Main Menu

October, 2017

 

લ્‍યો બોલો : દરિયામાં શીપ સાથે બોટ અથડાઇ : સદ્રશીબે જાનહાની ટળી

અમરેલી, તા. 30 અકસ્‍માતો માત્ર રોડ ઉપર જ થાય છે તેવું નથી, રેલ્‍વે અને દરીયામાં પણ અકસ્‍માત થવાની સંભાવના હોય છે. ત્‍યારે, અમરેલી જિલ્‍લાના પીપાવાવ પોર્ટથી પ-6 નોટીકલ માઇલ દુર માછીમારી કરવા નિકળેલ એક બોટ દરીયામાં ઉભેલી એક શીપ સાથે અથડાઇ પડતા માછીમારની બોટનો આગળનો ભાગ તુટી ગયો હતો અને તેમાં પાણી ભરાઇ જવા લાગતા આ બોટમાં રહેલા 9 જેટલા સ્‍ટાફને તથાક્ષતિગ્રસ્‍ત બોટને શીપ સાથે બાંધી કાંઠે લવાઇ હતી. આ અંગે પીપાવાવ મરીન પોલીસમાં સત્તાવાર રીતે જાહેરાત થવા પામી છે. આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ ગામે રહેતા બચુભાઈ સોમાતભાઇ વંશ નામના 40 વર્ષીય મચ્‍છીમાર ગત તા. ર8ના રોજ સવારે જયવંતી પ્રસાદ નામની બોટ નંબર આઇએનડી જી.જે. 14 એમ.એમ. ર0 માં 9 જેટલા લોકોને લઇ દરીયામાં મચ્‍છીમારી કરવા ગયા હતા ત્‍યારે આ બોટમાં રહેલા તમામ લોકો સૂઇ ગયા હતા ત્‍યારે તેમની બોટ રસ્‍તામાં ઉભેલી એક શીપ સાથે પીપાવાવ પોર્ટથી પ-6 નોટીકલ માઇલમાં સમુદ્રમાં અથડાઇ ગઇ હતી જેને લઇ જયવંતી પ્રસાદ નામની બોટનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્‍ત થતા તેમાં પાણી ભરાવા લાગતા આ બોટમાં રહેલા તમામ લોકોને તથા ક્ષતિગ્રસ્‍ત બોટને શીપ દ્વારા બચાવી લઇ દરીયાકાંઠે લાવવામાં આવ્‍યાનું બચુભાઈ સોમાતભાઇ વંશે પીપાવાવ પોલીસ સ્‍ટેશનમાં જાહેરાત કરી હતી.


મેંકડા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા.30 સાવરકુંડલાના મેંકડા ગામે રહેતા મુન્‍ના દેવશી બાબરીયા, બુધા કુરજી ગોરીયા, અશ્‍વિન વલ્‍લભ બાબરીયા, મનસુખ મધુ બાબરીયા, નીરૂ રવજી સનુરા તથા શેલણા ગામે રહેતા મગન મુળજી પરમાર વિગેરે ગઈકાલે સાંજના સમયે મેંકડા ગામે જાહેરમાંતીનપતીનો જુગાર રમતાં હોય, પોલીસે દરોડો કરી રૂા. પ8પ0 સાથે તમામને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


અમરેલી પોલીસે 16 વ્‍યકિતઓને પીધેલી હાલતમાં ઝડપી લીધા

અમરેલી, તા.30 કેન્‍દ્ર શાસીત દિવ અમરેલી જિલ્‍લાની તદન નજીક હોય, અને આ દિવમાં દારૂબંધી ન હોવાના કારણે પીવાના શોખીન લોકો છાસવારે દિવની મુલાકાતે જઈ અને મહેફીલો માણતા હોય છે. ત્‍યારે રવિવાર અને ખાસ રજાના દિવસોમાં દિવના સહેલાણીઓની સંખ્‍યા વધારે હોય છે. તેમાંથી કેટલાક લોકો છાંટો પાણી કરી અને નશો કરેલી હાલતમાં પોતાના ગામભણી પરત જતા હોય છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા પોલીસ આવા શખ્‍સોને ઝડપી લેવા નાકાબંધી કરતી હોય છે. ત્‍યારે ગઈકાલે અમરેલી જિલ્‍લા પોલીસે આવા નશો કરેલી હાલતમાં કુલ અલગ અલગ 16 જેટલા વ્‍યકિતઓને ઝડપી લીધા હતા. રાજુલા પોલીસે ગઈકાલે હીંડોરણા ગામ પાસે વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં દિવ તરફથી આવી રહેલા ભાવનગરના 4 ઈસમો, મહુવાના 3 ઈસમો અને રાજુલાનો 1 ઈસમ તથા વિજપડીના 3ને પીધેલી હાલતમાંઝડપી લીધા હતા. જયારે ધારી પોલીસે હરીપરા નજીક વાહન ચેકીંગ હાથ ધરી નશો કરેલી હાલતમાં નીકળેલા 4 ઈસમોને ઝડપી લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અમરેલીનાંનદીકાંઠેથી દેશીદારૂ ઝડપતી એલ.સી.બી.

અમરેલી, તા. 30 અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચ ર્ેારા આજે બપોરનાં સમયે  મળેલ બાતમીનાં આધારે અમરેલીનાં નદી કાંઠે આવેલ ચારણવાસમાં લખીરામ વિરમભાઈ સહિત પ ઝુંપડામાં દરોડો કરી દેશી દારૂ લીટર 1પપ કિંમત રૂા.4900, આથો લીટર 780 કિંમત રૂા.ર340 સ્‍ટીલની ગોળી નંગ-ર6 કિંમત રૂા. ર600 પતરાનાં ડબ્‍બા નંગ-ર6 મળી કુલ રૂા.9970નાં મુદ્યામાલ સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


સાવરકુંડલા, ચલાલા અને લાઠીમાં ભાજપનું સ્‍નેહમિલન યોજાયું

અમરેલી જિલ્‍લામાં ભાજપ ઘ્‍વારા વિધાનસભા સહ સ્‍નેહ મિલનોનું આયોજન કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલા ખાતે પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને વિશાળ કાર્યકર્તાઓની હાજરીમાં સ્‍નેહ મિલન યોજવામાં આવેલ હતું. આ તકે જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ વિધાનસભાનાં જે દાવેદારો છે તેને ભાજપની પંચ નિષ્ઠા સાથે શપથ લેવડાવ્‍યા હતા. તેમજ કાર્યકર્તાઓને બુથ જીતવા હાંકલ કરી હતી. ત્‍યાર બાદ જિલ્‍લા ભાજપનાં પ્રભારી ભરતભાઈ ગાજીપરા, ધારાસભ્‍ય અને કૃષિમંત્રી વી.વી. વઘાસીયાએ સાવરકુંડલાની જનતાને મળેલા વિકાસનાં લાભો જેવા કે જી.આઈ.ડી.સી., બાયપાસ, એસ.ટી. ડેપો, સિવિલ હોસ્‍પીટલ સહિતની યાદ અપાવી હતી. જયારે સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્‍દ્ર અને રાજય સરકાર ઘ્‍વારા વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. સાથે સાથે કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા રેલવે સુવિધા અને નેશનલ હાઈવેની માહિતી આપી હતી. તેમજ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ અને વિધાનસભાનાં વાલી બાબુભાઈ ઝડફીયાએ શુભેચ્‍છા પાઠવી હતી. જયારે કાર્યક્રમના અઘ્‍યક્ષ દિલીપભાઈ સંઘાણીએ જિલ્‍લામાં થયેલા વિકાસ કાર્યોઅને યુ.પી.એ. સરકારમાં થયેલા ભ્રષ્‍ટાચારો અને કોંગ્રેસનાં ભ્રામક પ્રચારો સામે જાગૃત રહેવા અને જનતાને સાચી માહિતી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. સ્‍વાગત શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકરે કરેલ જયારે આભાર વિધી તાલુકા ભાજપ પ્રમુખ પુનાભાઈ ગજેરાએ કરેલ. આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ જયોત્‍સનાબેન અગ્રાવત, વિસ્‍તારક અશોકભાઈ સોલંકી, તાલુકા અને શહેર ભાજપનાં હોદેદારો, પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વિરાણી, મોરચાનાં હોદેદારો, તાલુકા પંચાયત, નગરપાલીકાના સભ્‍યો, શુભેચ્‍છકો, સરપંચો, ભાજપનાં વરીષ્ઠ આગેવાનો ઉપસ્‍થિત રહેલ. તેમજ ધારી, બગસરા, ખાંભા વિસ્‍તારનું સ્‍નેહ મિલન ચલાલા ખાતે યોજાયેલ. આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી, કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, મહામંત્રી કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, પ્રભારી ભરતભાઈ ગાજીપરા, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, જિલ્‍લા ભાજપ મંત્રી રાજુભાઈ ગીડા, ભરતભાઈ વેકરીયા, હિતેષભાઈ જોષી, મધુબેન જોષી, કાંતીભાઈ સતાસીયા, એ.વી. રીબડીયા, મનસુખભાઈ ગેડીયા, અતુલભાઈ કાનાણી, ધીરૂભાઈ માયાણી, વિપુલભાઈ શેલડીયા, તેમજ શહેર અને તાલુકા ભાજપના મહામંત્રી,મોરચાના હોદેદાર સર્વ બાલુભાઈ મકવાણા, આનંદ ભટૃ, જિલ્‍લા પંચાયત સભ્‍ય ભુપતભાઈ વાળા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખો, કાળુભાઈ ફીંડોળીયા, નરેશભાઈ ભુવા સહિતનાં વરીષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ, શુભેચ્‍છકો ઉપસ્‍થિત રહેલ. આભારવિધી વિપક્ષ નેતા જયરાજભાઈ વાળાએ કરેલ. ચલાલા ખાતે શહેર ભાજપનાં ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જયારે લાઠી ખાતે સ્‍નેહ મિલન કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ. આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, ધારાસભ્‍ય, બાવકુંભાઈ ઉંઘાડ, જિલ્‍લા ભાજપનાં ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, જીતુભાઈ ડેર, મનુભાઈ આદ્રોજા, ભાવનગર જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વિસ્‍તાર હર્ષદભાઈ દવે, મહિલા મોરચાના પ્રમુખ જયાબેન ગેલાણી, મહામંત્રી શીલ્‍પાબેન રાવળ, જિલ્‍લા મંત્રી રંજનબેન ડાભી, પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, સર્વ મંડલ પ્રમુખ મગનભાઈ કાનાણી, લલીતભાઈ આંબલીયા, નિતીનભાઈ રાઠોડ, પ્રિતેશભાઈ નારોલા, પ્રણવભાઈ જોષી, યાર્ડનાં ચેરમેન રાજુભાઈ ભુતૈયા, નગરપાલીકાનાં પ્રમુખ તેમજ નગરપાલીકા સભ્‍યો સંગઠન અને સેલ મોરચાના હોદેદાર, વરિષ્ઠ આગેવાનો ઉપસ્‍થિત રહેલ. આગામી સમયમાં અમરેલી જિલ્‍લામાં મંડલ સઃ શહેર/તાલુકો ભાજપના ચુંટણીકાર્યાલયનો પ્રારંભ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્‍યું છે.


લાઠીનાં પ્રતાપગઢમાં ‘સંત દેવીનાથ સરોવર’નું ખાતમુર્હૂત કરાયું

લાઠીના પ્રતાપગઢ ગામે  ભસંતદેવીનાથ સરોવરભ માટે ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ગામના ઉદ્યોગપતિઓ તેમજ મહાનુભાવોના સન્‍માન કરવામાં આવ્‍યા હતા. ઢોલ- નગારા સાથે રેલી સ્‍વરૂપે જઈ ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા સરોવરનું ખાતમુર્હૂત કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવજીભાઈ ધોળકિયા (હરિકૃષ્‍ણ એકસ), ગોપાલભાઈ વસ્‍તરપરા, માણેકભાઈ લાઠીયા (બી.માણેક એકસ) ભીંગરાડ, ધનજીભાઈ રાખોલીયા (મીનાક્ષીડાયમંડ) અકળા, જયંતીભાઈ (અંજની ગૃ્રપ) એકલેરા, લાલજીભાઈ અંજની ગૃ્રપ, મનજીભાઈ ધોળકિયા (ભામાશા, લાઠી) ભવાની જેમ્‍સ, પ્રાગજીભાઈ કાકડિયા, જરખિયા સહીતના ઉદ્યોગપતિઓ તેમજ વી.ડી.રીંજીયા, ભુપતભાઈ ભાભા, જયેશ લાઠીયા, વિજય ભટ્ટ, નાગજીભાઈ રિઝીયા, રાજુ વાઘાણી, રમણીક સતાની સહિતના બોહળી સંખ્‍યામાં ગ્રામજનો અને સુરત અને અમદાવાદ જેવા શહેરોને પોતાની કર્મભૂમિ બનાવનાર શહેરીજનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમને પ્રતાપગઢના ગ્રામજનો દ્વારા સફળ બનાવ્‍યો હતો.


બાબરામાં રાધેશ્‍યામ પરિવાર દ્વારા આયોજિત રામકથામાં રસતરબોળ થતા ભાવિકો

બાબરામાં રાધેશ્‍યામ પરિવાર દ્વારા રામકથાનું ભવ્‍ય આયોજન અહીંવાસાવડ રોડ પર આવેલ રાધેશ્‍યામ જીનીંગમાં કરવામાં આવ્‍યું છે. અહીં રાધેશ્‍યામ જીનીંગના ભાગીદારો મુસ્‍લિમ ધર્મના છે અને સૌ સાથે મળીને અહીં રામકથાનું આયોજન કરેલ છે. ત્‍યારે આજે રામકથાના ત્રીજા દિવસે ભગવાન રામના જન્‍મની ભવ્‍ય ઉજવણી હિન્‍દુ મુસ્‍લિમ સમાજના લોકોએ સાથે મળી કરી હતી. અહીં રામકથા શાસ્‍ત્રી ગીરીશભાઈ તેરૈયાના સુમધુર મુખથી લોકો મોટી સંખ્‍યામાં શ્રવણ કરી રહયા છે. રાધેશ્‍યામ જીનીંગના અમરશીભાઈ દસલાણીયા, બરકતભાઈ ગાંગાણી, રમજાનભાઈ જીવાણી, નાગજીભાઈ દસલાણીયા, સિરાજભાઈ ગાંગાણી, નરેશભાઈ દસલાણીયા સહિતના પરિવારના સભ્‍યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


અમરેલી લાયન્‍સ કલબ ઓફ રોયલ ર્ેારા રકતદાન કેમ્‍પ, ચક્ષુદાન અને દેહદાનનાં સંકલ્‍પ

અમરેલી, તા. 30 લાયન્‍સ કલબ ઓફ રોયલ ર્ેારા ચિતલ રોડ ગુરૂજીની વાડી ખાતે ભાગવત સપ્‍તાહ જ્ઞાન યજ્ઞ ખાતે સમાજ સેવાનો ઉત્તમ અને આદર્શ રાહ ચિંધી પ્રેરણા રૂપકાર્ય કર્યુ છે. આ જ્ઞાન યજ્ઞ સપ્‍તાહમાં કોરાટ પરિવારના સભ્‍યો ર્ેારા નેત્રદાનનો સંકલ્‍પ લઈ તે અર્થે જરૂરી ઔપચારીકતા પૂર્ણ કરી રેડક્રોસ સોસાયટીની સાવરકુંડલા બ્રાંચને ફોર્મ પત્રક ભરી અર્પણ કર્યુ. તથા દેહદાનનો સંકલ્‍પ કર્યો. તેમાં નેત્રદાનમાં કુલ 80 ફોર્મ ભરાયા તથા દેહદાનમાં 30 ફોર્મ ભરાયા હતા. રકતદાન કેમ્‍પમાં પ0 બોટલ બ્‍લડદાન એકત્ર થયું હતું. જેમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંત મોવલીયા તથા તેમની ટીમ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.


સાવરકુંડલાની શાન સમાન જનતાબાગ કથળતી જતી હાલત

સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં આવેલ પડિતદિન દયાળ ઉપવન જનતાબાગમાં સમગ્ર સાવરકુંડલા તાલુકામાંથી લોકો અહી ફરવા માટે આવે છે. તથા વહેલી સવારે મોટી સંખ્‍યામાં લોકો મોરનીંગ વોક કરવા માટે લોકો અહી આવે છે. છેલ્‍લા ઘણા સમયથી પાલિકા તંત્ર દ્વારા જનતાબાગમાં કોઈપણ જાતની સાફ સફાઈ તથા મેન્‍ટનેસ કે જાળવણી કરવામાં ન આવતી હોવાથી ગંદકી તથા અને ઘાસનું પ્રમાણ વધતું જાય છે. તથા વૃક્ષો અને ફુલ ઝાડને પાણી પાવા માટેની ડ્રોપ લાઈન પણ ટકી ગઈ હોવાથી વૃક્ષો પણ સુકાવા લાગ્‍યા છે. આ બાબતે અહી હરવા ફરવા માટે આવતા નગરજનો દ્વારા મેન્‍ટન્‍સ માટેના કોન્‍ટ્રાકટરને રજુઆત કરવા તેના દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને કહેવાનું કહે છે. અને પાલિકા તંત્ર દ્વારા લોકોને જવાબ આપવામાં આવતા નથી. આ બાબતે સાવરકુંડલા શહેરની શાન જનતાબાગ અને ઓપનથીયેટરમાં સાફ સફાઈ અને                 જાળવણી બાબતે શહેરીજનોમાં નગરપાલિકાના સતાધીશો સામે ભારે રોષ જોવા મળી રહીયો છે.


બાબરા પંથકમાં મગફળીની મૌસમ પુરબહારમાં ખીલી ઉઠી

બાબરા, તા.30 બાબરા તાલુકામાં આ વર્ષે ચોમાસું સારૂ રહેતા મગફળીનું ઉત્‍પાદન પુષ્‍કળ પ્રમાણમાં જોવા મળી રહયું છે. અને રાજય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતો પણ રાહત જોવા મળી રહી છે. બાબરા તાલુકામાં મગફળીની સીઝન પુરજોશમાં જોવા મળી છે. મગફળીને ખેતરમાં ઉપાડવાની કામગીરીમાં ખેડૂતો લાગી ગયા છે.તાલુકાના મોટાભાગના ખેતરોમાં હલર ચાલી રહયા છે. અને ખેડૂતો મગફળીના ખળા ઉપાડી રહયા છે. બાબરા તાલુકામાં 30% જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવ્‍યું છે. અને રાજય સરકાર દ્વારા રૂા.900ના ટેકાના ભાવથી મગફળીની ખરીદી ખેડૂત પાસેથી કરવામાં આવી રહી છે. એટલે ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે.


અમરેલીનાં શહેરીજનોનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો

શહેરની દોઢ લાખની જનતા આગામી ચૂંટણીમાં શાસકો સામે રોષ વ્‍યકત કરશે

અમરેલી, તા. 30 અમરેલી શહેરની દોઢ લાખની જનતાનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકીનાં ગંજ ખડકાયા છે અને જાહેર માર્ગો પર ધુળની ડમરીઓ શ્‍વારોચ્‍છવાસ ર્ેારા શહેરીજનોનાં શરીરમાં જતી હોય છતાં પણ માયકાંગલા શાસકોને કોઈ ચિંતા જોવા મળતી નથી. શહેરનાં સૌથી ક્રીમ વિસ્‍તાર ગણાતા ચિતલ રોડ પર સરકીટ હાઉસથી ઠેબી જળાશયનાં પાળા સુધીનો માર્ગ અતિ બિસ્‍માર બનેલ છે. તેમજ વરસડા રોડ, ચક્કરગઢ રોડ, સ્‍ટેશન રોડ, સહિતનાં રાજમાર્ગો પર કોઈ મોટુ વાહન પસાર થાય તો પાછળ આવતાં શહેરીજનો પર ધૂળનો વરસાદ થઈ રહૃાો છે. તદ્યઉપરાંત, શહેરનાં કયાં માર્ગ પર ગંદકી નથી તે તપાસનો વિષય બનેલ છે. સ્‍વચ્‍છતા અભિયાનનું વસ્‍ત્રાહરણ થઈ રહૃાું  છે. અધિકારીઓ અને પદાધિકારીઓ એ.સી. કારમાં ફરતાં હોવાથી તેઓને કોઈ મુશ્‍કેલી થતી નથી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં શહેરીજનો શાસકો સામે નારાજગી વ્‍યકત કરે તેવો માહોલ જોવા મળી રહૃાો છે.


31-10-2017

thumbnail of AMRELI EXPRESS


અમરેલી ભાજપના કદાવર નેતાઓ સંઘાણી, ઉંઘાડ, સોજીત્રા અને કાછડીયા વચ્‍ચે સમાધાન થયું

ગિલે શિકવે સબ હૈ કલ કી કહાની, પાર્ટી હિત મેં કભી જુદા નહિં હોંગે

હાશકારો : અમરેલી ભાજપના કદાવર નેતાઓ સંઘાણી, ઉંઘાડ, સોજીત્રા અને કાછડીયા વચ્‍ચે સમાધાન થયું

રાજકોટનાં પૂર્વ ધારાસભ્‍ય રમેશ રૂપાપરાએ મઘ્‍યસ્‍થી કરી

અમરેલી, તા. ર8 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે અને પાટીદાર સહિતના સમાજો ભાજપ સામે રોષે ભરાયા છે. તેવા જ સમયે હાઇકમાન્‍ડે જિલ્‍લામાં ભાજપની જુથબંધી દુર કરવા કવાયત શરૂ કરી છે.  જે અંતર્ગત છેલ્‍લા ર0 વર્ષથી દિલીપ સંઘાણી અને બાવકુભાઈ ઉંધાડ વચ્‍ચેના મતભેદ આજે દુર કરવામાં ભાજપના નિરીક્ષક રમેશ રૂપાપરાને સફળતા મળી છે. જાણવા મળતી વિગતો મુજબ આજે સાંસદ કાછડીયાનાં નિવાસ સ્‍થાને સંઘાણી, ઉંધાડ અને કાછડીયા વચ્‍ચેના મતભેદ દુર થયા હોવાનું અને ગઇ ગુજરી ભૂલીને ભાજપને મજબુત કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તદ્‌ઉપરાંત, ગઇકાલે દિલીપ સંઘાણી અને પી.પી. સોજીત્રા વચ્‍ચે ચાલતી ખેંચા ખેંચીનું પણ નિરાકરણ રમેશ રૂપાપરાએ કરાવ્‍યુ હોવાનું પણ જાણવા મળેલ છે.


બાબરામાં દિલીપભાઈ સંઘાણીની બાઈક સવારી

બાબરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ગુલાબદાસ કુબાવત સાથે દિલીપભાઈ સંઘાણીએ બાઈક સવારી કરી સાદગીનો પરિચય આપ્‍યો હતો. રાજયના પૂર્વ કૃષિમંત્રી અને નાસ્‍ફકોબ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુબજ મોભાનું સ્‍થાન ધરાવે છે તેમની સાદગી અને સરળતાનો ભાજપના દરેક કાર્યકરને અનુભવ થયો છે. ત્‍યારે અમરેલી ખાતે બાબરા ભાજપના અગ્રણી ગુલાબદાસ કુબાવતની બાઈક પાછળ બેસી સવારી તેમજ દિલીપભાઈ સંઘાણીએ બાઈક ચલાવતા તેમની પાછળ બેસવાનું ગૌરવ પણ ગુલાબદાસ કુબાવતે વ્‍યકત કર્યુ હતું.


ભુરખીયા ગામમાં અજાણ્‍યા અર્ધ પાગલ યુવાને કરી પોલીસને દોડતી

વા વાયાને નળીયુ ખસીયું…

ભુરખીયા ગામમાં અજાણ્‍યા અર્ધ પાગલ યુવાને કરી પોલીસને દોડતી

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો અને જનતા થયા સતત સતર્ક

અમરેલી, તા. ર8 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા અમલી બની છે. ત્‍યારે આગામી ચૂંટણીમાં તડજોડ કરવાં કે ભયનો માહોલ ઉભો થાય તેવા કેટલાંક પ્રયાસો થતાં હોય છે. ત્‍યારે ગઈકાલે દેશી બોમ્‍બ સાથે કેટલાંક લોકો ગુજરાતમાંથી ઝડપાયા બાદ લોકો વધુ સાવચેત બની ગયા છે. ત્‍યારે આજે એક અર્ધ પાગલ જેવો લાગતો એક અજાણ્‍યો યુવાન ભુરખીયા ગામમાં આટાફેરા લગાવતો હોય, લોકોને અર્ધ પાગલની હાલચાલભેદી લાગતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે પણ આ શંકાસ્‍પદ લાગતા યુવાનની પુછપરછ કર્યા બાદ તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્‍તુઓ મળી નહી આવતા કોઈ અર્ધપાગલ હોવાનું જાણમાં આવતાં તેમના સગા સંબંધીને શોધવા માટે કાર્યવાહી કરી હતી. આવી બાબતને ગંભીરતાથી લઈ અને સાવચેતી રૂપે પોલીસને જાણ કરી દેતા અને પોલીસે પણ આવા વાતાવરણમાં તાત્‍કાલીક ભુરખીયા ગામે પહોંચી જઈ અને દુધનું દુધ અને પાણીનું પાણી કરી નાંખતાં લોકોએ પણ રાહત અનુભવી હતી.


રાજુલાનાં ખેડૂત આધેડ પર હુમલો કરી બાઈક સળગાવ્‍યું

અમરેલી, તા. ર8 રાજુલા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં હનુભાઈ અમરૂભાઈ ખુમાણ નામનાં પ1 વર્ષિય ખેડુત ગઈકાલે સવારે  પોતાનું મોટર સાયકલ નંબર જી.જે. 14 એ.ઈ. 7717 લઈ ચારોડીયા ગામે આવેલ પોતાની વાડીએ જતાં હતા ત્‍યારે રાજુલામાં મફતપરા રોડે પહોંચતાં વડલી ગામે રહેતાં મનુભાઈ બચુભાઈ ધાખડા તથા ર અજાણ્‍યા માણસો પોતાનું મોટર સાયકલ લઈ પાછળથી ભટકાવી ખેડૂત આધેડને ગાળો આપી, મારી નાંખવાની ધમકી આપી અને લોખંડનાં પાઈપ વડે આડેધડ માર મારી છરી કાઢી ઈજા કરી અને ખેડૂત આધેડનું મોટર સાયકલ આ ત્રણેય ઈસમોએ સળગાવી દીધાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


બાબરા નજીક આવેલ કરીયાણા ગામની સીમમાં જાહેરમાં જુગટુ ખેલતા 9ખેંલદાઓ ઝડપાયા

અમરેલી, તા. ર8 બાબરા તાલુકના ઇશ્‍વરીયા ગામે રહેતા બાલાભાઇ હકુભાઈ ખાચર તથા કરીયાણા ગામે રહેતા મનોજ છનાભાઇ રાઠોડ સહિત કુલ 11 જેટલા ઇસમો ગઇકાલે કરીયાણા ગામની સીમમાં પાના વડે તીનપતીનો જુગાર રમતા હોય આ અંગેની બાતમી બાબરા પોલીસને મળતા પોલીસે દરોડો કરી રોકડ રકમ રૂા. 678પ તથા મોટર સાયકલ નંગ-પ કિં.રૂા. 1,રપ,000 મળી કુલ રૂા. 1,31,78પના મુદ્‌ામાલ સાથે 9 ઇસમોને ઝડપી લીધા હતા જયારે કરીયાણા ગામે રહેતા અનુ નનકાભાઇ ધાધલ તથા અશોક બાબુભાઈ નાશી છુટયા હતા. જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


સલડી ગામ પાસે સનેડો અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા યુવકનું મોત : 1 ઘવાયા

અમરેલી-લીલીયા વચ્‍ચે આવેલ

સલડી ગામ પાસે સનેડો અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા યુવકનું મોત : 1 ઘવાયા

અમરેલી, તા. ર8 અમરેલી-લીલીયા વચ્‍ચે આવેલ સલડી ગામે રહેતાં અલ્‍પેશભાઈ મનુભાઈ સાંગાણી નામના રપ વર્ષિય યુવક તથા ભાવેશભાઈ આજે બપોરે લીલીયા ગામે જતાં હતા ત્‍યારે રોડ ઉપર પોતાના હવાલાવાળો સનેડો બંધ પડતાં તેઓ રોડની સાઈડમાં રાખી અને રીપેરીંગ કરતાં હતા ત્‍યારે એક ટ્રકનાં ચાલકે આ બન્‍નેને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરતાં અલ્‍પેશભાઈ નામનાં યુવકનું ગંભીર ઈજા થતા મોત નિપજયું હતું. જયારે તેમની સાથે રહેલા ભાવેશભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણ લીલીયા પોલીસને થતાં પોલીસ બનાવ સ્‍થળે દોડી જઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


અમરેલી નજીક આવેલસાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે યુવકને ઈલેકટ્રીક શોક લાગતા મૃત્‍યુ

અમરેલી, તા. ર8 અમરેલી નજીક આવેલ સાવરકુંડલા બાયપાસ રોડ પર ભરડીયે જવાના રસ્‍તા ઉપર સાંજના સમયેઅમરેલીમાં રહેતા મુન્‍નાભાઈ નાથાભાઈ થળેસા નામનો રપ વર્ષીય યુવક કોઈ કારણોસર વીજપોલ ઉપર ચડયો હતો. ત્‍યારે અકસ્‍માતે તેમને ઈલેકટ્રીક શોક લાગતા તેમનું ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્‍યુ થયું હતું. આ બનાવ અંગે એમ્‍બ્‍યુલન્‍સ 108ના ઈ.એમ.ટી. મહેશ સોલંકી તથા પાયલોટ આરીફ શેખને જાણ થતા તેઓ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને બનાવની જાણ જીઈબીના અધિકારીઓ તથા પોલીસને કરતા બન્‍ને વિભાગો ઘટના સ્‍થળે દોડી જઈ પાવર બંધ કરી વીજપોલ ઉપરથી યુવકના મૃતદેહને નીચે ઉતારી સરકારી દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


અમરેલી ભાજપના કદાવર નેતાઓ સંઘાણી, ઉંઘાડ, સોજીત્રા અને કાછડીયા વચ્‍ચે સમાધાન થયું

રાજકોટનાં પૂર્વ ધારાસભ્‍ય રમેશ રૂપાપરાએ મઘ્‍યસ્‍થી કરીઅમરેલી, તા. ર8 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે અને પાટીદાર સહિતના સમાજો ભાજપ સામે રોષે ભરાયા છે. તેવા જ સમયે હાઇકમાન્‍ડે જિલ્‍લામાં ભાજપની જુથબંધી દુર કરવા કવાયત શરૂ કરી છે.  જે અંતર્ગત છેલ્‍લા ર0 વર્ષથી દિલીપ સંઘાણી અને બાવકુભાઈ ઉંધાડ વચ્‍ચેના મતભેદ આજે દુર કરવામાં ભાજપના નિરીક્ષક રમેશ રૂપાપરાને સફળતા મળી છે. જાણવા મળતી વિગતો મુજબ આજે સાંસદ કાછડીયાનાં નિવાસ સ્‍થાને સંઘાણી, ઉંધાડ અને કાછડીયા વચ્‍ચેના મતભેદ દુર થયા હોવાનું અને ગઇ ગુજરી ભૂલીને ભાજપને મજબુત કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તદ્‌ઉપરાંત,ગઇકાલે દિલીપ સંઘાણી અને પી.પી. સોજીત્રા વચ્‍ચે ચાલતી ખેંચા ખેંચીનું પણ નિરાકરણ રમેશ રૂપાપરાએ કરાવ્‍યુ હોવાનું પણ જાણવા મળેલ છે.


કોંગી આગેવાનો વિરૂઘ્‍ધ ફરજમાં રૂકાવટ સહિતની ગંભીર કલમ સાથે ગુન્‍હો દાખલ કરાયો

ભાજપ સરકારનાં ઈશારે લોકડાયરો બંધ કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ

રાજકીય કાવાદાવાનો ભોગ ગૌ-શાળા અર્થેનો લોકડાયરો બનતા ખળભળાટ

કોંગી આગેવાનો વિરૂઘ્‍ધ ફરજમાં રૂકાવટ સહિતની ગંભીર કલમ સાથે ગુન્‍હો દાખલ કરાયો

અમરેલી, તા. ર8 કાઠી ક્ષત્રિય સમાજના પુંજાબાપુ ગૌસેવક હતા તેઓએ જીવનના અંતિમ ક્ષણ સુધી શહેરમાં રખડતી – ભટકતી ગાયોને સ્‍વખર્ચે નિરણ પુરી પાડતા હતા. અને બિમાર ગાયોની જઠારગણી ઠારી તેમની સારવાર કરાવતા હતા. આવા ગૌસેવકનું અવસાન થયા પછી રાજુલાના ગૌ-સેવકો અને સેવા ભાવી સંસ્‍થાઓ દ્વારા રાજુલા ખાતે સર્વોદય કલ્‍યાણકારી જીવ દયા સંઘના ટ્રસ્‍ટ નીચે પુંજાબાપુ ગૌ-સેવા સદન વિશાળ જગ્‍યામાં ચાલું કર્યુ. સૌરાષ્‍ટ્રભરમાં કદાપિત આ એક જ ગૌ-શાળા એવી છે કે જયા 6પ0 થી વધુ સંખ્‍યામાં બિમાર, લુંલી, લંગડી, આંધળી અને કેન્‍સરગ્રસ્‍ત ગાયો છે. એકપણ દુષાણું ઢોર નથી. ગૌ-શાળાને કાયમી આવકનું કોઈ સાધન નથી. માત્રને માત્ર લોકફાળાથી ગૌ-શાળાનું ગાડું ગબડે છે. છેલ્‍લા છ એક માસના આ ગૌ-શાળાના ઘાસના ગોડાઉનમાં કોઈ આકસ્‍મીક કારણોસર આગ લાગતા લાખો રૂપિયાનું ઘાસ બળી ગયું હતું. આવી સેવાભાવી ગૌ-શાળાને આર્થિક રીતે મદદરૂપ થવા રાજુલાના પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ અને લોકસેવકઅંબરીષભાઈ ડેરે આજથી વીસેક દિવસ પહેલા ખાંભા તાલુકાના ગોરાણા ગામે હનુમાનગાળાના હનુમાનજી મહારાજનો થાળ રાખી સાંજના સાતથી દસ સુધી પુંજાબાપુ ગૌ સેવા સદનના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કર્યુ હતું. તે પ્રમાણે ગઈ કાલે સાંજના સાતથી દસ આજુબાજુના ગામોમાંથી અંદાજે વીસ હજારથી વધુ ગ્રામ્‍યજનો પ્રસાદ સાથે ડાયરાની મોજ માણવા એકઠા થયા હતા. મોટી માનવભીડના કારણે ડાયરો નિયત સમય કરતા દોઢેક કલાક મોડો શરૂ થયો હતો. લોક ડાયરામાં કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયા, વિરજી ઠુંમ્‍મર, જવાહર ચાવડા, ભીખુભાઈ વાડદોરીયા, પંકજ કાનાબાર, કીર્તી બોરીસાગર, પ્રેમજીભાઈ સેજલીયા સહિતના રાજુલા-જાફરાબાદ, ખાંભા તાલુકાના કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. પુંજાબાપુ ગૌ-સેવા સદનની બિમાર, લુંલી, લંગડી, કેન્‍સરગ્રસ્‍ત બિમાર ગાયોના લાભાર્થે આ ડાયરો યોજાયેલો હોય તેમાં સહભાગી થવા આ ડાયરામાં આવેલા માયાભાઈ આહિર અને કીર્તીદાન ગઢવીએ એકપણ પૈસા લીધા વિના ઘરના પ1 – પ1 હજાર રૂપિયા ગૌ-શાળામાં દીધા હતા. અને ડાયરામાં પુરેપુરા ખીલ્‍યા હતા. ભકિતમય વાતાવરણમાં રાત્રીના 11 વાગ્‍યા આસપાસ ખાંભાના મામલતદાર રાયકુંડલીયા અને ખાંભાના ફોજદાર ડી.કે.વાઘેલા પોલીસ સ્‍ટાફ સાથે ડાયરાના સ્‍થળે આવ્‍યાહતા. અને ડાયરાના સંચાલકોને તાત્‍કાલીક માઈકબંધ કરવા જણાવ્‍યું હતું, અંબરીષ ડેરે આ બન્‍ને અધિકારીઓને કહયું હતું કે સાહેબ આ ડાયરો ગૌ-શાળાના લાભાર્થે છે. અહી કોઈ વકતાએ પોતાના પ્રવચનમાં કોઈ રાજકીય વાત કરી નથી માત્રને માત્ર ગૌ-સેવાની જ વાતો થઈ છે. પરંતુ રાજકિય ઈશારે દોડી આવેલા. આ અધિકારીઓએ જામેલા લોક ડાયરાને બંધ કરાવતા ઉપસ્‍થિત રાજુલા-જાફરાબાદ, ખાંભા તાલુકાની ર0 થી રર હજારની જનમેદનીમાં ભારે રોષ ફેલાયો હતો. આજે ખાંભા પી.એસ.આઈ.વાઘેલાએ ડાયરાના આયોજક અંબરીષ ડેર અને ચેતન ભુવા સામે ખાંભા પોલીસ સ્‍ટેશનમાં ફરજમાં રૂકાવટ અને આચારસહિતાના ભંગ સબબ ગુન્‍હો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદની જાણ આ વિસ્‍તારમાં થતા ગૌ-સેવકોમાં અને ગ્રામ્‍યજનોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે. આજે આ બનાવ અંગે અંબરીષ ડેરનો સંપર્ક સાધતા ડેરે રોષ ભેર જણાવ્‍યું હતું કે અમે આહિરો ભગવાન કૃષ્‍ણના વંશજ છીએ અમારા વડવાઓએ ગૌરક્ષા કાજે માથા કપાવ્‍યા છે. જો આ ડાયરાનું આયોજન માત્ર ગૌ-સેવા કાજે કર્યુ હતું. જો અગાઉ પણ હોડાવાળી ખોડીયાર, રાજુલા  ગૌ-શાળા, કામઘેનું ગૌ-શાળા-જાફરાબાદ અને ગઈકાલે પુંજાબાપુ ગૌ-શાળા માટે લોક ડાયરાઓ યોજીને સારી એવી રકમ ખપાવવામાંસહભાગી થયો છું. ગઈકાલના ડાયરામાં પુંજાબાપુ ગૌ-સેવાને 10 થી 1ર લખા જેવો ફાળો થયો છે. જો ડાયરો વધુ ચાલ્‍યો હોત તો આ રકમ ર0 લાખ આજુબાજુ થાત ડાયરામાં વિઘ્‍ન નાખનારાઓને પ્રભુ સતબુદ્ધી અર્પે, માયાભાઈ આહિરે પણ રાત્રે બે વાગ્‍યે રાજયના ગૃહ રાજયમંત્રીનો ટેલિફોનિક સંપર્ક સાધીને ગૌ-શાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં રાજકારણ લાવી ડાયરો બંધ કરાવવાના પગલાને વખોડયો હતો.


અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીની વિપુલ આવક

લાભ પાંચમથી નવા વર્ષ માટે અમરેલી માર્કેટયાર્ડમાં નવી મગફળી, કપાસ સહિતનો વિપુલ જથ્‍થો વેચાણ માટે આવી રહૃાો છે. ત્‍યારે અમરેલી માર્કેટયાર્ડમાં ખેડૂતો વિપુલ પ્રમાણમાં મગફળીની આવક થવા પામી છે. આજે અમરેલી માર્કેટયાર્ડ 1018 કવીન્‍ટલની આવક થવા પામી હતી. જયારે શીંગ મોટીનો ભાવ રૂા. પ7પથી લઈ રૂા.900 સુધીમાં વેચાણ થવા પામેલ હતી.


ખાંભામાં ચિકનગુનિયા અને મેલેરીયાએ માથુ ઉંચકયું

જિલ્‍લાનાં આરોગ્‍ય અધિકારીઓ આળશ ખંખેરે તેવી માંગ

ખાંભામાં ચિકનગુનિયા અને મેલેરીયાએ માથુ ઉંચકયું

ગામનાં સરપંચે અનેક વખત રજુઆત કરી છતાં બહેરાકાને વાત પહોંચતી નથી

ખાંભા, તા. ર8 ખાંભાતેમજ તાલુકાભરમાં ચિકનગુનિયા અને ઝેરી મેલેરીયા જેવા રોગોએ હાહાકાર મચાવ્‍યો છે. ત્‍યારે ખાંભા શહેરમાં ઘરે ઘરે ચિકનગુનિયા અને ઝેરી મેલેરીયાએ માજા મુકી છે. ત્‍યારે આરોગ્‍ય વિભાગની બેદરકારી સામે આવી છે તો હેલ્‍થ વિભાગ ઘ્‍વારા પુરતો સહયોગ નથી મળી રહૃાો. ત્‍યારે ખાંભા ગ્રામ પંચાયત ઘ્‍વારા સ્‍વ ખર્ચે દવાનો છંટકાવ શરૂ કરેલ છે. ત્‍યારે આ રોગો દિવસેને દિવસે વધી રહૃાા છે આરોગ્‍ય વિભાગ વહેલીતકે પગલા ભરે તેવી માંગ ખાંભાના સરપંચે કરેલ છે. ખાંભા શહેરમાં ખુલ્‍લી ગટરો તેમજ મચ્‍છરોનો ઉપદ્રવ વધી રહૃાો છે. ત્‍યારે ખાંભા સરકારી દવાખાનામાં પુરતો સ્‍ટાફ ન હોય રોગચાળાએ માજા મુકી છે. ત્‍યારે લોકો અને દર્દી સવારના જ દવાખાના પર લાઈનમાં ઉભા રહે છે પણ પુરતી સારવાર મળતી ન હોય અને રોજના 300થી વધારે ઓપીડી થાય છે. તેમજ પ્રાઈવેટ દવાખાના પણ ફુલ થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. ત્‍યારે તાલુકા હેલ્‍થ કચેરી ઘ્‍વારા ખાંભાના તમામ વિસ્‍તારમાં ટીમ બનાવી આ રોગને વધુ વકરતો અટકાવવો જરૂરી છે. ત્‍યારે ખાંભા ગ્રામ પંચાયત ઘ્‍વારા સ્‍વખર્ચે શહેરની તમામ ગલ્‍લી અને શેરીમાં દવાનો છંટકાવ શરૂ કરેલ છે. ત્‍યારે ચિકનગુનિયા જેવા ચેપી રોગમાં અસરકારક થતી નથી ત્‍યારે લોકો અવનવા દેશી નુસ્‍ખા અપનાવી રહૃાા છે અને મેડીકલમાંચિકનગુનિયાની પુરતી દવા મળતી નથી અને સરકારી હોસ્‍પિટલમાં પણ દવા ખૂટી ગઈ છે. ત્‍યારે આરોગ્‍ય વિભાગની અતિ જોખમી દવા લોકો માટે હાનીકારક બની રહી છે. ત્‍યારે ખાંભાના સરપંચે અનેક વખત લેખિત રજુઆત કરેલ છે છતાં આરોગ્‍ય વિભાગનાં પેટનું પાણી પણ હલતું નથી.


અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં સિંહ સાથેનો ફોટો વાયરલ થતાં ચકચાર

વિધાનસભાની ચૂંટણી વેળા જ વિવાદ શરૂ થયો

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં સિંહ સાથેનો ફોટો વાયરલ થતાં ચકચાર

વન વિભાગ ર્ેારા કાર્યવાહીકરવા બનાવ અંગે તપાસ શરૂ

અમરેલી, તા. ર8 અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનો સિંહ સાથેનો ફોટો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ધારાસભ્‍ય સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે. ત્‍યારે ધારાસભ્‍યનાં ફોટાને લઈ અમરેલી જિલ્‍લાનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી જવા પામ્‍યો છે. આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ છેલ્‍લા બે દિવસથી અમરેલીનાં કોંગી ધારાસભ્‍ય પરેશ ધાનાણીનાં બે ફોટો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થવા પામ્‍યા છે. જેને લઈ આ ફોટાનાં આધારે ધારાસભ્‍ય ધાનાણી સામે કાર્યવાહી કરવા માટે રાજકીય દબાણ શરૂ કરવામાં આવ્‍યું છે. ત્‍યારે વન વિભાગ પણ હાલમાં આચારસંહિતાનો અમલ શરૂ હોય, આ ફોટાની ચકાસણી કરી રહી છે. તો આ અંગે ધારાસભ્‍ય ધાનાણીએ ભભઅમરેલી એકસપ્રેસભભ સાથે વાતચીત કરતાં જણાવ્‍યું હતું કે, પોતે ખેડૂત છે અને પોતાનું ખેતર ચાંચઈ પાણીયામાં આવેલ હોય અને જંગલમાંથી કેટલાંક સિંહ પોતાની વાડીમાં આવ્‍યા હતા ત્‍યારે આ ફોટો કોઈએ પાડી લઈ અને રાજકીય લાભ લેવા માટે થઈ ફોટાને વાયરલ કરવામાં આવ્‍યો છે. તેઓએ એમ પણ જણાવ્‍યું હતું કે, રેવન્‍યુ વિસ્‍તારમાં આવેલ વાડીનો આ ફોટો હોય શકે છે. કારણ કે તેઓ કયારેય પણ જંગલ વિસ્‍તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા નથી. જેથી તેમનીસામે કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી તેમ ધારાસભ્‍ય ધાનાણીએ જણાવ્‍યું હતું.


હદ થઈ : સાવરકુંડલાના સ્‍મશાનગૃહમાં લાકડાનાં અભાવે મૃતદેહ રઝળી પડે છે

સાવરકુંડલાના સ્‍મશાનગૃહનો વહીવટ નગરપાલિકાએ સંભાળ્‍યા બાદ કુંડલા વિભાગમાં લાકડાો અભાવ થયો છે. ગોડાઉન ખાલીખમ પડયા છે. લાકડા ન હોવાના કરણે સ્‍મશાને આવેલ મૃતદેહો બે-બે કલાક રજળી પડવાની ઘટના છેલ્‍લા આઠ દિવસમાં 10 મરણ થયા છે. ત્‍યારે નગરપાલિકાનાં આવા બેદરકારીભર્યા વહીવટથી લોકોમાં ભારોભાર રોષ વ્‍યાપી ગયો છે. ત્‍યારે છેલ્‍લા 10 વર્ષથી જનકલ્‍યાણ યશ ટ્રસ્‍ટ દ્વારા આ મુકિતધામનો સફળ વહીવટની આજે લોકો યાદ કરે છે. ત્‍યારે આ ટ્રસ્‍ટે દાતાઓના દાનથી પપ લાખની સખાવતથી તમામ જરૂરી સુવિદ્યાઓ ઉભી કરેલ હતી. ત્‍યારે નગરપાલિકાએ આ વહીવટ સંભાળ્‍યા બાદ અગ્નિ સંસ્‍કાર માટે આવેલા પરિવારોને છાણા-લાકડા શોધવા – લેવા ગામમાં જવું પડે એકેવી કમનસીબી કહેવાય ?


અવસાન નોંધ

કુંકાવાવ : કુંકાવાવ મોટી વાળા ભરતભાઈ વિરાભાઈ તથા રાજુભાઈ વિરાભાઈના માતૃશ્રી સ્‍વ. વલબાઈબેન વિરાભાઈ વાળાનું તા.રર/10ના રોજ રામ ચરણ પામેલ છે. તેમનું ઉત્તરક્રિયા (પાણી ઢોંળ) તા.1/11 ને બુધવારના રોજ રાખેલ છે. દામનગર : (તપોધન બ્રાહ્મણ) કાંચરડીના વતની હાલ, દામનગર પોપટલાલ બેચરભાઈ ભટ્ટ (ઉ.વ.90) તે સતીષભાઈ, રાજેશભાઈ, ભરતભાઈ, બહાદુરભાઈ, સ્‍વ.હર્ષાબેન ભાવેશકુમાર જોષી (સુરત)ના પિતાશ્રી, લલીતાબેન લાલશંકર જોષી (બોટાદ)નાં ભાઈ, ભાવેશકુમાર બટુકલાલ જોષી (સુરત)ના સસરાનું તા.ર7/10 ને શુક્રવાર દામનગર મુકામે અવસાન થયેલ છે. સ્‍વ.ની લૌકીક અને ઉત્તરક્રિયા (બન્‍ને) તા.ર/11 ને ગુરૂવારે શિવનગર, દામનગર ખાતે રાખેલ છે. કોટડાપીઠા : સારસ્‍વત બ્રાહ્મણ સ્‍વ. રમણીકલાલ દયારામ સુળીયાનાં ધર્મપતિન ચંપાબેન (ઉ.વ.86)નું તા. ર8/10/17ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તે કિશોરભાઈ, સ્‍વ. દિલીપભાઈ તથા ગીરીશભાઈ તેમજ મીનાબેન મહેશકુમાર સોનપાલ, ભારતીબેન દિનેશકુમાર ખીરા-રાજકોટનાં માતુશ્રી તથા રાજેશ, રાધેન, કરીશ્‍માના દાદીમાં થાય. તેમનું ઉઠમણું તા.30/10/17ને સોમવારના રોજ સાંજે 3 થી પ તેમના નિવાસ સ્‍થાને કોટડાપીઠા ખાતે રાખેલ છે. સાવરકુંડલા : (હિન્‍દુ મરણ) સાવરકુંડલા નિવાસી નટુભાઈ માધાભાઈ સોલંકીના પુત્ર સુરેશભાઈ સોલંકી (ઉ.વ.રર)નું તા.ર6 ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.30 ને સોમવારના રોજ સવારે 8 કલાકે ખાદી કાર્યાલયની ડાબી બાજુ, સાવરકુંડલા ખાતે રાખેલ છે. સાવરકુંડલા : (બ્રાહ્મણ મરણ) સાવરકુંડલા મહિલા કોલેજના પુર્વ પ્રિન્‍સિપાલ બળવંતભાઈ કલ્‍યાણજીભાઈ મહેતાનું તા.ર1 ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.ર9 ને રવિવારે પરશુરામ ઉપવન સા.કુંડલા ખાતે 3 થી 6 રાખેલ છે. સાવરકુંડલા : (મુસ્‍લિમ મરણ) મર્હૂમ કાજી અહેમદભાઈ બચુભાઈ મલેક (ભેશુંવાળા) ઉ.વ.68 નું તા.ર8 ના રોજ અવસાન થયેલ છે. તેમની જીયારત તા.30 ને સોમવારે સવારે 10 થી 11 મદિના મસ્‍જીદ ખાતે રાખેલ છે. હિન્‍દુભાઈઓનું બેસણું તા.30 ને સોમવારે સાંજે 4 થી 6 સિપાહી જમાત ખાના, આઝાદ ચોક, સાવરકુંડલા ખાતે રાખેલછે.


શેખપીપરીયા ખાતે આસ્‍થાભેર મસ્‍જીદનું ઉદ્‌ઘાટન કરાયું

લાઠી નજીક આવેલ શેખપીપરીયા ગામે હજીર મસ્‍જીદનું નિર્માણ થયા બાદ તેમનું ઉદઘાટન કરવામાં આવેલ. આ તકે ચમારડીનાં ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરા, મનજીભાઈ ધોળકીયા, બાલુભાઈ ભાદાણી, ગોવિંદભાઈ ધોળકીયા, સવજીભાઈ ધોળકીયા, જીંગાબાપુ કાદરી વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા હતા.


દુધાળાનાં હરિકૃષ્‍ણ સરોવર ખાતે સંગીત સંઘ્‍યા યોજાઈ

લાઠીના દુધાળાનાં વતની ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા ર્ેારા હરિકૃષ્‍ણ સરોવરે સંગીત સંઘ્‍યા યોજાયેલ. રાજસ્‍થાની કલાકારો ર્ેારા રાજસ્‍થાની લોકસંગીતનો ભવ્‍ય લોક ડાયરો યોજાયો. તેમાં લાઠી અને આજુ બાજુ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોએ આ ડાયરાની મજા લીધી હતી. તેમાં લાઠીનાં ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકીયા સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.


29-10-2017

thumbnail of amreli express


બાબરામાં પૂજય જલારામબાપાની ર18મી જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

જય જલારામ ટ્રસ્‍ટ ર્ેારા આયોજીત પૂજય જલારામ બાપાનીજન્‍મ જયંતીની ઉજવણીમાં મોટી સંખ્‍યામાં રઘુવંશી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. વહેલી સવારે જલારામબાપાના મંદિરેથી ભવ્‍ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી જે શહેરના મુખ્‍ય માર્ગ પર ફરી મંદિરે ફરી હતી ત્‍યાર બાદ બપોરે પૂજય બાપાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાબરા ગામના તમામ લોકો ર્ેારા મહાપ્રસાદનો લાભ લીધો હતો. જય જલારામ ટ્રસ્‍ટના પ્રમુખ નંદલાલભાઈ કોટક અને મહેશભાઈ પલાણ સહિતનાં રઘુવંશી સમાજનાં ભાઈઓ ર્ેારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.