Main Menu

Friday, December 1st, 2017

 

ધારી-બગસરાના ભાજપી ઉમેદવાર દિલીપ સંઘાણીને વાટલીયા પ્રજાપતિ સમાજનું સમર્થન

ધારી, તા. 30 ધારી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિલીપભાઈ સંઘાણી તરફી માહોલ સર્જાય રહયો છે. ધારીના પ્રેમપરા ખાતે વાટલીયા પ્રજાપતિ સમાજની બેઠકમાં સમગ્ર પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણીને ખુલ્‍લુ સમર્થન જાહેર કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ઉપસ્‍થિત પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, દિલીપભાઈ સંઘાણી દ્વારા પ્રજાપતિ સમાજનાપ્રશ્‍નોને હંમેશા વાચા આપી છે. ત્‍યારે પ્રજાપતિ સમાજ દિલીપભાઈ સંઘાણીને જીત અપાવવા માટે કટિબંદ્ધ છે. આ બેઠકમાં ધારીના પુર્વ ધારાસભ્‍ય મનસુખ ભુવા, તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ભાજપ અગ્રણી સંજયભાઈ ધાણક, ભરતભાઈ શેઠ, જિલ્‍લા ભાજપના પુર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી, અમેરિકાથી પધારેલા વાસુદેવભાઈ પટેલ, યોગેશભાઈ નકુમ, ગોવિંદભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાટલીયા પ્રજાપતિ સમાજના મહેન્‍દ્રભાઈ ગોંડલીયા, વિનોદભાઈ સરવૈયા, સુરેશભાઈ સરવૈયા, હરેશભાઈ, લાલજીભાઈ કટકિયા, બળવંતભાઈ માળવી, બાલુભાઈ સરવૈયા સહિતના આગેવાનો અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


અમરેલીમાં હાર્દિક પટેલનું ખેડૂત સંમેલન જિલ્‍લાનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે : હરેશ બાવીશી

અમરેલી, તા.30 પાટીદારોના અનામત આંદોલનને લઈને નીકળેલા હાર્દિક પટેલ આગામી તા.6/1રના રોજ અમરેલી જિલ્‍લામાં વડીયાથી રોડ-શો, કુંકાવાવ ખેડૂત સંમેલન, કુંકાવાવથી અમરેલી રોડ-શો તથા અમરેી ખેડૂત સંમેલન એમ આખા દિવસના પ્રવાસને લઈને જિલ્‍લા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગામે ગામ તથા શહેરના દરેક વિસ્‍તારમાં મિટીંગોનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. જેમાં માત્ર પાટીદારો જ નહીં પરંતુ તમામ જ્ઞાતિનો અભૂતપૂર્વ સહકાર મળી રહયો છે. ત્‍યારે તા.6/1રના રોજ વડીયા, કુંકાવાવ, અમરેલીના તમામ પાટીદારો, વેપારીઓ, તમામ જ્ઞાતિના આગેવાનો પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મોટી સંખ્‍યામાં રોડ-શો તથા સંમેલનમાં સામેલ થશે. અમરેલીનું ખેડૂત સંમેલન એ સ્‍વયંભૂ સંમેલન હશે. જે અમરેલીના ઈતિહાસમાં યાદગાર ક્ષણે લેખાશે. અમરેલીના સંમેલનની સાથે સાથે લાઠી, બાબરા, દામનગર,ચલાલા, સાવરકુંડલા વિગેરે સ્‍થળે સમિતિના પ્રવકતા હરેશ બાવીશીની મિટીંગ તથા સભાઓનું આયોજન થઈ ચૂકયું છે. ત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતની નજર અમરેલી મુકામે યોજાનારા હાર્દિક પટેલના રોડ-શો તથા ખેડૂત સંમેલન પર છે. ત્‍યારે કન્‍વીનર દિનેશભાઈ બાંભરોલીયાની સુચના મુજબ પ્રદેશ પ્રવકતા હરેશ બાવીશી, સહકન્‍વીનર ભુપત સાવલીયા, શહેર કન્‍વીનર જગદીશ તળાવીયા, પરેશ પોકળ, ગ્રામ્‍ય કન્‍વીનર ભરતભાઈ ચકરાણી, શિવલાલ હપાણી, નિમેષ બાંભરોલીયા તથા તમામ ગામોના સંયોજકો રોડ-શો તથા સંમેલનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.


અમરેલીમાં લીલા ચણાનો સ્‍વાદ માણતા રાહુલગાંધી

અમરેલી ખાતે ગઈકાલે રાત્રે કોર્નર મીટીંગ પુર્ણ કરાયા બાદ પોતાને જયાં રાતવાસો કરવાનો હતો તે     સ્‍થળે જતાં હતા ત્‍યારે રસ્‍તામાં અત્રેના લાઠી રોડ ઉપર પોતાની કાર રોકાવી કિસયોરીટી છોડી અને રસ્‍તા ઉપર લીલા ચણા વેચતા એક રેંકડીવાળા પાસે પહોંચી ગયા હતા. સાથે રાજસ્‍થાનના પૂર્વ મુખ્‍યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અઘ્‍યક્ષ ભરતસિંહ સોલંકી, અમરેલી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી સહિતના લોકોએ શેકેલા ચણા (જિંજરા) આરોગ્‍ય હતા તે વેળાની તસ્‍વીર.


મીઠાપુર ડુંગરી ગામે બંધ રહેણાંક મકાનમાંથી રૂા. 14 હજારની ચોરી

અમરેલી, તા.30 ચલાલા નજીક આવેલ મીઠાપુર ડુંગરી ગામે રહેતા અશ્‍વિનભાઈ બાબુભાઈ તળાવીયા ગત તા.ર4 થી તા.ર9 સુધી પોતાનું રહેણાંક મકાન બંધ કરી અને બહારગામ ગયા હોય, પાછળથી કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનના દરવાજાની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખેલા સોના- ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂા. 6 હજાર મળી કુલ રૂા. 14 હજારના મુદામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાવી છે.


બાબરાનાં ચરખા ગામની સીમમાં શ્રમિક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં

અમરેલી, તા.30 બાબરાના ચરખા ગામની સીમમાં ખેતરમાં ભાગીયુ રાખી મજૂરી કામ કરતા વિક્રમભાઈ મનજીલાલ તેવર નામના 30 વર્ષીય યુવાન ગઈકાલે સાંજે પોતાના રહેણાંક મકાનના ઝુંપડે જઈ પોતાની પત્‍ની સાથે જમવા માટે થઈને બોલાચાલી થતાં તેમને ગુસ્‍સામાં આવી જઈ કોઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


બાઢડામાં ગામે બે શખ્‍સોએ લોખંડનાં પાઈપ વડે યુવક પર કર્યો હુમલો

અમરેલી, તા.30 સાવરકુંડલા તાલુકાના     બાઢડા ગામે રહેતા હરેશભાઈ બાવભાઈ ખુમાણ નામના રપ વર્ષીય યુવક ગઈકાલે સાંજે બાઢડા ગામના બસ સ્‍ટેન્‍ડમાં ઉભા હતા ત્‍યારે ત્‍યાં તે જ ગામે રહેતા શિવરાજ ઉર્ફે શિવો રાવતભાઈ ખુમાણ પોતાની રીક્ષા સાથે ઉભા હતા અને ત્‍યારે ત્‍યાં જશુભાઈ રાવતભાઈ ખુમાણ મોટર સાયકલ આવ્‍યા બાદ આ યુવકને કોઈપણકારણોસર ગાળો દેવા લાગતા યુવકે ગાળો આપવાની ના પાડતા આ બન્‍ને ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ પથ્‍થર અને લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.


લીલીયા કોર્ટનો 3 શખ્‍સોએ અનાદર કરતા પોલીસ ફરિયાદ

જામીન પર મુકત થયા બાદ

લીલીયા કોર્ટનો 3 શખ્‍સોએ અનાદર કરતા પોલીસ ફરિયાદ

અમરેલી, તા.30 લીલીયા કોર્ટમાં ગત તા.18/8ના રોજ જામીન ઉપર મુકત થયા બા ગારીયાધાર ગામે રહેતા મનોજ બચુભાઈ સાથળીયા તથા ભાવનગર ગામે રહેતા રાજુ ધીરૂભાઈ વેગડે જે તે સમયે જામીનખત અને જાત મુચરકા રજૂ કર્યા બાદ જામીનની શરતનો ભંગ કરી કોઈ કારણોસર મુદત તારીખે હાજર નહીં રહેતા તેમની સામે લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેવી જ રીતે ગત તા. ર6/7ના રોજ રાજુલા કડીયાળી ગામે રહેતા ભુપત લખમણભાઈ શિયાળે પણ જામીનની શરતનો ભંગ કરી પરીયાપ્‍ત કારણો વગર મુદત તારીખમાં હાજર નહી રહેતા તેમની સામે પણ લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.


ધર્મની બાબત અંગે કોઈનાં સર્ટીફીકેટની જરૂર નથી : રાહુલ ગાંધી

ધર્મની બાબત અંગત હોય છે તેના પ્રચારની જરૂર નથી

ધર્મની બાબત અંગે કોઈનાં સર્ટીફીકેટની જરૂર નથી : રાહુલ ગાંધી

અમરેલીમાં રાહુલ ગાંધીએ તેઓ અને તેઓનો પરિવાર શિવભકત હોવાનું જણાવ્‍યું

અમરેલી, તા. 30 અમરેલીમાં રાહુલ ગાંધીએ પોતે અને પોતાનો પરિવાર શિવભકત હોવાનું જણાવીને હરીફોને બચાવની સ્‍થિતિમાં મુકી દીધા છે. સોમનાથ ખાતે રાહુલ ગાંધીએ દર્શન કર્યા બાદ મીડીયા જગતમાં હંગામો મચી ગયા બાદ રાહુલ ગાંધીએ આજે વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજેલ જેમાં તેઓએ સ્‍પષ્‍ટ જણાવ્‍યું હતું કે તેઓ અને તેમનો પરિવાર શિવભકત હોવાનું જણાવ્‍યું હતું. આક્રમક શૈલીમાં રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે, ધર્મની બાબત અંગત હોય છે. અને ધર્મના નામે રાજકારણ કરવાનું ના હોય અને તેઓને ધર્મ અંગે કોઈનાં સર્ટિફીકેટની જરૂર નથી તેમ જણાવીનેમીડીયા જગત અને હરીફપક્ષમાં ચાલતી ગતિવિધી પર પુર્ણ વિરામ મુકી દીધું છે.


દેશનાં ચોરોએ કાળુ ધન પાછલા દરવાજે સફેદ કર્યુ

લાઠીમાં કોંગ્રેસ ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીનાં ભાજપ સરકાર પર શાબ્‍દિક પ્રહારો

દેશનાં ચોરોએ કાળુ ધન પાછલા દરવાજે સફેદ કર્યુ

પ્રધાનમંત્રી આંખમાં આંસું લાવીને દેશની જનતાને ગુમરાહ કરી રહૃાા છે

અમરેલી, તા. 30 દેશના પ્રધાનમંત્રીએ નોટબંધી અને જીએસટીના મનઘડત નિર્ણયો કરીને દેશની જનતાની હાલત કફોડી બનાવી દીધાનો આક્ષેપ કોંગી ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ કર્યો હતો. અમરેલીમાં રાત્રી રોકાણ કરીને આજે લાઠી ખાતે કોંગી ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરના પ્રચાર અર્થે યોજાયેલ જનસભામાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે ભાજપ સરકાર બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, મોંઘવારી દૂર કરવામાં સદંતર નિષ્‍ફળ રહી છે. વધુમાં જણાવેલ છે કે કપાસ, મગફળીના પુરતા ભાવ ખેડૂતોને મળતા નથી અને નોટબંધીના કારણે દેશની કરોડોની જનતા લાઈનમાં આવી ગઈ અને ચોરોએ તેમનું કાળુ ધન બેન્‍કના પાછલા દરવાજેથી સફેદકરાવી લીધુ અને 100થી વધારે નિર્દોષ લોકોનાં    અકાળે મોતને ભેટી ગયા હતા. આ તકે કોંગી પ્રભારી અશોક ગેહલોત, અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણી, કોંગી ઉમેદવાર વિરજી ઠુંમર, પૂર્વ ધારાસભ્‍ય ઠાકરશીભાઈ મેતલીયા, જીતુભાઈ વાળા, મયુર આસોદરીયા, જેનીબેન ઠુંમર સહિતના કોંગી આગેવાનો અને વિશાળ જનમેદની ઉપસ્‍થિત રહી હતી.


રાજુલામાં કોંગ્રેસનાં ઉમેદવાર અંબરીશ ડેરનાં સમર્થનમાં કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર જોડાયા

રાજુલા વિધાનસભાની ચૂંટણીનો જંગ જામતો જાય છે. તેમાં આજરોજ અંબરીશભાઈ ડેરના કે જે કોંગ્રેસના ઉમેદવાર છે. તેના પ્રચાર અર્થે વિશ્‍વના ખ્‍યાતનામ કલાકારો એવા કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર તથા વિવિધ કલાકારો દ્વારા આજરોજ વિવિધ ગામોમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામાં આવેલ છે. અને આ ચૂંટણી પ્રચાર દરમ્‍યાન ઠેર ઠેર લોકોને અંબરીશભાઈ સમર્થન મળી રહેલ છે. આવા જોરદાર સમર્થનથી ભાજપછાવણીમાં સોંપો પડી ગયેલ છે. આજરોજ ચાંચબંદર, ખેરા, પટવા, સમઢીયાળા, બર્બટાણા, મોટી ખેરાળી, ખારી, છાપરી, ડોળીયા, બાલાપર, મસુન્‍ડરા તેમજ ડુંગરમાં એક જંગી જાહેર સભામાં કોંગ્રેસના અગ્રણી એવા શહેનાઝબેન બાબી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર દ્વારા આ સભાને ગજવી હતી અને સોરઠના સિંહની જેમ શહેનાઝબેન બાબી દ્વારા ભાજપના શાસનની જોરદાર ઝાટકણી કાઢી હતી. અને પોતાની આગવી શૈલીમાં તેજાબી વકતવ્‍ય આપેલ હતું. તથા કિર્તીદાન ગઢવી દ્વારા પણ સારૂ વકતવ્‍ય આપેલ હતું. ડુંગર ગામે યોજાયેલ સભામાં બાબુભાઈ રામ, બાબુભાઈ જાલંધરા, દિપકભાઈ ત્રિવેદી, જીકારભાઈ વાઘ, એહમદભાઈ, અલારખભાઈ, હાદાભાઈ, બાલુભાઈ, ભીખાભાઈ, માધાભાઈ, રફીકભાઈ, આઈયા વાળા, બબાભાઈ, મથુરભાઈ વાણીયા તથા વિવિધ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા. ડુંગરની જાહેર સભામાં 1પ00 થી ર000 લોકો ઉપસ્‍થિત રહેલ હતા. અને અંબરીશભાઈ ડેરને જોરદાર સમર્થન પ્રાપ્‍ત થયેલ છે. આ સભામાં બાબુભાઈ રામ દ્વારા પોતાની આગવી શૈલીમાં હાલના ધારાસભ્‍યની ર0 વર્ષના કામની ઝાટકણી કાઢેલ હતી. તથા માયાભાઈ દ્વારા ખૂબ જ રમૂજી શૈલીમાં લોકોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરેલ હતા.


ચલાલાના સમસ્‍ત કોળી સમાજમાં દિલીપ સંઘાણીને વિજયી બનાવવાથનગનાટ

ધારી-બગસરા-ખાંભા-ચલાલા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણીને વિજયી બનાવવા માટે દરેક સમાજ તેમને ખુલ્‍લુ સમર્થન કરી રહયા છે. આજે મનીષભાઇ સંઘાણીની હાજરી ચલાલામાં સમસ્‍ત કોળી સમાજની દિલીપભાઇ સંઘાણીના સમર્થનમાં મીટીંગ મળી. તેમાં ચલાલા સમસ્‍ત કોળી સમાજનું દિલીપભાઈ સંઘાણીને જબ્‍બરૂ સમર્થન દિલીપભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવવા હરેશભાઈ મકવાણા (ધારી)ની આગેવાનીમાં ચલાલા આગેવાન મનસુખભાઇ સાપરીયા અને વિક્રમ ડાબસરા, ડો. સાપરીયાની હાંકલ. આ મીટીંગમાં શૈલેષભાઈ પાટડીયા. ગોવિંદભાઈ નગવડીયા, ધીરૂભાઇ બજાણીયા, ચતુરભાઇ ચુરેલા, અશોકભાઇ પાટડીયા, મનીષભાઇ સાપરીયા, રસીકભાઇ સરોલા, ગોવિંદભાઈ સાપરીયા તથા ચલાલા શહેરમાંથી સમસ્‍ત કોળી સમાજ હાજર રહયા હતા.


રાજુલાનાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરને તમામ વર્ગનું સમર્થન

રાજુલા કોંગ્રેસ પક્ષના ઉમેદવારઅંબરીશભાઈ ડેરની ઈ-કોમ્‍પ્‍લેક્ષના કોન્‍ટ્રાકટર અને વર્કરો સાથેની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખૂબ મોટી સંખ્‍યામાં કોન્‍ટ્રાકટરો અને વર્કરો ઉપસ્‍થિત રહયા હતા. આ મિટીંગનું આયોજન કોવાયા કરાણના હનુમાનજી દાદાના મંદિરના સાનિઘ્‍યમાં રાખવામાં આવેલ હતી. જેમાં કોન્‍ટ્રાકટરો અને વર્કરોએ પોતાના અનેક પ્રશ્‍નો કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેરની સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં રાજુલા-98 વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અંબરીશભાઈ ડેર દ્વારા જણાવવામાં આવેલ કે જો આ વિસ્‍તારની જનતા અને તમારા લોકોના રૂડા આશીર્વાદ હશે અને જો મને સેવા કરવાની તક મળશે તો જરૂર તમારા આ બધા પ્રશ્‍નોનું સાનુકુળતા ભર્યા વાતાવરણમાં નિરાકરણ લાવીશ અને સર્વ લોકોના કામ હંમેશા કરતો રહીશ તેવી હું તમને ખાત્રી આપું છું. આ વિસ્‍તારમાં આવેલ તમામ કંપનીઓ જે કર્મચારીઓનું અને કોન્‍ટ્રાકટરોનું જે શોષણ કરે છે અને કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં વળતર નથી મળતું અને કોન્‍ટ્રાકટર ભાઈઓના ટાઈમ ટુ ટાઈમ જે બીલો પાસ થતા નથી. જેના લીધે અનેક ગરીબ પરિવારને પોતાનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્‍કેલી પડતી હોય છે. તે હું ખૂબ સારી રીતે જાણું છું અને આ બધી પરિસ્‍થિતિમાંથી હું ખુદ પસાર થયો છું. આથી આ તમામ પરિસ્‍થિતિ હું ખૂબસારી રીતે જાણી શકું છું કે આપને ઘરે કેટલી મુશ્‍કેલીઓ ઉભી થતી હોય છે. ટાઈમ ટુ ટાઈમ પગાર ન થતા તે હું એકદમ સ્‍પષ્‍ટપણે જાણું છું. ઈ-કોમ્‍પ્‍લેક્ષ કંપનીએ થોડા મહિનાઓ પહેલા પ00 થી 700 બેરોજગાર યુવાનોની ભરતી કરી હતી અને આ ભરતી કરેલ તમામ યુવાનોને આ કંપનીએ ટૂંક સમય રાખી અને નોકરીએથી કાઢી મુકયા હતા. જેના પાછળ માત્ર અને માત્ર રાજય અને ભાજપની સરકારનું એક મસમોટુ ષડયંત્ર હતું. તેવું અંબરીશભાઈ ડેરે સ્‍પષ્‍ટપણે એટલા માટે કહી રહયો છું કે આના પાછળ ભાજપની સરકારનો મુખ્‍ય હેતુ ગુજરાતની યુવા બેરોજગારી દર ઘટાડવાનો હતો. જયારે આ તમામ યુવાનોને નોકરીએથી કાઢી નાખ્‍યા ત્‍યારે આ તમામ યુવાનોની સાથે અંબરીશભાઈ ડેર ત્‍યારે આગળ આવ્‍યા હતા. અને આ કંપની સામે પગલા લેવા માટે જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરી હતી અને આની પેલા પણ ઈ-કોમ્‍પ્‍લેક્ષ કંપનીએ કોન્‍ટ્રાકટરોને પૈસા નથી આપતી ત્‍યારે પણ અંબરીશભાઈ ડેરે આ તમામ કોન્‍ટ્રાકટરોની મદદે આવ્‍યા હતા. આથી જ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને સર્વના લોક લાડીલા એવા અંબરીશભાઈ ડેરની આ વિસ્‍તારમાં આટલી બધી લોકચાહના છે. અને આ વિસ્‍તારના તમામ યુવાનો અને વડીલોના દિલમાં અંબરીશભાઈ ડેર રાજ કરે છે. કારણ કે અંબરીશભાઈ ડેરે અડધી રાતનો હોકારો છેઅને જમીન પર રહી અને સર્વ લોકોની સાથે રહી અને કામ કરતા રહે છે. આટલા માટે જ આ વિસ્‍તારના તમામ લોકો કહે છે કે અંબરીશભાઈ ડેર તુમ આગે બઢો હમ તુમ્‍હારે સાથ હૈ અને કોંગ્રેસ જ આવા અવનવા સ્‍લોગન લોકોના મુખે સાંભળી રહયા છે. આ મિટીંગમાં મીઠાભાઈ લાખણોત્રા, આતાભાઈ દુલાભાઈ, ગભરૂભાઈ, શીવાભાઈ અને વિશાળ સંખ્‍યામાં સર્વ જ્ઞાતિના યુવાનો ઉપસ્‍થિત રહયા હતા.


અવસાન નોંધ

અવસાન નોંધ

મોટી કુંકાવાવ : મોટી કુંકાવાવ નિવાસી તપોધન બ્રાહ્મણ મનસુખલાલ કરૂણાશંકર જોષી, ઉ.વ. 84, તે ઉપેન્‍દ્રભાઈ (મુંબઈ) ભારતભૂષણભાઈ (કુંકાવાવ) નયનાબેન રમેશકુમાર જોષી (કલ્‍યાણ) તેમજ નિતાબેન હર્ષદરાય જોષી (બોરીવલી)ના પિતાશ્રી તેમજ આદિત્‍ય ત્‍થા હિરલના દાદાનું તા. ર8/11 ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ર/1ર ને શનિવારનાં રોજ સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન નિલકંઠ પાર્ક (જીન પ્‍લોટ) મોટી કુંકાવાવ ખાતે રાખેલ છે. સાવરકુંડલા : હાજીયાણી રજીયાબાનુ તે હાજી અશરફખાન પઠાણ (હેડ કોન્‍સ.)ના ઔરતનું તા. 30/11 નાં રોજ અવસાન થયેલ છે. તેમની જીયારત તા. ર/1ર ને શનિવારે સવારે 10 થી 11 સુધી નવા કબ્રસ્‍તાનમાં મસ્‍જીદે ઉસ્‍માન ઉચરમાં રાખેલ છે. ઔરતની જીયારત તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. તે અયુબખાન હાજી અલારખભાઈ પઠાણ (એસ.ટી.ડ્રાઈવર)ના ભાભી થાય.


બાબરામાં ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનાં સમર્થનમાં ગ્રામ્‍ય વિસ્‍તારથી લઈને કાર્યાલય સુધી બેઠકોનો ધમધમાટ

બાબરામાં મઘ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલય ખાતે તાલુકા ભાજપની બેઠક પ્રમુખ નીતિનભાઈ રાઠોડના અઘ્‍યક્ષ સ્‍થાને મળી હતી. આ બેઠકમાં હિમાચલ પ્રદેશના મનાલી વિસ્‍તારના ધારાસભ્‍ય ગોવિંદજી ઠાકુર, વીરેન્‍દ્ર કવર, ભુપેન્‍દ્રભાઈ બસિયા ર્ેારા તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં માર્કેટીંગયાર્ડનાં ચેરમેન જીવાજીભાઈ રાઠોડ, મહેશભાઈ ભાયાણી, બહાદુરભાઈ બકોતરા, જગદીશભાઈ નાકરાણી, વિનુભાઈ ડોબરીયા, જીવનભાઈ પીઢડિયા, પ્રવીણભાઈ દાફડા, ધીરુભાઈ ભેસાણીયા, અશ્‍વિનભાઈ ઓડિયા, વિહાભાઈ વાઢિયા, સુરેશભાઈ ધાખડા, રમેશભાઈ પાડલીયા, દિલીપભાઈ મહેતા, વિપુલભાઈ કાચેલા, સહિતના તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરામાં કોળી સમાજ ર્ેારા ભાજપના ઉમેદવાર ગોપાલભાઈનું સમર્થન કરી સન્‍માન કર્યુ. બાબરા ખાતે અહીં આવેલ પ્રેમવતી હોલમાં બાબરા તાલુકાના     કોળી સમાજના આગેવાનો અને લોકો ર્ેારા ભાજપના ઉમેદવાર અને ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાના સમર્થનમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને કોળી સમાજના આગેવાનો ર્ેારા સમર્થન કરી ભવ્‍ય સન્‍માન કર્યુહતું. આ તકે ભાજપ અગ્રણી ભુપેન્‍દ્રભાઈ બસિયા, જગદીશભાઈ નાકરાણી, વિનુભાઈ વાઘેલા, અંકુરભાઈ જસાણી, શૈલેષભાઈ કુબાવત, ગોરધનભાઈ વૈદ્ય, લાલભાઈ ગોહિલ, ધીરુભાઈ જાદવ, ભાવેશભાઈ સરવૈયા, સહિતના સ્‍થાનિક ભાજપ અગ્રણી અને કોળી સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરાના અમરાપરા ગામમા ભાજપનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કોંગ્રેસને  ભાજપ અગ્રણી ભુપેન્‍દ્ર બસિયાએ આડે હાથ લીધેલ છે. બાબરાના અમરાપરા ગામે ગત મોડી રાતે ભાજપની સભા યોજાય હતી. જેમા ગામની મહિલાઓ અને સ્‍થાનિક આગેવાનો અને લોકો ઉપસ્‍થિત રહૃાા હતા. હિમાચલ પ્રદેશના ધારાસભ્‍ય ગોવિંદજી ઠાકુરજી, જિલ્‍લા ભાજપ અગ્રણી ભુપેન્‍દ્રભાઈ બસિયા, દીનેશજી ગોયલ, પુષ્‍પેન્‍દ્ર દીક્ષિત, જગદીશભાઈ નાકરાણી જિલ્‍લા ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ જયાબેન ગેલાણી, લતાબેન ચુડાસમા, તારાબેન માંડાણી, રાજુભાઈ સોરઠીયા, સુરેશભાઈ ધાખડા, સહિતના ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. આ બેઠકમાં જીલ્‍લા ભાજપ અગ્રણી ભુપેન્‍દ્રભાઈ બસિયા ર્ેારા રાજય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને ભાજપના ઉમેદવારે ગોપાલભાઈ વસ્‍તરપરાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા હાકલ કરી હતી.


01-12-2017

thumbnail of AMRELI EXPRESS