Main Menu

Thursday, November 9th, 2017

 

બાબરાના ભાજપનાં સંભવિત ઉમેદવાર ગોપાલભાઈ દ્વારા ખાટલા પરિષદ

ચમારડીનાં પનોતા પૂત્ર અને સમગ્ર પંથકમાં ભામાશા તરીકે ઓળખાતાં ગોપાલભાઈ વસ્‍તપરા ભાજપનાં આ વિસ્‍તારના સંભવિત ઉમેદવાર હોય તેઓએ ભાજપનાં પ્રચારનું કાર્ય પુરજોશમાં શરૂ કર્યુ છે. તેઓએ ડોર ટુ ડોર પ્રચાર તેમજરાત્રીના ખાટલા પરિષદ પણ શરૂ કરી હોય સમગ્ર પંથકમાં ભાજપ તરફી માહોલ ઉભો કરવામાં ભારે સફળ થઈ રહયા છે.


મોદીને રાજકીય સ્‍ટંટબાજીમાં પછડાટ આપતા રાહુલ ગાંધી

સુરત ખાતે રત્‍નકલાકારોની સંગાથે સમય પસાર કરીને

અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને હીરા ઘસવાની પઘ્‍ધતિ સમજાવી

અમરેલી, તા. 8 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમતેમ રાજકીય માહોલમાં ગરમાવો આવી રહૃાો છે. મુખ્‍ય બંને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસનાં કદાવર આગેવાનો ગુજરાતને ઘમરોળી રહૃાા છે. ભાજપ તરફથી બાગડોર નરેન્‍દ્ર મોદી અને અમિત શાહે      સંભાળી છે. તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી મેદાનમાં આવ્‍યા છે. અને નરેન્‍દ્ર મોદીને તેની જ શૈલીમાં જવાબ આપવા માટે આજે રાહુલ ગાંધીએ સુરત ખાતે રત્‍ન કલાકારો સાથે સમય પસાર કરીને તેઓની સમસ્‍યા જાણી હતી. આ તકે અમરેલીનાં યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ રાહુલ ગાંધીને હીરા ઘસવા માટેની પ્રક્રીયા સમજાવી હતી. અને રાહુલ ગાંધીનાં આ પગલાથી ભાજપમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.


દેશનાં ગૌરવસમા સિંહની હાલત અત્‍યંત કફોડી : વન વિભાગ ઘ્‍યાન આપે

સોશ્‍યલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

સિંહની પાછળ છેલબટાઉ યુવકો બાઈક દોડાવે છે

અમરેલી, તા.8 સમગ્ર એશિયાનું ગૌરવ ગણાતાં સિંહોની સુરક્ષા કરવામાં વન વિભાગ વારંવાર નિષ્‍ફળ સાબિત થઈ રહયો છે. છતાં પણ કોઈ ઉચ્‍ચ અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી. દરમિયાનમાં સોશ્‍યલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બાઈક સવાર યુવકો સિંહોની પાછળ બાઈક દોડાવી રહયા છે. જેમાં બાઈકનો નંબર પણ સ્‍પષ્‍ટ દેખાઈ આવે છે. અને આ વિડીયો ક્રાંકચ વિસ્‍તારનો હોવાનું ચર્ચાઈ રહયું હોય વન વિભાગ તટસ્‍થ તપાસ કરે છે કે  કેમ ? તે જોવું રસપ્રદ રહેશે.


અમરેલી, સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારાનોટબંધીનાં નિર્ણયનો વિરોધ

નોટબંધીને લઈને દેશનું અર્થતંત્ર થયું બરબાદઅમરેલી, તા. 8 ભાજપ સરકારે 8 નવેમ્‍બર ર016નાં રોજ નોટબંધીનો નિર્ણય કર્યાને આજે એક વર્ષ પુર્ણ થતાં કોંગ્રેસ પક્ષ ઘ્‍વારા 8 નવેમ્‍બરને કાળા દિવસ તરીકે માનવામાં આવી રહૃાો હોય જે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપ સરકાર વિરૂઘ્‍ધ દેખાવો કરવામાં આવ્‍યા હતા. અમરેલી શહેરમાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે કોંગી આગેવાન પંકજ કાનાબાર, ટીકુભાઈ વરૂ, સંદિપ ધાનાણી તેમજ સાવરકુંડલામાં ચંદ્રેશ રવાણી, દિપક માલાણી, હસુભાઈ સુચક સહિતનાં કોંગીજનોએ રેલી, સુત્રોચ્‍ચાર, મોં પર કાળી પટ્ટી ધારણ કરીને ભાજપ સરકારનાં નિર્ણયથી દેશનું અર્થતંત્ર અને દેશવાસીઓ બરબાદ થયાનું જણાવ્‍યું હતું.


નિર્દોષ ભૂલકાઓનું જે થાય તે આપણું ઘર નાણાથી ભરી દો

લૂંટો ભાઈ લૂંટો : શાળાનાં બાંધકામમાં કરો દે ધનાધન

બાબરાનાં શીરવાણીયા ગામે જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસે તૈયાર થતી શાળાનાં બાંધકામમાં વ્‍યાપક ગોલમાલ?

બાબરા, તા. 8 બાબરા તાલુકાના શિરવાણિયા ગામે રાજય સરકારના શિક્ષણ વિભાગ ર્ેારા લાખો રૂપિયાના ખર્ચે બે માળની બિલ્‍ડીંગ બે માસથી બનાવવાની કામગીરી શરૂ છે પણ અહીં શાળાના બાંધકામમાં ગોલમાલ થતો હોવાની જાણ ગામલોકોને થતા ગામના સ્‍થાનિક આગેવાનોની આગેવાની હેઠળ બાંધકામ અટકાવ્‍યું. બાબરા તાલુકાનાં શિરવાણિયા ગામે સર્વશિક્ષા અભિયાન હેઠળની ગ્રાન્‍ટ હેઠળ રાજયના શિક્ષણ વિભાગ ર્ેારા બે માળની બિલ્‍ડીંગ બનાવવામાં આવી રહી છે. પણ અહીં કોન્‍ટ્રાકટર ર્ેારા તમામ નીતિ નિયમો નેવે મુકી નબળુ બાંધકામકરવામાં આવતા ગામલોકો રોષે ભરાયા હતા અને કામ અટકાવી કોન્‍ટ્રાકટરને ચાલતી પકડવા જણાવ્‍યું હતું. શાળા બિલ્‍ડીંગના નબળા બાંધકામની જાણકારી ગામલોકોને થતા આ વિસ્‍તારના તાલુકા પંચાયતના સભ્‍ય મુકેશભાઈ ભાલિયાની આગેવાની હેઠળ સરપંચ સહિતના ર00 લોકોનું ટોળું નબળું બાંધકામ બંધ કરો ના નારા સાથે બાંધકામનાં સ્‍થળે પહોંચી ગયુ હતું અને બાંધકામ અટકાવ્‍યું હતું. ગામલોકોએ જણાવ્‍યું હતું કે કોન્‍ટ્રાકટર ર્ેારા રેતી, કપચી, લોખંડ સહિતની અન્‍ય માલસામાન નબળો વાપરી બિલ્‍ડીંગનું બાંધકામ નબળું કરવામાં આવી રહૃાું છે. બિલ્‍ડીંગ તૈયાર થયા પછી અહીં ભૂલકાઓ અભ્‍યાસ કરવાના હોય ત્‍યારે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? તેવા સવાલો કર્યા હતા. આ ઈમારતનું પાયાથી નબળું બાંધકામ કરવામાં આવી રહૃાાનો આક્ષેપ પણ ગામલોકોએ કર્યો હતો ત્‍યારે જો અહીં આ બિલ્‍ડીંગને જમીન દોસ્‍ત કરી નવી નહિ બનાવવામાં આવે ત્‍યાં સુધી બાંધકામ કરવા દેવામાં નહિ આવે તેવી ચીમકી પણ ગામલોકોએ ઉચ્‍ચારી હતી. જોકે આ બાબતે બાબરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રશાંતભાઈ મહેતાએ જણાવ્‍યું હતું કે અહીં ગામલોકો કે કોઈ આગેવાનની રજૂઆત મળેલ નથી. આ બાબતે કોઈ રજૂઆત મળશે તો યોગ્‍ય રિપોર્ટ કરી કાર્યવાહી કરવાનું જણાવ્‍યુંહતું. ત્‍યારે રાજય સરકાર ર્ેારા લાખો રૂપિયાના ખર્ચે બાળકોના અભ્‍યાસ માટે નવી શાળાઓ બનાવવામાં આવે પણ ભ્રષ્‍ટ અધિકારીઓની મીઠી નજર હેઠળ કોન્‍ટ્રાકટરો નબળું બાંધકામ કરી વિદ્યાર્થીઓના જીવને જોખમે મુકતા હોય છે. હાલ તો સમસ્‍ત ગામલોકો ભેગા મળીને નબળું બંધકામ અટકાવ્‍યું છે ત્‍યારે આગામી દિવસોમાં તંત્ર ર્ેારા શું પગલા લેવાય છે તે જોવું રહૃાું.


કુંકાવાવ તાલુકા ભાજપ દ્વારા ગૌરવ સંપર્ક અભિયાન શરૂ

કુંકાવાવ તાલુકા ભાજપની ટીમ દ્વારા ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનના ભાગરૂપે તાલુકાના ગામડામાં ઘરે ઘરે જઈને ભાજપ સરકારની સિઘ્‍ધિઓની ગાથા લોકોને સમજાવીને ભાજપના આ ગુજરાત ભરના અભિયાનને સફળ બનાવવા માટે પ્રમુખ વિનુભાઈ રાદડીયા, મહામંત્રી ગોપાલભાઈ અંટાળા, પ્રકાશભાઈ મોવલીયા, ભગવાનભાઈ ભુવા સહિતના હોદેદારો રોજ અનેક ગામડાનો પ્રવાસ કરીને ભાજપ તરફી માહોલ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહયા છે. અને લોકો પણ ઉત્‍સાહ ભેર સ્‍વાગત કરીને આગેવાનોને ઉત્‍સાહ પુરો પાડી રહયા છે. આમ તાલુકા ભરમાં ગુજરાત સરકારની સિઘ્‍ધિઓ લોકો સુધી પહોંચાડી આ અભિયાનને વેગવંતુ બનાવી રહયા છે.


09-11-2017

thumbnail of amreli express


09-11-2017

thumbnail of AMRELI EXPRESS