Main Menu

Tuesday, November 7th, 2017

 

07-11-2017

thumbnail of AMRELI-EXPRESS-1172017


લાઠીનાં લુવારીયામાં બાઈકની લૂંટનીઘટના બનતા ખળભળાટ

અમરેલી, તા. 6 લાઠી તાલુકાનાં લુવારીયા ગામે રહેતાં પરેશભાઈ લાલજીભાઈ રૈયાણી ગત તા.રનાં રોજ સવારે 11 વાગે પોતાના હવાલાવાળું મોટર સાયકલ નં.જી.જે. પ એચ.કયુ. 1રરપ કિંમત રૂા. રપ હજારનું લઈ નિકળેલ હતા ત્‍યારે તે જ ગામે રહેતાં રઘુભાઈ ટપુભાઈ ખુમાણે તેમને રસ્‍તામાં રોકી પાઈપ વડે મુંઢમાર મારી મોટર સાયકલની લૂંટ ચલાવી નાશી જતાં આ બનાવ અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં કોબ્રાએ લવ બર્ડનો કર્યો શિકાર

રાજુલા, તા.6 રાજુલાની બ્રાહ્મણ સોસાયટીનાં એક રહેણાંક મકાનમાં કોબ્રાએ ઘુસી જઈને એક લવ બર્ડનો શિકાર કર્યા બાદ કોબ્રા પિંજરામાં ફસાઈ જતાં સર્પ સંરક્ષણ મંડળના અશોક સાંખટે મહા મુસીબતે કોબ્રાને સહી સલામત વન વિસ્‍તારમાં છોડી મૂકયો હતો.


ધરાઈ ગામે બંધ મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું : ર આરોપી નાશી ગયા

અમરેલી, તા. 6 બાબરા તાલુકાનાં ધરાઈ ગામે આવેલ પરેશભાઈ રાવતભાઈના બંધ રહેણાંક મકાનમાં પોતાના અંગત લાભ માટે થઈ ધરાઈ ગામે રહેતાં અજય હસુભાઈ જોષી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોય, આ અંગેની બાતમી બાબરા પી.એસ.આઈ. વરૂને મળતાં તેઓ આજે વહેલી સવારે ર વાગ્‍યાના સમયે બનાવનાં સ્‍થળે દરોડો પાડી જુગાર રમી રહેલાં ઉમેદ દડુભાઈ ચાવડા, અજય હસુભાઈ જોષી તથા કરીયાણા ગામનાં  રાજુ લખમણભાઈ જતાને રોકડ રકમ રૂા.43600 સાથે ઝડપી લીધા હતા જયારે અન્‍ય બે ઈસમો લાઠીના કેરીયા ગામનાં અશોક આહીર તથા બાબરાનાં શાહ નાશી ગયા હોય તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


જાફરાબાદનાં નાગેશ્રીની પરિણીતાને સાસરીયાઓએ મરી જવા મજબુર કરી

જાફરાબાદનાં નાગેશ્રીની પરિણીતાને સાસરીયાઓએ મરી જવા મજબુર કરીઅમરેલી, તા. 6 ખાંભા તાલુકાનાં સરાકડીયા ગામે રહેતા ભગુભાઈ નાનજીભાઈ પરમારની પુત્રીક્રિષ્‍નાબેન જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે પરણાવેલ હોય તેણીને તેના પતિ ભરત પ્રેમજીભાઈ પરમાર તથા સાસુ સમજુબેન પ્રેમજીભાઈ પરમારે અવારનવાર શારીરીક, માનસિક ત્રાસ આપી, મારકુટ કરી, મરી જવા મજબુર કરતાં પરીણીતાએ પોતાની મેળે જંતુનાશક દવા પી લઈ આપઘાત કરી લીધાની ફરિયાદ મૃતકનાં પિતાએ નાગેશ્રી પોલીસમાં નોંધાવી છે.


અમરેલી જિલ્‍લામાં ગારીયાધાર પંથકમાંથી લઈ અવાતા દેશી દારૂ પર રોક

અમરેલી, તા.6 ગારીયાધાર તાલુકાના નવાગામમાંથી અમરેલી જિલ્‍લાના સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાનું અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલના ઘ્‍યાનઉપર આવતા આ પ્રવૃતિ ઉપર રોક લગાવવા તજવીજ હાથ ધરેલ હતી. આ દરમ્‍યાનમાં એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલ નાઓની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે અકબર અલારખભાઈ દલ, રહે. નવાગામ, તા. ગારીયાધાર વાળો વહેલી સવારે ગ્રે કલરની મારૂતિ વાનમાં દેશી દારૂના બાચકાં ભરીને સાવરકુંડલા આવવાનો છે તેવી ચોકકસ બાતમી મળતા ગઈ કાલ તા.પ/11ના વહેલી સવારે એલ.સી.બી. ટીમ દ્વારા નવાગામથી સાવરકુંડલા રસ્‍તે પીઠવડી અને જીંજુડા ગામ વચ્‍ચે વોચ ગોઠવતાં નવાગામ તરફથી એક ગ્રે કલરની મારૂતિ વાન રજી. નંબર જી.જે.16એ.એ. 464ર વાળી આવતાં જેને રોકીને ચેક કરતા કારમાં દેશી પીવાનો દારૂ ભરેલ પ્‍લાસ્‍ટીકની કોથળીઓ (ફુગ્‍ગાઓ) ભરેલ હોય અને કારની પાછળની સીટ ઉપરથી તથા કારની ડીકીમાંથી કુલ દેશી પીવાનો દારૂ લીટર 700 કિંમત રૂા. 1ર,000નો મળી આવતા કાર ચલાવનાર ઈસમ જેનું નામ અકબરભાઈ અલારખભાઈ દલ (ઉ.વ.ર3) રહે. નવાગામ, તા. ગારીયાધાર વાળો તથા તેની સાથે બેચરભાઈ સબાભાઈ ધોળકીયા (ઉ.વ.રપ), રહે. નવાગામ, તા. ગારીયાધાર વાળો હોવાનું પૂછપરછ દરમ્‍યાન જણાઈ આવેલ છે. તેને દેશી દારૂ લીટર 700 કિંમત રૂા. ર1,000 તથા મારૂતિ વાન કાર નં. જી.જે.16 એ.એ. 464ર, કિંમત રૂા. 7પ,000 મળી કુલ કિમત રૂા.96,000ના મુદામાલ સાથે પકડી પાડેલ હોય તે બંને ઈસમો વિરૂઘ્‍ધ પ્રોહીબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટે. હવાલે કરેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલભાઈ સમા, પ્રફુલ્‍લભાઈ જાની, સંજયભાઈ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, સાર્દુલભાઈ ભુવા, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, ઉમેદભાઈ મહેતા, રાણાભાઈ વરૂ, જગદીશભાઈ ઝણકાત, તુષારભાઈ પાંચાણી, વિજયભાઈ વાઢેર, ભાવેશભાઈ બોરીસાગર, મધુભાઈ પોપટ, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિગેરેએ કરેલ છે.


શીતલ આઈસ્‍ક્રીમ પરિવારનાં બાળકનું અપહરણ કરવાનો પ્રયાશ નિષ્‍ફળ

પોલીસ અધિક્ષક જગદીશ પટેલ, ક્રાઈમ પીઆઈ એ.પી. પટેલની સાવચેતીથી

ફેકટરીમાં અગાઉ કામ કરી ચુકેલ ઉત્તરપ્રદેશનાં મિકેનીકનો પ્‍લાન નિષ્‍ફળ રહૃાો

સામાન્‍ય લુંટની ઘટનાનાં આરોપીએ તેમનો આગામી પ્‍લાન પોલીસ સમક્ષ રજુ કરતાં ખળભળાટ

અમરેલી, તા. 6 અમરેલી સહિત સમગ્ર ભારતમાં નામનાં ધરાવતાં અમરેલીના એક ઉદ્યોગપતિના પરિવારનાં કોઈ બાળકનું અપહરણ કરી અને મસમોટી રકમ પડાવવાનાં ઉત્તરપ્રદેશનાં યુવકનાં પ્‍લાન પર પોલીસ દ્વારા પાણીઢોળ થયાની ઘટના પ્રકાશમાં આવતાં અમરેલી જિલ્‍લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિગત એવા પ્રકારની છે કે, અમરેલીની ભારતમાં નામનાં ધરાવતાં અમરેલીના એક ઉદ્યોગપતિની ફેકટરીમાં મિકેનીક તરીકે કામ કરી ગયેલ ઉત્તરપ્રદેશનાં સુનેહરીનગરનાં યોગેન્‍દ્રસિંહ ઉર્ફે રાજુ રામનાથસીંગ (ઉ.વ. 30) નામનાં યુવકે ર દિવસ પહેલા સાવરકુંડલા બાયપાસ નજીક એક બાઈક સવાર પાસેથી ર મોબાઈલ અને રોકડા રૂપિયા 1પ00 લુંટી લીધા હતા. જેની પોલીસ ફરિયાદ પણ દાખલ કરી વધૃ તપાસ હાથ ધરી હતી. બાદમાં એલસીબીને બાતમી મળી કે, એક પરપ્રાંતીય યુવક અમરેલીનાં વરૂડી માર્ગ પર આવેલ ખોડીયાર માતાજીનાં મદિર નજીક આવેલ નળીયાવાળા મકાનમાં છે. તેના આધારે પોલીસઅધિક્ષક જગદીશ પટેલનાં માર્ગદર્શનતળે ક્રાઈમ પીઆઈ એ.પી. પટેલે પરપ્રાંતીય યુવકને તમંચા સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તે યુવકે ભારતમાં નામનાં ધરાવતાં અમરેલીના એક ઉદ્યોગપતિ પરિવારનાં એક બાળકનું અપહરણ કરીને મસમોટી રકમની ખંડણીનો પ્‍લાન બનાવ્‍યો હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરીને રીમાન્‍ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આમ પોલીસની સતર્કતાથી એક અઘટિત બનાવ બનતો અટકતાં પરોપકારી ગણાતા શીતલ આઈસ્‍ક્રીમ પરિવારે પણ રાહતનો શ્‍વાસ લીધો છે.


સાવરકુંડલા પોલીસે આલીશાન ગણાતી ઈનોવા કારમાંથી વિદેશીદારૂનોજથ્‍થો ઝડપી લીધો

ચૂંટણી નજીક આવતાં બુટલેગરો પણ સક્રીય થયાં

સાવરકુંડલા પોલીસે આલીશાન ગણાતી ઈનોવા કારમાંથી વિદેશીદારૂનોજથ્‍થો ઝડપી લીધો

અમરેલી, તા.6 પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સૂચનાથી સાવરકુંડલા શહેર વિસ્‍તારમાં પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્‍ત નાબૂદ કરવા સૂચના થઈ આવતા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ બાતમી રાહે સાવરકુંડલા ટાઉનમાંથી અખાડા નજીકથી ટોયોટો ઈનોવા કાર નં.જી.જે.18- એ.સી. ર113માંથી પરપ્રાંતની બોટલ નંગ-1 ની કિં.રૂા.400 લેખે કુલ બોટલો નંગ-10રની કિં.રૂા.40800 મળી કુલ મુદામાલ કિં.રૂા.34ર300 (ત્રણ લાખ બેતાલીશ હજાર ત્રણસો) સાથે આરોપી સાગરભાઈ પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ.રપ) ધંધો – અભ્‍યાસ, રહે.જુનાગઢ શહેર, પંચેશ્‍વર રોડ, બોડીંગવાસ, સદગુરૂ મારબલ પાસે વાળો પકડાઈ જતા આરોપીના રીમાન્‍ડની તજવીજ ચાલુ છે. આ કામગીરીમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સપેકટર એ.બી.પટેલ તથા હેડ કોન્‍સ. હીંગરાજસિંહ, પ્રદ્‌યુમનસિંહ ગોહિલ તથા પોલીસ કોન્‍સ. પીયુશભાઈ નટવરલાલ ઠાકર તથા પો.કોન્‍સ. મયુરભાઈ ભરતભાઈ માંગરોળીયા વિગેરે પોલીસ સ્‍ટાફ હતા.


બગસરામાં માર્ગ બનાવવાને લઈને ‘‘વિકાસ ગાંડો થયો”

સત્તાધારી પક્ષનાં આગેવાનોએ જ આંદોલન કરવા પડે છે

બગસરામાં માર્ગ બનાવવાને લઈને ‘‘વિકાસ ગાંડો થયો”

ભાજપનાં શકિતશાળી આગેવાનોએ જનઆંદોલન કરવાને બદલે કાર્યવાહી કરવી જરૂરી

બગસરા, તા. 6 બગસરાનો ધુળીયો એસ.ટી. રોડ પાકો બનાવવાની માંગ સાથે આપેલ આવેદનપત્ર બાદ પણ તંત્ર ઘ્‍વારા કોઈ હકારાત્‍મક અભિગમ ન મળતાં આજ રોજ આ રોડ પરનાં વેપારીઓએ ચકકાજામ કરી દોઢ કલાક સુધી હાઈવે ઠપ્‍પ કરી નિંભર તંત્ર સામે આક્રોશ ઠાલવ્‍યો હતો. આખરે તંત્રએ તેમના હેડ કલાર્ક ઘ્‍વારા પાછો રોડ શરૂ કરવાની ખાત્રી આપતા આંદોલનસમેટાયું હતું. વિગત અનુસાર બગસરા શહેરમાં કરોડો રૂપિયાનાં ખર્ચે સ.સી. રોડ બની ગયા છે અને હાલમાં પણ અનેક કામો ચાલી રહૃાા છે. પરંતુ શહેરનાં મુખ્‍ય માર્ગ એવા એસ.ટી. રોડની અવગણના થતાં રોડ પર વેપારીઓએ અવાર-નવાર તંત્રમાં રજુઆત કરેલ તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા અંતમાં તા. ર નાં મામલતદારને આવેદનપત્ર પાઠવી તા. 6થી ચકકાજામની ચીમકી ઉચ્‍ચારેલ. જે અનુસંધાન આજ રોજ રોડ પરનાં વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી રોડ પર ઉતરી આવ્‍યા હતા અને જુના બસ સ્‍ટેશન પાસે સ્‍ટેટ હાઈવે પર દોઢ કલાક સુધી ચકકાજામ કરી કોંગ્રેસ હાય-હાય, તાલિકા પ્રમુખ હાય-હાયનાં નારા લગાવી તંત્ર સામે રોષ વ્‍યકત કરેલ. દોઢ કલાક સુધી સ્‍ટેટ હાઈવે ઠપ્‍પ થઈ જતાં મુસાફરો રઝળી પડયા હતા તેમ છતાં પોલીસ કે તંત્રએ આંદોલન સમેટવાની કોશીષ પણ કરી ન હતી. જો કે બાદમાં આંદોલનમાં રાજકીય આગેવાનો જોડાતા આંદોલન વધુ ઉગ્ર બને તે પૂર્વે પાલિકાએ તેમનાં પ્રતિનિધિ રૂપે હેડ કલાર્કને મોકલી આવતીકાલથી જ કામ શરૂ કરવાની ખાત્રી આપતા આંદોલન સમેટાઈ ગયું હતું.


સાવરકુંડલામાં ખેતજણસોનું ઓનલાઈન વેચાણ થતું નથી

મોટા ઉપાડે ડીઝીટલ ઈન્‍ડિયાનાં ગાણા ગવાઈ રહૃાા છે ત્‍યારે

સાવરકુંડલામાં ખેતજણસોનું ઓનલાઈન વેચાણ થતું નથી

17 મહિનામાંએકપણ ખેડૂતે ખેત ઉત્‍પાદનનું ઓનલાઈન વેચાણ કર્યુ નથી

અમરેલી, તા. 6 સરકાર દ્વારા ખેડૂતોની ખેત જણસો ઓનલાઈન વેચાઈ તે માટે ઈ-માર્કેટિંગની સુવિદ્યાઓ 1 વર્ષ ઉપરાંતથી માર્કેટિંગ યાડોમાં ઉભી કરવામાં આવી છે. પણ કર્મની કઠણાઈ એ છે કે સવા વર્ષ બાદ પણ અમરેલી જિલ્‍લાના સા.કુંડલા એ.પી.એમ.સી.માં આજદિન સુધી એકપણ ઓનલાઈન ઈ-માર્કેટીંગનો સોદો થયો નથી અને સરકાર દ્વારા લાખોનો ખર્ચ વેડફાઈ ગયો છે. સાવરકુંડલાનાં એ.પી.એમ.સી.માં સવા વર્ષ ઉપરાંતથી રાષ્‍ટ્રીય કૃષિ બજારની કામગીરી વેગવંતી છે કેન્‍દ્ર સરકાર દ્વારા ખેડૂતો ઓનલાઈન પ્રક્રિયા દ્વારા દેશના દરેક ખૂણે ખેત જણસો વેંચે તે માટે લાખોના ખર્ચ કોમ્‍પ્‍યુટરના રૂમો કોમ્‍પ્‍યુટરો વાઈફાઈ કનેકશન માટે ટાવર ઉભો કરવામાં આવ્‍યો છે. પણ આજદિન સુધી ઓનલાઈન ઈ-માર્કેટિંગનો વેપાર નથી થયો તે વાસ્‍તવિકતા છે. અને ઈ-માર્કેટીંગના કોમ્‍પ્‍યુટર ઓપરેટર પણ સ્‍વીકારી રહયા છે. છેલ્‍લા બે મહિનાથી એકપણ સોદો ઈ-માર્કેંિટંગના ઓનલાઈનમાં પડયો નથી સરકાર દ્વારા કોન્‍ટ્રાકટ પૂરો થઈ ગયો હોવાથી સરકારની પ્રક્રિયા માટે લાખોનો ખર્ચ ધૂળ ખાઈ રહયો છે. ત્‍યારે ખેડૂતો પણ ઓનલાઈન માલ વેંચવા રાજી નથી.ખેડૂત સાવરકુંડલા : ઓનલાઈન પ્રક્રિયામાં માલ વેંચવાથી લઈને પૈસા માટે ચેકમાંલોચા થતા હોવાથી ખેડૂતોને રોકડ નાણાની જરૂરીયાત હોય બિયારણ, દવા, ભાગીયાને ચુકવવાના પૈસા ઓનલાઈનમાં કયારે મળે તે નકકી ન હોવાથી ખેડૂતોને રોકડે ખેત જણસો વેચાઈ તેમા જ રસ હોય છે. ખેડૂતોને કેશમાં જ નાણા મળે તેવું ઈચ્‍છે છે. સરકારની ઓનલાઈન પ્રક્રિયા જટિલ છે. ત્‍યારે યાર્ડના વેપારીએ જણાવ્‍યું હતું કે, સરકારે લાખોના ખર્ચે કોમ્‍પ્‍યુટરો, ટાવર, ઉભા કરી દીધા પણ લેબ નથી ખેત જણસો કઈ ગુણવતાની છે. કયા ગ્રેડ છે. તે જાણવું ઓનલાઈનમાં અધંરૂ છે. ખુલ્‍લી હરરાજી, ખરો તોલ અને રોકડા નાણાનું સુત્ર માર્કેટિંગ યાર્ડમાં હોય છે. આથી વેપારીઓ કે ખેડૂતો ઓનલાઈન ઈ-માકેટિંગમાં જોડતા નથી જે અંગે એ.પી.એમ.સી.ના સેક્રેટરીએ જણાવ્‍યું હતું કે, 17 મહિનાથી ઈ-માર્કેટિંગનું કામકાજ સાવરકુંડલા એ.પી.એમ.સી.માં ચાલુ છે. એક વર્ષ સુધી ઈ-માર્કેટિંગનો ખર્ચ સરકારે ભોગવ્‍યો હતો. અત્‍યારે ફકત ખેડૂત એ.પી.એમ.સી.માં માલ લઈને આવે તેની ગેટ એન્‍ટ્રી થાય છે. ખેડૂત વેંચવા રાજી નથી. અને વેપારી આ બળતરામાં પાડવા માંગતા નથી ખરો તોલ – રોકડા નાણા અને જાહેર હરરાજીનો યાર્ડનો મુદ્રા લેખ હોય છે. જયારે સાવરકુંડલાના 84 ગામડાઓમા ફકતને ફકત 1પ ગામડાઓમાં જ બેંકની વ્‍યવસ્‍થા છે. ત્‍યારે સરકાર ડીજીટલ ઈન્‍ડિયાની વાતો કરેછે. પણ કનેકિટવિટી કે બેંકોની સુવિધાઓ હજુ ઉભી કરી શકી નથી. અને યાર્ડ પર ઓનલાઈન કર્મીના પગારના બોજો પડી રહયો છે. ત્‍યારે યાર્ડના વાઈસ ચેરમેન જણાવે છે. જી.એસ.ટી.ની આંટીઘુટી જેવો ઈ-માર્કેટીંગનો ધંધો છે. ત્‍યારે કેન્‍દ્ર સરકાર મુદ્રાલેખ મુજબ ખરો તોલ, ખુલ્‍લી હરરાજી અને રોકડ નાણાના સિધાંતને અનુસરતું ન હોવાથી 17 મહિનાથી ઈ-માર્કેટિંગનો રાષ્‍ટ્રીય કૃષિ બજારનો પ્રયાસ ફલોપ સાબિત થયો છે. છતાં હજુ પણ સરકાર ડીજીટલ ઈન્‍ડિયા, કેશલેશ ઈન્‍ડિયા, સ્‍ટાર્ટઅપ ઈન્‍ડિયા, મેક ઈન ઈન્‍ડિયા થેવા ગાણા ગાઈ રહી છે. તેમ અંતમાં જણાવેલ હતું.


ચલાલાનો યુવક ‘ડાન્‍સ ઈન્‍ડિયા શો’ માં જીટીવી પર પહોંચ્‍યોચલાલાનો

નબળા મનના માનવીને રસ્‍તો નથી જડતો, જયારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો ! કહેવત સાર્થક કરતી એક કિસ્‍સો નજરે ચડ્‍યો છે. મુળ ચલાલાના સર્વોદય સોસાયટીનો વતની અને હાલ રાજકોટમાં રહેતો ચિરાગ શંભુભાઇ વાળા જે નવયુવકે અભ્‍યાસમાં કેમિકલ એન્‍જીિનરીંગ કર્યુ છે. તેમજ બાળપણથી પોતાના અભ્‍યાસથી વીપરીતે ડાન્‍સ પ્રત્‍યેનો જોષ હતો. જો કે ચલાલામાં દર વર્ષે સાતમ આઠમના દિવસે જોગેવધામ ખાતે ધાર્મિક પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ ધાર્મિક પર્વમાં ચિરાગ નાનપણથી ઉત્‍સાહ સાથે ડાંડીયારાસ લેતો હતો. ત્‍યાથી તેને ડાન્‍સપ્રત્‍યેનો ચસકો લાગ્‍યો હતો. આ બાદ ચિરાગ નાના મોટા ડાન્‍સ કોમ્‍પીટીશનમાં ભાગ મેળવીને એક અલગ સિપ્રધી મેળવી હતી. અંતે આજે ચિરાગ ઝી-ટીવીના સેટ સુધી પહોચી ગયો છે. ચિરાગ સાથેની વાત ચિતમાં જણાવ્‍યુ હતુ કે, ડાન્‍સ ઇન્‍ડીયા ડાન્‍સના પહેલા બે રાઉન્‍ડ અમદાવાદ ખાતે હતા. અહી ચિરાગે પોતાનું પરફોમન્‍સ બતાવીને જજીસનું દિલ જીતી લીધુ હતુ. અહી ગુજરાતમાંથીમાત્ર બે જ ડાન્‍સરનેજ સીલેક્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં એક ચિરાગ હતો અહીથી સર્ટી મળ્‍યા બાદ મુંબઇ ખાતે પુરા ભારત ભરમાંથી આવેલા કુલ 400 જેટલા સ્‍પર્ધકો હતા. અહી 10 જજની જયુરી દ્વારા 400 ડાન્‍સરોમાંથી માત્ર 67 ડાન્‍સરને જ સિલેક્‍ટ કરવામાં આવ્‍યા હતા. અહી પણ ચિરાગે સીપ્રધી મેળવી લીધી હતી. જયા તમામ ડાન્‍સરોનું શુટીંગ કરવામાં આવ્‍યુ હતુ. વધુમાં જાણવ્‍યુ હતુ કે જયારે એન્‍જીનીરીંગનો અભ્‍યાસ ચાલુ હતો. આ દરમિયાન અભ્‍યાસમાં પુરતુ પ્રયાન આપવા માટે 1 વર્ષ ડાન્‍સની પ્રેક્‍ટીસ છુટી ગઇ હતી. તેમજ શરૂઆતમાં ચિરાગ જે ડાન્‍સ સ્‍ટાઇલ ફીંગર ટટીંગ કરતો હતો. તે અહી માટે એક અલગ સ્‍ટાઇલ માનવામાં આવતી હતી. જે ઇન્‍ટરનેશનલ સ્‍ટાઇલથી ડાન્‍સ કરતો હતો. આથી ચિરાગના પરીવારના સભ્‍યો પણ આ બાબતથી ચિંતા કરતા હતા. જો કે ચિરાગે ગોવામાં થયેલી ઓલ ઇન્‍ડીયા ડાન્‍સ કોમ્‍પીટીશનમાં ભાગ લીધેલ હતો.જયા ચિરાગને ફસ્‍ટ પ્રાઇઝ પણ આપવામાં આવ્‍યુ હતુ. જોબ છોડી દીધી ડાન્‍સ માટે : ચિરાગે અભ્‍યાસ કર્યા બાદ અંકલેશ્વર ખાતે એક ખાનગી કંપનીમાં ર માસ સુધી નોકરી પણ કરી છે. પરંતુ નોકરી દરમિયાન જ વિચાર આવતા હતા. કે જે તેની ડાન્‍સ પેશન છે. તે આ સમય બાદ છુટી જશે જે ફરિ ક્‍યારે નહિ આવે એમાટે ચિરાગે નોકરી છોડી દીધી હતી. આ બાદ એક વર્ષની મહેનતના અંતે ડાન્‍સ ઇન્‍ડીયા ડાન્‍સ-6માં સિપ્રધી મેળવી હતી. શરૂઆતમાં પરીવારનો સાથ મળ્‍યો ન હતો : ચિરાગ નાનપણથી ડાન્‍સ તરફ ખુબ પ્રભાવીત હતો. પરંતુ પરીવારના સભ્‍યો તરફથી  શરૂઆતમાં પુરતો સહયોગ મળતો ન હતો. તેમજ પરીવારનું તેવુ કહેવુ હતુ કે, ડાન્‍સથી સારૂ જીવન જીવી ન શકાય. તેમજ સારી નોકરી હોય જીવન સારી રીતે જીવી શકાય અંતે ચિરાગે ઝી-ટીવીના શોમાં જઇને પરીવારના સભ્‍યોનું ગૌરવ વધાર્યુ હતુ. મહેનત કદી નિષ્‍ફળ નથી જતી : પિતા : ચિરાગના પિતા શંભુભાઇ વાળા સાથેની વાત ચિતમાં તેઓએ જણાવ્‍યુ હતુ. તેઓ પોતે એક શિક્ષકની નોકરી કરી રહ્યા છે. તેમજ તેઓએ હમેશા તેના બન્ને પુત્રો ચિરાગ અને રાહુલને સંસ્‍કાર આપેલા હતા કે કરેલી મહેનત ક્‍યારે પણ નિષ્‍ફળ નથી. જયારે ચિરાગે જે સિપ્રધી મેળવી છે. તે માત્ર તેના મહેનતથી જ મેળવી છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

દામનગર : સુન્‍ની મુસ્‍લિમ મરણ : મર્હુમ જમાલભાઈ ગફુરભાઈ અગવાન (ઉ.વ.80)નું તા.પ/11ને રવિવારના રોજ ઈન્‍તેકાલ થયેલ છે. તે જનાબમહમદભાઈ જમાલભાઈ, યુનુસભાઈ જમાલભાઈ, અલારખભાઈ જમાલભાઈ અગવાનના પિતા થાય. તેમની જીયારત તા.7/11ને મંગળવારના રોજ સવારે 10 કલાકે મર્દો માટે જુમ્‍મા મસ્‍જિદ અને ઔરતો માટે તેમના નિવાસ સ્‍થાન સીતારામ નગર, દામનગર ખાતે રાખેલ છે. સાવરકુંડલા : હાલ અમરેલી, અરજણભાઈ શીવરામભાઈ રવિયા તે ધીરૂભાઈ તથા સંજયભાઈના પિતાજીનું તા.પ/11ને રવિવારના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.9/11ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મુકતાનંદ બાગ, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, અમરેલી ખાતે રાખેલ છે.


દુધાળા પંથકમાં આડેધડ વૃક્ષોનું છેદન અટકાવવું જરૂરી

ગીર પૂર્વ વન વિભાગ-ધારીના દુધાળા ગામની બાજુમાં આવેલ જંગલ વિસ્‍તારમાં ગેરકાયદેસર મોટા પ્રમાણમાં જે.સી.બી. મશીન દ્વારા ખોદકામની પ્રવૃત્તિ થઇ રહી છે. શું વન વિભાગ આ બાબતથી વાકેફ નથી ? જંગલની સંપત્તિને મોટા પ્રમાણમાં નુકશાન થઇ રહયું છે. તો જવાબદારો સામે કડકમાં પગલા લેવામાં આવે, તેવી માંગ ઉઠવા પામેલ છે. વન વિભાગ નાના અને ગરીબ લોકો ઉપર જ પોતાની સત્તાનો પાવર બતાવતી હોય છે. તો શું આવા માણસો સામે પગલા લેવામાં ન આવે ? જંગલ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું કટીંગ કરીને રસ્‍તાઓ બનાવવાની પ્રવૃત્તિ થઇ રહી છે, તેને તાત્‍કાલીકઅટકાવી જવાબદારો સામે પગલા લેવા માંગણી ઉઠવા પામેલ છે.


07-11-2017

thumbnail of AMRELI EXPRESS