Main Menu

November, 2017

 

ડેડાણ અને ટીંબીમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરનાં કાર્યાલયનો પ્રારંભ કરાવતા માયાભાઈ આહીર

ડેડાણ અને ટીંબીમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરનાં કાર્યાલયનો પ્રારંભ કરાવતા માયાભાઈ આહીર

આજરોજ 98-રાજુલા વિધાનસભામાં કોંગ્રેસ તરફી માહોલ જામતો જાય છે. તેમાં આજરોજ કોંગ્રેસ ઉમેદવાર અંબરીશભાઈ ડેરના જાફરાબાદ ટીંબી ગામે તેમજ ખાંભા તાલુકાના ડેડાણ ગામે ચૂંટણી કાર્યાલયો ખુલ્‍લા મુકવામાં આવ્‍યા છે. આ કાર્યાલયોના ઉદઘાટન ખ્‍યાતનામ લોકસાહિત્‍યકાર માયાભાઈ આહીરના વરદ હસ્‍તે કરવામાં આવેલ હતું. બાબુભાઈ જાલંધરા, બાબુભાઈ રામ, ટીકુભાઈ વરૂ, કનુભાઈ ધાખડા, ભરતભાઈ સાવલીયા, ડો. કિર્તીભાઈ બોરીસાગર, મીઠાભાઈ લાખણોત્રા, રામભાઈ ભરવાડ, અબ્‍દુલભાઈ સેલોત, દિપકભાઈ પરમાર, પ્રેમજીભાઈ સેજલીયા, ભોળાભાઈ આહીર, જીકારભાઈ વાઘ, જે.પી. ડેર, ધીરૂભાઈ પરમાર, નારણભાઈ વાળા, પ્રવિણભાઈ બારૈયા તથા આજુબાજુના ગામના સરપંચો, યુવાનો, કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેતા ભાજપ છાવણીમાં સન્‍નાટો જોવા મળેલ હતો. આ કાર્યાલયો ખુલ્‍લા મુકવામાં આવતા આજુબાજુના મોટાભાગના ગામડાઓમાં પ્રચાર કાર્ય ખૂબ જ તેજ બની ગયેલ છે. અને કોંગ્રેસ ઉમેદવાર અંબરીશભાઈ ડેરને ખૂબ જ લોક સમર્થન મળી રહેલ છે.


અમરેલીમાં રાહુલ ગાંધીને નિહાળવા જનમેદની ઉમટી

આબાલ-વૃઘ્‍ધ, વેપારીઓ, મહિલાઓ મોટી સંખ્‍યામાં માર્ગ પર આવ્‍યા

અમરેલીમાં રાહુલ ગાંધીને નિહાળવા જનમેદની ઉમટી

બહારપરા, ટાવરચોક, ડો. જીવરાજ મહેતા ચોક, નાગનાથ ચોક પર ટ્રાફીકજામની પરિસ્‍થિતિ

અમરેલી, તા. ર9 અમરેલીનાં રાજમાર્ગો પર આજે કોંગ્રેસ પક્ષનાં ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા આવી પહોંચતાં શહેરીજનોએ કોંગી ઉપાઘ્‍યક્ષનું ઉમળકાભેર સ્‍વાગત કર્યુ હતું. સાવરકુંડલાથી નવસર્જન યાત્રા સડક માર્ગે અમરેલી ખાતે આવી પહોંચતાં સાવરકુંડલા બાયપાસ ચોકડીએ રાહુલ ગાંધીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યા બાદ બહારપરા, ફુલારા ચોક, ટાવર ચોક, ડો. જીવરાજ મહેતા ચોક, નાગનાથ ચોક, થઈને સરદાર સર્કલ ખાતે સીનીયર સીટીઝન પાર્ક ખાતે આવી પહોંચ્‍યા હતા. શહેરનાં માર્ગો પર આબાલ-વૃઘ્‍ધ, વેપારીઓ, મહિલાઓ સહિત મોટી જનમેદની રાહુલ ગાંધીને આવકારવા એકઠી થઈ હતી અને તેઓએ શહેરીજનોનું અભિવાદન ઝીલ્‍યુ હતું. આ નવસર્જન યાત્રામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી અને અમરેલીનાં કોંગીઉમેદવાર પરેશ ધાનાણી સતત રાહુલ ગાંધીની સંગાથે જોવા મળ્‍યા હતા. અંતે પાર્કમાં શહેરનાં બુઘ્‍ધિજીવીઓ સાથે સંવાદ કર્યો હતો. અને આવતીકાલે રાહુલ ગાંધી લાઠી ખાતે જનસભાને સંબોધશે.


જાંબાળ ગામ નજીક 9 મહિના પહેલા લુંટ કરનાર શખ્‍સ ઝડપાયો

અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચને મળી સફળતા

જાંબાળ ગામ નજીક 9 મહિના પહેલા લુંટ કરનાર શખ્‍સ ઝડપાયો

3 આરોપીઓ અગાઉ ઝડપાઈ ચુકયા છે

અમરેલી, તા. ર9 અમરેલી જીલ્‍લામાં પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં ફરજ બજાવતાં મુળજીભાઈ માણસુરભાઈ ચાવડા વેસ્‍ટર્નપાર્ક વાળાનાં પિતાજીની તબિયત ખરાબ હોય તેઓ ગઈ તા. ર4/ર/17નાં રાત્રે ટીંબીથી મોટર સાઈકલ ઉપર ઈંગોરાળા જવા નીકળતાં રાત્રે બે વાગ્‍યે જાંબાળ ગામથી અધડો-પોણો કિ.મી. દુર પહોંચતા તેમને ચાર ઈસમોએ માર મારી રોકડા રૂા. 4પ00 તથા કાંડા ઘડીયાળ કિંમત રૂા. 300 તથા સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂા. 6000 તથા બુટ, કોટ અને મોટર સાયકલ કિંમત રૂા. 30 હજારનું મળી કુલ કિંમત રૂા. 40800ની લુંટ કરી નાસી ગયેલ હતા. જે પૈકી 3 ઈસમોને અમરેલી એલસીબીએ અગાઉ ઝડપી લીધેલ હતા અને એક આરોપી નાશતો ફરતો હતો. આજરોજ અમરેલી એલસીબી પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલસીબી ટીમ અમરેલી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે,પોલીસ કર્મચારીને માર મારી લુંટી લેવાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનના ગુન્‍હામાં નાશતો ફરતો આરોપી સલીમ લીતફભાઈ લાડક રહે. સાવરકુંડલા વાળો સાવરકુંડલામાં અમરેલી રોડ ઉપર આવેલ રાધિકા હોટલ પાસે છે. તેવી ચોકકસ બાતમી મળેલ હોય બાતમીમાં જણાવેલ વર્ણન આધારે બાતમીવાળી જગ્‍યાએ કોમ્‍બીંગ કરી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનના ફ.ગુ.ર.નં. 1ર/ર017, ઈપીકો કલમ 39ર, 33ર, 3ર3, પ04, 114 મુજબના ગુન્‍હાના કામે નાશતા ફરતા આરોપી સલીમ ઉર્ફે નસીબ લતીફભાઈ લાડક (ઉ.વ. ર8) રહે. સાવરકુંડલા, એસ.ટી. ડેપો પાછળ વાળાને પકડી પાડી તેના વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી એલસીબી પોલીસ ઈન્‍સપેકટર એ.પી. પટેલની રાહબરી નીચે એલસીબી સ્‍ટાફનાં અબ્‍દુલભાઈ સમા, પ્રફુલ્‍લભાઈ જાની, સંજયભાઈ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, સાર્દુલભાઈ ભુવા, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, રાણાભાઈ વરૂ, ઉમેદભાઈ મહેતા, જગદીશભાઈ ઝણકાત, તુષારભાઈ પાંચાણી, વિજયભાઈ વાઢેર, ભાવેશભાઈ બોરીસાગર, મધુભાઈ પોપટ, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિગેરેએ કરેલ છે.


આલેલે : અમરેલીનાં રોકડીયાપરામાં ભાજપનો વિકાસહજુ સુધી પહોંચ્‍યો નથી

સ્‍થાનિકોએ મતદાનનાં બહિષ્‍કારની આપી ચીમકી

અમરેલી, તા. ર9 અમરેલી શહેરનાં રોકડીયાપરા વિસ્‍તાર છેલ્‍લા કેટલાંક સમયથી પ્રાથમિક સુવિધા વિનાનો છે. આ વિસ્‍તારના લોકો પછાત ગરીબ હોવાથી તેની સાથે અન્‍યાય થઈ રહૃાો છે. રાજકીય લોકો અને તંત્ર આ વિસ્‍તારની મુલાકાત લે તો ખબર પડે. ફકત ચૂંટણીનાં સમયે આ વિસ્‍તારના લોકોને વોટનાં નામે ખોટી લાલચ આપી ભોળવાય છે. ખરેખર સરકાર ગરીબો પછાતોના મતદાનથી જ ચૂંટાય છે અને તેની સાથે અન્‍યાય થઈ રહૃાો છે. રોડ, રસ્‍તા, ગટરો, ગંદકી, સફાઈ, પાણી, સ્‍ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધા જ નથી મળતી. પાણી માટે મોટો પ્રશ્‍ન હોય વારંવાર આ પ્રાથમિક સુવિધા માટે નગરપાલીકા, રાજકીય લોકોને લેખિત, મૌખિક જાણ કરી હોય છતાં કોઈ ઘ્‍યાન આપતું નથી અને ચૂંટણી સમયે જ ખોટા વચનો આપી આ વિસ્‍તારની અને ગરીબ પછાત વર્ગના લોકોને છેતરી રહૃાા છે.પણ હવે આ જાગૃત લોકો પ્રાથમિક સુવિધા નહિ મળતા મતદાનનો બહિષ્‍કાર કરશે તેમ આ વિસ્‍તારના જાગૃત મહિલા કાર્યકર ભારતીબેન ચુડાસમાની યાદી જણાવે છે.


અમરેલીમાં હાર્દિક પટેલની જનસભામાં પ0 હજારની જનમેદની એકત્ર થશે

જિલ્‍લા પાટીદાર આંદોલન સમિતિનાં કન્‍વીનર દિનેશ બાંભરોલીયા કહે છે

અમરેલીમાં હાર્દિક પટેલની જનસભામાં પ0 હજારની જનમેદની એકત્ર થશે

આગામી 6 ડીસેમ્‍બરનાં રોજ વડીયા,કુંકાવાવ પંથકમાં રોડ-શો બાદ સાંજે અમરેલીમાં જાહેરસભા યોજાશે

અમરેલી, તા. ર9 પાટીદારોના ગઢ તથા રાજધાની સમાન અમરેલીમાં તા. 6/1ર/17નાં રોજ પાટીદાર આંદોલન સમિતિનાં કન્‍વીનર હાર્દિક પટેલનું આગમન થઈ રહૃાું છે ત્‍યારે હાર્દિક પટેલનાં રોડ-શો તથા ખેડૂત સંમેલનને લઈને અમરેલીની દરેક સોસાટી તથા વડીયા, કુંકાવાવ, અમરેલીનાં 11પ ગામોમાં ઉત્‍સાહના ઘોડાપુર આવ્‍યા છે. ત્‍યારે હાર્દિક પટેલના રોડ-શો તથા ખેડૂત સંમેલનને લઈને અમરેલી જિલ્‍લા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્‍વીનર દિનેશભાઈ બાંભરોલીયાની અઘ્‍યક્ષતામાં આયોજનની એક મિટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત સહ કન્‍વીનર ભુપતભાઈ સાવલીયાએ કર્યુ હતું તથા પાસના પ્રદેશ પ્રવકતા હરેશ બાવીશીએ હાર્દિક પટેલ તા. 6/1રને બુધવારના સવારનાં 10:00 કલાકે વડીયા મુકામે આવશે. ત્‍યારબાદ વડીયાથી કુંકાવાવ રોડ-શો, બપોરનાં 1-00 કલાકે ખેડૂત સંમેલન, કુંકાવાવથી નાની કુંકાવાવ, જંગર, કોલડા, મોટા આંકડીયા રોડ-શો તથા કુંકાવાવથી અમરેલી રોડ-શો અને બપોરનાં 4:00 કલાકે અમરેલીના કામનાથમાં ભવ્‍ય ખેડૂત સંમેલન. જેમાં પાટીદારો, ખેડૂતો, તમામ જ્ઞાતિના લોકો, બેરોજગારો વિગેરે લગભગ પચાશ હજાર લોકોની જનમેદનીને હાર્દિક પટેલસંબોધશે તેમ જણાવી પ્રવકતા બાવીશીએ તે દિવસે પોત પોતાના કામધંધા બંધ રાખીને રોડ-શોમાં ઉમટી પડવા હાંકલ કરી હતી. અમરેલીમાં હાર્દિક પટેલની સભામાં ઉમટી પડવા શહેર કન્‍વીનર જગદીશ તળાવીયા, પરેશ પોકળ વિગેરેએ અપીલ કરી હતી. આ તકે શહેરમાંથી 700 યુવાનો ઉમટી પડયા હતા. જે મીટીંગને સફળ બનાવવા શિવલાલ હપાણી, ભરતભાઈ ચકરાણી, નિમેશભાઈ બાંભરોલીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.


લાઠીનાં ભાજપી ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનાં સમર્થનમાં સુરતવાસીઓ આવ્‍યા

લાઠી, તા. ર9 લાઠી-બાબરા – દામનગર વિધાનસભા મત વિસ્‍તાર – 96નાં ઉમેદવાર ગોપાલભાઈનો અસરકારક જન સંપર્ક લાઠી શહેરમાં ચૂંટણી પ્રચારમાં દરેક સમાજની હાજરી એક એક વ્‍યકિતને રૂબરૂ મળતા ગોપાલભાઈ વસ્‍તપરાએ મિલ-જિન, માર્કેટયાર્ડમાં મંજુર વર્ગની પણ મુલાકાત, હીરા ઉદ્યોગના દરેક કારખાને રત્‍નકલાકારોમાં ભારે ઉત્‍સાહ શહેરની મુખ્‍ય બજારો સહિત દરેક જ્ઞાતિ અગ્રણીઓ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, નાના-મોટા વેપારીઓ, ધાર્મિક સંસ્‍થાના અગ્રણીઓ સાથે શહેરભરમાં સંપર્ક કરતા ઉમેદવારની સાથે ખુબ મોટી સંખ્‍યામાં કાર્યકરોની હાજરી સવારથી સાંજ સુધી લાઠી શહેરમાં ચૂંટણી પ્રચાર વધુને વધુ સંખ્‍યામાં લોકો જોડાતા ગયા ભારતીય જનતા પાર્ટીના અનેકો કાર્યકર અને સુરત, અમદાવાદ,મુંબઈ, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્‍તારોમાંથી પરિચિતો દ્વારા પોતાન વાહનો સાથે વસ્‍તપરાને સમર્થન આપવા એક સો કરતા વધુ કારનો કાફલો દસ કરતા વધુ ટ્રાવેલ્‍સની બસો આજે લાઠી – બાબરા – દામનગર સહિતના વિસ્‍તારોમાં આવી વતન આવેલ ટેકેદારો વિધાનસભા બેઠકની જીત માટે સુરતથી અનેકો પરિચિતો એક સપ્‍તાહ અગાઉ વતન આવતા સ્‍થાનિક કાર્યકરોમાં આનંદો હજી વધુ સમર્થન માટે સુરત થી લાઠી – બાબરા – દામનગર મત વિસ્‍તાર સહિત ગ્રામ્‍યના મતદારો ગોપાલભાઈને શકય તે મદદ માટે વતનની વાટે તન, મન, ધનથી સર્વત્ર ઉપયોગી થતા વસ્‍તપરા પર ઠેર-ઠેર વાત્‍સલ્‍ય વરસાવતા સમર્થકો આજે દિવસભર લાઠી શહેર તેમજ ગ્રામ્‍યમાં પ્રવાસ દરેક સમાજના અગ્રણીઓની વિશાળ હાજરીમાં અદભૂત ટીમ વર્ક વ્‍યકિત ગત સંપકૃ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ટેમ્‍પો જમાવ્‍યો છે.


બાબરામાં ભાજપનાં સ્‍થાનિક આગેવાનોની મહત્ત્યવપૂર્ણ બેઠક યોજાઈ

બાબરા શહેર ભાજપનાં દરેક મોરચાની બેઠક પ્રમુખ લલિતભાઈ આંબલિયાના અઘ્‍યક્ષ સ્‍થાને ભાજપના મઘ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલય ખાતે યોજાય હતી. જેમાં હિમાચલ પ્રદેશના મનાલી વિસ્‍તારના ધારાસભ્‍ય ગોવિંદજી ઠાકુર, દીનેશજી ગોયલ, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, ભુપેન્‍દ્રભાઈ બસિયા, લલિતભાઈ આંબલિયા ર્ેારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આબેઠકમાં શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, કિસાન મોરચા, મહિલા મોરચા, અનુસૂચિત મોરચા, લઘુમતી મોરચાના પ્રમુખ મહામંત્રી અને કારોબારી સભ્‍યો ઉપસ્‍થિત રહૃાા હતા. આ બેઠકમાં અલ્‍તાફભાઈ નથવાણી, જગદીશભાઈ નાકરાની, મુકેશ ખોખરીયા, મહેશભાઈ ભાયાણી, સવજીભાઈ બાંભવા, ખોડલભાઈ મકવાણા, જીતુભાઈ આસોદરિયા, લતાબેન ચુડાસમા, તારાબેન માંડાણી, જગદીશભાઈ વાવડીયા, નરેશભાઈ મારુ, અનિલભાઈ ચૌહાણ, બાવકુભાઈ ત્રિવેદી, પ્રમોદભાઈ રૂપારેલીયા, પંકજ ઈન્‍દ્રોડિયા, દિપક કનૈયા, રાજુભાઈ રંગપરા, ભીખુભાઈ બગડા, અલ્‍તાફભાઈ ગોગદા, સહિતના ભાજપના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. તમામ આગેવાનોને શહેરમાં કામે લાગી જવા અને બાબરા શહેરમાંથી ભાજપની જંગી લીડથી ગોપાલભાઈ વસ્‍તરપરાને વિજેતા બનાવવા કોલ આપ્‍યો હતો.


કોંગ્રેસ સરકાર ખેડૂતોનાં દેવા માફ કરશે : રાહુલ ગાંધી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અમિતાભ બચ્‍ચન કરતા પણ સારી એકટીંગ કર્યા કરે છે

કોંગ્રેસ સરકાર ખેડૂતોનાં દેવા માફ કરશે : રાહુલ ગાંધી

સાવરકુંડલા, તા. ર9 સાવરકુંડલા ખાતે આજરોજ કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધીની વ્‍યાયામ મંદિરના ગ્રાઉન્‍ડ ખાતે વિશાળ સંખ્‍યામાં જંગી જાહેર સભા યોજાય હતી. રાહુલ ગાંધી ર્ેારા લોકોને મોદીના ફેંકુ ફેંકુના નારાથી પ્રવચનની શરૂઆત કરવામાં આવી હતી. તથા હાલની સરકાર ર્ેારામગફળીના ભાવ 600 આપવામાં આવે છે જયારે કોંગ્રેસની સરકારમાં 1ર00 રૂપિયા ખેડૂતોને ચૂકવતા હતા. રાહુલ ગાંધી ર્ેારા નોટબંધીની ટીકા, તથા પ્રધાનમંત્રી ર્ેારા લોકોના ખાતામાં 1પ લાખ નાખવાના હતા તેના બદલે આજદિન સુધી એક પણ રૂપિયો આપવામાં નથી આવ્‍યો માત્રને માત્ર લોકોને લોલીપોપ જ આપવામાં આવ્‍યો છે. મોદીજીએ દેશના ચોરોનું કાળુ ધન સફેદ કર્યુ. જી.એસ.ટી. અને નોટબંધીથી લાખો લોકોને મુશ્‍કેલી પડી રહી છે. ભા.જ.પ. સરકારમાં શિક્ષણમાં વ્‍યાપારીકરણ કરવામાં આવી રહૃાું છે. રાજસ્‍થાનના પૂર્વ મુખ્‍યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત ર્ેારા ગુજરાતનાં લોકો ર્ેારા પ્રેમ, લાગણી અને હૂંફની અનુભૂતિ મળી રહી છે. અને ગુજરાતમાં કોંગ્રેસને તક આપો એવી વિનંતી કરી હતી. રાજયસભાના સાંસદ એહમદ પટેલ ર્ેારા ભાજપ અમદાવાદમાં માત્ર એક રિવર ફ્રન્‍ટ બનાવી વિકાસની વાતો કરી રહૃાા છે. અને કંપનીઓને હજારો હેકટર જમીનો આપવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે ર017ની ચૂંટણી સત્‍ય અને અસત્‍યની લડાઈ છે. તથા ભાજપ ર્ેારા એકપણ મેગાવોટ વીજળીનું ઉત્‍પાદન કરવામાં આવ્‍યું નથી માત્રને માત્ર ર4 કલાક વીજળીની વાતો જ કરી રહૃાા છે. તથા રાહુલ ગાંધી વડાપ્રધાન બને તો કાશ્‍મીરનોપ્રશ્‍ન તાત્‍કાલિક ઉકેલી શકે તેમ છે. તથા કોંગ્રેસ સરકારમાં સચિવાલયમાં ખુલ્‍લે આમ લોકોના પ્રશ્‍નોની વાચા મળશે. સાવરકુંડલા લીલીયા વિધાનસભા કોંગ્રેસ પક્ષના યુવાન ઉમેદવાર પ્રતાપ દુધાતને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓએ વિશ્‍વાસ વ્‍યકત કર્યો હતો. આ તકે કોંગ્રેસનાં ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, રાજયસભાના સાંસદ એહમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ધારાસભ્‍ય પરેશ ધાનાણી, પૂર્વ કૃષિમંત્રી ધીરૂભાઈ દૂધવાળા, માજી સાંસદ નવીનચંદ્ર રવાણી, પંકજ કાનાબાર, જેનીબેન ઠુંમર, કેહુરભાઈ ભેડા, ઉમેદવાર પ્રતાપ દુધાત, ચંદ્રેશભાઈ રવાણી, વગેરે કોંગ્રેસ અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.


અમરેલી શહેરના તમામ વોર્ડમાં ભાજપનાકાર્યકર્તાઓ ર્ેારા ઘેર ઘેર સંપર્ક

ભારતીય જનતા પક્ષ અમરેલી વિધાનસભાના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડના સમર્થનમાં અમરેલી શહેરમાં વસતા ભાજપના કાર્યકર્તાઓ ર્ેારા ઝંઝાવાતી પ્રચાર થઈ રહૃાો છે. છેલ્‍લા રર વર્ષથી શાસન કરતી ભાજપના નેતૃત્‍વવાળી સરકારે કરેલ કામગીરી અને અનેક લોકાભિમુખ નિર્ણયો તથા ગુજરાત રાજયમાં થયેલ સર્વાંગી વિકાસના વાહક થઈ ઘેર ઘેર સંદેશો પહોંચાડી રહૃાા છે. અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર તથા અમરેલી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના માર્ગદર્શન હેઠળ શહેરના અગિયારે અગિયાર વોર્ડમાં ઘેર ઘેર સંપર્ક, પેઈઝ પ્રમુખોનો સંપર્ક, બુથ સમિતિનો સંપર્ક, ગૃપ મિટીંગો થઈ રહી છે. વોર્ડ નં.1 માં હીરાભાઈ પડાયા, અમિનભાઈ હોત, કરશનભાઈ રાતડીયા, સંજયભાઈ વાળા, હીતેશ ગણાત્રા, ધર્મેશ સોલંકી, સહેબાજ રાણક, નયનાબેન માંડલીયા, રૂપાબેન જાની. વોર્ડ નં. ર માં જીલ્‍લા ભાજપના મંત્રી અલ્‍કાબેન દેસાઈ, ભરતભાઈ વેકરીયા, રીતેશભાઈસોની, શહેર ભાજપના મહામંત્રી રસિકભાઈ પાથર, પૂર્વ નગરસેવક ડો. ચન્‍દ્રેશ ખુંટ, તુલસીભાઈ મકવાણા, પીયુષભાઈ શુકલ, સુનિલભાઈ રાજયગુરૂ, મનોજભાઈ ગોસાઈ, રજનીભાઈ રાવળ, રવિરાજભાઈ શેખવા, નરૂભાઈ પરમાર. વોર્ડ નં. 3 માં ડો. કાનાબાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિલુભાઈ શુકલ,હકુભાઈ ચૌહાણ, વિરોધ પક્ષના નેતા હરપાલભાઈ ધાધલ, સદસ્‍ય સમીર જાની, ભાવનાબેન રાઠોડ, કિરણબેન વામજા, જસુબેન સાંકળીયા, રીતેશભાઈ ઉપાઘ્‍યાય, મયુરભાઈ માંજરીયા, વિપુલભાઈ દવે, દિગંત ભટ્ટ, નિમેશ ધાધલ, અશોક સરવૈયા, હિંમતભાઈ સોલંકી, શૈલેશ સોલંકી. વોર્ડ નં. 4 માં દિપકભાઈ વઘાસીયા, મુકુંદભાઈ મહેતા, રાજેશ કાબરીયા, મનીષભાઈ ધરજીયા, દીલીપભાઈ રંગપરા, અલ્‍પેશ અગ્રાવત, ભરતભાઈ મકવાણા, મુકેશભાઈ તેરૈયા, રોહીત મહેતા, ચંદુ ખણેસા, કીશોર આજગીયા, પ્રકાશ આચાર્ય, લાલભાઈ કાવઠીયા, રાજુ દેસાઈ, ભગત તળાવીયા, જીગર મકવાણા, ભરત જોષી. વોર્ડ નં.પ માં રાજન રામાણી, એ.પી. બોરડ, અશ્‍વિનગીરી ગોસાઈ, વશરામભઈ વઘાસીયા, નવલ મકવાણા, હેમાબેન મકવાણા, અશ્‍વિન કાનાણી, કેશુભાઈ જોગાણી, મુકેશ અકબરી, મેહુલ ધોરાજીયા, ધર્મેશ જાદવ, કેતન કાછડીયા. વોર્ડ નં. 6 માં માર્કેટીંગયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, બકુલભાઈ પંડયા, અજયભાઈ અગ્રાવત, મનોજભાઈ ભટ્ટ, ચેતન ચૌહાણ, મલય પટેલ, ચિરાગ ત્રિવેદી. વોર્ડ નં. 7માં રણજીભાઈ ડેર, રમેશભાઈ કંસારા, ચેતન રાવળ, મુનાફ કાજી, અજીજ ગોરી, દીપક ગોસાઈ, વિજય બુચ, હૈદરબાપુ. વોર્ડ નં. 8 માં એ.વી.આંકોલીયા, રાજુભાઈ માંગરોળીયા, વસંતભાઈ માંગરોળીયા, પ્રકાશ ભડકર, ભાવેશ કથીરીયા, દલપત ચાવડા,કમલેશ કાલેણા. વોર્ડ નં. 9 માં યોગેશ ગણાત્રા, નનુભાઈ તળાવીયા, મધુભાઈ ચાવડા, બાબુભાઈ ચાવડા, મયુરભાઈ ગોરખીયા, ઓસ્‍માણ મહીડા, ગોવિંદભાઈ વાઘેલા, હિતેષ પરમાર. વોર્ડ નં. 10 માં જયેશભાઈ ટાંક, આર.સી. ધાનાણી, કાળુભાઈ પાનસુરીયા, પ્રવિણભાઈ રાણપરીયા, યોગેશભાઈ કારીયા, રાજુભાઈ વ્‍યાસ, ઘનશ્‍યામભાઈ રૈયાણી,અશ્‍વિનભાઈ વાઢેર, હીરેન ગેડીયા, સંજય ગજજર, સંદીપ ગજેરા, ઘનશ્‍યામ કાબરીયા. વોર્ડ નં. 11મા વિપુલ ભટ્ટી, કમલેશ મકવાણા, ભીખાભાઈ ભરવાડ, વિલાસભાઈ માંગરોળીયા, કાંતિભાઈ કાનાણી, કાળુભાઈ કાછડીયા, બાલાભાઈ કાનાણી, અનિરૂઘ્‍ધ જેબલીયા, જેસલ સરવૈયા, રમેશ મકવાણા, બાબુભાઈ સોલંકી, રાજુભાઈ વિગેરે કાર્યકર્તાઓ ઘેર ઘેર ફરી ડોર ટુ ડોર સંપર્ક રી રહૃાા છે.


30-11-2017

thumbnail of AMRELI EXPRESS


બાબરામાં ભાજપનાં ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાનો સાયકલ પર ચૂંટણી પ્રચાર શરૂ

બાબરા, તા.ર8 લાઠી-બાબરા વિધાનસભા વિસ્‍તારના ભાજપી ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાની તરફેણમાં સમગ્ર પંથકમાં વાવાઝોડું ફુંકાઈ રહયું છે. તેવા જ સમયે ભાજપ અગ્રણી દ્વારા સાયકલ પર પ્રચાર કાર્ય શરૂ કરાતાં તેમને સારો એવો આવકાર મળી રહયો છે. હરિયાણા ભાજપનાં અગ્રણી દિનેશજી ગોયલે સમગ્ર વિધાનસભા વિસ્‍તારના મતદારોને આકર્ષવા નવો પ્રયોગશરૂ કર્યો છે. જેમાં રાજય અને કેન્‍દ્ર સરકારની વિવિધ પ્રકારની કલ્‍યાણકારી યોજનાઓ દર્શાવતા બેનર સાથેની સાયકલ સમગ્ર વિસ્‍તારમાં ફરતી કરવામાં આવી હોય આ સાયકલે સમગ્ર પંથકની જનતામાં આકર્ષણ ઉભુ કર્યું છે.


જાફરાબાદ નજીક દરિયાકાંઠામાં લૂંટારૂઓએ બોટ પર ત્રાટકીને હાહાકાર મચાવી દીધો

જમીન, જંગલ અને દરિયાઈ મુસાફરો પણ અસલામત

જાફરાબાદ નજીક દરિયાકાંઠામાં લૂંટારૂઓએ બોટ પર ત્રાટકીને હાહાકાર મચાવી દીધો

પાંચ જેટલા માચ્‍છીમારોને ઈજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં ખસેડાયા

અમરેલી, તા.ર8 જાફરાબાદનાં દરિયાકાંઠેથી 60 નોટીકલ માઈલ દૂર માચ્‍છીમારી કરીરહેલ પ જેટલા માચ્‍છીમારો પર ઉમરગામ નજીક અજાણી ર0 બોટમાં આવીને હુમલો કર્યાની ઘટનાથી દરિયાઈ જગતમાં ચકચાર મચી ગઈ છે. વિગત એવા પ્રકારની છે કે જાફરાબાદના પ જેટલા માચ્‍છીમારો 4 બોટ લઈને ઉમરગામ નજીક માચ્‍છીમારી કરી રહયા હતા તે સમયે અચાનક જ ર0 જેટલી નંબર વગરની બોટમાં આવીને સેંકડો વ્‍યકિતઓએ જાફરાબાદના માચ્‍છીમારો પર હુમલો કરીને નાશી જતા અને આ બનાવની જાણ જાફરાબાદ ખાતે થતાં મરીન પોલીસ, 108 એમ્‍બ્‍યુલન્‍સ દરિયાકાંઠે તૈનાત કરવામાં આવી છે. જેમાં મંગળભાઈ, રણછોડભાઈ, કિશોરભાઈ સોલંકી, કાનાભાઈ બાંભણીયા, રમેશભાઈ શિયાળ અને કાળુભાઈ મકવાણા સહિતના પ માચ્‍છીમારોને સારવારમાં ખસેડવામાં આવેલ છે. અન્‍ય ઈજાગ્રસ્‍તોને પણ સારવારમાં ખસેડવાની કવાયત શરૂ કરવામાં  આવી છે.


રાજુલાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરનું ઉષ્‍માભર્યું સ્‍વાગત

રાજુલા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ગામે ગામ પ્રચાર યુઘ્‍ધ શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં આજરોજ રાજુલા તાલુકાના ભેરાઈ ગામેથી પ્રચાર શરૂ કરવામાં આવ્‍યો. જેમાંદરેક જ્ઞાતિઓના લોકો દ્વારા અંબરીશ ડેરને સંપૂર્ણ સમર્થન આપેલ છે. તેમજ ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર અને આહિર સમાજના અગ્રણી એવા બાબુભાઈ રામે પણ અંબરીશભાઈ ડેરને જીતાડવા સજજ બનેલ છે. ત્‍યારબાદ કોવાયા, લોઠપુર, જૂની-નવી બારપટોળી, ખેરાળી, ખાંભલીયા, દેવકા, હડમતીયા, ગાંજાવદર, રીંગણીયાળા, રાજપરડા, કુંભારીયા વિગેરે ગામોમાં વિવિધ સમાજના આગેવાનોને અને યુવાનોને તેમજ ગામના સરપંચોને રૂબરૂ મળીને કોંગ્રેસને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા સૌને અનુરોધ કરેલ હતો. જેમાં લોકો દ્વારા એકી અવાજે પોતાના હાથ ઉંચા કરીને અંબરીશભાઈ ડેરને સમર્થન આપેલ છે. આ પ્રચારમાં આહિર સમાજના અગ્રણી બાબુભાઈ જાલંધરા, બાઘાભાઈ નાકરાભાઈ, નાથાભાઈ ગુજજર, મીઠાભાઈ લાખણોત્રા, જીકારભાઈ વાઘ તેમજ કનુભાઈ ધાખડા, નારણભાઈ વાળા તેમજ દરેક સમાજના આગેવાનો સાથે મળીને પ્રચાર યુઘ્‍ધ શરૂ કરી દેવામાં આવેલ છે. અને લોકો દ્વારા જબ્‍બર પ્રતિસાદ મળી રહયો છે.


અમરેલીમાં આવેલ જમાઈને સસરાએ લાકડી વડે માર માર્યો

જમાઈને સમાધાન કરવા જવાનું ભારે પડયુ

અમરેલીમાં આવેલ જમાઈને સસરાએ લાકડી વડે માર માર્યો

અમરેલી, તા. ર8 સાવરકુંડલામાં રહેતાં અશોકભાઈ જીવનભાઈ બારૈયા ગત તા. 19/11 ના રોજ અમરેલી ખાતે યોજાયેલ બેલીફની પરીક્ષા દેવા આવેલા ત્‍યારે અમરેલીમાં રહેતાં તેમના સસરા પ્રવિણભાઈ પાલજીભાઈ રાઠોડને તેઓ પોતાની રીસામણે રહેલ પત્‍નિ તથા પુત્રીને પોતાની સાથે સાસરે મોકલી આપવાનું કહેતાં પ્રવિણભાઈ ઉશ્‍કેરાઈ જઈ લાકડી વડે મુંઢ માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાઈ છે.


સાવરકુંડલાનાં યુવકે પત્‍નિનાં વિયોગમાં અગ્નિસ્‍નાન કરી લીધુ

પત્‍નિ રીસામણે ચાલી જવાનાં આઘાતમાં

સાવરકુંડલાનાં યુવકે પત્‍નિનાં વિયોગમાં અગ્નિસ્‍નાન કરી લીધુ

અમરેલી, તા. ર8 સાવરકુંડલામાં આવેલ હુડકોસોસાયટીમાં રહેતાં સુખાભાઈ શંભુભાઈ ઉનાવા નામનાં 30 વર્ષિય યુવકનાં પત્‍નિ રીસામણે ચાલ્‍યા ગયા હોય, જેથી તેમને લાગી આવતા ગત તા.ર6 ના રોજસાંજના સમયે પોતાની મેળે પોતાનાશરીરે કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કરી લેતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમીયાન મૃત્‍યુ થયાનું સાવરકુંડલા પોલીસમાં જાહેર થવા    પામેલ છે.


ખાંભા નજીક આવેલ રાયડીમાં માર્ગ બાબતે યુવક પર કરાયો હુમલો

અમરેલી, તા.ર8 ખાંભા તાલુકાના રાયડી ગામે રહેતા દિલીપભાઈ ભરતભાઈ ઝાલા નામના ર0 વર્ષીય યુવકને ખાંભા તાલુકાના સરાકડીયા ગામે રહેતા નટુભાઈ દેવશીભાઈ દેવાણી સાથે રસ્‍તા બાબતે મનદુઃખ ચાલતું હોય, ગઈકાલે સવારે રાયડી ગામની સીમમાં યુવક સાથે આરોપીએ બોલાચાલી કરી, લોખંડના ખરપીયા વડે મોઢા ઉપર ઈજા કરતાં ઘવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમાં દવાખાને ખસેડવામાં આવતા આ અંગે ખાંભા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


લાઠીના કેરાળા ગામે આગ લાગતા રહેણાક મકાન બળીને ખાખ

લાઠી, તા.ર8 લાઠી પાસે આવેલ કેરાળા ગામે ખેતી કામ કરતા દકુભાઈ મોહનભાઈ કીકાણીના મકાનમાં અચાનક સોટ સરકીટથી આગ લાગતા ટીવી ફ્રીજ અને પંખો તેમજ ઘરવખરી બળીને ખાખ અંદાજીત એક લાખથી દોઢ લાખ સુધીનું નુકશાન થયાનું અંદાજ લગાવવામાં આવી રહી છે.


રાજકીય ઈચ્‍છાશકિત હોઈ તો પાટીદારો/સવર્ણો કે કોઈપણ જ્ઞાતિને અનામત આપી શકાય : હસમુખ પટેલ

તામિલનાડું પણ ભારતમાં જ છે અને ત્‍યાં 49 ટકાથી વધુ અનામત છે જ

રાજકીય ઈચ્‍છાશકિત હોઈ તો પાટીદારો/સવર્ણો કે કોઈપણ જ્ઞાતિને અનામત આપી શકાય : હસમુખ પટેલ

અમરેલી, તા. ર8 સાંપ્રત સમયમાં અનામત મેળવવા માટે અનેક લોકો ર્ેારા પ્રયત્‍નો કરવામાં આવ્‍યા જેમાં રાજસ્‍થાન, હરિયાણા, ગુજરાત વગેરેમાં પાટીદારો/સવર્ણોએ અનામતમાં સમાવેશ કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલનો થયા. એમ છતા તમામ સરકાર આ બાબતે દુર્લક્ષ સેવે છે. પ0 ટકા ઉપર અનામત આપી ન શકાય તેમ જણાવે છે પરંતુ કાયદાની જોગવાઈ મુજબ અનામત આપી શકાય જે બાબત અન્‍ય રાજયે તમિલનાડુ તથા મહારાષ્‍ટ્ર અનામત પ0 ટકા ઉપર આપી શકે છે તો ગુજરાતમાં શા માટે નહિ ? કાયદાની અનેક જોગવાઈ છે જે મુજબ અનામત આપી શકાય છે જે માટે રાજકીય મજબુતાઈ અને લોખંડી ઈચ્‍છાશકિતની આવશ્‍યકતા છે. કાયદાના નિષ્‍ણાંતોના માનવા પ્રમાણે સરકાર ચાહે તો બંધારણની કલમ 46 અંતર્ગત કાયદો બનાવી શકે છે. જેમાં આ કલમની અંદર ભભવીકરભભ શબ્‍દનો પ્રયોગ કરવામાં આવે છે. જેમાં સામાજિક તેમજ આર્થિક રીતે નબળા વર્ગને સંરક્ષણ આપવા અંગે જોગવાઈ કરવામાંઆવી છે. આ અંગે એક સિનીયર એડવોકેટનું કહેવું છે કે 49 ટકાથી વધારે અનામત આપવી એ ઘણી અઘરી છે પરંતુ અશકય નથી. કલમ 30 અને કલમ 16ની વાત કરીએ તો તેમાં પછાત વર્ગ અને જ્ઞાતિ એક બન્‍નેનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. જયારે કલમ 46માં જ્ઞાતિનો ઉલ્‍લેખ નથી જો કે સુપ્રિમ કોર્ટે કહૃાું કે ભવિકરભ શબ્‍દનો વિશાળ અર્થ થાય છે. કાયદાના નિષ્‍ણાંતોના માનવા પ્રમાણે કલમ 31(ક) એ રાજય અને કેન્‍દ્ર સરકારને કાયદો બનાવવા માટેની છૂટ આપે છે. આ સિવાય કલમ 39(ક) માં કહેવામાં આવ્‍યું છે કે આર્થિક કેન્‍દ્રીકરણ ન થાય અને મિલકતોનો ઉપયોગ સમાજના બધાજ વર્ગ માટે સરખા ભાગે જ થાય. વધુમાં જોઈએ તો આ બધી બાબતોને ઘ્‍યાનમાં રાખીને જો કાયદો બનાવવામાં આવે તો તેને કલમ 14 અને 16 નીચે પડકારી ન શકાય. કાયદો બનાવવા માટે સરકારે પાટીદારોની સ્‍થિતિનું બરાબર સર્વેક્ષણ કરવું પડે. કેમકે સંપૂર્ણ માહિતી વિના આ કાયદો બની ન શકે. જો કે સુપ્રિમ કોર્ટે ચુકાદો એવો આપેલ છે કે 49 ટકાથી અનામત વધવી ના જોઈએ. પરંતુ બંધારણમાં આ પ્રકારનો કોઈ જ ઉલ્‍લેખ કરવામાં આવેલ નથી. સરકાર જો કેટેગરી બનાવી જો કાયદો બનાવે તો પાટીદાર હોઈ કે સવર્ણ અનામત જરૂરથી આપી શકાય, અઘરું છે, પણ અશકય નથી. ઈ.સ. 1894માં સુપ્રિમ કોર્ટના જજઈન્‍દિરાજી સહાની ર્ેારા આપવામાં આવેલ ચુકાદામાં 3રમાં પાના નંબરમાં બીજા ફકરાની 4થી લીટીમાં સ્‍પષ્‍ટ શબ્‍દોમાં લખેલું છે કે ભભકોઈ પણ સમાજ સામાજિક રીતે તથા આર્થિક રીતે પછાત હોય તો તેવા સમાજને બંધારણમાં ફેરફાર કર્યા વગર શીડયુલ 9 ની કલમના આધારે પ0 ટકાથી વધારે અનામત આપી શકાય અને આજ ચુકાદાને અનુસરીને ઈ.સ. 1996માં તમીલનાડુ સરકારે 69 ટકા અનામતની જોગવાઈ કરી. આજ ચુકાદાને આધારે ર016માં મહારાષ્‍ટ્ર સરકારે પર ટકા અનામત હોવા છતા અન્‍ય 1પ જ્ઞાતિઓનો સમાવેશ ઓ.બી.સી.માં કર્યો. અમુક લોકો એવું પણ કહે છે કે અનામત મેળવવા માટે ઓ.બી.સી. પંચમાં અરજી કરવી પડે તથા જ્ઞાતિનો સર્વે કરવો પડે. પાટીદાર આંદોલન શરૂ થયું ત્‍યારથી લઈને આજદિન સુધીમાં ઓ.બી.સી. પંચમાં વિવિધ 1ર વ્‍યકિત ર્ેારા અરજી કરવામાં આવી છે. પરંતુ સરકારની ઈચ્‍છાશકિત નથી એટલે સર્વે થતો નથી ગુજરાતની અંદર 1પર જ્ઞાતિ અનામતનો લાભ મેળવે છે. જેમાંથી ફકત 8ર જ્ઞાતિઓનો જ સર્વે થયેલ હતો બાકીની 70 જેટલી જ્ઞાતિ ઓ.બી.સી.માં વગર સર્વે કર્યે સમાવેશ થયેલછે. જેમાં છેલ્‍લે છેલ્‍લે વડાપ્રધાનની જ્ઞાતિનો પણ ઓ.બી.સી.માં સમાવેશ થયો હતો અને એ અંગે કયાય સર્વે થયો હોઈ એવા કોઈ સમાચારો પણ પ્રસિઘ્‍ધ થયા નથી. અંતે એટલું જરૂર કહી શકાય કેગુજરાત સરકારને પાટીદારને અનામત મળે એમા રસ નથી બાકી સરકાર માટે અશકય નથી. તમિલનાડુ પણ ભારતમાં જ છે ત્‍યાં 49 ટકાથી વધુ અનામત છે.


અમરેલી જિલ્‍લાનાં મતદારો નવાજુનીનાં મિજાજમાં

જિલ્‍લા માટે આગામી ચૂંટણી ઐતિહાસિક બની શકે તેમ છે

અમરેલી જિલ્‍લાનાં મતદારો નવાજુનીનાં મિજાજમાં

અમરેલી, તા. ર8 અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો માટેના મતદાનને હવે માત્ર 10 થી 1ર દિવસ જેટલો સમય બાકી છે. ત્‍યારે જિલ્‍લાનાં લાખો મતદાર ભાઈઓ-બહેનોએ કોને વિજેતા બનાવવા અને કોને પરાજિત કરવા તે અંગેનું મનબનાવી લીધું છે. પરંતુ મતદારોએ શું મન બનાવ્‍યું તે અંગેનો ભેદ રહસ્‍યમય બની ગયો છે. લાઠી બેઠક પર ભાજપનાં ભામાશા ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરા અને કોંગી ઉમેદવાર વિરજી ઠુંમર વચ્‍ચે જંગ જામ્‍યો છે. તો અમરેલી બેઠક પર ભાજપનાં બાવકુભાઈ ઉંઘાડ અને કોંગ્રેસના પરેશ ધાનાણી, સાવરકુંડલામાં પ્રતાપ દુધાત અને ભાજપનાં કમલેશ કાનાણી, ધારીમાં ભાજપનાં દિલીપ સંઘાણી અને કોંગ્રેસનાં જે.વી. કાકડીયા અને રાજુલામાં ભાજપનાં હીરાભાઈ સોલંકી અને કોંગ્રેસનાં અંબરીશ ડેર વચ્‍ચે ખરારખરીનો જંગ ચાલી રહૃાો છે. પાટીદારોનાં ગઢ સમાજ ગણાતા અમરેલી જિલ્‍લાની ચાર બેઠકો પર પાટીદાર મતદારોની સંખ્‍યા અંદાજિત ર.પ0 લાખ જેટલી હોવાથી ભાજપ-કોંગ્રેસ બન્‍ને પક્ષોએ ચાર બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. તદઉપરાંત ખાંભા નજીક આવેલ ઉનાનાં સમઢીયાળાનો દલિતકાંડ, જીએમડીસી મેદાન પરનો અત્‍યાચાર, પોષણક્ષમ ભાવો સહિતનાં પ્રશ્‍ને જિલ્‍લાનાં પાટીદારો, દલિતો અને ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો હોય તેનો ફાયદો કોંગ્રેસ પક્ષ મેળવી શકે છે કે કેમ તે પર સૌની નજર મંડાયેલી છે. જિલ્‍લાનાં મતદારોએ તો કયાં પક્ષને મત આપવો તે અંગે મન બનાવી લીધું છે. પરંતુ બન્‍ને પક્ષો એવું માની રહૃાા છે કે જિલ્‍લાની તમામ બેઠકોતેમના જ પક્ષને મળી જશે. જો કે જનતા જનાર્દનનો નિર્ણય શું હશે તે જાણવા માટે 18 ડીસેમ્‍બર સુધી રાહ જોવી જરૂરી બની છે.


સાવરકુંડલા અને અમરેલીમાં આજે રાહુલ ગાંધીનું આગમન

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી બાદ કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ આવશે

સાવરકુંડલા અને અમરેલીમાં આજે રાહુલ ગાંધીનું આગમન

સાવરકુંડલા-અમરેલી માર્ગ પર કોંગ્રેસનાં યુવા ઉપાઘ્‍યક્ષનું ઠેર-ઠેર ઉમળકાભર્યુ સ્‍વાગત કરાશે

અમરેલી, તા. ર8 આગામી વિધાનસભાની ચૂંટણી માટે થઈ પ્રચાર પ્રસાર માટે ભાજપ-કોંગ્રેસના દિલ્‍હીના નેતાઓ અમરેલી જિલ્‍લામાં આવી રહયા છે. ગઈકાલે વડાપ્રધાન બાદ આવતીકાલે કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ રાહુલ ગાંધી પણ અમરેલી જિલ્‍લાની મુલાકાતે પહોંચી જશે. અને રાત્રી રોકાણ પણ તેઓ અમરેલી ખાતે કરશે. આવતીકાલે બપોરે 3 વાગ્‍યે અમરેલી જિલ્‍લાનાં સાવરકુંડલા ગામે હેલિકોપ્‍ટર દ્વારા રાહુલ ગાંધી આવી પહોંચશે. અને 3:30 કલાકે સાવરકુંડલાના અખાડામાં એક જાહેર સભાને સંબોધશે. બાદમાં ત્‍યાંથી અમરેલી જવા રવાના થશે. અમરેલી આવતા રસ્‍તામાં આવી રહેલા ગોખરવાળા ગામે રાહુલ ગાંધીનું ગ્રામજનો દ્વારા સ્‍વાગત કરાશે. જયાંથી અમરેલીનાં પ્રવેશદ્વાર બાયપાસ રોડ ઉપર શહેરીજનો દ્વારા સ્‍વાગત કરી રેલી દ્વારા બહારપરા, ફુલારા ચોક, ટાવર ચોક, ડો. જીવરાજ મહેતા ચોક થઈ અત્રેના સરદાર સર્કલ નજીક આવેલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે શહેરના લોકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં શહેરના વેપારીઓ, આગેવાનો, સામાજિક સંસ્‍થાઓ તથાકાર્યકરો સાથે ચર્ચાઓ કરાશે. કોંગ્રેસના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે રાત્રી રોકાણ અમરેલીમાં કરશે અને તા.30ના રોજ સવારે અમરેલીથી લાઠી રવાના થશે. ગઈકાલે સાંજે વડાપ્રધાન મોદીએ અમરેલીના ચલાલા ગામે જાહેર સભાને સંબોઘ્‍યા બાદ આવતીકાલે રાહુલ ગાંધી પણ અમરેલી જિલ્‍લામાં ચૂંટણી પ્રચાર માટે આવી રહયા હોય, અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા બેઠકનો ચૂંટણી જંગ પરાકાષ્ઠાએ પહોંચ્‍યો છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે રાહુલ ગાંધીની એકદમ નજીક ગણાતા અમરેલી વિધાનસભા બેઠકના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણી તથા તેમની યુવા ટીમ રાહુલ ગાંધીને સત્‍કારવા માટે થઈ અમરેલીમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.


ધારીનાં પૂર્વ સરપંચ ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણીનાં સમર્થનમાં આવ્‍યા

ધારી, તા. ર8 ધારી-બગસરા-ખાંભા- ચલાલા વિધાનસભા બેઠક પર ભાજપ તરફી માહોલ જોવા મળી રહૃાો છે. ભાજપનાં ઉમેદવાર અને નેતા એવા દિલીપભાઈ સંઘાણીના સમર્થનમાં અનેક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો જોડાઈ રહૃાા છે ત્‍યારે આજે ધારીનાં પૂર્વ સરપંચ અને ધારી તાલુકા ભાજપના પ્રમુખ રહી ચુકેલા ભરતભાઈ શેઠની ભાજપમાં ઘરવાપસી થતાં ધારી ભાજપમાં એક નવા ઉત્‍સાહનો સંચાર થયો હતો. આજે ધારી ખાતે દિલીપભાઈ સંઘાણી, સંજયભાઈ ધાણક, મનસુખભાઈ ભુવા, શરદભાઈ લાખાણી, અતુલભાઈકાનાણી, જીતુભાઈ જોશી, જીગ્નેશભાઈ ગોસાઈ સહિતનાં આગેવાનોની ઉપસ્‍થિતિમાં ભાજપનાં ચૂંટણી કાર્યાલય ખાતે ભરતભાઈ શેઠ તેમજ ધારી શહેરના વેપારીઓઓ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ તકે ભરતભાઈ શેઠ તેમજ તેમની ટીમ ઘ્‍વારા ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો કોલ આપ્‍યો હતો.


અમરેલી પંથકમાં ‘‘એક બાર ફિર સે પરેશ ધાનાણી”નાં નારા લાગ્‍યા

અમરેલી સહીત ગુજરાત ભરમાં કોંગ્રેસ જબ્‍બર લીડથી ચૂંટાઈ સરકાર બનાવે તેવા ઉજળા સંજોગો મતદારોમાં દેખાય આવે છે, તેવા સમયે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને અમરેલી પંથકમાં જબ્‍બર સમર્થન મળી રહૃાું હોય તેવો માહોલ સર્જાયો છે ત્‍યારે અમરેલીના કેરીયાનાગસ સહીતના આઠ ગામોમાં આજરોજ જબ્‍બર સમર્થન પ્રાપ્‍ત થયું હોય મહીલાઓ તેમજ લોકોએ બહોળી સંખ્‍યામાં              ઢોલ-નગારા સાથે સ્‍વાગત કરી તિલક તેમજ કુંમકુંમનો ચાંદલો કરી વિજયના આશીર્વાદ આપી એક બાર ફીર સે પરેશ ધાનાણીના નારા સભામાં ગુંજતા ભાજપની છાવણીમાં ભૂકંપ સર્જાઈ જવા પામ્‍યો હતો. અમરેલીના યુવા અને લોકલાડીલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અમરેલી પંથક ઉપર આવી પડેલી કુદરતી આફત તેમજ અનેક પ્રશ્‍ને તેમના સમયકાળ દરમ્‍યાન લોકોની પડખે રહૃાા છે, ત્‍યારે વર્તમાન ધારાસભ્‍યની ચૂંટણીમાં ધાનાણીકોંગ્રેસના ઉમેદવાર હોય અને આજરોજ તેમના ર્ેારા યોજાયેલ અમરેલી પંથકના કેરીયાનાગસ, દેવરાજીયા, વાંકીયા, ગાવડકા, કેરીયાચાડ, ચાડીયા, માળીલા, સહીતના વિસ્‍તારોમાં પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને દરેક ગામમાં ઠેર-ઠેર જબ્‍બર સમર્થન મળ્‍યું હોય તેમ તેમનું ઢોલ-નગારા સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, અને બહેનોએ તેમને કુંમકુંમનો ચાંદલો કરી મીઠું મોઢું કરાવી તેમને જબરી લીડથી ચુંટી કાઢવાનું આહવાન કરી વિજયના આશીર્વાદ આપતા તેમને મળેલ સમર્થનથી ભાજપમાં ભુકંપ સર્જાયો હતો.


બગસરામાં ભાજપનાં ઉમેદવાર દિલીપ સંઘાણીના કાર્યાલયનો થયો પ્રારંભ

બગસરામાં ભાજપ ઉમેદવાર દિલીપ સંઘાણીના ચૂંટણી કાર્યાલયનું શાસ્‍ત્રોકત વિધિ સાથે ઉદઘાટન કરવામાં આવ્‍યું જેના સત્‍યનારાયણની કથા પુજન વિધિ વિધાન સાથે કરી કાર્યાલય ખુલ્‍લુ મુકવામાં આવ્‍યું જેમાં હિમાચલ પ્રદેશના આગેવાન કૃપાલપરમાર, રાજેશ ઠાકુર, રવિન્‍દ્ર ગલેરીયા, કિસાન મોરચા પ્રમુખ તેમજ અમરેલીથી અમરડેરીના વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, ભગીરથ ત્રિવેદી, અનીલ તંતી, તેમજ બગસરા નાગરીક મંડળીના ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીયા, બગસરા નાગરીક બેન્‍ક ચેરમેન કનુભાઈ પટોળીયા, બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.શેલડીયા, ઉ.પ્ર.રાજુ દેસાણી, મંત્રી નિલેષ ડોડીયા, બગસરા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કાંતિભાઈ સતાસીયા, જિલ્‍લા ભાજપ મંત્રી રાજુભાઈ ગીડા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઈ માયાણી, મંત્રી પ્રવિણ રફાળીયા, વિપુલભાઈ કયાડા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિપુલ ભેસાળીયા, તાલુકા કિશાન મોરચા પ્રમુખ ખોડુભાઈ સાવલીયા, ઉ.પ્ર.કનુભાઈ કોલડીયા, ખીમદાદા સોલંકી, અનુ.જાતિ પ્રમુખ નીતિન       બઢીયા, જીતેન્‍દ્ર બોરીચા, નગરપાલીકા સભ્‍ય, રાજુભાઈ રીબડીયા  તાલુકા સભ્‍ય, ઈમ્‍તીયાઝ બીલખીયા, વિપુલ પંડયા, વિપુલ કાછડીયા, મહેશ બોરીચા, જયંતિભાઈ વેકરીયા, સહિતના બહોળી સંખ્‍યામાં ઉદઘાટન કરી ખુલ્‍લુ મુકવામાં આવેલ.


કોવાયામાં કોંગી ઉમેદવાર અંબરીશ ડેરનું ભવ્‍ય સ્‍વાગત

રાજુલા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એવા નિડર, નિષ્ઠાવાન અને સમગ્ર પંથકમાં ખુબ જ લોકપ્રિય એવા યુવા નેતા અંબરીશભાઈ ડેરએ પોતાના ચૂંટણી પ્રચાર માટે કોવાયા ગામની મુલાકાતે આવ્‍યા હતા.ત્‍યા કોવાયા ગામના તમામ યુવાનો અને વડિલોએ અંબરીશભાઈ ડેરનું વાજતે ગાજતે સ્‍વાગત કર્યુ હતું. આ મીટીંગનું આયોજન કોવાયા ગામના હનુમાનજીદાદાના મંદિરના સાનિઘ્‍યમાં રાખવામાં આવેલ હતું. ત્‍યા અંબરીશભાઈ ડેર પહોંચતા નાની બાળાએ તીલક કરીને સ્‍વાગત કર્યુ હતું. ત્‍યાર બાદ અંબરીશભાઈ ડેર અને તેમની ટીમએ હનુમાનજીદાદાના દર્શન કરી અને પોતાની મીટીંગની શરૂઆત કરી હતી. આ મીટીંગમાં અંબરીશભાઈ ડેર દ્વારા એવું કહેવામાં આવ્‍યું હતું કે આપણે સર્વ સમાજને સાથે લઈ અને ચાલીશું અને દર હમેંશ પુજાને લગતા સુખાકારી માટે કામ કરતા રહિશું. અને આ જે ર0 વર્ષથી ભાજપની સરકાર સમગ્ર ગુજરાત અને આપના વિસ્‍તારમાં છે. તે સરકારે માત્ર અને માત્ર આપણું સર્વ લોકોનું શોષણ જ કર્યુ છે. આપણા વિસ્‍તારમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. તે છતાં આપણા અનેક યુવાભાઈઓએ ઉચ્‍ચ શિક્ષણ મેળવેલ હોવા છતાં બેરોજગાર છે. આ ભાજપની સરકારે કોઈપણ પ્રકારના પુજાલક્ષી કાર્ય કર્યા જ નથી. અને માત્ર અને માત્ર ભાજપની સરકાર અને તેના ગણીયા ગઢીયા પાંચ – સાત મળતીયાઓનો જ વિકાસ થયો છે. આથી આ વખતે આપણે સર્વ લોકોએ ખુબ મોટી સંખ્‍યામાં મતદાન કરી અને આ સરકારને જડમુળમાંથી ઉખેડી ફેકીએ તેવી હાંકલ કરી હતી. સમગ્ર ગુજરાતમાંત્‍યારે પરિવર્તનનો પવન ફુંકાઈ રહયો છે. ત્‍યારે રાજુલા વિધાનસભામાં પણ સર્વ લોકોએ આ વખતે મન બનાવી લીધુ છે. કે આ વખતે ભાજપની સરકારને જડમુળમાંથી ઉખેડીને જ જંપીશું. રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના તમામ ગામડાઓમાં ઠેર-ઠેર વ્‍યાપક પ્રમાણમાં અંબરીશભાઈ ડેરને જન સમર્થન મળી રહીયું છે. તે જોઈને વિરોધીઓની પણ નીચેથી જમીન ચરકી ગઈ છે. આ માહોલ જોઈને અંબરીશભાઈ ડેરએ યાદીમાં જણાવેલ કે વિરોધીઓ અનેક પ્રકારની નાત-જાત વિશે અફવાઓ ફેલાવશે. તો તમામ યુવાનોએ આવી અફવાઓથી દુર રહેવું અને સર્વની સાથે હળીમળીને રહેવું, કારણ કે વિરોધીઓ પોતાની હાર ભાળી ગયા હોવાથી અનેક પ્રકારની અફવાઓ ફેલાવશે. તો તમામ યુવાનો અને વડીલભાઈ-બહેનોને નમ્ર વિનંતી કે આવી કોઈપણ બાબતમાં ઘ્‍યાન દેવું નહિ અને સર્વની સાથે ભાઈચારાથી રહેવું. આ મીટીંગમાં બાબુભાઈ રામ, બાબુભાઈ જાંલધરા, મીઠાભાઈ લાખણોત્રા, બાઘાભાઈ લાખણોત્રા, કાળુભાઈ, આતાભાઈ, જીકારભાઈ, અબદુલ્‍લભાઈ, વાજસુરભાઈ સરપંચ, જીણાભાઈ ઉપસરપંચ, સુરેશ મહારાજ, બાબુભાઈ તથા સમસ્‍ત પંથકના યુવાનો અને વડિલો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


લાઠીનાં ભાજપી ઉમેદવાર ગોપાલભાઈને વિજેતા બનાવવા મહિલાઓ આવી મેદાનમાં

બાબરા,તા.ર8 લાઠી-બાબરા-દામનગર વિસ્‍તારનાં ભાજપનાં ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાને વિજેતા બનાવવા માટે સમગ્ર પંથકની મહિલાઓ મેદાનમાં આવી છે. મનાલીના ધારાસભ્‍ય ગોવિંદભાઈ ઠાકુર, ભાજપ અગ્રણી દિનેશજી ગોયલે બાબરાના ચૂંટણી કાર્યાલય ખાતે મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપેલ હતું.


અવસાન નોંધ

અવસાન નોંધ

કુંકાવાવ : નાની કુંકાવાવ નિવાસી સોરઠીયા ધનભાઈ ઉકાભાઈ (ઉ.વ.70) તે રમેશભાઈ, મુકેશભાઈ, પરેશભાઈના પિતાજીનું તા.ર7/11ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બગસરા : બગસરા નિવાસી ભનુભાઈ કરશનભાઈ હડીયલ (ઉ.વ. 68) તે દિનેશભાઈ તથા સંજયભાઈનાં પિતાનું તા. ર8નાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 30/11ને ગુરૂવારનાં સાંજનાં 4 થી 6 સતવારા સમાજની વાડી, બગસરા ખાતે રાખેલ છે.


29-11-2017

thumbnail of AMRELI EXPRESS


અમરેલીનાં ભાજપી ઉમેદવાર બાવકુભાઈને વેપારીઓનું સમર્થન

અમરેલીના જીમખાના મેદાનમાં, ગઈકાલે રાત્રે, અમરેલીના ભાજપના દબંગ ઉમેદવાર બાવકુભાઈ ઉંધાડના સમર્થનમાં, અગાઉની ચુંટણીઓમાં કયારેય ન થઈ હોઈ તેવી અભૂતપૂર્વ હાજરી સાથે અમરેલીના વિવિધ – કુલ        મળીને 3પ વ્‍યાપારી સંગઠૃનોની એક મીટીંગ યોજાઈ હતી. અમરેલીના ઈતિહાસમાં અગાઉ કયારેય, કોઈ ચુંટણીમાં, વ્‍યાપારી આગેવાનો આટલી મોટી સંખ્‍યામાં, આવી રીતે જાહેરમાં કોઈ ઉમેદવારના સમર્થનમાં જોડાયા ન હતાં. આ મીટીંગ પછી શહેરમાં ભાજપનો જબ્‍બર જુવાળ ઉભો થયો છે. આ મીટીંગમાં ભાજપના પૂર્વ જીલ્‍લા ભાજપ પ્રમુખ દીનેશભાઈ પોપટ, ઉપપ્રમુખ જીતુભાઈ ડેર, રીતેશભાઈ સોની, ભરતભાઈ વેકરીયા તથા જાણીતા પર્યાવરણવિદ અને ભાજપના પાયાના પત્‍થર સમા જીતુભાઈ તળાવીયા પણ ઉપસ્‍થિત રહેલ. જે વ્‍યાપારી સંગઠૃનોના પ્રમુખો બાવકુભાઈના સમર્થનમાં આવેલા તેમાં માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન તથા અમરેલી ઓઈલ મીલ – જીનર્સ મર્ચન્‍ટ એસોસિએશનના પ્રમુખ કાળુભાઈ ભંડેરી, અમરેલી કમીશન એજન્‍ટ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ પ્રવિણભાઈ રાણપરીયા, અમરેલી ડીસ્‍ટ્રીકટ ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઈ પટેલ, અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ સંજયભાઈ વણજારા, અનાજ કરીયાણા રીટેલર મર્ચન્‍ટ એસોસીએશનનાપ્રમુખ ચતુરભાઈ અકબરી, અમરેલી મીઠાઈ ફરસાણ એસોસીએશનના પ્રમુખ મહેશભાઈ કપટા, અમરેલી સ્‍ટેશનરી એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ ત્રિવેદી, અમરેલી કલોથ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ નટુભાઈ મસોયા, અમરેલી પાનબીડી મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ભુવા, અમરેલી હોલસેલ પાનબીડી મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ રજનીભાઈ બુંદેલીયા, અમરેલી રેડીમેઈડ ગારમેન્‍ટ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ રાજુભાઈ નાગ્રેચા, અમરેલી શહેર સુવર્ણકાર સંઘ એસોસીએશનના અગ્રણી કેતનભાઈ ધોળકીયા, અમરેલી કટલેરી મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ વિવેકભાઈ વ્‍યાસ, અમરેલી ગીફટ એન્‍ડ ટોયઝ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ વિરલભાઈ પરીખ, અમરેલી બેકરી મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ અશોકભાઈ તન્‍વાણી, અમરેલી ટેઈલર એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ ખોરાસીયા, અમરેલી મારબલ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ લાલભાઈ પોકાર, અમરેલી ટીમ્‍બર મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ મુળજીભાઈ પોકાર, પ્‍લાયવુડ એન્‍ડ હાર્ડવેર મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ હિરજીભાઈ પોકાર, અમરેલી મેટલ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ હરીભાઈ કંસારા, અમરેલી ઓટોપાર્ટસ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ જીજ્ઞેશભાઈ સાવલીયા, અમરેલી ઈલેકટ્રીકસગુડસ એસોસીએશનના પ્રમુખ મગનભાઈ પોકાર, અમરેલી ડીસ્‍ટ્રીકટ ઈન્‍ફોર્મેશન એન્‍ડ ટેકનોલોજીએસોસીએશનના પ્રમુખ જીતુભાઈ વેકરીયા, અમરેલી ક્રુડ એન્‍ડ વેજીટેબલ એસોસીએશનના પ્રમુખ ઘનશ્‍યામભાઈ રૈયાણી, અમરેલી હોમ એપ્‍લાયન્‍સીસ મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ મુકુંદભાઈ ગઢીયા,  અમરેલી હોલસેલ ગ્રેઈન મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ અશોકભાઈ અટારા, અમરેલી કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ મેડીકલ એસોસીએશનના પ્રમુખ હરેશભાઈ વેકરીયા, અમરેલી દાણા બજાર એસોસીએશનના પ્રમુખ હિતેષભાઈ પોપટ, અમરેલી કાપડ બજાર વેપારી એસોસીએશનના પ્રમુખ રણજીતભાઈ ડેર, અમરેલી કંસારા બજાર વેપારી એસોસીએશનના પ્રમુખ મહેશભાઈ કપટા, અમરેલી ટાવર રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ જયસુખભાઈ જોગાણી, અમરેલી એગ્રો મર્ચન્‍ટ એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ કાથરોટીયા, જીતુભાઈ ફ્રટવાળા, યોગેશભાઈ કોટેચા વિગેરે ઉપસ્‍થિત રહેલ. સંમેલનમાં ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પ્રમુખ ચતુરભાઈ પટેલ, નટુભાઈ મસોયા,  સંજયભાઈ વણજારા, ગીરીશભાઈ ભટૃ, યોગેશભાઈ કોટેચા સહિતના વેપારી આગેવાનોએ હાજરી આપી હતી. મીટીંગના પ્રારંભમાં માર્કેટ યાર્ડના ચેરમેન પી. પી. સોજીત્રાએ ઉપસ્‍થિત વેપારી આગેવાનોનું સ્‍વાગત કર્યુ હતુ અને વર્તમાન સમયમાં વિકાસના       ફળો અમરેલીને મળે તે માટે બાવકુભાઈને જીતાડવાનો અનુરોધ કર્યો. જીલ્‍લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારે જણાવેલ કે, ભભભાજપેછેલ્‍લા ર દાયકામાં ગુજરાતને ઓકટ્રોય મુકત, ભયમુકત, કર્ફયુમુકત, ટેન્‍કરમુકત, અંધકારમુકત, લાગવગમુકત,  કેવીટેશ ફી મુકત, મઘ્‍યમ વર્ગ અને ગરીબો માટે ગંભીર રોગોની સારવાર ખર્ચ મુકત, ઉજાલા યોજનાથી ગરીબોના ઝુંપડા ધુમાડામુકત અને નર્મદા ડેમ / સૌની યોજનાથી રાજયને દુષ્‍કાળમુકત કર્યુ છે. આપણી ફરજ છે રાજય કોંગ્રેસમુકત રાખ્‍યું છે તે પરંપરા ચાલું રાખીએ.ભભ અનુરાગ ઠાકુરે જણાવેલ કે, ભભકોંગ્રેસે આઝાદી પછી સરદારને વડાપ્રધાન ન બનાવી માત્ર સરદારનું જ નહિં પણ ગુજરાતના સપૂતનું અપમાન કર્યુ હતું. હવે ફરીવાર ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદીની સામે, કોંગ્રેસ અપપ્રચાર કરી તેમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્‍ન કરી રહી છે.ભભ મીટીંગના અંતમાં બાવકુભાઈ ઉંધાડે અમરેલીના વેપારીઓને સલામતીનો કોલ આપતાં જણાવેલ કે, ભભકોઈ પણ ગામમાં 3 દાદા હોવા જોઈએ, શંકરદાદા, ગણપતિદાદ અને હનુમાનદાદા, ચોથો દાદો ન ચાલે. 9 તારીખ પછી આવા દાદાઓની સર્વીસ કરવાનું ચાલું કરવાનું છે.ભભ આ મીટીંગમાં અમરેલીના રપ00 થી વધુ વેપારીઓ ભેગા થયા જે અમરેલીના ઈતિહાસમાં એક રેકોર્ડ સમાન છે.


બાઈક પેટ્રોલીંગ સાથેઈનોવા કારમાં આવી રહેલ વિદેશી દારૂને ઝડપી લેવાયો

અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચને મળી સફળતા

બાઈક પેટ્રોલીંગ સાથેઈનોવા કારમાં આવી રહેલ વિદેશી દારૂને ઝડપી લેવાયો

અમરેલી, તા. ર7 અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે એક ઈનોવા કાર જેના રજી.નં. જી.જે.07-એ.આર.ર606 છે તે જૂનાગઢ તરફથી બગસરા થઈ અમરેલીમાં આવનાર છે અને આ કારમાં ઈંગ્‍લીશ દારૂ ભરેલ છે અને બે ઈસમો મોટર સાઈકલ ઉપર આ દારૂ ભરેલ કારનું પાઈલોટીંગ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં ગાવડકા ચોકડીથી બગસરા રોડ ઉપર વોચ ગોઠવતાં બગસરા તરફથી એક મોટર સાઈકલ ઉપર બે ઈસમો પાઈલોટીંગ કરતાં નીકળતાં તેમને દબોચી લઈ સાઈડમાં લઈ જઈ તેની પુછપરછ કરતાં તેમના નામ (1) મુસ્‍તાક પીરૂભાઈ ઉનડજામ, ઉ.વ. ર3, રહે. ડુંગરપુર, જી. જુનાગઢ તથા (ર) ખીમજી જીકાભાઈ વાંદા, ઉ.વ.ર0, રહે. પાદરીયા, તા.જી. જુનાગઢ           વાળાઓ હોવાનું અને તેમની પાછળ ઈનોવા કાર આવતી હોવાની હકીકત જણાવતાં વોચમાં શરૂ રહેતાં થોડી વારમાં બગસરા તરફથી બાતમી વાળી ઈનોવા કાર રજી.નં.જી.જે.07. એ.આર.ર606 ની આવતાં તેને રોકી ચેક કરતાં ઈનોવા કારમાં બે ઈસમ બેસેલ હોય તેમના નામ (1) દિલાવર ભીખુભાઈ બ્‍લોચ, ઉ.વ. રપ, રહે. ડુંગપુર, તા.જી. જુનાગઢ અને (ર) પુના જીકાભાઈ વાંદા,ઉ.વ. રર, રહે. પાદરીયા, તા.જી. જુનાગઢ વાળાઓહોવાનું જાણવા મળેલ અને ઈનોવા કારમાં તપાસ કરતાં કારની પાછળની સીટ ઉંચી કરી તેમાં તથા વચ્‍ચેની સીટ ઉપર અને નીચેના ભાગે પરપ્રાંતના ઈંગ્‍લીશ દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલ નંગ-43ર, કિં. રૂા. ર,04,000 ની મળી આવતાં પાઈલોટીંગ માટે ઉપયોગમાં લેવાયેલ હીરો સ્‍પ્‍લેન્‍ડર રજી નંબર જી.જે.11.બી.એમ.9ર1રની કિંમત રૂા.30,000 તથા ઈનોવા કાર રજી.નંબર જી.જે.07.એ.આર. ર606 ની કિં.રૂા.6,00,000 તથા ઈંગ્‍લીશ દારૂ કિં.રૂા.ર,04,000          મળી કુલ કિં.રૂા.8,38,પ00 નો પ્રોહી મુદ્યામાલ કબજે કરી ઉપરોકત ચારેય ઈસમો સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્‍સ. એ.પી. પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફના અબ્‍દુલભાઈ સમા, પ્રફુલ્‍લભાઈ જાની, સંજયભાઈ પદમાણી, ધર્મેન્‍દ્રરાવ પવાર, બાબુભાઈ ડેર, સાર્દુલભાઈ ભુવા, ગોવિંદભાઈ પરમાર, વિજયભાઈ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, ઉમેદભાઈ મહેતા, રાણાભાઈ વરૂ, જગદીશભાઈ ઝણકાત, તુષારભાઈ પાંચાણી, વિજયભાઈ       વાઢેર, ભાવેશભાઈ બોરીસાગર, મધુભાઈ પોપટ, ડ્રાઈવર નુરભાઈ સીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઈ ડેર વિ.એ કરેલ છે.


ચલાલામાં નરેન્‍દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો

અમરેલી જિલ્‍લાનાં ભાજપી ઉમેદવારોને વિજેતા કરવાની હાંકલ સાથે

ચલાલામાં નરેન્‍દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો

નોટબંધીનાં કારણે કોંગ્રેસની કાળી કમાણી વેરવિખેર થઈ ગઈ હોવાનું પણ જણાવ્‍યું

અમરેલી, તા. ર7 આગામી વિધાનસભાની પ્રથમ ચરણનું મતદાન આગામી તા. 9નાં રોજ યોજાનાર છે ત્‍યારે અમરેલી જિલ્‍લાની પ વિધાનસભાની બેઠક માટે પ્રચાર-પ્રસાર કરવા માટે થઈ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે બપોરે ચલાલા આવી પહોંચ્‍યા હતા. નરેન્‍દ્ર મોદીએ જાહેરસભાને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાને દરીયો મળ્‍યો છે. આ દરીયાનાં કારણે કેન્‍દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચે સાગરમાલાના પ્રોજેકટ લાવી રહી છે જેને લઈ આ જિલ્‍લાનાં લોકોને મોટી રોજગારી    મળશે. વધુમાં કેન્‍દ્રની ભાજપા સરકાર ઘ્‍વારા પ્રધાનમંત્રી ફસર વીમા યોજનાના કારણે ખેડૂતોનો વિકાસ થયો છે. અગાઉની સરકારે વીમા માટે ખેડૂતોને ટટળાવતી હતી જયારે હું દિલ્‍હીમાં દિલીપભાઈ સંઘાણીને ત્‍યાં રહેતો હતો ત્‍યારે સાંસદ તરીકે તેઓ ખેડૂતોના વીમાનાં પ્રશ્‍નને લઈ સતત ચિંતા કરતા અને અને તે વખતનાં વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ ખેડૂતોને વીમો મળે તે માટેની કામગીરી હાથ ધરી હતી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ એમ પણ જણાવ્‍યું હતું કે, અગાઉનાં સમયમાં સમગ્રસૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પાણીની અછતનાં કારણે યુવાનોને રોજી-રોટી રળવા માટે પોતાનાં ઘરડા મા-બાપ તથા પરિવાર છોડી અમદાવાદ, સુરત જવું પડતું હતું. ત્‍યારે છેલ્‍લા ર0 વર્ષમાં હવે પરિસ્‍થિતિ બદલાઈ છે. સમગ્ર ગુજરાતનો વિકાસ થયો છે જેને લઈ લોકોને હવે રોજીરોટી માટે થઈ પરિવારને છોડી જવાની જરૂરીયાત નથી. કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતાં નરેન્‍દ્ર મોદીએ જણાવ્‍યું હતું કે, નોટબંધી કરવામાં આવ્‍યા બાદ કોંગ્રેસ 1 વર્ષ પછી પણ તેના શોકમાંથી બહાર આવી નથી. આ નોટબંધીનાં કારણે કોંગ્રેસનોકમાવ દીકરો મૃત્‍યુ પામ્‍યો છે તેવો આક્ષેપ કર્યો હતો. અમરેલી જિલ્‍લામાં પશુપાલન ક્ષેત્રે, ડેરી ક્ષેત્રે હવે આઈસ્‍ક્રીમ પ્‍લાન્‍ટ અને મધનો સૌથી મોટો પ્રોજેકટ પણ સહકારી ક્ષેત્રે લાવવા દિલીપભાઈ સંઘાણીએ જહેમત ઉઠાવી છે. ત્‍યારે ભાજપનાં વિકાસને વધુ  વેગવંતો બનાવવા અમરેલી જિલ્‍લાની તમામ પાંચેય બેઠકો ઉપર ભાજપનાં કમળને આશિર્વાદ આપી વિજય અપાવવા પણ અંતમાં નરેન્‍દ્ર મોદીએ અપીલ કરી હતી. આ પ્રસંગે કેન્‍દ્રીય રાજયમંત્રી પરશોતમ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારી-બગસરા વિધાનસભાનાં ઉમેદવાર દિલીપભઈ સંઘાણી, બાબરા-લાઠીના ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરા, અમરેલીનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ, સાવરકુંડલા વિધાનસભાનાં ઉમેદવાર કમલેશભાઈ કાનાણી,જિલ્‍લા ભાજપનાં મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરા તથા તેમની સમગ્ર ટીમ ઉપસ્‍થિત રહી હતી.