Main Menu

Wednesday, November 8th, 2017

 

અમરેલી જિલ્‍લાની ચાર બેઠકો પર ભાજપનો સફાયો : ‘‘પાસ”

અમરેલી, તા. 7 આગામી ડિસેમ્‍બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા પરિવર્તન માટે પંકાયેલા અમરેલી જિલ્‍લાથી પરિવર્તનની લહેર આરંભ કરીને અમદાવાદ વાયા સુરત થઈને ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચી જશે તે માટે જિલ્‍લાના પાણીદારપાટીદાર સમાજના પાવરફુલ મતદાતાઓ નિમિત બનશે તે વાતમાં શંકાને કોઈ સ્‍થાન નથી. અમરેલી જિલ્‍લાની પાંચ બેઠકોમાંથી અમરેલી-7પ871, લાઠી- 46ર40, સાવરકુંડલા-પ4870, ધારી-પ819પ મતદાતાઓ પાટીદાર સમાજના છે. જે ઉત્‍સુકતા તથા ઉત્‍સાહપૂર્વક મતદાન કરીને અમરેલી જિલ્‍લાની પાંચમાંથી ચાર બેઠકો પર વર્તમાન સરકારે કરેલા પાટીદારો પર અન્‍યાય તથા અત્‍યાચારનો બદલો લેશે. જેને પ્રોત્‍સાહન આપવા આગામી દિવસોમાં હાર્દિક પટેલની જંગી સભાઓ તથા વિધાનસભાદીઠ રોડ-શો નો મેપ તૈયાર થઈ રહૃાો છે. અમરેલી ઉપરાંત અમદાવાદના ઘાટલોડીયા, ઠકકરબાપાનગર, નિકોલ, નરોડા, વેજલપુર, મણીનગર, નારણપુરા તથા સુરતની કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કારંજ, મજુરા, કતારગામ વિધાનસભા કે જયાં પાટીદારોનું પરિણામલક્ષી પ્રભુત્‍વ છે તેવી તમામ બેઠકો પર જિલ્‍લાના પાટીદાર યુવાનો તથા આગેવાનો સભાઓ ગજવશે તથા ડોર ટુ ડો સંપર્ક કરીને વધુમાં વધુ પાટીદાર મતદારો મતદાનના માઘ્‍યમથી પાટીદારો પર વર્તમાન સરકાર ઘ્‍વારા થયેલ દમન, અન્‍યાય, અત્‍યાચાર વિગેરેનો જવાબ આપવા પ્રેરણા, પ્રોત્‍સાહન આપીને પાટીદાર પાવર સાબિત કરવામાં આવશે. તેમ પાસનાં પ્રવકત હરેશ બાવીશીએ એક નિવેદનમાં જણાવેલ છે.


સલડી શકિત કેન્‍દ્રમાં ભાજપનો પ્રચાર કરતા ડો. કાનાબાર

ગુજરાતવિધાનસભાની ચુંટણી અંતર્ગત ભાજપના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમિતભાઈ શાહના માર્ગદર્શન અનુસાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્ધારા રાજયની તમામ નગરપાલિકાના વોર્ડ તથા તાલુકા પંચાયતની સીટ વાઈઝ પ્રચાર-પ્રસાર પ્રારંભ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમને અનુલક્ષીને પ્રદેશ ભાજપ અગ્રણી અને અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારે આજે લીલીયા તાલુકાના સલડી ખાતે ગૌરવ સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો. ઘેર ઘેર જઈ લોકોને સરકારે કરેલ લોકલક્ષી કામગીરી અને છેલ્‍લા ર0 વર્ષમાં ગુજરાત રાજયમાં થયેલ વિકાસની માહિતી આપી, આવનાર ધારાસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી વિજયી બનાવવા અપીલ કરી. સલડી શકિત કેન્‍દ્રમાં ડો. કાનાબાર સાથે બોરીવલીના પૂર્વ ધારાસભ્‍ય હેમેન્‍દ્રભાઈ મહેતા, લીલીયા તાલુકા ભાજપના પ્રમુખ ચતુરભાઈ કાકડીયા, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાશીભાઈ ડેર, લીલીયા તાલુકા ભાજપના મહામંત્રી ભનુભાઈ ડાભી, ભાજપ અગ્રણી ધીરૂભાઈ માદલીયા, સલડી ગામના સરપંચ મનુભાઈ ડેર, ઉપસરપંચ ઘનશ્‍યામભાઈ દેવાણી, લીલીયા પટેલ સમાજના પ્રમુખ કાંતીભાઈ શીંગાળા, ભીખાભાઈ ધોરાજીયા, તુષારભાઈ ધોરાજીયા, કેપ્‍ટન ધામત, સુખાભાઈ પોલરા, જિલ્‍લા યુવા મોરચાના મહામંત્રી કેતન ઢાંકેચા, વિજય અકબરી, જીતુ લાઠીયા,રમેશભાઈ રામાણી, ભનુભાઈ રામાણી, લાભુભાઈ રામાણી, વશરામભાઈ વામજા, રાજુભાઈ, મનસુખભાઈ સાંગાણી, અમરેલીના વિપુલ ભટૃી, સાજીદખાન પઠાણ વિગેરે આ ગૌરવ સંપર્ક અભિયાનમાં જોડાયા હતાં.


સાવરકુંડલામાં સૈયદ દાદાબાપુ કાદરીના વાલીદ સાહેબનાં ઉર્ષ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન

સાવરકુંડલાના સુફીસંત અને કોમી એકતાના પ્રતિક એવા પીરે તરીકત સૈયદ દાદાબાપુ કાદરીના વાલીદ સાહેબ ભપીર સૈયદ ગુલામ અલીબાપુ કાદરી, ફાતમી (ર.અ.) નો ઉર્ષે પાકભ તા.9 ને ગુરૂવારના રોજ મનાવવામાં આવશે જેમા સવારે 9:30 થી 1રઃ30 કુર્આન ખ્‍વાની, કુલ શરીફી ત્‍યારબાદ ન્‍યાઝ રાખવામાં આવેલ છે. આનુરાની પ્રોગ્રામમાં મુફતી – એ – સૌરાષ્‍ટ્રભ સૈયદ અહમદશા બાવાભબાની દારૂલ ઉલ્‌મ ફૈઝાને મૌલાઅલી (ધોરાજી) તેમજ સૈયદ મહમુદ અશરફ સાહેબ કિછોછા (યુ.પી.)અને અલ્‍લામાં કમરૂઝઝમાખા આઝમી (જનરલ સેક્રેટરી વર્લ્‍ડ ઈસ્‍લામિક મિશન લંડન) ખાસ હાજરી આપશે. સાથે અલ્‍હાજ મુહમદ રીઝવાનખાન સાહેબ કાદરી (મુંબઈ) મુફતી નિઝામુદીન સાહેબ મિસ્‍બાહી (પ્રિન્‍સીપાલ અલ જામિઅતુલ અશરફીયા મુબારકપુર (યુ.પી.)અને મોહતરમ જનાબ નસીમહબીબી (શાઈરે ઈસ્‍લામ કલકતાવાળા) તેમજ મીર હાજી રીઝવાન (ના અતખ્‍વા સાવરકુંડલા તેમજ સાદાતે કિરામ ઉલ્‍માએ ઈઝા- વ – અઈમ્‍માએ મસાજીદ હાજર રહેશે.ઉપરાંત હાફિઝની દસ્‍તારબંદી, નાઅત ખ્‍વાની ઈસ્‍લાહી બયાનાત અને મુફતી નિઝામુદીન સાહેબ દ્વારા ભમસ્‍લા મસાઈલ – ર017માં હજ પઢીને આવનાર હાજી સાહેબોનું સન્‍માન, ફૈઝે મુહમ્‍મદી એજયુકેશનલ વેલ્‍ફેર એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત 1પ4 મદ્રસાઓના બાળકો વચ્‍ચે 6 વિષય થયેલ હરીફાઈમાં પ્રથમ નંબર મેળવનાર દીકરાઓને તથા તેમના ઉસ્‍તાદોને પ્રોત્‍સાહિત ઈનામ અને એવોર્ડ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના બધા જ દારૂલ ઉલમમાં તાલીમ લેતા હાફિઝ તથા કારી સાહેબોની હરીફાઈમાં પ્રથમ નંબર પ્રાપ્‍ત કરનાર હાફીઝ તથા કારી સાહેબ અને તેમના ઉસ્‍તાદ સાહેબને પ્રોત્‍સાહિત ઈનામ અને એવોર્ડ આપવામાંઆવશે. તેમજ શિક્ષણમાં ઉચ્‍ચ ડિગ્રી પ્રાપ્‍ત કરનાર, (ર) વિશિષ્‍ટ એવોર્ડ, (3) ખાસ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવશે. ધોરણ-10 તથા ધો.1રમાં વધુ ટકાવારી લાવનાર સૌરાષ્‍ટ્ર – કચ્‍છની શ્રેષ્ઠ લઘુમતી શાળાને એવોર્ડ તેમજ ધો.10 અને ધો.1રમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીનું સન્‍માન કરવામાં આવશે. અને દારૂલ ઉલમ ફૈઝે મુસ્‍તુફા સાવરકુંડલાના હાફિઝો વચ્‍ચે એક ઈતિહાસ બનાવનાર હાફિઝ મુહમ્‍મદ માસુમ હાજી અબ્‍દુલ વાહીદભાઈ (અમરેલી) વાળા કે જેઓએ પાંચ મહિના અને અગિયાર દિવસમાં કુર્આને હાફિઝ બનીને સમાજનું ગૌરવ વધારેલ છે. પણ તેમનું પણ સન્‍માન કરવામાં આવશે. અને ઉપરોકત દરેક પ્રોગ્રામ ઔરતો માટે અને વિદ્યાર્થીનીઓને સન્‍માનવાનો પ્રોગ્રામ એસ.એમ.જી.કે. સંકુલ ગર્લ્‍સ બિલ્‍ડીંગમાં રાખેલ છે. ભઆ તમામ પ્રોગ્રામ બાપુ સાહેબના મઝાર ઉપર, મસ્‍જિદે ઉસ્‍માન ઉંમર, નવા કબ્રસ્‍તાન મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.


બાબરા તાલુકામાં મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવતા પ્રભારી મંત્રી કવાડીયા 

અમરેલી જિલ્‍લાના પ્રભારી મંત્રી જયંતિભાઈ કાવડીયા દ્વારા કરવામાં આવ્‍યો હતો. આ તકે બાબરા, લાઠી ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમિત શાહ દ્વારા આજથી સમગ્ર રાજયમાં પાંચ દિવસ સુધી ગુજરાત ગૌરવ મહા સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. ત્‍યારે રાજયમાં જિલ્‍લા અને તાલુકાએ રાજયના મહામંત્રી અને પ્રદેશ ભાજપના આગેવાનો દ્વારા આ મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે બાબરા તાલુકામાં જિલ્‍લા પ્રભારી મંત્રી જયંતિભાઈ કવાડીયા દ્વારાબાબરા તાલુકાના મોટા દેવળીયા, કોટડાપીઠા, ધરાઈ સહિતના ગામોમાં આ અભિયાનનો પ્રારંભ કરાવી લોકોનો સંપર્ક કર્યો. તેમની સાથે જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ હીરપરા, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, નીતિનભાઈ રાઠોડ, લલિતભાઈ આંબલીયા, બીપીનભાઈ રાદડીયા, મહેશભાઈ ભાયાણી, બહાદુર બકોતરા, રાજુભાઈ વિરોજા, જગદીશભાઈ નાકરાણી, રામભાઈ સાનેપરા, અશ્‍વિનભાઈ ઓડિયા, મિતુલભાઈ જોશી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. તા.1ર નવેમ્‍બર સુધી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ લોકો સંપર્ક કરી રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકોને આપશે. તેમજ સાહિત્‍યનું વિતરણ કરવામાં આવશે. બાબરા તાલુકામાં પાંચ દિવસ સુધીમાં 11ર બુથ પર કાર્યકર અને આગેવાનો લોકોને મળશે.


સાવરકુંડલાના માર્કેટયાર્ડની સરપ્રાઈઝની મુલાકાત લેતા કલેકટર

સાવરકુંડલા, તા.7 સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પર કલેકટર સહીતના અધિકારીઓની સરપાઈઝ મુલાકાતથી સન્‍નાટો છવાઈ ગયો હતો. સરકાર દ્વારા ખેડૂતો પાસે ટેકાનાંભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. ત્‍યારે ખરીદી કરવામાં આવતા કેન્‍દ્ર પર કલેકટર ડે.કલેકટર પ્રાંત અધિકારી, લા.મામલતદાર, નાયબ મામલતદાર ઝાલા, વડીયા સહિતના અધિકારીઓનો કાફલો અત્રેની માર્કેટીંગ યાર્ડમાં એકાએક મુલાકાત લેતા થોડીવાર તો લોકો આશ્‍વર્ય ફેલાઈ હતું. પરંતુ આ અધિકારીઓની સરપ્રાઈઝ મુલાકાતમાં કોઈ ખેડૂતને કોઈ પણ જાતની પરેશાની કે અગવડતા નથી તેમ અન્‍ય કોઈ પ્રશ્‍નથી ખેડૂત નારાજ નથી ને તેમ ટેકાના ભાર્વ થતી ખરીદીમાં બરાબર છે ને તે અંગેની તપાસ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.


સાવરકુંડલાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં સુરક્ષાદળ ર્ેારા ફલેગ માર્ચ યોજાઈ

સાવરકુંડલા, તા. 7 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે તે અનુલક્ષીને એસએસબી ફોર્સના જવાનો અને સાવરકુંડલા રૂરલ પોલીસ ર્ેારા તાલુકાના ગ્રામ્‍ય પંથકોમાં કાયદો અને વ્‍યવસ્‍થાને મજબુત બનાવવા માટે આજરોજ સાવરકુંડલાના આંબરડી, જાબાળ, પીઠવડી સહિતના ગામોમાં ફલેગ માર્ચ સાથે ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. એસએસબી ફોર્સના અધિકારીઓ, જવાનો અને સાવરકુંડલા તાલુકા પીએસઆઈ એમ.યુ. સોલંકી, વિજયભાઈ રાઠોડ, ભાવિનભાઈ જોશી, રામદેવસિંહ સરવૈયા, પ્રવિણભાઈ રફુસાએ તાલુકાના મોટા ગામો સહિત આંબરડીની બજારોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.


સાવરકુંડલા શહેરમાં ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ

સાવરકુંડલા તા.07

સમગ્ર ગુજરાતમાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ અમીતભાઈ શાહના આદેશ અનુસાર ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન ગુજરાતના તમામ શકિત કેન્‍દ્ર ઉપર આજથી આરંભ થયેલ છે જે અંતર્ગત સાવરકુંડલા – લીલીયા વિધાનસભામાં સાવરકુંડલા શહેરનાં શકિત કેન્‍દ્રમાં પૂર્વ અઘ્‍યક્ષ, બોટાદ જિલ્‍લાના પ્રભારી અમોહભાઈ શાહ અને અમરેલી જિલ્‍લા ભાજપાના મહામંત્રી કમલેશભાઈ કાનાણીની આગેવાનીમાં ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ થયેલ. આ પ્રારંભમાં શકિત કેન્‍દ્રના બુથના પ્રમુખો, પેઈઝ પ્રમુખોની સાથે બેઠક કરવામાં આવેલ જેમાં તા.9થી 14 દરેક શકિત કેન્‍દ્રના બુથોમાં આ કાર્યઠ્ઠમ કરવાનો છે જે ઘરે – ઘરે જઈને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈનો સંદેશ તેમજ સરકારની કામગીરીની પત્રીકા વિતરણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અમોહભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, મહામંત્રીઓ એ.બી. યાદવ, જયસુખભાઈ નાકરાણી, પૂર્વ પ્રમુખ હેમાંગભાઈ     ગઢીયા, હસુભાઈ ચાવડા, કિશોરભાઈ બુહા, પ્રતિકકુમાર નાકરાણી, જયસુખભાઈ ઠુંમર, ડી.કે.પટેલ, હસુભાઈ ચાવડા, કમલેશભાઈ રાનેરા, વિસ્‍તારક અશોકભાઈ સોલંકી, મંજુલાબેનચિત્રોડા, જયાબેન કારેણા, પ્રકાશભાઈ ગેડીયા, ગોવિંદભાઈ પરમાર, અરવિંદભાઈ મેવાડા, મયુરભાઈ ખાચર, કમલેશભાઈ રાનેરા, કાંતીભાઈ ગોહીલ, વિજયસિંહ વાઘેલા, મેહુલભાઈ ત્રિવેદી, દીલુભાઈ બોરીચા, આશીષ અભાણી, પરેશભાઈ પાટણવાડીયા, મુસ્‍તાકભાઈ જાદવ, ધનજીભાઈ બારૈયા, રાજુભાઈ માળવી, લાલાભાઈ ભરવાડ, ભોળાભાઈ ભરવાડ, દીપકભાઈ મોરી, પરશોતમભાઈ ગોત, ઈનુસભાઈ જાદવ, રજાકભાઈ ભટૃી, ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ તેમજ શકિત કેન્‍દ્રનાં બુથ પ્રમુખો, પેઈઝ પ્રમુખો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. તેમજ ભાજપ કાર્યાલય મંત્રી કિશન યાદવની યાદીમા જણાવાયું છે.


08-11-2017

thumbnail of AMRELI EXPRESS