Main Menu

December, 2017

 

અમરેલી જિલ્‍લામાં પ્રાથમિક શિક્ષણની હાલત કફોડી

આરટીઈ કાયદાનું કડક પાલન થતું નથી : એનએસયુઆઈ
અમરેલી જિલ્‍લામાં પ્રાથમિક શિક્ષણની હાલત કફોડી
અમરેલી, તા. 30
હાલમાં જ હાઈકોર્ટ ર્ેારા સરકારના ફી નિયમન કાયદાને બહાલી આપવામાં આવી છે. ત્‍યારે હવે સરકાર ર્ેારા કેટલી કડકાઈથી આ કાયદાની અમલવારી કરાવાય છે તે આગળ જોવાનું રહૃાું. પરંતુ હાલ અમરેલી પ્રાથમિક શિક્ષણ વિભાગની સ્‍થિતિ અત્‍યંત દયનીય બની જવા પામી છે, અમરેલી જીલ્‍લાની ખાનગી શાળાના સંચાલકો સરકારના આરટીઈએકટને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહૃાું છે અને આ બધુ શિક્ષણ વિભાગની રહેમરાહ હેઠળ થતુ હોય તેવુ લાગી રહૃાું છે.
અમરેલી જીલ્‍લાની અનેક પ્રાથમિક શાળાઓમાં આરટીઈ ના નિયમોનું પાલન થતું નથી, અનેક શાળામાં આરટીઈ મુજબની સુવિધાઓ નથી તેમ છતા આ શાળાઓ ધમધોકાર ચાલી રહી છે, શાળામાં મનફાવે તેટલી ફી વસુલવામાં આવી રહી છે, જયારે તેની સામે સુવિધા આપવામાં સદંતર નિષ્‍ફળરહી છે. આવી અનેક સમસ્‍યા હોવા છતાં શિક્ષણ વિભાગ ઘોર નીંદ્રામાં પોઠી રહૃાું હોય તેવુ લાગી રહૃાું છે.
અમરેલી જીલ્‍લામાં પ્રાથમિક શિક્ષણાધીકારીની રેગ્‍યુલર નીમણુંક કરાઈ નથી જેથી પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ અન્‍ય અધિકારીને સોંપવામાં આવ્‍યો છે, શિક્ષણ વિભાગની કચેરીમાં પણ હાલ અપુરતો સ્‍ટાફ હોવાથી યોગ્‍ય કામગીરી પણ થતી નથી, મોટા ભાગની જગ્‍યા ખાલી છે. જયારે પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળની અમરેલી શહેરમાં આવેલી અન્‍ય કેટલીક કચેરીઓમાં તો કર્મચારીને લીલાલહેર હોય તેવુ લાગી રહૃાું છે, પ્રાથમિક શિક્ષણને સુધારવાની કામગીરી અને જે કામગીરી માટે તેમની નીમણુંક કરવામાં આવી છે તે કામગીરી કરવાના બદલે મોટા ભાગે ફોન પર વ્‍યસ્‍ત જોવા મળે છે. આગામી દિવસોમાં આવા કર્મચારીઓના નામ અને ફોટો સાથે શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવશે.
અમરેલી શહેરમાં ચાલી રહેલા શિક્ષણના હાટડાઓ પર લગામ લગાવવી જરૂરી છે, પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી પ્રાથમિક શાળાઓમાં આરટીઈ એકટનો કડક રીતે પાલન કરવામાં આવે એ પણ જરૂરી છે. શિક્ષણ વિભાગ ર્ેારા આ તમામ બાબતોમાં ઘ્‍યાન આપવામાં નહી આવે તો આગામી દિવસોમાં અમરેલી જીલ્‍લા એનએસયુઆઈ ર્ેારા કલેકટર મારફત શિક્ષણમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવશે તથા જરૂર જણાશેતો વાલી મંડળને સાથે રાખી આંદોલન પણ કરવામાં આવશે તેવુ અમરેલી જીલ્‍લા એનએસયુઆઈ ના મહામંત્રી દિલીપ સોલંકી ર્ેારા જણાવવામાં આવેલ છે.

ધારીમાં વરલી-મટકાનાં જુગાર સામે પોલીસની લાલઆંખ

અમરેલી, તા. 30
ધારી પીએસઆઈ સંગલીયાએ જાહેરમાં વરલી-મટકનો જુગાર રમાડનાર કનૈયાલાલ ઉર્ફે કાના જયસ્‍વાલની રૂપિયા 7ર60નાં મુદામાલ સાથે અટકાયત કરી છે.

સાવરકુંડલાનાં બાઢડા ગામનાં યુવકની ચોરીની શંકાથી ધોલાઈ કરાઈ

અમરેલી, તા. 30
સાવરકુંડલાનાં બાઢડા ગામનાં અને હાલ અમદાવાદ ખાતે રહેતા યુવકની 3 શખ્‍સોએ ચોરી કરી હોવાની આશંકાથી ધોલાઈ  કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાયેલ છે.
વિગત એવા પ્રકારની છે કે બાઢડાનાં અને હાલ અમદાવાદ ખાતે રહેતાં મનિષ ઉર્ફે મેહુલ દેવાણી પર કપાસની ચોરીની આશંકાથી જાંબાળનાં હરેશભાઈ દરબાર, જયદિપભાઈ અને એક દાઢીવાળા સહિત 3 શખ્‍સોએ તેનુ અપહરણ કરીને જાંબાળની સીમમાં ભરડીયા પાસે આવેલ વાડીએ લઈ બેફામ માર માર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાતા તપાસ શરૂ થઈ છે.

અમરેલી જિલ્‍લામાં જનઆરોગ્‍ય સાથે ખુલ્‍લેઆમ ચેડા

પાણીપુરીની રેંકડીથી લઈને આલીશાન હોટેલમાં નિયમોનો ઉલાળીયો
અમરેલી જિલ્‍લામાં જનઆરોગ્‍ય સાથે ખુલ્‍લેઆમ ચેડા
વાસી અને હલ્‍કી ગુણવત્તાનો ખોરાક ખુલ્‍લેઆમ વેચાતો હોવા છતાં પણ તપાસ થતી નથી
અમરેલી, તા. 30
અમરેલી જિલ્‍લામાં પાણીપુરીની રેંકડીથી લઈને ડેરીફાર્મ, બેકરી, રેસ્‍ટોરન્‍ટ અને આલીશાન હોટેલોમાં ખાદ્ય સામગ્રીમાં વ્‍યાપક પ્રમાણમાં ગોલમાલ કરીને જનઆરોગ્‍ય સાથે ખુલ્‍લેઆમ ચેડા થઈ રહૃાા હોય ફુડ અને આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા યુઘ્‍ધનાં ધોરણે વ્‍યાપક પ્રમાણમાં ચેકીંગ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.
અમરેલી જિલ્‍લામાં 300 ઉપરાંતની રેંકડીઓમાં આરોગ્‍યને હાનીકારક પાણીપુરીનું વેચાણ થઈ રહૃાું છે. તેમજ ડેરીફાર્મમાં વાસી મીઠાઈ, બેકરીમાં બ્રેડથી લઈને બટર સુધી વ્‍યાપક પ્રમાણમાં મીલાવટ કરવામાં આવી રહી છે.
તદઉપરાંત ઢોસા, પાંઉભાજી, સેન્‍ડવીચ, ચાઈનીશ, પીઝાસહિતની ખાદ્ય સામગ્રીમાં પણ હલ્‍કી અને વાસી ગુણવત્તાની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહૃાો છે. તેમજ આલીશાન કહી શકાય તેવી હોટેલોમાં પણ ગુણવત્તા જળવાતી ન હોવાની ફરિયાદ ઉભી થઈ રહી છે.
જિલ્‍લામાં નફાની લાલચમાં વેચારીઓ જનઆરોગ્‍ય સાથે ઘણા સમયથી ચેડા કરી રહૃાા હોવા છતાં પણ ફુડ વિભાગ ઘ્‍વારા કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી જિલ્‍લાની જનતા અવનવા રોગનો શિકાર બની રહી હોય યુઘ્‍ધનાં ધોરણે તપાસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ રહી છે.

અમરેલીનો ચકકરગઢ રોડ બિસ્‍માર બનતા રોષ : આગામી પાંચ દિવસમાં માર્ગનું કામ શરૂ નહી થાય તો આંદોલનની ચીમકી

દરરોજ હજારોની સંખ્‍યામાં વાહનોની આવન-જાવન છતાં પણ
અમરેલીનો ચકકરગઢ રોડ બિસ્‍માર બનતા રોષ
આગામી પાંચ દિવસમાં માર્ગનું કામ શરૂ નહી થાય તો સંજયભાઈ રામાણીની આંદોલનની ચીમકી
અમરેલી, તા. 30
અમરેલી શહેરનાં હાર્દસમા અને જયાંથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે અને સાંસદનું રહેણાંક જયાં આવેલ છે તેવા ચકકરગઢ માર્ગની હાલત અતી કફોડી બનતા આ માર્ગનાં દુકાનધારકો, રહેવાસીઓ અને વાહનચાલકોમાં ભારે રોષનું વાતાવરણ ઉભુ થયું છે.
આ અંગે અમરેલીનાં જાગૃત્ત નાગરિક અને નગરસેવિકા કોમલબેનનાં પતિ સંજય રામાણીએ આ માર્ગની મરામત પાંચ દિવસમાં શરૂ ન થાય તો જનઆંદોલન કરવાની ચીમકી આપી છે.
નિવેદનમાં જણાવેલ છે કે, અમરેલી શહેરનાં ચકકરગઢ રોડ ઉપર ઘણા સમયથી ભુગર્ભ ગટરનું કામ પૂર્ણ થયેલ હોય તો આ રોડ પર વહેલીતકે સીસી ટ્રીમીકસ રોડ તેમજ ડામર પેવર રોડ કરવા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. અમરેલી શહેરનાં ચકકરગઢ મેઈન રોડની કામની ઓફિસીયલી પ્રક્રિયા પરીપૂર્ણ થયેલી હોવાથી હજી સુધીમાં કામ શરૂ કરવામાં આવેલ નથી. ટેન્‍ડર પણ બહાર પડી ગયેલ હોય તે ટેન્‍ડરને ખોલવામાં આવેલ હોય. એજન્‍સીને કામગીરી પણ આપવામાં આવેલ હોય, વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-ર017નું જાહેરનામુબહાર પડયું તે પહેલા વર્ક ઓર્ડર ઈસ્‍યુ કરવામાં આવેલ હોવા છતાં પણ કેવા કારણોસર કામગીરી શરૂ કરવામાં આવેલ નથી ? વહેલીતકે અમરેલી શહેરનાં ચકકરગઢ મેઈન રોડ પર ભુગર્ભ ગટરનાં કારણે તુટેલ રોડને સીસી ટ્રીમીકસ તેમજ ડામર પેવર રોડ કરવાની કામગીરી શરૂ કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા નહી તો જનઆંદોલન કરવાની ચીમકી અંતમાં આપેલ છે.

આલે લે : આંબરડી-જાંબાળ માર્ગ પર આવેલ બિસ્‍માર પુલમાં કન્‍ટેનર ખાબકતા અફડા-તફડી

બિસ્‍માર પુલની માર્ગ-મકાન વિભાગ મરામત કરાવે તેવી માંગ
અમરેલી,  તા. 30
સાવરકુંડલામાંથી પસાર થતો અંબાજી પીપાવાવ નેશનલ હાઈ-વે પર આંબરડી અને જાંબાળ ગામ વચ્‍ચે આવેલો લિંબાળા પુલ ગત ચોમાસામાં તુટી ગયેલા પુલ હજુ સુધી જૈસે થે ની સ્‍થિતિમાં હોવાના કારણે છાશવારે નાના-મોટા અકસ્‍માતો બનતા રહે છે. નવા પુલનો કોન્‍ટ્રાકટ અપાઈ ગયો હોવા છતાં કામગીરી શૂન્‍ય છે.
મળતી વિગત મુજબ ગતરાત્રીના પિપાવાવ તરફથી સિમેન્‍ટ ભરી અમરેલી તરફ જઈ રહેલ કન્‍ટેનર એકિસડેન્‍ટ ઝોનના તુટી ગયેલા પુલની આગળ – પાછળ વળાંકમાં કોઈ દીશા કે સંકેત સૂચક બોર્ડ નહી હોવાના અભાવે નેશનલ હાઈ-વે પરથી પસાર થતા વાહન ચાલકો થાપ ખાઈ જાય છે. વળાંકમાંથી પસાર થતું આ કન્‍ટેનર સીધુ પુલ નીચે ધડાકાભેર ખાબકી પડયું હતું. કન્‍ટેનરમાં ડ્રાઈવર એકલો જ હોય સદનસીબે જાનહાનિ ટળી હતી.
અંબાજી-પીપાવાવ સાથે જોડાયેલા આ હાઈ-વે પર રોજબરોજ હજજારો વાહનોની અવર-જવર થતી હોય તુટેલાપુલના કારણે વાહન ચાલકો પરેશાની ભોગવી રહયા છે. કામગીરીના અભાવે કોઈ ગંભીર અકસ્‍માત ઘટે તે પહેલા તંત્ર દ્વારા તાત્‍કાલિક ધોરણે નવા પુલની કામગીરી શરૂ થાય અને પુલની આગળ પાછળ દિશા સૂચક રેડીયમ પટ્ટી વાળા બોર્ડ ઝડપથી મુકાય તેવી માંગ આંબરડીના પુર્વ ઉપસરપંચ દિપકભાઈ સભાયાએ જણાવ્‍યું હતું.

મોટા ઝીંઝુડા આરોગ્‍ય કેન્‍દ્ર ર્ેારા આરોગ્‍ય ચકાસણી કરાઈ

સરકારના સ્‍કૂલ હેલ્‍થ પ્રોગ્રામ અંતર્ગત મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જે.એચ. પટેલ જીલ્‍લા આરસીએચઓ ડો.આર.કે. જાટ અને ટી.એચ.ઓ. ડો. મીના તથા મેડિકલ ઓફીસર ડો. ચિંતન ભંડેરી પ્રા.આ.કે. મોટા ઝીંઝુડાના સૂચનાથી તથા આરબીએસકે મેડિકલ ઓફીસર ડો. હિરલબેન ઠુંમર તથા ડો. પ્રકાશ ચૌહાણ તથા ફિમેલ સુપરવાઈઝર સી.એન. અગ્રાવત મેઈલ સુપરવાઈઝર આર.યુ. મહિડા, ના માર્ગદર્શન નીચે મોટા જીંજુડામાં આગેવાન કેશુભાઈ સુહાગીયા, પીયાવામાં જીલ્‍લા પંચાયત સદસ્‍ય ભરતભાઈ ગીડા, વાંશીયાળીમાં સરપંચ શાંતીભાઈ બગડા, વીરડીમાં સરપંચ લાડુબેન ડાભી ર્ેારા શાળા આરોગ્‍ય કાર્યક્રમનું ઉદ્યઘાટન કરવામાં આવ્‍યું.ત્‍યારબાદ સ્‍કૂલની સાફસફાઈ, સ્‍કૂલના બાળકોની આરોગ્‍ય તપાસણી અંગે, સ્‍વચ્‍છતા, તમાકુ નીયંત્રણ, રોગોથી કેવી રીતે બચવુ તે અંગે સમજાવવામાં આવ્‍યું. આ પ્રોગ્રામને સફળ બનાવવા મોટા જીંજુડા આચાર્ય અમુલભાઈ રતનપરા, પીયાવા આચાર્ય મહમંદભાઈ ચૌહાણ, વીરડી આચાર્ય નયનભાઈ ભટ્ટ,          વાંશીયાળી આચાર્ય સી.વી. ભીમાણી તથા એ.પી.એચ.ડબલ્‍યુ. એન.કે. વિંઝુડા, પી.જે. હેલૈયા, જી.વી. લાઘવા, એચ.જે. ચાવડા, એફ.એચ.ડબલ્‍યુ, એ.જી. ગૌસ્‍વામી, જયાબેન બગડા, હેતલબેન નિમાવત તથા શિક્ષક સ્‍ટાફ તથા આશાબહેનો આંગણવાડી બહેનો કાર્યરત રહેલ હતા.

સાવરકુંડલામાં રાષ્‍ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી

ગ્રાહકોમાં નવી જાગૃતિ આવે તેમાટે ર4 ડિસેમ્‍બરથી એક સપ્‍તાહ સુધી જુદી જુદી જગ્‍યાએ સાવરકુંડલામાં માર્ગદર્શન આપવામાં આવેલ. લોકો લોભામણી સ્‍કીમોમાં ન આવી જાય તે માટે, સોસાયટી, સ્‍કૂલોમાં આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ રમેશભાઈ હિરાણી સતત ગ્રાહક જાગૃતિનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

આલેલે : પશુઓનાં અવેડાને માટીથી બુરી દેવાનો પ્રયાશ

સાવરકુંડલાનાં કાનાતળાવ ગામે અજાણ્‍યા શખ્‍સોનું કારસ્‍તાન
આલેલે : પશુઓનાં અવેડાને માટીથી બુરી દેવાનો પ્રયાશ
નિર્દોષ પશુઓ એકઅઠવાડીયાથી તરસ્‍યા રહેતાં પશુપાલકો લાલઘુમ
સાવરકુંડલા, તા. 30
સૌરાષ્‍ટ્રમાં પાણીનાં પરબ બંધાવાય છે. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ત્‍યારે સાવરકુંડલાનાં કાનાતળાવ ગામે મઘ્‍ય ચોકમાં આવેલ પશુઓનું વારીગૃહ (અવેડો) વર્ષોથી ભરવામાં આવે છે અને હજારો પશુઓ પોતાની તરસ છીપાવે છે. ત્‍યારે આ અવેડામાં છેલ્‍લા આઠ દિવસથી પાણીનું ટીપું નથી પડયું અને કેટલાંક અજાણ્‍યા લોકોએ માટીથી ભરી દીધો છે. ગામના ઉત્‍સાહી અને યુવાન સરપંચે ગામનાં વિકાસ માટે હરણફાળ ભરી છે. ત્‍યારે છેલ્‍લા આઠ દિવસથી બહારગામ ગયેલ સરપંચની ગેરહાજરીમાં કોઈ અજાણ્‍યા લોકો પશુઓના વેરી બની જતાં સરપંચની આ મિલ્‍કતોની રખેવાળી કરવાની પ્રાથમિક જવાબદારી હોય તેઓએ સાવરકુંડલા પોલીસ મથકે ફરિયાદ કરી યોગ્‍ય તપાસ કરવા અને શિક્ષાત્‍મક પગલા ભરવા માંગ કરેલ છે. સાથોસાથ તાલુકા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે. આ ઘટનાથી પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને તાત્‍કાલિક આ વારીગૃહ ભરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

અમરેલી વિદ્યાસભાનો રાષ્‍ટ્રીયકક્ષાની સ્‍પર્ધામાં દબદબો

નેશનલ પ્રો. માર્શલ આર્ટ લીગ-ર017 વારાણસી(યુ.પી.)ખાતે કરાટે, ટેકવોનડો, જુમાસાર, કીક બોકસીંગ, બોકસીંગ કુન – ફુ વગેરે અલગ-અલગસ્‍પર્ધામાં જુનીયર તથા સીનીયર બોયઝ વિભાગમાં કરાટેમાં ભાગ લઈ દેશ લેવે વિદ્યાસભા સ્‍કૂલ અને ગુજરાત રાજયનું ગૌરવ વધાયૂ હતું. જેમાં ર ગોલ્‍ડ મેડલ, પ સીલ્‍વર મેડલ, પ બ્રોન્‍ઝ મેડલ મેળવી અનેરૂ આકર્ષણ જમાવ્‍યું હતું. વિવિધ રાજયોના ખેલાડી વચ્‍ચે ઉત્‍કૃષ્‍પ્રદર્શન કરી 1ર મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્‍યું હતું. ઉલ્‍લેખનીય છે કે સરકાર તરફથી વિદ્યાસભા સ્‍કૂલને ડિસ્‍ટ્રીક લેવલ સ્‍પોર્ટ સ્‍કૂલ(મીકક) મળેલ હોઈ જે પુર્વ રમતક્ષેત્રમાં સંસ્‍થાએ ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્‍ત કરી છે. ત્‍યારે મીકક ની આગામી ર માસમાં શરૂઆત થવા જઈ રહી છે. ત્‍યારે આવનારા દિવસોમાં અનેક રમતોમાં અમરેલી જિલ્‍લાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પુરૂ પાડશે. સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ, ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ, સંસ્‍થાના ડાયરેકટર હસમુખભાઈ પટેલ તથા પ્રિન્‍સીપાલ અને શિક્ષકોએ તમામ સ્‍પર્ધકો અને કોચ પ્રશાંતભાઈ વણપરીયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા. ભવિષ્‍યમાં વધારે આગળ વધવા માટેની શુભકામના પાઠવી હતી.

31-12-2017

thumbnail of 31-12-2017


30-12-2017

thumbnail of 30-12-17


29-12-2017

thumbnail of 29-12-17


અમરેલીની દીપકહાઈસ્‍કૂલની વિદ્યાર્થીની ક્રિષ્‍ના મકવાણાનો માર્શલ આર્ટમાં ઉત્તમ દેખાવ

આંદામાન ખાતે યોજાયેલ રાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં
અમરેલીની દીપકહાઈસ્‍કૂલની વિદ્યાર્થીની ક્રિષ્‍ના મકવાણાનો માર્શલ આર્ટમાં ઉત્તમ દેખાવ
તલવારબાજીમાં બ્રોન્‍ઝ મેડલ મેળવી ગૌરવ વધાર્યું
અમરેલી, તા.ર7
અમરેલી દીપક હાઈસ્‍કૂલમાં ધોરણ-9માં અભ્‍યાસ કરતી મકવાણા ક્રિષ્‍ના કુલદીપભાઈએ તા.18/1રના રોજ યોજાયેલ સ્‍કાય માર્શલ આર્ટમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે અંડર-17 બોયઝ/ગર્લ્‍સમાં ભાગ લેવા માટે ગુજરાત રાજય તરફથી રાષ્‍ટ્રીય ટુર્નામેન્‍ટમાં આંદામાન નિકોબારમાં સ્‍કાય માર્શલ આર્ટ (તલવારબાજી)માં બ્રોન્‍ઝ મેડલ મેળવી સમગ્ર દેશ અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે. તેમજ દીપક હાઈસ્‍કૂલ તથા મકવાણા પરિવાર તથા વાળા પરિવારનું ગૌરવ વધારેલ છે.
સમગ્ર ગુજરાતની ટીમમાંથી એક માત્ર બ્રોન્‍ઝ મેડલ મેળવી વિજેતા થયેલ મકવાણા ક્રિષ્‍નાએ ગુજરાતનું પણ વિશેષ ગૌરવ વધારેલ છે. જે બદલ અભિનંદનની વર્ષા થયેલ છે.
કુ. ક્રિષ્‍ના મકવાણાના પિતાજી મકવાણા કુલદીપભાઈ આર. નાના આંકડીયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમના માતુશ્રી દુધાળા (લાઠી) પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમજ લાઠી-દુધાળા ખાતે આચાર્ય તરીકે નિલમબેન કે. વાળા ફરજ બજાવે છે. કુ. ક્રિષ્‍ના મકવાણાએ તાજેતરમાં અમદાવાદ મુકામે રાજયકક્ષામાં ખેલ મહાકુંભમાં ઝુડોની સ્‍પર્ધામાં ભાગ લઈ દ્વિતીય સ્‍થાન હાંસલ કરેલ છે.જે બદલ અભિનંદન વર્ષા થયેલ છે. તેમ કે.કે. વાળા જિલ્‍લા કોંગ્રેસ ઉપપ્રમુખની યાદીમાં જણાવાયું છે.

સાવરકુંડલાની પરિણીતાને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી

અમરેલી, તા. ર7
સાવરકુંડલા ગામે રહેતા શારદાબેન મનસુખભાઈરાઠોડની દિકરી ઈલાબેનને રાજુલા તાલુકાનાં જુની કાતર ગામે રહેતાં ધનજી બચુભાઈ જોગદીયા નામનાં ઈસમ સામે અગાઉ શારીરિક, માનસીક ત્રાસ આપવા સબબ ફરિયાદ નોંધાવેલ. જે ફરિયાદના મનદુઃખનાં કારણે ગત તા. 1/11 ના રોજ આરોપીએ ઘરે આવી ઝેરી દવા પી લઈ અને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી બાદમાં ગઈકાલે આરોપીએ આ મહિલાના ફોન ઉપર જો ફરિયાદ પાછી નહી ખેંચો અને છૂટાછેડા કરવાનો પ્રયત્‍ન કરશો તો ઈલાબેનને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં ખીજડીયા જંકશન નજીક દિયર ભાભીએ વિષપાન કરતાં ભાભીનું મૃત્‍યુ

અમરેલી, તા.ર7
અમરેલી નજીક આવેલ ટીંબા ગામે રહેતી એક 3પ વર્ષીય પરિણીતા તથા તેણીના પિત્રાઈ દિયરે ગઈકાલે સવારે ખીજડીયા જંકશન રેલ્‍વે સ્‍ટેશન નજીક કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતાં પરિણીતાનું ઝેરી દવા પી લેતાં મોત થયું હતું. જયારે તેણીના પિત્રાઈ દિયરને કોઈ અન્‍ય દવાખાને સારવારમાં ખસેડાયેલછે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી નજીક આવેલ ટીંબા ગામે રહેતાદિનેશભાઈ ધીરૂભાઈ વાઘેલાના પત્‍ની ભાવનાબેન તથા તેમના પિત્રાઈ ભાઈ વિજયે ગઈકાલે સવારે કોઈ અગમ્‍ય કારણોસર ખીજડીયા રેલ્‍વે સ્‍ટેશન પાસે ઝેરી દવા પી લેતાં ભાવનાબેનને પ્રથમ પોતાના ઘરે ટીંબા ગામે લઈ આવેલ અને બાદમાં તેણીના ભાઈ આવી જતા પ્રથમ મહુવા તાલુકાના કાળેલા ગામે ઝેર ઉતારવા માટે લઈ જવાયા હતા જયાં સારૂ નહીં થતાં આખરે અમરેલી દવાખાને લાવવામાં આવેલ. જયાં તેણીનું મોત થયું હતું.
જયારે પિત્રાઈ ભાઈ વિજયને તેમના ભાઈ કોઈ અન્‍ય જગ્‍યાએ સારવાર માટે લઈ ગયેલ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડીયાનાં દેવગામની પરિણીતા પર દુષ્‍કર્મ કરાયાની ફરિયાદથી ચકચાર

વહેલી સવારે દૂધ લેવા જતી વખતે બન્‍યો બનાવ
વડીયાનાં દેવગામની પરિણીતા પર દુષ્‍કર્મ કરાયાની ફરિયાદથી ચકચાર
કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
અમરેલી, તા.ર7
વડીયા તાલુકાના દેવગામે રહેતી એક પરિણીતા ગત તા.ર4ના રોજ સવારે દૂધ લેવા જતી હતી ત્‍યારે તે જ ગામે રહેતા જગદીશ પ્રેમજીભાઈ શેખવા નામના ઈસમે તેણીનું બાવડુ પકડી પોતાના ઘરમાં લઈ જઈ મોઢે ડૂચો મારી દઈ તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ બે વખત શરીર સંબંધ બાંધી ઢીકાપાટુનો માર મારી, જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

કુંકાવાવ નજીક ર બાઈક ધડાકાભેર સામસામે અથડાતા 1નું મૃત્‍યુ

જિલ્‍લાનાં માર્ગો જીવલેણબની ગયા
કુંકાવાવ નજીક ર બાઈક ધડાકાભેર સામસામે અથડાતા 1નું મૃત્‍યુ
નાની કુંકાવાવનાં સગીરનાં મૃત્‍યુથી શોકનો માહોલ
અમરેલી, તા. ર7
વડીયા તાલુકાના નાની કુંકાવાવ ગામે રહેતા સાગર ટપુભાઈ સોંદરવા નામના 17 વર્ષીય તરૂણ ગઈકાલે સાંજના સમયે મોટી કુંકાવાવથી પોતાના ગામ નાની કુંકાવાવ ગામે પોતાના હવાલા વાળા મોટર સાયકલ ઉપર જતા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા મોટર સાયકલનાં ચાલકે અથડાવી દેતાં સાગરને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જે પ્રથમ કુંકાવાવ દવાખાને ખસેડાયેલ જયાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડાતા તેમનું મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલાની સરકારી હોસ્‍પીટલ શોભાનાં ગાંઠીયા સમાન

અતિ આધુનિક મકાન બનાવ્‍યું ને તબીબોનો અભાવ
સાવરકુંડલાની સરકારી હોસ્‍પીટલ શોભાનાં ગાંઠીયા સમાન
તબીબોની નિમણુંક કરવામાં નહી આવે તો જનઆંદોલનની ચીમકી
સાવરકુંડલા, તા. ર7
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી કે.કે. હોસ્‍પીટલમાં અપુરતા સ્‍ટાફના કારણે શહેર તેમજ તાલુકાની જનતાને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. સરકારને વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ જ પગલા ન લેવાતા ગરીબ પરિવારોને આર્થિક તંગી હોવા છતાં સારવાર માટે પ્રાઈવેટ હોસ્‍પીટલોમાં સારવાર માટે જવાની ફરજ પડે છે. સરકાર ઘ્‍વારા કરોડો રૂપિયાના ખર્ચે નવી હોસ્‍પીટલનું બિલ્‍ડીંગ બનાવેલ. હાલ તબીબો ન હોવાનાં કારણે શોભાના ગાંઠીયા સમાન નજરે પડે છે.
અગાઉ સરકારમાં રજુઆતો કરવામાં આવેલ છે છતાં પણ સરકારઘ્‍વારા આરોગ્‍યના નામે થતી મોટી જાહેરાતો સિવાય કાંઈ જ કરી આપતા નથી. ત્‍યારે સમગ્ર તાલુકાની જનતા વતી સરકારને ફરીવાર અનુરોધ કરીએ છીએ. સરકાર ઘ્‍વારા પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
ગઈકાલે એક મહિલાને પ્રસૃતી માટે ડોકટર વગર ખૂબ જ મુશ્‍કેલી વેઠવી પડી હતી. ત્‍યારબાદ બહારથી ડોકટરને બોલાવી એમની પ્રસૃતી કરાવવામાં આવી હતી. હાલ હોસ્‍પીટલમાં ગાયનેક, ઓર્થોપેડીક, બાળરોગ, એમબીબીએસ, સ્‍કીન સ્‍પેશ્‍યાલીસ્‍ટ તેમજ આંખનાં ડોકટર્સ વિગેરે જેટલી જગ્‍યાઓ ખાલી હોય તાલુકામાં બનતી અકસ્‍માતની ઘટનાઓમાં ઈજાગ્રસ્‍તોને માત્ર ડ્રેસીંગ કરીને આગળના શહેરોમાં રીફર કરી આવામાં આવે છે. અને કયારેક સારવારનાં અભાવે કોઈ ઈજાગ્રસ્‍તને પોતાનો જીવ ગુમાવવાનો સમય આવે છે. ત્‍યારે રાજય સરકાર ઘ્‍વારા તાત્‍કાલીક ધોરણે બાકી રહેલ ખાલી જગ્‍યાઓ પર તબીબોની નિમણુંક કરી લોકોની મુશ્‍કેલીઓ દુર કરી આપવા તેમજ કરોડોનાં ખર્ચે નિર્માણ કરેલ નવા બિલ્‍ડીંગમાં લોકોને સુવિધાસભર સારવાર મળી રહે તેવા પગલા ભરવામાં નહી આવે તો જનતાને સાથે રાખી આંદોલનો કરી ગંભીર પ્રશ્‍ન સામે લડવાની ફરજ પડશે. આ બાબતની રજુઆત હિતેશ સરૈયાએ લાગતા વળગતા ખાતાઓમાં કરી છે.

દામનગર શહેરમાં મોટા ઉપાડે ઉભા કરાયેલ માસ્‍ક ટાવર શોભાના ગાંઠીયા સમાન બન્‍યા

દામનગર, તા.ર7
દામનગર નગરપાલિકા તંત્રએ ઉભા કરેલ બે માસ્‍ક ટાવર પૈકી 1 ટાવર કોઈ વાહન ચાલકે અથડાવતા નમી જતા ઉતારી લેવાયેલ અને એક ટાવર વૈજનાથ મંદિર સામે ચોકમાં ફોકસ બંધ હોય નગરપાલિકાએ લેખીતમાં કાયમી કનેકશન મીટરની રજૂઆત કરતા સ્‍થાનિક પીજીવીસીએલના ડેપ્‍યુટી એન્‍જીનીયર જોષીનો સંપર્ક કરતા વહેલામાં વહેલી તકે કનેકશન આપી શરૂ કરી દેવામાં આવશે અને અજવાળા પથરાશે તેમજણાવેલ.

ધારીના વેકરીયાપરાનાં ગરીબ પરિવારનો લાડલો લશ્‍કરમાં જોડાતાં હરખની હેલી

ધારી,  તા. ર7
ધારીના વેકરીયાપરામાં સામાન્‍ય પરિસ્‍થિતિમાં રહી મજુરી કરીપોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પિતાના એકના એક પુત્ર આર્મીમાં જોડાતા અતિ પ્રેરણાદાયક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.
અગાઉના સમયમાં ગુજરાતના યુવાનો ઓછા પ્રમાણમાં આર્મીમાં જોડાતા હતા. પરંતુ હવે ગ્રામ્‍ય વિસ્‍તારના યુવાનો પણ આર્મીમાં જોડાયને દેશ – સેવા કરવા તરફ અગ્રેસર થઈ રહયા છે. તેવા જ એક કિસ્‍સામાં ધારીના વેકરીયાપરામાં રહેતા સુનિલ મગનભાઈ ચાવડા (ઉ.વ.18નું આર્મીમાં સિલેકશન થવા પામ્‍યું છે. સુનીલ બજરંગ ગૃ્રપ ધારીમાં પ્રથમથી જ સેવા આપતો રહયો છે. તેના પિતા મગનભાઈ છુટક મજુરી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. આ પરિવાર અત્‍યંત સામાન્‍ય પરિસ્‍થિતિમાં જીવનનિર્વાહ કરે છે. મગનભાઈને સંતાનમાં એક પુત્ર (સુનીલ) એક પુત્રી છે. આમ સુનીલ પોતાના માતા-પિતાનો એકલોતો પુત્ર છે. જેનું આર્મીમાં સીલેકશન થતા બજરંગ ગૃ્રપના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, અનિલભાઈ પુરોહિતએ સન્‍માન કર્યુ હતું.
આ અંગે બજરંગ ગૃ્રપના પરેશભાઈ પટ્ટણીએ જણાવ્‍યું હતું કે, બજરંગ ગૃ્રપના ઘણા કાર્યકરો અગાઉ પણ ઈન્‍ડીયન આર્મીમાં જોડાયા છે. આ કિસ્‍સા પરથી બીજા પણ અનેક યુવાનો દેશ સેવા કાજે આર્મીમાં જોડાય તે જરૂરી છે. તેમ જણાવ્‍યું હતું.

અમરેલી જિલ્‍લા ભાજપ સંગઠન આળશ મરડીને બેઠું થયું

જિલ્‍લા ભાજપ કાર્યાલયઅમરેલી મુકામે જિલ્‍લા  સંગઠનનાં તમામ મોરચાઓની એક અગત્‍યની બેઠક આગામી જાન્‍યુઆરી માસનાં કાર્યક્રમો અસરકારક રીતે કરવા માટે મળી હતી. જેનુ પ્રમુખ સ્‍થાન જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ સંભાળેલ હતુ. મહામંત્રી કૌશીકભાઈ વેકરીયા પણ હાજર રહયા હતા. જિલ્‍લા કિસાન મોરચાનાં પ્રમુખ ધનશ્‍યામભાઈ સાવલીયા, મહામંત્રી પરેશભાઈ લાડુમોર, વિનુભાઈ ડોબરીયા,  યુવા મોરચાના પ્રમુખ આનંદભાઈ ભટૃ, મહામંત્રી કેતનભાઈ ઢઢાંકેચા, મેહુલભાઈ ધોરાજીયા, લઘુમતિ મોરચાનાં પ્રમુખ રાજુભાઈ મિલન, અનુ.જાતિ મોરચાના પ્રમુખ શાંતિલાલ રાણવા, મહામંત્રી સોમભાઈ બગડા, વાલજીભાઈ વિંજુડા, મહીલા મોરચાના પ્રમુખ જયાબેન ગેલાણી, મહામંત્રી શીલ્‍પાબેન રાવળ, કીરણબેન વામજા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડો. હીતેશભાઈ હડીયા હાજર રહયા હતા. આ બેઠકમાં આગામી જિલ્‍લાની ચાર નગરપાલીકાઓની ચુંટણીઓમાં ભવ્‍ય જિત મેળવવા માટેની વ્‍યુહ રચનાને આખરી ઓપ આપવામાં આવેલ તેમજ રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠી શહેર અને તાલુકા મંડલની 3/4/પ જાન્‍યુઆરી ર018ના રોજ કારોબારીની બેઠક બોલાવવી અને જિલ્‍લાના હોદેદારો આ બેઠકમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્‍યું. જિલ્‍લાનાં તમામ મોરચાઓએ દરેક મંડલમાં સઘન પ્રવાસ કરીને કાર્યકર્તાઓને નવુ જોમ પુરૂ પાડવુ તથાસરકારની કામગીરીથી લોકોને વાકેફ કરવા જણાવવામાં આવ્‍યું. તેમ જિલ્‍લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયુ છે.

કુંકાવાવમાં પરેશ ધાનાણી અને વિરજી ઠુંમરનું કરાયુ સન્‍માન

કુંકાવાવ ભૂરખીયા મંદિર ખાતે આજે પરેશ ધાનાણી અને વીરજી ઠુંમરને અભિવાદન સમારોહ યોજવામાં આવ્‍યો હતો. જેમાં તાલુકા ભરના આગેવાનો, સરપંચો, વિવિધ સમાજના આગેવાનો કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને આ બન્‍ને તાલુકા ધારાસભ્‍યોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે મતદારોનો આભાર માનતા પરેશ ધાનાણીએ જણાવ્‍યુ હતું કે પહેલા હું એકલો બોલતો ને પણ કામ થતા જયારે હવે મારી સાથે વીરજી ઠુંમર સહીત પાંચ ધારાસભ્‍ય અમરેલી જીલ્‍લાના હોય ધારાસભામા ભાજપ સરકારની મનમાની ચાલવા દેવાના નથી અને અમરેલી જીલ્‍લાને પછાત જીલ્‍લાનું લેબલ લગાવવામાં આ ભાજપના રર વર્ષના શાસનની દેન છે. છેલ્‍લા રર વર્ષથી ભાજપની સરકાર છે છતાં જીલ્‍લાનો વિકાસ થયો નથીઅને પછાત તરીકે ઓળખાય છે તે ભાજપ સરકારની દેન છે. ત્‍યારે હવે સરકારમાં અમરેલીનો અવાજ ગુંજશે અને લોકોના પ્રાણ પ્રશ્‍ન માટે તમામ મોરચે લડી લેવાના મીજાજ આ પાંચેય ધારાસભ્‍યો તમારી સાથે જીલ્‍લાનો વિકાસ કરવા અને મુશ્‍કેલીઓ નિવારવાની ખાત્રી આપી અને ગરીબ મજુર ખેડૂતો સાથેઅન્‍યાય કરતી ભાજપ સરકારની ઉંઘ અમે 80 ધારાસભ્‍યો ઉડાડી દઈશું તેમ પોતાની આગવી શૈલીમાં લોકોને ઉદ્યબોધન કર્યુ હતું. જયારે લાઠીના ધારાસભ્‍ય તરીકે ચુંટાયેલા અને તાલુકાના વતની અને ખેડૂતોના નેતા એવા વીરજી ઠુંમરે તેની આગવી આક્રમક શૈલીમાં જણાવ્‍યું હતું કે હવે સરકાર ભાજપની નથી સરકાર કોંગ્રેશની છે તે સમજી લેશે. હવે અમે 80 ધારાસભ્‍ય તમારી પ્રજા વિરોધી નીધિનો મક્કમતાથી સામનો કરીને તમને જવાબ દેવા અને હીસાબો લેવા આવી રહૃાા છીએ. અને હવે ખેડૂતો, મજુરોને અન્‍યાય કરતા સો વાર વિચાર કરશે અને છાશવારે એસ.ટી.નો ઉપયોગ કરતા તાયફાઓ બંધ કરાવીને જ રહીશું અને હવે ભાજપની સરકારની મનમાની નહી ચાલવા દઈએ તેવી અનેક બાબતો ઉપર પ્રહારો કરીને મતદારોનો જુસ્‍સો વધાર્યો હતો અને હવે ભાજપ મુકત અમરેલી જીલ્‍લાની નોંધ સરકારને લેવી પડશે અને લોકોના કામ ન થતા હોય તો અમોને જણાવશો તેમ કહીને વિરીધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આમ આ અભિવાદન સમારોહમાં બન્‍ને ધારાસભ્‍યો ર્ેારા મતદાતાનો આભાર માનવા સહીતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્‍લા પંચાયતના સદસ્‍યો, તા.પં.ના સદસ્‍યો, હોદ્યેદારો, સરપંચો, કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.

સાવરકુંડલા પંથકનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનું સન્‍માન થયું

સાવરકુંડલા-લીલીયાના નવનિયુકત ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનું ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અદકેરૂ સ્‍વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્‍યું હતું. અને ગ્રામીણ સહિતના ખેડૂતોના પ્રશ્‍ને સતત કાર્યરત રહીને હરહંમેશ જાગૃત રહેવાનો કોલ યુવા ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે આપ્‍યો હતો. સાવરકુંડલા- લીલીયા વિસ્‍તારમાં ચૂંટાયેલા કોંગ્રેસના નવયુવાન ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે ચૂંટણી જીત્‍યા બાદ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળીક પ્રવાસ આદર્યો હતો. ચૂંટણી ટાણે મત લેવા વચનોની લ્‍હાણી કરતા નેતાઓ કરતા વિપરીત વચનો આપીને નિભાવવાના ઘ્‍યેય સાથે કોંગ્રેસના ઉત્‍સાહી ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગ્રામ્‍ય પ્રજાની યાતનાઓ અને પીડાઓને સાંભળવા રૂબરૂ ગયેલા હતા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો, ભૂંડ, રોજના ત્રાસ સાથે રોજગારીના પ્રાણપ્રશ્‍નો, શિક્ષણ સહિતના પ્રશ્‍નો માટે વિધાનસભામાં રજૂઆત કરીને વિકાસના લક્ષ સાથે સાવરકુંડલા- લીલીયા બેઠકના તમામ મતદાતાઓનો હૃદયથી આભાર વ્‍યકત કર્યો હતો. સાથે સાવરકુંડલા તાલુકાના દોલતી, ધાંડલા,મીતીયાળા, સાકરપરા, સીમરણ, જીરા, બોરાળા, ખડકાળા, અમૃતવેલ, મોલડી, વિઠલપુર, કેરાળા, ખાલપર, નાના જીંજુડા, મોટા જીંજુડા ગામે મુલાકાત લઈને જનતા જનાર્દનના આશિર્વાદ લીધા હતા અને આભારની લાગણી ધારાસભ્‍ય દુધાતે વ્‍યકત કરી હતી. ધારાસભ્‍ય પ્રતાપ દુધાતની સંગાથે માજી કૃષિમંત્રી ધીરૂભાઈ દુધવાળા, જિલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ કેસુરભાઈ ભેડા, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સુચક, જિલ્‍લા પંચાયત સભ્‍ય લાલાભાઈ મોર, ભરતભાઈ ગીડા, હાર્દિકભાઈ કાનાણી, મનુભાઈ ડાવરા, રાઘવભાઈ સાવલીયા, જયંતિભાઈ વાટલીયા, મહેશભાઈ જયાણી, દાનુભાઈ ખુમાણ, બાબલાભાઈ ખુમાણ, નાથાભાઈ ભરવાડ, મગનભાઈ શ્‍યોરા, બાબુલાલ કુબાવત, અહેમદભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ સાથે રહયા હતા. તેમ સતીષભાઈ મહેતાએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

28-12-2017

thumbnail of AMRELI EXPRESS


અમરેલીનાં ટાવર ચોકનાં વેપારીઓ દ્વારા દ્વારકાધીશને ઘ્‍વજારોહણ કરાશે

આગામી શનિ-રવિનાં રોજ
અમરેલીનાં ટાવર ચોકનાં વેપારીઓ દ્વારા દ્વારકાધીશને ઘ્‍વજારોહણ કરાશે
ગોમતીજીને ચુંદડી મનોરથનો લાભ લેશે
અમરેલી, તા.રપ
અમરેલી શહેરના ટાવર ચોક વિસ્‍તારના ચારેય બજારના વેપારી એસોસિએશન દ્વારા આગામી તા.30 તથા 31નાં રોજ દ્વારકા ખાતે બિરાજતા શ્રી દ્વારકાધીશજી પ્રભુને ઘ્‍વજાજી ચડાવવાનો તથા શ્રી ગોમતીજીને ચુંદડી મનોરથનો અલભ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટાવર ચોકની ચારેય બજારના વેપારી ભાઈઓના સહિયારા સહકારથી આયોજન થયેલ છે. આગામી તા.ર9ના રાત્રે સૌ અમરેલીથી દ્વારકા જવા પ્રસ્‍થાન કરશે. તા.30ના રોજ સવારે 10 કલાકે ચુંદડી મનોરથની પૂજા વિધિ તથા શ્રી ગોમતીજીને ચુંદડી મનોરથનાં સામૈયાનો કાર્યક્રમ યોજાશે.
તા.31ના રોજ સવારે 9 થી બપોર 1ર સુધી ઘ્‍વજાજીની પૂજાવિધિ, બપોરે 3 કલાકે આહીર ભુવનથી દ્વારકાધીશજી મંદિરે વાજતે ગાજતે ધામધૂમથી વરણાંગીનું પ્રસ્‍થાન થશે. સાંજે પ કલાકે શ્રી દ્વારકાધીશજી પ્રભુ ઘ્‍વજાજીનો સ્‍વીકાર કરશે.
આ ભવ્‍ય ધાર્મિક કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, અમરેલીમાર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ કાનાબાર તથા પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી વિગેરે ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમ માટે ટાવર ચોક વેપારી એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે.

અમરેલીમાં ગંદકીની ઓનલાઈન ફરિયાદ કરી શકાશે

ગુગલ પ્‍લે સ્‍ટોરમાં જઈને સ્‍વચ્‍છતા મોહુવા એપ્‍લીકેશન ડાઉનલોડ કરો
અમરેલીમાં ગંદકીની ઓનલાઈન ફરિયાદ કરી શકાશે
એન્‍ડ્રોઈડ ફોન મારફત આજુબાજુમાં મરેલા જાનવર, ગંદકી, જાહેર શૌચાલયની ફરિયાદ કરીશકાશે
અમરેલી, તા. ર6
સરકાર તરફથી સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત અમરેલી શહેરનો સ્‍વચ્‍છતા અભિયાનમાં સમાવેશ કરવામાં આવેલ છે. તે અનુસાર અમરેલી શહેરના તમામ નાગરીકોની આરોગ્‍ય અને સફાઈ બાબતની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા માટે સરકાર તરફથી મોબાઈલ ફોનમાં એપ્‍લીકેશન મુકવામાં આવેલ છે.
અમરેલી શહેરના કોઈ પણ નાગરીક પોતાના એન્‍ડ્રોઈડ મોબાઈલ ફોન મારફત તેમની આજુ-બાજુમાં મરેલા જાનવર, ડસ્‍ટબીનની સફાઈ, જાહેર જાજરૂ સફાઈ, ગાર્બેજ વ્‍હીકલને લગતી ફરીયાદ તથા રસ્‍તાની સફાઈને લગતી ફરીયાદ નોંધાવી શકે છે.
મોબાઈલ ફોન મારફત નોંધાવવા માટે મોબાઈલ ફોનમાં જઈ  નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી એપ્‍લીકેશનની સુચનાને અનુસરી ઉપરોકત વિગતની ફરિયાદોના ફોટા અપલોડ કરવાથી નગરપાલિકાના સર્વરમાં ફરિયાદ નોંધાઈ જશે અને નગરપાલિકા મારફત ફરિયાદનો નિકાલ કર્યા બાદ તે અંગેની જાણકારી ઓટોમેટીક સબંધિત અરજદારના મોબાઈલમાં આવી જશે. આ એપ્‍લીકેશનનો બહોળો પ્રમાણ ઉપયોગ કરવા નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવે છે.

અમરેલી જિલ્‍લાનો વિકાસ ‘‘પાંડવો” બનીને કરાશે

જિલ્‍લાનાં વિપક્ષી ધારાસભ્‍ય પરેશ ધાનાણી અને ઠુંમર કહે છે
અમરેલી જિલ્‍લાનો વિકાસ ‘‘પાંડવો” બનીને કરાશે
ભાજપ સરકાર અન્‍યાય કરશે તો આક્રમકતા દાખવીને દબાણ લાવીશું
અમરેલી, તા. ર6
અમરેલી જિલ્‍લાની જનતાએ સત્તાધારી પક્ષને બદલે વિપક્ષી ઉમેદવારને ધારાસભ્‍ય બનાવ્‍યા હોવાથી વિપક્ષી ધારાસભ્‍યોની જવાબદારી વધી ગઈ છે અને ભાજપ સરકાર જિલ્‍લાનેઅન્‍યાય ન કરે તેની જવાબદારી વિપક્ષી ધારાસભ્‍યોની છે.
દરમિયાનમાં અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી અને લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે આજે ભભઅમરેલી એકસપ્રેસભભની મુલાકાત લઈને તેમની રણનીતિ દર્શાવી હતી.
બંને ધારાસભ્‍યોએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાની જનતાએ મુકેલ વિશ્‍વાસને ગમે તે સંજોગોમાં ચરીતાર્થ કરવામાં આવશે. જિલ્‍લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે પાંચેય ધારાસભ્‍યો રૂપી આંગળી મુઠ્ઠી બનાવીશું ને ભાજપ સરકાર સમક્ષ જિલ્‍લાની યોજનાઓ મંજુર કરાવીશું.
વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપ સરકાર જો અમરેલી જિલ્‍લા સાથે કિન્‍નાખોરીપૂર્વકનું વર્તન કરશે તો આક્રમકતાં દાખવવામાં આવશે.
વધુમાં જણાવ્‍યું હતું કે, આગામી દિવસોમાં જિલ્‍લાનાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને જિલ્‍લાનાં ગરીબો, ખેડૂતો, બેરોજગાર યુવાનોનાં પ્રશ્‍નો અંગે અધિકારીઓને વાકેફ કરીને તેના ઉકેલની કામગીરી શરૂ કરવામાં આવશે.

અમરેલી માર્કેટયાર્ડમાં સરકારે મગફળીની ટેકાનાં ભાવે ખરીદી બંધ કરી

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈને ખેડૂતોની સમસ્‍યાઓ વધી
અમરેલી માર્કેટયાર્ડમાં સરકારે મગફળીની ટેકાનાં ભાવે ખરીદી બંધ કરી
ખેડૂતોનાં હિતની વાતો કરતી ભાજપ સરકારે કોઈ વ્‍યવહારૂ ઉકેલ શોધવો જરૂરી
અમરેલી, તા.ર6
અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું બંધ કરાતાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.
અમરેલી જિલ્‍લામાં ટેકાના ભાવના ખરીદી કેન્‍દ્ર પર અમરેલી યાર્ડમાં તાળા લાગ્‍યા છે. તો સાવરકુંડલા યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ છે. ત્‍યારે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે.
અમરેલીના માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ખેડૂતોની ખરીદાતી ટેકાના ભાવની મગફળી ગોડાઉન ન હોવાના કારણે બંધ કરી હોવાના બોર્ડ લાગી ગયા છે. અને ટેકાના ભાવની ખરીદી કેન્‍દ્ર પર અલીગઢી તાળા લાગ્‍યા છે. ત્‍યારે અમરેલી તાલુકા મથકેથી મગફળી લઈને આવતા ખેડૂતોમાં રોષમાં જોવા મળી રહયાછે.
વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદી શરૂ કરીને ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. ચૂંટણી પૂરી થતા ખેડૂતોની મગફળી ટેકાના ભાવની ખરીદવાનું બંધ કર્યું હોવાના આક્ષેપ ખેડૂત કરી રહયા છે.
અમરેલી યાર્ડમાં મગફળી આવે છે પણ ગોડાઉન ન હોવાનું કારણ મેનેજર આગળ ધરે છે તો સાવરકુંડલા યાર્ડમાં મગફળીના ટેકાના ભાવનું કેન્‍દ્ર શરૂ છે અને ખેડૂતોમાં પૂરતા ભાવો મળતા હોવાનો હર્ષ ચહેરા પર જોવા મળી રહયો છે.
સાવરકુંડલા ગ્રામ્‍ય વિસ્‍તારના ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદવાનું ચાલુ હોવાની ખેડૂતોમાં ખુશી છે. ત્‍યારે દરરોજની ર હજાર ગુણી મગફળી ખરીદાતી હોવાનું ગુજકેટના અધિકારીએ જણાવ્‍યું હતું.
સાવરકુંડલા યાર્ડના ટેકાના ભાવની મગફળી કેન્‍દ્ર પર અત્‍યાર સુધીમાં 1 લાખ પર હજાર ગુણીઓની ખરીદી થઈ છે અને હજુ પણ ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે. ત્‍યારે અમરેલી યાર્ડમાં ટેકાના ભાવથી ખરીદી બંધ છે ત્‍યારે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનું વાતાવરણ જોવા મળી રહયું છે.

રાજુલાનાં ડુંગર માર્ગ પર કુવામાં ખાબકેલ વાછરડીને બચાવી લેવાઈ

સર્પ સંરક્ષણ મંડળનું પ્રશંસનીય કાર્ય
રાજુલાનાં ડુંગર માર્ગ પર કુવામાં ખાબકેલ વાછરડીને બચાવી લેવાઈ
એક કલાકની જહેમત બાદ સફળતા મળી
દામનગર, તા.ર6
સર્પ પકડવાની કામગીરીની સાથે પશુ-પક્ષી અને પર્યાવરણલક્ષી કામગીરી કરતા સર્પ સંરક્ષણ મંડળ રાજુલાનાં અશોકભાઈ સાંખટને ડુંગર રોડ પર મહુવા ફાટક પાસે વાડી ધરાવતા રાજુલાનાં બીજલભાઈ પંચાળીનો ફોન આવેલ કે મારી વાડીમાં આવેલ પાણી ભરેલ કુવામાં અઢી માસની વાછરડી દોરડી તોડીને કુવામાં પડી ગયેલ છે. જાણી તુરંત પહોંચી જઈ કંઈ રીતે બહાર કાઢવી તે લાયન નેચર કલબનાં ભીખુભાઈ  બાટાવાળાનું માર્ગદર્શન લઈ ખાટલાને દોરીથી બાંધી ઉતારી એક કલાકની જહેમત બાદ વાછરડી બહાર કાઢતા વેત જ પોતાની માને વળગી પડતા હેત વરસાવ્‍યું હતું તે નિહાળી હાજર લોકોની આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્‍યા હતા.