Main Menu

Sunday, December 3rd, 2017

 

કોંગ્રેસપક્ષને ઉખેડી ફેંકો : સ્‍મૃતિ ઈરાની

લાઠીમાં ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો ચૂંટણી પ્રચાર વેગવંતો
કોંગ્રેસપક્ષને ઉખેડી ફેંકો : સ્‍મૃતિ ઈરાની
રાહુલ ગાંધી પોતાના વતનમાં કોંગ્રેસને ઉભી કરી શકતાં નથી અને ગુજરાતમાં સત્તાના સપના જુએ છે
અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લામાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચી રહૃાો છે. ભાજપ અને કોંગ્રેસે સ્‍ટાર પ્રચારકોની મદદ લઈને ચૂંટણી જંગ જીતવા એડી-ચોટીનું જોર લગાવ્‍યું છે. રાહુલ ગાંધી બાદ આજે કેન્‍દ્ર મંત્રી સ્‍મૃતિ ઈરાનીને લાઠી ખાતે કાર્યકર્તા સંમેલનમાં બોલાવીને ભાજપે જબ્‍બરો પ્રહાર કર્યો છે.
લાઠીમાં આજે ”કયો કી સાંસભી કભી બહુથી” ધારાવાહીની અભિનેત્રી અને વર્તમાન કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાની (તુલસી)એ ભાજપનાં કાર્યકર્તા સંમેલનને સંબોધતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં સત્તાનાં સપના જોનાર રાહુલ ગાંધીનાં મત વિસ્‍તાર અમેઠીની જનતાએ કોંગ્રેસપક્ષને કારમો પરાજય આપેલ છે.
વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ભાજપનાં શાસનથી અદભુત વિકાસ થયો છે. દરેક સમાજ શાંતિ અને સુરક્ષાનો અનુભવ કરે છે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહૃાું છે.
સ્‍મૃતિ ઈરાનીએ કોંગ્રેસપક્ષ, રાહુલ ગાંધીની નિષ્‍ફળતા પર વિવિધ મુદે જબ્‍બરો પ્રહાર કરીને ઉપસ્‍થિત હજારોની જનમેદનીને તાલીઓનાં ગડગડાટ કરવા મજબુરબનાવી દીધી હતી.
સ્‍મૃતિ ઈરાનીનું યુવાનો, મહિલાઓ અને ભાજપીઓ ઘ્‍વારા અનેરૂ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને ભાજપનાં ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો વિજય હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહૃાો છે. આ તકે અનુરાગ ઠાકર, ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરા, નીતિન રાઠોડ, મનુભાઈ આદ્રોજા, મયુરભાઈ હીરપરા, વિનુભાઈ વિસનગરા સહિતનાં ભાજપીઓ પણ ઉપસ્‍થિત રહૃાા હતા.

સમઢીયાળા-સુડાવડ વચ્‍ચે કારનાં ચાલકે બાઈકને હડફેટે લેતા ર ને ઈજા

બગસરા નજીક આવેલ
સમઢીયાળા-સુડાવડ વચ્‍ચે કારનાં ચાલકે બાઈકને હડફેટે લેતા ર ને ઈજા
પતિ-પત્‍નિને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા
અમરેલી, તા. ર
બગસરા તાલુકાનાં સમઢીયાળા ગામે રહેતાં ચંદુભાઈ પોપટભાઈ ગઢીયા તથા તેમના પત્‍નિ લીલાબેન ગઈકાલે સાંજે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.ર1 એ.બી.ર496 લઈ અને               સમઢીયાળાથી સુડાવડ ગામે જતાં હતા ત્‍યારે રસ્‍તામાં એક અજાણ્‍યા બોલેરો કારનાંચાલકે તેમનાં મોટર સાયકલને હડફેટે લઈ નિચે પછાડી દેતા આ પતિ- પત્‍નિને ઈજા થતાં સારવાર માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવેલ છે.

અમરેલીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 1 શખ્‍સને પોલીસે ઝડપી લીધો

કડકડતી ઠંડીમાં પોલીસે કામ પાર પાડયું
અમરેલીમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 1 શખ્‍સને પોલીસે ઝડપી લીધો
રૂા. પર હજારનો મુદ્યામાલ કબ્‍જે લઈ કરાઈ કાર્યવાહી
અમરેલી, તા. ર
અમરેલીમાં સંધી સોસાયટીમાં રહેતાં એજાજ યુનુસભાઈ કુરેશી નામનાં યુવક આજે વહેલી સવારે પોતાના હવાલાવાળી કાર નંબર જી.જે.14 ઈ-7993માં વિદેશી દારૂની બોટલ નંગ ર4 કિંમત રૂા.1ર હજારની લઈને નિકળતા પોલીસે સંધી સોસાયટીનાં જવાના રસ્‍તા ઉપર પોલીસે વોચ ગોઠવી અને કાર સાથે એજાજને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

શિયાળબેટ ગામનાં શ્રમિકને આંખમાં મરચાનો પાવડર નાંખી માર માર્યો

જાફરાબાદ નજીક આવેલ
શિયાળબેટ ગામનાં શ્રમિકને આંખમાં મરચાનો પાવડર નાંખી માર માર્યો
વચ્‍ચે પડતા પ વર્ષની પુત્રીને પણ ઈજા કરાઈ
અમરેલી, તા. ર
જાફરાબાદ તાલુકાનાં શિયાળબેટ ગામે રહેતાં અને બોટમાં મજુરી કામ કરતાં શુકલભાઈ મકનભાઈ બાલધીયા નામનાં 30 વર્ષિય યુવકને તે જ ગામે રહેતાં માનસિંગ વેલાભાઈ શિયાળ, તેના દિકરા રણજીત તથા માનસીંગભાઈના પત્‍નિ રાજીબેને ગઈકાલે સવારે અગાઉનાં મનદુઃખનાં કારણે રસ્‍તામાં રોકી  મોઢા ઉપર ચટણીનો ઘા કરી અને બાદમાં લોખંડના પાઈપ તથાલાકડા વડે માર માર્યો હતો. તે દરમીયાન તેમની પ વર્ષની પુત્રી વચ્‍ચે પડતાં તેમને પણ પાઈપ વડે માર મારતાં પિતા-પુત્રીને સારવાર માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવેલ છે.

લાઠી નજીક આવેલ આંબરડી ગામે ચાંદીનું કડું મારી કરી ઈજા

અમરેલી, તા. ર
લાઠી તાલુકાનાં આંબરડી ગામે રહેતાં અને હીરાનો વેપાર કરતાં ઘનશ્‍યામભાઈ દેવરાજભાઈ રીબડીયા નામના 4પ વર્ષિય વેપારી ગઈકાલે બપોરે સુરતથી આવ્‍યા બાદ પોતાનું મોટર સાયકલ લઈ ઢસા જવું હોય, અને મોટર સાયકલમાં પંચર પડેલ હોય જે રીપેર કરાવતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતાં અરવિંદ કનુભાઈ ત્‍યાં આવી અને તું મારી ખોટી ખોટી વાત કેમ કરે છે તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ તેમણે પહેરેલ ચાંદીના કડા વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

વીકટર ગામ નજીક ડમ્‍પર ચાલકે હડફેટે લેતાં બાઈક સવારનું મૃત્‍યુ

જિલ્‍લાનાં માર્ગો પર અકસ્‍માતનું પ્રમાણ વઘ્‍યું
વીકટર ગામ નજીક ડમ્‍પર ચાલકે હડફેટે લેતાં બાઈક સવારનું મૃત્‍યુ
અમરેલી, તા.ર
મહુવા તાલુકાના દેવળીયા ગામે રહેતા ભગાભાઈ નાથાભાઈ ગમારા તથા મેપાભાઈ રામભાઈ ગમારા આજે સવારે પોતાના હવાલાવાળું મોટર સાયકલ નંબર જી.જે.4  બી.ડી. ર609 લઈ વિકટર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા ત્‍યારે સામેથી આવી રહેલ ડમ્‍પર નંબર જી.જે. 16 એકસ. 8704નાચાલકે પુર ઝડપે ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલક ભગાભાઈ (ઉ.વ.60)ને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્‍થળે મૃત્‍યુ નિપજયું હતું. જયારે તે જ મોટર સાયકલ પાછળ બેઠેલા મેપાભાઈ નામના યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

બગસરાની તરૂણી દાઝી જતાં સારવારમાં ખસેડાઈ

ગેસ સ્‍ટવ પર ચા બનાવતી વેળા
બગસરાની તરૂણી દાઝી જતાં સારવારમાં ખસેડાઈ
અમરેલી, તા. ર
બગસરા ગામે રહેતી આરતીબેન મંગલપ્રસાદ વિશ્‍વકર્મા નામની 16 વર્ષિય તરૂણી આજે સવારે પોતાના ઘરે ગેસનાં ચુલા ઉપર ચા બનાવતી હોય, અકસ્‍માતે ગેસનો સીલીન્‍ડર લીકેજ થતાં અકસ્‍માતે તેણી દાજી જતાં તેણીને બચાવવા તેમના ભાઈ વિવેકભાઈ જતાં તેઓ પણ દાજી જતાં બન્‍નેને સારવાર માટે પ્રથમ બગસરા વધુ સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ છે.

રાજુલા-જાફરાબાદ પંથકમાં અંબરીશ ડેર તરફી માહોલ

સમગ્ર પંથકનાં મતદારો પુનરાવર્તન નહી પરિવર્તનનાં મિજાજમાં
રાજુલા-જાફરાબાદ પંથકમાં અંબરીશ ડેર તરફી માહોલ
આરોગ્‍ય, શિક્ષણ, માર્ગો, રોજગારી સહિતનાં અનેક પ્રશ્‍નોનું નિરાકરણ થયું નથી
અમરેલી, તા. ર
રાજુલા-જાફરાબાદ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ર0 વર્ષ બાદ સફળતા મળે તેવો માહોલ જોવા મળી રહૃાો છે. છેલ્‍લા રર વર્ષથી ભાજપ સરકાર સ્‍થાનિક પ્રશ્‍નોનું નિરાકરણ કરવામાં નિષ્‍ફળ રહી હોયમતદારો 9 ડીસે.નાં રોજ નારાજગી વ્‍યકત કરે તેવું લાગી રહૃાું છે. ભાજપ તરફથી પુનઃ વર્તમાન ધારાસભ્‍યને મેદાનમાં ઉતારવામાં આવ્‍યા છે. તો કોંગ્રેસ પક્ષે સ્‍વચ્‍છ પ્રતિભા ધરાવતાં અંબરીશ ડેરને મેદાનમાં ઉતારીને ભાજપને બચાવની સ્‍થિતિમાં લાવી દીધો છે.
રાજુલા-જાફરાબાદ પંથકમાં બે-પાંચ મહાકાય ઉદ્યોગોથી સત્તાધારી પક્ષનાં મુઠ્ઠીભર આગેવાનોનું કલ્‍યાણ થયું છે. અને સ્‍થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી મળતી નથી. કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ પણ વણસી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. વેપારીઓ જીએસટી અને નોટબંધીથી પરેશાન છે. સમગ્ર પંથકમાં માર્ગો, પાણી અને વીજળીની સમસ્‍યા વિકરાળ બની છે. સરકારી દવાખાનુ શોભાનાં ગાંઠીયા સમાન બનેલ છે. એસ.ટી. બસની સુવિધા મળતી નથી અને નેશનલ હાઈ-વે બનાવવામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થયો છે.
એકંદરે રાજુલા- જાફરાબાદ પંથકમાં વિકાસ થવાને બદલે વિનાશની પ્રવૃતિઓ વધારે પ્રમાણમાં થઈ હોવાથી ભાજપ સરકાર સામે રોષનું વાતાવરણ જોવા મળતું હોય જેનો જબ્‍બરો ફાયદો કોંગી ઉમેદવારને મળતો દેખાઈ રહૃાો છે. અને કોંગી ઉમેદવારને પ્રચાર કાર્ય દરમિયાન દરેક ગામોમાં જે પ્રકારે સમર્થન મળી રહૃાું છે તે જોતાં સ્‍પષ્‍ટ થઈ રહૃાું છે કે આ બેઠક પર કોંગ્રેસનો વિજય લગભગ નિશ્ચિત થઈચુકયો છે.

અમરેલી-વડીયા-કુંકાવાવ પંથકમાં કોંગ્રેસના યુવા ઉમેદવાર પરેશ ધાનાણીને પ્રચંડ સમર્થન

અમરેલી-વડીયા-કુંકાવાવ પંથકમાં કોંગ્રેસનાં યુવા ઉમેદવાર પરેશ ધાનાણીને વિજેતા બનાવવાનો જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે. મોંઘવારી, બેરોજગારી, ખેતીપાકોના પોષણક્ષમ ભાવો, શિક્ષણ, આરોગ્‍ય, એસ.ટી. કાયદો-વ્‍યવસ્‍થા, વીજળી, પાણી સહિતનાં પ્રશ્‍ને ગામજનોમાં ભાજપ સરકાર સામે રોષનો માહોલ જોવા મળી રહૃાો હોય કોંગી ઉમેદવારને વિજેતા બનાવવા મતદારો થનગની રહૃાા છે.

વડિયામાં ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડની જાહેરસભા યોજાઈ

અમરેલી – વડિયા – કુંકાવાવ, 9પ મતક્ષેત્ર વિસ્‍તારમાં આવેલ વડિયા-કુંકાવાવ તાલુકાના ગામડાઓમાં ભાજપનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ જંજાવતી પ્રચાર કરેલ હતો. બાટવા દેવળી, બરવાળા બાવળ, ભૂખલી સાથળી, ખડખડ, ખાખરીયા, અરજનસુખ, ખાનખીજડીયા, નાની કુંકાવાવ, જંગર, જેવા અનેક ગામડાઓમાં ચૂંટણી પ્રચાર કરીને સભાઓ યોજી હતી અને ઠેર-ઠેરથી સમર્થન મેળવેલ હતું. તો બાવકુભાઈ ઉંઘાડે ભાજપના ગઢ સમાન વડિયા તાલુકાના ગામડાઓમાં લોકસમર્થન પ્રાપ્‍ત કરેલ હતું. ત્‍યારે વડિયામાં લોહાણા સમાજની વાડીએ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં વડિયા તેમજ આજુબાજુના મતદારો ઉમટી પડયા અનેબાવકુભાઈને જિતાડવા માટે લોકોએ પુરેપુરો સાથ સહકાર આપ્‍યો અને અમો તમારી સાથે જ છીએ ના નારા લગાવ્‍યા હતા. આ તકે લોહાણા સમાજની વાડીના ગ્રાઉન્‍ડ મધપુળાની જેમ લોકોથી ખીચોખી ઉમટી પડયા હતા. તેમજ લોકો અગાસી ઉપર અને મેઈન રોડ રસ્‍તા પર ભાજપનાં ખેસ પહેરીને લોકો ઉમટી પડયા હતા. અને લોહાણા સમાજની વાડીનું ગ્રાઉન્‍ડ ટુંકુ પડયું હતું અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાસ્‍ત કરવાનો દ્રઢ સંકલ્‍પ મતદારોએ લીધેલ હતો તેમજ આ કાર્યક્રમમાં વડિયાના કોંગી પ્રમુખ પ્રવિણભાઈ અકબરી તેમજ તેના કાર્યકરો સહિત ભાજપનો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. તેમજ બાવકુભાઈ ઉંઘાડની સાથે સરપંચપતિ છગનભાઈ ઢોલરીયા, બાવાલાલ, વિપુલ રાંક, દિવ્‍યાંગ દોશી, દિનેશભાઈ રામાણી, મહેબુબ મસ્‍કતી, બ્રહ્મસમાજના પ્રમુખ અશ્‍વિનભાઈ મહેતા વગેરે અનેક ભાજપના કાર્યકર્તાઓ સહિત ઉપસ્‍થિત રહયા હતા.

બગસરામાં દિલીપ સંઘાણીને વિજેતા બનાવવાનો થનગનાટ

બગસરા ધારી-ચલાલા-ખંભા વિધાનસભાના ઉમેદવાર દિલીપભાઈ સંઘાણી જંગી બહુમતીથી વિજેતા બને વિજેતા બને તે માટે બગસરા શહેર ભાજપ દ્વારા રાત-દિવસ તનતોડ મહેનત કરીને ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરેલ છે. અને દિલીપભાઈ સંઘાણી જંગી બહુમતીથી વિજેતા બને તે માટે શહેરના મતદાતાઓનુંજબ્‍બરૂં સમર્થન પણ મળી રહયું છે. આ ડોર ટું ડોર પ્રચારમાં બગસરા નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સદસ્‍યો શહેરના સંગઠનના હોદેદારો મહિલા મોરચો યુવા મોરચો બક્ષીપંચ મોરચો લઘુમતી મોરચો કિશાન મોરચો સહિતના ભાજપના કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર ફરીને શહેરનાં વિસ્‍તારોમાં કેસરીયો માહોલ સર્જી રહયાં છે.

લાઠી-બાબરા વિધાનસભા વિસ્‍તારમાં કોંગી ઉમેદવાર વિરજી ઠુંમરનો ઝંઝાવાતી પ્રચાર

લાઠી-બાબરા-દામનગર વિધાનસભા વિસ્‍તારનાં કોંગી ઉમેદવાર વિરજી ઠુંમરે તેમના મત વિસ્‍તારનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કરેલ છે. જેનું દરેક વિસ્‍તારમાં દરેક સમાજ દ્વારા ભવ્‍યાતી ભવ્‍ય સ્‍વાગત કરવામાં આપી રહયું છે. અને તેમની ભાજપ સરકારને ઘરભેગી કરવાની અપીલને જબ્‍બરો આવકાર મળી રહયાો છે.


અવસાન નોંધ

અમરેલી : હરબાળાબેન કનૈયાલાલ પરીખ, ઉ.વ.74 (સિઘ્‍ધી ઈમીટેશન – અંજાના ગ્રુપવાળા) તા. 01/1ર ને શુક્રવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. સ્‍વર્ગસ્‍થનું બેસણું તા. 4/1ર ને સોમવારનાં રોજ, મોઢ મહાજન વાડી, રાજકમલ ચોક, અમરેલી ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.
બગસરા : મરહુમ જીલુબેન ગફારભાઈ ટાંક (ઉ.વ. 78), તે અમિનભાઈ (નેશનલ લોજ)ની વાલીદાનો ઈન્‍તેકાલ તા. 1 નાં થયેલ છે. તેમની જીયારત તા.4 નાં સોમવારનાં રોજ નગીના મસ્‍જીદ બગસરા ખાતેતેમજ બૈરાઓ માટે ઘાંચી જમાતખાને રાખેલ છે.
સાવરકુંડલા : સામતભાઈ જીવણભાઈ મકવાણા ઉ.વ. 7પ,           તા. ર/1ર શનિવારનાં રોજ રામચરણ પામેલ છે.
વિકટર : અમરાપુર નિવાસી અગ્રાવત અભિષેક કિશોરભાઈ તા.1/1રને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તે મહેશભાઈ, પ્રફુલભાઈના ભાણેજ થાય અને ભાસ્‍કરભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ (વાઘનગર)ના દીકરા ભાણેજ થાય. તેમનું મોસાળ પક્ષનું બેસણું તા.4/1રને સોમવારના રોજ પ્રફુલ બાપુની સિતાવન આશ્રમ, વિકટર તા. રાજુલા મુકામે રાખેલ છે.
મોટી કુંકાવાવ : મનસુખલાલ પૂણાશંકરભાઈ જોષી (ઉ.વ.84) તે ઉપેન્‍દ્રભાઈ (મુંબઈ), ભારત ભૂષણ, નયનાબેન તથા નીતાબેનના પિતાજી, આદિત્‍ય અને હિરલના દાદાનું તા.ર8ના રોજ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.10ને રવિવારના રોજ નિલકંઠ પાર્ક સોસાયટી, જીન પ્‍લોટ, મોટી કુંકાવાવ ખાતે રાખેલ છે.

03-12-2017 PDF Fle

thumbnail of AMRELI EXPRESS