Main Menu

Tuesday, December 5th, 2017

 

આવતીકાલે સીનીયર સીટીઝન પાર્કમાં ઉત્તરપ્રદેશનાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથની જાહેરસભા

ભાજપી ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડનાં સમર્થન માટે
અમરેલીમાં આજે ઝડફીયા અને કાલે યોગીની જાહેરસભા
આવતીકાલે સીનીયર સીટીઝન પાર્કમાં ઉત્તરપ્રદેશનાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથની જાહેરસભા
અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લામાં વિધાનસભાનો ચૂંટણીજંગ પરાકાષ્‍ટાએ પહોંચી ગયો છે. ભાજપ-કોંગ્રેસે એકબીજાને ભરી પીવા એડીચોટીનું જોર લગાવેલ છે. અમરેલી બેઠક કોંગ્રેસપક્ષ પાસેથી ઝુંટવી લેવા ભાજપે આક્રમક પ્રચાર કાર્ય શરૂ કર્યુ છે.
જે અંતર્ગત આવતીકાલ મંગળવારે સાંજે 8 કલાકેજેશીંગપરામાં ભાજપનાં તેજાબી વકતા અને પાટીદાર નેતા ગોરધનભાઈ ઝડફીયાની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે. અને બુધવારે સાંજે સીનીયર સીટીઝન પાર્કમાં ઉત્તરપ્રદેશનાં મુખ્‍યમંત્રી યોગી આદિથ્‍યનાથની જાહેરસભા પણ યોજાઈ રહી હોય ભાજપ ઘ્‍વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં   આવી છે.

ધારીમાં આજે ભાજપનાં તેજાબી વકતા રૂપાલાની જાહેરસભા

ધારી, તા. 4
ભાજપનાં તેજાબી વકતા એવા કેન્‍દ્રીય કૃષિરાજય મંત્રી પરશોતમભાઈ રૂપાલાની ધારી ખાતે મંગળવારે બપોરના 1ર કલાકે જંગીજાહેર સભા યોજાઈ રહેલ હોઈ, કાર્યકરોમાં થનગનાટ અને લોકોમાં ભારે ઉત્‍સાહ જામ્‍યો છે. જંગી જાહેર સભામાં ઉમટી પડવા ભાજપ આગેવાનોએ અનુરોધ કર્યો છે.
ધારી ખાતે લોહાણા સમાજની વાડી પાસેના પટ્ટાંગણમાં યોજાનાર જંગી જાહેર સભા માટેની તડામાર તૈયારી કરવામાં આવી છે. અત્રે બે ઉલ્‍લેખનીય છે કે, ધારી વિધાનસભા મત વિસ્‍તારમાં ભાજપ તરફી ભારે લોકજુવાળ જામ્‍યો છે. તેવા જ સમયે રૂપાલાની જાહેરસભા યોજાતા સમગ્ર વિસ્‍તારમાં કેસરીયો માહોલ ભાજપની ભવ્‍ય જીત ભણી જઈ રહયો છે. તેવો લોકજુવાળ જોવા મળી રહયો છે. ભારતીય જનતા પક્ષના આગેવાનોએ પણ જંગી જાહેરસભામાં ઉમટી પડવા લોકોને આહ્‌વાન કર્યુ છે. તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.

અરેરાટી : સાવરકુંડલામાંની પરિણીતાએ અગમ્‍ય કારણોસર આત્‍મહત્‍યા કરી

અમરેલી, તા. 4, સાવરકુંડલા ગામે આવેલ મણીનગર વિસ્‍તારમાં રહેતી શબનમબેન ફીરોજશા રફાઈ નામની રર વર્ષીય પરિણીતાએ ગત તા.ર ના રોજ સાંજે કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતાં પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં મૃતકના પિતાએ જાહેર કરતાં વિભાગીય પોલીસ વડાએ બનાવઅંગે વધુ તપાસ હાથ ધરી છે.


બગસરાના જુના જાંજરીયા ગામના યુવકનેકુહાડી ઝીંકી દીધી

મોટર સાયકલ ધીમુ ચલાવવાનુંકહેતા
બગસરાના જુના જાંજરીયા ગામના યુવકનેકુહાડી ઝીંકી દીધી
અમરેલી તા.પ
બગસરા તાલકાના જુના જાંજરીયા ગામે રહેતા કરશનભા રત્‍નાભાઇ મકવાણા રહેતા કરશનભાઈ રત્‍નાભાઇ મકવાણા નામના 3પ વર્ષિય યુવક ગઈકાલે ગામના પાદરમાં જતા હતા ત્‍યારે તે જ ગામે રહેતા રમેશ બીજલભાઈ મકવાણા પોતાના હવાલા વાળુ મોટર સાયકલ લઇ અને પુરઝડપે નિકળતા કરશનભાઈએ તેમને મોટર સાયકલ ધીમુ ચલાવવાનું કહેતા રમેશને સારૂ નહીં લાગતા જેથી રમેશ બીજલભાઈ, ભરત કાળુભાઈ તથા કાળુ ભીમાભાઈ એમ ત્રણેયે એકસંપ કરી કરશનભાઈે ગાળો આપી ડાબા પગમાં કુહાડી મારી ઇજા કરી તથા લોખંડની ટી વતી આડેધડ માર મારી એકબીજાએ મદદગારી કરી હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા આ અંગે બગસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલીનાં સરંભડાનાં યુવક પર સામાન્‍ય બાબતે હુમલો

અમરેલી,  તા. 4
અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતા શરદભાઈ મગનભાઈ કાછડીયા નામના 36 વર્ષિય યુવક ગત ત.રના રોજ રાત્રે સરંભડા ગામે ટીંબલા જવાના રસ્‍તે કરીયાણાની દુકાન પાસે ઉભેલ હોય ત્‍યારે તે જ ગામે રહેતા રમેશભાઈ ધોબી, દેવાભાઈ ધોબી, જયંતિભાઈ ધોબી, અજયભાઈ ધોબી, યાજ્ઞીકભાઈ ધોબી ટ્રેકટર લઈ આવી શરદભાઈ કાછડીયાને કહેલ કે રસ્‍તામાંથી આઘો જા તેમ કહી બોલાચાલી કરેલ જેથી શરદભાઈકાછડીયાએ આ સામાવાળાઓને ઠપકો આપવા જતા સામાવાળાઓને સારૂ નહી લાગતા આરોપીઓએ લોંખડના પાઈપ તથા લાકડી વડે આડેધડ માર મારી ડાબા પગે તથા ડાબા હાથના પોચા ઉપર ફેકચર કરી તેમજ ઢીકાપાટુંનો મુંઢ માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલાનાં રત્‍ન કલાકારને મારી નાંખવાની આપી ધમકી

અમરેલી, તા. 4
સાવરકુંડલા ગામે રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતા ભુપતભાઈ મંગાભાઈ મકવાણા નામનાં 34 વષિૃય યુવકનાં પત્‍નિ સાથે આડો સંબંધ બાંધનાર ધારીના દેવળા ગામે રહેતાં સંજય ઉર્ફે ઘુધો મામૈયાભાઈ ઢગલ નામનાં ઈસમે તથા એક અજાણ્‍યા ઈસમે ગત તા.ર9નાં રોજ સાવરકુંડલા ગામે રેલ્‍વે ફાટક પાસે આંતરી છરી બતાવી લકઝરી બસ માથે ચડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા એક અજાણ્‍યા ઈસમે ફોન કરી આ રત્‍ન કલાકારને ધમકી આપી જ્ઞાતિ અંગે હડધૂત કરતાં આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા વિભાગીય પોલીસ વડા આર.એલ. માવાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલીમાં આવતીકાલે ‘‘હાર્દિક”નો નગારે ઘા

પાટીદાર અનામત આંદોલન સમિતિની તડામાર તૈયારીઓ
અમરેલીમાં આવતીકાલે ‘‘હાર્દિક”નો નગારે ઘા
અમરેલી, તા. 4
આગામી તા. 6/1ર/17ને બુધવારથી અનામત આંદોલન સમિતિનાં પ્રણેતા હાર્દિક પટેલ અમરેલી આવી રહૃાા છે ત્‍યારે વડીયાથી લઈને અમરેલી સુધીના બે મેગા રોડ-શો તથા બે ઐતિહાસિક ખેડૂત સંમેલનને લઈને જિલ્‍લા કન્‍વીનર દિનેશભાઈ બાંભરોલીયાનાં સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રવકતા હરેશ બાવીશી તથા સહકન્‍વીનર ભુપતભાઈ સાવલીયાનાં સંકલન તથા નેજા હેઠળ સવારનાં 10:00 કલાકનાં વડીયાથી કુંકાવાવ ભવ્‍ય મેગા રોડ-શો તથા કુંકાવાવ મુકામેબપોરનાં 1:00 કલાકનાં ખેડૂત સંમેલન તથા કુંકાવાવથી અમરેલી મેગા રોડ-શો તથા અમરેલીના કામનાથ મુકામે સાંજનાં 4:00 કલાકના ખેડૂત સંમેલનને લઈને તૈયારીને આખરી ઓપ આપીને તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે માટે 30 હજાર પત્રીકા, 1000 બેનર, 40 હજાર ટોપી, 10 હજાર ઝંડી વિગેરેની વહેંચણી તમામ ગામોમાં થઈ ચુકી છે. તથા પ્રવકતા હરેશ બાવીશી અને સહ કન્‍વીનર ભુપત સાવલીયા ઘ્‍વારા મિટીંગોનો ધમધમાટ ચાલું કરી દેવાયો છે. જે માટે અનામતઅ આંદોલન સમિતિનાં શહેર કન્‍વીનરો જગદીશ તળાવીયા, પરેશ પોકળ, શિવલાલ હપાણી, ભરતભાઈ ચકરાણી અને તેમની ટીમ રાત-દિવસ આસપાસના ગામડાઓ ખુંદીને તમામ ગામના તમામ જ્ઞાતિના લોકોને રોડ-શો તથા ખેડૂત સંમેલનમાં સામેલ થઈને સફળ બનાવવા આમંત્રણ આપીને ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.

બગસરા શહેરમાં ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણીનું પ્રચાર અભિયાનવેગવંતુ

ભાજપનાં કાર્યકરો ડોર ટુ ડોર ફરી રહૃાાં છે
બગસરા શહેરમાં ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણીનું પ્રચાર અભિયાનવેગવંતુ
ધારી, તા. 4
ધારી-ચલાલા-બગસરા -ખાંભા, 94 વિધાનસભાના ભાજપનાં ઉમેદવાર દિલીપભાઈ સંઘાણીને સમર્થનમાં બગસરા શહેર ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શહેરનાં સમગ્ર શહેરમાં પ્રચાર થઈ રહયો ત્‍યારે લોકોએ      ઉમેળકાભેર કાર્યકર્તાઓને આવકારેલ અને દિલીપભાઈ સંઘાણીને વિજેતા બનવા જબ્‍બરૂ સમર્થન મળી રહેલ છે. આ ડોર ટુ ડોર પ્રચારમાં બગસરા નગર પાલિકાનાં ભાજપના ચૂંટાયેલા સદસ્‍યો શહેરના સંગઠનના હોદે્‌ેદારો મહિલા મોરચો, યુવા મોરચો લઘુમતી મોરચો સહિતના કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર કરીને શહેરનાં વિસ્‍તારોમાં કિશાન મોરચો કેસરીયો માહોલ સર્જી રહયો છે.

રાજુલાનાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરે ભાજપની હાલત બગાડી નાખી : આક્રમક મિજાજ

સૌથી મજબૂત ગણાતી બેઠકમાં જ ભાજપ મુશ્‍કેલીમાં
રાજુલાનાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરે ભાજપની હાલત બગાડી નાખી : આક્રમક મિજાજ
રાજુલા, તા. 4
રાજુલા – જાફરાબાદ – ખાંભા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસપક્ષને ર0 વર્ષ બાદ સફળતા    મળે તેવો માહોલ જોવા મળી રહયો છે. છેલ્‍લા રર વર્ષથી ભાજપ સરકાર સ્‍થાનિક પ્રશ્‍નોનું નિરાકરણ કરવામાં નિષ્‍ફળ રહી છે. મતદારો 9-ડીસેમ્‍બરે નારાજગી વ્‍યકત કરે તેવું લાગી રહયું છે. ભાજપનાં વર્તમાન ધારાસભ્‍યને ફરીવાર ટીકીટ આપી છે. તો કોંગ્રેસપક્ષે સ્‍વસ્‍છ નિડર અને પ્રમાણિક એવા અંબરીશ ડેરને મેદાનમાં ઉતારવાથી ભાજપ બચાવની સ્‍થિતિમાં આવી ગયો છે. જેમાં ભાજપ ઉમેદવાર એવા હિરાભાઈ સોલંકીને બીજી સીટોની જવાબદારી ઉપરાંત હેલીકોપ્‍ટર પણ ફાળવેલ પરંતુ અીહ પરિસ્‍થિતિ વિકટ બનવાથી હિરાભાઈ પોતાનો મતવિસ્‍તાર છોડીને જઈ શકે તેવી સ્‍થિતિમાં નથી. આ ઉપરાંત તેઓ દ્વારા દલિતોને રિઝવવા તેના આગેવાનોની સભાઓ તથા રાષ્‍ટ્રીય પ્રમુખ એવા અમિતશાહની સભા પણ કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે. એક બાજુ સરકાર દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો કપાસમાં તથા શીંગમાં નથી મળતા, જયારે વેપારીઓને જીએસટીના કારણે ખુબ જ હેરાનગતિ વેઠવીપડેલ છે. જયારે બીજી બાજુ બેરોજગારી નોટબંધી અને જીએસટીના કારણે ખુબ જ વધી ગયેલ છે. અને ભાજપની નીતિઓની લોકો દ્વારા ઝાંટકણી કાઢેલ છે. જયારે બીજી બાજુ લોકોને આપેલ વાયદાઓ મુજબ કાળા નાણામાંથી દરેકના ખાતામાં 1પ લાખ નાખવાની વાતથી લોકોને મુર્ખ બનાવેલ છે. જેનો જવાબ આ ચૂંટણીમાં લોકો મતદાન દ્વારા આપશે અને ભાજપનાં વિકાસનો ફુગ્‍ગો ફોડી નાખશે.
રાજુલા – જાફરાબાદ પંથકમાં મોટી – મોટી મહાકાય કંપનીઓ આવેલ હોવા છતા રાજુલાના યુવાનો ભયંકર બેરોજગારીનો સામનો કરી રહેલ છે. તથા રીલાઈન્‍સ ડીફેન્‍સ જેવી કંપનીઓ દ્વારા બેરોજગારોની મશ્‍કરી કરેલ હોય તેની સામે હાલ ધારાસભ્‍ય ચૂપ રહેલ છે. શા માટે ? તેવો સવાલ રાજુલા-જાફરાબાદના યુવાનો કરી રહયા છે. અને તેનો જવાબ કોંગ્રેસને મત આપીને આપશે. તેવું લાગી રહયું છે. તથા રાજુલા – જાફરાબાદની કાયદો વ્‍યવસ્‍થા અંગે પણ લોકો નાખુશ છે. તેનો જવાબ પણ આપશે. રાજુલામાં હોસ્‍પિટલ છે. પરંતુ ડોકટરો ન હોય જેથી લોકોને નાછુટકે, મહુવા, ભાવનગર રૂપિયા ખર્ચીને જવું પડે છે. જે ભાજપના રર વર્ષના શાશનો જવાબ લોકો મતદાન દ્વારા આપવા કટીબ્‍ધ બન્‍યા છે. રાજુલા વિસ્‍તારમાંથી પસાર થતી રેલ્‍વે રર કી.મી. દુર ઉભી રહે છે. તેના કારણે પેસેન્‍જરો ખુબ તકલીફ પડતી હોય તેમજરીક્ષાભાડા પણ ખુબ થતા હોય આ સમસ્‍યાઓનું નિરાકરણ રર વર્ષમાં થયેલ ન હોય તેનો જવાબ પણ લોકો આપવા કટીબઘ્‍ધ થયેલા હોય તેવો માહોલ ઉભો થયેલ છે.
રાજુલા – જાફરાબાદની જનતા ર0 વર્ષના વિકાસ કોનો થયો ? તેવો સવાલ કરે છે. આ વિસ્‍તારમાં ઉદ્યોગો હોવા છતાં પાંચ, પંચ્‍ચીસ મળતીયાઓનો જ વિકાસ થયેલ હોય તેવું લોકો કહી રહયા છે. આવા બધા પ્રશ્‍નોને લઈને લોકો પોતાની રજુઆતો અંબરીશ ડેરના પ્રચાર દરમ્‍યાન ગામડે – ગામડેથી રજુઅતો આપતી હોય જેથી વિકાસ ખેરખર ગાંડો થયેલ હોવાની પ્રતિતી થઈ રહેલ હોય તેવું ફલીત થાય છે. અને આવનારી ચૂંટણીમાં અંબરીશભાઈ ડેર ખુબ જ જંગી બહુમતીથી વિજય બનવા તરફ આગળ વધી રહયા હોય ભાજપની છાવણીમાં સન્‍નાટો વ્‍યાપી ગયેલ છે.

ધારીમાં પૂ. શંભુનાથજી મહારાજે દિલીપ સંઘાણીને વિજેતા બનાવવા જનમેદનીને કરી હાંકલ

દરેક સમાજમાં ભાજપ તરફી માહોલ જોવા મળે છે
અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે થઈ તા. 9નાં રોજ મતદાન થનાર છે. ત્‍યારે ભાજપ-કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્‍યું છે ત્‍યારે ધારી-બગસરા બેઠક ઉપર સહકાર શિરોમણી દિલીપ સંઘાણી ભાજપ તરફથી ચૂંટણી લડતાં હોય, ધારી-બગસરા વિધાનસભા બેઠકમાં કેસરીયો માહોલ સર્જાયો છે.
ગઈકાલે ધારી ખાતે રાજયસભાના સાંસદ પૂ. શંભુનાથજી મહારાજની ઉપસ્‍થિતિમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સભામાં મોટી સંખ્‍યામાં ભાજપી કાર્યકરો, શહેરીજનો, દલીત સમાજનાં લોકો, ઉપસ્‍થિત રહી અને અનેક લોકોને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. તમામ સમાજના લોકોએ ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર દિલીપભાઈને વિજયી બનાવવા આ અવિકસીત ગામડા તથા શહેરોનો વિકાસ કરવા માટે ભાજપ તરફી મતદાન કરવાં વચનબઘ્‍ધ બન્‍યા હતા.

અમરેલીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને જબ્‍બરૂ સમર્થન

અમરેલી પંથકમાં કોંગ્રેસના ઉમેદવાર લોક લાડીલા પરેશ ધાનાણીને સ્‍વયં આવકાર મળી રહૃાો છે. વેપારીઓ ગામડાના ખેડૂતો યુવાનોમાં જોરદાર આવકાર મળી રહૃાો છે ત્‍યારે નવા ખીજડીયા સહિત પાંચ ગામોમાં યોજાયેલ સભામાં કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા જોરદાર આવકાર મળ્‍યો હતો. અમરેલીના લોક લાડીલા અને યુવાન હૃદયસમ્રાટ કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીને આ ધારાસભાની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે ચૂંટી કાઢવા લોકો થનગની રહૃાા છે, ત્‍યારે વેપારીઓ દરેક સમાજના લોકોમાં ધાનાણીને ટેકો પણ મળી રહૃાો છે, ત્‍યારે ખેડૂતોમાં પણ એક જ નામ ધાનાણી ગુંજી રહૃાું છે. ત્‍યારે અમરેલીના નવા ખીજડીયા, મોટા માંડવડા, ખારી ખીજડીયા, કેરાળા, જાળીયામાં ધાનાણીના સમર્થનમાં બેઠકો યોજાતા સ્‍વયં ખેડૂતો, વેપારીઓ, યુવાનો સહિત બહોળી સંખ્‍યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને સભામાં કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીને ચૂંટી કાઢવા કોલ આપતા કોંગ્રેસની છાવણીમાં હરખની હેલી જોવા મળી હતી.

બાબરા શહેરમાં ભાજપના ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને પ્રચંડ જનસમર્થન

બાબરા શહેરમાં ભાજપના ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાના જનસમર્થનને લઇને જાહેરસભા યોજાઇ હતી. જેમાં વિશાળ જનમેદની એકત્ર થઇ હતી. આ તકે વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા ખુલ્‍લેઆમ સમર્થન જાહેર કરવામાં આવેલ. આ તકે ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરા, ભુપેન્‍દ્રભાઇ બસીયા, હિમાચલ પ્રદેશના ધારાસભ્‍ય વિરેન્‍દ્ર કંવલજી, નીતિનભાઈ રાઠોડ, જગદીશભાઇ નાકરાણી, વિનુભાઈ ડોબરીયા, મહેશભાઇ ભાયાણી, ખોડલભાઇ મકવાણા, મુકેશભાઈ પીપળવા, જીવરાજભાઇ લાદર સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.

અમરેલી શહેરમાં ભાજપનાં ઉમેદવાર બાવકુભઈ ઉંઘાડને દરેક વિસ્‍તારમાં વ્‍યાપક સમર્થન મળી રહૃાું છે

અમરેલી વિધાનસભા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડના સમર્થનમાં શહેરભરના વિવિધ વિસ્‍તારોમાં બેઠકોનો ધમધમાટ.
અમરેલી શહેર ભાજપ ર્ેારા વોર્ડ વાઈઝ બેઠકો યોજાઈ રહી છે. તા. 1, ર, 3 ડીસેમ્‍બરના રોજ વોર્ડ નં. 1, 3, 4, 8 અને 9માં ભાજપ અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું.આ મીટીંગમાં અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, પ્રદેશ અગ્રણી મહેશભાઈ કસવાળા, શહેરવિકાસ સમિતિના ચેરમેન પી. પી. સોજીત્રા, ઉત્તરપ્રદેશનાં સાંસદ કશ્‍યપજી, પાણીપત હરીયાણાના ધારાસભ્‍ય મહીપાલજી, યુવા અગ્રણી દીપકભાઈ વઘાસીયાએ ઉદ્યબોધન કર્યુ હતું. આ મીટીંગમાં શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ કાબરીયા, મહામંત્રી મનીષભાઈ ધરજીયા, રસિકભાઈ પાથર, જિલ્‍લા ભાજપના રીતેશ સોની, ભરતભાઈ વેકરીયા, અલ્‍કાબેન દેસાઈ, રેખાબેન માવદીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કીલુભાઈ શુકલ, જગદિશભાઈ ધરજીયા,        કાળુભાઈ પાનસુરીયા, બકુલભાઈ પંડયા, જયેશભાઈ ટાંક, આર.સી. ધાનાણી, વિપુલ ભટ્ટી, મુકુંદભાઈ મહેતા, મનોજભાઈ ગોસાઈ, રીતેશભાઈ ઉપાઘ્‍યાય, તુલસીભાઈ મકવાણા, હીરાભાઈ પડાયા, વશરામભાઈ વઘાસીયા, ભરતભાઈ મકવાણા, લોકસાહિત્‍યકાર દેવકુભાઈ કનાળા સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.વોર્ડ નં.1 ની મીટીંગ મણીનગરના સાંઈ મંદિરમાં યોજાયેલ હતી. જેમાં હીરાભાઈ પડાયા, કરશન રાતડીયા, ભરત માંડલીયા, હીતેશ ગણાત્રા, અમીત જેઠવા, મનોજ જળુ, ધર્મેશ રાતડીયા, વસંત બારોટ, ઈન્‍દ્રવદન વેગડા, નયન બેદી, પંકજ બારોટ, રાહુલ ખેખા, પીન્‍કુ ઉદેશી, હમીરભાઈ ડેર, નીલેશ ગણાત્રા, હીતેશ સરપદડીયા, રાજેશ પડાયા વિગેરે.વોર્ડ નં. 3ની મીટીંગ બ્રાહ્મણ સોસાયટીના બ્રહ્મેશ્‍વર મહાદેવના મંદિરના પટાંગણમાં યોજાયેલ. જેમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હરપાલભાઈધાધલ, સદસ્‍ય, સમીર જાની,ભાવનાબેન રાઠોડ, કીરણબેન વામજા, રીતેશભાઈ ઉપાઘ્‍યાય, નિલેશભાઈ ધાધલ, દિગંત ભટ્ટ, રોહીત રાઠોડ, મહેન્‍દ્રદાદા જોષી, કનુદાદા, ધીરૂદાદા, વજુદાદા, આર.પી.દાદા, શામજીભાઈ પેથાણી, જસીબેન    સાંકળીયા, નાથુભાઈ ધાધલ, જયદિપ વિઠ્ઠલાણી, પંકજ મકવાણા, નિરજ ત્રિવેદી, કિરણ ભાખરે, અંકિત જાતી, હિંમત સોલંકી, સંદિપ ભાખરે, હિતેશ જોષી, અશોક સરવૈયા, તીર્થ મહેતા, જયદિપ દવે, રાજુ મકવાણા, શૈલેશ નગવાડીયા, કિશન પરમાર, ધર્મેશ ચૌધરી, નિકુંજ પરમાર, અનિલ મકવાણા, રોહીત પરમાર, અંકિત અભાણી, સંજય મહેતા, યતીન મજીઠીયા, જયેશ ગરાણીયા, સત્‍યમ મકવાણા, રવિ રંગપરા, દિનેશ સોંડાગર, દુષ્‍યંત જોષી, આશિષ રાદડીયા, રાજુ જોષી, કિશોર રાઠોડ, નિલેશ ખોસીયા, રોહત પંડયા, કિશોર દવે વિગેરે. વોર્ડ નં. 4ની મીટીંગ લાઠી રોડ, એસ.ટી. ડીવીઝનની સામે યોજાઈ હતી. જેમાં વજુભાઈ પટેલ, ભાનુભાઈ કીકાણી, બીપીનભાઈ જોષી, ઘનશ્‍યામભાઈ જોષી, અલ્‍પેશ અગ્રાવત, સુરેશભાઈ શાસ્‍ત્રી, રોહીત મહેતા, કિશોર આજોગીયા, મુકેશ તેરૈયા, પ્રકાશ આચાર્ય, રાજુ દેસાઈ, રોહીત મહેતા, ડી.જી. મહેતા, લાલભાઈ કાવઠીયા, ભગત તળાવીયા, ભરતભાઈ જોષી, મંજુલાબેન કાબરીયા, કેતન ઢાંકેચા વિગેરે.વોર્ડ નં. 8ની મીટીંગ જેશીંગપરા, નિલકંઠ ફાર્મમાંયોજાયેલ. જેમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એ.પી. બોરડ, વિનુભાઈ ભાડ (રઘુવીર ગૃપ), નગરપાલિકાના સદસ્‍ય દલપતભાઈ ચાવડા, જયસુખભાઈ તળાવીયા, વિનુભાઈ ડાભી, બળવંતભાઈ માંગરોળીયા, રાજુ પોકળ, પ્રકાશ ભડકણ, મનસુખભાઈ માંગરોળીયા, ભરતભાઈ ધંધુકીયા, સુરેશ કણક, કિશોર ભાડ, દિલીપ ગોહીલ, પ્રકાશભાઈ, જનક વીકાણી, કાંતિભાઈ ગોહીલ, અરવિંદ રાઠોડ વિગેરે.વોર્ડ નં. 9ની મીટીંગ કપોળ મહાજનવાડી ખાતે મળેલ. જેમાં ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા રમેશભાઈ કંસારા, શહેર ભાજપના ઉપપ્રમુખ યોગેશ ગણાત્રા, રણજીતભાઈ ડેર, અંતુભાઈ સોઢા, વિજય બુચ, મયુરભાઈ ગોરખીયા, ભાવેશ ભટ્ટ, યોગેશ કારીયા, કમલેશભાઈ મુખિયાજી, ઓસ્‍માણ મહીડા (પીસ્‍ટન), હીરેન ગોરખીયા, રાજેશભાઈ શેઠ, અશ્‍વિન ગોરખીયા, પંકજ પલેજા, જીતુભાઈ પેથાણી, કમલેશ મુંજપરા, ઉર્વિશ માળી, અર્પિત કંસારા તથા મહિલા મોરચાના અલ્‍કાબેન દેસાઈ, પન્‍નાબેન જોષી, કલ્‍પનાબેન જાની, નયનાબેન માંડલીયા, રેણુકાબેન અગ્રાવત, કાંતાબેન દેવગણીયા, હીનાબેન જોષી, ભગવતિબેન ભટ્ટ, વિશ્‍વાબેન જોષી, રેશ્‍માબેન વિગેરે કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં હાજર રહૃાા હતાં.

05-12-2017

thumbnail of AMRELI EXPRESS