Main Menu

Saturday, November 11th, 2017

 

લાઠીમાં ભાજપનાં સંભવિત ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાથી કોંગ્રેસ ચિંતામાં

ભામાશા ગણાતાં ગોપાલભાઈ વસ્‍તરપરાને પરાજિત કરવા મુશ્‍કેલ

લાઠીમાં ભાજપનાં સંભવિત ઉમેદવારથી કોંગ્રેસ ચિંતામાં

ગરીબોનાં બેલી, ગરીબ દિકરીનાં પાલક પિતા, ગૌ-પ્રેમી વ્‍યકિતત્‍વનો વિજય નિશ્ચિત બને

અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો પરનુંમતદાન આગામી 9મી ડીસેમ્‍બરનાં રોજ થવાનું છે. તે પહેલા તો ભાજપે લાઠી વિધાનસભા બેઠક પર વિજય    મેળવી લીધાનું ચર્ચાઈ રહૃાું છે. લાઠી-બાબરા-દામનગર વિધાનસભા બેઠક પર ભાજપ હાઈકમાન્‍ડ એટલે કે અમિત શાહે ચમારડીનાં પનોતા પુત્ર, ખોડલધામનાં ટ્રસ્‍ટી, ગરીબોના બેલી, ગૌ-પ્રેમી અને નિરાધારોનો આધાર ગણાતાં ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાને મેદાનમાં ઉતારવાનું નકકી કરતાં હરીફ રાજકીય પક્ષ કોંગ્રેસમાં ચિંતાનો માહોલ જોવા        મળી રહૃાો છે. અને હવે આ બેઠક હાથમાંથી ચોકકસ ગઈ તેવું મન બનાવી લીધું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, કોંગ્રેસપક્ષ તરફથી ચૂંટણી લડવા ઈચ્‍છુક અનેક દાવેદારો પણ ટીકીટ   મેળવવાની પ્રક્રિયાથી દુર ભાગી રહૃાા છે. કારણ કે ચૂંટણીના મહાસંગ્રામમાં પરાજય નિશ્ચિત બની રહૃાો હોય પરાજિત થઈને અપમાનિત થવું નહી તેવું મન બનાવી લીધું છે. ચૂંટણી ચક્રવ્‍યુહમાં માહીર ગણાતાં ભાજપનાં ટોચનાં નેતાએ કોંગ્રેસને ભરી પીવા માટે ગોપાલ વસ્‍તરપરા નામનું બ્રહ્માસ્‍ત્ર છોડવાનું નકકી કરતાં સ્‍થાનિક ભાજપીઓમાં પણ ઉત્‍સાહનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.


પૂર્વ ધારાસભ્‍યને બદનામ કરનારને કડક સજા કરો :  વિરજી ઠુંમર

અમરેલીનાં પૂર્વ સાંસદ વિરજી ઠુંમર લાલઘુમ થયા

પૂર્વ ધારાસભ્‍યને બદનામ કરનારને કડક સજા કરો :  વિરજી ઠુંમર

અમરેલી, તા. 10 લાઠી-લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય અને કોંગ્રેસ પક્ષનાં મહત્‍વનાં આગેવાન હનુભાભા ધોરાજિયા વિરૂઘ્‍ધ અભદ્ર લખાણવાળા બેનરો લગાવનાર શખસો હજુ સુધી ખુલ્‍લી હવામાં ફરી રહૃાા હોય, અમરેલીનાં પૂર્વ સાંસદ વિરજી ઠુંમરે આકરા પ્રત્‍યાઘાતો દર્શાવ્‍યા છે. તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે ચૂંટણીનાં દિવસોમાં અસામાજિક તત્‍વો રાજકીય આગેવાનોને હંમેશા બદનામ કરવા માટે નીકળી પડતાં હોય છે, છતાં પણ પ્રશાસન બેઠા-બેઠા તમાશો જોયા કરે છે. વધુમાં જણાવેલ છે કે દામનગર અને બાબરાનાં જાહેર       સ્‍થળોએ કોઈ શખ્‍સો ખુલ્‍લેઆમ બેનર લગાવી જાય છતાં પણ સ્‍થાનિક પોલીસ ઉંઘતી રહે તે બાબત અતિ નિંદનીય છે. અને આ માટે જો કોઈપણ જવાબદાર હોય તેને અને તેમનાં ગોડફાધરને પણ ખુલ્‍લા કરી કડક સજા આપવાની માંગ અંતમાં કરેલ છે.


ધારીનાં સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

અમરેલી, તા. 10, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસ વિભાગ ર્ેારા ઠેર ઠેર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્‍યારે ગઈકાલે રાત્રીનાં સમયે ધારી પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ.ને મળેલ બાતમીનાં આધારે ધારીનાં સ્‍ટેશન પ્‍લોટ વિસ્‍તારમાં રહેતાં અશોક હસમુખભાઈ રાઠોડની દુકાનમાં દરોડો કરી તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-9 કિંમત રૂા.7600નાંમુદ્યામાલ સાથે તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મહિલાએ ચાંદીનાં છડા છોડાવવા બાબતે પતિ સાથે ઝગડો કરી ઝેર પીધુ

લાઠી નજીક આવેલ કેરીયા ગામનો બનાવ

મહિલાએ ચાંદીનાં છડા છોડાવવા બાબતે પતિ સાથે ઝગડો કરી ઝેર પીધુ

અમરેલી, તા. 10 લાઠી તાલુકાનાં કેરીયા ગામે રહેતાં અને મુળ મઘ્‍યપ્રદેશનાં વતની એવા બુશીબેન બબલાભાઈ ઉર્ફે કમલેશ કટારાનામની રપ વર્ષિય પરિણીતાનાં પતિએ તેણીનાં ચાંદીના છડા અગાઉ ગીરવે મુકેલ હતા તે છડા છોડાવી લેવા માટે પોતાના પતિને કહેતાં પતિએ હાલ પૈસા ન હોય, પૈસા આવશે એટલે થોડા દિવસમાં છોડાવી લેશું તેમ કહેતાં તેણીને સારૂ નહી લાગતા પોતાની મેળે કપાસનાં ઉભા પાકમાં જઈ ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમીયાન મોત થતાં અને તેણીનો લગ્નગાળો દોઢ વર્ષનો હોય, પોલીસે પેનલ ડોકટર્સ ર્ેારા પી.એમ. કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલી જિલ્‍લામાં એમ.ડી. બનીને દર્દીઓને છેતરતાં તબીબોથી સાવધ રહો : આઈએમએ

વિદેશની એમ.ડી.ની ડીગ્રીની કક્ષા એમ.બી.બી.એસ.ની જ હોય છે

અમરેલી જિલ્‍લામાં એમ.ડી. બનીને દર્દીઓને છેતરતાં તબીબોથી સાવધ રહો : આઈએમએ

અમરેલી, તા.10 ઈન્‍ડીયન મેડીકલ એસોસીએશનનાં ઘ્‍યાન ઉપર આવ્‍યું છે. કે અમરેલી શહેર અને જિલ્‍લામાં ઘણાં ડોકટરો એમ.ડી.(મેડીસીન) ન હોવા છતાં એમ.ડી.(ફીજીશીયન) તરીકે પોતાની પ્રેકટીસ કરે છે. જે ડોકટરો એમ.ડી. (ફીજીશીયન) ની ડીગ્રી લખીને પ્રેકટીસ કરે છે. તે ડીગ્રી વિદેશની છે. અને તે અહી ભારતની એમ.બી.બી.એસ.ની સમકક્ષ છે. અહી ભારતની જે એમ.ડી.ની ડીગ્રી હોય છે તે અહીં એમ.બી.બી.એસ. પછી મેડીસીન વિષયમાં ત્રણ વર્ષ ભણેલ હોય તેને જ મળે છે. વિદેશમાંથી એમ.ડી.ની ડીગ્રી મળેલ હોય તેને ફકત એમ.બી.બી.એસ. જેટલું જ જ્ઞાન હોય છે. તેઓને અહીની એમ.ડી.નું જરાપણ જ્ઞાન હોતું નથી. તો આઈ.એમ.એ. અમરેલીની જનતાને જાણ કરે છે કે જે કોઈ પણ ડોકટરે પોતાના નામ આગળ એમ.ડી. (ફીજીશીયન) ડીગ્રી લગાડેલ હોય તો પહેલા જાણી લેવું કે ડીગ્રીવિદેશની છે ? જો વિદેશની હોય તો તેને એમ.બી.બી.એસ. સમકક્ષ ગણીને તેની પાસે સારવાર પોતાનાં જોખમે કરાવવી. આ બાબતે ઈન્‍ડીયન મેડીકલ એસોસીએશનની ગુજરાત રાજયની શાખાને અને ભારતની મેઈન શાખાને આઈ.એમ.એ. અમરેલી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. તેમ         એક યાદીમાં ડો.જી.જે.ગજેરાએ જણાવેલ છે.


બગસરા નજીકથી ઝડપાયેલ નકલી ચલણી નોટનાં આરોપીનાં જામીન નામંજુર

ત્રણેક મહિના પહેલા બનેલી ઘટનામાંત્રણેક મહિના પહેલા બનેલી ઘટનામાં

બગસરા નજીકથી ઝડપાયેલ નકલી ચલણી નોટનાં આરોપીનાં જામીન નામંજુર

અમરેલી, તા. 10 બગસરા ગામ નજીકથી ગત તા. 9/8/17 ના રોજ અમરેલીમાં રહેતાં અનિલ જયંતિભાઈ રૂપારેલ પોતાના કબજામાં ભારતિય ચલણની નકલી નોટ રૂા.64 હજારની લઈ નિકળતાં પોલીસે તેમનેઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપતાં તેઓએ જામીન ઉપર મુકત થવા અત્રેની સેસન્‍સ કોર્ટમાં અરજી કરતાં એડી. સેસન્‍સ જજ શ્રી એન.પી. ચૌધરીએ આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી.


ચલાલાના બસ સ્‍ટેન્‍ડ નજીકથી વડીયાન્‍? ઈસમ દેશી તમંચા સાથે શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા. 10 આજરોજ તા. 10/11/ર017ના રોજ એલસીબી પોલીસ ઇન્‍સ. એ.પી. પટેલનાઓની રાહબરી નીચે એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે ચલાલા મુકામે એસ.ટી. બસ સ્‍ટેશન પાસે ચલાલાથી ધારી-ખાંભા જવાના ટી-પોઇન્‍ટ પાસે એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે શંકાસ્‍પદ રીતે આંટાફેરા મારે છે. તેવી ચોકકસ બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતા બાતમીમાં જણાવેલ વર્ણન વાળો ઇસમ મળી આવતા તેની અંગઝડતી કરતા એક દેશી બનાવટનો તમંચો ચાલુ હાલતમાં મળી આવતા પૂછપરછ દરમ્‍યાન આ ઇસમનું નામ જોરૂ ઉર્ફે જયવીર જીલુભાઇ કહોર, ઉ.વ.30, રહે. વડીયા, જી. અમરેલીવાળો હોવાનું જાણવા મળેલ. મજકુર ઇસમ પાસેથી મળી આવેલ હથિયારબાબતે તેની પાસે કોઇ લાયસન્‍સ / પરવાનો હોવાનું પૂછતા પોતાની પાસે આવું કોઇ લાયસન્‍સ કે પરવાનો નહિં હોવાનું જણાવતો હોય કોઇ ગંભીર પ્રકારના ગુન્‍હાને અંજામ આપવા માટે આ હથિયાર સાથે મળી આવેલ હોય જેથી આ દેશી બનાવટનો તમંચો કિં.રૂા. ર000/-નો ગણી કબ્‍જે કરેલ અને પકડાયેલ જોરૂ ઉર્ફે જયવીર જિલુભાઈ કહોર વિરૂઘ્‍ધ હથિયાર ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી ચલાલા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઇન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલસીબી સ્‍ટાફન અબ્‍દુલભઇ સમ, પ્રફુલભાઇ જાની, સંજયભાઇ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, સાર્દુલભાઈ ભુવા, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઇ ગોહીલ, જયદીપસિંહ ગોહીલ, રાણાભાઇ વરૂ, ઉમેદભાઇ મહેતા, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, મધુભાઈ પોપટ, ભાવેશભાઇ બોરીસાગર, ડ્રાઇવર નુરભાઇ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિગેરેએ કરેલ છે.


માસ્‍ટર માઈન્‍ડ રાજુ શેખવાનો હત્‍યાકેસમાં નિર્દોષ છુટકારો

એફસીઆઈનાં નિવૃત્ત મેનેજર જાદવની ટીંબલા નજીક કરી હતી હત્‍યા

માસ્‍ટર માઈન્‍ડ રાજુ શેખવાનો હત્‍યાકેસમાં નિર્દોષ છુટકારો

અમદાવાદથી બગસરા કોર્ટ મુદ્‌તમાં હાજરી આપી પરત ફરતી વેળા જાદવની ઠંડે કલેજે કરાઈ હતી હત્‍યા

અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લાનાં ટીંબલા ગામે ઈન્‍ડીગો ગાડીમાં રોડ ઉપર અમદાવાદનાં બાબુલાલ અંબાલાલ જાદવ ધારી કોર્ટમાંથી તેમની કોર્ટ કામગીરી પતાવી તેઓ અમદાવાદ જવા માટે પસાર થઈ રહૃાા હતા. આ સમયે રોડ ઉપર મોકાનો લાભ લઈ ઈન્‍ડીગો ગાડી ઉપર રાજુ શેખવાએ અંધાધુંધ ગોળીબાર કરી આ ઈન્‍ડીગો ગાડીને રોકી દીધી હતી. આ સમયે બાબુલાલ અંબાલાલ જાદવની સાથે તેમનાં વકીલ દિનેશભાઈ ખીમસુરીયા અને ગાડીનાં ડ્રાઈવર રાજુ દેસાઈ ગાડી રોકતાની સાથે ભાગી જવામાં સફળ રહૃાા હતા અને આ સમયે બાબુલાલ જાદવને ઈન્‍ડીગો ગાડીમાંથી નીચે ઉતારી અને તેમને ગોળીઓ ધરબીને તેમની ઘાતકી હત્‍યા કરી નાંખવામાં આવી હતી. આ હત્‍યા અંગે પોલીસે જીણવટભરી તપાસ કરતા ગુજરાતનાં કોન્‍ટ્રાકટર રાજુ શેખવાનું નામ શંકાના દાયરામાં આવ્‍યું હતું અને ત્‍યારબાદ પોલીસે તેમની એક ફાર્મ હાઉસ ઉપરથી ધરપકડ કરી હતી. અને આ અંગે પોલીસે જીણવટભરી તપાસ કરતાં આ હત્‍યાનો કેસ ઉકેલાયો હતો. જેમાં બાબુલાલ જાદવ ધારી કોર્ટમાં કામ સબબ આવ્‍યાહતા. જે જાણ રાજુ શેખવાને થતાં તેણે તેમના મળતીયાઓને સાથે રાખી ધારી કોર્ટમાંથી બાબુલાલ જાદવની પાછળ મોટર સાયકલો લઈ અને તેમનો પીછો કર્યો હતો અને મોકો મળતાની સાથે રોડ ઉપર અવાવરૂ જગ્‍યામાં ગાડી ઉપર ફીલ્‍મીઢબે અંધાધુંધ ગોળીબાર કરી ઈન્‍ડીગો ગાડીને રોકી દેવામાં આવી હતી અને બાબુલાલ જાદવને ગાડીમાંથી નીચે ઉતારી તેમની ક્રુર ઘાતકી હત્‍યા કરી નાંખવામાં આવી હતી. આ હત્‍યા પાછળનું કારણ આશરે પાંચ વર્ષ પહેલાં બાબુલાલ અંબાલાલ જાદવને અમરેલી જિલ્‍લાનાં એક ફાર્મ હાઉસ ઉપર તેનું અપહરણ કરી તેને ગોંધી રાખવામાં આવેલ. આ અપહરણમાં પણ માસ્‍ટર માઈન્‍ડ રાજુ શેખવાના ઈશારાથી જ કરવામાં આવ્‍યું હતું અને આ કેસમાં પણ તેઓ નિર્દોષ છુટી ગયેલ. તેમજ અમદાવાદ ખાતે પાલડી વિસ્‍તારમાં રાજુ શેખવા ઉપર આશરે નવ વર્ષ પહેલા તેમને મારી નાખવા માટે સોપારી આપવામાં આવી હતી. અને રાજુ શેખવા ઉપર અમદાવાદ મુકામે ભાડુઆતી શાર્પશુટરો ઘ્‍વારા ફાયરીંગ કરવામાં આવ્‍યું હતું. અને ત્‍યારબાદ તેમને અમદાવાદની હોસ્‍પીટલમાં સમયસર સારવાર મળી જતાં તેમનો આબાદ બચાવ થઈ ગયો હતો. અમદાવાદ ખાતે રાજુ શેખવા ઉપર થયેલ ફાયરીંગમાં પણ બાબુલાલ જાદવની ભુમિકા હતી તેવું કોન્‍ટ્રાકટર આલમમાં લોકમુખે ચર્ચાતું હતું. તેનીશંકાથી રાજુ શેખવાએ બાબુલાલ જાદવની હત્‍યા કરી નાખી તેવું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું હતું ગુજરાતનાં માસ્‍ટર માઈન્‍ડ રાજુ શેખવા ઉપર અનેક વખત હત્‍યા, મારામારી, ફાયરીંગ અને અપહરણનાં અનેક ગંભીર ગુન્‍હાઓ નોંધાયેલા છે અને તેઓ મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન અને મઘ્‍યપ્રદેશની ગેંગ સાથે કનેકશન ધરાવે છે અને ત્‍યાં કરેલા ગુન્‍હાઓમાંથી પણ તે આશાનીથી બહાર નીકળી ગયેલ છે.


ચમારડીમાં ગોપાલભાઈ વસ્‍તરપરા આયોજિત 301 સમૂહ લગ્નોત્‍સવની તડામાર તૈયારીઓ શરૂ

બાબરાનાં ચમારડી ગામે આગામી માર્ચ મહિનામાં 301 સમૂહલગ્નોત્‍સવનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ જીપી વિસ્‍તરપરા ચેરીટેબલ ટ્રસ્‍ટનાં પ્રમુખ ગોપાલભાઈ વસ્‍તરપરા ર્ેારા કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજે કન્‍યાઓએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને લગ્ન સંબંધી દસ્‍તાવેજો રજુ કર્યા હતા. અત્રે એ ઉલ્‍લેખનીય છે કે ગોપાલભાઈ વસ્‍તરપરા ર્ેારા આયોજિત સમૂહ લગ્નોત્‍સવે સમગ્ર પંથકમાં આકર્ષણ ઉભુ કર્યુ છે. દર વર્ષ યોજાતાં સમૂહ લગ્નોત્‍સવનો હિસ્‍સો બનવા સમગ્ર પંથકનાં લગ્ન ઈચ્‍છુકો થનગનાટ અનુભવતાં હોય છે.


રાજુલાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં અર્ધ લશ્‍કરી દળની ફલેગ માર્ચ યોજાઈ

વિદ્યાનસભાની ચૂંટણી અંતર્ગતવિદ્યાનસભાની ચૂંટણી અંતર્ગત

રાજુલાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં અર્ધ લશ્‍કરી દળની ફલેગ માર્ચ યોજાઈ

રાજુલા, તા.10 આજ રોજ રાજુલા તાલુકાના પીપાવાવ, વિકટર, કથીવદર, નિસળીયા ગામોમાં યોજાનાર ધારાસભા ચૂંટણી અંતર્ગત કાયદો વ્‍યવસ્‍થા જળવાઈ રહે તેવા હેતુથી સરકાર તરફથી બી.એસ.એફ.ના જવાનોને ઉપરોકત વિસ્‍તારોના ગામોમાં ફલેગ માર્ચ પીપાવાવ – મરીનના જમાદાર ભોળાભાઈવાઘેલા તેમજ દાદભાઈ દ્વારા બી.એસ.એફ.ના જવાનો સાથે ફલેગ માર્ચ યોજેલ છે. તેવી. આતાભાઈ વાઘ વિકટરવાળાની યાદી જણાવે છે.


ચલાલાનાં કોંગી નેતા જે.વી. કાકડીયા પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ

લાઠી-લીલીયાનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા બાદ વધુ એક કોંગી નેતા વિવાદમાં

ચલાલાનાં કોંગી નેતા જે.વી. કાકડીયા પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ

કોંગી નેતાના ભાઈએ જ સત્તાધીશ સમક્ષ રજુ કરતાં જિલ્‍લાનાં રાજકારણમાં આવ્‍યો ભુકંપ

અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટેની ચૂંટણી નજીકમાં જ હોય રાજકીય આગેવાનોને બદનામ કરવાનાં પ્રયાશ શરૂ થતાં જિલ્‍લાની જનતામાં પણ આશ્ચર્ય ફેલાયું છે. ગઈકાલે લાઠી વિધાનસભા બેઠકનાં કોંગી દાવેદાર હનુભાભા ધોરાજિયાનું ચરિત્ર હનન કરતાં બેનરો બાબરા-દામનગર પંથકમાં લાગ્‍યા બાદ આજે ધારી બેઠકનાં કોંગી દાવેદાર જે.વી. કાકડીયા પર ગેરકાયદેસરરીતે જમીન પચાવી પાડયાનો આક્ષેપ તેના જ કુટુંબી ભાઈએ કરતાં જિલ્‍લાનાં રાજકારણમાં ભુકંપ આવેલ છે. પ્રફુલભાઈ કાકડીયાએ આ પ્રશ્‍ને રાજય સરકાર સમક્ષ કરેલ રજુઆતમાં જણાવેલ છે કે, જે.વી. કાકડીયાએ ચલાલાનાં બગસરા માર્ગ પર ર8 વીઘા જમીન પર ગેરકાયદેસર રીતે પચાવી પાડીને ફાર્મ હાઉસ બનાવેલ છે. અને રાજય સરકારે આ જમીન કબ્‍જે કરવા આદેશ આપેલ હોવા છતાં પણ સ્‍થાનિક તંત્ર જમીન પર કબ્‍જો કરી શકતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે જે.વી. કાકડીયાએ જણાવ્‍યું હતું કે, આ જમીન મીઠાપુર ડુંગરીનાં ગણોતીયા પાસેથી વેચાણથી લીધેલ છે. અને હાલ જમીનનો કેસ કોર્ટમાં પેન્‍ડીંગ છે. અને રાજકીય કારકીર્દી બદનામ કરવાનાં મલીન ઈરાદાથી આ પ્રકરણને ચગાવવામાં આવી રહૃાાનું જણાવ્‍યું હતું.


માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી મંગા

માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી મંગાઈ

બગસરામાં પાલિકા દ્વારા બનતા માર્ગોમાં ભ્રષ્‍ટાચાર ?

શાસકો અને કોન્‍ટ્રાકટરની મિલીભગતથી સરકારી તિજોરીને વ્‍યાપક નુકશાન

બગસરા, તા. 10 બગસરાની કોંગ્રેસ શાસિત નગરપાલિકા પણ સીસી રોડ થતાં ભ્રષ્‍ટાચારને ગાંડો કર્યો હોય તેવું જણાય રહૃાું છે. કરોડોનાં કામો મંજુર થતાં કોન્‍ટ્રાકટર સાથે ટકાવારી (સેટીંગ) કરી રોડનાં કામમાં મોટાપાયે ભ્રષ્‍ટાચાર ચાલી રહૃાાનું આરટીઆઈની માહિતીથી ફલિત થઈ રહૃાું છે. વિગત અનુસાર બગસરામાં બે ટર્મથી કોંગ્રેસનું શાસન હોવા છતાં સરકાર ઘ્‍વારા ભુગર્ભ ગટર તેમજ સીસી રોડ માટે કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવી દેતાસત્તાધીશોએ કોન્‍ટ્રાકટરો સાથે સેટીંગ કરી લેતા બખ્‍ખા થઈ ગયા છે. સેટીંગ થઈ જવાથી કોન્‍ટ્રાકટરો પણ બેફામ બની ગયા છે. હલ્‍કી ગુણવત્તાની રેતી, કપચી તેમજ અપુરતી          સિમેન્‍ટ વાપરી રોડ બનાવવામાં લોટ, પાણીને લાકડા જેવી કામગીરી થઈ રહી છે. બે વર્ષ પૂર્વે 11 લાખ કરતા વધારે ખર્ચે પશુ દવાખાનાથી કોલેજ રોડ સુધીનો સીસી રોડ ભુગર્ભ ગટર થઈ ગયા બાદ બનાવવામાં આવેલ. આજે આ રોડનું અવશેષ પણ જોવા મળતું નથી. જે પરથી કેટલો ભ્રષ્‍ટાચાર થયો હશે તે ફલીત થઈ રહૃાું છે. આ ઉપરાંત એક વર્ષ પૂર્વે ગોકુળપરાનાં વિવિધ શેરીઓમાં બનેલ સીસી રોડમાં પણ ઠેર-ઠેર ગાબડા પડવાની શરૂઆતત થઈ ચુકી છે. કોન્‍ટ્રાકટરો સાથે માત્રને માત્ર પૈસા ખાતર સેટીંગ કરી પ્રજાનાં પૈસા વેડફી રહેલા સત્તાધીશો તેમજ ભ્રષ્‍ટ કોન્‍ટ્રાકટરો સામે યોગ્‍ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે.


સલડીનાં શકિત કેન્‍દ્રમાં ભાજપનો પ્રચાર કરતાં હેમેન્‍દ્ર મહેતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ભાજપના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમિતભાઈ શાહના માર્ગદર્શન અનુસાર અને અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરાની સુચના પ્રમાણે સાવરકુંડલા વિધાનસભા સીટની લીલીયા તાલુકાના સલડી ખાતે પ્રચાર-પ્રસાર પ્રારંભ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમને અનુલક્ષીને મુંબઈ બોરીવલીના માજી ધારાસભ્‍ય અને મુંબઈ ભાજપના ઉપાઘ્‍યક્ષ હેમેન્‍દ્રભાઈ મહેતા અને ડો. ભરતભાઈ કાનાબાર આજે લીલીયા તાલુકાના સલડી ખાતે ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો. સલડી ખાતે ઘેર ઘેર જઈ લોકોને સરકારે કરેલ લોકલક્ષી કામગીરી અને છેલ્‍લા ર0 વર્ષમાં ગુજરાત રાજયમાં થયેલ વિકાસની માહિતી આપી અને પ્રદેશ કાર્યાલય તરફથી આપવામાં આવેલ સાહિત્‍ય લોકોને આપી, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. સલડી શકિત કેન્‍દ્રમાં મુંબઈના માજી ધારાસભ્‍ય હેમેન્‍દ્રભાઈ મહેતા સાથે ડો. ભરતભાઈ કાનાબાર, લીલીયા તાલુકા ભાજપના પ્રમુખ ચતુરભાઈ કાકડીયા, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાશીભાઈ ડેર,લીલીયા તાલુકા ભાજપના મહામંત્રી ભનુભાઈ ડાભી, ભાજપ અગ્રણી ધીરૂભાઈ માદલીયા, સલડી ગામના સરપંચ મનુભાઈ ડેર, ઉપસરપંચ ઘનશ્‍યામભાઈ દેવાણી, લીલીયા પટેલ સમાજના પ્રમુખ કાંતિભાઈ શીંગાળા, ભીખાભાઈ ધોરાજીયા, તુષારભાઈ ધોરાજીયા, કેપ્‍ટન ધામત, સુખભાઈ પોલરા, જિલ્‍લા યુવા મોરચાના મહામંત્રી કેતન ઢાંકેચા, વિજયભાઈ અકબરી, જીતુભાઈ લાઠીયા, રમેશભાઈ રામાણી, ભનુભાઈ રામાણી, લાભુભાઈ રામાણી, વશરામભાઈ વામજા, રાજુભાઈ, મંત્રી મનસુખભાઈ સાંગાણી, અમરેલી જિલ્‍લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ સાજીદખાન પઠાણ, કમાભાઈ વશરામભાઈ, ગૌતમભાઈ વીછીયા, કાંતીભાઈ શીંગાળા, જીતુભાઈ લાઠીયા, ઈનાયતખાન પઠાણ, કાદરખાન પઠાણ, મલીક લાખાણી, ઘ્‍યેય પંડયા વિગેરે આ ગૌરવસંપર્ક અભિયાનમાં જોડાયા હતા. સાથો સાથ આ પ્રચાર પ્રસાર અભિયાન શરૂ કરતા પહેલા સલડી ગામમાં બે વ્‍યકિતઓના આકસ્‍મીક મૃત્‍યુ થયેલા હોય, તે બનને પરિવારોના ઘરે જઈ, પરિવારના સભ્‍યોને સાંત્‍વના અને દિલાસો પણ પાઠવેલ.


અવસાન નોંધ

અવસાન નોંધ

મોટીકુંકાવાવ : સ્‍વઃ મથુરાદાસ ભગવાનજીભાઈ જોબનપુત્રાનાં પુત્ર મહેશભાઈ (મૂળજીભાઈ) ઉ.વ. પ3, તે મીરાબેન ભાવનગર, પરેશભાઈ, મનિષભાઈના ભાઈ તથા શશીભાઈ હિન્‍ડોચા જુનાગઢવાળાના બનેવી તથા બાલકૃષ્‍ણભાઈના પિતારી તથા દિનેશભાઈ તથા ગિરીશભાઈના કાકાના દિકરાનું તા. 9/11 ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 11/11 શનિવારના સાંજે પ કલાકે લોહાણા મહાજન વાડી મોટી કુંકાવાવ મુકામે રાખેલ છે. બગસરા : બગસરા મુકામે કુરબાનહુસેનભાઈ ઈસ્‍માઈલજીભાઈ ત્રવાડી (ઉ.વ.87) તે મર્હુમા ફરીદાબેન દાહોદવાળાના બાવાજી, મુસ્‍તુફા તથા એલેફિયા ચિત્તલના દાદા તા. 10/11 ને શુક્રવારનાં રોજ ખુદાતઆલાની રહેમતમાં પહોંચ્‍યા છે. તેમની ઝીયારત તથા ચહેલુમના સીપારા તા. 1ર/11 રવિવારનાંરોજ સવારે 11 કલાકે વઝીહી મસ્‍જિદ બગસરા ખાતે રાખેલ છે.


11-11-2017

thumbnail of AMRELI EXPRESS