Main Menu

Friday, November 10th, 2017

 

આ લોકસેવકને લેજો પીછાણી એ છે આપણો પરેશ ધાનાણી : મોબાઈલમાં વાયરલ 

જનતાની સેવાનો એ છે બંધાણી, સાદુ જીવન અને સ્‍પષ્‍ટ એની વાણી

અમરેલી, તા. 9 અમરેલીના યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષ તરફથી પુનઃ ચૂંટણી મેદાનમાં ઉતરી રહયા છે. અને તેઓના ગ્રામ્‍ય વિસતારના પ્રવાસ દરમિયાન જબ્‍બરૂ સમર્થન મળી રહયું છે. તેવા જ સમયે તેઓના એક ગીતે સોશ્‍યલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. આ લોક સેવકને લેજો પીછાણી એ છે આપણો પરેશ ધાનાણી આ ગીતને જિલ્‍લાના હજારો મોબાઈલમાં વાયરલ કરવામાં આવેલ છે. જેમાં યુવા ધારાસભ્‍યએ કરેલ જનહિતના કાર્યોને ગીતમાં વણી લેવામાં આવ્‍યા છે. યુવા ધારાસભ્‍યપરેશ ધાનાણીને ભાજપનાં સક્ષમ ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ સામે ટકકર લેવાની હોય યુવા ધારાસભ્‍યની યુવા ટીમ દિવસ-રાત જબ્‍બરી મહેનત કરી રહી છે. ત્‍યારે, પરિણામ જે કાંઈ આવે તે પણ યુવા ધારાસભ્‍ય ભાજપની વિરાટ શકિતને જબ્‍બરી લડત આપી રહયા છે તે હકીકત છે.


વીજ કર્મી ઉપર 3 શખ્‍સોએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી

ધારી તાલુકાનાં સેમરડી ગામે

વીજ કર્મી ઉપર 3 શખ્‍સોએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી

અમરેલી, તા. 9 ધારી ગામે શીવનગરમાં રહોં અને પી.જી.વી.સી.એલ.માં ફરજ બજાવતા મનિષભાઈ પોપટભાઈ લીંબાસીયા નામનાં વીજ કર્મી ગઈકાલે સવારે ધારી તાલુકાના સેમરડી ગામે પોતાની સરકારી ફરજમાં હતા ત્‍યારે સેમરડી ગામે રહેતાં હારૂનભાઈ, તોસીફભાઈ તથા જાફરભાઈ બારાનભાઈ નામનાં ત્રણ ઈસમોએ લાફાવાળી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કરતાં ધારી પોલીસમાં ફરિયાદ નોંધાતાપોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


લુવારા ગામની સીમમાં યુવતિએ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પીધી

અમરેલી, તા. 9 સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે રહેતી અસ્‍મિતાબેન જયતાભાઇ બોરીચા નામની રર વર્ષીય યુવતિએ ગત તા. 7ના રોજ સાંજના સમયે કોઇ અગમ્‍ય કારણોસર પોતાની વાડીએ જઇ અને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ઝેરી દવા પીધી : સારવારમાં

અમરેલી, તા.9 સાવરકુંડલા તાલુકાનાં ભુવા ગામે રહેતી અને અભ્‍યાસ કરતી અલ્‍પાબેન મનસુખભાઈ ગેડીયા નામની રર વર્ષીય વિદ્યાર્થીનીએ એમ.કોમ પાર્ટ-1ની પરીક્ષા આપી હતી. જેમાં તેણીને એટીકેટી આવી હતી અને આગામી સમયમાં પાર્ટ-ર ની પરીક્ષાઓ પણ આવતી હોય જેથી અગાઉની એટીકેટી સોલ નહીં કરી શકે તેવો ભય લાગતા તેણીએ આજે સવારે પોતાના ઘરે એકલી હતી ત્‍યારે પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવાર માટે અત્રેના ખાનગી દવાખાને ખસેડવામાં આવેલ છે.


સાવરકુંડલાનો યુવક અકસ્‍માતે દાઝી જતાં સારવારમાં ખસેડાયો

અમરેલી,તા.9 સાવરકુંડલા ગામે ખાદી કાર્યાલય પાછળ રહેતા જાદવભાઈ ખોડાભાઈ ચાવડા નામના ર7 વર્ષીય શ્રમિક યુવક ગઈકાલે રાત્રે પોતાના ઘરે રસોડામાં તાપણું કરવા માટે ચૂલામાં કેરોસીન નાખતા અકસ્‍માતે મોટો ભડકો થતાં તેઓના કપડાને ઝાળ લાગી જતાં તેઓ દાજી ગયા હતા. જેથી    પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અત્રેના દવાખાને ખસેડવામાં આવેલ છે.


વાવડી ગામે પરપ્રાંતિય આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો

અમરેલી, તા. 9 મુળ મઘ્‍યપ્રદેશના વતની અને હાલ બાબરા તાલુકાના વાવડી ગામે રહેતામીઠીયાભાઇ મખનાભાઈ ભુરા નામના પ0 વર્ષીય પરપ્રાંતિય આધેડને મગજની અસ્‍થિરતા હોય, આજે સવારે પોતાના ઝુપડેથી નિકળી જઇ કોઇ ઝેરી દવા પી લેતા તેમનું મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અરેરાટી : ધારીનાં કોટડા(ચાંચઈ) ગામના યુવકે બેકારીથી આત્‍મહત્‍યા કરી

અમરેલી, તા. 9 ધારી તાલુકાનાં કોટડા (ચાંચઈ) ગામે રહેતાં અલ્‍પેશ સવજીભાઈ માલવીયા નામનાં ર0 વર્ષિય યુવકને કોઈ કામ ધંધો ચાલતો ન હોય, જેથી બેકારીથી કંટાળી જઈ આજે ગામમાં આવેલ ગૌશાળાના રસ્‍તે શેત્રુંજી નદીના કાંઠે જઈ અનાજમાં નાખવાનાં ઝેરી ટીકડા પી લેતા તેમને પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડતાં તેમનું સારવાર દરમીયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલીની સબજેલમાં પોલીસે ઓચિંતુ ચેકીંગ કરતા જેલવાસીઓમાં દોડધામ મચી

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ સતર્ક

અમરેલીની સબજેલમાં પોલીસે ઓચિંતુ ચેકીંગ કરતા જેલવાસીઓમાં દોડધામ મચી

અમરેલી, તા. 9 પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સૂચના અને માર્ગદર્શન તળે અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી રાબેતા મુજબની જળવાઇ રહે, સમાજમાં શાંતિ અને એખલાસનું વાતાવરણ જળવાઇ રહે અને નાગરીકોમાં ખરેખર કાયદાનું શાસન હોવાનું પ્રતિત થાય અને નાગરીકો નિર્ભય થઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તે અંગે તકેદારીના ભાગરૂપે વિવિધધ પગલાઓ લેવાય રહેલ છે.  જેમાં સઘન પેટ્રોલીંગ, ચેક પોસ્‍ટ ચેકીંગ, નાસતા-ફરતા આરોપીઓને ઝુંબેશના સ્‍વરૂપે પકડી પાડવા, અસામાજીક તત્‍વો વિરોધી અસરકારક અટકાયતિ પગલા, દારૂ-જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ સંપૂર્ણ નેસ્‍તનાબુદ કરવાની કાર્યવાહી, ગે.કા. હથિયારો પકડી પાડવા તથા સઘન પેટ્રોલીંગ, સઘન નાઇટ રાઉન્‍ડજેવા અસરકારક પગલાઓ ભરવામાં આવી રહયા છે, જે કાર્યવાહીના ભાગ સ્‍વરૂપે આજરોજ એલ.બી. મોણપરા, નાયબ પોલીસ અધિક્ષક પી.એમ. દેસાઇ, ના.પો. અધિ. મુખ્‍યમથક, અમરેલી, આર.વી. દેસાઇ, પોલીસ ઇન્‍સ. અમરેલી સીટી તથા સીની. એ.એસ.આઇ. પી.કે. ડેર, ઇ.ચા. પો.સ.ઇ. એસ.ઓ.જી. અમરેલી તથા એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા આજરોજ જિલ્‍લા જેલનું ઓચિંતુ સંયુકત ચેકીંગ હાથ ધર્યુ હતું અને જિલ્‍લા જેલમાં દરેક બેરેક/કેદીઓના સરસામાન વિ.નું ખુબ જ જીણવટ ભર્યુ ચેકિંગ કર્યુ હતુ. કંઇ વાંધાજનક મળી આવેલ ન હતું.


લીલીયાનાં એકલેરા ગામનાં મંદિરમાં ચોરી કરનાર શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા. 9 ગઈ તા.07/11/ર017 ના રોજ લીલીયા તાલુકાના એકલેરા ગામે આવેલ બ્રહ્માણી માતાજીના મદિરે એક અજાણ્‍યો ઈસમ મોટર સાઈકલ લઈ આવેલ અને મંદિરના પૂજારીને કહેલ કે મંદિરની ચાવી આપો મારે દર્શન કરવા છે. એટલે મંદિરના પૂજારીએ આ અજાણ્‍યા ઈસમને મંદિરની ચાવી આપતાં આ અજાણ્‍યો ઈસમ મંદિરમાંદાનપેટી તોડી તેમાંથી ચોરી કરી જતો રહેતાં આ અંગે બ્રહ્માણી માતાજીના મંદિરના ટ્રસ્‍ટી ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ આલગીયા, રહે. એકલેરાવાળાએ લીલીયા પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા ઈસમ વિરૂઘ્‍ધ મંદિર ચોરીની ફરિયાદ લખાવેલ હતી. અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ્‍પેકટર એ.પી. પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફ ર્ેારા મળેલ ચોક્કસ બાતમી આધારે ગઈ કાલ તા. 08/11/ર017 ના રોજ અમરેલી લીલીયા રોડ ઉપર આવેલ દાદાભગવાનનાં ત્રિમૂર્તિ મંદિર નજીક વોચ ગોઠવી વાહન ચેકીંગ કરતાં લીલીયા તરફથી આવતાં એક બજાજ ડીસ્‍કવર મોટર સાઈકલ વાળા શંકાસ્‍પદ ઈસમને ઝડપી લઈ તેની સઘન પુછપરછ કરતાં તેનું નામ પરેશભાઈ નાથાભાઈ પોરીયા, ઉ.વ. 3ર, રહે. સાવરકુંડલા, નેસડી રોડ વાળો હોવાનું જાણવા મળેલ અને તેની પાસેથી રોકડા રૂા.પ10 મળી આવતાં તે અંગે પુછપરછ કરતાં પોતે આ ડીસ્‍કવર મોટર સાઈકલ લઈ લીલીયા વિસ્‍તારમાં હતો તે દરમ્‍યાન એકલેરા ગામે મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરેલ તે પૈકીની આ રોકડ રકમ હોવાની કબુલાત આપતાં આ રોકડા રૂા.પ10 તથા ડીસ્‍કવર મો.સા. રજી.નંબર જી.જે.14.એસ. 3પ4 કિં. રૂા. રપ,000 મળી કુલ રપ,પ10 નો મુદ્યામાલ શકપડતી મિલકત તરીકે કબજે લઈ પકડાયેલ ઈસમ સામે ધોરણસર કાર્યવાહી કરી લીલીયા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. અને મંદિર ચોરીનો ગુન્‍હોબીજા જ દિવસે ડીટેકટ કરવામાં અમરેલી એલ.સી.બી.એ. સફળતા મેળવેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલભાઈ સમા, પ્રફુલ્‍લભાઈ જાની, સંજયભાઈ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, સાર્દુલભાઈ ભુવા, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઈ વરૂ, ઉમેદભાઈ મહેતા, જગદીશભાઈ ઝણકાત, તુષારભાઈ પાંચાણી, વિજયભાઈ      વાઢેર, મધુભાઈ પોપટ, ભાવેશભાઈ બોરીસાગર, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિ.એ કરેલ છે.


સગર્ભા મહિલાનું ઝેરી મચ્‍છર કરડવાથી મૃત્‍યુ થયુ

રાજુલાના રામપરા-ર ગામનો બનાવ

અમરેલી, તા. 9 રાજુલા તાલુકાના રામપરા-ર ગામે રહેતી મનિષાબેન વિપુલભાઇ ચૌહાણ નામની ર0 વર્ષીય ગર્ભવતી મહિલાને કોઇ ઝેરી મચ્‍છર કરડી જતા તેણીને બંને પગે હાથીપગા જેવા સોજા ચડી જતા તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીના ગર્ભમાં રહેલ બાળક પેટમાં ગુજરી જતા તેણીને પણ ઝેરી અસર થઇ જતા મૃત્‍યુ થયાનું પીપાવાવ મરીન પોલીસમાં જાહેર થવા પામેલ છે.


લાઠીનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભાને બદનામ કરવાનો પ્રયાશ

સમાજ વિરોધી તત્‍વોએ બાબરા-લાઠી-દામનગરમાં બેનર લગાવ્‍યા

લાઠીનાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાભાને બદનામ કરવાનો પ્રયાશ

અમરેલી, તા. 9 અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે આગામી 9મી ડિસેમ્‍બરનાં રોજ ચૂંટણી થવાની છે. તેવા જ સમયે એક પૂર્વ ધારાસભ્‍યને બદનામ કરવાનો પ્રયાશ બેનર દ્વારા કરવામાં આવતા                        ખળભળાટ મચી ગયો છે. લાઠી-લીલીયા બેઠકના પૂર્વ ધારાસભ્‍ય હનુભાભા ધોરાજીયાએ લાઠી-લીલીયા બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી દાવેદારી નોંધાવતા તેમના રાજકીય શત્રુઓએ અજાણ્‍યા શખ્‍સોને મોડી રાત્રીના દોડાવીને જાહેર ચોકમાં હનુભાભાનું ચરિત્ર વિકૃત રીતે દર્શાવતા બેનર લગાવતા કોંગી આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. બાદ આજે જિલ્‍લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર અને હનુભાભાએ દામનગર પોલીસની મદદ માંગતા બેનરો હટાવવામાં આવ્‍યા હતા અને સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે પૂર્વ ધારાસભ્‍ય હનુભાભાએ પત્રકાર પરિષદ યોજીને કોઈ રાજકીય હિતશત્રુએ આ કારસ્‍તાન કર્યું હોવાનું જણાવીને તટસ્‍થ તપાસની માંગ કરેલ છે.


જાફરાબાદ પથંકમાં સિંહ સાથે પડાવ્‍યા ફોટા

અમરેલી, તા.9 ગીર પથંકની શાન સમા સિંહની જંગલ તથા રેવન્‍યું વિસ્‍તારમાં માઠી બેઠી હોય તેમ હજુ ગઈકાલે સિંહ બેલડીને પજવણીકરતો વિડીયો વાયરલ થયાની ઘટનાની હજુ તો શાહી પણ સુકાઈ નથી ત્‍યાં જાફરાબાદ પથંકમાં વિહરતા સિંહ સાથે ફોટો પડાવવાના કેટલાક લોકોને ચાનક ચડતા સિંહ આગળ ઉભા રહી ફોટા પડાવી તથા વિડીયો ઉતારી સોશ્‍યલ મિડીયામાં વાયરલ થયાની ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો છે.


અમરેલીની સિવિલ હોસ્‍પિટલ સામેની ઝુપડપટ્ટી હટાવવા ‘‘આપ”ની રજુઆત

અમરેલી, તા. 9 વિકાસના મોટા મોટા બણગા તેમજ સફાઇ અભિયાન પાછળ કરોડોનો ધુમાડો કરવા છતા અમરેલી શહેરની મઘ્‍યમાં અમરેલી જિલ્‍લા સરકારી હોસ્‍પિટલની સામે જ આવેલ રસ્‍તા ઉપર કહેવાતા ગરીબ લોકોએ રીતસરની દાદાગીરીથી 108 કે એમ્‍બ્‍યુલન્‍સ પણ પસાર થઇ શકે નહિં તેવી રીતે અમરેલી નગર પાલિકાના રોડ ઉપર દબાણ ખડકી દઇ રસ્‍તાની હાલત અતિથી અતિ ગંદી તેમજ ભયંકર બદબૂ ફેલાવતી આ સરકારને કે નેતાઓને વ્‍હાલા એવા ગરીબોના ત્રાસને દુર કરવા અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટી અને બાબરા વિધાનસભાના ઉમેદવાર માંજરીયા દ્વારા ફરી વખત કલેકટરને લેખિતમાં જણાવેલ છે કે, આ લોકોની આખી વસાહતનું રોડ ઉપરનું દબાણ દુર કરી અને આખા રોડ ઉપર જાજરૂ જવાના સમયે કડક હાથે કામ લઇ ગંદકી અને બદબૂ અટકાવવા જરૂરી તમામ પગલા લેવા તેમજ આ તમામ કહેવાતા ગરીબોને સરકારી કવાટર ફળવાઇ ગયેલ છે. તેઓનેફળવાયેલ કવાટરમાં રહેવા જતા રહેવા માટે ફરજ પાડવી જરૂરી છે. અમરેલી જિલ્‍લાભરમાંથી દર્દીઓ અને તેમનો પરિવાર તેમજ કાયદેસરના દુકાનધારકો અને લીલાવંતી સ્‍કૂલમાં ભણતા વિદ્યાર્થી ભાઇ-બહેનોને અતિ થી અતિ ગંદકી કે બદબૂ તેમજ ગાળાગાળી ભયંકર અપશબ્‍દોથી ભરપુર એવા વાતાવરણમાંથી રોજીંદા પસાર થવું પડતુ હોઇ અને સવારમાં દુકાનોના શટર ખુલે તે પહેલા જાજરૂ કરી જવું જે જાહેર રોડ પોતાની અંગત મિલ્‍કત હોય તેમ તેમના બાળકો અને બકરા, કુતરા, મરઘા સાથે કોઇનું વાહન અડે એટલે રીતસર ખેલ પાડી પૈસા પડાવવા વગેરે અનેક પ્રવૃત્તિ ત્‍યાંથી હટાવવા માટે અમરેલી કલેકટરને ફરી વખત જણાવેલ છે અને અમરેલીની જાહેર જનતાને સંપૂર્ણ બિન રાજકીય રીતે સિવિલ હોસ્‍ટિપલની સામેની ગંદકી હટાવવા માટે સહકાર આપવા જાહેર અપીલ કરેલી છે તેમજ જે કોઇ મતના ભૂખ્‍યા રાજકીય નેતા કે કોઇપણ વ્‍યકિતને આ ગરીબોની ગંદી પ્રવૃત્તિ કે વસ્‍તી સાથે પ્રેમ કે લગાવ હોઇ તો તેઓ આ લોકોને પોતાના ઘર કે પોતાની અંગત મિલ્‍કતમાં લઇ જઇ પૂણ્‍યનું કામ પણ કરી શકે છે પણ અમરેલી સરકારી સિવિલ હોસ્‍પિટલનો રોડ સારવાર માટે આવતા તમામ લોકો માટે સાફ સુથરો અને નગરપાલિકાના નિયમ મુજબ ર4 કલાક ખુલ્‍લો રહે, લારી, રીક્ષા કે બકરી બાંધવા માટે ખીલો પણ રોડ ઉપર રહે નહિંતો જ સૌનો સાથે સૌનો વિકાસ થયો કહેવાશે અને સફાઇ અભિયાન સાર્થક થયું કહેવાશે. નહિંતર આમ આદમી પાર્ટી આ વસાહતનું શુટિંગ કરી ફિલ્‍મ બનાવી ગુજરાત મોડલ ઇલેકટ્રોનિક મીડિયા તેમજ સોસીયલ મીડિયામાં ફરતું કરશે. તેની તમામ જવાબદારોએ નોંધ લેવી. તેમ ભભઆપભભની યાદીમાં જણાવેલ છે.


જાફરાબાદના ટીંબી ખાતે માર્કેટયાર્ડ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી

 

જાફરાબાદ, તા.9 જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે તાલુકા કક્ષાનો માર્કેટીંગ યાર્ડ આવેલો છે. જે ગયા વર્ષથી ચાલુ થયેલ છે. અને આ વખતે દિવાળી પછીથી માર્કેટીંગ યાર્ડ શરૂથવા પ્રથમ દિવસે જ એક હજાર મણ જેટલો કપાસ હરરાજી માટે આવ્‍યો હતો. અને પહેલા દિવસે કપાસના રૂપિયા નવસો એકવીશ ભાવ થતા ખેડૂત ભાઈઓમાં ખુશીની લહેર જોવા   મળી હતી. હવે આજુ બાજુના ગામડામાંથી કપાસ યાર્ડમાં મોટા પ્રમાણ આવવાની શરૂઆત થતા વેપારી આલમ પણ કપાસ એક જગ્‍યાએથી મળશે. તેથી ગામડે કપાસ ખરીદવા જવું નહી પડે તેથી ખુશ છે.


અમરેલીનાં રાજમાર્ગો પર આડેધડ ખોદકામ

ચિતલ માર્ગનાં રહેવાસીઓ અને વેપારીઓ ત્રાહીમામ

અમરેલીનાં રાજમાર્ગો પર આડેધડ ખોદકામ

અમરેલી, તા. 9 અમરેલી શહેરનાં ચિતલ માર્ગ પર ગણેશ સોસાયટીની કોર્નરથી દત્તમંદિર સુધી માર્ગની જમણી બાજુએ પાંચેક ફુટની કેનાલ જેવું કોઈ કામ ચાલી રહૃાું છે. જેમાં સુરક્ષાનાં અભાવથી વાહનચાલકો પરેશાન થઈ ચુકયા છે. આમ તો જનતા જનાર્દનનાં પરસેવાનાંપૈસાથી ચાલતા દરેક કાર્યો અંગે જનતા જનાર્દન જાણકારી મેળવી શકે તે માટે કામનાં સ્‍થળ પર શેનું કામ, કેટલો ખર્ચ, સમય મર્યાદા, કોન્‍ટ્રાકટરનું નામ વિગેરે બાબતો દર્શાવતું બોર્ડ લગાવવું ફરજિયાત હોય છે. પરંતુ અમરેલીનાં ચિતલ માર્ગ પર ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર શેનું કામ ચાલે છે, કોણ કોન્‍ટ્રાકટર છે વિગેરે બાબતોની શહેરીજનોને કોઈ જાણકારી જ નથી અને માર્ગની લગોલગ કેનાલ બનાવી હોય છાશવારે અકસ્‍માત થઈ રહૃાા છે અને ધુળની ડમરીઓ અને પથ્‍થરથી આ વિસ્‍તારનાં રહેવાસીઓ, વેપારીઓ અને માર્ગ પરથી પસાર થનાર વાહનચાલકો ત્રાહીમામ પોકારી ચુકયા હોય જવાબદાર ઉચ્‍ચ અધિકારીઓ વાતાનુકુલીન કચેરીમાંથી બહાર નીકળીને જાત નિરીક્ષણ કરે તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે.


ડુંગરમાં નાયબ પોલીસ અધિક્ષકનો લોકદરબાર યોજાયો

ડુંગર ગામે તાજેતરમાં આવેલ પી.એસ.આઈ. એ. ડી. ગોહીલે ગામમાં શાંતિ જળવાઈ રહે અને ચૂંટણી જેવા માહોલ વચ્‍ચે કોઈપણ અનીચ્‍છનીય બનાવ ન બને તે માટે ગામનાંઆગેવાનોને એકઠા કરેલ. જેમાં મુસાભાઈ દાદાભાઈ ગાહા, બબાભાઈ મયુરભાઈ વાણીયા, જાનીભાઈ ગાહા, તેમજ તાલુકા પંચાયતના સદસ્‍ય અમરાભાઈ ગોહીલ અને ડુંગર ગ્રામ પંચાયતનાં સદસ્‍યોએ હાજરી આપેલ. આ તકે નાયબ પોલીસ અધિક્ષક માવાણીએ ગામમાં તેમજ જીલ્‍લામાં શાંતિ જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન પુરૂ પાડેલ. પોલીસ સ્‍ટાફના અશોકભાઈ ધાંધલીયા, તેમજ ડેરભાઈએ સારી એવી વ્‍યવસ્‍થા કરેલ.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : જેનીશા સંજયભાઈ હીરપરા (ઉ.વ.8)નું તા.8/11ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10/11ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્‍થાન ગીતાંજલી સોસાયટી, પાણીના ટાંકા પાછળ, જેસર રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે. સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી મુકેશગીરી વિનુગીરી ગૌસ્‍વામી  (એસ.ટી. કંડકટર)નાં સુપુત્ર મિતેષ (ઉ.વ.17)નું તા.8/11ને બુધવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તે વિનુગીરી ગજરાજગીરી (નિ. ડેપોમેનેજર) દલપતગીરી (નિ.પોલીસ), અશોકગીરી (કંડકટર), રમેશગીરી (ન.પા. ડ્રાઈવર)નો પૌત્ર થાય. સદગતનું બેસણું તા.10/11ને શુક્રવારના રોજ સવારે 8 થી સાંજના પ સુધી તેમના નિવાસસ્‍થાન શ્રમજીવી નગર, રેલ્‍વે પાટા         પાછળ, સાવરકુંડલા ખાતે રાખેલ છે. વીજપડી : વીજપડી નિવાસી જેબુનબેન બાબુભાઈબેલીમ તે અમીભાઈ માનજીભાઈ બેલીમના મોટા દીકરાના ઓરત તેમજ દાદુભાઈ પીરભાઈ બેલીમના ભાભી થાય તેમજ વલીભાઈ તથા અલીભાઈ તથા રાજુભાઈના વાલીદા થાય તે તા.9/11ને ગુરૂવારના રોજ અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયા છે. તેમની જીયારત તા.11/11ને શનિવારના રોજ 10 કલાકે જુમ્‍મા મસ્‍જિદમાં રાખેલ છે. ઓરત માટે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. બગસરા : બગસરા નિવાસી દિલીપભાઈ (ઉ.વ.પ6) તે સ્‍વ. શાંતીલાલ ત્રિભોવનદાસ સુચકના પુત્ર તેમજ નવીનભાઈ, બટુકભાઈ, વિનુભાઈ, કિશોરભાઈ તથા સ્‍વ. રાજુભાઈના ભાઈ તેમજ મનહરલાલ બાબુલાલ ચોલેરા (ભાવનગર)ના જમાઈ તથા હર્ષના પિતાનું તા.9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ને શનિવારના રોજ સાંજના પ કલાકે લોહાણા મહાજન વાડી, બગસરા ખાતે રાખેલ છે.


10-11-2017

thumbnail of amreli express