Main Menu

Thursday, November 2nd, 2017

 

સાવરકુંડલા, રાજુલા, ધારી અને લાઠી બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા 3 નામોની પેનલ તૈયાર ?

અમરેલી, તા. 1 અમરેલી બેઠક માટે કોંગ્રેસ પક્ષે વર્તમાન ધારાસભ્‍ય પરેશ ધાનાણીને પુનઃ મેદાનમાં ઉતારવાનું નકકી કરેલ છે. જયારે, બાકીની સાવરકુંડલા, રાજુલા, ધારી અને લાઠી બેઠક માટે 3-3 નામોની પેનલ બનાવી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જેમાં લાઠી બેઠક માટે વિરજી ઠુંમર, જેનીબેન ઠુંમર, હનુભાભા, સાવરકુંડલા માટે પ્રતાપ દુધાત, ચંદ્રેશ રવાણી અને દિપક માલાણી, રાજુલા માટે ટીકુભાઇ વરૂ, અંબરીશ ડેર અને પીઠાભાઇ નકુમ અને ધારી માટે કોકીલાબેન કાકડીયા, વિપુલભાઈ કાકડીયા અને સુરેશ કોટડીયાનું નામ હોવાનું જાણવા મળેલ છે.


કોટડાપીઠા પંથકમાં લેન્‍ડલાઈન ટેલીફોન શોભાનાં ગાંઠીયા સમાન

કોટડાપીઠા, તા. 1 કોટડાપીઠા ટેલીફોન એકસચેન્‍જની નીચેનાં કોટડાપીઠા સહીતનાં ગામોનાં લેન્‍ડ લાઈન ફોન વારંવારબંધ પડે છે અને ફોલ્‍ટ લખાવો ત્‍યારે બેથી ત્રણ દિવસે ફોન ચાલુ થાય છે. કોટડાપીઠા ટેલીફોન એકસચેન્‍જ 1000નું બોર્ડ છે. તેમાંથી હાલ ર0 થી 30 ટેલીફોન માંડ ચાલુ છે. ગ્રાહકોએ બ્રોડબેન્‍ડના ઘણા કનેકશાન લીધા હતા પરંતુ તંત્રની બેદરકારીથી મોટાભાગના બ્રોડબેન્‍ડ કનેકશનો કાઢી નાખેલ છે. ટેલીફોન એકસચેન્‍જનાં લાઈનમેનનાં દર્શન દુર્લભ છે. સરકારે લાખો રૂા.નાં ખર્ચે મશીનરી ફીટ કરેલ છે. પરંતુ મનસ્‍વી કર્મચારીનાં પાપે લોકો અન્‍ય કંપનીનાં ફોન તરફ વળ્‍યા છે. આવા કર્મચારીને લીધે બી.એસ.એન.એલ. ખોટનાં ખાડામાં ધકેલાઈ રહૃાું છે.


કોડીનાર-અમરેલી રૂટની બસનાં ચાલકે નશો કરેલી હાલતમાં બસ ચલાવતા મુસાફરો પરેશાન

અમરેલી, તા. 1 સલામત સવારી એસ.ટી.અમારીભભ જેવા રૂપકડા નામ આપી એસ.ટી. બસમાં મુસાફરી કરતાં લોકોનાં જીવન સાથે ચેડા કરવા જેવી ઘટનાસામે આવતાં અમરેલી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં અમરેલી એસ.ટી. ડીવીઝન નિચે આવતાં કોડીનાર એસ.ટી. ડેપોમાં બસ ચાલક તરીકે ફરજ બજાવતા અને ધારીનાં વાઘાપરા વિસ્‍તારમાં રહેતાં પ્રેમજી હઠીસિંગ સોલંકી ગઈકાલે સાંજના કોડીનાર ગામેથી અમરેલી રૂટની એસ.ટી. બસ નંબર જી.જે. 18 ર878 લઈ અને નીકળેલા. જેમાં અનેક મુસાફરો પણ બેઠા હતા. ત્‍યારે આ બસ ચાલક રસ્‍તામાં કેટલીક ખાસ જગ્‍યાએ પોતાના હવાલાવાળી એસ.ટી.બસને ખોટા બહાને ઉભી રાખતો હોય, અને બસ કંડકટર કે મુસાફરોને ખબર ન પડે તેવી રીતે કેફી પીણું પી લેતો હતો ત્‍યારે ગઈકાલે રાત્રીના 8 વાગ્‍યાના સમયે અમરેલીનાં જેશીંગપરામાં પહોંચતા પોતાના હવાલાવાળી એસ.ટી. બસ પુરઝડપે ચલાવી બસમાં બેઠેલા મુસાફરોની જીંદગી જોખમમાં મુકી દેતાં આ અંગે બસનાં કંડકટર તરીકે ફરજ બજાવતાં સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામે રહેતાં દીનેશભાઈ રામભાઈ વાઢેરે અમરેલી સીટી પોલીસને જાણ કરતાં પોલીસે તેમને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


રાજુલાનાં રામપરા-ર ગામનાં બંધુઓ વિરૂઘ્‍ધ બળાત્‍કારની ફરિયાદ નોંધાતા ચકચાર

અમરેલી, તા. 1 રાજુલા તાલુકાના રામપરા-ર ગામે રહેતી એક પરિણીતાની એકલતાનો લાભ લઈ રામપરા-ર ગામનાં સગા બે ભાઈઓ છેલ્‍લા ત્રણ વર્ષથી વારાફરતી આવી બળજબરીથી સંભોગ કરી અને જો કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાવી છે. બળાત્‍કાર કરનાર બન્‍ને શખસો રાજકીય પહોંચ ધરાવતાં હોય, જેને લઈ આ બનાવથી રાજુલા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર રાજુલા તાલુકાનાં રામપરા-ર ગામે રહેતી એક 3પ વર્ષિય પરિણીતાનો છેલ્‍લા 3 વર્ષથી એકલતાનો લાભ લઈ તે જ ગામે રહેતા આતા અરજણભાઈ તથા તેમનો ભાઈ નાજા અરજણભાઈ વાઘ વારાફરતી આ મહિલા ઉપર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્‍કાર કરેલ હોય, અને આ અંગે જો કોઈને પણ કંઈ કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણઆપતાં હોવાથી ફરિયાદ ભોગ બનનાર મહિલાએ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આરોપી આનાભાઈ રાજકીય પહોંચ ધરાવતાં હોય, અને આ વિસ્‍તારમાં તેમનું રાજકીય વર્ચસ્‍વ હોવાનાં કારણે આ બનાવે ભારે સનસનાટી મચાવી છે.


અંટાળીયામાં મુખ્‍યમંત્રી રૂપાણીએ ધર્મસભા સંબોધી

જિલ્‍લાનાં રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્‍થિતિમાં

અંટાળીયામાં મુખ્‍યમંત્રી રૂપાણીએ ધર્મસભા સંબોધી

નર્મદાનાં નીર ગામડે-ગામડે અને ખેતરે-ખેતરે પહોંચાડવાની પણ ખાત્રી આપી

લીલીયા, તા. 1 લીલીયા નજીક આવેલ અંટાલેશ્‍વર મહાદેવ મંદિર ખાતે નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ અને વિશ્‍ણુ મહાયાગ મહોત્‍સવ ચાલી રહૃાો છે. તે પ્રસંગે રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અઘ્‍યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ તકે સૌ પ્રથમ આ વિસ્‍તારના ધારાસભ્‍ય અને કૃષિમંત્રી વી.વી. વઘાશીયાએ સૌ ઉપસ્‍થિત મહાનુભાવોને શાબ્‍દીક પ્રવચનમાં આવકારી સન્‍માનીત કરેલ. ત્‍યારબાદ અંટાલેશ્‍વર મહાદેવ ટ્રસ્‍ટની નાની નાની બાળાઓએ ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરેલ. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, કાર્યક્રમના મુખ્‍ય મહેમાન સવજીભાઈ ધોળકીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, કૃષિમંત્રી વી.વી. વઘાસીયાના વરદ હસ્‍તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ. આ તકે અંટાળેશ્‍વર મંદિરના ટ્રસ્‍ટીઓ નાનુભાઈ વેકરીયા, ભુપતભાઈ કનાળા, વિઠ્ઠલભાઈ માંદલીયા, રમેશભાઈ પોલરાએ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પુષ્‍પહાર, શાલ અને મોમેન્‍ટોથી સન્‍ન્‍માન કરવામાં આવેલ. ત્‍યારબાદ અમરેલી જીલ્‍લા ભાજપ સેલ, સાંસદ નારણભાઈ કાછડીયા, વી.વી. વઘાશીયા,બાવકુભાઈ ઉંઘાડ, હિરેન હિરપરા, કૌશિક વેકરીયાએ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્‍પગુચ્‍છ, શાલ અને ખેડૂતના પ્રતિકસમુ હળ અર્પણ કરી સન્‍માનીત કરેલ. આ તકે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિરનાા મુખ્‍યદાતા અરવિંદભાઈ રૂપારેલીયા, રમેશભાઈ પોલરા સહિતના દાતાઓનું પુષ્‍પગુચ્‍છ, શાલ અને મોમેન્‍ટો આપી સન્‍માન કરેલ. આ તકે ખાસ ઉપસ્‍થિત સવજીભાઈ ધોળકીયા, મધુરાઈ સવાણીનું વિશેષ વ્‍યકિત તરીકે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સન્‍માન કરેલ. આ તકે મધુરભાઈ સવાણીએ જણાવેલ કે વર્તમાન સરકાર ખેડૂતના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી કામ કરી રહી છે. અને સરદાર સરોવરનું પાણી છેવાડાના ગામડાના ખેતરો પહોંચાડવા સરકાર કટ્ટીબંધ બની કામ કરી રહી છે. અને ટપક પઘ્‍ધતીમાં પ0% સહાય મળતી તે વધારીને રૂપાણી સરકારે 70% સબસીડી કરી આપી છે. તે ખરેખર ધન્‍યવાદને પાત્ર છે. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં ઉપસ્‍થિત અગ્રણી આગેવાનો અને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત લોકોને આવકારી અંટાળેશ્‍વર મંદિર સોમનાથ મંદિર જેટલુ જ મહતવ ધરાવે છે. સુરતનાં દાતાઓની દાતારીને સરકાર વતી અભિનંદન પાઠવ્‍યા બાદ પાછલા ર વર્ષની સરકારે અમરેલી જિલ્‍લા પર ફોકસ કર્યુ છે. મેડીકલ કોલેજ લાઠી, સા.કુંડલા, જી.આઈ.ડી.સી. મંજુર કરી વધુ ઉદ્યોગથીલઈ મોટા ઉદ્યોગનો વિકાસ થશે. 199પ સુધી રાજયમાં કોંગ્રેસની સરકારલક્ષી 4પ વર્ષ અને ભાજપના પાછલા 1પ વર્ષની કમ્‍પેર કરીએ તો ખરેખર રાજયનો  ખુબ જ વિકાસ થયો છે. આવનારા સમયમાં રાજયમાં સાત મેડીકલ કોલેજ શરૂ કરી રહયા છીએ અમરેલી જિલ્‍લા પ્રવાસનમાં આગળી વઘે તો તે માટે તાજેતરમાં આંબરડી પાર્કનું લોકાઅપર્ણ કરવામાં આવેલ જે ભારતનો સૌથી મોટો સફારી પાર્ક તરીકે ખુલ્‍લો મુકાયેલ છે. પીપાવાવ, રાજુલાના વિકાસ માટે આગવી ચાલી રહયા છીએ. કોસ્‍ટલ ઝોન દરિયાઈ પટ્ટીનો વિકાસ કરવા સતત સરકાર કામ કરી રહી છે. ડીફેન્‍સના સાધનો પીપાવાવમાં બનાવવામાં આવનાર છે. પીવાના પાણી પ્રશ્‍ને ગામડાઓ ભાંગતાજતા હતા. તેનો વિકાસ કરવા ખેડૂતો અને લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પ00 કી.મી. દુરથી નર્મદાના નીર ગામડે ગામડે પહોચાડવા સરકાર કટ્ટીબંધ બની છે. લીલીયાની ગાગડીયો નદીનો સૌની યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. ખેડૂતોને પાકનાં ભાવો પુરતા પ્રમાણમાં મળી રહે તેવા સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહયા હોવાનું જણાવી જય જય ગરવી ગુજરાતના નારા લગાવેલ. આ તકે સવજીભાઈ ધોળકીયા, વસંતભાઈ ગજેરા, બી.એમ. ધારૂકા, રમેશભાઈ ડોબરીયા, જયંતીભાઈ બાબરીયા, રમેશભાઈ પોલરા, રાકેશ ધોળકીયા, બેચરભાઈ ભાદાણી,કાળુભાઈ વિરાણી, સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સંસ્‍થાનાં નનુભાઈ વેકરીયા, ભુપતભાઈ કનાળા, વિઠ્ઠલભાઈ માંદલીયા સહિતના ટ્રસ્‍ટીઓ જહેમત ઉઠાવી રહયા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્‍દ્ર કનાળા, મથુરભાઈ બલદાણીયા કરી રહયા છે.


ચલાલામાં રજવાડી ઠાઠ-માઠથી તુલસી વિવાહ યોજાયા

ચલાલા શહેરમાં ગઈકાલે રજવાડી જમાનાની યાદ દેવડાવે તેવા ભવ્‍ય તુલસી વિવાહનાં યોજાયા હતા. જેમાં જાનૈયાઓ ઘોડા, બગસ અને શણગારેલા બળદ ગાડાઓની સાથે જુની પહેરવેશમાં જોડાયા હતા. ચલાલા શહેર ખોડલધામ સમિતિ, લેઉવા પટેલ અને બાલમુંકુંદ યુવક મંડળ દ્વારા તુલસી વિવાહનું શહેરમાં ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. અહી ગઈકાલે સવારે રેલ્‍વે સ્‍ટેશનથી જાન પ્રસ્‍થાન કરવામાં આવી હતી. આ બાદ શહેરના રાજમાર્ગો પર ઘોડા, બગસ, શણગારેલા બળદગાડા, ટ્રેકટર, ફોરવ્‍હીલ, ટુ-વ્‍હીલ સાથે જાનૈયાઓ પાઘડી અને સાફા સાથે વટ પાડયો હતો. તુલસી વિવાહના પહેલા રાત્રીના જીગ્નેશદાદા (રાધે-રાધે) દ્વારા સત્‍સંગ અને રાસ-ગરબાનું પણ આયોજન કરાયું હતું. શહેરના સ્‍ટેશન રોડ,સાટોડીપરા, મહાદેવપરા વિગેરે વિસ્‍તારોમાં બહોળી સંખ્‍યામાં જાનૈયાઓએ મોજ માણી હતી. સાફા અને જુની પહેરવેશમાં યુવાનો, વડીલો અને બાળકો જોવા મળેલ હતા. આ સાથે બહેનોએ પણ તુલસી વિવાહના ગીતો ગાયા હતા. અંતે સ્‍ટેશન રોડ ખાતે વિવાહ રાખવામાં આવ્‍યા હતા. આ વિવાહમાં જાદવભાઈ લક્ષ્મણભાઈ પટોળીયા અને કાળુભાઈ પોલાભાઈ ગેડીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. ધાર્મિક કાર્યક્રમની સાથે બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વ્‍યસન મુકિત કેમ્‍પ તેમજ લક્કી ડ્રો દ્વારા મહિલાને  ઈનામો વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ સાથે કાર્યક્રમમાં આવેલા મુખ્‍ય અતિથીઓનું શાલ ઓઢાડીને સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. આ તુલસી વિવાહમાં હજારોની સંખ્‍યામાં જાનૈયાઓ જોડાયા હતા. આથી ચલાલા શહેરની આજુ – બાજુના કરેણ, પાણીયા, પરબડી અને મોરજરમાં રહેતા લોકોએ ભારે સહયોગ આપેલ હતો.


આગામી ચૂંટણીને અનુલક્ષીને ધારીની મામલતદાર કચેરીમાં વીવીપીએટની જાણકારી અપાઈ

ધારી, તા.1 આગામી વિધાનસભા – ર017ની ચૂંટણીમાં ઈ.વી.એમ. મશીનની સાથે વી.વી.પી.એટ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. જેને અનુલક્ષી મતદારોને આ મશીનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે આજથી તા.1 થી તા. 1પ સુધી જાગૃતીના ભાગરૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ડીસે-ર017નીવિધાનસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત વી.વી.પી.એટ.નો ઉપયોગ થઈ રહયો છે. જેથી મતદાન મંથકમાં કઈ રીતે મત આપવો મત કોને આપ્‍યો છે. તે કઈ રીતે ખબર પડશે. તેના અનુસંધાને ધારી મામલતદાર કચેરી ખાતે ઈ.વી.એમ. અને વી.વી.પી.એટ મશીન રાખીને મતદારોને તેનો ઉપયોગ કરવા દેવામાં આવે છે. જેમાં મત કોને આપવામાં આવ્‍યો તે સાત સેંકન્‍ડ સુધી જોઈ શકશે તેમજ વી.વી.પી.એટ.ની રસીદ નિકળશે જે પણ સાચવી રાખવામાં આવશે. જેથી વિવાદ થાય તો રસીદ દ્વારા ફેર ગણતરી કરી શકાય. આ ઝુંબેશમાં સામાન્‍ય મતદારો પણ લાભ લઈ શકે છે. જે ધારી મામલતદાર કચેરી ખાતે આગામી તા.1પ નવેમ્‍બર સુધી ચાલુ રાખવામાં આવશે.


અમરેલી જિલ્‍લા ભાજપ લઘુમતિ મોરચાની બેઠક મળી

તા.1/11/ર017ના રોજ અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને જિલ્‍લા ભાજપ લઘુમતિ મોરચાની બેઠક મળી હતી. જેમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા દ્વારા આગામી ચૂંટણીઓમાં ભભવિકાસભભનાં મુદ્‌ાને ઘ્‍યાનમાં રાખી સમગ્ર ગુજરાતના વિકાસને વધુ મજબુત બનાવવા લઘુમતિ મોરચાના આગેવાનોને આહવાન કરવામાં આવ્‍યું હતું. આ તકે લઘુમતિ મોરચાનાં આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા અને આગામી ચૂંટણીમાંવિજયનો દ્રઢ વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો. ઉપસ્‍થિત આગેવાનોમાં અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કૌશીક વેકરીયા, લઘુમતિ સમાજના અગ્રણી સૈયદ રફીકબાપુ લીમડાવાલા, લઘુમતી મોરચાના પ્રમુખ રાજુભાઇ મીલન, મહામંત્રી યુનુસભાઈ ચુડેસરા, આશીફ મલેક, ઉપપ્રમુખ સાજિદખાન પઠાણ, સાજદબાપુ, હૈદરબાપુ અમરેલી, મંત્રી અનવરભાઈ સાલેડા તથા મંડલ લઘુમતિ મોરચાના નવ નિયુકત તમામ પ્રમુખ, મહામંત્રી તેમજ તમામ હોદે્‌દારઓ હાજર રહયા હતા. તેમ જિલ્‍લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી યુનુસભાઇ ચુડેસમા અને આશીફ મલેકની અખબારી યાદીમાં જણાવાયું છે.


અમરેલીમાં ‘પિંડથી બ્રહ્માંડ’ કાવ્‍યસંગ્રહનું વિમોચન અને કવિ સંમેલન સંપન્‍ન

ગત તા.રપ/10ને બુધવારના દિવસે અમરેલીના જાણીતા કવિ અને આસ્‍વાદક હાર્દિક મહેન્‍દ્રભાઈ વ્‍યાસના કાવ્‍યસંગ્રહ ભભપિંડથી બ્રહ્માંડભભનું વિમોચન અમરેલી ગિરધરભાઈ સંગ્રહાલય, બાલભવન ખાતે કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લાના તમામ કવિઓ, લેખકો અને સાહિત્‍યકારો તેમજ સાહિત્‍ય રસિકો ખાસ્‍સી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ઢળતી સંઘ્‍યાએ સાંજે પઃ30 કલાકે અનામિકાબેન વ્‍યાસે પોતાના મધુર અવાજમાં કર્ણપ્રિય અવાજ દ્વારા ભભપ્રભુ ભજીએ તમનેભભએ પ્રાર્થનાનું ગાન કર્યું ત્‍યારે ઉપસ્‍થિત તમામ શ્રોતાગણ મંત્રમુગ્‍ધ થઈ ગયો હતો. પ્રાર્થના સ્‍તવન કર્યા બાદ દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્‍લો મુકાયો હતો. દીપ પ્રાગટય વિધિમાં તમામ મંચસ્‍થ મહાનુભાવો છેલભાઈ વ્‍યાસ, કવિ હર્ષદ ચંદારાણા, પ્રા. ડી.પી. વિરાણી, કવિ પ્રણવ પંડયા, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, નિલેશ પાઠક, ભાવિન ગોયાણી, હરેશ વડાવીયા, સ્‍નેહલ જોશી, સ્‍નેહી પરમાર, કેતન કાનપરીયા, પરેશ મહેતા તથા હાર્દિક વ્‍યાસ વગેરે જોડાયા હતા. દીપ પ્રાગટય વખતે ગુજરાતી સાહિત્‍ય પરિષદનું મહામૂલું પારિતોષિક મેળવનાર લેખક ગોરધનભાઈ ભેસાણીયા અને ગદ્યકાર કાલિન્‍દીબેન પરીખ અને સુખ્‍યાત બાંસુરીવાદક સંજીવભાઈ ધારૈયા પણ હાજર રહયા હતા. જે આ કાર્યક્રમની ખૂબ જ મોટી ઉપલબ્‍ધી હતી. આગળના ક્રમે કાવ્‍યસંગ્રહ ભભપિંડથી બ્રહ્માંડભભનું લોકાર્પણ કવિ હાર્દિક વ્‍યાસના માતુશ્રી રસિલાબેન, પિતાજી મહેન્‍દ્રભાઈ અને કવિના ધર્મપત્‍ની દિપાલીબેનના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. સાથે સાથે આમંત્રિત કવિઓ અને મંચસ્‍થ મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્‍યારબાદ મંચસ્‍થ મહાનુભાવો છેલભાઈ વ્‍યાસ અને કવિ હર્ષદ ચંદારાણાએ પોતાની આગવી શૈલીમાં કવિ હાર્દિક વ્‍યાસના કર્તૃત્‍વ અને કાવ્‍યબાનીનો સુપેરે પરિચય કરાવ્‍યો હતો. સાહિત્‍યકાર છેલભાઈ વ્‍યાસે કવિહાર્દિક વ્‍યાસના વિદ્યાર્થી અવસ્‍થાની પ્રતિબઘ્‍ધતા અને ખુમારી વિશે વાત કરી હતી. તો કવિ હર્ષદ ચંદારાણાએ કવિની માહિતી ગઝલનું પઠન કર્યું હતું. આગળના ક્રમે સ્‍વરકાર વિપુલ ભટ્ટીએ કવિ હાર્દિક વ્‍યાસની ગઝલ ભભસમયના પ્રવાસેભભનું સુંદર મજાનું ગાન કર્યું હતું. સ્‍વરકાર વિપુલ ભટ્ટીનું સ્‍વરાંકન એટલું તો મનભાવન હતું કે શ્રોતાઓ તેના સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. ત્‍યારબાદ ગુજરાતીના જાણીતા પ્રાઘ્‍યાપક અનિરૂઘ્‍ધસિંહ ગોહિલે ભભશબ્‍દનો વિસ્‍તારભભ અંતર્ગત કવિ હાર્દિક વ્‍યાસના કાવ્‍યસંગ્રહ ભભપિંડથી બ્રહ્માંડભભને શ્રોતાઓ સમક્ષ ખોલી આપ્‍યું હતું. તેમના આ વિશેષ વકતવ્‍યથી કવિના વિશિષ્‍ટ કવિકર્મ, ભાષા, અલંકાર, પ્રતીક, કલ્‍પનો, ચિત્રાત્‍મકતા અને કવિની સર્જકચેતના તેમજ પ્રતિભા વિશે જાણવા મળ્‍યું હતું. પ્રા. અનિરૂઘ્‍ધસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે આ સંગ્રહ ભભપિંડથી બ્રહ્માંડભભમાં પપ ગઝલો, 17 ગીતો અને 9 લઘુકાવ્‍યો, અને ચાર હાઈકુ એમ કુલ મળી 8પ જેટલી રચનાઓ જોવા મળે છે. જે કવિની વિવિધ કાવ્‍યસ્‍વરૂપો પર કામ કરનારી ધગશ અને પ્રતિબઘ્‍ધતા રજૂ કરે છે. તેમણે સર્જક હાર્દિક વ્‍યાસના સમગ્ર કાવ્‍યસંગ્રહનું તલસ્‍પર્શી અઘ્‍યયન કરીને કવિના કાવ્‍યોની સિઘ્‍ધિને સુપેરે તારવી આપી હતી. તેમણે કાવ્‍યસંગ્રહને 10 જુદા જુદા પરિણામોથી મૂલવ્‍યો હતો. જેમાં (1) તત્‍વબોધ (ર)માનવીય પ્રણય (3) પ્રકૃતિ (4) યુઘ્‍ધ (પ) મરણ (6) સામાજિક સંપ્રજ્ઞતા (7) સર્જન પ્રક્રિયા (8) વ્‍યકિત વિશેષ (9) સાહિત્‍યિક સંદર્ભ (10) પુરાણ સંદર્ભ વગેરે મુખ્‍ય હતા. તેમણે પોતાના વ્‍યાખ્‍યાન દરમ્‍યાન પોતાની દલીલો અને અભ્‍યાસની પુષ્‍ટિ માટે કવિની ગઝલો અને કાવ્‍યપંકિતઓ ટાંકીને વિશેષ પરિચય આપ્‍યો હતો. તેમજ તેમણે કવિ હાર્દિક વ્‍યાસની કવિ તરીકેની મથામણો અને કવિની સફળતા અને સાવચેતી વિશે પણ વાત કરી હતી. વિશેષમાં તેમણે જણાવ્‍યું હતું કે ભવિષ્‍યમાં આ કવિ પાસેથી વધારે સારી ગઝલો અને ગીતો પ્રાપ્‍ય થાય તેમજ આ કવિ ગુજરાતી ભાષામાં પોતાનું ખેડાણ શરૂ રાખી ઉતમ કવિતાઓ આપશે તેવી પણ એક આશા વ્‍યકત કરી હતી. આગળના ક્રમે આમંત્રિત મહેમાનો દ્વારા કાવ્‍યપાઠ કરવામાં આવ્‍યો હતો. જેમાં ગુજરાતી ભાષાના દિગ્‍ગજ કવિઓ હાજર રહયા હતા. જેમાં અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, પ્રણવ પંડયા, સ્‍નેહી પરમાર, સ્‍નેહલ જોશી, હરેશ વડાવીયા, પરેશ મહેતા, હર્ષવી પટેલ, કેતન કાનપરીયા, ભાવિન ગોપાણી અને હાર્દિક વ્‍યાસ વગેરે કવિઓએ પોતાની ઉતમ રચનાઓ રજૂ કરી હતી. કવિ અનિલ ચાવડા અને કવિ હાર્દિક વ્‍યાસે પોતાની સફળતા અને ભાષાત્‍મક વૈવિઘ્‍ય દર્શાવતી ગઝલોનું પઠન કરી સુંદર વિનિયોગ સાઘ્‍યો હતો. કાર્યક્રમના અંતે કવિ હાર્દિક વ્‍યાસે સર્જક પ્રતિભાવદ્વારા તમામ કવિ મિત્રોનો આભાર માન્‍યો હતો. અને પોતાની કવિતાની પ્રેરણા અને ઉદીપકો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે પ્રથમ કવિતા તેમણે પ્રતાપરાય આર્ટસ કોલેજના પ્રાંગણમાં જ લખી હતી. તેમણે કોલેજના પ્રાઘ્‍યાપકો, કવિઓ, મિત્રો, પ્રા. અજયસિંહ ચૌહાણ અને ડિવાઈન પબ્‍લીકેશન તેમજ બાલભવનના સહયોગનો ઉલ્‍લેખ કર્યો હતો. અંતમાં તેમણે શ્રોતાઓનો પણ આભાર માની આભારવિધિ કરેલી. તમામ શ્રોતાઓ કાર્યક્રમના સંભારણા વાગોળતા વિખરાયા હતા.


અમરેલીની મહેબુબીયાહ સ્‍કૂલ દ્વારા કોમી-એકતા, ભાઈચારા માટે ‘અમન સેતુ’ કાર્યક્રમ યોજાયો

દારૂલઉલુમ મહેબુબીયાહ સ્‍કુલ, પ્રતાપપરા રોડ અમરેલી ખાતે ગત તા.ર9/10/ર017 ને રવિવારનાં રોજ સવારનાં 10-00 કલાકે ભભ અમન સેતુ ભભ કાર્યક્રમનું આયોજન કરેલ હતુ. જેમાં પીરે તરીકત અલ્‍હાજ સુફી સૈયદ હામીદબાબા કાદરી અહમદી તથા મુખ્‍ય મહેમાન તરીકે મહંતશ્રી વલકુબાપુ-ચલાલા, મહંતશ્રી વિજયદાસબાપુ- સતાધાર, સંતશ્રી ભકિતરામબાપુ-સાવરકુંડલા, ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી, દિલીપભાઈ સંઘાણી, વિરજીભાઈ ઠુંમર, પી. પી. સોજીત્રા, નગરપાલિકાના પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા, જીલ્‍લા કોંગેસનાં પ્રમુખ પંકજભાઈ કાનાબાર, ઉપપ્રમુખ જે. વી. કાકડીયા, દલિત સમાજના આગેવાન એસ.એસ.પરમાર, અમરેલી જીલ્‍લા લઘુમતિ સેલના પ્રમુખ દાઉદભાઈ લલીયા વિગેરે મહેમાનો ઉપસ્‍થિત રહયા હતા. આમ આ કાર્યક્રમમાં હિન્‍દુ-મુસ્‍લિમ સમાજના ધર્મગુરૂઓ, સુફીસંતો અને સમાજનાં પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. આ અમનસેતુ કાર્યક્રમ રાજકીય નહી પરંતુ સામાજિક કાર્યક્રમ અને પ્રગતિશીલ સમાજનાં પાયાના પથ્‍થર સમાન ભણતર અને ગણતરની સાથોસાથ અમરેલીની પાવનભુમિ પર જે અમનસેતુ કાર્યક્રમની જયોત પ્રગટેલ છે. તે જયોતની રોશની તમામ તમામ રાજયો સહીત પુરા હિંદુસ્‍તાનમાં અજવાળુ પાથરે તેવા મહત્‍વનાં સંદેશા સાથે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે મહેબુબ સ્‍કુલ તરફથી સમાજનાં તેજસ્‍વી તારલા (વિધાર્થીઓ) તથા વિશિષ્‍ટ પ્રતિભાઓને મહાનુભાવોનાં હસ્‍તે સન્‍માનિત પણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ ઝીયાઉરરહેમાનબાપુ કાદરીનાં માર્ગદર્શન હેઠળ સૈયદ ખલીલરહેમાન કાદરી (જીંગાબાપુ), સૈયદ મહેબુબરહેમાન કાદરી, સૈયદ હફીઝુરહેમાન કાદરી, સૈયદ કરીમબાપુ (માર્કેટયાર્ડ), સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક આસીફભાઈ કુંડલીયા, ટ્રસ્‍ટીઓ, એડવોકેટ-મુઝફરહુશેન સૈયદ, એડવોકેટ- ફારૂકભાઈ મુસાની, ઉમરબીન શેખ, દિલશાદભાઈ શેખ, સ્‍કુલનો સ્‍ટાફ ગણ, શાહિનગૃપનાં સભ્‍યો, બઝમે કાદરીયાહના સભ્‍યો સતત જહેમત ઉઠાવેલહતી.


02-11-2017

thumbnail of AMRELI EXPRESS