Main Menu

Saturday, December 2nd, 2017

 

અમરેલી જિલ્‍લાનાં મુરતીયાઓમાં સૌથી વધુ અભ્‍યાસુ દિલીપ સંઘાણી

લાઠીનાં ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરા ધો. 4 સુધી ભણેલા છે
અમરેલી જિલ્‍લાનાં મુરતીયાઓમાં સૌથી વધુ અભ્‍યાસુ દિલીપ સંઘાણી
અમરેલી, તા. 1
આગામી તા. 9નાં રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન થનાર છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભાની ચૂંટણી લડતા મુખ્‍ય બે પક્ષ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનાં ઉમેદવારો હાલમાં પૂર્ણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કાર્યમાં લાગી ગયા છે અને જીત માટે એડીચોટીનું જોર લગાવી રહૃાા છે. ત્‍યારે મતદારોને પણ પોતાના ઉમેદવારો વિષે જાણકારી મળે તે માટે થઈ અને ઉમેદવારીપત્રો સાથે વિવિધ માહિતી રજુ કરવી પડે છે ત્‍યારે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોનાં અભ્‍યાસ અને ઉંમર વિશે જાણકારી મળી છે.
અમરેલી વિધાનસભાની ચૂંટણી લડતાભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ ધોરણ 1ર પાસ થયેલા છે જયારે તેમનાં નજીકનાં હરીફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા પરેશભાઈ ધાનાણી બી.કોમ. સુધી ભણેલા છે. ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર ઉંઘાડ પ9 વર્ષની ઉંમર ધરાવે છે જયારે કોંગ્રેસનાં ધાનાણી 41 વર્ષની વય ધરાવે છે.
ધારી-બગસરા વિધાનસભાની ચૂંટણી લડતા ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર દિલીપભાઈ સંઘાણી બી.એ.,બી.કોમ., એલએલબીની ડીગ્ર મેળવેલ છે અને તેઓ 63 વર્ષની વય ધરાવે છે જયારે તેમના હરીફ કોંગ્રેસના જે.વી. કાકડીયા પણ બી.કોમ. સુધીનો અભ્‍યાસ કરેલ છે અને તેઓ પ3 વર્ષીય છે.
લાઠી-બાબરા વિધાનસભાનાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાએ ધોરણ 4 સુધીનો અભ્‍યાસ કર્યો છે અને તેઓ પ1 વર્ષની વય ધરાવે છે જયારે તેમના નજીકના હરીફ કોંગ્રેસનાં ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર બી.કોમ. સુધીનો અભ્‍યાસ ધરાવે છે અને તેઓ પણ પ7 વર્ષની વય ધરાવે છે.
સાવરકુંડલા વિધાન સભાની ચૂંટણી લડતા ભાજપનાં ઉમેદવાર કમલેશભાઈ કાનાણીએ ધોરણ 10 સુધીનો અભ્‍યાસ કરેલ છે અને તેમની વય 46 વર્ષ છે જયારે તેમના નજીકનાં કોંગ્રેસનાં ઉમેદવાર પ્રતાપ દુધાતે ધો. 1ર સુધીનો અભ્‍યાસ કરેલ છે અને તેઓ 37 વર્ષીય ઉમેદવાર છે.
જયારે રાજુલા- જાફરાબાદનાંભાજપનાં ઉમેદવાર હીરાભાઈ સોલંકી ધો. 10 સુધીનો અભ્‍યાસ ધરાવતાં પ4 વર્ષીય ઉમેદવાર છે જયારે તેમના નજીકના હરીફ ઉમેદવાર કોંગ્રેસનાં અંબરીશભાઈ ડેર ડીપીએડ સુધીનો અભ્‍યાસ ધરાવે છે જયારે તેમની ઉંમર 39 વર્ષની છે.

સ્‍મૃતિ ઈરાની આજે ભાજપની સભા ગજવશે

‘‘સાંસ ભી કભી બહુ થી” ધારાવાહીકથી લોકપ્રિય થયેલ
સ્‍મૃતિ ઈરાની આજે ભાજપની સભા ગજવશે
કેન્‍દ્રીય મંત્રી તરીકે ઉમદા કામગીરી કરનાર સ્‍મૃતિ ઈરાનીને સાંભળવા એ પણ એક લ્‍હાવો છે
અમરેલી, તા. 1
અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટેની ચૂંટણીને હવે એક જ અઠવાડીયાનો સમય બાકી રહૃાો છે. ત્‍યારે ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે પ્રચાર યુઘ્‍ધ ચરમસીમાએ પહોંચી ગયું છે.
ભભસાંસ ભી કભી બહુથીભભ ધારાવાહીકથી ઘર-ઘરમાં જાણીતું નામ એટલે સ્‍મૃતિ ઈરાની (તુલસી) આવતીકાલ શનિવારે લાઠીનાં ચાવંડ દરવાજા ખાતે ભાજપનાં ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનાં ચૂંટણી પ્રચાર અંતર્ગત બપોરે 1ર કલાકે જાહેરસભામાં સંબોધન કરવા પધારી રહૃાા હોય સમગ્ર પંથકમાં જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.
સ્‍મૃતિ ઈરાની તેજાબી વકતા હોવાથી તેઓને સાંભળવા પણ એક લ્‍હાવો છે. કેન્‍દ્રીય મંત્રી તરીકે તેઓ દેશનાં વિકાસમાં મહત્‍વનું યોગદાન આપી રહૃાા છે અને કોંગ્રેસપક્ષ પર પ્રહારો કરવાની શૈલી પણ અનેરી હોય બાબરા-લાઠી-દામનગર પંથકની જનતા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવાની હોય ભાજપ પરિવારમાં જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

અમરેલીનાં માથાભારે શખ્‍સ ઈરફાન ટાલકી પાસા તળે જેલ હવાલે કરાયો

શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે
અમરેલીનાં માથાભારે શખ્‍સ ઈરફાન ટાલકી પાસા તળે જેલ હવાલે કરાયો
અમરેલી,તા. 1
અમરેલી પોલીસ અધિક્ષક જગદીશ પટેલ ર્ેારા અમરેલી જીલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઈસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ દારૂના ધંધાર્થીઓની અસામાજીક પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા પાસા-તડીપાર તળે કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલ તથા એલ.સી.બી. ટીમ ર્ેારા અમરેલી જીલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરતાં માથાભારે ઈસમો તેમજ મોટા પ્રમાણમાં દારૂના જથ્‍થા સાથે પકડાયેલ તેમજ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીઓ અંગેની માહિતી એકઠી કરી તે પૈકીના અમરેલી કસ્‍બાવાડમાં રહેતાં હિસ્‍ટ્રીશીટર ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણી વિરૂઘ્‍ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમરેલીનાઓ તરફ મોકલી આપતાં આવા હિસ્‍ટ્રીશીટરની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમરેલીનાઓ એ ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણી, રહે. અમરેલી, કસ્‍બાવાડ વાળા વિરૂઘ્‍ધ પાસાનું વોરંટ ઈસ્‍યુ કરતાં પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલ.સી.બી. પો.ઈન્‍સ. એ.પી. પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફે ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણીને અમરેલી મુકામેથી પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી, પુરતાપોલીસ જાપ્‍તા સાથે સુરત મઘ્‍યસ્‍થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે. અને આવી સમાજ વિરોધી પ્રોહી લગત પ્રવૃતિ કરતાં ઈસમો સામે ચેતવણી રૂપે કડક કાર્યવાહી કરેલ છે.
ઉલ્‍લેખનીય છે કે ઈરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઈ ખીમાણી અમરેલી શહેર પો.સ્‍ટે.નો હિસ્‍ટ્રીશીટર છે. અને ભુતકાળમાં તેના વિરૂઘ્‍ધમાં ખુનના બે કેસ, હથિયાર ધારાના ત્રણ કેસતથા ઈંગ્‍લીશ દારૂના કબજા અને હેરફેરના કેસો ઉપરાંત મારામારીના કેસો નોંધાયેલ છે.
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલાઈ સમા, પ્રફુલ્‍લભાઈ જાની, સંજયભાઈ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, સાર્દુલભાઈ ભુવા, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઈ વરૂ, ઉમેદભાઈ મહેતા, જગદીશભાઈ ઝણકાત, તુષારભાઈ પાંચાણી, વિજયભાઈ વાઢેર, ભાવેશભાઈ બોરીસાગર, મધુભાઈ પોપટ, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિ.એ કરેલ છે.

ભાજપીઓએ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં મળેલ સફળતાનની ઉજવણી કરી

ખાંભા-ધારી-ચલાલા-બગસરા સહિતનાં વિસ્‍તારોમાં
ભાજપીઓએ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં મળેલ સફળતાનની ઉજવણી કરી
ખાંભા, તા. 1
તાજેતરમાં યોગી આદિત્‍યનાથનાં મુખ્‍યમંત્રી પદવાળા ઉત્તરપ્રદેશમાં 16 જેટલાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય હતી. આ યોજાયેલચૂંટણીમાં આજે મત ગણતરી હાથ ધરવામાં આવતા 14 મહાપાલીકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો.
આ ઉત્તરપ્રદેશમાં મળેલી ભવ્‍ય જીતને વધાવવા માટે ખાંભા, ધારી, ચલાલા અને બગસરામાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી, પેંડા વેંચી ખુશીનો માહોલ ઉભો કર્યો હતો. આ પ્રસંગે કેસરીયા કાર્યકરોએ આગામી વિધાનસભામાં પણ ભાજપનો ભગવો લહેરાવવા માટે થઈ કટીબઘ્‍ધ બન્‍યા હતા.
આગામી તા. 18નાં રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે ત્‍યારે તેમાં પણ ભાજપી ઉમેદવારોનો ભવ્‍ય વિજય થશે તેવી આશા વ્‍યકત કરતાં આ સમયે સમગ્ર વિધાનસભા ક્ષેત્રનાં લોકો પણ આ વિજયોત્‍સવમાં જોડાવવા માટે તત્‍પર થઈ ગયાનું જણાવાયું હતું.

બગસરાની કોંગી શાસિત પાલિકામાં દરેક બિલ મંજુર કરવામાં તગડુ કમિશન લેવાઈ રહૃાું છે

આરોગ્‍ય સમિતિનાં પુર્વ ચેરમેન મહેશ બોરીચાનો આક્ષેપ
બગસરાની કોંગી શાસિત પાલિકામાં દરેક બિલ મંજુર કરવામાં તગડુ કમિશન લેવાઈ રહૃાું છે
જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાથી શાસકો કરે છે જલ્‍સા
બગસરા, તા. 1
કોંગ્રેસ શાસિત બગસરા એટલે ભ્રષ્‍ટાચારનો અડ્ડો… આવો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના જ એક પુર્વ સદસ્‍ય અને બગસરા નગરપાલિકાના આરોગ્‍ય સમિતિનાં ચેરમેન રહી ચુકેલા મહેશ બોરીચાએ.. મહેશ બોરીચાએ જણાવ્‍યું હતું કે નગરપાલિકામાં કોંગ્રેસના શાસકોએ બગસરા શહેરની પ્રજાના કામ કરવામાટે ભભકભભ શહેરના વિકાસ માટે કયારેય ચિંતા કરી નથી. તેઓ તો માત્ર પ્રજાના પૈસે તાગડધીન્‍ના કરવામાં મસ્‍ત છે. ખાસ કરીને તેમણે પાલિકા પ્રમુખ છગન હિરાણી અને ઉપ પ્રમુખ અશોક અગ્રવાલને નિશાન બનાવતા જણાવ્‍યું હતું કે તેઓ માત્રને માત્ર ભ્રષ્‍ટાચાર કરવામાં જ માને છે. પાલિકા દ્વારા શહેરમાં થતા કોઈપણ વિકાસ કાર્યમાં પ્રમુખનું તગડું કમીશન લેતા હોવાનું તેમણે જણાવ્‍યું હતું. ઉદાહરણ તરીકે તેમણે જણાવ્‍યું હતું કે વર્ષ – ર01પની સાલમાં બગસરા શહેરમાં મોરમ પાથરવાનું કામ થયું હતું. આ કામ માત્ર સવાથી દોઢ લાખનું હતું પરંતુ પ્રમુખ દ્વારા આ કામનું બીલ સાડા ચાર લાખ મુકવામાં આવ્‍યું હતું. જે બીલ મહેશભાઈની ફરિયાદના કારણે આજે પણ અટકયું છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે મહેશભાઈ બોરીચા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા બન્‍યા હતા. અને આરોગ્‍ય સમિતિના ચેરમેન પણ હતા. પરંતુ પાલિકામાં થતા ભ્રષ્‍ટાચારથી વ્‍યથિત થઈ તેઓ ગત જુલાઈ માસમાં પાલિકાના સભ્‍ય પદેથી રાજીનામું આપી ચુકયા છે. મહેશભાઈએ અંતમાં જણાવ્‍યું હતું કે તેઓ પાલિકાના તમામ ભ્રષ્‍ટાચારીઓને ખુલ્‍લા પાડવા માટે મકકમ છે. અને આગામી દિવસોમાં પાલિકાની કામગીરીની આર.ટી.આઈ. દ્વારા માહિતી પણ માંગવામાં આવશે. ત્‍યારે જોવાનું એ રહેશેકે ભ્રષ્‍ટાચારથી ખદબદતી બગસરા પાલિકાના શાસકો સામે પ્રજામાંથી કેવો સુર ઉઠે છે.

અવાવરૂ કુવામાંથી પાણી પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્‍યુ

વડીયા નજીક આવેલ મેઘા પીપરીયાનો બનાવ
અવાવરૂ કુવામાંથી પાણી પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્‍યુ
અર્ધો ડઝન વ્‍યકિતને થઈ હતી અસર
અમરેલી, તા. 1
વડીયા તાલુકાનાં મેઘાપીપરીયા ગામનીસીમમાં રહેતાં પરીવારો પૈકી કેટલીક મહિલાઓ તથા બાળકોએ મેઘાપીપરીયા ગામની સીમમાં આવેલ કોઈ અવાવરૂ કુવામાંથી બપોરના સમયે પાણી પીધું હતું. જેથી આ બનાવમાં પાણી પીનારા તમામ લોકોને ઝેરી અસર થવા પામતાં પ્રથમ અમરેલી દવાખાને અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ હતા.
આ બનાવમાં સારવાર દરમીયાન મેઘાપીપરીયા ગામની સીમમાં રહેતી લલીતાબેન પ્રમસીંગબૌયા નામની પરિણીતાનું સારવાર દરમીયાન મૃત્‍યુ થયાનું વડીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રાજુલાનાં વીકટર નજીક બાઈક સવારે યુવકને હડફેટે લઈ કરી ઈજા

અમરેલી, તા. 1
રાજુલાનાં વીકટર ગામે રહેતાં અભિષેક કિશોરભાઈ અગ્રાવત નામનો ર1 વર્ષિય યુવક ગત તા. ર1નાં રોજ બપોરે વીકટર ગામ નજીક આવેલ સીતાવન આશ્રમેથી ચાલીને નિકળતાં સામેથી આવી રહેલ એક અજાણ્‍યા મોટર સાયકલનાં ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી પગમાં ફેકચર કરી દેતાં આઅંગે પીપાવાવ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

અમરેલી જિલ્‍લાની પાંચેય બેઠકો ઉપર મતપત્રો ર્ેારા મતદાન કરવામાં આવ્‍યું

ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્‍ટાફ ર્ેારા
અમરેલી જિલ્‍લાની પાંચેય બેઠકો ઉપર મતપત્રો ર્ેારા મતદાન કરવામાં આવ્‍યું
ધારી 7પ9, અમરેલી 1093, લાઠી 630, સાવરકુંડલા 737, રાજુલા 673 મતનું મતપત્રકો ર્ેારા મતદાનસંપન્‍ન
અમરેલી, તા. 1
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અમરેલી જિલ્‍લામાં પાંચ બેઠકો માટે આગામી તા.9ના રોજ યોજાનાર  છે. ત્‍યારે આ ચૂંટણી કાર્યમાં રોકાયેલા તમામ કર્મચારી અધિકારીઓ પોતાના મતદાનની પવિત્ર ફરજમાંથી બાકાત ન રહે તે માટે થઈ ચૂંટણીપંચ ર્ેારા ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારી-અધિકારીઓને તા.30 તથા 1 નાં રોજ મતપત્રક ર્ેારા મતદાન કરવા માટેનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
છેલ્‍લા બે દિવસથી ચાલતા આ પ્રકારના મતદાનથી અમરેલી વિધાનસભા વિસ્‍તારમાં કુલ 1093 મતનું મતદાન કરવામાં આવ્‍યું છે. જયારે ધારી વિધાનસભા વિસ્‍તારમાં 7પ9નું મતદાન થવા પામેલ છે. લાઠી-બાબરા બેઠક માટે કુલ 630નું મતદાન થવા પામેલ છે. જયારે સાવરકુંડલામાં 737 મતપત્રકો ર્ેારા મતદાન થયું છે. જયારે રાજુલા જાફરાબાદ વિધાનસભા મત વિસ્‍તારમાં પણ 673 જેટલા મત આપવામાં આવ્‍યા છે.
આજે થયેલા તમામ પત્રોને ચૂંટણીપંચના નિયમ મુજબ કવરમાં સીલબંધ કરી દેવામાં આવ્‍યા છે. જે મતપત્રો હવે આગામી તા.18 નાં રોજ મણગણતરીનાં દિવસે ખોલવામાં આવશે. ત્‍યારેજ આ મત કોને મળ્‍યા છે તે જાણી શકાશે. મતદાનની ગુપ્‍તતા જળવાઈ રહે તે માટે થઈ ચૂંટણીપંચે નિયમાનુસાર તમામ કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે.

ખીજડીયા રાદડીયાનાં મંદિરમાંતસ્‍કરોનાં પરોણા

અમરેલી, તા. 1
અમરેલી તાલુકાનાં ખીજડીયા-રાદડીયા ગામે આવેલ એક મંદિરમાં તા. ર9નાં રાત્રીના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મંદિરના દરવાજાની સાકળના હુંક, ખેસવી, મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની મૂર્તિ નંગ-4, ઝુલો-1, તેમજ ચાંદીનાં મુંગટ નંગ-4 મળી કુલ રૂા.89પ0નાં મુદ્યામાલની ચોરી કરીને લઈ જતાં આ બનાવ અંગે ખીજડીયા-રાદડીયા ગામનાં નરેશભાઈ બજરંગદાસ કુબાવતે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજુલામાં સૌથી વધુ સફળતાં કોંગ્રેસપક્ષને મળી છે

196રથી ર01ર સુધીમાં યોજાયેલ 1ર વિધાનસભા ચૂંટણીમાં
રાજુલામાં સૌથી વધુ સફળતાં કોંગ્રેસપક્ષને મળી છે
1ર ચૂંટણીઓમાંથી 7 વખત કોંગી ઉમેદવાર અને 4 વખત ભાજપી ઉમેદવાર વિજેતા થયા છે
અમરેલી, તા. 1
અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા-જાફરાબાદ વિધાનસભા વિસ્‍તારની 196રથી ર01ર સુધીમાં 1ર વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 7 વખત કોંગ્રેસનાં ઉમેદવાર, એક વખત જનતાદળનાં અને ચાર વખત ભાજપનાં ઉમેદવાર વિજેતા થયા છે. છેલ્‍લા ર0 વર્ષથી આ બેઠક પર ભાજપનો દબદબો છે.
196રમાં સૌપ્રથમ યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસનાં છોટાલાલ મહેતા પીએસપીનાં પ્રિતમદાસ વોરાને પરાજિત કરીને ધારાસભ્‍ય બન્‍યા હતા. 1967માં જશવંતભાઈ મહેતા મથુરદાસ મહેતાને પરાજિત કરીને અને 197રમાં પુનઃ જશવંતરાય મહેતા પરશોતમભાઈ પટેલને પરાજિત કરીને ધારાસભ્‍ય બન્‍યા હતા. અને 197પમાં પણ જશવંતરાય મહેતા મથુરદાસ મહેતાને પરાજિત કરીને સતત ત્રણ વખત ધારાસભ્‍ય બન્‍યા છે.
1980માં પ્રતાપભાઈ વરૂ, 198પમાં ખોડાભાઈનકુમ, 1990 અને 199પમાં મધુભાઈ ભુવા, 1998, ર00ર, ર007 અને ર01રમાં હીરાભાઈ સોલંકી ધારાસભ્‍ય તરીકે વિજેતા થયા છે. આગામી અઠવાડીયે યોજાનારી ચૂંટણીમાં ભાજપ તરફથી પુનઃ હીરાભાઈ સોલંકી અને કોંગ્રેસનાં અંબરીશ ડેર વચ્‍ચે કાંટે કી ટકકર જામી છે.

ચૂંટણીમાં લાંચ આપનાર અને લેનારને જેલ અને દંડની સજા થઈ શકે છે

મતદારોને ધાકધમકી આપનારનું પણ આવી બનશે
ચૂંટણીમાં લાંચ આપનાર અને લેનારને જેલ અને દંડની સજા થઈ શકે છે
ઉમેદવારો અને મતદારોએ સાવચેત રહેવું
અમરેલી, તા.1
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ વ્‍યક્‍તિતને રોકડ કે વસ્‍તુ સ્‍વરૂપે કોઇપણ લાંચ લેતી કે આપતી વ્‍યક્‍તિત ભારતીય દંડસંહિતાની કલમ-171-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજાને પાત્ર છે. કોઇપણ ઉમેદવાર કે મતદાર કે અન્‍ય કોઇપણ વ્‍યક્‍તિતને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડવાની ધમકી આપતી કોઇપણ વ્‍યક્‍તિત, ભારતીય દંડ સંહિતાની કલમ-171-ગ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક – ધમકી આપવામાં સામેલ વ્‍યક્‍તિતઓ સામે કાર્યવાહી કરવા માટે ફલાઇંગ સ્‍કોવોડ ઉભી કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આવી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે ફલાઇંગ સ્‍કવોડ અને સર્વેલન્‍સ ટીમની રચના કરવામાં આવી છે. લાંચ વિશેની,મતદારોને ધાક-ધમકી આપવામાં આવ્‍યા સંબંધી કોઇપણ જાણકારી – ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલ ફરિયાદ દેખરેખ સેલ  સતત ર4×7 (ચોવીસ કલાક સાતેય દિવસ) કાર્યરત રહે છે. ફરિયાદ દેખરેખ સેલને ટોલ ફ્રી નં. 1800 ર33 ર87ર પર જાણ કરવા જિલ્‍લા ચૂંટણી અધિકારી સંજય અમરાણીએ અપીલ કરી છે.

બગસરા પંથકમાં પાટીદાર સમાજ દ્વારા દિલીપ સંઘાણીનું ઠેર-ઠેર સ્‍વાગત

ગુજકોમાસોલનાં ચેરમેન અને ધારી / બગસરા / ખાંભા / ચલાલા વિધાનસભા વિસ્‍તારના ભાજપના ઉમેદવાર દિલીપભાઈ સંઘાણી હાલ બગસરા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝંઝાવાતી પ્રવાસ કરી રહયા છે. બગસરા તાલુકાના તમામ ગામોમાં પાટીદારો દ્વારા દિલીપ સંઘાણીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવી રહયું છે. અને જબરૂ સમર્થન આપી રહયાં છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે બહોળી સંખ્‍યામાં લોકો દિલીપભાઈ સંઘાણીને મળવા માટે એકઠા થયા હતા તો બીજી તરફ જુની હળીયાદ ગામે પણ મોટી સંખ્‍યામાં પાટીદારો સહિત તમામ સમાજના લોકો એકત્રિત થઈ દિલીપભાઈ સંઘાણીને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો કોલ આપ્‍યો હતો. જુની હળીયાદ ગામેઅમૃતભાઈ કોટડીયા સહિત તેમની ટીમએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.

રાજુલા-જાફરાબાદ પંથકમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરને ફુલડે વધાવતા મતદારો

રાજુલા-જાફરાબાદ પંથકમાં ર0 વર્ષ બાદ કોંગ્રેસ તરફી વાવાઝોડું ફુંકાયું હોય ભાજપી દ્વારા આ બેઠક બચાવવા ભારે મહેનત કરવી પડી રહી છે. સમગ્ર પંથકની જનતાનાં અર્ધીરાતનાં હોંકારા સમાન કોંગી ઉમેદવાર અંબરીશ ડેરને દરેક સમાજનું જબ્‍બરૂ સમર્થન મળી રહયું છે. અને આબાલ-વૃઘ્‍ધ, વેપારીઓ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ કોઈપણ સંજોગોમાં પરિવર્તન ઈચ્‍છી રહી છે. અને આ બેઠક પર કોંગી ઉમેદવાર ઐતિહાસીક મતોથી વિજેતા થાય તો નવાઈ પામવા જેવું નહી રહે.

લાઠીના ભાજપી ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને વિજેતા બનાવવાં ઉદ્યોગપતિઓ મેદાનમાં

લાઠી, તા. 1
લાઠીનાં ભામાશા ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો વિજય રપ હજાર કરતાં પણ વધારે મતોથી થાય તેવો હેતુથી લાઠી પંથકનાં ઉદ્યોગપતિઓ, દાતાઓ અને સમાજસેવીઓ મોટી સંખ્‍યામાં મેદાનમાં આવી ચુકયા છે.
એસ કુમાર કંપનીના વાલજીભાઈ ધોળકીયા, રીઝીયા બ્રધર્સનાં બી.ડી.રીઝીયા, રીઝીયા જેમ્‍સનાં નાગજીભાઈ રીઝીયા, સાહિત્‍યકાર વલ્‍લભભાઈ શાયર, ભવાની જેમ્‍સનાં ઘનશ્‍યામભાઈ ધોળકીયા, હર્ષદભાઈ સતાણી, ભાજપ અગ્રણીમનુભાઈ આદ્રોજા, હરીભાઈ ડાયાણી, પંકજભાઈ વસ્‍તરપરા, વિનુભાઈ વિસનગરા, રાજુભાઈ રીઝીયા, કેશુભાઈ મકવાણા, સહિતના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતાં.

અમરેલી શ્રીમાળી વણિક સોની જ્ઞાતિ ર્ેારા બાવકુભાઈ ઉંઘાડનો સન્‍માન કાર્યક્રમ યોજાયો

અમરેલી, તા. 1
અમરેલીની શ્રીમાળી વણિક સોની જ્ઞાતિની વાડીમાં શ્રીમાળી વણિક સોનીસમાજ ર્ેારા અમરેલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડનો સન્‍માન સમારંભ યોજાયો હતો. આ સન્‍માન સમારંભમાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ કાનાબાર, જિલ્‍લા ભાજપ અગ્રણી રીતેશ સોની, ભરત વેકરીયા ઉપસ્‍થિત રહેલ.
સોની સમાજ ર્ેારા બાવકુભાઈ ઉંઘાડનું ઉમળકાભેર સન્‍માન કરવામાં આવેલ. સમાજની કુમારીકાઓ ર્ેારા અમરેલી ધારાસભાના ઉમેદવારને વિજય તિલક કરી, પ્રચંડ બહુમતિથી ચુંટાવાની શુભકામના આપી હતી.
આ કાર્યક્રમમાં વણિક સોની જ્ઞાતિના પ્રમુખ રાજુભાઈ લાઠીગરા, રમેશભાઈ ચાંપાનેરી, નવનિતભાઈ રાજપરા, ભરતભાઈ લાઠીગરા, દીલીપભાઈ સોની, સોની યુવા ગૃપના પ્રમુખ ધર્મેન્‍દ્ર લલાડીયા, રાજુભાઈ આદેસરા, કેતનભાઈ ચાંપાનેરી, શૈલેશભાઈ ધોળકીયા, અલ્‍પેશભાઈ સીમજીયા (નક્ષત્ર મોબાઈલ), હીરેન ચાંપાનેરી તથા સમાજના વિવિધ આગેવાનો અનેવિશાળ સંખ્‍યામાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્‍થિત રહી અમરેલીના ભાજપનાઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડને સમર્થન જાહેર કરેલ. કાર્યક્રમમાં ઉપસ્‍થિત સેવાભાવી તબીબ અને જિલ્‍લા ભાજપ પૂર્વ પ્રમુખડો. ભરતભાઈ કાનાબારે વહીવટી તંત્ર પાસે કામ કરાવવાની કુશળતા ધરાવતાં તથા સતત મત વિસ્‍તારના લોકો વચ્‍ચે રહેવાની આદત ધરાવતાં બાવકુભાઈ ઉંઘાડને જંગી બહુમતીથી ચુંટી કાઢવા જણાવેલ. બાવકુભાઈ ઉંઘાડે પણ મારા પરનો આપનો વિશ્‍વાસ કયારેય એળે નહી જવા દઉ તેમ જણાવી વેપારી મહાજનની સલામતીનો કોલ આપેલ. આ સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન વિશાલ ચાંપાનેરીએ કરેલ.

બાબરાનાં વેપારીઓએ ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને સમર્થન જાહેર કર્યુંબાબરાનાં વેપારીઓએ ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને સમર્થન જાહેર કર્યું

બાબરા, તા. 1
બાબરા – લાઠી બેઠકનાં ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને બાબરા શહેરનાં વેપારીઓએ સમર્થન જાહેર કરેલ છે.
તાજેતરમાં તાપડીયા આશ્રમ ખાતે મળેલ બેઠકમાં ભાજપનાં ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરા, ભાજપ અગ્રણી નીતિન રાઠોડ, મહેશભાઈ ભાયાણી, પ્રમોદભાઈ રૂપારેલીયા, સીમલાના ધારાસભ્‍ય વિરેન્‍દ્ર કેવલજી, અંકુર જસાણી, મનોજ જસાણી, જગદીશ નાકરાણી, પુષ્‍પેન્‍દ્ર દિક્ષીત, તેમજ શહેરનાં તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : ભાનુમતિબેન ચંદ્રશંકરભાઈ જોષી (ઉ.વ. 7પ) તે પ્રકાશભાઈનાં માતુશ્રી, તેમજ માધવીબેન  (સદસ્‍ય અમરેલી નગરપાલીકા)નાં સાસુનું તા. ર9/11નાં રોજ દુઃખદઅવસાન થયેલ છે. તેનું બેસણું તા. 4/ર/, સોમવારનાં રોજ આદર્શનગર, બ્‍લોક નં. નં. રર, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.


02-12-2017

thumbnail of AMRELI EXPRESS