Main Menu

Sunday, November 5th, 2017

 

અમરેલીનાં વેપારીને એક યુવતિએ ફ્રેન્‍ડશીપની જાળમાં ફસાવીને રૂપિયા 10 લાખ પડાવી લીધા

જયાં ત્‍યાં ફ્રેન્‍ડશીપ બાંધનારને સબક શીખવાડતો કિસ્‍સો

અમરેલી, તા.4 આજકાલના યુવાનો મોબાઈલ ફોન ઉપર સોશ્‍યલમીડિયા દ્વારા ગમે તેમની સાથે ફ્રેન્‍ડશીપ બનાવી મફતની મોજ માણતા હોય છે. ત્‍યારે કયારેક આ ફ્રેન્‍ડશીપ આફત બની જતી હોય છે. ત્‍યારે આવો જ એક બનાવ અમરેલીના માણેકપરા વિસ્‍તારમાં રહેતા વેપારીને ગારીયાધારની યુવતિએ ફ્રેન્‍ડશીપ કરી બંધ ફેકટરીમાં બોલાવી તેમના સાથીઓ સાથે મળી ફેકટરીમાં ગોંધી રાખી રૂા. 10 લાખનો આંગડીયા પેઢીમાં હવાલો પડાવી લીધાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાતા વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલીના માણેકપરા વિસ્‍તારમાં રહેતા અને જથ્‍થાબંધ બટેટાનો વેપાર કરતા હરેશભાઈ શંભુભાઈ ટાંક નામના 3પ વર્ષીય યુવક સાથે ગારીયાધાર ગામે રહેતી મીરા ઉર્ફે વંશીકા ધાનાણી નામની યુવતિએ ફ્રેન્‍ડશીપ કરી અને આ વેપારી સાથે મોબાઈલ ફોનમાં વાત કરી અને તેમને સાવરકુંડલા અમરેલી રોડ ઉપર આવેલ એક બંધ ફેકટરીએ બોલાવેલ અને બાદમાં તેમના સાથીઓને બોલાવી લઈ અમરેલીના આ વેપારીને મારી નાખવાનો ભય બતાવી, ગેરકાયદેસર આ ફેકટરીમાં ગોંધી રાખી, ગાળો આપી સાવરકુંડલા ગામે આવેલ એક આંગડીયા પેઢીમાં રૂા. 10 લાખનો હવાલો પણ પાડવા દબાણ કરતાં આ વેપારીએ રૂા. 10 લાખ ચૂકવી દીધા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વેપારીએસાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. સી.વી. બોરીસાગરે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈ વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે.


ભાજપ-કોંગ્રેસ ઉમેદવારની શોધમાં ઊંધામાથે

18ર ઉમેદવારો શોધી શકતા ન હોય સમસ્‍યાઓનો ઉકેલ કેવી રીતે શોધશે

ભાજપ-કોંગ્રેસ ઉમેદવારની શોધમાં ઊંધામાથે

અમરેલી, તા. 4 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 3પ દિવસનો સમય બાકી રહૃાો છે છતાં પણ રાજયનાં 4.33 કરોડ મતદારોને ખબર જ નથી કે કોને ધારાસભ્‍ય બનાવવાનાં છે. ભાજપ અને કોંગ્રેસનાં પ્રદેશથી લઈને રાષ્‍ટ્રીયકક્ષાનાં નેતાઓ છેલ્‍લા 6 મહિનાથી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહૃાા છે. વિવિધ પ્રકારની સમિતિની રચના તેમજ તાલુકાકક્ષાથી લઈને રાષ્‍ટ્રીય કક્ષાએ બેઠક યોજી રહૃાા છે. છતાં હજુ સુધી 18ર બેઠકોનાં ઉમેદવારો શોધી શકતા નથી. હવે પ્રશ્‍ન એ ઉભો થાય છે કે વિધાનસભાની 18ર બેઠકોનાં ઉમેદવારો શોધવામાં રાજકીયપક્ષો ઊંધા માથે થઈ રહૃાા છે. તો રાજયમાં સમસ્‍યાઓ 18ર કરતાં વધારે હોય તેનું નિરાકરણ રાજકીય પક્ષો કેવી રીતે લાવી શકશે તેવો વેધક પ્રશ્‍ન જનતા જનાર્દનમાંથી ઉભો થયો છે.


ઢુંઢીયા પીપરીયા ગામે જાહેરમાં જુગાર રમતાં 4 ઈસમો ઝડપાયા

અમરેલી, તા.4 વડીયા તાલુકાનાં ઢુંઢીયા પીપરીયા ગામે રહેતા તખુ ઉર્ફે બબલુ લખુભાઈ બસીયા, કેશુ બચુભાઈ સોલંકી, રાહુલ સવજીભાઈ સોલંકી તથા સુરેશ સમજુભાઈ સોલંકી વિગેરે આજે બપોરે જાહેરમાં પૈસા પાના વડે જુગાર રમતાં હોય, આ અંગે વડીયા પોલીસને બાતમી મળતા દરોડો કરી 4 ઈસમને રોકડ રકમ રૂા. 31પ0ની મતા સાથે ઝડપી લઈકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ચાંચ ગામેથી પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકાતા ફરિયાદ

અમરેલી, તા.4 રાજુલા તાલુકાના ચાંચ ગામે રહેતા અમીતાબેન જીવરાજભાઈ ગુજરીયા નામની ર6 વર્ષીય પરિણીતાને તેણીના પતિ જીવરાજભાઈ, પરમાબેન, હરજીભાઈ તથા વિક્રમભાઈએ ભતું કરિયાવર ઓછો લાવી છોભ તેવા મેણા ટોણા મારી શારીરિક, માનસિક દુઃખત્રાસ આપી મારઝુડ કરી તેણીએ પહેરેલ સોના-ચાંદીના દાગીના ઉતારી લઈ પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા તેણીએ પીપાવાવ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


બાબરાના નવાણીયા ગામેથી સગીરાને ભગાડી જવાઈ : પોલીસ ફરિયાદ

અમરેલી, તા.4, બાબરા તાલુકાના નવાણીયા ગામે રહેતી એક 17 વર્ષની સગીરાને તે જગામે રહેતા જયસુખ રવજીભાઈ માંજુસા નામનો ઈસમ ગત તા. ર9/9ના રોજ લલચાવી ફોસલાવીને ભગાડી જવાતા સગીરાના પિતાએ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીપીઆઈ બી.આર. ચૌધરીએ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


ઘનશ્‍યામનગર ખાતે યુવતિને આંગળી ઉપર સર્પે દંશ મારતા ઝેરી અસરથી મોત

અમરેલી, તા.4 સાવરકુંડલા તાલુકાના ઘનશ્‍યામ નગર ગામે રહેતી રેખાબેન કાનાભાઈ સોલંકી નામની 18 યુવતિ ગત તા.30ના રોજ બપોરે પ્રાગજીભાઈ પટેલની વાડીમાં જુવાર વાઢવાની કામ કરતા હતા ત્‍યારે ડાબા પગની આંગળીએ સર્પે ત્રણ ત્રણ દંશ મારેલ. જેથી તેણીને ઝેરી અસર થતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


માવજીંજવા ગામની પરિણીતા અકસ્‍માતે દાજી જતા સારવારદરમિયાન મૃત્‍યુ

અમરેલી, તા.4 બગસરા તાલુકાના માવજીંજવા ગામે રહેતા સેજલબેન આણંદભાઈ મેવાડા નામની ર0 વર્ષીય પરિણીતા ગત તા.1ના રોજ સાંજે 4 વાગે પોતાના ચુલા ઉપર ચા બનાવતા હોય, અને ચુલામાં વધુ કેરોસીન નાખતા અચાનક ભડકો થતાં અકસ્‍માતે દાજી જતા તેણીને સારવાર માટે દવાખાને ખસેડયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયાનું પોલીસમાં જાહેર થતાં અને લગ્ન   ગાળો માત્ર 6 માસનો હોય, વિભાગીય પોલીસ વડા એલ.બી. મોણપરાએ વધુ તપાસ હાથ     ધરી છે.


દલખાણીયા નજીક વન વિસ્‍તારમાં બાળ સિંહનું ઈનફાઈટમાં મૃત્‍યુ

અમરેલી, તા.4 ધારી ગીરપુર્વ વન વિભાગમાં દલખાણીયા રેન્‍જમાં સેમરડી બીટમાં આજે એક ખેડૂતની વાડીમાં એક બે વર્ષના સિંહ બાળનું ઈનફાઈટમાં મોત થતાં વન્‍ય પ્રેમીઓમાં ભારે ચોકની લાગણી છવાયેલ છે. વન વિભાગ દ્વારા સિંહ બાળનાં મૃતદેહને અગ્નિ દાહ આપવામાં આવેલ હતો. પ્રાપ્‍ત વિગત મુજબ વન વિભાગનાં ઘણા અધિકારીઓ વન્‍ય પ્રાણીની દુઃખદ ઘટનાને છાવરસ કે છુપાવવા મીડીયા કર્મીનાં મોબાઈલ રીસીવ ન કરતા આથી ઘટનાઓ વન વિભાગના જવાબદાર કર્મચારીઓનાં બદલે અન્‍ય વ્‍યકિત પાસેથી મેળવતા જાણવા મળેલ છે કે ધારી – દલખાણીયા રેન્‍જમાં આવેલ સેમરડી બીટમાં સુરેશભાઈ ટાંકની વાડીમાં આજે  બે વર્ષનાં સિંહબાળનું અન્‍ય સિંહ સાથે ઈનફાઈટમાં મોત નિપજતા વન વિભાગ ઘટના સ્‍થળે દોડી જઈ સિંહ બાળનાં મૃતદેહનું પી.એમ. કરાવ્‍યા બાદ અગ્નિદાહ આપવામાં આવેલ હતો. સિંહબાળના મોતથી સિંહ પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી છવાયેલ છે.


અમરેલીમાંથી એસ.ઓ.જી.એ બિલ વગરનાં મોબાઈલ ઝડપી લીધા

અમરેલી, તા.4 પોલીસ અધિક્ષક જગદીશ પટેલએ આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને સઘન કામગીરી હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં એ.પી.પટેલ, પોલીસ ઈન્‍સ. એલ.સી.બી.નાઓનાં માર્ગદર્શન હેઠળ સીની.એ.એસ.આઈ. પી.કે.ડેર,ઈ.ચા.,પો.સ.ઈ.એસ.ઓ.જી. અમરેલી તથા એસ.ઓ.જી.સ્‍ટાફના અનાર્મ એ.એસ.આઈ. પ્રકાશભાઈ જોષી, એ.એસ.આઈ.પ્રભાતભાઈ ગરૈયા તથા હેડ કોન્‍સ.જે.ડી.પરમાર તથા પો.કોન્‍સ.મનિષદાન ગઢવી તથા હરેશભાઈ વાણીયા તથા રાહુલભાઈ ચાવડા તથા ડ્રાઈવર કેતનભાઈ વિ.એ. રીતેના અમરેલી શહેર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્‍યાન મળેલ હકિકત મુજબ જેશીંગપરા વિસ્‍તારમાં આવેલ માનસી મોબાઈલ નામની દુકાને દુકાનદાર હિંમતભાઈ મઘુભાઈ ચૌહાણ, જાતે-કોળી, ઉ.વ.3પ, રહે. જેશીંગપરાવાળો પોતાની દુકાનમાં ચાઈના બનાવટના મોબાઈલ તથા બિલ વગરનાં મોબાઈલ ફોન વેંચાણ કરતો હોવાની હકિકત          મળતાં તપાસ કરતા ચાઈના બનાવટના તથા બિલ વગરનાં જુદી-જુદી કંપની /મોડલના મોબાઈલ ફોન કુલ નંગ-6 જેની કુલ કિંમત રૂા.પ,4પ0 મળી આવેલ છે. સીઆરપીસી કલમ-10ર મુજબ કબ્‍જે કરેલ છે. અને મજકુરને સીઆરપીસી કલમ 41(1) ડી મુજબ અટક કરી અમરેલી સીટી પો.સ્‍ટે.ને સોંપી આપેલ છે. આ અંગે વધુ તપાસ માટે અમરેલી સીટી પો.સ્‍ટે.ને સોંપેલ છે.


દામનગર શહેરમાં વાહનોની ગતિ મર્યાદિત ન થાય તો સ્‍પીડ બ્રેકર લગાવવાની માંગ

દામનગર, તા.4 દામનગરમાં નગરપાલિકા કચેરી વિસ્‍તારમાં બીજો પ્રાણઘાતક અકસ્‍માત થાય તે પહેલા બમ્‍પ બનાવવા માંગ ઉભી થઈ છે. દામનગરમાંથી પસાર થતા વાહનોની ગતિ મોટે ભાગે વધુ પડતી હોય છે. એક વરસ પહેલા પટેલવાડી અને નગરપાલિકા કચેરી પાસ પાસેના ઢાળ બાજુ એક થયેલ ગમખ્‍વાર અકસ્‍માતમાં એક જાણીતી વ્‍યકિતનું મોત થયેલ. આ વિસ્‍તાર એવો છે કે         ઢસા અને ગારીયાધાર, ધામેલ, રાભડા તરફ જવા માટે તેમજ શહેરમાં આવવા માટે મુખ્‍ય માર્ગ ગણાય છે. અહીંયા ગતિ મર્યાદાનો કોઈ નિયમ પાળવામાં આવતો નથી. આ વિસ્‍તારમાં વહેલી તકે સ્‍પીડ બ્રેકરો બનાવી ગતિ નિયંત્રણ માટે ઘ્‍યાન રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્‍થાનિક તંત્રએ કામગીરી કરવાની જરૂર છે.


પવનચકકીનાં પાપે દીપડાની જીંદગી મુસીબતમાં મુકાઈ

સાવરકુંડલાનાં લીખાળા વિસ્‍તારમાં અફડા-તફડી ઉભી થઈ

પવનચકકીનાં પાપે દીપડાની જીંદગી મુસીબતમાં મુકાઈ

વિકાસની આંધળી દોડમાં રાનીપશુઓ તેમજ માનવ જીંદગીની કોઈ ચિંતા કરતુંનથી

અમરેલી, તા. 4 ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પવન ચકકીઓ મુદે હાઈકોર્ટમાં કેસો પેન્‍ડીંગ છે. ત્‍યારે બૃહદ ગણાતા સિંહોના વિસ્‍તારોમાં પવન ચકકીના ખાડામાં એક દીપડો ખાબકતા વનવિભાગને જીવના જોખમે રસ્‍કયુ ઓપરેશન કરવું પડયું હતું અને દીપડાને મહામહેનતે વનતંત્રે બહાર કાઢીને સારવારમાં ખસેડવાની ઘટના અમરેલી જિલ્‍લાના સાવરકુંડલાના લીખાળા ગામ નજીક બની હતી. સાવરકુંડલાનું રેવન્‍યુ વિસ્‍તારનું લીખાળા ગામનું ભાગોળે ગૌચરમાં મસ મોટી પવન ચકકીઓ ઉભી કરવામાં આવી છે. આ મેવાસા- વડાળને અડીને આવેલ બૃહદ ગીર ગણાતા વિસ્‍તારની પવન ચકકીના અર્થિંગ આપવાના બનાવેલા ર0 ફુટના ખાડામાં એક ખુંખાર દીપડો ખાબકતા વનવિભાગ મારતે ઘોડે દીપડાને બચાવવા ઘટના સ્‍થળે દોડયું હતું. ફકત ર0 ફુટનો ખાડો પણ ખાડામાં કરેલ સ્‍લેબના ફાઉન્‍ડેશનને કારણે દીપડાનું જાતે બહાર નીકળી શકતો ન હતો અને વનવિભાગે દીપડાને બચાવવા માટે જીવના જોખમે વનકર્મીઓએ કર્યું રેસ્‍કયુ ઓપરેશન ખાડામાં ખાબકેલ દીપડો બચવા માટે ધમપછાડા કરી રહયો હતો. ત્‍યારે દીપડાને બચાવવા માટે વનવિભાગ પણ મકકમ બનીને દીપડાને પાંજરે પુરાવા કમર કસી હતી. જેમાં બે કલાકની જહેમત બાદ વનવિભાગ સફળ થયું હતું. અને દીપડો પાંજરે પુરાયો હતો. જે રેસ્‍કયુમાંસાવરકુંડલાના આર.એફ.ઓ. પ્રતાપ ચાંદુ, સી.એમ. બાલાસા, વી.ડી. પુરોહિત, જે.સી. ગોસ્‍વામી, હુસેનભાઈ, ભીમજીભાઈ, હિંમતભાઈ, શીલુ ભાઈ, સાગરભાઈ, ધીમનભાઈ, ત્રિકમદાસ સહિતના વનકર્મીઓ જોડાયા હતા. આ બૃહદના ગણાતા રેવન્‍યુના વિસ્‍તારોમાં શેડયુલ 1ના સિંહ, દીપડા, ઝરખ, અજગર સહિતના અનેક વન્‍ય પ્રાણીઓ હોવા છતાં વન્‍ય પ્રાણીઓ માટે ઘાતક સાબિત થતી પવન ચકકીઓ આ વિસ્‍તારોમાં ખડકાઈ ગઈ છે. સિંહોના વિસ્‍તારોમાં ખડકાયેલી પવન ચકકીઓ સિંહો માટે ખતરો સાબિત થવાની સંભાવના વધુ જોવા મળી રહી છે. ત્‍યારે વનવિભાગ પણ દીપડાને બચાવીને સિંહો સાથેના શેડયુલ વનના વન્‍ય જીવો અંગે ચિંતિત છે. ગીરના કોરીડોરમાંથી નીકળતો આ લામધાર વિસ્‍તારમાં 8 થી 9 સિંહો છે. સાથે વન્‍ય જીવોનો ગીરથી લઈને છેક ભાવનગર સુધીનો કોરીડોરમાં સિંહો માટે પવન ચકકી આગામી દિવસોમાં નુકશાન કરે તેવી દહેશત વનતંત્ર વ્‍યકત કરી રહયું છે. ત્‍યારે દીપડાને બચાવીને વનવિભાગે હાશકારો અનુભવી લીધો છે. પણ સિંહો બચાવવા માટે સરકાર દ્વારા આવી ઘાતક પવન ચકકીઓ કયારે હટાવશે તે તો સમય જ કહેશે.


અમરેલીમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ

જિલ્‍લા ચૂંટણી અધિકારી – વ- કલેકટર એસ.એલ.અમરાણીએ આજે વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-ર017 અન્‍વયે જિલ્‍લાના નોડલ ઓફિસરો સહિતના અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાનના બંદોબસ્‍ત સહિત, ખર્ચ, આચારસંહિતા, તેમજ અન્‍ય બાબતોએ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્‍લા વિકાસ અધિકારી નિરગુડે, જિલ્‍લા પોલીસ અધિક્ષકજગદીશ પટેલ, સહિત તમામ ચૂંટણી અધિકારીઓ બન્‍ને ઉપસ્‍થિત રહયા હતા.


બાબરા,કોટડાપીઠા, મોટા દેવળીયામાં ચેકપોસ્‍ટ ઉભી કરાઈ

રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આદર્શ આચાર સહિતા લાગુ થઈ છે. ત્‍યારે તેની કડક અમલવારી માટે ચૂંટણીપંચ દ્વારા હાઈ-વે રોડ પર પોલીસની ચેકપોસ્‍ટ ઉભી કરવાની સૂચના આપવામાં આવી છે. બાબરા તાલુકાના કોટડાપીઠા, મોટા દેવળીયા અને બાબરા શહેરમાં બાબરા પોલીસ દ્વારા ચેકપોસ્‍ટ ઉભી કરી રોડ પર પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહયું છે. રાત દિવસ ધમધમતી ચેકપોસ્‍ટ પર બાબરા પોલીસના બે જવાનોની સાથે હોમગાર્ડ એન ટી.આર.બી.ના જવાનો મળી કુલ પાંચ વ્‍યકિત ફરજ બજાવે છે. અહી ત્રણ ચેકપોસ્‍ટ પર પી.એસ.આઈ. અને સી.પી.આઈ. દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે.


સોમનાથ મહાદેવને વીર હમિરજી ગોહિલ શૈલીની કાઠીયાવાડી પાઘડી અર્પણ કરવામાં આવી

રત્‍નાકાર સમુદ્ર તટે બિરાજમાન પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશથી આવતા શ્રઘ્‍ધાળુઓનો પ્રવાહ વર્ષભર ભારે માત્રામાં વહેતો રહે છે. ભકતો મહાદેવને રીઝવવા બિલ્‍વપત્રો, પુષ્‍પો, દ્રવ્‍યો, વસ્‍ત્રો, સૂવર્ણ, ચાંદી સહિતના ભાવના સ્‍વરૂપે શિવાર્પણ કરતા હોય છે. ભગવાન શિવે ત્રિપુર નામના અસુરના ત્રણ ધાતુના સૂવર્ણ,રજત, લોહ નિર્મિત ત્રણનગરોનો બાળીને નાશ કર્યો હતો. આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો. આ દિવસે અસુરના કષ્‍ટમાંથી મુકિત મળતા ત્રણેલોકમાં મહાઉત્‍સવ થયો હતો. ભગવાન શિવ ત્‍યારથી ત્રિપુરારિ કહેવાયા અને કાર્તિક સુદી પૂર્ણિમા ત્રિપુરારિ પૂર્ણિમા નામે પ્રસિઘ્‍ધ થઇ હતી. પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિઘ્‍યે આ ઉત્‍સવ ખુબ જ મહાત્‍મ્‍ય ધરાવેછે. કારતક માસની સુદી અગીયારસથી પૂનમ પાંચ દિવસના મેળાનું આયોજન કરવામાં આવે છે. બહોળી સંખ્‍યામાં લોકો સાંસ્‍કૃતિક, આદ્યાત્‍મિક, સાત્‍વિક આનંદની અનુભૂતિ કરી ધન્‍ય બને છે. ભકતો દ્વારા મહાદેવને ભેટ અર્પણ કરવાનુ અનેરૂ મહત્‍વ છે. રાજ ક્ષાત્ર સાંસ્‍કૃતિક ગૌરવ સંસ્‍થાન રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા તથા હર્ષભાઇ પટેલ દ્વારા આજ સંકલ્‍પ વિધી કરી એક અદભૂત પાઘડી ધર્મરાજસિંહ દ્વારા તૈયાર કરવામાં આવેલ ધર્મરાજસિંહ 300 પ્રકારની વિવિધ પાઘડીઓ બાંધવાની કળામાં નિપુણ છે. જેમાં વીર હમિરસિંહજી ગોહિલ જેઓએ સોમનાથ રક્ષાકાજે શહિદ થયેલ. આ પરંપરામાં પહેરવામાં આવતી પાઘડી એટલે કે કાઠીયાવાડી પાઘડી ખાસ તૈયાર કરેલ હતી. જેઓને કાર્તિકી પૂર્ણિમાએ પરિવારજનો સાથે મહાદેવને અર્પણ કરી ધન્‍યતા અનુભવી હતી. પાઘડીની વિશેષતા એ છે કે  આ પાઘડી આંટીવાળી પાઘડી તરીકે પણ પ્રખ્‍યાત છે જેમાં 1ર0મીટર કાપડની આંટીઓ લાગેલી છે. 7 મીટરનો ઘેરાવ તેમજ 30 મીટરની આ પાઘડી ધર્મરાજસિંહે પોતાના પરિવારજનોને માતા, પિતા, ભાઇ, ધર્મપત્‍નિ સહિતની મદદથી તૈયાર કરેલ છે. ધર્મરાજસિંહના મતે ચોકકસ થીમ પર બનાવેલ આ સૌથી મોટી પાઘડી છે. સાથે જ આ પાઘડીમાં ચંદ્ર બિરાજમાન છે. મહાદેવે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલા ચંદ્રને પોતાના જટા-સંભારમાં ધારણ કર્યો તેથી ચંદ્રશેખર કહેવાયા અને સોમનાથ નામે અનંતકાલ માટે પ્રસિઘ્‍ધ થયા આ દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો. જેથી આ પાઘડી મહાદેવના  આભૂષણમાં વિશેષ સ્‍થાન ધરાવે છે. જેમના દર્શન કરી ભકતો ધન્‍ય બન્‍યા હતા, મહાદેવને કરવામાં આવેલ પાઘડી સ્‍વરૂપ સોમેશ્‍વર શૃંગાર મનમોહક ભાસી રહેલ હતો. સંકલ્‍પ વિધી બાદ પરિવારજનોનું સન્‍માન કરાવવામાં આવતા તેઓએ લાગણી વ્‍યકત કરતા કહેલ કે, સોમનાથ મહાદેવને દેશની નામાંકિત પરંપરાઓ મુજબની પાઘડી તૈયાર કરી અર્પણ કરતા રહીશું.


05-11-2017

thumbnail of AMRELI EXPRESS