Main Menu

Saturday, November 4th, 2017

 

લાઠીના અકાળામાં દાનવીર ગોપાલભાઇનું સન્‍માન થયુ

લાઠી નજીક આવેલ અકાળામાં તાજેતરમાં યોજાયેલ સમુહ લગ્નોત્‍સવમાં ઉપસ્‍થિત રહેલ ચમારડીના પનોતાપુત્ર અને સૈકડો દિકરીઓના પાલકપિતા બનેલ દાનવીર અને એક હજાર દિકરીઓના લગ્ન કરાવવાની ઇચ્‍છા ધરાવનાર ગોપાલભાઇ વસ્‍તરપરાનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.


અમરેલીમાં વાલ્‍મીકી સમાજ દ્વારા પી.પી. સોજીત્રાનું સન્‍માન

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની ઉપસ્‍થિતિમાં માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા દ્વારા ભાજપ સરકારની ઉજાલા ગેસ યોજના અંતર્ગત નવા ગેસ કનેકશનનું વિતરણ વાલ્‍મીકી સમાજના નિર્મળાબેન રવજીભાઇ શિંગાળા તથા ગીતાબેન જીવાભાઇ મકવાણાને આપવામાં આવેલ જે અંતર્ગત વાલ્‍મીકી સમાજ દ્વારા સન્‍માન કરવામાં આવેલ હતું.


રાજુલાનાં વડલી ગામ નજીક મોડી રાત્રીએ ખેડૂતને લૂંટી લેવાયો

રાજુલા, તા.3 રાજુલાનાં ચારોડીયા- વડલી ગામ નજીક મોડી રાત્રીનાં લૂંટની ઘટના બની હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી ગઈ છે. વિગત એવા પ્રકારની છે કે વડલી ગામ નજીકથી એક ખેડૂત એકટીવા બાઈક પર પસાર થઈ રહયા હોય અજાણ્‍યા ર શખ્‍સોએ ખેડૂતને છરી બતાવીને રૂપિયા પ4 હજાર રોકડા અને સોનાની વીંટી અને મોબાઈલની લૂંટ કર્યાની ઘટના પોલીસ સુધી પહોંચતા પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.


અમરેલી જિલ્‍લામાં સરકારી પાટીદાર આગેવાનોનો વિરોધ કરો

પાટીદાર આંદોલન સમિતિનાં પ્રવકતા પ્રા. હરેશ બાવીશીની હાંકલ

અમરેલી જિલ્‍લામાં સરકારી પાટીદાર આગેવાનોનો વિરોધ કરો

અમરેલી, તા. 3 પાટીદારોની વિવિધ છ સંસ્‍થાઓએ હાર્દિક પટેલને બદનામ કરવાનું કાવતરૂ સરકારના ઈશારે ચાલું કર્યુ છે. પરંતુ સંસ્‍થાઓના સંચાલકોને પાટીદાર સમાજ ઓળખે જ છે. આવા સરકારી આગેવાનો ખાટલા પરિષદ કરવા આવે ત્‍યારે પાટીદારો થાળી- વેલણ લઈ ભગાડશે તેમ એક યાદીમાં હરેશ બાવીશી પ્રવકતાએ જણાવેલ છે. ગત બુધવારે વિશ્‍વ ઉમિયા ફાઉન્‍ડેશનના નામથી ગુજરાતમાં કાર્યરત પાટીદાર સમાજની વિવિધ છ સંસ્‍થાના લગભગ કહેવાતા તથા ભાજપની બી ટીમ તરીકે કાર્યરત સંસ્‍થાઓના બની બેઠેલા ટ્રસ્‍ટીઓ તથા પદાધિકારીઓએ બોલાવેલ મિટીંગમાં પાટીદારોના હકક તથા અનામતની માંગ માટે લડતા અને હાર્દિકના આંદોલનને પ્રાઈવેટ આંદોલન ગણાવીને પાટીદાર સમાજની એકતા તોડવા પ્રયાસ કરતા કૃત્‍યને સખત શબ્‍દોમાં વખોડવાલાયક છે. ત્‍યારે દોઢ વર્ષે કેમ ખબર પડી કે આંદોલન પ્રાઈવેટ છે ? હકીકતમાંપોતાની પ્રાઈવેટ પેઢી સમજી સંચાલન કરતા સંસ્‍થાઓને તમોએ પ્રાઈવેટ બનાવી દીધી છે. ભાજપના પ્રાઈવેટ એજન્‍ટ બનીને કામ કરતા આવી સંસ્‍થાઓના સંચાલકોએ પાટીદાર સમાજની એકતા તથા અખંડિતતા તોડાવાનો પ્રયત્‍ન કર્યો છે. તેને અમરેલી તથા સૌરાષ્‍ટ્રના પાટીદારો કયારેય માફ નહી કરે. તથા જયારે પાટીદારો પાસે ખાટલા પરિષદ કરવા આવે ત્‍યારે સમગ્ર જિલ્‍લામાં થાળી-વેલણ લઈને ભગાડવામાં આવશે. હાર્દિક પટેલે સમસ્‍ત પાટીદાર સમાજને યમા-ખોડલના નામે જોડવાનું કામ કર્યુ છે તોડવાનું નહી. જયારે તમોએ લેઉવા-કડવા-યમા- ખોડલને જુદા રાખવાનું કામ કરીને સમાજ સાથે અન્‍યાય કર્યો છે. જે હવે કયારેય સહન કરવામાં નહી આવે અને આવનારા દિવસોમાં તેની ઉગ્ર પ્રતિક્રિયા આપવામાં આવશે.


અમરેલી-બાબરા માર્ગ પર કાર પલ્‍ટી જતા 9ન્‍ે નાની-મોટી ઇજા

અમરેલી, તા. 3 અમરેલી-બાબરા રોડ ઉપર આવેલભીલા ગામ નજીક સ્‍વામિનારાયણ મંદિર પાસે ગઇકાલે મોડી સાંજના સમયે મુસાફર ભરેલ સફેદ બોલેરો કારના ચાલકે સ્‍ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દઇ કારને રોડ સાઈડના ખાળીયામાં પલ્‍ટી મરાવી દેતા કારમાં બેઠેલા બાબરા, અમરેલી, સાવરકુંડલા તથા રાજકોટના મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતા તમામને સારવાર માટે એમ્‍બ્‍યુલન્‍સ 108 દ્વારા અમરેલી દવાખાને ખસેડાયા હતા. આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર બાબરા ગામે રહેતા જીવરાજભાઇ રાઘવભાઇ મીઠાપરા (ઉ.વ.7પ) તેમના પત્‍નિ હંસાબેન (ઉ.વ.70), પુત્ર કિશોરભાઇ (ઉ.વ.4પ) તથા પુત્રવધુ જાગૃતિબેન વિગેરે ગઇકાલે મોડી સાંજના ચિતલથી બાબરા જવા માટે સાવરકુંડલા ગામ તરફથી આવી રહેલ એક મહેબુબભાઇના હવાલાવાળી સફેદ બોલેરો કારમાં બેસી બાબરા જવા નીકળ્‍યા હતા. ત્‍યારે, આ કાર ચિતલ-બાબરા વચ્‍ચે આવેલ ભીલા ગામ પાસેના સ્‍વામિનારાયણ મંદિર પાસે પહોંચતા કારના ચાલકે નશો કરેલ હોવાના કારણે સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડના ખાલીયામાં પલ્‍ટી મારી જતા આ કારમાં બેઠેલા મીઠાપરા પરિવારના જ સભ્‍યો તથા અમરેલીના નરેન્‍દ્રસિંહ અમરસિંહ પરમાર, મહેબુબ નથુભાઈ બ્‍લોચ, સાવરકુંડલાના અનોપસિંહ ધીરૂસિંહ વાળા તથા રાજકોટના અસ્‍મા મુસ્‍તાકભાઈ તથા મુસ્‍તાકભાઇ ઇબ્રાહીમભાઇ શાહમદાર સહીત 9 ને નાનીમોટી ઇજા થવા પામી હતી.


અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠાની બેઠક પર કોંગ્રેસને સફળતા મળવાની શકયતાઓ

ઔદ્યોગિક એકમોએ સ્‍થાનિકોને અન્‍યાય કર્યો હોય

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠાની બેઠક પર કોંગ્રેસને સફળતા મળવાની શકયતાઓ

અમરેલી, તા. 3 અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠાની વિધાનસભાની બેઠક છેલ્‍લા ર0 વર્ષથી ભાજપનાં કબ્‍જામાં હોય આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસને વિજેતા થવાની શકયતાઓ રાજકીય નિરીક્ષકો દર્શાવી રહૃાા છે. રાજુલા-જાફરાબાદ પંથકમાં મહાકાય ઉદ્યોગો આવવાથી સ્‍થાનિકોની સમસ્‍યા ઘટવાને બદલે વધી છે. સ્‍થાનિક યુવાનોને રોજગારી મળતી નથી. નેશનલ હાઈ-વેનાં ભ્રષ્‍ટાચારથી ખેડૂતો પરેશાન થયા છે. કાયદો-વ્‍યવસ્‍થા, જીએસટી, નોટબંધી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્‍ય સહિતનાં અનેક પ્રશ્‍નોનું નિરાકરણ થયું ન હોય સમગ્ર પંથકની જનતામાં ભાજપ સરકાર સામે રોષનું વાતાવરણ જોવા મળી રહૃાું હોવાથી આ બેઠક જીતવાનો કોંગી આગેવાનો વિશ્‍વાસ દર્શાવી રહૃાા છે.


ગાવડકા ગામનાં યુવક પર સામાન્‍ય બાબતે હુમલો થયો

અમરેલી, તા. 3 અમરેલીનાં ગાવડકા ગામે રહેતાં મેહુલભાઈ ખોડાભાઈ હેલૈયા નામનો ર3 વર્ષીય યુવક ગત તા. 1નાં રોજ રાત્રે ગાવડકા ગામે બસ સ્‍ટેશનનાં ઓટલા ઉપર બેઠા હતા ત્‍યારે તે જ ગામેરહેતાં સચીન જગદીશભાઈ વાઘેલાને તેમનો પગ અડકી જતાં આ સચીન, કાનજી દકુભાઈ વાઘેલા, કિશોરભાઈ વિગેરે ઉશ્‍કેરાઈ જઈ આ યુવકને ગાળો આપી ઈંટનાં છુટા ઘા મારી જ્ઞાતિ અંગે હડધુત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અમરેલી, ચિતલ અને બાબરામાંથી તસ્‍કરોએ બાઈકની ચોરી કરી

અમરેલી, તા. 3 અમરેલીનાં ચિતલ રોડ ઉપર આવેલ શ્રીરંગ સોસાયટીમાં રહેતા ખોડુભાઈ સુરંગભાઈ વાળા પોતાનાં ભાણેજનું મોટર સાયકલ લઈ અને માણેકપરામાં આવેલ તેમનાં જુના ઘરે ગયા હતા ત્‍યારે માણેકપરામાં મોટર સાયકલ ઘરની બહાર રાખેલ ત્‍યારે કોઈ અજાણ્‍યા ઈસમ તેમનાં હવાલાવાળા મોટર સાયકલ નંબર જીજે-14 એસી રરપ0 કિંમત રૂા. 3પ હજારનું ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે. તો બીજા બનાવમાં હરીપુરા ગામે રહેતાં આણંદભાઈ વલ્‍લભભાઈ પાદસ્‍યા નામના પપ વર્ષીય ખેડૂત ગઈકાલે સાંજના ચિતલ ગામે ગયા હતા ત્‍યારે તેઓએ ચિતલની બજારમાં પાર્ક કરેલ મોટર સાયકલ નંબર જીજે-14 એએફ 74રર કોઈ તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી છે. ત્રીજા બનાવમાં બાબરા ગામે રહેતાં ભાવેશભાઈ જગદીશભાઈ ડભોયા નામના 30 વર્ષીય પ્‍લમ્‍બર ગત તા. 1ર/1રનાં રોજ બપોરે બાબરાનાં જીવનપરામાં પાર્ક કરેલ મોટર સાયકલનંબર જીજે-પ કે.એલ. 6991 કિંમત રૂા. ર0 હજારનું કોઈ તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે. અમરેલી જિલ્‍લામાં છાશવારે ચોરીના બનાવ અંગે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચે બાઈક તસ્‍કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે ગણતરીનાં દિવસોમાં તસ્‍કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


હદ થઈ : રાજુલા પંથકનાં નિરાધાર વૃદ્ધોને એક વર્ષથી પેન્‍શન મળતું નથી

અમરેલી, તા.3 રાજુલાનાં સામાજિક કાર્યકર રસુલભાઈ કુરેશીએ નાયબ કલેકટરને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, રાજુલા તલુકામાં છેલ્‍લા એક વર્ષથી વૃઘ્‍ધ નિરાધાર પેન્‍શનરોને પેન્‍શન આપવામાં આવેલ નથી. વૃઘ્‍ધ, નિરાધારો ધકકાઓ ખાય છે. આ વૃઘ્‍ધો પૈસાના અભાવે ખૂબ જ દુઃખી થઈ રહયા છે. આ વૃઘ્‍ધોને આ પેન્‍શન ઉપર આધાર છે અને તેનો જીવનનો ગુજારો પેન્‍શન ઉપર છે. જેથી આ પેન્‍શન ન મળવાને કારણે વૃઘ્‍ધો ખૂબ જ નાણાકીય હાડમારી વેઠી રહયા છે. તાત્‍કાલિક આ વૃઘ્‍ધોને પેન્‍શન મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવ તેમજ જે વૃઘ્‍ધોએ પેન્‍શન મેળવવા માટે ફોર્મ ભરેલા છે તેઓને કોઈ જવાબ લેખીતમાં આપવામાં આવેલ નથી. જરૂરી કાર્યવાહી તાત્‍કાલિક કરવા અંતમાં માંગ કરેલ છે.


સાવરકુંડલા બાયપાસ ચોકડી નજીક કચરો ફેંકવાનાં મનદુઃખે પાઈપ મારીઈજા

અમરેલી, તા. 3, અમરેલીનાં સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે રહેતાં શામજીભાઈ ભગવાનભાઈ ડાભી નામનાં 70 વર્ષીય વૃઘ્‍ધે સામાવાળા અંકિત લાભુભાઈને કહેલ કે અમારા ઘર પાસે કચરો કેમ નાખો છો ? તેમ કહેતા કેતન, તેમનો નાનો ભાઈ, શોભાબેન લાભુભાઈ તથા આ અંકિતના મામાનો દિકરાએ ઉશ્‍કેરાઈ જઈ વૃઘ્‍ધને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી છે.


લાઠી-બાબરા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસનાં ભામાશા ઉમેદવારો વચ્‍ચે ટક્કર ?

અમરેલી, તા.3 લાઠી-બાબરા વિધાન સભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ભામાશા ઉમેદવાર વચ્‍ચે કાંટે કી ટક્કર થવાની શકયતાઓ ઉભી થઈ રહી છે. ભાજપ તરફથી ચમારડીનાં વતની અને સુરત સ્‍થિત ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરા અને કોંગ્રેસ તરફથી લીલીયાના હાથીગઢના વતની અને સુરત સ્‍થિત ભામાશા વચ્‍ચે કાંટે કી ટક્કર થવાની શકયતાઓ રાજકીય વર્તૃળો જણાવી રહયા છે. જો ઉપરોકત શકયતાઓ સાર્થક થાય તો ભાજપનાં ઉમેદવાર ગોપાલભાઈ વર્ષો બાદ બાબરા પંથકમાંથી આવતાં હોવાથી તેઓને પોતાના વતનનો લાભ મળી શકે તેમ છે. અને તેઓ લાઠીનાં ભાણેજ અને દામનગરનાં જમાઈ હોવાનો લાભ મેળવી શકે તેમ છે. અને કોંગી ઉમેદવાર માટે સ્‍થાનિક ઉમેદવાર ન હોવાનો પ્રશ્‍નઉપસ્‍થિત થઈ શકે તેમ છે. જો કે પાટીદાર સમાજની મદદ મળે તો કોંગી ઉમેદવાર જબ્‍બરી લડત આપી શકશે તે કહેવું અસ્‍થાને નથી.


અમરેલી શહેર ભાજપ લઘુમતી મોરચાનાં ઉપપ્રમુખ પદે દાઉદભાઈ ટાંકની વરણી

અમરેલી, તા.3 અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા સુચનાથી જિલ્‍લા ભાજપ લધુમતી મોરચાનાં પ્રમુખ દ્વારા અમરેલી શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે દાઉદભાઈ આર.ટાંકની વરણી કરવામાં આવી છે. અમરેલી ભાજપ પરિવારમાં છેલ્‍લા રર વર્ષથી પાયાનાં કાર્યકર તરીકે ફરજ બજાવતાં હોવાથી મહત્‍વની જવાબદારી સોંપવામાં    આવી છે. આ વરણીને કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, ગુકોનાં ચેરમેન દિલીપ સંઘાણી, સાસંદ કાછડીયા, ડો. કાનબાર, ધારાસભ્‍ય ઉંઘાડ, શરદ લાખાણી, કૌશિક વેકરીયા, અશ્‍વિન સાવલીયા, ભગિરથ ત્રિવેદી, તુષાર જોષી, સહિતનાં ભાજપનાં આગેવાનો દ્વારા આવકાર આપવામાં આવેલ છે.


અમરેલીની 108 સેવાની એમ્‍બ્‍યુલન્‍સમાં જોડીયા બાળકનો જન્‍મ થયો

સવારના પરોઢીયે અમરેલી 108ને પ્રસૃતિ પીડાનો શેડુભાર ગામનો કેસ મળતા તાબડતોબ 108 નિકળી. આ દરમિયાન 108એ રસ્‍તામાં જ પ્રસૃતાની પીડા તેમજ દર્દી પાસીબેન નાનુભાઈ જાદવ ઉ.વ.રપ. પરિસ્‍થિતિ જાણવા સામેથી કોલ કર્યો તો જણાયુ કે સગર્ભા માતાને અસહૃા પીડા થતી હોવાનું જણાતા 108ના સ્‍ટાફ ટેલીફોનીક સૂચનો આપતા આપતા શેડુભાર ગામમાં સગર્ભા માતાના ઘર સુધી પહોંચી સ્‍થળ પર તપાસ કરતા જાણવા મળ્‍યુ કે બાળકનાં માથાનો ભાગ બહાર હોવાથી 108ના ફરજ પરના ઇએમટી અને પાયલટ અકબર પરમાર પળભરનો પણ વિલંબ કર્યા વગર તુરંત જ અમદાવાદ સેન્‍ટર ખાતેના ફીઝીશ્‍યન ડો. યાજ્ઞિક સાથે વાત કરી એમની સૂચના મુજબ બાળકનો જન્‍મ કરાવેલ. સફળતાપૂર્વક પહેલા બાળકનો જન્‍મ થઇ જતા ઇએમટી ભરત ત્રિવેદી દ્વારા સગર્ભા માતાની વધુ તપાસ કરતા જાણવા મળ્‍યુ હતુ કે હજુ બીજુ બાળક જન્‍મેલ નથી તુરંત જ ફરી 108 સેન્‍ટર પરના ડો. યાજ્ઞિક સાથે ટેલીફોનીક સગર્ભા માટેની પરિસ્‍થિતિ જણાવેલ અને માલુમ પડયુ કે બાળક ઉધી અવસ્‍થામાં હોવાથી તુરંત જ એમ્‍બ્‍યુલન્‍ટમાં લઇ હોસ્‍પિટલમાં ખસેડવાની સૂચના આપવામાં આવી. પરંતુ રસ્‍તામાં અસહૃા પીડાથી માતાને તકલીફ થતી હોવાથી એમ્‍બ્‍યુલન્‍સ સાઇડમાંઉભી રાખી. ઇએમટી ભરત ત્રિવેદીએ સુઝબુઝતા અને તાલીમબઘ્‍ધ હોવાથી ઉલ્‍ટા બાળકનો જન્‍મ કરાવડાવી અને સરકારી હોસ્‍પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવ્‍યા અને ફરજ પરના તબીબ દ્વારા બંને બાળકો અને સગર્ભા માતાની તબીયત સારી હોવાની પુષ્‍ટી કરી અને 108ના સ્‍ટાફે રાહતનો શ્‍વાસ લીધો. સગર્ભા માતાના કુટુંબીજનો દ્વારા હર્ષ અને ખુશીની લાગણી વ્‍યકત કરી.


ગુજરાતનો દરેક વર્ગ આજે દુઃખી : રાહુલ ગાંધી

સુરતનાં વરાછા વિસ્‍તારમાં કોંગ્રેસ પક્ષની ભવ્‍ય રેલી યોજાઈ

ગુજરાતનો દરેક વર્ગ આજે દુઃખી : રાહુલ ગાંધી

સુરત, તા. 3 ગુજરાતનો દરેક વર્ગ આજે દુઃખી થઈ ગયો હોય આગામી ચૂંટણીમાં દુઃખથી છુટવા માટે કોંગ્રેસ પક્ષની સરકાર બનાવવાની હાંકલ કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ કરી હતી. આજે સુરતાં પાટીદારોનાં ગઢ સમાન વરાછા વિસ્‍તારમાં યોજાયેલ સભામાં રાહુલ ગાંધીએ નરેન્‍દ્ર મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું હતું કે, ગયા વર્ષે નોટબંધી અને આ વર્ષે જીએસટી લાવીને ભાજપ સરકારે દેશનાં નાના અને મઘ્‍યમ વેપારીઓની હાલત બગાડી નાખી છે. પ્રધાનમંત્રી દેશની જનતાની મનની વાત સાંભળતા નથી અને પ-1પ દિવસે માત્ર તેમના મનની વાત જ કહૃાા કરે છે. વધુમાં જણાવેલ હતું કે, અમિત શાહનાં દિકરાનાં વ્‍યવસાયમાં 16 હજાર ગણો વધારો થયો છતાં તે અંગેની કોઈ તપાસ કરવામાં આવતી નથી અને પ્રધાનમંત્રી ચોકીદાર છે કે ભાગીદાર છે તે સમજવું મુશ્‍કેલ બન્‍યું છે. વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી કહે છે કે ભભખાતો નથી ખાવા દેતો નથીભભ અને હવે ભભબોલતો નથી અને કોઈને બોલવા દેતો નથીભભ સુત્ર શરૂ થયું હોય તેમ લાગે છે. આ સંમેલનમાં હજારોની જનમેદની ઉમટી પડતાં કોંગ્રેસી આગેવાનોમાં ઉત્‍સાહનોમાહોલ જોવા મળતો હતો. અને અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી સતત રાહુલ ગાંધીની સાથે નજરે પડયા હતા.


સાવરકુંડલાના ડાયમંડ કિંગ ઘનશ્‍યામ ડોબરીયાનાં આંગણે ભાજપનાં આગેવાનોની બેઠક યોજાઈ

કોઈપણ સંજોગોમાં કોંગ્રેસને પછડાટ આપવા અંગે ચર્ચા થઈ

સાવરકુંડલાના ડાયમંડ કિંગ ઘનશ્‍યામ ડોબરીયાનાં આંગણે ભાજપનાં આગેવાનોની બેઠક યોજાઈ

સાવરકુંડલા, તા.3 સાવરકુંડલા ખાતે ઉદ્યોગપતિ અને ભાજપના અગ્રણી ઘનશ્‍યામ ડોબરીયાના નિવાસસ્‍થાને આજે અમરેલીના 108 ગણાતા સાંસદ નારણભાઈ કાછડીયા સાથે જિલ્‍લા ભાજપના પુર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર સહિત ભાજપના અગ્રણી આગેવાનોએ શુભેચ્‍છા મુલાકાત કરીને આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને પછડાટઆપવા એકજુથ બનીને ભાજપી કાર્યકર્તાઓએ સંગઠન અંગે ગહન અંગે ચર્ચા વિચારણા થયેલ હતી. આ બેઠકમાં સુરતના ઉદ્યોગપતિ ભોળાભાઈ લહેરી, જિલ્‍લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણી, પુનાભાઈ ગજેરા, શરદભાઈ પંડયા, નાગરીક બેંકના ચેરમેન પરાગ ત્રિવેદી, મહેશભાઈ સુદાણી, ધર્મેન્‍દ્ર ચૌહાણ, પ્રવિણભાઈ સાવજ, જીવનભાઈ વેકરિયા, યુવા ભાજપના પ્રમુખ અરવિંદ મેવાડા, હેમાંગ ગઢિયા, કમલેશ મૈસુરિયા, રાજુ પરમાર, મુસ્‍કતભાઈ જાદવ, ધર્મેન્‍દ્રભાઈ જોષી, ભુપતભાઈ પાનસુરિયા, કિશોર બુહા, રવિન્‍દ્ર ધંધુકિયા, પ્રકાશ ગેડિયા, જયસુખ રણોલીયા, જગદીશ ઠુંમર, જયસુખભાઈ ઠુંમર, રામદેવસિંહ ગોહિલ, વિજયસિંહ વાઘેલા, ભાવેશ હિંગુ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે ભાજપમાં ભભ વાદ વિવાદ, વિખવાદની થઈ રહેલી અટકળો પર પુર્ણ વિરામ જોવા મળી રહયું છે. આગામી વિધાનસભામાં કમળનાં સિમ્‍બોલ પર અમરેલી જિલ્‍લાની પ બેઠકો પર કેસરિયો લહેરાવવા સાંસદ કાછડીયા દ્વારા અથાંગ પ્રયત્‍નોને સફળતા મળી રહી હોય તેવું જોવા મળી રહયું છે. તમામ ભાજપી કાર્યકર્તાઓની આગતા સ્‍વાગતા કરશનભાઈ ડોબરીયા, હિંમત ડોબરીયાએ કરેલ હતી.


ગોપાલગ્રામમાં પેરામિલ્‍ટ્રી ફોર્સ દ્વારા ફલેગ માર્ચ યોજાઈ

ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામ ખાતે સ્‍થાનિક પી.એસ.આઈ.ની ઉપસ્‍થિતિમાં પેરામીલ્‍ટ્રી ફોર્સ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવી હતી. અને વિધાનસભાની ચુંટણી મુકત અને ન્‍યાયી વાતાવરણમાં થાય તે અંગે આ ફલેગ માર્ચ યોજવામાં આવી હોવાનું જણાવવામાં આવ્‍યુંહતું.


અમરેલીના સમર્થ વ્‍યાયામ મંદિરનું ગૌરવ વધારતી ઘટના

અમરેલી સમર્થ વ્‍યાયામ મંદિરના દિલીપસિંહ ઠાકોરને ખેલમહાકુંભ યોગા-ર017માં રાજયકક્ષાએ દ્વિતીય સ્‍થાન સાથે સિલ્‍વર મેડલ મેળવી અમરેલી જિલ્‍લા તથા સમર્થ વ્‍યાયામ મંદિરનું નામ રોશન કર્યુ છે. વર્ષોથી યોગગુરૂ તરીકે જાણીતા દિલીપસિંહ સમર્થ વ્‍યાયામ મંદિરમાં યોગા શીખવાડે છે તેમજ શિબીરો દ્વારા બાળકો, મહિલાઓ, વૃઘ્‍ધો તેમજ રોગીને યોગા, આસાન, પ્રાણાયામ શિખવાડે છે. યોગ સેવા કાર્યમાં સતત કાર્યરત દિલીપસિંહને મળેલ દ્વિતીય સ્‍થાન અખાડાનું જ નહિં અમરેલી અને ગુજરાતનું ગૌરવ છે અને યોગ સેવા કરનાર યોગ્‍ય વ્‍યકિતઓને જ મળે છે જે સૌના માટે ગૌરવની વાત છે.


04-11-2017

thumbnail of AMRELIEXPRESS