Main Menu

amreliexpress

 

કેરાળા ગામનાં પાટીયા નજીક ભાર રીક્ષા પલ્‍ટી જતાં ચાલકનું મોત

એકસલ તૂટી જતાં અકસ્‍માતની ઘટના બની

અમરેલી, તા. ર0

અમરેલી-લાઠી વચ્‍ચે આવેલ કેરાળા ગામનાંપાટીયા પાસે ભાર રીક્ષાની એકસલ તૂટી જતાં રીક્ષા ચાલકનું ગંભીર ઈજાઓ થવાનાં કારણે મોત નિપજયું હતું. જયારે આ રીક્ષામાં બેઠેલા લોકોને નાની-મોટી ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ચાવંડ ગામે રહેતા દીલીપપરી ભુપતપરી ગૌસ્‍વામી ગત તા.18નાં રોજ બપોરે પોતાના હવાલાવાળી છકડો રીક્ષા પુર ઝડપે ચલાવી અને અમરેલી-લાઠી રોડ વચ્‍ચ ેઆવેલ કેરાળા ગામનાં પાટીયા પાસેથી પસાર થતાં હતા ત્‍યારે અચાનક જ આ રીક્ષાની એકસલ તૂટી જતાં રીક્ષા રોડ સાઈડમાં પલટી જતાં આ રીક્ષા ચાલકનું ગંભીર ઈજા થવાનાં કારણે મોત થયું હતું જયારે અન્‍ય લોકોને નાની-મોટી ઈજાઓ થતાં જીતુભાઈ ગંભીરભાઈ વાસકલાએ લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને પ્રચંડ જનસમર્થન

ર દાયકા બાદ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા મજબુત બનાવનાર

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને પ્રચંડ જનસમર્થન

વર્ષો બાદ કોઈ અધિકારીને જનતા જનાર્દનનું પ્રચંડ સમર્થન મળી રહૃાું છે

અમરેલી, તા. ર0

અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકે થોડા દિવસોથી ફરજ બજાવતાં નિર્લિપ્‍ત રાયની લોકચાહનામાં જબ્‍બરદસ્‍ત ઉછાળો જોવા મળી રહૃાો છે અને જો ગૃહ વિભાગ ઘ્‍વારા બદલી કરવામાં આવશે તો જનતા જનાર્દન પ્રચંડ વિરોધ કરશે તેવો માહોલ જોવા મળી રહૃાોછે.

તાજેતરમાં અમરેલીનાં પીએસઆઈ એન.જી. ગોસાઈએ પોલીસ અધિક્ષક પર માર માર્યાનો આક્ષેપ કરીને સિવિલ હોસ્‍પીટલમાં દાખલ થયા બાદ આ પ્રકરણને લઈને પોલીસ બેડા સહિત સમગ્ર જિલ્‍લામાં ભારે ચકચાર મચી ગઈ હતી.

જો કે પોલીસ અધિક્ષકે આક્ષેપોને ફગાવી દીધા હતા અને પીએસઆઈએ એક મારામારીનાં ગુન્‍હાનાં આરોપીનાં રીમાન્‍ડ મેળવવામાં નિષ્‍ફળ રહૃાા હોવાથી ખોટો આક્ષેપ કરી રહૃાાનું જણાવીને દુધનું દુધ અને પાણીનું પાણી કરી દીધું હતું.

રાજયનાં ગૃહવિભાગે અમરેલી જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની કથળેલી પરિસ્‍થિતિને સુધારવા માટે નિષ્ઠાવાન અધિકારીને પોલીસ અધિક્ષક તરીકે જવાબદારી સોંપી છે. અને તેમનાં આગમન અને કાર્યશૈલીથી જિલ્‍લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર જબ્‍બરી રોક આવી છે. અને માથાભારે શખ્‍સો બેનંબરનાં ધંધા છોડીને સીધી લાઈનમાં આવી જતાં જિલ્‍લાની જનતામાં પોલીસ અધિક્ષક પ્રત્‍યે ભારે અહોભાવ જોવા મળી રહૃાો છે.

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની કામગીરીથી અનેક મુસીબત થઈ રહી હોય આ અધિકારીની બદલી થાય તે માટે અનેક વ્‍યકિતઓ ખાનગીમાં પ્રયાશ કરી રહૃાાનું જાણીને જિલ્‍લાની જનતા પોલીસ અધિક્ષકનાં સમર્થનમાં આવી છે.

જિલ્‍લામાં ર દાયકા બાદ કોઈ અધિકારી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં સફળ રહૃાાછે. ત્‍યારે આ અધિકારી હજુ ર વર્ષ અમરેલી ખાતે ફરજ બજાવે તેવી ઈચ્‍છા જનતા જનાર્દન દર્શાવી રહી છે.


બરવાળા બાવીશીમાં જુગાર રમતા 7 પતાપ્રેમીઓ ઝડપાયા

 

અમરેલી, તા.ર0

વડીયા નજીક આવેલ બરવાળા બાવીશી ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા 7 આરોપીઓની રૂપિયા 1.84 લાખનાં મુદ્‌ામાલ સાથે અટકાયત થતાં ભારે ચકચાર મચી છે.

ઝડપાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા – પરર80, મોબાઈલ નંગ-6, બાઈક નંગ-પ પણ કબ્‍જે લેવામાં આવેલ છે.

ઝડપાયેલ આરોપીઓમાં અરવિંદભાઈ પટોળીયા, ભુપતભાઈ મોવલીયા, ભનુભાઈ દેસાઈ, મનજીભાઈ ડોબરીયા, ભરતભાઈ ગેવરીયા, અને અશોકભાઈ વાળાનો સમાવેશ થાય છે.

સ્‍થાનીક પી.એસ.આઈ. જી.ડી. આહીર અને સ્‍ટાફે આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.


અમરેલી અને દેવળકી ખાતે જુગાર રમતાં ર0 પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા સમગ્ર જિલ્‍લામાં જુગાર રમતાં ઈસમો સામે કડક કાર્યવાહીકરવા માટે આપેલ સૂચના અનુસાર અમરેલી જિલ્‍લામાં ગઈ કાલે અમરેલી નજીક રંગપુર રોડ ઉપર તથા વડીયાનાં દેવળકી ગામે પોલીસે દરોડા પાડી રૂા.3 લાખ ઉપરાંતનાં મુદ્યામાલ સાથે ર0 જેટલા બાજીગરોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં અમરેલી જિલ્‍લામાં જુગારરમવાની કુટેવ ધરાવતાં શખ્‍સોમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી નજીક રંગપુર રોડ ઉપર ગઈકાલે રાત્રીનાં 10.30 કલાકે અમરેલીમાં રહેતાં સુરેશ શાંતિલાલ ધાનાણી, સૈયદબીન હુસેનભાઈ હમજા સહિત 10 જેટલા ઈસમો જાહેરમાં પૈસા વડે હારજીતનો જુગાર રમતાં હોય,આ અંગે અમરેલી તાલુકા પોલીસનાં પી.એસ.આઈ. એચ. એચ. સેગલીયા તથા જી. વી. જાડેજાને બાતમી મળતાં જેશીંગપરા, રંગપુર રોડ ઉપર ધસી જઈ દરોડો કરી રોકડ રકમ રૂા.39 હજાર, મોબાઈલ ફોન નંગ-8 કિંમત રૂા.ર0 હજાર, મોટર સાયકલ નંગ-7 કિંમત રૂા.1,9પ,000 મળી કુલ રૂા.ર,પ4,000ના્ર મુદ્યામાલ સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે વડીયા તાલુકાનાં દેવળકી ગામે રહેતાં જગદીશ જીવરાજભાઈ સોનાગઢ, પ્રકાશ ભુપતભાઈ વાઘેલા સહિત 10 જેટલાં ઈસમો ગઈકાલે જાહેરમાં પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતાં હોવાની બાતમી વડીયાનાં પી.એસ.આઈ. જી. ડી. આહીરને મળતાં તેઓ પોતાના સ્‍ટાફ સાથે ધસી જઈ દરોડો પાડી જુગાર રમી રહેલાં તમામ 10 આરોપીને રોકડ રકમ રૂા.30630, મોબાઈલ નંગ 9 કિંમત રૂા.1પપ00 મળી કુલ રૂા.46130નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


બાબરાનાં કરીયાણા ગામે શ્રમિકમહિલાને ઢીકાપાટુનો માર મારી અપમાનિત કર્યા

અમરેલી, તા. ર0

બાબરા તાલુકાનાં કરીયાણા ગામે રહેતાં ખેતમજુરી કામ કરતાં હંસાબેન રસીકભાઈ રાઠોડ તથા સાહેદ ગઈકાલે બપોરે મોટર સાયકલ ઉપર વાડીએ જતાં હતા ત્‍યારે કરીયાણા ગામે રહેતાં ધીધુ ઉર્ફે જેન્‍તી નાગજીભાઈ ઝાપડીયા સહિત ચાર ઈસમોએ રોકી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારતાં આ મહિલાને પેટમાં લાગી જતાં પેટનો દુઃખાવો શરૂ થઈ જતાં આ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાતા નાયબ પોલીસ અધિક્ષક એલ. બી. મોણપરાએ વધુ તપાસ હાથ          ધરી છે.


બાબરાનાં ચરખા ગામે મહિલાને વાળ પકડી ઢીકાપાટુનો માર્યો માર

ત્રણ મહિલા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ

અમરેલી, તા. ર0

બાબરાનાં ચરખા ગામે રહેતાં ગીતાબેન શ્‍યામજીભાઈ ઉઘરેજીયા નામની મહિલાનાં ઘર ઉપર પથરા ફેંકતા હોય, જેથી તેણીએ ના પાડતાં વિનુભાઈ વશરામભાઈ કાવડીયા, શોભાબેન વિનુભાઈ, ગીતાબેન તથા કાંતાબેને વાળ પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ફરિયાદ કરવા જઈશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


થોરડી ગામે સામાન્‍ય બાબતે ખેડૂત યુવક પર 4 શખ્‍સોએ હુમલો કર્યો

અમરેલી, તા. ર0

સાવરકુંડલા તાલુકાનાં આદસંગ ગામે રહેતાં અનેખેતિકામ કરતાં મેહુલભાઈ પુજાભાઈ ચાંદુ નામનાં ર9 વર્ષિય ખેડૂત યુવક ગત તા.17ના સાંજે રાજુલાથી આદસંગ ગામે આવતા હતા ત્‍યારે થોરડી ગામે પહોંચતા થોરડી ગામે રહેતાં ભોળાભાઈ તેમનું મોટર સાયકલ લઈ આડા ઉતરતાં આ ખેડૂતે આ રીતે મોટર સાયકલ ચલાવવાની ના પાડતાં ભોળાભાઈ, જીણાભાઈ, લાલો તથા જયસુખભાઈએ ઉશ્‍કેરાઈ જઈ લોખંડનાં પાઈપ, તલવાર જેવા હથીયારો વડે આડેધડ માર મારી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.


પરેશ ધાનાણી, હાર્દિકપટેલ, અલ્‍પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ભાજપ સરકાર માટે 4 યુવાનો માથાનાં દુઃખાવારૂપ

તમામ યુવાનો દિભઉગેને કોઈને કોઈ નિવેદન કે કાર્યક્રમ કરીને સરકાર સામે બાથ ભીડે છે

અમરેલી, તા. ર0

ગુજરાતમાં છેલ્‍લા 3 વર્ષથી 4 યુવાનો ભાજપ સરકાર સામે બાંયો ચડાવીને ભારે લોકપ્રિય બન્‍યા છે. તો 4માંથી 3 યુવાનો તો ધારાસભ્‍ય બની જતાં મીડિયા જગતને પણ તેનાં નિવેદન અને કાર્યક્રમોની નોંધ લેવી પડે છે.

આજથી ત્રણ વર્ષ પહેલા રર વર્ષનાં પાટીદાર યુવક હાર્દિક પટેલ સૌપ્રથમ વિસનગરમાં અને બાદમાં રપમી ઓગષ્‍ટ ર01પનાં રોજ અમદાવાદનાં જીએમડીસી મેદાનમાં પાટીદાર અનામતની માંગ સાથે ઐતિહાસિક રેલી કરીને તેની શકિતનો પરિચય ભાજપ સરકારને કરાવ્‍યા બાદ અનેક પ્રકારનાં કેસ તેની સામે થયા. જેલવાસ થયો છતાં પણ તેમણે હિંમત હારી નથી અને આજે પણ તેનો સંઘર્ષ યથાવત જોવા મળી રહૃાો છે. અને તે આગામી રપમી ઓગષ્‍ટથી પુનઃ આંદોલન શરૂ કરી રહૃાો છે.

હાર્દિક પટેલનાં આંદોલન બાદ તુરત જ અલ્‍પેશ ઠાકોરે ઓબીસી એકતા મંચનાં નેજા તળે તો જીજ્ઞેશ મેવાણીએ દલિતોનાં પ્રશ્‍ને રાજય સરકાર સામે બાથ ભીડી. જેમાં અલ્‍પેશ ઠાકોર કોંગ્રેસ તરફથી અને જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસનાં સમર્થનથી ધારાસભ્‍ય બની ગયા છે. બીજી તરફ કોંગ્રેસનાં અમરેલીનાં યુવાધારાસભ્‍ય પરેશ ધાનાણીને રાહુલ ગાંધીએ વિપક્ષી નેતા બનાવતાં તેઓ પણ છેલ્‍લા થોડા દિવસોથી મગફળીકાંડને લઈને ભાજપ સરકાર પર ભીંસ વધારી રહૃાા હોય હાલ ગુજરાતમાં પીઢ અને અનુભવી નેતાઓને બદલે ઉપરોકત ચારેય યુવાનો કોઈને કોઈ કાર્યક્રમ થકી હંમેશા મીડિયામાં ચમકતા રહે છે અને તમામનો માર્ગ અલગ-અલગ છે. પરંતુ મંઝિલ એક જ છે ભાજપ સરકારને કેવી રીતે ઘેરી શકાયા.


નાશતા ફરતાં ર આરોપીને એસઓજીએ દબોચી લીધા

અમરેલી,તા.ર0

પોલીસ અધિક્ષક નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લાપોલીસ તંત્રને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમાં વધુ આરોપીઓ મળે તેવા પ્રયત્‍નો કરવા સુચના કરેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી.ના પોલીસ ઈન્‍સ. આર.કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ છેડતીના ગુન્‍હામાં છેલ્‍લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને સાવરકુંડલા ખાતેથી આજ રોજ ઝડપી પાડવામાં સફળતા

મળેલ છે.

(1) સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં. 41/ર016 ઈ.પી.કો.ક. 3પ4, પ09, 114 વિ. મુજબના ગુન્‍હાના કામે છેલ્‍લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી પંકજભાઈ અશ્‍વીનભાઈ સોંડાગરા ઉ.વ.39 રહે. સાવરકુંડલા નેસડી રોડ ખોડીયાર નગર હાલ સુરત શીવનગર આજરોજ સાવરકુંડલા ખાતેથી ચોક્કસ બાતમી આધારે ઝડપી પાડવામાં આવેલ છે. અને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

(ર) અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં. 10પ/ર014 ઈ.પી.કો.ક. 363, 366, 367 તથા પોલકો એકટ કલમ 4,8,18ના ગુન્‍હામાં આરોપી પ્રહલાદજીદ રાણાજી કુડેસીયાનાઓની જે તે વખતે ધરપકડ કરવામાં આવેલ હતી. અને ત્‍યાર બાદ નામદાર કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ હતા. અને મજકુર આરોપી સને : ર014ના વર્ષમાં જામીન ઉપર છુટયા બાદ કોર્ટમાં મુદતે હાજર રહેલ નથી. અને કોર્ટ દ્વારા મજકુરઆરોપીના અવાર-નવાર વોરંટ કાઢવામાં આવેલ પરંતુ આરોપી મળી આવતો ન હોય જેથી બળાત્‍કાર જેવા ગંભીર ગુન્‍હાનો આરોપી કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી કોર્ટમાં કેસ ચાલી શકતો ન હોય જેથી કોર્ટ દ્વારા પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવેલ જે અન્‍વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર.કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.ને આરોપીને ઝડપી પાડી વોરંટની બજવણી કરવા સુચના

કરેલ હતી.

આજ રોજ અમરેલી એસ.ઓ.જી. ટીમે આરોપીને પ્રહલાદજી રાણાજી કુડેસીયાનાઓની ગાંધીનગર અડાલજ ખાતેથી ઝડપી પાડી વોરંટની બજવણી કરી નામદાર કોર્ટમાં આરોપીને સોપી આપેલ છે.


માનવ મંદિરે ખીલી ઉઠયું મેઘધનુષ્‍ય           

   હાલ વરસાદી વાતાવરણ હોઈ આકાશમાં ભાગ્‍યે જ આખુ મેઘધનુષ્‍ય જોવા મળતું હોય છે. એમાં પણ ધરતીને છેક અડીને ખીલી ઉઠતો આ નજારો જોવા મળે તેવી વિરલ ઘટના તો કયારેક જ જોવા મળે છે. ત્‍યારે આજે સાંજે સાવરકુંડલાના માનવ મંદિરે કુદરતે પોતાની અવકાશી કલાનો અનમોલ નજારો કેટલીક મિનિટો માટે પ્રસ્‍તુત કર્યો હતો. જેને માનવ મંદિરના ભકિતબાપુ સહિત મનોરોગીઓ અને આવેલા મહેમાનોએ આ નજારો માણ્‍યો હતો. મનને અભિભૂત કરતી આ અવકાશી કુદરતી કલા જોઈ નજરે જોનારા વાહ વાહ પોકારી ઉઠયા હતા.


સાવરકુંડલાનાં મહિલા કોંગી કાર્યકરોનો યાત્રા પ્રવાસ યોજાયો

               પવિત્ર શ્રાવણ માસ નિમિતે સાવરકુંડલા શહેર મહિલા કોંગ્રેસના મહિલા કાર્યકરોને શ્રી સોમનાથ મહાદેવ મંદિર (વેરાવળ), શ્રી દ્વારકાધિશ મંદિર (દ્વારકા), શ્રી સુદામા મંદિર (પોરબંદર)ના દર્શન તેમજ યાત્રા કરાવવામાં આવી. જેસર રોડ પૂર્વ પ્રમુખ નગરપાલિકા કુંદનબેન અઢીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન ચુડાસમા, ભાવિતાબેન અને 3પ મહિલા કોંગ્રેસ કાર્યકરોને યાત્રા દર્શન કરાવવામાં આવ્‍યા. સાથે શશીકાંતભાઈ અઢીયા, હિતેશ જયાણી, જયેશભાઈ ગોર દ્વારા ત્‍યાં રહેવા જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી


સાવરકુંડલા શહેર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી બાજપેયીજીને શ્રઘ્‍ધાંજલિ પાઠવામાં આવી

               સાવરકુંડલા શહેર ખાતે જે.વી.મોદી હાઈસ્‍કૂલના કોમ્‍યુનિટી હોલમાં માતૃભૂમિ વંદના પરિવાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્‍ન અટલ બિહારી વાજપેયીને શ્રઘ્‍ધાંજલિ પાઠવામાં આવી હતી આ તકે સાવરકુંડલા શહેરમાંથી મોટી સંખ્‍યામાં લોકો હાજર રહી શ્રઘ્‍ધાંજલિ પાઠવી હતી.


શીતલ ઈન્‍ડસ્‍ટ્રીઝ 10 દિવસમાં ફરી ધમધમતી જશે : ભુપતભાઈ ભુવા

શીતલ ઈન્‍ડસ્‍ટ્રીઝ 10 દિવસમાં ફરી ધમધમતી જશે : ભુપતભાઈ ભુવા

અકસ્‍માતે આગ બાદ એમ.ડી.એ ગ્રાહકોને આપેલો વિશ્‍વાસ

અમરેલી, તા.ર0

અમરેલી જિલ્‍લો જયારે ઉદ્યોગવિહોણો છે. ત્‍યારે જિલ્‍લાના હજારો લોકોને રોજી-રોટી આપતી શીતલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બુધવારના રોજ નમકીન યુનિટમાં અકસ્‍માતે આગ લાગી હતી.

આ ઘટના બાદ શીતલ આસ્‍ક્રીમના મેનેજીંગ ડાયરેકટર ભુપતભાઈ ભુવાએ સંજોગ ન્‍યુઝ સાથે વાત કરતા જણાવ્‍યુંહતું કે, માત્ર 10 દિવસની અંદર જ આ યુનિટ ફરી ધમધમતું બનશે અને પહેલા કરતા પણ બમણી ઝડપે પ્રોડકશનનું કામ શરૂ થશે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, જો શીતલ ઈન્‍ડસ્‍ટ્રીઝ લાંબો સમય બંધ રહે તો તેના પર નભતા પરિવારો મુશ્‍કેલીમાં મુકાય. આથી આ લોકોને મુશ્‍કેલી ન પડે તે માટે બને તેટલી ઝડપથી આધૂનિક ટેકનોલોજીથી ફરી વખત ઈન્‍ડસ્‍ટ્રીઝનું કામ શરૂ કરવાનો પ્રયત્‍ન કરવામાં આવી રહયો છે. અને આગામી દિવસોમાં શીતલ પોતાની ફેકટરીમાં પ્રોડકશન શરૂ કરશે.


અવસાન નોંધ

 

બગસરા : બગસરા નિવાસી સનુબા માલધનભાઈ ગોરવયાળા     (ગઢવી) (ઉ.વ. 6પ) તે પ્રતાપભાઈનાં માતુશ્રીનું તા.19 નાં અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. ર7 સોમવારનાં રાખેલ છે.

સાવરકુંડલા : અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી અને પત્રકાર ઈકબાલ ગોરીનાં કાકા તથા સલીમ ગોરી (ભાણો)નાં પિતા હાશમભાઈ જમાલભાઈ ગોરી, (ઉ.વ.74) આજરોજ અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મહુર્મની જીયારત તા.રર/8 ને બુધવારનાં રોજ અસરની નમાઝ બાદ નુરાની મદ્રાસામાં રાખેલ છે. અને ઔરતોની જીયારત કાપડીયા સોસાયટીમાં રાખેલ છે.

ચલાલા : ખંડેરાવ શ્‍યામરાવ પવાર (ભૂતપુર્વ આચાર્ય ભુવા પ્રા. શાળા) (ઉ.વ.74) તે કિશોરભાઈ (પીજીવીસીએલ) હરેશભાઈ, રમેશભાઈ, ભાવેશભાઈ તથા ભરતભાઈના પિતાનું અવસાન તા.19/8 ના રોજ થયેલ છે. બેસણું તા.ર3/8 ગુરૂવારના તેમના નિવાસસ્‍થાને, સ્‍ટેશન રોડ, ચલાલા ખાતે સાંજના 4 થી 6 રાખેલ છે.


દામનગરમાં યોજાયેલ ઐતિહાસિક પાલખી યાત્રા

              દામનગર શહેર દરેક સંતુદાય આયોજિત ઐતિહાસીક પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શહેરનાં દરેક ધાર્મિક સ્‍થાનો દ્વારા પાલખી યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પાલખી યાત્રામાં જુદી-જુદી સંસ્‍થાઓ, ધાર્મિક સંગઠનો તેમજ વિશાળ સંખ્‍યામાં શહેરીજનો જોડાયા હતા.


ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં 1પમી ઓગષ્‍ટ પર્વની શાનદાર ઉજવણી

               ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભભગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયભભમાં 7રમાં સ્‍વાતંત્ર્ય દિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ શાળાના સંચાલક મહેશભાઈ મહેતા તથા શાળાના આચાર્યા શિતલબેન દ્વારાઘ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના વડા રતિદાદાએ આપણે દેશ પ્રત્‍યે પોતાની નિષ્ઠા તથા રાષ્‍ટ્રપ્રેમને ઉજાગર કરી ભારત નિર્માણ કાર્યને વેગ આપવો જોઈએ તેવું પ્રાસંગિક પ્રવચન આપ્‍યું હતું. ધોરણ-9ની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભકિત નાટક રજૂ કર્યું હતું. સાથે ધોરણ-પ થી 1રના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીત સ્‍પર્ધા રાખવામાં આવી હતી. વિશેષમાં રાજયની સૌથી ઝડપી સેવા એવી 108ની ટીમ દ્વારા શાળામાં તમામ બાળકોને તેના ઉપયોગની તથા સારવારની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્‍ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


અમરેલીમાં ‘‘વર્લ્‍ડ ફોટોગ્રાફસ ડે”ની ઉત્‍સાહભેર ઉજવણી

               અમરેલી જિલ્‍લાનાં ફોટોગ્રાફર્સ તથા વીડીયોગ્રાફર્સની તમામ પ્રાથમિક સમસ્‍યા નિવારવા તથા સંગઠન મજબુત બનાવવાનાં આશયે સ્‍થાપિત અમરેલી જિલ્‍લા ફોટોગ્રાફર્સ એન્‍ડ વીડીયોગ્રાફર્સ એસો. ર્ેારા વર્લ્‍ડ ફોટોગ્રાફર્સ ડેની ઉજવણી કરવાનાં હેતુ સારૂ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ સેમિનારનાં અઘ્‍યક્ષ સ્‍થાને ફોટોપાર્ક કલર લેબનાં માલિક પ્રિતેશભાઈ તન્‍ના તથા મુખ્‍ય મહેમાન પદે પ્રતિબિંબ કલર લેબનાં પંકજભાઈ, એસોસિએશન પ્રમુખ વસંતભાઈ બાવીશી, વિરાજભાઈ, ભરતભાઈ સાવલીયા, અશોકભાઈ, રાજુભાઈ ગઢીયા, અમીતજાની, ભરતભાઈ ભટ્ટ, વિશ્‍વાસ વાઘેલા, બંધન આર્ટનાં અમીતભાઈ એસો.ના ધારી-બગસરા- સાવરકુંડલા, લીલીયા, દામનગર, બાબરા, લાઠી વિ. તાલુકા પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહૃાાં હતા. સેમિનારનાં પ્રારંભે સૌનું શબ્‍દોથી સ્‍વાગત વિરલભાઈ ભટ્ટ ર્ેારા તથા દીપ પ્રાગટય મંચસ્‍થ મહેમાનો ર્ેારા કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સુંદર આયોજન બદલ એસો.નાં પ્રમુખ વસંતભાઈ બાવીશી તથા મુખ્‍ય વકતા અને સહયોગી દાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યવકતા સાથીયા સ્‍ટુડીયોનાં માલિક ધર્મેન્‍દ્ર પડસાલા ર્ેારા બેઝીક સેટીંગ, ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી, ફોટોગ્રાફીનાં પ્રકાર અને પઘ્‍ધતિ વિશે ઉપસ્‍થિત સૌ કોઈને ઉંડાણપૂર્વકની માહિતી આપીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન રાજ વીડીયોનાં માલીક તથા એસો.નાં મંત્રી રાજુભાઈ ગઢીયાએ સૌનો આભાર માન્‍યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ નરેશભાઈ કથિરીયા, સમિતિનાં સભ્‍યો, બેનર્સનાં દાતાઓ વિ.એ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સેમિનારનું સફળ સંચાલન પ્રા. હરેશ બાવીશીએ કર્યુ હતું.


21-08-2018


અમરેલી પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા ઘ્‍વજવંદન કરાયુ

પાલિકાના સદસ્‍યો તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહૃાાં

અમરેલી, તા.18

અમરેલી નગરપાલિકા દ્વારા 7રમાં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે ઘ્‍વજવંદનનો કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં આયોજિત કરવામાં આવેલ હતો. નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા ઘ્‍વજવંદન કરવામાં આવેલ હતું. આ તબકકે પ્રમુખ દ્વારા પધારેલા તમામ મહાનુભાવો, નગરપાલિકાના સદસ્‍યઓ, કર્મચારીગણ તેમજ નગરજનોને સ્‍વાતંત્ર પર્વની શુભેચ્‍છા પાઠવેલ હતી.

તેમજ આ પ્રસંગે અમરેલી નગરપાલિકાને સરકાર દ્વારા સ્‍વચ્‍છ ભારત મીશન અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેકશન માટે  1પ વાહનોની ફાળવણી કરવામાં આવેલ હતી. તેનો લોકપર્ણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલ હતો. આ બન્‍ને પ્રસંગોમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા વર્તમાન ઉપપ્રમુખ શકીલભાઈ સૈયદ, પુર્વ ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, સભ્‍યઓ મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, કોમલબેન રામાણી, જયશ્રીબેન ડાબસરા, નવાબભાઈ ગોરી, અમીનભાઈ હોત, હીરેનભાઈ સોજીત્રા, પંકજભાઈ રોકડ, જયશ્રીબેનતળાવીયા, દલપતભાઈ ચાવડા, ગાયત્રીબેન ડાભી, પ્રિતીબેન રૂપારેલ, કીરણબેન વામજા, સમીરભાઈ જાની, હરપાલભાઈ ધાધલ, ભાવનાબેન રાઠોડ, પ્રકાશભાઈ કાબરીયા, માધવીબેન જાની, પ્રવિણભાઈ માંડાણી, કંચનબેન વાઘેલા, પદમાબેન ગોસાઈ તેમજ નગરપાલિકા અધિકારીઓ તથા કર્મચારીગણે હાજરી આપેલ હતી.


બિસ્‍માર માર્ગો,રખડતા પશુઓ અને બેફામ ગંદકીએ ઉપાડો લીધો છે

અમરેલી, તા. 18

રાજયને સૌ પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર અમરેલી શહેર આજે નેતાગીરીનાં અભાવથી અનાથ બની ગયું છે. શહેરમાં અગણિત સમસ્‍યાઓ હોવા છતાં પણ ધારાસભ્‍ય કે સાંસદ તો ઠીક નગરસેવકો પણ એકપણ શબ્‍દ બોલતા નથી.

શહેરમાં ભુગર્ભ ગટરનાં પાપે અનેક માર્ગો અતિ બિસ્‍માર બની ગયા છે. થોડો વરસાદ પડે તો મુશ્‍કેલીમાં વધારો થાય છે. શહેરનાં હાર્દસમા ચિતલ રોડ, વરસડા રોડ, સ્‍ટેશન રોડ સહિતનાં વિસ્‍તારમાં પસાર થવું એટલે તોબા તોબા.

શહેરનાં માયકાંગલા નેતાઓ અધિકારીઓનો કાન આમળતા નથી અને અધિકારીઓને સ્‍વાભાવિક રીતે જનતા જનાર્દનની કાંઈ પડી નથી.

જનતા જનાર્દન દર વર્ષે કરોડો રૂપિયાનાં કરવેરા ભરે છતાં પણ પ્રાથમિક સુવિધા મેળવી શકતી નથી અને રાજકીય કાર્યકરો અને આગેવાનો શહેરમાં જયાં ત્‍યાં હોર્ડિંગમાં ફોટા લગાવીને શહેરનાં નેતા હોવાનો ઢોંગ કરી રહૃાા છે.

શહેરમાં બિસ્‍માર માર્ગો ઉપરાંત રખડતા પશુઓ, બેફામ ગંદકી અને ટ્રાફીક સમસ્‍યાનો કોઈ ઉકેલ લાવી શકતા નથી. કાર્યકરો નેતાઓ સાથે અને નેતાઓ મોટા નેતાઓ સાથે ફોટોસેશન કરાવવામાંથી નવરા પડતાં નથી.

આમ તો શહેરમાં સમસ્‍યા કરતાં હજાર ગણા રાજકીય કાર્યકરો વિવિધ પ્રકારનાં હોદાઓ લઈનેસીનસપાટા કરી રહૃાા છે પરંતુ એક પણ કાર્યકર કે નેતાને શહેરની સમસ્‍યા દુર કરવાની ઉતાવળ ન હોય શહેરની દોઢ લાખની જનસંખ્‍યા આજે સ્‍વ. ડો. જીવરાજ મહેતા, સ્‍વ. ખોડીદાસ ઠકકરને યાદ કરી રહી છે.


અમરેલી જિલ્‍લા બેન્‍કનાં એમડી ચંદુભાઈ સંઘાણીની ખબર-અંતર પુછતી બાળાઓ

મહિલા વિકાસગૃહનાં સંચાલકે શુભેચ્‍છા પાઠવી

અમરેલી, તા. 18

આંખોની સારવાર બાદ આરામ કરી રહેલ જિલ્‍લા બેન્‍કનાં એમડી અને સેવા ટ્રસ્‍ટના પ્રમુખ ચંદુભાઈ સંઘાણીની ખબર-અંતર પુછવા આજરોજ મહિલા વિકાસગૃહની બાળાઓ તેમના નિવાસસ્‍થાને પહોંચી કાલીઘેલી ભાષામાં જલ્‍દી સાજા થવાની શુભેચ્‍છા પાઠવી હતી.

આ તકે મહિલા વિકાસ ગૃહના પદાધિકારી અને કર્મચારીઓ પણ મહિલા વિકાસ ગૃહની સેવાા પ્રવૃત્તિમાં જોડાયેલા ચંદુભાઈના ખબર-અંતર પુછીને વ્‍હેલાસર સાજા નરવા થવાની શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે, મહિલા વિકાસ ગૃહની બાળાઓના જન્‍મ દિવસ નિયમીત અનેવિશિષ્‍ટરૂપે ઉજવાય તે અંગેના આગવા આયોજનના પ્રરેણારૂપ પરિબળ ચંદુભાઈ સંઘાણી છે તેમ મહિલા વિકાસ ગૃહ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.


પૂર્વ ચેરમેન સુરેશ કોટડીયાને પરાજિત કરીને ધારી માર્કેટયાર્ડનાં ચેરમેનપદે ભાજપનાં મનસુખ ભુવાનો વિજય

ધારી, તા. 18

ધારી માર્કેટીંગયાર્ડની ચૂંટણીનાં પરિણામો ભાજપનાં ફેવરમાં આવ્‍યા બાદ આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના સુકાનીઓએ બાજી મારી લીધી હતી અને આઝાદી બાદ પ્રથમ વાર સ્‍પષ્‍ટ રીતે યાર્ડને પોતાના હસ્‍તક કરી લીધું છે.

ધારી માર્કેટીંગયાર્ડનીચૂંટણીનાં પરિણામો ભાજપના ફેવરમાં આવ્‍યા બાદ આજે ચેરમેન અને વાઈસચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ તરફથી પૂર્વ ચેરમેન સુરેશભાઈ કોટડીયાએ નવરચિત બોર્ડીના હોદ્યે બીરાજવા જંપલાવ્‍યું હતું. કોટડીયાની સીધી ટક્કર ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા સાથે થતા કોટડીયાને પછાડી ભૂવા ચેરમેનની આ હરિફાઈ જીતી ગયા હતા બીજી તરફ વાઈસ ચેરમેન પદ માટે કોંગ્રેસ ર્ેારા કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતારવામાં આવતા ભાજપનાં સુભાષભાઈ ગજેરા બીનહરિફ ચૂંટાઈ આવ્‍યા હતા.

યાર્ડના બંધ હોલમાં યોજાયેલ ચૂંટણી જીતી બહાર આવનાર નવનિયુકત ચેરમેન અને વાઈસ ચેરમેનને અતુલભાઈ કાનાણી, હિતેશભાઈ જોશી, જીતુભાઈ જોશી, નરેશભાઈ ભૂવા, જીજ્ઞેશગિરિ ગોસાઈ, મુકેશભાઈ રૂપારેલીયા અને કેતનભાઈ સોની સહિતનાં ભાજપીઓએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા.

નવનિયુકત ચેરમેન મનસુખભાઈ ભૂવાએ જણાવ્‍યું હતું કે આજ સુધી યાર્ડનો વિકાસ જ થયો નથી અહીં માત્ર મીટીંગ કરી ગાંઠીયા જ ખવાયા છે, હવે ભાજપનાં નેજા હેઠળ યાર્ડ વિકાસની ક્ષિતિજો સર કરશે.

ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના એક મેમ્‍બરે ભાજપને દગો કર્યો હતો. મનસુખ ભૂવાને કુલ 11 મતનાં બદલે 10 મત જ મળ્‍યા હતા. આ ગુપ્‍ત મતદાનમાં ભાજપનાએ બાગી ડીરેકટરેકોંગ્રેસનાં સુરેશ કોટડીયાને મત આપ્‍યો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે આવી રમતમાં કોંગ્રેસ ભાજપથી હોશિયાર છે. ગઈ ટર્મમાં તેમણે આવું સફળ ઓપરેશન પાર પાડી ભાજપના મોમાં આવેલો      કોળીયો છીનવી લીધો હતો અને સત્તા હાંસલ કરેલ. પણ આ વખતે બહુમતીનાં જોરે ભાજપ સત્તારૂઢ બન્‍યો છે.

આઝાદી બાદ પ્રથમવાર સ્‍પષ્‍ટ રીતે યાર્ડને પોતાના હસ્‍તક કરી ભાજપ વિકાસનાં દાવા જરૂર કરી રહૃાું છે પણ હવે જોવાનું રહૃાું કે આવતા દિવસોમાં યાર્ડ માટે કેટલો વિકાસ નવા સુકાનીઓ સાધી શકે છે.


બાબરાનાં કરીયાણા ગામે વૃદ્ધને આડેધડ માર મારી ફેકચર કરી દીધું

અમરેલી, તા. 18

બાબરા તાલુકાનાં કરીયાણા ગામે રહેતાં સોમાભાઈ નાગજીભાઈ ઝાપડીયા નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધને તે જ ગામે રહેતાં મુન્‍ના વશરામભાઈ મકવાણા તથા તેમનો સાળો હીતેશ નામનાં ઈસમોએ આ વૃઘ્‍ધ પોલીસને દારૂ વેંચતા હોવાની બાતમી આપતા હોવાની શંકા રાખી હાથનાં પોંચા ઉપર તથા આંગળીઓ ઉપર માર મારી ફેકચર કરી દીધાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


બાબરામાં જાહેર માર્ગ પર જુગાર રમતાં 4 પત્તાપ્રેમી ઝડપાયા

સ્‍થાનિક પોલીસે જુગાર સામે કરી લાલ આંખ

અમરેલી, તા. 18

બાબરા ગામે આવેલ કરીયાણાગામે આજે સાંજના સમયે હીતેશ કાળાભાઈ સરવૈયા, રફીક અલારખભાઈ મેતર, સંજય મંછાભાઈ વાઘેલા સહિત 4 ઈસમો જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, બાબરા પોલીસને બાતમી મળતાં દરોડો કરી ચારેય ઈસમોને રોકડ રકમ રૂા.3પ00ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અમદાવાદમાં રપમી ઓગષ્‍ટથી “હાર્દિક પટેલ”નાં ઉપવાસ શરૂ થશે

અમરેલી, તા. 18

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા એવા હાર્દિક પટેલે રપ ઓગષ્‍ટનાં રોજ વિજય આમરણાંત ઉપવાસની જાહેરાતના પગલે સરકાર જાણે હચમચી ગઈ હોય તેમ નિકોલના જે મેદાનની મંજૂરી સાથે માંગણી કરવામાં આવી હતી તે તેના સિવાયના બીજા પાંચ મેદાનોને રાતોરાત પાર્કિંગ ઝોનમાં ફેરવીને મેદાન ઉપર એએમસી તંત્રએ પોતાના બોર્ડ લગાવી દીધા છે. જે સરકારની કિન્‍નાખોરી જોઈને આંદોલનકારીઓમાં રોષ ભભુકી રહૃાો છે અને તે રોષને લઈને આંદોલનકારીઓ તા. 19 ઓગષ્‍ટના રોજ પાર્કિંગ ઝોનમાં ફેરવેલ પાર્કિંગમાં ગાડીઓ પાર્ક કરીને ગાડી ઉપર જ એક દિવસીય ઉપવાસ કરીને સરકાર સામે બંડ પોકારશે. અને આ એક દિવસીય ઉપવાસના દંગલમાં સૌરાષ્‍ટ્ર ઝોન તરફથી નરેશ વિરાણી અને મહેશ કેવડીયાની ટીમો હાજરી આપીને એક દિવસીય ઉપવાસ કરશે. અને જયારે ભારત રત્‍ન એવા સ્‍વ. અટલજીના અવસાનને લઈને સરકાર ઘ્‍વારા જે સાત દિવસનાં રાષ્‍ટ્રીયશોકની જાહેરાત કરવામાં આવે છે તે રાષ્‍ટ્રીય શોકનું સન્‍માન કરીને સૌ પ્રથમ તેમને શ્રઘ્‍ધાંજલિ અર્પિત કરશે. અને ત્‍યારબાદ તેમના સન્‍માન ખાત મોઢા ઉપર કાળી પટ્ટી બાંધીને એક દિવસીય ઉપવાસ કરશે.

બીજી તરફ જાણે મેદાનની પરમીશન મળે કે ના મળે પણ બિન અનામત વર્ગ માટે અનામતની માંગણી અને ખેડૂતોના દેવા માફીની હાર્દિકની જીદને જોઈને આંદોલનકારીઓ પોતાની આર યા પારની લડાઈના મૂડમાં આવી ગયા હોય તેમ આખા અમદાવાદ શહેરને રપ ઓગષ્‍ટના બેનરોથી સજાવી દીધું છે. અને હાર્દિકે રપ ઓગષ્‍ટના આમરણાંત ઉપવાસનો અગીયાર દિવસનો કાર્યક્રમ જાહેર કરી આપ્‍યો છે. જેમાં હર એક દિવસ જિલ્‍લા અને તાલુકાની ટીમો ઉપવાસ આંદોલનમાં જોડાશે. તેમાં અમરેલી જિલ્‍લાને 31 ઓગષ્‍ટને શુક્રવાર ફાળવવામાં આવેલ છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજ પ્રમુખ વતી જિલ્‍લાના તમામ ખેડૂત ભાઈઓને આહવાન કરૂ છું કે આપણે આપણું દેવું માફ કરવા માટેના હાર્દિકનાં આમરણાંત ઉપવાસમાં આપણે પણ એક દિવસના પ્રતિક ઉપવાસમાં જોડાઈને તેમને સમર્થન આપવાનું છે. તેમ નરેશ વિરાણીની યાદીમાં જણાવાયું છે.


કડીયાળીનાં યુવકે ઝેરી દવા ગટગટાવી અંતિમવાટ પકડી

અમરેલી, તા. 18

જાફરાબાદ તાલુકાનાં કડીયાળી ગામે રહેતાં ભાવેશભાઈ નાનજીભાઈ વાઢેર નામનાં 30 વર્ષિય યુવકનાં પત્‍નિનું ત્રણેક વર્ષ પહેલાં બિમારી સબબ અવસાનથયેલ હોય, જેથી આ યુવક પોતાની પત્‍નિનાં વિચારોમાં ગુમસુધા રહેતાં હોય, જેથી તેમણે ગત તા.16નાં રોજ રાત્રીનાં સમયે કડીયાળી ગામે પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું જાફરાબાદ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


દલખાણીયા ગામનાં પશુપાલક યુવાનને વનવિભાગનાં અધિકારીએ માર માર્યો

જંગલખાતાની વંડી પાડી નાંખવાનાં બહાને પકડી

દલખાણીયા ગામનાં પશુપાલક યુવાનને વનવિભાગનાં અધિકારીએ માર માર્યો

અમરેલી, તા. 18

ધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં હારૂનભાઈ વલીભાઈ બ્‍લોચ નામનાં 30 વર્ષિય યુવકને આર.એફ.ઓ. ફોરેસ્‍ટ ગાર્ડ ચૌહાણભાઈ તથા ટ્રેકર અશરફભાઈ વિગેરેએ જંગલ ખાતાની વંડી પાડી નાંખેલ તેવા બહાને યુવકને પકડી લપાટ મારી, ભુતબંગલે લાવી લાકડી વડે માર મારી કોર્ટમાં રજુ કરવા જતાં કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવી છે.


જીરા ગામનાં પાટીયા પાસેથી રેતી ભરેલ ટ્રેકટર પોલીસે ઝડપીલીધુ

અમરેલી, તા. 18

ધારીના ભુરાપરા વિસ્‍તારમાં રહેતાં જયંતિ ઉર્ફે સુરેશ ઘુઘાભાઈ ગાગડીયા તથા સંજય ઘુસાભાઈ ડેડાણીયા ગઈકાલે સવારે ધારી તાલુકાનાં ખીચા ગામ પાસેની નદીનાં વોકળામાંથી પોતાના હવાલાવાળા ટે્રકટર નંબર જી.જે.14 ડી 3043માં 3 ટન રેતી ભરીને જીરા ગામનાં પાટીયા પાસેથી નીકળતાં ધારી પોલીસે આ બન્‍ને ઈસમોને રૂા.ર,01,પ00નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.


પીપાવાવ સ્‍થિત યઈોઈહઈકંપની પ્રદુષણ ફેલાવતી હોવાની રાવ

તાત્‍કાલીક નિયમાનુસાર કાર્યવાહી કરવા માંગ કરી

રાજુલા, તા. 18

રાજુલા તાલુકાના પીપાવાવ સ્‍થિત આવેલ આઈએમસી કંપની જાહેરમાં પ્રદુષણ ફેલાવી રહેલ હોય આ પ્રદુષણને કારણે આજુબાજુના વિસ્‍તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી ફેલાવવામાં આવતી હોય જેથી તેની આજુબાજુમાં રહેતા લોકોના આરોગ્‍ય ઉપર ખતરો ઉભો થયેલ છે. તેમજ કેમીકલ યુકત કચરો હોવાને કારણે લોકો ઉપર ખૂબ જ મોટો ખતરો છે. આ આઈએમસી કંપની ઘ્‍વારા પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરી રહેલ છે.

આ આઈએમસી કંપની ઘ્‍વારા સરકારની સ્‍વચ્‍છતા અભિયાનની ઝુંબેશનો પણ ઉલાળીયો કરતી હોય તેમજ આ આઈએમસી કંપની તેમજ ગલ્‍ફ પેટ્રોલીયમ તેમજ એજીસનો ગેસ અને કેમીકલ હવામાં ફેલાતા ખૂબ જ પ્રદુષણ ફેલાતું હોય. ગામના લોકોને શ્‍વાસ લેવામાં તકલીફો ઉભી થઈ રહી છે.

આઈએમસી લી., ગલ્‍ફ પેટ્રોલીયમ અને એજીસ ગેસ કંપની ઘ્‍વારા અત્‍યંત જવલનશીલ પેટ્રોલીયમોનો જથ્‍થો રાખતા જેથી ગમે ત્‍યારે અકસ્‍માત થાય તેમ હોય અને જાનહાની પણ થાય તેમ હોય અને આ કંપની ઘ્‍વારા પુરતી સેફટી રાખવામાં આવતી ન હોય તેની પણ તપાસ કરવા ભુપતભાઈ વાઘે કલેકટર સમક્ષ માંગ કરી છે.


મગફળીના ‘‘કહેવાતાં કૌભાંડ”માં કાગનો વાઘ કરવામાં આવ્‍યો છે : ડો. ભરત કાનાબાર

જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારનો આત્‍મવિશ્‍વાસ

મગફળીના ‘‘કહેવાતાં કૌભાંડ”માં કાગનો વાઘ કરવામાં આવ્‍યો છે

ર019ની ચૂંટણીઓ આવી રહી હોવાથી ભાજપ સરકારને બદનામ કરવાના મલિન ઈરાદા સાથે આક્ષેપો વિરોધપક્ષના નેતા કરી રહૃાા છે

અમરેલી, તા. 18

ખરીફ ર016માં રાજયમાં ખેડુતોના અથાગ પરિશ્રમના કારણે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન થયું હતું. ભારત સરકારે રૂા. 4રર0/- પ્રતિ કિવન્‍ટલ મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરેલ હતો. ટેકાના ભાવે ભારત સરકારની આ માટેની નોડલ એજન્‍સી નાફેડે ખરીદી શરૂ કરી હતી. વર્ષ ર016માં ર8 લાખ મે.ટન ઉત્‍પાદિત મગફળી પૈકી ર.10 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેની કિંમત રૂા. 889/- કરોડ થાય છે. ખરીફ ર017માં 3ર લાખ મે.ટનથી પણ વધુ મગફળીનું ઉત્‍પાદન થયેલ હતું. જેથી રાજયના ખેડુતોને પોષણક્ષમ અને વ્‍યાજબી ભાવ મળી રહે તે ઉદેશથી આગોતરૂં આયોજન કરી ભારત સરકારને ટેકાના ભાવ વધારવા તથા સમયસર ખરીદી કરવા તા. રર/9/ર017ના રોજ દરખાસ્‍ત કરાયેલ. તા. 17/10/ર017ના રોજ રૂા. 44પ0/- પ્રતિ કિવન્‍ટલના ટેકાના ભાવે ખરીદી કરવા નાફેડને મંજુરી આપેલ હતી. રાજય સરકાર દ્ધારા પણ રૂા. પ0/- પ્રતિ કિવન્‍ટલ બોનસ પોતાના ફંડમાંથી જાહેર કરેલ હતું. આમ,રૂા. 4પ00/- નો ટેકાનો ભાવ ખેડુતોને મળેલ છે.

વર્ષ ર014માં રૂા. 4000/-, વર્ષ ર013માં રૂા. 4000/- અને વર્ષ ર01રમાં રૂા.3700/- પ્રતિ કિવન્‍ટલ ટેકાના ભાવ જાહેર થયા હતાં. રાજયમાં વ્‍યાપક વિસ્‍તારમાં મગફળીનું વાવેતર થતું હોઈ એક કે બે સ્‍ટેટ લેવલ એજન્‍સી આ કામગીરી સમયમર્યાદામાં પુર્ણ ન કરી શકે અને ઘણાં બધા ખેડુતો આ લાભ મેળવવાથી વંચિત રહી જાય, અને ટેકાના ભાવની યોજનાનો હેતુ બર ન આવે. તેથી આ બધી બાબતો ઘ્‍યાને રાખીને એક કરતાં વધુ સ્‍ટેટ લેવલ એજન્‍સીઓ સાથે નાફેડ દ્ધારા કરાર કરવામાં આવ્‍યાં હતાં. જેમાં ગુજકોમાસોલ, ગુજકોટ, ગુજપ્રો, સાબર ડેરી અને બનાસ ડેરીને કામગીરીમાં સામેલ કરવામાં આવેલ હતી.

વર્ષ ર016-17માં નાફેડ દ્ધારા ખરીદાયેલ ર.10 લાખ મે.ટન મગફળી અને 1.6પ લાખ મે.ટન તુવેરનો જથ્‍થો રાજયના વિવિધ ગોડાઉનોમાં સંગ્રહાયેલ હતો જેનો નિકાલ નાફેડ દ્ધારા ર017ના વર્ષની મગફળીની ખરીદી શરૂ કરવાના સમયે પણ થયેલ ન હતો. ખરીદ કરેલ જથ્‍થો યોગ્‍ય જગ્‍યાએ સંગ્રહ થાય અને સારી વ્‍યવસ્‍થા જળવાય તે માટે નાફેડ વતી વેરહાઉસીંગ કોર્પોરેશનને ગોડાઉનોની વ્‍યવસ્‍થા કરવાની કામગીરી સુપ્રત કરવામાં આવેલ હતી. સામાન્‍ય રીતે ઘઉં જેવી જણસીની સાપેક્ષે મગફળી ત્રણ ગણી જગ્‍યા રોકતી હોય છે. દા.ત. 1 મે.ટન ઘઉંનાસંગ્રહ માટે જેટલી જગ્‍યા જોઈએ તેનાથી ત્રણ ગણી વધુ જગ્‍યા 1 મે.ટન મગફળી માટે જોઈએ. તા. રપ/10/ર017થી સમયસર મગફળીની ખરીદી નાફેડ દ્ધારા શરૂ કરવામાં આવેલ હતી. રાજયમાં મગફળી ખરીદી માટે ર3 જિલ્‍લાઓમાં જરૂરિયાત મુજબ અને તબકકાવાર વધારીને કુલ રપ4 કેન્‍દ્રો શરૂ કરવામાં આવેલ હતાં. જે પૈકી ર36 કેન્‍દ્રોમાં ખરીદી થયેલ હતી.

ભારત સરકાર દ્ધારા પ્રથમ તબકકે 3.પ0 લાખ મે.ટનની ટેકાના ભાવે ખરીદીની મંજુરી આપેલ હતી. રાજયના ખેડુતોનો વ્‍યાપક પ્રતિભાવ અને બજાર ભાવની સ્‍થિતિ જોતાં વધારે જથ્‍થામાં મગફળી ખરીદવાની જરૂરિયાત ઉપસ્‍થિત થયેલ હતી. તા. 17/11/ર017થી ખરીદીનો જથ્‍થો વધારવાની દરખાસ્‍ત કરેલ હતી. જે પરત્‍વે ભારત સરકારે ત્‍વરિત સાનુકુળ પ્રતિભાવ પાઠવીને તા. 30/11/ર017 થી 8.00 લાખ મે.ટન વધુ જથ્‍થો ખરીદવાની મંજુરી આપેલ હતી. ખરીદીના દિવસો 90 દિવસથી વધારીને 1પ8 દિવસો એટલે કે તા. 31/3/ર018 સુધી કરવા દરખાસ્‍ત કરવામાં આવેલ.

તા. રપ/10/ર017 થી તા. 9/3/ર018 સુધીમાં 8.30 લાખ મે.ટન એટલે કે 83 લાખ કિવન્‍ટલ મગફળીનો જથ્‍થો નાફેડ દ્ધારા ખરીદાયેલ હતો. જેની કિંમત રૂા. 373પ.ર6 કરોડ થાય. આ ખરીદીનો લાભ રાજયના અંદાજીત 4.36 લાખથી વધુ ખેડુતોએ લીધેલ છે. રાજયના ખેડુતોને સમયસર પેમેન્‍ટ મળી રહે તે માટેરાજય સરકારે રૂા. 416 કરોડ રીવોલ્‍વીંગ ફંડ અને બોનસ પેટે પુરા પાડેલ હતાં.

નાફેડ દ્ધારા રાજયમાં પાછલા બે વર્ષોમાં 10 લાખ મે.ટનથી વધારે જથ્‍થો ખરીદાયેલ છે અને તે પૈકી ઓનલાઈન એકશનથી 4.66 લાખ મે.ટન મગફળીનો નિકાલ કરેલ છે અને અત્‍યારે પણ ઓનલાઈન એકશનથી મગફળી જથ્‍થાના નિકાલની આ કાર્યવાહી ચાલું જ છે. નાફેડના આ જથ્‍થાનો ઝડપી નિકાલ થાય તે માટે રાજય સરકારે પ્રોએકટીવ પગલાં લીધેલ છે અને ગોંડલ ખાતે તા. રપ/પ/ર018ના રોજ સૌરાષ્‍ટ્ર ઓઈલ મીલર્સ એસોસીએશન (સોમા), મગફળી દાણા ખરીદદારો, નાફેડના ચેરમેન અને અધિકારીઓની મંત્રી, કૃષિની ઉપસ્‍થિતિમાં એક બેઠકની વ્‍યવસ્‍થા કરાવી આપેલ હતી. આગામી વર્ષમાં ટેકાના ભાવે ખરીદીની પરિસ્‍થિતિ ઉભી થાય તો સંગ્રહ માટે ગોડાઉનો ઉપલબ્‍ધ થઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે નાફેડને જથ્‍થાના નિકાલ માટે રાજય સરકારે જરૂરી સુચનાઓ આપી હતી.

રાજય સરકારે ખેડુતોના માલ સમયસર ટેકાના ભાવે ખરીદી થાય તે માટે આવું આગોતરૂં આયોજન કર્યુ અને ખરીદી બને તેટલી પારદર્શક થાય તેનું જડબેસલાક આયોજન કર્યુ હતું. ખેડુતોની પડખે ઉભા રહેવાની ભાજપની ગુજરાત સરકારની પ્રતિબઘ્‍ધતાને કારણે, રાજયમાં મગફળીની વિક્રમજનક માત્રામાં ખરીદી થઈ હતી. કોઈ કોઈ કેન્‍દ્રો પરકેટલાંક લાલચું વ્‍યવસ્‍થાપકો અને સબંધિત અધિકારીઓની મિલિભગતથી ગેરરીતિઓ થઈ હોય શકે, આમ છતાં, અત્‍યાર સુધીમાં માત્ર પેઢલા ખાતેના ગોડાઉન નં. 1માં મગફળીમાં ભેળસેળ હોવાનું માલુમ પડેલ છે. આ ગોડાઉનમાં કુલ 31000 ગુણી મગફળી એટલે કે લગભગ 108પ ટન મગફળીનો સંગ્રહ થયેલ. છેલ્‍લા બે વર્ષમાં સરકારની કુલ 10 લાખ 46 હજાર ટન મગફળીની ખરીદી થઈ છે. આમ કુલ ખરીદીના 0.0001% એટલે કે, 1000માં ભાગ કરતાં પણ ઓછી મગફળી ભેળસેળવાળી માલુમ પડી છે.

રાજય સરકારે તમામ જવાબદાર લોકો સામે, કડક કાયદાકીય કાર્યવાહી કરી છે. પરંતુ, આ ઘટનાનો રાજકીય લાભ ઉઠાવવા અને રાજય સરકારે આટલી મોટી માત્રામાં મગફળી ખરીદ કરી, ખેડુતોની પડખે ઉભા રહેવાનું જે સુંદર કામ કર્યુ છે તેનાથી અકળાઈને, વિરોધ પક્ષના નેતા છેલ્‍લા કેટલાંક દિવસોથી ગુજરાતમાં અલગ અલગ સ્‍થળોએ ઘરણા – ઉપવાસના નાટકો ચાલું કર્યા છે. જયારે રાજય સરકાર આવી ગેરરીતિ કરનાર સામે ગંભીર હોય ત્‍યારે મોઘમ કે ઉભડક આક્ષેપોને બદલે, કોંગ્રેસી આગેવાનો ચોકકસ માહિતિ સરકારને આપે તો અન્‍ય કોઈપણ જગ્‍યાએ આવું કરનાર સામે સરકાર પગલાં લઈ શકે. આમ કરવાને બદલે પરેશ ધાનાણી તપાસ કરાવવાનો રાગ આલાપે છે. આ કોઈ કોંગ્રેસના આચરેલાં ×નઢઘન કૌભાંડ જેવું કેકોલસાની ખાણની હરરાજીના કૌભાંડ જેવી અટપટી બાબત નથી. માહિતી આપે એટલે સરકાર જે તે ગોડાઉનના માલની તપાસ કરાવે એટલે ભભદુધનું દુધ અને પાણીનું પાણીભભ થઈ જાય. પણ આવું કોંગ્રેસને કરવું નથી કારણ કે તેમને ખબર છે કે, કુલ ખરીદીના 4પ% જેટલોં માલ તો વેપારીઓએ ખરીદ કરી લીધો છે. વેપારીનો દીકરો પૈસા ખરચી નબળો માલ લે ખરો ?

આ બધી બાબતો કોંગ્રેસના આગેવાનોની દાનત ભભખોરી શીંગભભ જેવી છે તે પુરવાર કરે છે. કૃષિમંત્રી ફળદુ પર કાદવ ઉછાળવાનો પ્રયાસ કર્યા પણ અંતે તેમની માફી માંગવી પડી. પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરીયા પર પણ તથ્‍યહીન આરોપો લગાવ્‍યાં પણ આ આક્ષેપોને સાબિત કરવાની ચિમનભાઈની ચેલેન્‍જને સ્‍વીકારી નહીં. ગાયને વારંવાર બકરૂં કહી, ભોળા બ્રાહમણ પાસેથી ગાય પડાવી લેનાર ધુતારાઓની વાર્તા જેમ, મગફળી બાબતમાં કોંગ્રેસીઓ ઉભડક આક્ષેપોની વાત વારંવાર દોહરાવી રહયા છે. પણ તેમને ખબર નથી કે, જયારે માલ વેચનાર ખેડુતોને પુરી રકમ ચુકવાય ગઈ છે ત્‍યારે ખેડુતોના હિતની વાતો કરી, ગુજરાતના ખેડુતોને અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાના તેમના આ પ્રયત્‍નો બૂમરેગ થશે તેમાં કોઈ શંકા નથી. તેમ અંતમાં ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે જણાવેલ છે.