત બનાવવાની હાંકલ કરી હતી.
વધુમાં જણાવ્‍યું હતું કે સમગ્ર વિશ્‍વમાં આજે ભારતના વિકાસની ચર્ચા થતી જોવા મળે છે. અને ભાજપનાં ઉમેદવારોને વિજેતા બનાવવા હાંકલકરી હતી.
આ તકે સાંસદ અનુરાગ ઠાકુર, નારણ કાછડીયા, કમલેશ કાનાણી, બાવકુભાઈ ઉંઘાડ, હીરેન હિરપરા, વી.વી.વઘાસીયા, ડો.ભરત કાનાબાર વિગેરે ભાજપીઓ ઉપસ્‍થિત રહયા હતાં.

ભાજપ સરકારનાં ‘અચ્‍છે દિન’નાં સપના ચકનાચુર

એટલા બધા વચનો આપી દીધા કે ભાજપીઓને પણ યાદ નથી
ભાજપ સરકારનાં ‘અચ્‍છે દિન’નાં સપના ચકનાચુર
પંજાબનાં ધારાસભ્‍ય રાષ્‍ટ્રીય યુવકકોંગ્રેસના પ્રમુખ રાજા બરાર, કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનાં ભાજપ પર આકરા પ્રહારો
અમરેલી, તા. 6
ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી માટે આવતી કાલે સાંજના સમયે પ્રચાર-પ્રસાર બંધ થાય છે તે પૂર્વે અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે પંજાબનાં ધારાસભ્‍ય રાજા બરાર, યુ.પી.નાં રાજયસભાના સાંસદ દીપેન્‍દ્રસિંહ હુડા, પરેશ ધાનાણી સહિતનાંકોંગી આગેવાનોએ એક વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતું.
આ સભામાં રાજા બરારે જણાવ્‍યું હતું કે, આ રંગા-બિલ્‍લાને ગોળીઓથી નહી પરંતુ મતપત્રકથી પરાજય કરવા જરૂરી છે. આજે સમગ્ર દેશમાં મોંઘવારી વધી છે. ગરીબ લોકોને જીવવું મુશ્‍કેલ બની ગયું છે ત્‍યારે હવે બસ કોંગ્રેસની સરકાર આવે અને ભાજપને ઘરભેગી કરવા અમરેલીનાં બી.પી.એલ. ઉમેદવાર પરેશ ધાનાણીને જંગી બહુમતથી વિજય બનાવો.
તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે નરેન્‍દ્ર મોદી અને અમીત શાહે ર014માં એટલા બધા વચનો આપ્‍યા હતા તે પૈકી એકપણ વચન પૂર્ણ કર્યુ છે ? તેવા અનેક વેધક સવાલો રાજયની અને કેન્‍દ્રની સરકાર સામે ઉઠાવ્‍યા હતા.
આ પ્રસંગે રાજયસભાના સાંસદ દીપેન્‍દ્રસિંહ હુડાએ રાજકોટ એરપોર્ટ પહોંચ્‍યા ત્‍યારે અમરેલી પ્રચાર કરવા જવું છે, તેમ કહેતા રાજકોટ વાળાએ આ અમરેલીની બેઠકનો કોંગ્રેસ ર0 હજાર મતે જીતી લીધી છે, તેમ છતાં મારે અમરેલીની જનતાના દર્શન કરવા આવ્‍યો છું અને અમરેલી-વડીયા- કુંકાવાવની જનતાને અપીલ કરવી છે કે આ બેઠક રપ-30 હજારથી નહી પણ પ0 હજારથી પણ વધુમતોથી જીતે તેવી વિનંતી કરવા આવ્‍યો છું.
આ પ્રસંગે અમરેલીના કોંગી ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમરેલી શહેરનો જે કાંઈ વિકાસ થયો છે તે અમરેલીની કોંગીનગરપાલીકામાં અને ધારાસભ્‍યની ગ્રાંટથી કરવામાં આવ્‍યો છે.
ગુજરાતની જનતા પાટીદારો, દલીતો, રાજપુતો, યુવાઓ, બહેનો વિગેરે ભાજપની આ સરકારથી ત્રાહીમામ પોકારી ઉઠયો છે, ત્‍યારે ભાજપની આ સરકારને ઘર ભેગી કરી આગામી તા.9 ના રોજ પંજાને મત આપી કોંગ્રેસને વિજયી બનાવી મને આશીર્વાદ આપશો તેવી પણ વિનંતી કરી હતી. આ પ્રસંગે અમરેલી શહેર, અમરેલી તાલુકા કુંકાવાવ-વડીયાનાં કોંગી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

રાજુલા-જાફરાબાદ પંથકમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરને હરાવવાનું ભાજપ માટે નામુમકીન

98-રાજુલા વિધાન સભાની ચૂંટણીને હવે કલાકો ગણાય રહયા છે. ત્‍યારે રાજુલા વિધાનસભામાં ખરાખરીનો જંગ ખેલાઈ રહયો છે. આ જંગ અત્‍યારે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેર આગળ નીકળી ગયા છે. અને લોકો તેને વિજયી બનાવવા થનગનાટ કરી રહયા છે. ત્‍યારે આજરોજ અંબરીશભાઈ ડેર દ્વારા રાજુલાના વિવિધ વોર્ડમાં અને વિવિધ જ્ઞાતિઓમાં પ્રચાર કાર્ય અને ગૃપ મિટીંગો યોજવામાં આવેલ હતી. જેમાં લોકો દ્વારા ખૂબ જ સારી રીતે આવકાર આપવામાં આવેલ હતો અને સ્‍વયંભૂ રીતે લોકો અંબરીશભાઈ ડેરની સાથે જોડાયેલા છે. તેમજ રાજુલા, ખાંભા અને જાફરાબાદના ગામડાઓમાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળતા અને લોકો નોટબંધી, જીએસટી અને મોંઘવારીના મામલે તથા પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવોને કારણે રાજુલા, જાફરાબાદ, ખાંભાના વેપારીઓ અને ખેડૂતોને શીંગ, કપાસના ભાવો નહીં મળતા ખેડૂતો પણ ખૂબ જ પરેશાન છે અને બીજી બાજુ પાટીદારો પણ આ સરકાર દ્વારા થયેલ અત્‍યાચારનોબદલો લેવા કૃતનિશ્‍ચયી બન્‍યા છે અને દલિતો પણ ભાજપથી વિમુખ હોય જેથી તમામ જ્ઞાતિઓ કોંગ્રેસ તરફી હોય આ વખતે ભાજપના ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી ઘરભેગા થઈ જવાના છે તે નિશ્‍ચિત હોય ભાજપની છાવણીમાં સન્‍નાટો છવાયેલો છે. તેમજ રાજુલા, જાફરાબાદમાં ખાંભા હીરાભાઈ સોલંકીની સભાઓમાં ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહેલ છે. જે ઉપરથી લોકો ભ્રમ ભાજપ પ્રત્‍યેથી ભાંગી ગયો હોય હવે તેની હાર નિશ્‍ચિત છે. બીજી મીટીંગમાં મળતી વિગત મુજબ ભાજપ દ્વારા કેટલાક ગામોમાં મીટીંગ યોજવામાં આવેલ. જેમાં કોંગ્રેસના નારા લગાવવામાં આવતા ભાજપના લોકોને ભાગવું પડેલ હતું. આમ લોકો દ્વારા ભાજપ પ્રત્‍યેની નારાજગી ઉડીને આંખે વળગે તેવી છે. રાજુલામાં ર0-ર0 વર્ષથી ધારાસભ્‍ય તરીકે હોવા છતાં લોકોની નારાજગી શા માટે ? આ અંગે લોકો દ્વારા એવું જણાવવામાં આવે છે કે લોકોના કામ થતા ન હોય અને બેરોજગારી ખૂબ જ પ્રમાણમાં હોય જેથી તથા મોંઘવારી જેવા પ્રશ્‍નોને કારણે લોકો ખૂબ જ નારાજ છે. આજરોજ અંબરીશભાઈ ડેર દ્વારા યાદવ ચોક પાસે સમગ્ર આહીર સમાજની મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્‍યામાં આહીર જ્ઞાતિના લોકો જોડાયેલ હતા અને સમગ્ર સમાજે અંબરીશભાઈ ડેરને ટેકો જાહેર કરેલ હતો. આ મિટીંગમાં આહીર સમાજનાઅગ્રણી એવા આર.એચ. હડીયા, બાબુભાઈ જાલંધરા, બાબુભાઈ રામ, માયાભાઈ આહીર, ભુપતભાઈ કાછડ, નરસિંહ આતા, ગાંગાભાઈ વિગેરે મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતા અને અંબરીશભાઈ ડેરને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવેલ હતો. અને જંગી બહુમતી વિજય તરફ આગળ વધી રહયા છે. ત્‍યારે સુરત અને બીજા શહેરોમાંથી અંબરીશભાઈ ડેરના પ્રચાર માટે લોકો રાજુલામાં રવાના થઈ ગયેલ છે અને મોટી સંખ્‍યામાં યુવાનો, આગેવાનો અંબરીશ ડેરના પ્રચારમાં જોડાઈને વિજય નિશ્‍ચિત બનાવેલ છે. આમ, રાજુલામાં ર0 વર્ષના શાસનના અંતની ઘડીઓ ગણાઈ રહેલ છે.

અમરેલીનાં કેરીયા રોડ વિસ્‍તારમાં ભાજપનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડને પ્રચંડ જનસમર્થન

9પ-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભાની ચૂંટણી પર્વમાં ચાલી રહૃાો છે ત્‍યારે અમરેલી શહેરનાં કેરીયા રોડ વિસ્‍તારની જનતા ઘ્‍વારા ભાજપનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડનાં સમર્થનમાં જંગી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ શહેરનાં વિકાસ તથા જનતાની સલામતી બાબતે ઉદબોધન કર્યુ હતું. તેમજ અમરેલી જિલ્‍લા યુવા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, આર.સી. ધાનાણી, મુકુંદભાઈ સેંજલીયા તથા સુરતના યુવાઅગ્રણી વિજયભાઈ જસાણીએ ઉદબોધન કર્યુ હતું. આ મીટીંગમાં નગરપાલિકાનાં પૂર્વ સભ્‍ય ભાવેશભાઈ રોકડ તથા રાજનભાઈ રામાણી, વિસ્‍તારના આગેવાન છગનભાઈ ફિણવીયા, વજુભાઈ તારપરા, દુધાત, કાળુભાઈ રોકડ, ધીરૂભાઈ ગઢીયા, હકાભાઈ રામાણી, ધીરૂભાઈ સખરેલીયા, બાલાભાઈ વઘાસીયા, ડો. કાબરીયા, ગુલાબભાઈ ચોવટીયા, ભીમજીભાઈ ભાલુ, અનિલભાઈ બાંભરોલીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. જેમાં કેરીયા રોડ વિસ્‍તારના યુવા કાર્યકર્તા કલ્‍પેશભાઈ વોરા, ધર્મેશ શીંગાળા, કલ્‍પેશ રોકડ, જીગ્નેશ રાદડીયા, વિરલ વિરપરા, સંજયભાઈ વાગડીયા, કેતન કાછડીયા, સંજયભાઈ ભેંસાણીયા, મહેશભાઈ દુધાત, કિર્તી માદલીયા, કેયુર રામાણી, વિમલ ગોટુ, ઉમેશ કાબરીયા, અજયભાઈ, અમિત વોરા, વઘાસીયા, કમલેશ જીયાણી, નરેશભાઈ કથીરીયા, હર્ષદભાઈ વિરપરા, જગદીશભાઈ કણક, બાબુલાલ હડીયા, કમલેશ કોટડીયા, મનિષ ભાલુ વિગેરે કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.


ચલાલા પાલિકાનાં કોંગી ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા

ચૂંટણીની સોગઠા બાજીમાં કોંગ્રેસની વિશ્‍વસનિયતાનું ધોવાણ થઈ રહૃાું હોય તેમ આજે ધારી કોંગ્રેસના કાંગરા ખરી પડયા છે. ચલાલા ખાતે ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણીના સમર્થનમાં યોજાયેલ મીટીંગમાં ચલાલા નગરપાલીકાના ઉપપ્રમુખ અને ધારી ખેતિવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ના વાઈસ ચેરમેન મનુભાઈ ધાધલ તેમના ચુનંદા સાથીદારો સાથે ભાજપ પ્રવેશ કરતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. આ તકે મનુભાઈ ધાધલને કેસરી ખેસ પહેરાવીને આવકારવામાં આવેલ હતા. કાર્યક્રમમાં જયંતિભાઈ પાનસુરીયા, જયરાજભાઈ વાળા, પ્રકાશભાઈ કારીયા, ઉપેન્‍દ્રભાઈ વાળા, અશ્‍વિનભાઈ સાવલીયા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. મનુભાઈ ધાધલે જણાવેલ કે કોંગ્રેસ પક્ષ દિશા વિહીન અને પરીવારવાદ ચલાવતો પક્ષ છે. નીતિ રીતિનો અભાવ છે તેવા પક્ષમાં પ્રજાનું કાઈ ભલુ થવાનુ નથી તેથી ઉમદા વિચાર અને સારી શાસન વ્‍યવસ્‍થા ધરાવતા પક્ષ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ધારી વિધાનસભા મત વિસ્‍તારમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્‍યા તેર તૂટે તેવી સ્‍થિતિ ઉભી થયાનું કાર્યાલયથી જાણવા મળેલ છે.

અમરેલીનાં ભાજપી ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડની તરફેણમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયાની સભા યોજાઈ

અમરેલી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી રહી હોય ભાજપ દ્વારા પ્રચાર, પ્રસાર કાર્ય ચરમસીમાએ પહોંચી ગયેલ છે. દરમિયાનમાં અમરેલીના ભાજપી ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડના સમર્થનમાં જેશીંગપરા ખાતે પૂર્વ ગૃહ રાજયમંત્રી ગોરધનભાઈ ઝડફીયાની જંગી જાહેર સભા યોજાઈ છે. જેમાં ઉપસ્‍થિત જનમેદની સમક્ષ ભાજપ સરકારની સિઘ્‍ધિનું વર્ણન અને કોંગ્રેસની નિષ્‍ફળતા પર પ્રહારો કરવામાં આવ્‍યા હતા.

ખાંભામાં ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણીનાં યોજાયેલ રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટી પડયું

ધારી-ખાંભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણીના સમર્થનમાં આજરોજ ખાંભા શહેરમાં રોડ-શો યોજાતા માનવ મહેરામણ ઉમટી પડતા ખાંભામાં ટ્રાફીક વ્‍યવસ્‍થા ખોરવાઈ ગઈ હતી. ધારી-બગસરા-ખાંભા વિસ્‍તારના ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી ર્ેારા આજરોજ ખાંભા શહેરનાં મુખ્‍યમાર્ગ ઉપર રોડ શો યોજાયો હતો. જેમાં ભાજપનાં હજારો કાર્યકરો- શુભેચ્‍છા જોડાતા ખાંભા શહેરનાં મુખ્‍યમાર્ગ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. આ રોડ શોની શરૂઆત ભાજપ કાર્યાલયથી શરૂ થઈ હતી અને ખાંભાના મુખ્‍ય માર્ગ ઉપર ખાંભાના દરેક વેપારીએ દિલીપ સંઘાીને તીલક કરી, ફુલહાર કરી ભવ્‍યાતીભવ્‍ય સ્‍વાગત કરી તેમને વિજયી બને તેવી શુભેચ્‍છા પાઠવી હતી. આ રોડ શોમાં ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી સાથે પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સુપડીયા, અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપના શરદભાઈ પંડયા, અનિલભાઈ તંતી, જિલ્‍લા ભાજપનાં ઉપપ્રમુખ, જીતુભઈ ડેર, ખાંભા ભાજપનાઆગેવાનો વિપુલભાઈ શેલડીયા, મોહનભાઈ વરીયા, ઈંગોરાળાના સરપંચ કાન્‍તીભાઈ તંતી, પ્રવિણભાઈ નસીત સહિતના આગેવાનો જોડાયા હતા. ખાંભા શહેરના ત્‍થા ખાંભા તાલુકાના હજારો કાર્યકરો સાથે શરૂ થયેલા આ રોડ શો, પ્રજાપતી જ્ઞાતિની વાડીમાં સભાના રૂપમાં ફેરવાય હતી. જે સભામાં ઉપસ્‍થિત ભાજપના સર્વ આગેવાનોએ દિલીપ સંઘાણીને જંગી બહુમતીથી વિજેતા બનાવવા હાંકલ કરી હતી.


અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : ગુર્જર કડીયા જ્ઞાતિનાં આરતીબેન જીતેન્‍દ્રભાઈ ચોટલીયા (ઉ.વ.64)નું તા.4/1રના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8/1રને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાને ગાયત્રી સોસાયટી, આંખની હોસ્‍પિટલ પાછળ, અંબે માના મંદિરપાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : લુહાર સવિતાબેન વનમાળીભાઈ વાળા (ઉ.વ.90) તા.પ/1રના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7/1રને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસસ્‍થાને જલારામ મંદિર પાછળ, ગાત્રાડ માતાજીના મઢની બાજુમાં, અમૃતવેલ ગેઈટ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : નિશાંતભાઈ ગીરીશભાઈ રૈયાણી (ઉ.વ.19)નું તા.પ/1રને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7/1રને ગુરૂવારના રોજ સવારે 8 થી સાંજે પ કલાક સુધી તેમના નિવાસસ્‍થાને મું. પીયાવા, તા. સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : લાલજીભાઈ પાતાભાઈ જયાણી (ઉ.વ.84)નો તા.પ/1રને મંગળવારના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.7/1રને ગુરૂવારના રોજ સવારે 8 થી સાંજના પ કલાક સુધી ભભશ્રીજી નિવાસભભપીપરવાડી, ગડગડીયા હનુમાન મંદિર પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
અમરેલી : બ્રહ્મક્ષત્રિય કૃષ્‍ણાબેન દલીચંદભાઈ પડીયા, ઉ.વ. 73, તે અજયભાઈ તથા ગીરીશભાઈનાં માતુશ્રીનું તા. 6/1ર નાં રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. 7/1ર નાં સવારના 10-00 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ ગંગાબાઈ વાડી અમરેલી ખાતે રાખેલ છે.

07-12-2017

thumbnail of AMRELI EXPRESS