Main Menu

Wednesday, December 6th, 2017

 

ખેડૂતોની આવક બમણી કરવાનું જબરદસ્‍ત આયોજન ‘મગફળીથી બટર’ અને ‘કોટનથી કલોથ’નો હેતુ સિઘ્‍ધ થશે

ભાજપનાં કદાવર ખેડૂત નેતાની ભભઅમરેલી એકસપ્રેસભભ સાથે ખાસ મુલાકાત યોજાઈ
અમરેલી, તા. પ
અમરેલી જિલ્‍લામાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્‍યો છે અને જિલ્‍લાનાં ચૂંટણી માહોલ, ખેડૂતો અને રોજગારીનાં પ્રશ્‍ને શું કરી શકાય તે અંગે ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણી સાથે ભભઅમરેલી એકસપ્રેસભભની ખાસ મુલાકાત યોજાઈ હતી.
અમરેલી એકસપ્રેસ :- દિલીપ સંઘાણી તમો ધારી બેઠક પરથી ધારાસભ્‍ય બનીને શુ કરવા માંગોછે.
દિલીપ સંઘાણી :- ધારી બેઠકનાં ધારાસભ્‍ય બન્‍યા બાદ અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર રાજયનાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર પર દબાણ લાવીશ.
અમરેલી એકસપ્રેસ :- ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરશો.
દિલીપ સંઘાણી :- અમરેલી જિલ્‍લામાં અમર ડેરી અને અમુલ ડેરીનાં માઘ્‍યમથી પશુપાલન ક્ષેત્રે વિશાળ રોજગારી પુરી પાડવામાં આવી છે. જેમાં પશુપાલકોને દુધની રકમ પુરતા પ્રમાણમાં આપ્‍યા બાદ અમુલ ડેરી ઘ્‍વારા દર વર્ષે જે નફો થાય છે તેનો અમુક હિસ્‍સો પશુપાલકને ફાળવવામાં આવે છે. જેથી પશુપાલકોને દુધ ઉપરાંત દુધમાંથી બનતા બટર, આઈસ્‍ક્રીમ કે ચોકલેટમાંથી થતી કમાણીમાંથી જે પ્રકારે હિસ્‍સો મળે છે તે જ રીતે અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર રાજયનાં મગફળી પકવતા ખેડૂતોને ગુજકોમાસોલ, રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારની મદદથી          મગફળીની ખરીદી કરાશે તે રકમ અપાશે બાદમાં મગફળીમાંથી બટર બનાવાશે જેની વિદેશમાં નિકાસ કરીને જે કમાણી થાશે તેમાંથી અમુક હિસ્‍સો ખેડૂતોને અપાશે. તેવી જ રીતે કપાસ પકવતાં ખેડૂતોને કપાસની રકમ અપાશે અને બાદમાં કપાસમાંથી કાપડ બનાવાશે અને તેમાંથી પણ જે આવક થશે તેમાંથી પણ ખેડૂતને અમુક હિસ્‍સો અપાશે. તેવી જ રીતે ટમેટા અને બટેટા પકવતા ખેડૂતોને પણ વેફર, સોસ વિગેરેબનાવીને જે નફો થશે તેમાંથી અમુક હિસ્‍સો અપાશે. જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
આમ ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણીએ પોતાની જીતનો વિશ્‍વાસ વ્‍યકત કરીને અમરેલી જિલ્‍લો, સમગ્ર ગુજરાત અને દેશમાં વિકાસ માટેની રૂપરેખા દર્શાવી હતી. અને ખેડૂતો તેમજ દરેક સમાજને જયારે પણ અન્‍યાય થયો છે ત્‍યારે બેધડક રજુઆતો કરી હોવાનું પણ જણાવ્‍યું હતું.

અમરેલી શહેરમાં ભાજપી ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડની જુદા-જુદા વિસ્‍તારોમાં બેઠક યોજાઈ

9પ-અમરેલી વિધાન સભા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડના સમર્થનમાં શહેરભરના વિવિધ વિસ્‍તારોમાં બેઠકોનો ધમધમાટ. અમરેલી શહેર ભાજપ દ્ધારા વોર્ડ વાઈઝ બેઠકો યોજાઈ રહી છે. તા. 3 ડીસેમ્‍બરના રોજ વોર્ડ નં. 4, પ અને 10માં ભાજપ અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું. આ મીટીંગમાં અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, પ્રદેશ અગ્રણી મહેશભાઈ કસવાળા, શહેર વિકાસ સમિતિના ચેરમેન પી. પી. સોજીત્રા, પાણીપત હરીયાણાના ધારાસભ્‍ય મહીપાલજી, યુવા અગ્રણી દીપકભાઈ વઘાસીયા, મુકુંદભાઈ મહેુતા અને વિપુલ ભટૃીએ ઉદ્‌બોધન કર્યુ હતું. આ મીટીંગમાં શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ કાબરીયા,મહામંત્રી મનીષભાઈ ધરજીયા, રસિકભાઈ પાથર, રેખાબેન માવદીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદિશભાઈ ધરજીયા, કાળુભાઈ પાનસુરીયા, કીલુભાઈ શુકલ,  જયેશભાઈ ટાંક, રીતેશભાઈ ઉપાઘ્‍યાય સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. વોર્ડ નં. 4ની મીટીંગ નારાયણનગર, હનુમાનપરા રોડે યોજાઈ હતી. જેમાં વિઠ્ઠલભાઈ બાંભરોળીયા, મનીષભાઈ ઘરજીયા, દીલીપભાઈ રંગપરા, ભરતભાઈ મકવાણા, મુકેશ તેરૈયા, ભરતભાઈ કાવઠીયા, નીતીન સરવૈયા, દીલાભાઈ ભાલાળા, દિનેશભાઈ સાસકીયા, ચંદુભાઈ ખણેસા, રતીભાઈ હીરાણી, ભરતભાઈ ગોહીલ, રાજુભાઈ બુટાણી, નરેશભાઈ મકવાણા, અમીત જાદવ, હીરેન વાળા, જયાબેન કાબરીયા, મંજુલાબેન કાબરીયા વિગેરે. વોર્ડ નં. પની મીટીંગ ચકકરગઢ રોડ, અમૃતધારા સોસાયટીના કોમન પ્‍લોટમાં મળી હતી. જેમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એ.પી. બોરડ, નવલભાઈ મકવાણા, રાજન રામાણી, કાળુભાઈ કાછડીયા, મુકેશભાઈ ધાનાણી, દયાળ સંઘાણી, પી. પી. પટેલ, મુકુંદભાઈ સેંજલીયા, મગનભાઈ વસોયા, અશ્‍વિનભાઈ કાનાણી, પંકજ માતરીયા, પરાગ રામાણી, ચિરાગ અકબરી, કલ્‍પેશ રાઠોડ, લાલો ટીંબડીયા, અલ્‍પેશ પટેલ, રાજુભાઈ રામાણી, રાહુલ રાઠોડ વિગેરે વોર્ડ નં. 10ની મીટીંગ ભવાનીનો ડેલો, શેરી નં. 6, સરદારનગર ખાતે મળેલ. જેમાં આર.સી. ધાનાણી, પ્રવિણભાઈ રાણપરીયા,દિપક ગણાત્રા, દિપક રાખોલીયા, મહેન્‍દ્ર સોલંકી, સુનીલ ઝીંઝુવાડીયા, અશ્‍વિન વાઢેર,   કાળુભાઈ ગણાત્રા વિગેરે કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતાં.

રાજુલા-જાફરાબાદ પંથકમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેર ભાજપને પરાજિત કરશે તે નક્કી

ગુજરાતમાં હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહયા છે. ત્‍યારે રાજુલા વિધાનસભામાં અઢારેય વર્ણના કોંગ્રેસના ઉમેદવાર એવા સ્‍વચ્‍છ અને પ્રમાણિક પ્રતિભા ધરાવતા અંબરીશભાઈ ડેર તરફી જોરદાર માહોલ જામેલ છે. તેઓને ગામડે-ગામડેથી સ્‍વયંભુ સમર્થન મળી રહેતા ભાજપનાં ઉમેદવારની હાર નિશ્‍વત માનવમાં આવી રહેલ છે. જેમાં આજરોજ અંબરીશ ડેર દ્વારા ભાજપના ગઢ સમાન ગામડાઓમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર દરમ્‍યાન લોકો દ્વારા સ્‍વયંભૂ રીતે ઢોલ – નગારા અને ઘોડાઓ સાથે અંબરીશભાઈ ડેરનું સ્‍વાગત કરવામાં આવી રહેલ છે. આવા સ્‍વાગતથી ભાજપનાં લોકો બેબાકળા બની જતા અને ભાનભૂલી જઈને હવે તેઓ દ્વારા લોકોને યેનકેન પ્રકારે કોંગ્રેસની સભાઓમાં જતા રોકવા છતાં લોકોએ વરસતા વરસાદમાં આંખે આખા ગામો દ્વારા સંપૂર્ણ ટેકો અંબરીશભાઈ ડેરને આપતા ભાજપમાં સન્‍નાટો છવાય ગયેલ છે. આ સભામાં સંબોધન કરતા જાફરાબાદના ચંદુભાઈ પટેલ, ભાજપના ર0 વર્ષના શાસનને આડેહાથ લીધેલ હતા. અને બાબરકોટ ગામની સભામાં તેઓએ એવું પણ જણાવેલ કે, ગામમાં જ સિમેન્‍ટ કાું. આવેલ હોવા છતા કેટલાય યુવાનો બેરોજગાર છે. અને કંપનીદ્વારા એકપણ કર્મચારીને નોકરીમાં રાખવામાં આવેલ નથી. તેજ ભાજપના ર0 વર્ષના શાસનમાં સૌથી મોટો નમૂનો છે. બાબરકોટ ગામમાં વરસતા વરસાદમાં લગભગ પ (પાંચ) હજાર લોકો દ્વારા અંબરીશભાઈ ડેરની સભાને       સાંભળેલ હતી. અને લોકોએ હાથ ઉંચા કરીને અંબરીશભાઈ ડેર સમર્થન આપેલ હતું. આ સભામાં અંબરીશ ડેર દ્વારા એવું જણાવેલ હતું. ગામમાં જ કંપની હોય તેમ છતાં લોકોના પ્રશ્‍નોનું નિરાકરણ આવતું નથી જેમાં ર00 થી 30 વિધવા બહેનોના પ્રશ્‍ન પણ ખુબ જ મોટો છે. તેઓએ જણાવેલ છે. સૌના આશિર્વાદથી હું ચૂંટાઈને આવીશ તો બધા પ્રશ્‍નોનું નિરાકરણ લાવી આપીશ તે હું આ ભગવાનની સાક્ષીએ જણાવું છું. આમ ખીચોખીચ ભરેલ સભામાં અંબરીશભાઈ ડેર દ્વારા એવું પણ જણાવેલ છે કે, ર0 વર્ષના શાસનમાં જે લોકોનું ભલુ કરવાને બદલે કોન્‍ટ્રાકટ મેળવવામાં જ રસ દાખવેલ છે. અને ચૂંટણી સમયે જ્ઞાતિવાદ ફેલાવે છે. તેવા લોકોને મારે એવું કહેવું છે કે, જો વિકાસ ખરેખર કર્યો હોત તો આવી પરિસ્‍થિતિનું નિર્માણ ન થયું હોત, આમ, ભાજપનં જ ગઢમાં જ ગાબડા પડતા હવે કોંગ્રેસી ઉમેદવર અંબરીશ ડેરની હજારો મતની સરસાઈથી લીડથી જીત નકકી થઈ ગયેલ હોય ભાજપન લોકો બે બાકળા બનીને લોકોને ધમકાવી રહયા હોવનો પણ આ ક્ષેપ આ સભામાં કરવામાંઆવેલ છે. તેમજ આજરોજ અંબરીશભાઈ ડેર દ્વારા ઘેસપુર, જુની જીકાદ્રી, નવી જીકાદ્રી, ઘોલાદ્રી, મિતીયાળા, વારાહસ્‍વરૂપ, વઢેરા, કડીયાળી, હેમાળ, બાબરકોટ, પ્રચાર કરવામાં આવેલ હતો. તેમની સાથે કોંગ્રેસ યુવા અગ્રણી બાબુભાઈ રામ, આહિર સમાજનાં આગેવાન બાબુભાઈ જાલંધરા, ચંદુભાઈ પટેલ, પ્રવિણ બારૈયા, વાલાભાઈ ધાંખડા, કનુભાઈ ધાંખડા, મીઠાભાઈ લાખણોત્રા વિગેરે સાથે રહીને ચૂંટણી પ્રચાર કાર્ય જોરશોરમાં કરી            રહયા છે.

લાઠીનાં ભામાશા ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને ભામાશા સવજીભાઈ ધોળકીયાનું સમર્થન

લાઠી-બાબરા – દામનગર વિધાનસભા બેઠકનાં ભાજપનાં ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને પ્રચંડ જનસમર્થન મળી રહયું છે. દરમિયાનમાં લાઠીના દુધાળાનાં વતની અને સુરત સ્‍થિત ભામાશા સવજીભાઈ ધોળકીયા, તુલસીભાઈ ધોળકીયા, મનજીભાઈ ધોળકીયા, વાલજીભાઈ ધોળકીયા, પણ મેદાનમાં આવ્‍યા છે. ભુરખીયા ખાતે યોજાયેલ વિશાળ જનસંમેલનમાં સમગ્ર પંથકમાંથી જનતા જનાર્દન ઉમટી પડી હતી. અને ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાને જંગી બહુમતિથી વિજેતા બનાવવા હાંકલ કરી હતી. આ તકે રાજભાઈ સુરાણી, મહેશભાઈ, વી.ડી.રીઝીયા, રાકેશભાઈ ધોળકીયા, ભરતભાઈ ગજેરા, મનુભાઈ આદ્રોજા, ઉમેશભાઈ, તુલસીભાઈ ધોળકીયા, મયુરભાઈ હીરપરા, ભરતભાઈ ડેર, વલ્‍લભભાઈ, કનુભાઈ બલર, જીતુભાઈ ડેર, સહિતનાંઆગેવાનો ઉપસ્‍થિત રહયાં હતા.

અમરેલીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને રત્‍નકલાકારોનું સમર્થન

અમરેલી, તા. પ
અમરેલી કોંગ્રેસના યુવા ઉમેદવાર અમરેલી તેમજ કુંકાવાવ તાલુકા પંથકના ગામડાઓ માંથી ખેડૂતો સહિત દરેક સમાજમાંથી સમર્થન મળી રહૃાું હોય ત્‍યારે પરેશ ધાનાણીનો વિજય નિશ્ચિત મનાય રહૃાો છે.અને આ સુરમાં સુર પુરાવા માટે ડાયમંડ એસો. અને બાંધકામ સમિતીના શ્રમિકોએ પણ ખુલ્‍લો ટેકો જાહેર કરતા કોંગ્રેસમાં હરખની હેલી છવાય ગઈ હતી ત્‍યારે ડાયમંડ એસો.ના એક અગ્રણીએ સરકાર પર આક્ષેપ કરતા કહૃાું હતું કે અમરેલી જીલ્‍લો હિરા ઉદ્યોગ અને ખેતી આધારીત હોય અને આજે અમરેલી પંથકના યુવાનો ધંધા રોજગાર માટે અમરેલી આવતા હોય ત્‍યારે અમરેલીના 17ર જેટલા હિરાના કારખાનામાંથી પ0 જેટલા જ કારખાના ચાલુ છે, ત્‍યારે ભયંકર બેરોજગારીના કારણે આ અહંકારી સરકારને સબક શીખડાવવાનો અવસર આવી ગયો છે, ત્‍યારે અમરેલી વિધાનસભાના નવ યુવાન ઉમેદવાર પરેશ ધાનાણીને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલકરી હતી.
આ તકે અમરેલી સહિતના ગામડાઓમાં પાંચ હજાર જેટલા રત્‍નકલાકારો હાજર રહૃાા હતા, અને આ તકે ડાયમંડ એસો. પ્રમુખ લલીત ઠુંમર, મુળજીભાઈ પાનેલીયા,                 કાળુભાઈ લીંબડીયા, રસીકભાઈ કાલાવડીયા, વીનુભાઈ જાવીયા, જયસુખભાઈ ઝરખીયાવાળા, મહેશભાઈ ભંડારીયા, નરેશભાઈ હરિદર્શન, દીલીપભાઈ લક્ષ્મી ડાયમંડવાળા, સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ
અમરેલી : ખાંભા નિવાસી મુળ તાતણીયા ગામના વતની રસીલાબેન નાનુભાઈ હરીભાઈ ચલ્‍લા (ઉ.વ.6પ) તે ભગનેશભાઈ (ખાંભા), મેહુલભાઈ (સુરત), વિજયભાઈ (ખાંભા) તથા ભાવનાબેન વિનુભાઈ ધકાણ (અમરેલી)ના માતુશ્રી તથા સરોજબેન કિશોરભાઈ ધકાણ (સાવરકુંડલા)ના કાકી તથા અખતરીયા વાળા માધુભાઈ હરિભાઈ ધકાણના પુત્રીનું તા.પ/1રને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતની સાદડી તા.8/1રને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન પૂર્ણિમા શેરી, ખાંભા ખાતે રાખેલ છે.
વડીયા (દેવળી) : કાન્‍તાબેન વલ્‍લભભાઈ શીંગાળા તે મનિષભાઈ તથાધર્મિષ્‍ટાબેન અશ્‍વિનકુમાર માલવીયાના માતૃશ્રી તથા દિલીપભાઈ શીંગાળા, વિનુભાઈ, હરેશભાઈ તથા નિતેશભાઈ (કાલાવડ)ના કાકીનું અવસાન તા.પ/1ર ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.7 ને ગુરૂવારે 3 થી પ તેમના નિવાસ સ્‍થાને વડીયા (દેવળી) ખાતે રાખેલ છે.

એક પતિમાટે પ્રચાર કરે છે અને એક પિતા માટે પ્રચાર કરે છે

અમરેલીમાં વર્ષા ધાનાણી અને ધારીમાં પૂનમ સંઘાણી પ્રચારમાં
અમરેલી જિલ્‍લાના બે દિગ્‍ગજો અત્‍યારે ચૂંટણી લડી રહયા છે. ધારી બેઠક પરથી દિલીપ સંઘાણી અને અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી ચૂંટણી જંગમાં મેદાનમાં છે. સામસામા ચૂંટણી આ મહારથીઓ નથી લડી રહયા પણ બન્‍ને મહારથીઓને જીતાડવા માટે પરિવાર ચૂંટણી મેદાનમાં ઉતારીને પ્રચાર પ્રસારની બાગડોર સંભાળી છે. અમરેલી જિલ્‍લામાં ભાજપના પાયાના પથ્‍થર ગણાતા દિલીપ સંઘાણી ર017ની વિધાનસભાની ચૂંટણી ધારી બેઠક પરથી લડી રહયા હોય ત્‍યારે દિલીપ સંઘાણીની દીકરી પૂનમ સંઘાણી પિતાને જીતાડવા માટે ઘર ઘર અને દુકાને દુકાને પ્રચાર પ્રસાર કરી રહી છે. સંઘાણી પરિવારમાંથી દીકરી પૂનમ પિતાને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવીને પિતા દિલીપ સંઘાણી માટે ગામડા ખુંદી રહી છે. અને પિતા સંઘાણી જીતે તે માટેના પ્રયત્‍નો કરી રહી છે. દીકરી પૂનમ પિતા દિલીપ સંઘાણીને જીતાડવા કામે વળગી છે. તો અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ઉમેદવાર હોય ત્‍યારે પતિને જીતાડવા માટે પરેશ ધાનાણીની પત્‍ની વર્ષા ધાનાણી મેદાનમાં ઉતારી છે. અને અતિ પછાત ગણાતા વિસ્‍તારોમાં ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરીને પરેશ ધાનાણીનેજીતાડવા જોર કરી રહયા હોય ત્‍યારે કોંગ્રેસના જાઈન્‍ટ કીલર ગણાતા પરેશ ધાનાણી માટે પતિ સંગાથે પત્‍ની પણ પ્રચારની બાગડોર       સંભાળીને નીકળી પડી છે. પુરૂષોતમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા ભાજપના દિગ્‍ગજોને હરાવનાર પરેશ ધાનાણી હુકમનો એકકો છે. ર017ની ચૂંટણીનો જંગ ભાજપ-કોંગ્રેસનો જંગ જોવા  મળી રહયો છે. ત્‍યારે ભાજપના દિગ્‍ગજ સંઘાણી માટે દીકરી પૂનમ મેદાનમાં આવી છે તો કોંગ્રેસના મહારથી પરેશ ધાનાણીની પત્‍ની વર્ષાએ પ્રચાર – પ્રસારની કમાન સંભાળીને નારી શકિત ચૂંટણી જંગમાં ઉતારી છે અને પરિણામ લક્ષી લક્ષ રાખીને રાજકીય પરિવાર રણમેદાનમાં ઉતર્યા છે.

અમરેલીમાં આજે યોજાનારા ખેડૂત મહાસંમેલનમાં ઉમટી પડો : હસમુખ પટેલ

હાર્દિક પટેલનો આજે અમરેલીમાં રોડ શો
અમરેલીમાં આજે યોજાનારા ખેડૂત મહાસંમેલનમાં ઉમટી પડો : હસમુખ પટેલ
અમરેલી, તા. પ
અમરેલીનાં આંગણે હાર્દિક પટેલ ખેડૂત સંમેલન સંબોધવાના હોઈ અમરેલી પંથકમાંથી મોટી સંખ્‍યામાં ખેડૂતો, નવયુવાનોને ઉપસ્‍થિત રહેવા અનુરોધ છે.
જયારે જયારે કોઈશાસકો લોકશાહીનું ગળુ દબાવવા પ્રયત્‍ન કરે ત્‍યારે પ્રજાએ પ્રતિકાર કરવો જરૂરી છે. લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળનારાઓ ઉંઘી જાય ત્‍યારે તેને આંદોલનના અવાજથી જાગૃત કરવો એ પ્રજાનો ધર્મ છે. પાટીદાર અનામત આંદોલનથી સમગ્ર રાજયને નવયુવાનોનું એક નેતૃત્‍વ મળ્‍યું છે. પ્રજામાં જાગૃતિ આવી છે. પાટીદાર સમાજ પછી અન્‍ય સમાજ પણ જાગૃત થયા છે અને નાના-નાના સમાજોમાં પણ અન્‍યાય સામે લડવાની હિંમત આવી છે. ત્‍યારે આગામી દિવસોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, શિક્ષિત, મોંઘવારીનો માર પ્રજા પરથી હટે, પુરતી વીજળી મળે એવા અનેક પ્રશ્‍નો માટે સરકારને રજુઆતો કરવી એ સમયની માંગ છે.
આ માંગને બુલંદ કરવા અને હાર્દિક પટેલનું અભિવાદન જીલવા ખેડૂતના દિકરાઓને ઉમટી પડવા અનુરોધ છે. આજે નહી તો પ વર્ષમાં આપણો અવાજ કોણ સાંભળશે ? આપણા હકકની લડાય લડવા આપણે સૌ સાથે મળીને જો પ્રયાસ કરીશું તો જરૂર સફળતા મળશે. આજના ખેડૂત સંમેલનમાં ઉપસ્‍થિત રહેવા પાટીદાર અગ્રણી હસમુખ પટેલે અનુરોધ કરેલ છે.

અમરેલીમાં આજે યોજાનારા ખેડૂત મહાસંમેલનમાં ઉમટી પડો : હસમુખ પટેલ

હાર્દિક પટેલનો આજે અમરેલીમાં રોડ શો
અમરેલીમાં આજે યોજાનારા ખેડૂત મહાસંમેલનમાં ઉમટી પડો : હસમુખ પટેલ
અમરેલી, તા. પ
અમરેલીનાં આંગણે હાર્દિક પટેલ ખેડૂત સંમેલન સંબોધવાના હોઈ અમરેલી પંથકમાંથી મોટી સંખ્‍યામાં ખેડૂતો, નવયુવાનોને ઉપસ્‍થિત રહેવા અનુરોધ છે.
જયારે જયારે કોઈશાસકો લોકશાહીનું ગળુ દબાવવા પ્રયત્‍ન કરે ત્‍યારે પ્રજાએ પ્રતિકાર કરવો જરૂરી છે. લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળનારાઓ ઉંઘી જાય ત્‍યારે તેને આંદોલનના અવાજથી જાગૃત કરવો એ પ્રજાનો ધર્મ છે. પાટીદાર અનામત આંદોલનથી સમગ્ર રાજયને નવયુવાનોનું એક નેતૃત્‍વ મળ્‍યું છે. પ્રજામાં જાગૃતિ આવી છે. પાટીદાર સમાજ પછી અન્‍ય સમાજ પણ જાગૃત થયા છે અને નાના-નાના સમાજોમાં પણ અન્‍યાય સામે લડવાની હિંમત આવી છે. ત્‍યારે આગામી દિવસોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, શિક્ષિત, મોંઘવારીનો માર પ્રજા પરથી હટે, પુરતી વીજળી મળે એવા અનેક પ્રશ્‍નો માટે સરકારને રજુઆતો કરવી એ સમયની માંગ છે.
આ માંગને બુલંદ કરવા અને હાર્દિક પટેલનું અભિવાદન જીલવા ખેડૂતના દિકરાઓને ઉમટી પડવા અનુરોધ છે. આજે નહી તો પ વર્ષમાં આપણો અવાજ કોણ સાંભળશે ? આપણા હકકની લડાય લડવા આપણે સૌ સાથે મળીને જો પ્રયાસ કરીશું તો જરૂર સફળતા મળશે. આજના ખેડૂત સંમેલનમાં ઉપસ્‍થિત રહેવા પાટીદાર અગ્રણી હસમુખ પટેલે અનુરોધ કરેલ છે.

ધારીમાં વિદેશી દારૂ સાથે નીકળેલ ર વ્‍યકિતની અટકાયત

અમરેલી, તા. પ,
ધારી તાલુકાનાં વિરપુર ગામે રહેતાં તરૂણ ભુપતભાઈ ચોડવડીયા તથા રાજુ દિનેશભાઈ ચોડવડીયા નામનાં બે યુવકો ગઈકાલે રાત્રે ધારી ટાઉનમાં પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.ર1 આર.6પ34માં વિદેશી દારૂની બોટલ નંગ-1 સાથે નિકળતાં પોલીસે વાહન ચેકીંગ દરમીયાન બન્‍ને ઈસમોને મોટરસાયકલ સહિત રૂા.30,300નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કલોરણા ગામે વૃદ્ધાનું પાળા પરથી લપસી જવાથી મૃત્‍યુ થયું

અમરેલી, તા. પ,
બાબરા તાલુકાનાં કલોરાણા ગામે રહેતાં રાજીબેન સાર્દુળભાઈ ડાભી નામના 6પ વર્ષિય વૃદ્ધા ગત તા. ર9/11 નાં સવારે પોતાની વાડીએ પાળા ઉપરથી ચાલીને જતાં હતા ત્‍યારે અકસ્‍માતે તેઓ પાળા ઉપરથી લપસી પડતાં ઈજા થવા પામી હતી. જેથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ જયા તેમનું સારવાર દરમીયાન મૃત્‍યુ થયાનું બાબરા પોલીસમાં ધીરૂભાઈ સાર્દુળભાઈ ડાભીએ જાહેર કરેલ છે.

અમરેલી જિલ્‍લામાં ‘‘ઓખી”ની સામાન્‍ય અસર રહેશે

સાયકલોન દક્ષિણ ગુજરાત તરફ સરકી થતાં હાશકારો
અમરેલી જિલ્‍લામાં ‘‘ઓખી”ની સામાન્‍ય અસર રહેશે
સમગ્ર જિલ્‍લામાં ઠંડો પવન ફુંકાતા સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બની ગયું
અમરેલી, તા. પ
અમરેલી જિલ્‍લામાં ભઓખી’ વાવાઝોડાની અસર હવે નહીવત રહેશે તેવું ફલ્‍ડ કંટ્રોલરૂમ દ્વારા જણાવવામાં આવેલ છે.
અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આજે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. માચ્‍છીમારી કરતી અનેક બોટ મધ દરિયે ફસાઈ હતી. જો કે તમામને કોસ્‍ટગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવી છે.
આજે દરિયો તોફાની બન્‍યો હતો. અને સમગ્ર જિલ્‍લામાં ઠંડોગાર પવન ફુંકાયો હતો. તો અનેક સ્‍થળોએ હળવા ઝાંપટ્ટા પડયા હતા.
વાવાઝોડુ સુરત તરફ ફંટાઈ જતાં જિલ્‍લામાં આવતીકાલ સાંજ સુધી 40 થી પ0 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવવાની શકયતાઓ જોવા મળી રહેલ છે. અને ગમે તે પરિસ્‍થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. અને સમગ્ર પરિસ્‍થિતિ પર વહીવટી તંત્રની નજર હોવાનું જણાવવામાં આવેલ છે.

06-12-2017

thumbnail of AMRELI EXPRESS