Main Menu

Tuesday, November 14th, 2017

 

બાબરા પંથકમાં ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનું સન્‍માન

સમુહ લગ્ન સહિતની સેવાકીય પ્રવૃત્તિથી જનતાનાં હૃદયમાં સ્‍થાન મેળવ્‍યું

અમરેલી, તા. 13 બાબરાનાં ચમારડીનાં પનોતાપુત્ર અને સુરત સ્‍થિત ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનું તાજેતરમાં ખંભાળા અને બાબરા ખાતે જુદા-જુદા સમાજ ઘ્‍વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ખંભાળા ખાતે દલિત સમાજ અને બાબરા ખાતે દરજી(જેઠવા) પરિવાર ઘ્‍વારા તેઓનું સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બાબરા પંથકનાં નિરાધારનો આધાર બનેલ અને સમુહ લગ્નોત્‍સવ ઘ્‍વારા અનેક ગરીબ દિકરીઓનાં પાલક પિતા બનનાર ગોપાલભાઈ વસ્‍તરપરા આ વિસ્‍તારનાં ધારાસભ્‍ય બને તો વધુ સમાજ સેવા કરી શકશે તેવું સમગ્ર પંથકની જનતા ઈચ્‍છી રહી છે.


અમરેલી જિલ્‍લામાં ઠેરઠેર ઉભી રાખેલ પોલીસ ચેકપોસ્‍ટથી એક ડઝન જેટલા પીધેલા ઝડપાયા

પ શખ્‍સો દારૂની હેરફેર કરતા ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ

અમરેલી, તા. 13 આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કાયદો અને વ્‍યવસ્‍થા વધુ મજબુત કરવા માટે જિલ્‍લા પોલીસ વડા જગદીશ પટેલ દ્વારા ઠેરઠેર ચોકીઓ ઉભી કરી વાહન ચેકીંગ તથા શકમંદોની તપાસ હાથ ધરી છે ત્‍યારે આવી ચેકપોસ્‍ટ ઉપર નશો કરેલા 1ર જેટલા લોકોને ઝડપી લીધા હતા જયારે પ જેટલા ઇસમોને દારૂની હેરફેર કરતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. વડીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ચોકી ચાર રસ્‍તા ઉપર ગઇકાલે સવારે પોલીસે વાહન ચેકીંગ હાથ ધરતા ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામના પ જેટલા ઇસમો નશો કરેલી હાલતમાં નિકળતા પોલીસે તમામને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત બગસરા, ખાંભા, સાવરકુંડલા, લાઠી-લીલીયા સહિતના વિસ્‍તારોમાં પોલીસે ઠરેઠેર ચેકીંગ કરી અને નશો કરેલ વધુ 7 ઇસમોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત દેશીદારૂની હેરફેર કરતા પ જેટલા ઇસમોને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશો કરવાની તથા દારૂની હેરફેર કરવાનો વ્‍યવસાય કરતા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાયો છે.


ધારીનાં ખોડીયાર જળાશયમાં ડૂબી જવાથી અને જરખીયામાં ઝેરી દવા પીવાથી ખેડૂતનું મૃત્‍યુ

અમરેલી, તા.13 અમરેલીના ધારી તથા જરખીયા ગામે બે અલગ અલગ બનાવમાં બે ખેડૂતોના અપમૃત્‍યુના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં ધારી નજીક આવેલ ખોડીયાર ડેમમાં અકસ્‍માતે પડી જતા આધેડ ખેડૂતનું મૃત્‍યુ નિપજયું હતું.જયારે જરખીયા ગામે ભૂલથી ઝેરી દવાવાળા વાટકામાં પાણી ભરીને પી લેતા ખેડૂત યુવકનું મૃત્‍યુ નિપજયું હતું. આ બનાવમાં ધારી તાલુકાના મોરજર ગામે રહેતા અને ખેતી કામ કરતાા ભોળાભાઈ શંભુભાઈ ભેસાણીયા નામના પર વર્ષીય ખેડૂત ગઈકાલે સાંજના સમયે ધારી નજીક આવેલખોડીયાર ડેમના પાળા ઉપર ચાલીને જતા હતા ત્‍યારે અકસ્‍માતે આ આધેડ ખેડૂતનો પગ પાળા ઉપરથી લપસીને પડતા તેઓ પાણી ભરેલા ડેમમાં પડી જતા તેમનું પાણીમાં ડૂબી જવાથી મૃત્‍યુ થયાનું ધારી પોલીસમાં રમણીકભાઈ ધનજીભાઈ ભેસાણીયાએ જાહેર કર્યું છે. જયારે બીજા બનાવમાં લાઠી તાલુકાના જરખીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા હકુભાઈ સામંતભાઈ ડેર નામના 3પ વર્ષીય ખેડૂત ગત તા.9ના રોજ બપોરે પોતાની વાડીએ વાવેલા કપાસમાં દવાનો છંટકાવ કરવા માટે વાટકામાં દવા ભરી અને પંપમાં નાખી હતી. અને તે જ ઝેરી દવાવાળા વાટકા વડે પોતે તેમાં પાણી ભરીને પી લેતાં તેમને ઝેરી અસર થઈ જતાં અત્રેની સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. જયાંથી વધુ સારવાર માટે ખાનગી દવાખાને ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલીના યુવા વેપારીએ ધંધામાં મંદીનો માહોલ ઉભો થતા ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી

અમરેલી, તા. 13 અમરેલીના સુખનાથ પરા શેરી નંબર-રમાં રહેતા અને વેપાર કરતા દિવ્‍યેશભાઇ જીતેન્‍દ્રભાઇ રાજા નામના 3ર વર્ષીય વેપારીને છેલ્‍લા કેટલા સમયથી પોતાના વ્‍યવસાયમાં મંદી આવી ગઇ હોય અને દુકાન પણ બરાબર ચાલતી ન હોય અને આર્થિક સંકડામણથી કંટાળી જઇ આજે બપોરે પોતાની મેળે બાયપાસ રોડ ઉપરબાવળના ઝાડની ડાળી સાથે દોરીબાંધી ગળાફાસો ખાઇ લેતા તેમનું મૃત્‍યુ થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે આજથી ઉમેદવારીપત્રક રજૂ કરી શકાશે

આગામી એક અઠવાડીયા સુધીની મુદ્યત મળશે

અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે આજથી ઉમેદવારીપત્રક રજૂ કરી શકાશે

અમરેલી, તા. 13 ગુજરાત વિધાનસભાની આગામી સામાન્‍ય ચૂંટણી તા. 9/1ર ના રોજ અમરેલી જિલ્‍લામાં પ બેઠકો માટેયોજાનાર છે. જેની સત્તાવાર જાહેરનામું આવતીકાલે જે તે ચૂંટણી અધિકારી ર્ેારા પ્રસિઘ્‍ધ કરવામાં આવશે. જેથી આવતીકાલ તા.14 થી આગામી તા. ર1 સુધીમાં જે તે વિધાનસભા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. આવતી કાલથી શરૂ થનાર ઉમેદવારીપત્રો ભરવા ઈચ્‍છતાં નાગરીકોએ બપોર 11 થી 3 વાગ્‍યા સુધીમાં જે તે વિભાગનાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર ભરવાનું રહેશે. અમરેલી વિધાનસભા બેઠક માટે અમરેલીની પ્રાંત અધિકારીની કચેરી, રાજમહેલ કેમ્‍પસ ખાતે તથા મદદનીશ ચૂંટણી અધિકારી મામલતદાર કચેરી, જિલ્‍લા સેવા સદન ખાતે ઉમેદવારીપત્રો ભરી શકશે. ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.રરનાં રોજ હાથ ધરાશે. જયારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતીમ તા. ર4/11 ના બપોરના 3 વાગ્‍યા સુધી રહેશે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે તા. 9/1ર નાં રોજ સવારના 8 થી સાંજના પ વાગ્‍યા સુધી મતદાન કરવામાં આવશે. આ અંગે સત્તાવાર રીતે આવતીકાલે જાહેરનામું પ્રસિઘ્‍ધ કરવામાં આવનાર છે. તે માટે થઈ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમરેલી ર્ેારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે.


અમરેલી નાગરિક બેન્‍કનાં શાસકોએ બાકીદારો વિરૂઘ્‍ધ કોર્ટમાં ફરિયાદ કરી

વારંવારની ઉઘરાણી બાદ હપ્‍તો ન ભરાતાં

અમરેલી, તા. 13 અમરેલી નાગરિક સહકારી બેંક લી. અમરેલી ર્ેારા બેંકની લોનના હપ્‍તા કે વ્‍યાજ નિયમિત નહી ભરનાર કે સી.સી. નિયત સમયમાં રીન્‍યુ નહી કરનાર, દક્ષાબેન મસરીભાઈ ડોડીયા, ઠે. અમૃતનગર, શેરી નં. 6, અમરેલીનો રૂા.ર0,000, ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (તે મનપસંદ ડ્રેસીસના પ્રો.) ઠે. લોહાણા બોર્ડીગ, હરી રોડ, અમરેલીનો રૂા.7,00,000, તરૂણભાઈ જીવનભાઈ મકવાણા, ઠે. ભભચામુંડા કૃપાભભ, 17ર-ઓમનગર, નુતન હાઈસ્‍કૂલ પાછળ, ચિતલ રોડ, અમરેલીનો રૂા.ર4,900, સલીમભાઈ ફીદાહુસેનભાઈ મીઠાણી (તે પિન્‍ટુ ગૃહ ઉદ્યોગના પ્રો.), ઠે. મીની કસ્‍બા, શેરી નં.1, તારવાડી, અમરેલીનો રૂા.30,000, શરદભાઈ દેવજીભાઈ ચાવડા, ઠે. ગજેરાપરા, લક્ષ્મીનારાયણ મંદિર પાસે, સાવરકુંડલા રોડ, બહારપરા, અમરેલીનો રૂા.30,000, વિક્રમભાઈ કિશોરચંદ્ર જાની, ઠે. સાંઈ નગર, તપોવન મંદિર પાછળ, ચિતલ રોડ, અમરેલીનો રૂા.30,000, કિરીટભાઈહસમુખભાઈ રાઠોડ, ઠે. ગાયત્રી સોસાયટી, બટારવાડી, ચક્કરગઢ રોડ, અમરેલીનો રૂા.ર0,000, જયસુખભાઈ જીવાભાઈ ગજેરા, ઠે. હરિકૃષ્‍ણભવન, આનંદનગર, સંકુલ પાછળ, ચક્કરગઢ રોડ, અમરેલીનો (હાલ : લાખાપાદર) રૂા.3પ,000 , ભાવનાબા જયેન્‍દ્રસિંહ સરવૈયા, ઠે. રાજવાડી શેરી, મુ. ચિતલનો રૂા.48,પ00, ગુલાબભાઈ ઈશાકભાઈ ચૌહાણ, ઠે. ગાંધીપાર્ક સોસાયટી, તારવાડી પાસે, અમરેલીનો રૂા.3પ,000 નો, ચેક રીટર્ન થતા ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા અન્‍ય હપ્‍તા કે વ્‍યાજ ભરવા કે સી.સી. રીન્‍યુ કરવામાં ઠાગાઠૈયા કરનાર લોન બાકીદારોમાં ફફડાટ વ્‍યાપી જવા પામેલ છે. બેંકની રીકવરીની કામગીરી અંગે દેખરેખ રાખનાર ડિરેકટર પી.પી. સોજીત્રાની યાદી જણાવે છે કે હજુ પણ ટૂંક સમયમાં એવા સી.સી. ધારકો કે જેઓ લાંબા સમયથી સી.સી. રીન્‍યુ કરાવતા ન હોય કે વ્‍યાજ અને સ્‍ટોકપત્રક નિયમિત આપતા ન હોય તેઓની સામે કોઈપણની શેહશરમ વગર વસુલાત અંગેના સખ્‍ત પગલા ભરવામાં આવશે જેની લોન બાકીદારો, ડીફોલ્‍ટરોએ નોંધ લેવી.


સાવરકુંડલાના વેપારીને પરેશાન કરનાર શખ્‍સ સામે ફરિયાદ

સેટીપલંગ લઇ જઇને કર્યા પરેશાન

સાવરકુંડલાના વેપારીને પરેશાન કરનાર શખ્‍સ સામે ફરિયાદ

અમરેલી, તા. 13 સાવરકુંડલા ગામે રહેતા અને ફર્નિચરનો વ્‍યવસાય કરતા વિરલભાઇ મુકેશભાઇ નથવાણી નામના 33 વર્ષીય વેપારીની દુકાનેથી તેજ ગામે રહેતો ભુરા નામનો ઇસમ ચારેક વર્ષ પહેલા સેટીપલંગ લઇ ગયો હતો. જે બાબતે અવાર-નવાર સેટીપલંગ તોડી નાખી વેપારીને ધમકાવી રીપેરીંગ પણ કરાવતો હતો. આઇસમે વેપારીને અવાર નવાર ફોન કરી મને ખરાબ સેટીપલંગ આપી દીધેલ છે. તેમ કહી ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાન વેપારીએ આ ભુરા નામના ઇસમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


સાવરકુંડલા પંથકમાં બાઈક ચોરીની હારમાળા સર્જનારને ઝડપી લેવાયો

સાવરકુંડલા, તા. 13 સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બાઈક તસ્‍કરે તરખાટ મચાવી દીધો હતો. અને કોઈને કોઈ ગામમાંથી બાઈક ચોરાઈ જતા હતા તેથી બાઈક ચાલકોમાં ફફડાટ વ્‍યાપી ગયો હતો. જેને લઈને સાવરકુંડલા સીટી પી.આઈ. એ.બી. પટેલે ડી સ્‍ટાફને બાઈકચોરને પકડવા સૂચના આપતાં ડી સ્‍ટાફ ર્ેારા શકમંદઈસમોને પુછપરછનો દોર ચાલુ કરવામાં આવેલ. જે દરમ્‍યાન તા. 1ર/11 રવિવારનાં રોજ સાવરકુંડલાની નાવલી નદિ બજારમાંથી તાલુકાનાં પીઠવડી ગામનો ભાયલાલ નાગજીભાઈ મકવાણા નામનો શખસ શકમંદ હાલતમાં પસાર થતા પોલીસ ર્ેારા અટકાવી પુછપરછ કરતાં મજુર શખ્‍સ ગલ્‍લા-તલ્‍લા કરવા લાગેલ. જેથી શંકા વધુ મજબુત થતા પોલીસે લાલ આંખ કરતા જ આરોપીએ ખુટવડા, લીલીયા, પીયાવા અને સાવરકુંડલાથી જુદી જુદી જગ્‍યાએથી પાંચ બાઈક ઉઠાવી લીધાનું કબુલી લેતા ડી સ્‍ટાફનાં, મયુરભાઈ માંગરોળીયા, પીયુષભાઈ ઠાકર, હિંગરાજસિંહ ગોહિલ, દેવુભા અને પી.એસ.આઈ. ર્ેારા પાંચેય બાઈકનો કબ્‍જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઈકચોર જડપાઈ જતા શહેરીજનોમાં હાશકારો થયો છે. બાઈકચોરને પકડી પાડતાં પી.આઈ. એ.બી. પટેલે ડી સ્‍ટાફને અભિનંદન આપ્‍યા હતા.


છાપરી ગામની ઉચ્‍ચ અધિકારીઓએ મુલાકાત લઈને શાંતિ જાળવવા જણાવ્‍યું

ડુંગર, તા.13 રાજુલા નજીક આવેલ છાપરી ગામનાં પુર્વ સરપંચ માધુભાઈ તેમજ અન્‍ય 6 વ્‍યકિત પર તે જ ગામની મહિલાએ એટ્રોસીટી હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો ને લઈને ગામમાં તંગદીલીનું વાતાવરણ જણાતાં કલેકટર, એસ.પી., નાયબ પોલીસ અધિક્ષક વિગેરેએ ગામની મુલાકાત લઈને ગામજનોને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો. આ તકે ડુંગરનાં પી.એસ.આઈ. ગોહિલ દ્વારા પુરતો બંદોસ્‍ત ગોઠવી દેવામાં આવેલ છે.


ખાંભામાં ગટરનાં ગંધાતા પાણીથીરોગચાળાનો માહોલ

સ્‍વચ્‍છતા અભિયાનની શાસકો દ્વારા ખુલ્‍લેઆમ અવગણના

ખાંભામાં ગટરનાં ગંધાતા પાણીથીરોગચાળાનો માહોલ

ખાંભા, તા. 13 એક તરફ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ મહાત્‍મા ગાંધીનાં સ્‍વચ્‍છતાનાં સંદેશને લઈને 3 વર્ષ પહેલાં સ્‍વચ્‍છતા અભિયાનનો સમગ્ર દેશભરમાં ઉત્‍સાહભેર પ્રારંભ કર્યા બાદ શરૂઆતમાં ધારાસભ્‍યો, સાંસદો અને ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત માત્ર ફોટોસેશન કરાવીને સંતોષ માની લીધો અને બાદમાં સ્‍વચ્‍છતાનાં કાર્યને ભુલી જવાયું. દરમિયાનમાં ખાંભામાં મિતિયાળા માર્ગ, આશ્રમપરા, મહાદેવપરા, ભગવતીપરા સહિતનાં વિસ્‍તારમાં ભુગર્ભ ગટરનાં ગંધાતા પાણી જાહેર માર્ગ પર ફરી વળતાં ગામમાં ચીકનગુનિયા, મેલેરીયા સહિતનાં રોગોએ માથું ઊંચકયું છતાં સ્‍થાનિક શાસકોકે આરોગ્‍ય વિભાગને કોઈ જ ચિંતા જોવા મળતી નથી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને મત માંગવા જવાનું મુશ્‍કેલ બને તો નવાઈ પામવા જેવું નહી રહે.


બાબરામાં આખલાઓ વચ્‍ચે ધમાસાણથી ભયનો માહોલ

રાજકીયપક્ષોનાં દાવેદારો વચ્‍ચે ટીકીટને લઈને ધમાસાણ ચાલે છે તેવા જ સમયે

બાબરામાં આખલાઓ વચ્‍ચે ધમાસાણથી ભયનો માહોલ

રાજમાર્ગો તેમજ શાળાઓ આસપાસ આખલા યુઘ્‍ધથી શહેરીજનોમાં ફેલાયો ફફડાટ

બાબરા, તા. 13 એક તરફ વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોનાં આગેવાનોએ ટીકીટ મેળવવા માટે દાવેદારી કરીને ટીકીટ મેળવવા માટે ભારે પ્રયાશ કરછ રહૃાા છે. અને ઘમાસાણ જેવો માહોલ પ્રવર્તી રહૃાો છે. તેવા જ સમયે બાબરા શહેરમાં આખલા યુઘ્‍ધ શરૂ થતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. બાબરામાં અવાર નવાર થતા આખલા યુઘ્‍ધનાં કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પણ સ્‍થાનિક નગરપાલિકા ર્ેારા કોઈ પગલા લેવામાં આવતા નથી. અહી બાબરા શહેરની બજારોમાં શાળાઓની આસપાસ સહિત જાહેર જગ્‍યાઓમાં થતા આખલા યુઘ્‍ધના કારણે લોકોને ભારે મુશ્‍કેલી પડે તેમજ અહીંથી પસાર થતા લોકોને નાની મોટી ઈજાઓ પણ થાય છે. ત્‍યારે નગરપાલિકા ર્ેારા બાબરામાં રખડતા આખલાઓને પકડીને શહેરની બહાર મોકલી આપવા જોઈએ તેવી માંગ લોકો ર્ેારા કરવામાં આવી છે. નગરજનોના જણાવ્‍યા અનુસાર જાહેર જગ્‍યા તેમજ શાળાઓની નજીક આખલોનું અવાર નવાર યુઘ્‍ધ થાય છે ત્‍યારે કોઈ વિદ્યાર્થી થતા રાહદારી ભોગ બે તે પેલા પાલીકાએ યોગ્‍ય કાર્યવાહી કરવી જોઈએ.


ટીંબી, પીઠવડી તથા વંડા ખાતેની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતીએલસીબી

તસ્‍કરરાજ સામે પોલીસની લાલ આંખ

ટીંબી, પીઠવડી તથા વંડા ખાતેની 3 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતીએલસીબી

અમરેલી, તા. 13 આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ રાજુલા ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્‍યાન રાજુલાના તુલસીબાગમાંથી બે શંકાસ્‍પદ ઈસમો મળી આવતાં અને તેમની પાસેથી એક શાર્પ કંપનીનું મોટુ એલ.ઈ.ડી. ટી.વી. તથા એક ગોલ્‍ડન કલરનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન હોય જે બન્‍ને વસ્‍તુઓ શંકાસ્‍પદ જણાતાં આ બંને ઈસમોની પુછપરછ હાથ ધરતાં તેમના નામ (1) જીલુભાઈ ઉર્ફે દીલુભાઈ ડાયાભાઈ ચારોલીયા, ઉ.વ. 3પ, રહે. ગાધકડા, તા. સાવરકુંડલા તથા (ર) દેવાયતભાઈ સગરામભાઈ ચારોલીયા, ઉ.વ. 40, રહે. વડલી, તા. મહુવા, જી. ભાવનગર વાળા હોવાનું જાણવા મળેલ. અને તેમની પાસેથી મળી આવેલ ટીવી અને મોબાઈલ ફોન અંગે બંને ઈસમોની પુછપરછ કરતાં અને તેમની પાસેથી મળેલ વસ્‍તુ અંગે આધાર પુરાવો અને બીલ હોય તો રજુ કરવાનું કહેતાં પહેલાં બંને ઈસમો ગલ્‍લા-તલ્‍લા કરવા લાગેલ અને કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય વધુ શંકા જતાં તેમની સઘન પુછપરછ કરતાં આ ઉપરોકત બન્‍ને ઈસમો તથા તેના મિત્ર નરેશભાઈ કેશુભાઈ દેવીપુજક, રહે. વિજપડી વાળાએ જીલુભાઈ ડાયાભાઈ ચારોલીયાના ટાટા 407 વાહનનો ઉપયોગ કરી ત્રણેય ઈસમો ભેગા થઈ આ મોબાઈલ ફોન તથા એલ.ઈ.ડી. ટી.વી.તેમણે આશરે બે મહીના પહેલા ટીંબી ગામે એક બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ અને તેજ અરસામાં વંડા મુકામેથી બંધ મકાનના નકુચા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલાની પણ કબુલાત આપતાં આ અંગે તપાસ કરતાં નાગેશ્રી, સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસ સ્‍ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્‍હાઓ રજી. થયેલ હોય અને આ મળી આવેલ મુદ્યામાલ મોબાઈલ ફોન તથા એલ.ઈ.ડી. ટી.વી. ચોરીનો મુદ્યામાલ હોવાનું જણાતું હોય જે મુદ્યામાલની કુલ કિ.રૂા.47,900 નો ગણી શકપડતી મિલકત તરીકે કબજે કરી ચોરી કરનાર બંને ઈસમોને ચોરીના મુદ્યામાલ સહિત રાજુલા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આમ, નાગેશ્રીના ટીંબી, સાવરકુંડલાના પિઠવડી અને વંડા મુકામે થયેલ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવામાં અમરેલી એલ.સી.બી.એ સફળતા મેળવેલ છે.


‘રાહુલ ગાંધીએ માતાજી સમક્ષ ‘જનતાનું ભલુ કરવાની પ્રાર્થના કરી’

કોંગ્રેસ સમિતિના ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીની ત્રીજા દિવસે સોમવારે પાટણમાં કાલિકામૈયા અને વીરમાયાના દર્શન, 9-30 વાગે રાણકી વાવ, 10 વાગે દલિત સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. પાટણના હારિજમાં રાહુલ ગાંધીએ મદારીના ખેલ જોયા અને મદારીની જાદુગરી પણ નીહાળી. રાહુલે મદારીને 1 રૂપિયો આપ્‍યો અને મદારીએ જાદુ કરી રૂપિયો ગાયબ કર્યો. મદારીની જાદુગરીથી રાહુલે તરત જ નોટબંધીને લઈને મોદી પર જ કટાક્ષ કરતા જણાવ્‍યું હતું કે, પીએમ મોદી પણ જાદુગર છે અને ગુજરાતમાં રર વર્ષથી જાદુ કરી રહ્યા છે. તમે રુપિયા નાંખો છો અને મોદી રુપિયા ગાયબ કરી નાંખે છે. નોટબંધી અનેજીએસટી મુદ્‌ે ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્‍યું હતું કે,  ભાજપ દ્વારા નોટબંધી કરી ત્‍યારે લાખો લોકો નોટો બદલવા લાઈનમાં ઉભા રહ્યાં હતા જયારે ભાજપવાળા પાછલા બારણે નોટો બદલીને કાળા નાણાંને ધોળા કર્યા હતા. કોંગ્રેસ બદલાની રાજનિતી નહીં પરંતુ બદલાવની રાજનિતી કરે છે. પાટણમાં રાહુલ ગાંધીનો દલિત સ્‍વાધિકાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ, જેમાં મોટી સંખ્‍યામાં દલિત સમાજના લોકો હાજર રહ્યા. જયાં દલિત સમાજના લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્‍યાઓ સાંભળી હતી. જે દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં થયેલા શિક્ષણના ખાનગીકરણના કારણે દલિતો અને વંચિતોને મોટુ નુકસાન થયું છે.  જો કોંગ્રેસની સરકાર બનશે તો અમારી સરકાર દલિતોનું શોષણ કરતા લોકોને સખત સજા આપશે. અને અમે અમારી સરકારમાં તેવો મુખ્‍યમંત્રી બનાવીશું જે સેપ્રથમ તેના કામોનું નિરાકરણ લાવે તે દલિતોના હિતમાં હોય. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ પાટણ ખાતે પત્રકારોના સવાલના જવાબ આપતા કહ્યું હતું કે હું શિવભક્‍તત છું, સચ્‍ચાઈ પર વિશ્વાસ રાખું છું. ભાજપને જે બોલવું હોય તે બોલે, હું મારી સાચી વાત પર વિશ્વાસ રાખું છું. પાટણના બોરટવાડાની મુલાકાત લીધી હતી. જયાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિતરહ્યા હતા. રાહુલે ગાંધીએ મોટી સંખ્‍યામાં એક્‍ઠા થયેલા લોકોનું અભિવાદન ઝિલ્‍યું હતું અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. યુવાનો સાથે સેલ્‍ફી લીધી હતી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ મા બહુચરાજી મંદિરના દર્શન શ્રી ખોડિયારના દર્શન ‘જનતાનું ભલું કરવાની પ્રાર્થના‘ કરી હતીઅને પૂજારીના હાથે પ્રસાદ લીધો હતો. ત્‍યારબાદ પૂજારી દ્વારા તેમને માતાજીની તસ્‍વીર તેમજ સાલ ભેટ આપી હતી.


14-11-2017

thumbnail of AMRELI EXPRESS