Main Menu

Wednesday, November 1st, 2017

 

અંટાળીયા મહાદેવ મંદિર ખાતે મુખ્‍યમંત્રી રૂપાણીનું આજે આગમન

ધર્મસભાને બપોરે સંબોધન કરશે

લીલીયા મોટા, તા.31 અમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં અંટાળીયા ગામ પાસે સુપ્રસિદ્ધ તીર્થધામ અંટાળીયા મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોરે 1ર કલાકે અંટાળીયા મહાદેવ મંદિર ખાતે હાજરી આપશે. અને ધર્મ સભામાં પણ ઉપસ્‍થિત રહેશે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરાએ જણાવ્‍યું છે. આ તકે કૃષીમંત્રી અને ધારાસભ્‍ય વી.વી.વઘાશીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજકોના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, ધારાસભ્‍ય બાવકુભાઈઉંઘાડ, જિલ્‍લા ભાજપના પુર્વ પ્રમુખઓ, જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા અને જિલ્‍લા ભાજપના તમામ હોદે્‌દારો, જિલ્‍લા ભાજપ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, તમામ મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, મંડલ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકાનાં સભ્‍યોઓ, તથા જિલ્‍લાભરનાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે. તેમ જિલ્‍લા ભાજપની અખબાર યાદીમાં      જણાવાયું છે.


અમરેલીની મામલતદાર કચેરીનાં ‘મતદાર સુવિધા કેન્‍દ્ર’માં અંધાધૂંધીનાં માહોલથી રોષ

અમરેલી, તા.31 અમરેલી મામલતદાર કચેરી ખાતે આવેલ મતદાર સુવિધા કેન્‍દ્રમાં તૈયાર કરવામાં આવેલ મતદાર યાદીમાં આચરવામાં આવતી અનેક ભૂલોનાં કારણે મતદારોને પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડે છે. પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલીનું મતદાર સુવિધા કેન્‍દ્ર મતદાર માટે એક દુવિધા કેન્‍દ્ર બની જતાં મતદારોમાં અવાર-નવાર દાખવવામાં આવતી ગંભીર ભૂલોનાં કારણે રોષની લાગણી છવાયેલ છે. તાજેતરમાં મામલતદાર કચેરી દ્વારા રપમી સપ્‍ટેમ્‍બરે પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ પુરાણી મતદાર યાદીમાં પણ અનેક ભૂલોનો ભોગ મતદારો બનેલ છે. જેમાં મતદારના ફોટાના બદલે અન્‍ય વ્‍યકિતનો ફોટો, ઓળખકાર્ડમાં ચિપકાવી દેવામાં આવેલ છે. જેના કારણે મતદારો પાસેથી ફોટો સુધારાનું બી.એલ.ઓ. દ્વારા ફોર્મ ભરાવી મતદારોને મામલતદાર કચેરીની ભૂલનો ભોગ બનવું પડે છે. મતદારો દ્વારા કરવામાં આવેલ અરજીમાં તમામ આધાર પુરાવા તેમજ સરનામું સ્‍પષ્‍ટ દર્શાવવામાં આવેલ હોવા છતાં પણ આવા મતદારોના નામ અન્‍ય ભાગમાં ચડાવી દેવામાં આવતા એક જ પરિવારના સભ્‍યોને અલગ અલગ બુથ ઉપર મતદાન કરવા જવું પડે છે. ત્‍યારે મતદાન સુવિધા કેન્‍દ્રમાં કરવામાં આવતી ભૂલબીજી અરજી કરવાના બદલે જૂની અરજીના આધારે જ તાત્‍કાલિક સુધારી નવું ચૂંટણીકાર્ડ આપવા મતદારોમાં માંગણી ઉઠેલ છે.


અંટાળેશ્‍વર મહાદેવ મંદિરે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવયોજાયો

લીલીયા તાલુકાના અંટાળીયા નજીક આવેલ અંટાળેશ્‍વર મંદિર અને રામજી મંદિર ટ્રસ્‍ટ આયોજિત ત્રિ-દિવસીય મુર્તિ પ્રતિષ્ઠા અને વિશ્‍નુ મહાયોગ નિમિતે આજે સવારના 8 કલાકે હાથીગઢ ખાતેથી ભવ્‍યાતિ – ભવ્‍ય શોભાયાત્રા ઢોલ – નગરા અને હાથી – ઘોડાઓ અને શણગારેલા ગાડાઓ અનેક મોટી સંખ્‍યામાં ફોર વ્‍હીલો સાથે નિકળી હતી જે અંટાળેશ્‍વર મહાદેવના પંટ્ટાગણમાં બપોરના 11 કલાકે પહોચી હતી. આ તકે વિશ્‍વ હિન્‍દુ પરિષદના વડા પ્રવિણભાઈ તોગડીયા, તપશ્‍વિની વસંતદીદી, શોભાયાત્રામાં જોડાયા હતા. ત્‍યારબાદ પ્રવિણભાઈ તોગડીયા, તપશ્‍વિની વસંતદીદીએ અંટાળેશ્‍વર મહાદેવની પુજા અર્ચના કરી ધર્મ સભા સ્‍થળે પહોચ્‍યા હતા. ત્‍યા સૌ પ્રથમ કાર્યક્રમના અઘ્‍યક્ષ પ્રવિણભાઈ તોગડીયા હતા. દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ આ તકે અંટાળેશ્‍વર મંદિરના ટ્રસ્‍ટી નાનુભાઈ વેરીયાએ ઉપસ્‍થિત મહાનુભાવોનું શાબ્‍દીક સન્‍માન કરેલ ત્‍યારબાદ ટ્રસ્‍ટીઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ અર્પી સૌને સન્‍માનીત કરવામાં આવેલ. ત્‍યાર બાદ દિવ્‍ય ચેતના આશુભના તપશ્‍વિની વસંતદીદીએ આર્શીવચન આપેલ આ તકે વિ.હિ.પ. વડા પ્રવિણભાઈ તોગડીયાએ     અંટાળેશ્‍વર મંદિરનો જયઘોષ કરી મંદિર નિર્માણ કામના દાતાઓને બિરદાવી મંદિર નિર્માણમાં રાજસ્‍થાનના અતિ પવિત્ર બનસી પહાડના પથ્‍થરોથી મંદિર નિર્માણકરેલ છે. જે બદલ ટ્રસ્‍ટીઓને અભિનંદન પાઠવી નિર્માણ કરેલ છે. જે બદલ ટ્રસ્‍ટીઓને અભિનંદન પાઠવી સરદાર વલ્‍લભભાઈ જન્‍મજયંતિ નીમીતે તેમને યાદ કરી જુનાગઢ નવાબ અને હૈદ્રબાદના નિઝામને યાદ કરી સોમનાથ મંદિરને તોડનાર મહમંદ ગજનીને આહેવાય લીધા હતા. આ તકે કોંગ્રેસ-ભાજપની ખેડૂત વિરોધી નીતીની અવગણા કરી ખેડત્રત પ્રધાન દેશમાં ખેડૂતનો આત્‍મહત્‍યા કરવી પડે તે દેશની કમનશીબી કહી શકાય એક  સમયે ભારતદેશને એક સમયે સોનેરી ચીડીયા અને દુધ-ધીની નદીઓ વહેતી એ કહેવતને સાર્થક કરવા કોંગ્રેસ – ભાજપના નેતાઓને ટકોર કરી હતી. પહેલા ખેડૂત ખેતીમાં પાક પાકતોએ પાક પહેલા સાધુ – બ્રાહ્મણ, સુથાર અને ચાકરીયાને વહેચી વઘેલો પાક ઘરે લઈજતો જગતનું પેટ ભરનારો આજે પોતાના દિકરા પરિવારનું પેટ નથી ભરી શકતો તે દેશની કમનશીબી ગણાવી સમૃઘ્‍ધ ખેડૂત 1960 પછી ગરીબ અને દેવાદાર થયો દેશમાં 70 કરોડ ખેડૂતો છે. તેમાં 40 કરોડ ખેડૂત દેવાદાર છે. ખેડૂતો પર આઠ લાખ કરોડનું દેવુંછે. ભોપાલન એક ગામ સમગ્ર ગામની વીજળી કપાઈ ગઈ દેવું ભરવાની લોકોની સ્‍થિતી નથી રહી. ખેડૂત આત્‍મ હત્‍યા કરવા માંડયો છે. સતર વર્ષમાં 13 લાખ ઉપરાંત ખેડૂતોએ આત્‍મ હત્‍યા કરી છે. દરવર્ષે દેશામાં 1પ હજાર ઉપરોત ખેડૂતો આત્‍મ હત્‍યા કરી રહયા છે.દશનો ખેડૂત ઓકસીજન પર જીવી રહયા છે. તેવી આ કરી ટીકા કરી કોંગ્રેસ- ભાજપનો નિતીરીતીની આકરી ટીકા કરી હતી. બપોરબાદ વિશ્‍વ વંદનીય મોરારિબાપુ અને ભાજપ અગ્રણી પરશોતમ રૂપાલા આવી પહોંચ્‍યા હતા. પરમવંદનીય મોરારિબાપુએ સૌ પ્રથમ ધુન બોલાવી ત્‍યારબાદ અંટાળેશ્‍વર મહાદેવ પર લખાયેલા પુસ્‍તકનું વિમોચન કરી  અંટાળેશ્‍વર મહાદેને તીર્થભુમી ગણાવી ઉપસ્‍થિત સૌને આર્શીવચન આપી આયોજક દાતાઓની કામગીરી સખાવત બિરદાવી હતી. ત્‍યારબાદ રૂપાલાએ સભા સંબોધી હતી. આ તકે મંદિરના મુખ્‍ય ટ્રસ્‍ટી, અરવિંદભાઈ રૂપારેલીયા, હનુભાઈ ધોરાજીયા, રમેશભાઈ પોલરા, લવજીભાઈ બાદશાહ, જયંતીભાઈ બાબરીયા, સવજીભાઈ ધોળકીયા, નાનુભાઈ સાવલીયા, માયાભાઈ આહીર, વાધજીભાઈ રિઝીયા, ભુપતભાઈ લાઠીયા, રાકેશભાઈ ભગત, માધુભાઈ દહીથરા, સહીતના અગ્રણીઓ આગેવાનો અને સમગ્ર પંથકના ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નનુભાઈ વેકરીયા, ભુપતભાઈ કનાળા, વિઠ્ઠલભાઈ માંદળીયા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા હતા.


રાજુલાના દાંતરડી ગામની સીમમાં શિકાર પાછળ દોડતી સિંહણ જ કુવામાં ખાબકી

શિકારી ખુદ શિકાર બની ગયાની ઘટનાં

રાજુલાના દાંતરડી ગામની સીમમાં શિકાર પાછળ દોડતી સિંહણ જ કુવામાં ખાબકી

અમરેલી, તા.31 રાજુલા તાલુકાના દાંતરડી ગામની સીમમાં શિકાર પાછળ દોડતી સિંહણ શિકાર સાથે ખુલ્‍લા કુવામાં ખાબકતા પોલીસ અને વન વિભાગનાં પાંચ કલાકના રેસકયુજી ઓપરેશનથી સિંહણનો જીવ બચાવવામાં આવેલ હતો. પ્રાપ્‍ત વિગત મુજબ રાજુલા તાલુકાનાં દાંતરડી સમઢીયાળા ગામની સીમમાં આજે બપોરના સમયે એક સિંહણ શિકારી વાછરૂ પાછળ દોડેલ ત્‍યારે આગળ ખેતરમાં આવેલ હકાભાઈ બાબુભાઈના ખુલ્‍લા કુવામાં વાછરૂ ખાબકતાં પાછળ દોડતીઆવતી સિંહણ પણ કુવામાં ખાબકેલ હતી. આ સમયે બિજલભાઈ લાખણોત્રા કુવા પાસે પાણી ભરવા આવતા સિંહણ ડણકતી હોય તેવો અવાજ કુવામાંથી આવતા કુવામાં જોતા સિંહણ જોવા   મળતા વન્‍યપ્રેમી આતાભાઈ વાઘ દ્વારા વન વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા મરીન પોલીસ અને આર.એફ.ઓ. રાઠોડ પોતાની ટીમ સાથે ઘટનાં સ્‍થળે ઘસી જઈ પાંચ કલાકના રેસકયુજી બાદ સિંહણને સહી – સલામત બહાર કાઢી જીવ બચાવવામાં આવેલ હતો. સિંહ પ્રેમી આતાભાઈએ જણાવેલ હતું કે, સિંહો વન્‍ય પ્રાણીની સલામતી માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરે છે. ત્‍યારે આવી ઘટના અવાર – નવાર બની રહેલ છે. જેને અટકાવવાં ખુલ્‍લા કુવા બાંધી વન્‍ય પ્રાણીનાં જીવ બચાવવા માંગણી કરેલ છે.


અમરેલી સિવિલ હોસ્‍પીટલમાં બધુ ઠીકઠાક

અમદાવાદની ઘટના બાદ સ્‍થાનિક તંત્ર સતર્ક બન્‍યુંજાગૃત્ત પત્રકારોએ હોસ્‍પીટલની મુલાકાત લઈને સમગ્ર પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યોઅમરેલી, તા. 31 તાજેતરમાં અમદાવાદની સિવિલ હોસ્‍પીટલમાં બાળકોનાં મૃત્‍યુ થયા બાદ અમરેલીની સિવિલ હોસ્‍પીટલની પરિસ્‍થિતિ કેવી છે તે અંગે પત્રકારોએ જાત પરિક્ષણ કરતાં અહીની હોસ્‍પીટલની હાલત સંતોષજનક હોવાનું બહાર આવ્‍યું હતું. જો કે કોંગી આગેવાનોએ હોસ્‍પીટલનાં મામલે નારાજગી વ્‍યકત કરી હતી. અમરેલીની સિવિલ હોસ્‍પીટલમાં તબીબો અને અન્‍ય મેડિકલ સ્‍ટાફની જગ્‍યાઓ ખાલી છે તે હકીકત છે પરંતુ ખાનગી તબીબોની મદદ લઈને પણ દર્દીનારાયણની સેવા કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્‍પીટલમાં બાળરોગ નિષ્‍ણાંતની ર જગ્‍યા છે. બંને ખાલી છે. પરંતુ ખાનગી તબીબની મદદ લેવામાં આવે છે. કાયમી સર્જનની એક જગ્‍યા, રેડિયોલોજીસ્‍ટની એક, આરએમઓ, સાયક્રિયાટીસ્‍ટ અને ઈએનટીની એક જગ્‍યા ખાલી છે. તદઉપરાંત મેડિકલ ઓફીસરની પ જગ્‍યા ખાલી છે. છતાં પણ દર્દી નારાયણનાં હિતમાં ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. અને સ્‍વચ્‍છતા, સલામતી સહિતનાંમામલે પણ ઉમદા કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળેલ છે. જો કે કોંગી આગેવાન ટીકુભાઈ વરૂએ રાજય સરકાર માત્ર વિકાસની ગુલબાંગો ફેંકી રહી છે. એક ડઝન કરતાં પણ વધારે તબીબો અને તેટલા જ પ્રમાણમાં ટેકનીશ્‍યન જગ્‍યા ખાલી હોવા છતાં પણ રાજય સરકાર આરોગ્‍ય જેવા મહત્‍વના વિભાગમાં પુરતાં કર્મચારીઓની ભરતી કરી શકતી ન હોવાનું જણાવ્‍યું હતું.


બગસરાનાં સ્‍થાનિક ઉમેદવારને ટીકીટ આપવા ઉઠતી બુલંદ માંગ

બગસરા, તા. 31 બગસરા શહેરમાં ઠેર-ઠેર સ્‍થાનિક ઉમેદવાર જ જોઈએ તેવા બેનરો લગાવી લોકોએ બગસરાને થતા અન્‍યાય સામે ભારે નારાજગી      દર્શાવેલ છે. વિગત અનુસાર 46 ધારી-બગસરા વિધાન સભા મત વિસ્‍તારમાં બગસરા પ્રથમ નંબરનું શહેર હોવા છતાં રાજકીય પક્ષો ર્ેારા છેલ્‍લા 30- 30 વર્ષથી બગસરાને અન્‍યાય થઈ રહૃાો છે.તેના વિરોધ સ્‍વરૂપે બગસરામાં ઠેર ઠેર ભભઅમારે સ્‍થાનિક ઉમેદવાર જ જોઈએભભ તેવા બેનરો લગાવવામાં આવેલા છે. ત્રીસ વર્ષ પૂર્વે જનતા પક્ષ તરફથી સ્‍થાનિક ઉમેદવાર વજુભાઈ ધાણકની પસંદગી થયેલ અને ભારે બહુમતથી ચૂંટાઈ આવેલ. ત્‍યાર બાદ રાજકીય પક્ષો ર્ેારા બગસરાને સતત અન્‍યાય થઈ રહૃાો છે. બગસરાને પ્રાંત કચેરી પોલીસ સ્‍ટેશનમાં પી.આઈ. બંધ પડેલ રેલ્‍વે બાબતે રાજકીય પક્ષોનો સહકાર ન મળતાં સુવિધાથી વંચિત રહેલ છે. જેનાં લીધે બગસરાનો વિકાસ રૂંધાઈ રહૃાો છે. અંતમાં જો સ્‍થાનિક ઉમેદવારની પસંદગી નહી થાય તો મતદારો ભભનાટોભભનો ઉપયોગ કરશે તેવી ચિમકી ઉચ્‍ચારી છે.


અમરેલીમાં સરદાર પટેલને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી

સરદાર પટેલ જન્‍મ જયંતી-રાષ્‍ટ્રીય એકતા દિન નિમિતે અમરેલી ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સરદાર સર્કલ-લાઠી રોડ-અમરેલી ખાતે યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમનાં પ્રારંભે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવેલ. રાષ્‍ટ્રીય અખંડિતતા માટેના શપથ લીધા હતા.


અમરેલી જિલ્‍લા બેન્‍કનાં કર્મચારીએ યોગાસનમાં દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

તાજેતરમાં ભાવનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં યોગા-ર017 કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક વાંકીયા શાખાના કર્મચારી અને યોગ ક્ષેત્રે વિશિષ્‍ટ જ્ઞાનધારક દિલીપસિંહ ઠાકોરે યોગાસનના વિવિધ આસનો રજૂ કરીને રાજય કક્ષાએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્‍ત કરીને ભારતીય યોગ વિદ્યાનું અને અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કનું ગૌરવ વધારેલ છે. ઠાકોરની આ સિઘ્‍ધિને અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક ખાતે ગુજકોમાસોલ, જિલ્‍લા બેન્‍કના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, કેન્‍દ્રીય કૃષિ રાજય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, એમ.ડી. ચંદુભાઈ સંઘાણી, જનરલ મેનેજરબી.એસ. કોઠીયા, એડી. જનરલ એ.બી. ગોંડલીયા, વિભાગીય મેનેજરો, પદાધિકારીઓ અને કર્મચારીગણે બિરદાવી હતી.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા :  સ્‍વ. હંસાબેન શશીકાંતભાઈ ઠાકર (ઉ.વ.7પ) તે શાંતિભાઈના ભાઈના પત્‍ની તથા હર્ષદભાઈ, સંજયભાઈ, મુકેશભાઈના માતુશ્રીનું તા.ર9/10ને રવિવારના રોજ સુરત મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું કરજાળા (તા. સાવરકુંડલા) મુકામે તા.ર/11ને ગુરૂવારના રોજ બપોરના 3 થી પ રાજુભાઈ ચંદુભાઈ ઠાકરના નિવાસ સ્‍થાને રાખેલ છે. સદગતનું પિયર પક્ષનું બેસણું નાના મુંજીયાસર (બગસરા) મુકામે તા.ર/11ને ગુરૂવારના રોજ રાખેલ છે. લાઠી : વાંઝા દરજી રાજેશભાઈ નાંઢા તથા અનિલભાઈ નાંઢાનાં પિતાશ્રી અને શૈલેષકુમાર ભરખડા તથા રાજેન્‍દ્રકુમાર ગોહેલનાં સસરા શ્રી બાબુભાઈ પુનાભાઈ નાંઢા (ઉ.વ. 76) તા. ર7/10 નાં રોજ ગોપાલચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. 7/11 મંગળવારનાં રોજ તેમના નિવાસસ્‍થાન ત્રવાડી શેરી, લાઠી મુકામે રાખેલ છે. બગસરા : બગસરા નિવાસી મનસુખભાઈ મોહનભાઈ ભદ્રેશ્‍વરા (ઉ.વ. 87) તે કિશોરભાઈ તથા રાજેશભાઈનાં પિતા તેમજ લાભુભાઈ, ગિરધરભાઈ તથા હિંમતભાઈનાં ભાઈનું તા. 30 નાં અવસાન થયેલ છે. બેસણુ તા. ર ગુરૂવાર સાંજનાં 4 થી 6 વાંઝા જ્ઞાતિની વાડી બગસરા ખાતે રાખેલછે. મોટીકુંકાવાવ : નિવાસી બ્રહ્મક્ષત્રિય ધનજીભાઈ નાનજીભાઈ ખખ્‍ખર (ઉ.વ. 80) તે નરેન્‍દ્રભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી તેમજ સ્‍વ. ત્રિભોવનભાઈ, સ્‍વ. મુળજીભાઈ તથા મનહરભાઈ તથા નવલભાઈ તેમજ કિશોરભાઈના ભાઈનું તા. 31/10 ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ર/11 ને ગુરૂવારે સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. અમરેલી : મહેશભાઈ બોઘાભાઈ ભેંસાણીયા, તે બોઘાભાઈ ભીમજીભાઈ ભેંસાણીયાનાં પુત્રનું તા. 31/10/1ર નાં રોજ અવસાન થયેલ છે. સદ્યગતનું બેસણું ગુરૂવારે ગુરૂકૃપાનગર, ચિતલ રોડ, બાલાદેવી મંદિર ખાતે રાખેલ છે.


બાબરાનાં અમરાપરા ગામે તુલસી વિવાહની ઉજવણી

બાબરાના અમરાપરા ગામમાં તુલસી વિવાહની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. અહી બાબરા ખાતે આવેલ ગેબી વિસામેથી ઠાકોરજીની જબ્‍બરી જાન જોડાય હતી અને અમરાપરા ગામે બાબુભાઈ પ્રજાપતિના નિવાસ સ્‍થાને માતા તુલશી સાથે ઠાકોરજીના ધામધૂમ પુર્વક વિવાહ યોજાયા હતા. કારતકસુંદ એકાદશીના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવેલ છે. આજના દિવસે કુંવારીકાઓ શેરડીના રાડો સાથે માતા તુલસીના વિવાહમાં જોડાય છે. ત્‍યારે બાબરા ગેબી વિસામાંના મહંત રાજુબાપુ દ્વારા ઠાકોરજીની જાન જોડી અમરાપરા ગામે બાબુભાઈ પ્રજાપતિને ત્‍યાં માતા તુલસીના વાજતેગાજતે ધામધુમ પુર્વક વિવાહ યોજાયા હતા. ગેબી વિસામેથી ભગવાન ઠાકોરજીની જાનમાં સાધુ સંતો તેમજ સેવક સમુદાય સહિત સ્‍થાનિક લોકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.


01-11-2017

thumbnail of AMRELI EXPRESS